________________
સંચમ
ચિત્તના અભિલાવરૂપ હેવાથી “ઇચ્છાકામ કહેવાય છે. પરંતુ આ અધ્યયનમાં તે મુખ્યત્વે મદનકામ જ અભિપ્રેત છે. સ્ત્રીની પુરુષના શરીર સાથે જે ભોગેચ્છા, તેમ જ પુરુષની સ્ત્રીના શરીર સાથે જે ભોગેચ્છા તે “મદનકામ' કહેવાય છે. વિષયસુખમાં આસક્ત થયેલા, સ્ત્રી વગેરે અજ્ઞાની પરિવારથી વીંટાયેલા, તથા કામોગની ઇચ્છાથી વ્યાપ્ત થયેલા જીવને ધર્મમાર્ગમાંથી ઉત્ક્રમણ કરાવે છે, (
૩ મર્યાતિ) તેથી તે “કામ” કહેવાય છે. પરંતુ પંડિતેએ તેનું બીજું નામ “રાગ” જ આપેલું છે. કારણ કે કામગની ઈરછા કરનાર જંતુ વાસ્તવિક રીતે રોગની જ ઈચછા કરે છે.” [૧૬]
૪. ડગલે પગલે શબ્દ ઉપર નિર્યુક્તિમાં ૧૭૫ જણાવ્યું છે કે, ધર્મમાર્ગમાં નીચેનાં પગલાં સાચવવા જેવા છે:
ઈદ્રિ, સ્પશદિ વિષયે, ક્રોધાદિ કષાય, ભૂખતરસ વગેરે પરીષહે, વેદના (દુઃખાનુભવ) અને વિદ(દેવે વગેરેએ કરેલાં). એ બધાં મોક્ષમાર્ગનાં એવાં સ્થાને છે, કે જ્યાં વિપરીત (મંદ) બુદ્ધિવાળા જી શિથિલ થઈ જાય છે. હરિભદ્રસૂરિ એ બાબતનું એક ઉદાહરણ ટાંકે છેઃ એક વૃદ્ધ પિતાના પુત્ર સહિત દીક્ષા લીધી. તે છોકરો તેને અતિ પ્રિય હતો. એક વાર તે કહેવા લાગ્યો કે, મારાથી જેડા વિના ચાલી શકાતું નથી. ત્યારે વૃદ્ધ તેને જેડા મેળવી આપ્યા. ત્યારે તે કહેવા લાગ્યો કે, મારા પગનો ઉપરનો ભાગ ફાટે છે. ત્યારે તેને માટે ચામડાનો પટો લાવી આપ્યો. પછી તે કહેવા લાગ્યું કે, મારું માથું બહુ તપી જાય છે. એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org