________________
વાકથશુદ્ધિ તેવી વાણી ન બોલવી. પહેલા અને ચોથા પ્રકારની વાણું પણ નિર્દોષ હાય, તથા પિતાને ને બીજાને ઉપકારક હોય, તે બોલવી. તે પણ કર્કશપણે નહીં, અને સંદિધપણે નહીં એવી રીતે બેલવી. સત્ય વાણી પણ સપાપ હોય કે કર્કશ હોય, અથવા બીજી કઈ રીતે પણ શાશ્વત પદાર્થની સિદ્ધિમાં પ્રતિકૂળ હોય, કે થોડી સાચી તેમ જ થોડી જૂઠી એવી મિશ્ર હોય, તો બુદ્ધિમાન પુરુષે ન બોલવી. [૧૪]
સમાન સવરૂપ હોવાને લીધે અજાણતાં અસત્ય બેલાઈ જાય – જેમ કે કઈ પુરુષ સ્ત્રીવેશ ધારણ કર્યો હોય અને તેની ખબર ન હોવાથી કહે કે,
આ સ્ત્રી જાય છે તો પણ જૂઠું બોલ્યાનું પાપ લાગે છે; તે પછી જે જાણીબૂજીને જ જૂઠું બોલે છે, તેની તે વાત જ શી? માટે બુદ્ધિમાન પુરુષે જઈશું જ', “કહીશું જ”, “આપણું અમુક કામ થશે જ, હું જરૂર કરીશ”, “એ જરૂર કરશે એ પ્રકારની ભવિષ્યકાળને લગતી શંકાગ્રસ્ત બાબતે વિશે નિશ્ચયાત્મક વાણું ન બોલવી. તે જ પ્રમાણે વર્તમાનકાળ કે ભૂતકાળને લગતી પણ શંકાગ્રસ્ત બાબત વિશે નિશ્ચયાત્મક ન બોલવું. ભૂત-ભવિષ્ય-કે વર્તમાન એ ત્રણે કાળની બાબતમાં જે વસ્તુ વિશે એ આમ જ છે એવું જાણતા ન હોઈએ, કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org