Book Title: Samyak Tapnu Swarup Author(s): Narvahanvijay Publisher: Narvahanvijay View full book textPage 7
________________ આવો પાંચમો તપસ્વી જિનશાસનનો પ્રભાવક છે. તપગુણને ઓપે, તપને તે દીપાવે. તપથી દીપનારા આરાધક કહેવાય અને તપને દીપાવનારા પ્રભાવક કહેવાય. તમે આરાધક છો કે પ્રભાવક ? તપથી ક્યારે શોભે ? સ્વસ્વરૂપમાં રમતો હોય, જિનનો પરમ ભગત હોય, કષાયોનો પક્કો વૈરી હોય. જે ગુણને દીપાવે તે પ્રભાવક થાય. જ્યાં જાય ત્યાં ધર્મને રોપે, જે કોઇ તેના પરિચયમાં આવે તે ધર્મ પામીને જાય. પારણું કરાવનાર ઉદાર અને તપનો ભગત હોય, પોતાની શક્તિ હોય તો ૧૦૧ ચીજ બનાવે. ખરેખરા તપસ્વી આવી ગયા હોય તો તેને અનુભૂતિ થાય કે ખરેખર તપસ્વી છે કોઇ ચીજ નથી લેતો. તમે બધા પારણું કરાવનારે જે બનાવ્યું તેને ન્યાય આપવો તેમાં અમારું ડહાપણ છે એમ માનો છો. પરંતુ જે રીતે તમે ઉપયોગ કરો તેમાં કરાવનારના ભાવ વધે કે ઘટે ? તપગુણ ઓપે, ગુણને દીપાવે, સઘળા આશ્રવને રોકે, ગમે તેવી સ્થિતિમાં કદી પણ ન કોપે એ જ પ્રભાવક બની શકે. સાધુવન્ધા નિશાશા ” જિનની આજ્ઞા એવી પાળે કે જ્યાં સુધી સંસારમાં રહે ત્યાં સુધી જિનની આજ્ઞા સાથે ને સાથે રહે છે. પ્ર. ઉપધાન કરનાર રાત્રિભોજન ન કરે તો પ્રભાવના થાય. ઉ. ઉપધાન કરનાર રાતે ખાનાર હોય ? વર્ષીતપ કરનાર પણ રાતે ખાનાર હોય ? આજે તો આ તમારી માન્યતા છે. તપ કર્યો-તપસ્વી ગણાયો-ભગવાનની આજ્ઞાથી વિરુધ્ધ જેટલું વર્તન કરે તેથી તેનાથી ધર્મની જે હાનિ થાય છે તે બીજાઓથી નથી થતી. જે જે તપ કરે તેને ભગવાનની આજ્ઞા શું તે સમજવું જોઇએ. બધી બાઇઓ ભગવાનની આજ્ઞા સમજે તો અનુપમા દેવી જેવી બને તેવી છે કેમકે બાઇઓ મોટેભાગે તપ-જપ વધારે કરે છે. આવા ધર્મ કરનારની ઘરમાં છાપ શું હોય ? ઘરના મોટા માણસો તેને સલાહકાર માને. વસ્તુપાલ તેજપાલ મહામંત્રી જેવા ઊંચા સ્થાને હોવા છતાં અનુપમાદેવીને પૂછયા વિના કોઇ ધર્મનું કામ નહતા કરતા. આરાધક જીવને સંસારની કોઇ ચીજનો બહુ ખપ ન હોય. વસ્તુપાલ તેજપાલ મંત્રી નથી થયા ત્યારની વાત છે. બે ય બુદ્ધિશાળી છે. અનુપમાં નાનાભાઇ તેજપાલના પત્ની છે છતાં વસ્તુપાલ ધર્મની બાબત તેમને પૂછીને જ કરે છે કેમકે ધર્મમાં તેણીની અક્કલ બહુ ચાલે છે. જ્યારે તીર્થયાત્રાએ જવું છે તો અનુપમાદેવીની પૂછે છે કઇ રીતે જવું અને સાથે શું શું લઇ જવું? અનુપમાં કહે પાછા આવીએ ત્યારે થોડું જરૂરી રાખો બાકી બધું લઇ ચાલો. આવી બાઇ તમારા ઘરમાં નથી તે સારું છે ને ? બધી મિલ્કત લઇ સાથે નીકળ્યા. તીર્થયાત્રા કરતા કરતા રાજા વીરધવલની રાજધાનીમાં આવ્યા ત્યારે માત્ર ત્રણ લાખ સોનૈયા હતા. આજે સારું છે તમારી પાસે એટલે નથી નહિ તો તમને સનેપાત થયો હોત ! પૈસાએ તમારી કેવી હાલત કરી ? પૈસાએ તમને કેવા બનાવ્યા છે ? જેની પાસે પૈસા વધ્યા તેની ધર્મબુધ્ધિ ગિરવે મૂકાઇ છે. વીરધવલની રાજધાનીમાં આવ્યા, ધર્મશાલામાં ઉતર્યા છે. રાતે દેવીએ રાજાને કહ્યું બે Page 7 of 77Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 77