________________
સમીસાંજને ઉપદેશ નથી. નાના, મોટા, રોગી એમ બધા નિર્ચને જે ગુણે અખંડિતપણે પાળવા પડે છે, તે આ પ્રમાણે છે. તે અઢાર સ્થાનમાંથી કોઈ પણ એકમાં ખલન પામનાર સાધુ નિગ્રંથ મટી જાય છે. [૧-૭]
૧. તે અઢારમાં પ્રથમ અહિંસા છે, એમ મહાવીર ભગવાને જણાવ્યું છે. તે ભગવાને અહિંસાનું બહુ સૂક્ષમ સ્વરૂપ વિચાર્યું છે, અને સર્વ પ્રકારનાં પ્રાણીઓને દુઃખ ન થાય તે રીતે આત્મનિગ્રહી રહેવાનું ઉપદેશ્ય છે. જગતમાં નાનાંમોટાં, સ્થાવર કે જંગમ જે કોઈ પ્રાણીઓ છે, તે બધાં જીવવા ઇરછે છે, મરવા ઈચ્છતાં નથી. માટે જાણતાં કે અજાણતાં, પિતે કે બીજા મારફતે તેમની હિંસા ન કરવી. [૮-૧૦]
૨. પિતાને માટે કે બીજાને માટે, ક્રોધથી કે ભયથી, કઈ કારણે બીજાને પીડાકારી એવું અસત્ય જાતે ન બોલવું, કે બીજા પાસે ન બેલાવવું. આ લેકમાં સર્વ સાધુપુરુષોએ અસત્ય વચનની નિંદા કરી છે. કારણ કે તે બધાં ભૂતપ્રાણીઓના વિશ્વાસને ભંગ કરવારૂપ છે. માટે અસત્ય વચન કદી ન બોલવું. [૧૧-૨].
૩. સંયમી પુરુષે નાની કે મોટી, સજીવ કે નિર્જીવ એવી કોઈ વસ્તુ – અરે દાંત ખોતરવાની સળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org