Book Title: Samyak Tapnu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 2
________________ સુખમય સંસાર છોડવાના અને મોક્ષ પામવાના હેતુથી જે કોઇ પ્રવૃત્તિ કરવાનું મન થાય તેનું નામ ભાવ. આ ભાવ પમાડનાર જો જગતમાં કોઇપણ શાસન હોય તો તે શ્રી જિનશાસન જ છે. અને તે જ શ્રી અરિહંત પરમાત્માનો મોટામાં મોટો જગત ઉપર ઉપકાર છે. શ્રી અરિહંત પરમાત્મા અને શ્રી જિનશાસન જગતમાં સદા માટે વિધમાન જ છે. ભલે આ ભરત ક્ષેત્રમાં કે ઐરાવત ક્ષેત્રમાં કાયમી ન હોય પરન્તુ મહાવિદેહ ક્ષેત્રમાં તો શાસન સદાજીવતું હોય છે અને તે શાસનને જાગતું રાખનારા શ્રી અરિહંત પરમાત્મા પણ વિધમાન હોય છે, તે રીતે શાસનનો અભાવ કદિ હોતો નથી. તે શાસનની પ્રાપ્તિ આપણને થઇ છે. તે શાસનને પામેલા તમે આ સુખમય સંસારને છોડવાની અને વહેલામાં વહેલા મોક્ષને પામવાની ઇચ્છાવાળા બની જાવ તો ભાવધર્મ પામી ગયા કહેવાવ. પછી તે શક્તિ મુજબ દાન-શીલ-તપ ધર્મનું આરાધન કરે જ. આ ભાવના વાળો નિર્જરા સાધ્યા વિના રહે નહિ. આ તપ ધર્મનો મહોત્સવ શરૂ થયો છે. તેમાં આ બાહ્યતપનું ઉધા૫ન છે. બાહ્યતપ જો અત્યંતર તપને અનુકૂળ હોય તો જ શ્રી જિનશાસનમાં પ્રશંસાપાત્ર છે. આ તપ શું ચીજ છે ? તપ શા માટે છે ? તપ કોણ કરી શકે ? તપ કરનારનું માનસ કેવું હોય ? તેની વર્તમાનકાળની સ્થિતિ કેવી હોય ? ભવિષ્યકાળની સ્થિતિ કેવી હોય ? કેવી સ્થિતિ હોય તો કેટલી નિર્જરા સાધી મોક્ષપદનો સ્વામી બને તે હવે. ગુરૂવાર : વૈશાખ સુદ -૩ : તા. ૨૫-૪-૭૪ શ્રી શ્રીપાલનગર જૈન ઉપાશ્રય. ● यत्र ब्रह्म जिनाच च, Page 2 of 77

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 77