Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 34
________________ [૨૦૩૪ શ્રાવણવદિ-૮, સોમવાર, તા.૨૮-૮-૦૮.] અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં ભાવપૂર્વકનો તપધર્મ, એ એટલો બધો અનુપમ છે કે, તેના યોગે, આત્મા કર્મોનો ક્ષય કરીને ગુણોને પામે છે અને પરિણામે મુક્તિપદને પામે છે. બાહ્યતપનો મહિમા વર્ણવ્યો છે, તે એટલા માટે કે, તે આત્માના-અત્યંતર તપને જગાડનાર છે, અત્યંતર તપનું પોષણ કરનાર છે અને અત્યંતર તપની છેલ્લી કક્ષાએ પહોંચાડવાની તાકાત ધરાવનાર છે. અત્યંતર તપ વિના આત્માના એકપણ ગુણની પ્રાપ્તિ જીવને થતી નથી. તપમાં કષાયોનો નાશ કરવાની શક્તિ છે. પણ તે કષાયોનો નાશ કરવાની શક્તિ ક્યારે આવે ? આત્મા વિષયોથી પરાગમુખ બને તો. ખાવા-પીવાદિની, મોજ-મજાદિની ઇચ્છાઓનો નાશ કરવાની તાકાત બાહ્યતામાં છે. પણ જીવ તનો તે માટે ઉપયોગ કરે તો. વિષયવાસના નાશ પામે તો કષાયો નાશ પામવાના જ છે. વિષયો- મોજમજા અને તેની ઇચ્છાઓ જો ભંડી ન લાગે તો આ બાહ્યતપ, અત્યંતર તપ જગાડવાની શક્તિ ધરાવતો નથી. માત્ર તેનાથી પૂણ્યબંધ થાય છે પણ તેના ઉદયકાળમાં જીવને ભાન ભૂલાવીને ફ્રી દુર્ગતિના દર્શન કરાવે છે. બાહ્યતપ, અત્યંતર તપને ક્યારે જગાડે ? જીવ વિષયોથી પરાગમુખ બને તો. પાંચે ઇન્દ્રિયોમાં રસના ઇન્દ્રિય ભયંકર છે, તેનો વિજય ન મેળવે તો બધો તપ નકામો છે. રસનાના વિજય માટે બાહ્યતપ જરૂરી છે. તે અત્યંતર તપને ત્યારે જ જગાડે કે-મોક્ષની જ ઇચ્છા થાય અને સંસારની ઇચ્છા નાશ પામે તો. આ સંસાર નથી જોઇતો અને મોક્ષ જ જોઇએ છે.” આવી જાતિની વિચારણા સ્વરૂપ ધ્યાનમાં એવી શક્તિ છે કે, તે અનંતાનુબંધી કષાયોને મોળા પાડે છે, મિથ્યાત્વને ખસેડે છે અને સમકિતને પમાડે છે. તે જ ધ્યાન ક્રમસર દેશવિરતિ અને સર્વવિરતિને પણ પમાડે છે. આ ધ્યાન આવે તો મન મોક્ષમાંજ સ્થિર થાય એટલે ભગવાનની આજ્ઞા મુજબના વિચારોમાં સ્થિર થાય. ધર્મધ્યાનની પ્રાપ્તિ Page 34 of 77

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77