________________
છ મકારના છત્રવર્ગો
૪૭ અજીવ એ બંને તત્ત્વોને જાણે છે, ત્યારે સર્વ જાની (પિત પિતાનાં કર્મને અનુરૂ૫) અનેકવિધ ગતિને જાણે છે. જ્યારે જીવની અનેકવિધ ગતિને જાણે છે, ત્યારે તેના કારણરૂપ પુણ્ય-પાપને, તેમ જ બંધ-મોક્ષને પણ જાણે છે. જ્યારે પુણ્યપાપ તેમ જ બંધ–ક્ષને જાણે છે, ત્યારે તેને દૈવી તેમ જ માનુષી ભેગમાંથી નિર્વેદ (વૈરાગ્ય) પ્રાપ્ત થાય છે. જ્યારે તે દૈવી તેમ જ માનુષી ભેગમાંથી વિરક્ત થાય છે, ત્યારે તેમને આંતર-બાહ્ય સંબંધ છેડી દે છે. જયારે તેમને આંતર-બાહ્ય સંબંધ છી દે છે, ત્યારે માથું મૂંડાવી, ઘરબાર વિનાને સાધુ થાય છે. જ્યારે માથું મુંડાવી ઘરબાર વિનાને સાધુ થાય છે, ત્યારે પાપકર્મોને રોકી ઉત્તમ ધર્મનું સેવન કરે છે. જ્યારે પાપકર્મોને રેકી, ઉત્તમ ધર્મનું (તપ) સેવન કરે છે, ત્યારે અજ્ઞાનથી એકઠી કરેલી કર્મરૂપી રજને ખંખેરી નાખે છે.
૧. આઠ પ્રકારનાં કર્મમાંથી ઘાતિકર્મરૂપી ચાર કર્મોને કમના આઠ પ્રકાર છે: જ્ઞાનને આવરણ કરનારાં, દર્શનને આવરણ કરનારાં, મેહનીય, અંતરાય, વેદનીય, આયુષ, નામ (ગતિ, શરીર વગેરે નક્કી કરનાર) અને ગાત્ર. વિગત માટે જુએ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, પા. ૨૨૬-૯. તેમાંથી પ્રથમ ચા૨ કર્મો ઘાતી કહેવાય છે. કારણ કે, તે જ્ઞાનાદિ ગુણના સીમે વાત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org