________________
१४
અર્થ
નામના અર્થ તે આ દલીલે નથી જ બતાવી શકતી. તે પછી દશકાલિક' નામના શે? આપણે તે પ્રશ્નના જવામ વિચારીએ. જૈન શાસ્ત્રગ્રંથાને ચાર વિભાગામાં વહેંચી નાખવામાં આવે છેઃ દ્રવ્યાનુયોગ (તત્ત્વજ્ઞાનને લગતા); ચરણકરણાનુયેગ (આચારવિધિને લગતા); ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. ચૂર્ણિકાર કહે છે કે (પા. ૨), ‘વગરળનુષ્યોનો નામનિયસુયમ્' એટલે , જે ગ્રંથામાં ચરણુ (આચાર) અને કરણ (ભિક્ષાવિધિ) બતાવ્યાં હોય તે કાલિક’ શાસ્ત્ર કહેવાય. હવે દશવૈકાલિકસૂત્રમાં મુખ્યત્વે ચરણુ અને કરણનું જ વર્ણન છે. એટલે તેને કાલિક' ગ્રંથ કહી શકાય, અને એ રીતે આ દશ અવ્યયતા દશકાલિક’ કહેવાયાં હાય એમ અનવાજોગ છે.
પરંતુ, નંદીસૂત્રમાં શાસ્ત્રોના 'કાલિક' અને ‘ઉત્કાલિક' એવા ભેદો જુદા જ કારણે પાડયા છે: જે ગ્રંથનું અધ્યયન દિવસના ચાર ભાગમાંથી) છેલ્લા ભાગમાં અને રાત્રિના (ચાર ભાગમાંથી) પ્રથમ ભાગમાં – એમ સ્વાધ્યાય માટેના વિહિતકાળમાં જ થઈ શકે, તે ‘કાલિક'; અને જે ગ્રંથનું અધ્યયન કરવામાં એવી કશી કાલમર્યાદા નથી, તે ઉત્કાલિક તે વિભાગવ્યવસ્થામાં દશવૈકાલિકસૂત્રને ‘ઉલ્કાલિક' વિભાગમાં મૂકવામાં આવ્યું છે. આપણે ઉપર જોઈ આવ્યા ૬,
આ ગ્રંથનું મૂળ નામ તેા દશકાલિક' હતું, અને તેના અર્થ આચારિિવધ દર્શાવનારાં દશ અધ્યયના’ હતા; પરંતુ પછીથી જ્યારે નંદીસૂત્રમાં જણાવેલા કાલિક——ઉત્કાલિક વિભાગ પ્રચારમાં આવ્યા હશે, અને ‘દશકાલિક' સૂત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org