Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 12
________________ બાકી કોઇ નથી. શ્રી કુમારપાળ કહે - તું સાચો છે ને ? ચલાવ હાથી. મહાવત હાથીને ચલાવે છે એટલે સામેથી સિંહનાદ આવે છે, તે સાંભળી હાથી પાછો છે. આ જોઇ શ્રી કુમારપાળ પૂછે છે કે-શું હાથી પણ ફૂટી ગયો છે ? મહાવત કહે- મહારાજ ! તેમ નથી પરન્તુ સામેથી સિંહનાદ આવે છે એટલે હાથી પાછો છે. શ્રી કુમારપાળ કહે - હાથીના કાનમાં ડુચા નાંખી હાથી ચલાવ. મહાવત તે પ્રમાણે કરે છે અને હાથી આગળ ચલાવે છે આ જોઇ સામા પક્ષની સેનાનું અડધું બળ ઓસરી જાય છે અને વિચારે છે કે વખતે ફૂટેલી આ સેના પાછળથી હલ્લો કરે તો ! કુમારપાળ હાથીને સામા પક્ષના રાજા પાસે લઇ જાય છે અને રાજાને પકડીને તેની પાસે સુલેહ કરાવે છે. વગર વાંકે કોઇને મારવો નહિ અને સકારણ યુધ્ધમાં ગયેલા એવા શ્રી કુમારપાળનું નામ દેવાનો આજના અજ્ઞાનીઓને અધિકાર નથી. શ્રી કુમારપાળ મહારાજા યુધ્ધને પાપ માનતા આજના શ્રીમંતો પોતાની શ્રીમંતાઇને પાપ માને છે ? શ્રી કુમારપાળ મહારાજાએ પોતાના અગિયાર લાખ ઘોડાને તેમજ બીજા પણ જનાવરોને ગળીને પાણી પાવાની વ્યવસ્થા કરી હતી જાનવરોને પણ અળગણ પાણી પીવરાવતા ન હતા. તેઓ તો ગણધર થવાના છે. તેવા આત્માઓને કર્મયોગે પાપની ક્રિયા કરવી ય પડતી હોય તો પણ તેના દ્રષ્ટાંત લેવાય નહિ. તમે કર્મયોગે કારખાનાં ખોલો છો કે લોભને આધીન થઇને ખોલો છો ? ક્રોધ-માન-માયા-લોભ ભૂંડા લાગે ત્યારે સમજવું કે અનંતાનુબંધી કષાય માંદા પડ્યા છે, તેનો ઉપશમ કે ક્ષયોપશમ કે ક્ષય થાય ત્યારે ઔપશમિક-ક્ષાયોપશમિક કે ક્ષાયિક સમ્યક્ત્વ આવે. કર્મથી આવતા દુઃખ મઝેથી ભોગવે અને કર્મયોગે મળતા સુખને, તાકાત હોય તો લાત મારી ફેંકી દે, ન ફેંકી શકાય અને ભોગવવું પડે તોય પાપનો ઉદય માની ભોગવે, તેમાં આસક્તિ ન થવા દે, તવો જીવ સમકિત પામે. અને જાળવી શકે. અનંતાનુબંધીના કષાય જાય ત્યારે સમકિત આવે, અપ્રત્યાખ્યાની કષાય જાય ત્યારે દેશવિરતિ આવે, પ્રત્યાખ્યાની કષાય જાય ત્યારે સર્વવિરતિ આવે અને સંજ્વલનના કષાય જાય ત્યારે વીતરાગતા આવે. પહેલી ચોકડી સમ્યક્ત્વ ન આવવા દે, બીજી ચોકડી દેશવિરતિ રોક, ત્રીજી ચોકડી સર્વવિરતિપણું રોકે, ચોથી ચોકડી વીતરાગતા રોકે. હવે કહો કે કષાયોને મારવા છે કે જીવતા રાખવા છે ? આ તપ કષાયોને મારવા માટે કર્યો છે કે જીવતાં રાખવા ? આ કષાયો પર ગુસ્સો ન આવે, સુખના રાગ પર ગુસ્સો કહો કે દુઃખના દ્વેષ પર ગુસ્સો કહો તે અક જ છે. તે ગુસ્સો ન આવે ત્યાં સુધી સમકિત થાય નહિ. આ તપ કષાયોના નાશ માટે કરવાનો છે. તમારે મોક્ષે જવું છે ? વહેલા કે મોડા ? મોક્ષે જવાની ઊતાવળ છે ખરી ? તે માટે અયોગી થવું છે ? અયોગી થવા કેવળજ્ઞાની થવું છે ? કેવળજ્ઞાની થવા માટે વીતરાગ થવું છે ? વોતરાગ થવા માટે બધા કષાયોને મારવાની શક્તિ મેળવવી છે ? તે માટે સાધુપણામાં અપ્રમત્ત બનવું છે ? સાધુપણામાં અપ્રમત્તપણું મેળવવા સુખનાં રાગ પર અને દુઃખનાં દ્વેષ પર ગુસ્સો આવે છે ? આવી દશા આવ્યા વિના આત્માનો મોક્ષ થવાનો નથી. ભાવથી પણ સાધુપણું ન પામે, તેવો જીવ દુનિયામાં ગમે તેટલો અપ્રમત્ત હોય તો પણ સંસારમાં રખડી મરવાનો છે. Page 12 of 77

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77