________________
સમીસાંજના ઉપદેશ
વૃદ્ધ, રાગિષ્ઠ કે ઉત્કટ તપસ્વી એ ત્રણમાંના કોઈ (થાક ઇત્યાદિના કારણે) ગૃહસ્થને ઘેર બેસે તા દોષ નથી. [૫૬-૯]
GS
૧૭. રાગી કે નીરાગી કાઈ પણ સાધુ જો સ્નાનની કામના કરે કે તેને સેવે, તેા તેના આચાર અને સંચમને હાસ થાય છે. જમીનની ફાટ— ચિરાડામાં અનેક સૂક્ષ્મ જીવજંતુ હાય છે. ભિક્ષુ ભલે નિર્જીવ જળથી સ્નાન કરતા હોય, પરંતુ તે પાણી પેલી ક્ાટે!માં જતાં ત્યાંનાં જીવજંતુને ત્રાસ થાય છે અથવા તેમના નાશ થાય છે. માટે સાધુએ તેા ઠંડા કે ઊના પાણીથી મરતા સુધી ન નાહવાનું ઘાર વ્રત આચરે છે. તે પાણીથી નાહતા નથી એટલું જ નહીં, પણ લેા, પદ્મ વગેરેના લેપ દ્વારા પણું શરીર-સફાઈ કરતા નથી. [૬૦-૩]
૧૮. નગ્ન રહેનારા, માથું મુંડાવનારા, વાળ તથા નખ વધવા દેનારા, તથા મૈથુનથી નિવૃત્ત થયેલા સાધુને આભૂષણેાનું શું પ્રયેાજન છે ? શરીરની ટાપટીપ અને શણગારથી ભિક્ષુને જે કર્મબંધન પ્રાપ્ત થાય છે, તેનાથી તે ધાર અને દુસ્તર સંસારસાગરમાં પડે છે. માટે બહુ દોષવાળા એ શણગાર વગેરેના સાધુપુરુષ સ્વીકાર કરતા નથી. ]૬૪-૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org