Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 25
________________ [૨૦૩૩ ભા.સુ. ૧૦ને ગુરૂવાર, છાપરીયા શેરી, સુરત. સુ. પ્રકાશચન્દ્ર મણીલાલના ધર્મપત્ની અ.સૌ. સૂર્યકાન્તાબેનના ૧૬ ઉપવાસની તપશ્ચર્યા નિમિત્તે પૂજયપાદશ્રીજીએ આપેલ પ્રાસંગિક હિતશિક્ષા :] આજે આ તપનો મહિમા ઉજવાય છે. શ્રી જૈનશાસનમાં તપ એ પણ એક મહિમાવંતો ધર્મ છે. આત્માને કમરહિત બનાવવાનું ઊંચામું ઊંચુ સાધન તપ છે. આવા તપધર્મનું વાસ્તવિક સ્વરૂપ જ્યાં સધી સમજાય નહિ, ત્યાં સુધી ભલે કામચલાઉ તે તપધર્મ કરવામાં આવે પણ વાસ્તવિક કાર્યસિદ્ધિ થાય નહિ.' શ્રી જૈનશાસનને પામેલા આત્માઓના હૈયામાં સદામાટે તપ બેઠો હોય. તે માટે અનંતજ્ઞાનીઓએ બાર પ્રકારનો તપ વિહિત કરેલો છે. જૈનશાસનને પામેલો જીવ સદાય મોક્ષના ધ્યાનમાં જ હોય છે “મારો સંસાર ક્યારે છુ ! મને મોક્ષની પ્રાપ્તિ ક્યારે થાય !” પ્રધાનપણે આ સિવાય બીજા વિચારોને તેના હૈયામાં સ્થાન હોતું નથી. એ સિવાય જે બીજા વિચારો આવે તેમાં આ. સંસારથી છુટવાનો અને મોક્ષને પામવાનો જ હેતુ પ્રધાન હોય છે. તેના પ્રતાપે તે મોટેભાગે શુભધ્યાનમાં રહે છે અને નિર્જરા સાધે છે અને સારો પુણ્યબંધ કરે છે. તેવા શુભવિચારમાં મગ્ન એવો જીવ ગમે ત્યાં રહેલો હોય અને આયુષ્ય બાંધે તો સગતિનું જ બાંધે છે.દેવલોકમાં ગયેલા એ આત્માને ચેન નથી પડતું. ત્યાં પણ આ દેવલોક ક્યારે છૂટે? ઝટ મનુષ્યભવને પામું, સાધુ થાઉ, આજ્ઞા મુજબ જીવન જીવી ઝટ આ સંસારથી છૂટી મોક્ષે જાલ્યો જાઉં' એ જ વિચારો હોય છે. તેના પ્રતાપે તે ત્યાં પણ અપૂર્વ નિર્જરા સાધે છે અને સુંદર પુણ્યબંધ કરે છે. એટલે ત્યાં રહેલો તે સુંદરકોટિનો પુણ્યબંધ કરી, મનુષ્યપણાનું આયુષ્ય બાંધી, મનુષ્યપણામાં પૂરેપૂરી આરાધનાની સામગ્રી પામી, સાધુપણું લઇ સુંદર પ્રકારે આરાધી, કેવળજ્ઞાન પામી, તે જ ભવમાં મોક્ષે ચાલ્યો જાય છે અને જો હજુ સંસારમાં રહેવાનું બાકી હોય તો દેવલોકમાં જાય છે તે રીતે સદ્ગતિની પરંપરા Page 25 of 77

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77