________________
૨
સમીસાંજને ઉપદેશ માગવા જાય, તે બહુ રખડવું પડે, પેટ પૂરતું શિક્ષાન ન મળે વગેરે કારણે પિતાને ત્રાસ થાય, એટલું જ નહીં પણ ગામના લોકો ઉપર પણ શ્રેષભાવ ઊપજે. [૨૫] માટે શિક્ષાને વખત હોય ત્યારે જ પુરુષપ્રયત્ન કરી ભિક્ષા માટે નીકળવું. તેમ છતાં પૂરત આહાર ન મળે, તે પછી શેક ન કરો, પણ તે વસ્તુને તપ સમાન ગણું સહન કરી લેવી. [૨૬]
નીકળતાં પહેલાં મળમૂત્રાદિથી પરવારીને જ ભિક્ષુએ ભિક્ષા માટે નીકળવું, જેથી તેમને વેગ ધારણ કરી રાખવાને પ્રસંગ ન આવે. તેમ છતાં પણ જે મળમૂત્રની હાજત થાય, તો તેને રોકવી નહીં, પણ યોગ્ય સ્થળ જોઈ તે જગાના માલિકની રજા લઈ જીવજંતુ વિનાને સ્થળે તે હાજત પૂરી કરવી. [૧૯]
કેવી રીતે ચાલવું ગામ કે નગરમાં ભિક્ષા માગવા નીકળેલા ભિક્ષુએ ધીમે ધીમે તથા પ્રશાંત અને અવ્યાક્ષિત ચિતે ચાલવું. તેણે પોતાના શરીર જેટલી લંબાઈ સુધીને આગળનો રસ્તો જોતા જોતા તથા સજીવ બીજે, હરિયાળી, પાણી, માટી વગેરે કચરાય નહીં તે
૧. પ્રશાંત ચિત્તે એટલે મુકેલીઓથી ડર્યા વિના; અને “અક્ષિ ચિતે એટલે માર્ગમાં મળતાં સંકર રૂપ, શબ્દ વગેરેથી ખેંચાયા વિના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org