Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 28
________________ ઇચ્છાપૂર્વક હૃદયપૂર્વક સંસારની સાધનામાં કર્યું જ નથી. મેં જે કાંઇ સંસારની પ્રવૃત્તિ કરી છે તે કર્મના હુકમથી કરી છે. મારો એવો જ પાપોદય હતો કે હું કર્મના હુકમને અવગણી શક્યો નહિ, માટે જ મારે સંસારની સાધના કરવી પડી છે.’ આજે આવું તમારાથી બોલી શકાય એવું છે ? ના. કેમ ? રોજ ભગવાનના દર્શન કરવા છતાં, ભગવાનની પૂજા-ભક્તિ કરવા છતાં, સાધુઓની સેવા કરવા છતાં, અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિ કરવા છતાં આ પ્રતિતી જ થઇ નથી. આ સંસારની સાધના કરવા જેવી જ નથી એવી હૈયાની પ્રતિતી થઇ છે ? ચોથે અને પાંચમે ગુણઠાણે રહેલા જીવોને સંસારમાં જ રહેવાનું છે. તે બધા જીવો કહે છે કે- સંસારની સાધના અમારી ઇચ્છાથી નહિ પણ કર્મના હુકમથી જ કરીએ છીએ. તેવા જીવ માટે મનુષ્ય જન્મ સુલભ છે. તે જીવની મુક્તિ ન થાય ત્યાં સુધી તેની ઊંચી ઊંચી દેવગતિ અને મનુષ્યગતિ થવાની છે. આવા જીવને સંસારમાં સંસારી તરીકે જીવવામાં આનંદ નથી. તેને તો મોક્ષના આરાધક તરીકે જીવવામાં આનંદ છે. તેજ જીવ સાચો ધર્મી છે. ભગવાન શ્રી જિનેશ્વર દેવનો સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ શ્રી સંઘ સંસારનો મહેમાન છે. શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેવા છતાં સંસારના મહેમાન તરીકે જીવે છે, કારણકે સંસારમાં હૃદયપૂર્વક નથી રહેતો. હૃદયપૂર્વક તો તે મોક્ષે જ જવા ઇચ્છે છે. આવી દશા મેળવવી આપણા માટે સુલભ છે. માત્ર આપણું મન ફરી જવું જોઇએ. જો મન ન તો કામ ન થાય. જેનું મન ફરી જાય તે તો કહી શકે કે, હું સંસારની સાધના મનપૂર્વક નથી કરતો. હું હૈયાથી તો મોક્ષની જ સાધના કરું છું. તે માટે ધર્મની સાધના કરું છું. આવા જીવની જેટલી ધર્મની પ્રવૃત્તિ છે તે પણ બધી મોક્ષ માટે છે તેમ સંસારની પ્રવૃત્તિ પણ મોક્ષ માટે છે. સંસારથી છૂટવા માટે છે. તેવા જીવની કર્મયોગે થતી સઘળી સંસારની પ્રવૃત્તિ, કર્મ ખપાવનારી જ બને છે. જ્ઞાની મહાપુરૂષો માવે છે કે, સમકિત દ્રષ્ટિ જીવ સંસારમાં રહે ખરો પણ સંસારમાં રમે નહિ. તેનું શરીર સંસારમાં હોય પણ મન મોક્ષમાં જ હોય. તેની બધી સંસારની પ્રવૃત્તિ કર્મનિર્જરા માટે જ થાય. તે ભોગવે સુખ છતાં તેને પુણ્યબંધ જ થાય, કર્મનિર્જરા થાય અને ગુણસ્થાનક પ્રત્યયિક જે પાપબંધ થાય તે પણ અલ્પ થાય. ભગવાનના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા મોક્ષના જ સાધક કહેવાય છે. શક્તિવાળાએ ઘર-બારાદિ છોડી દીધા છે અને શક્તિવગરના ઘરમાં બેઠા છે. પણ ઘરમાં રહેવું નથી. જેમ ધાવમાતા હોય અને તે રાજાના પુત્રને પાળે, મોટો કરે, લાલનપાલન કરે પણ તેને રાગ તો પોતાના પુત્ર પર જ હોય. તેમ સમ્યદ્રષ્ટિ જીવ કુટુંબનું પાલન કરે, સંસારની પ્રવૃત્તિ આદિ કરે પણ તેનો રાગ મોક્ષ પર જ હોય. તેની સંસારની બધી પ્રવૃત્તિ ધર્મમય હોય. તેને કોઇ નિકાચીત કર્મ ન નડે તો મોક્ષે ચાલ્યો જ સમજો. મુસાફ્ટ હોય તે વિસામો લેવા બેસે તો તે બેસવા માટે કે અધિક ચાલવા માટે ? આપણે તો માત્ર મનોવૃત્તિ જ બદલવાની છે. બધા જ સાધુ થઇ જાય, બધા જ માસખમણના પારણે માસખમણનો તપ કરી શકે એવું બને નહિ. તેવી બધાની શક્તિ હોય પણ નહિ. જીવ સાધુ ન થયો એટલે તે મોક્ષનો આરાધક નથી પણ સંસારનો સાધક છે એમ કહેવાય જ નહિ. તમે બધા સંસારની સાધના કરો છો ને ? તમે બધા નવકારમંત્રને ગણનારા છો તે દ્વારા પંચ Page 28 of 77

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77