________________
૨૩
સસીસાંજને ઉપદેશ
તેને માથે પહેરવાનું લાવી આપ્યું. ત્યારે તે કહેવા લાગ્યા કે, ભિક્ષા માગવા રખડવાનું મને નથી ક્રાવતું. એટલે વૃદ્ધ તેને અપાસરે બેઠાં જ ભિક્ષા લાવી આપવા લાગ્યા. પછી તે કહેવા લાગ્યા કે, મારાથી જમીન ઉપર સુવાતું નથી. ત્યારે તેને બિછાનું લાવી આપ્યું. પછી તે કહેવા લાગ્યા કે, મારાથી વાળ ટૂંપાવાતા નથી. ત્યારે તેને અસ્ત્ર વડે હજામતની વ્યવસ્થા કરી આપી. પછી તે કહેવા લાગ્યા કે, મારાથી નાહ્યા વિના નથી રહેવાતું. ત્યારે તેને પાણીની વ્યવસ્થા કરી આપી. એમ તે જે જે માગે તેની તેની તેને વૃદ્ધ પિતા તેને છૂટ આપે. એમ વખત જતાં તે કહેવા લાગ્યા કે, મારાથી સ્ત્રી વગર નથી રહેવાતું. ત્યારે છેવટે, ‘આ છોકરા શઠ અને અયેાગ્ય છે', એમ વિચારી વૃદ્ધે તેને હાંકી કાઢયો. આમ, જે માસ ડગલે પગલે શિથિલતા બતાવે છે, તે છેવટે સંકપાને વશ થઈ જાય છે.
*
**
૫. ભાગપદાર્થાંને પરાણે ત્યાગ કરવા વિશે હરિભદ્રસૂરિ નીચેનું દૃષ્ટાંત ટાંકે છે: નંદને ગાદીએથી ઉઠાડી ચંદ્રગુપ્ત રાજા થયા એ બધી વાત આવશ્યકસૂત્રમાં તે પ્રસંગે જશુાવી છે. પછી જ્યારે બિંદુસાર રાજા થયા ત્યારે નંદને સંબંધી સુબંધુ તેના પ્રધાન થયા. તેને ચાણકય ઉપર સ્વાભાવિક દ્વેષ હતા. એટલે તેણે યુક્તિપ્રયુક્તિથી રાજાનું મન ચાણુત્વ તરફ અભાવવાળું કર્યું. ચાણકય અધી વસ્તુસ્થિતિ સમજી ગયા. એટલે તેણે ધન વગેરેની ચાગ્ય વ્યવસ્થા કરી દીધી; તથા પાતે આહારત્યાગપૂર્વક મૃત્યુ સ્વીકારવા ચાલ્યા ગયા. જતા પહેલાં
૧. લાચ.
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org