________________
२४
તે છે. હવે આપણે આગળ ચાલીએ. ગ્રંથકર્તાએ અહિંસા, સંયમ અને તપની વ્યાખ્યા કે વિગતા આપવા એક પણ ઠેકાણે પ્રયત્ન કર્યાં નથી. અને તે ચેાગ્ય જ કર્યું છે. કારણ કે એ શબ્દેના અર્થ આપી તેમને અમુક જડ ચેસ વિગતામાં જ નિયંત્રિત કરી દે, એટલે તે શબ્દોમાં ભાવનારૂપે આખા જીવનને વ્યાપવાની જે શક્તિ છે, તે ચાલી જ જાય. અને પછી જીવનના વિકાસ સાથે એ વિગતાની મર્યાદા વિકસાવવાના પ્રશ્ન ઊભો થતાં, નિયમોના અર્થા, અર્થભેદે અને વિકલ્પાના જટિલ તંત્રમાં જ જીવન ગૂંચવાઈ જઈ, જીવનમાંથી ધર્મ, કે ધર્મમાંથી જીવન જ નામશેષ થઈ જાય. એ બાબતમાં આચાર્યશ્રી, સામાન્ય આચાર્યપણામાંથી મુક્ત થઈ શકથા છે. તેથી જ તે કહી શકે છે કે, પ્રથમ જ્ઞાન અને પછી યા.
પરંતુ તે જ્ઞાન એટલે માત્ર શાસ્ત્રજ્ઞાન નહીં. કારણ કે ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન પણુ સાચી ધાર્મિકતા ન પ્રગટાવી શકે. સાંપ્રદાયિક હિઁગા કે શાળાએ દ્વારા બાળકાતે અકાળે શાસ્ત્રજ્ઞાન આપી ધાર્મિક કેળવણીના પ્રશ્ન હલ કરવા ઇચ્છતા લેાકાતે આચાર્યશ્રીએ આ ગ્રંથમાં આપેલા કાટીમ ચેતવણીરૂપ તેમ જ માર્ગદર્શક થઈ પડશે. મા ‘વિનય' અષ્યયનમાં તે જ્ગાવે છે કે, મૂળમાંથી જેમ વૃક્ષનું થડ, શાખા, પાન, પુષ્પ, ફળ અને ફળને રસ નિષ્પન્ન થાય છે; તેમ ‘વિનય' ધર્મરૂપી વૃક્ષ નિષ્પન્ન થવાનું મૂળ છે. આ ‘વિનય’ તે આજના પ્રચલિત અર્થમાં નમ્રતા કે શિષ્ટાચાર નથી; પણ જે જે બાબતેાથી આત્માના સ્વાભાવિક ગુણાનું (વિ+ની) વિનયન એટલે કે પ્રગટીકરણુ થાય તે બધી. તેમનું વિસ્તારથી વર્ણન કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org