Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 20
________________ તપધર્મથી નિર્જરાધર્મની સાધના થાય છે. ખરેખર અણાહારી પદ પામવાના ઇરાદાથી અને દુનિયાના પૌગલિક પદાર્થોના ઇરછાનાશના શુભઇરાદાથી તપ કરવામાં આવે તો એવી ઉત્તમ નિર્જરા સધાય છે અને એવો પુણ્યબંધ થાય છે, કે જેના પ્રતાપે તે જીવનો સંસાર પરિમિત થઇ જાય છે, દુર્ગતિ બંધ થઇ જાય છે અને સદ્ગતિ સુનિશ્ચિત થઇ જાય છે. અને ભવાંતરમાં તેના માટે શ્રી અરિહંત દેવ, નિર્ગથ ગુરૂ અને શુદ્ધધર્મનો યોગ સુલભ થાય છે અને ત્યાં પણ તે જીવ દેવ-ગુરૂ અને ધર્મની સામગ્રીનો એવો સદુપયોગ કરે છે કે તેની વહેલામાં વહેલી મુક્તિ થાય છે. આ તો તપ કરનારની વાત થઇ. પણ જે આત્માઓ આવા પ્રકારનો તપ ન કરી શકે પણ તપ કરનારની અનુમોદના કરેઅનુમોદના એટલે ? તેને થઇ જાય કે, “ધન્ય છે આ જીવોને ! આવો અદ્ભૂત ત્યાગ કરે છે ! આવા કષ્ટો વેઠે છે ! આપણી તાકાત નથી. પણ આવા ઉત્તમ જીવોની અનુમોદના કરીને હું પણ આવો તપા કરનાર ક્યારે થાઉં ?' આવી ભાવના રાખી અનુમોદના કરવાથી તેને પણ તપસ્વીના જેવી. નિર્જરા થાય છે. તપમાં સહાય કરનારને પણ નિર્જરા થાય છે અને તેના પ્રતાપે ભવાંતરમાં તેને પણ તપની એવી સુંદર સામગ્રી મળે છે કે વહેલામાં વહેલી મુક્તિ સાધી શકે છે. આપણે ત્યાં શાએ કહ્યું છે કે- કરનાર, કરનારને સહાય કરનાર અને કરનારની સાચી અનુમોદના કરનાર, આ ત્રણે સરખી નિર્જરા સાધે છે, સરખો પુણ્યબંધ થાય છે અને ત્રણેનો સંસાર પરિમિત થાય છે. તપ કરનાર, તપમાં સહાય કરનાર અને તપની અનુમોદના કરનારા ભાગ્યશાળીઓ વહેલામાં વહેલા મુક્તિપદને પામનારા બનો એ જ એક શુભાભિલાષા. Page 20 of 77

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77