Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 18
________________ ભગવાનના શાસનનો તપ કાયમી છે. તે આવે તો સારું સારું ખાવા-પીવાનો, પહેરવા-ઓઢવાનો ઝઘડો મટી જાય. બધી ઇચ્છાઓ છોડવા માટે તપ છે. વાસ્તવિક કોટિનો તપ જો જીવનમાં આવે તો દાનગુણ પણ આવે, શીલગુણ પણ આવે અને ભાવ તો સદા ઝળહળતો જ રહે. જે આપણામાં ખરેખરા દાન-શીલ-ભાવ ગુણને પેદા કરે તેનું નામ તપ ! આ બધા ગુણો આપણામાં આવે તો કલ્યાણ થાય. સહુ કોઇ આ બધા ગુણો મેળવવાનો પ્રયત્ન કરે અને વહેલામાં વહેલું આત્મકલ્યાણ સાધે તેજ આશા સાથે પૂર્ણ કરું છું. સિં. ૨૦૩૩ ને પ્ર. શ્રાવણવદિ ૫ ને ગુરૂવાર તા. ૪-૮-૭૭ ના રોજ વિવિધ પ્રકારની તપશ્ચર્યા કરનારાઓને આપેલ હિતશિક્ષા:] જુઓ ! શ્રી જિનેશ્વર ભગવાનના શાસનમાં દાન-શીલ-તપ અને ભાવ, એ ચારેય પ્રકારના ધર્મનું સારામાં સારી રીતિએ પાલન કરવું તે જ ખરેખરી શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ છે. તેમાં તપ એ કર્મક્ષયનું અપૂર્વકોટિનું સાધન છે. તેમાં બાહ્ય તપનો મહિમા એટલા માટે છે કે, તે અત્યંતર તપને પેદા કરનાર છે, અને પેદા થયેલા અત્યંતર તપને નિર્મળ કરનાર છે. બાહ્યતપ કરનારા ભાગ્યશાળી આત્માઓ પોતાનામાં અત્યંતર તપ પેદા થાય તેવી જાતિનો પ્રયત્ન તેઓ કરે તો, તેમનું અવશ્યમેવ કલ્યાણ થાય તેમાં કોઇ શંકા નથી. ભગવાને કહ્યું છે કે- ઇચ્છાનિરોધ એ જ ખરેખર તપ છે. જેટલી ભૌતિક ઇચ્છાઓ છે તે બધી નાશ પામે તે જ તપનું ઊંચામાં ઊંચુ પરિણામ છે. ગમે તેટલો તપ કરવામાં આવે, પણ જો ભૌતિક Page 18 of 77

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77