Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 27
________________ [૨૦૩૪, ફાગણવદિ – ૧, શનિવાર, તા.-૨૫-૩-૭૮ સુ. બકુભાઇ મણીલાલને બંગલે અમદાવાદ.] અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓ ક્રમાવે છે કે મહાપુણ્યનો ઉદય હોય ત્યારે જ આવો ધર્મસામગ્રીસંપન્ન મનુષ્ય જન્મ મળે છે. આ મનુષ્ય જન્મ એવો ઉત્તમ કોટિનો છે કે જો એને જીવતાં આવડે તો આ મનુષ્યજન્મ નરકગતિ અને તિર્યંચ ગતિ બંધ કરી દે એવો છે અને જ્યાં સુધી સંસારમાં રહેવાનું હોય ત્યાં સુધી દેવગતિ અને મનુષ્યગતિ જ નક્કી કરી દે તેવો છે. આ રીતે પાંચ-સાત ભવમાં તે જીવનો સંસારથી છૂટકારો થઇ જાય છે. આવો મનુષ્ય જન્મ આપણને બધાના મળ્યો છે. જ્ઞાનીઓ કહે છે કે- આ મનુષ્યજન્મનો સંસારની સાધનામાં ઉપયોગ કરવો તે તેનો ભારેમાં ભારે દુરૂપયોગ છે. આ મનુષ્યજન્મમાં સંસારની સાધના કરે તેના માટે આ જન્મા સંખ્યાત-અસંખ્યાત-અનંતકાળ સુધી દુર્લભ થઇ જાય છે. આપણે કમમાં કમ એટલું તો કરવું જ જોઇએ જેથી આ મનુષ્યજન્મ દુર્લભ ન થતાં સુલભ બને. પણ આ ક્યારે બને ? આ મનુષ્ય જન્મમાં સંસારની સાધના કરવા જેવી જ નથી. એ કરવી પડે તો તે મારો ભારેમાં ભારે પાપોદય છે. આવી જેને હૈયાથી પ્રતિતી થઇ જાય તેને માટે બને. આવો જીવ સંસારમાં રહે તો પણ સંસારની પ્રવૃત્તિ કરવાનું તેનું મન હોય નહિ પણ કર્મયોગે તે પ્રવૃત્તિ તેને કરવી પડે. માટે જ શ્રી જૈનશાસનમાં સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકાની એક જ ગતિ કહી છે. સાધુ-સાધ્વી સારા આરાધક હોય અને બધી અનુકૂળ સામગ્રી હોય તો તે જ ભવમાં મુક્તિએ ચાલ્યા જાય તેમ શ્રાવક-શ્રાવિકા પણ સારા આરાધક હોય અને કાળાદિ બધી સામગ્રી અનુકૂળ મળી હોય તો તેની પણ તે જ ભવમાં મુક્તિ થયા વિના રહે નહિ અને જો કાળ વિગેરે સામગ્રી અનુકળ ન હોય તો તે બધા વૈમાનિકમાં તો નિયમા જ જાય. આવો સારો આ મનુષ્યજન્મ છે. તેમાં સમજુને સંસારની સાધના કરવાનું મન હોય નહિ. પણ કર્મ એવા ભૂંડા છે કે સમજુની પાસે પણ સંસારની સાધના કરાવે જ. તે વખતે તેનું હૈયું માને કે હું બહુ નબળો છું તેથી આ કર્મ મારી પાસે મારું મન ન હોવા છતાં બળાત્કારે આ પ્રવૃત્તિ કરાવે છે. હૈયાથી તે પ્રવૃત્તિ નહિ કરતો હોવાથી, સંસારની પ્રવૃત્તિ કરવા છતાં તે જીવ કર્મને ખપાવે છે. આવા જીવ માટે આ જન્મ સુલભ છે. બાકી આ મનુષ્યજન્મમાં જે જીવો સંસારની સાધના કરે છે, સંસાર સુખમાં મઝા કરે છે તેમના માટે આ જન્મ ભયંકર નુક્શાન કરનાર છે. ભવિષ્યમાં દુર્લભ થનાર છે. ભગવાનનો સાચો શ્રાવક તો કહી જ શકે કે-“મેં આ મનુષ્ય- જન્મનો ઉપયોગ Page 27 of 77

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77