________________
પરમ મંગલ ભિક્ષા આપે છે. એટલે સાધુઓને પણ તે રાંધવાની ક્રિયા નિમિત્તે થતે દેષ લાગે જ કહ્યું છે કે, માંસ ખરીદનાર, માંસ ખાનાર અને માંસ માટે જીવને મારનાર એ ત્રણે સરખા દેવપાત્ર છે. તેને જવાબ એ છે કે, વરસાદ વરસે છે તેથી ઘાસ ઊગે છે; પરંતુ તેથી એમ ન કહેવાય કે, ઘાસને માટે વરસાદ વરસે છે. તે જ પ્રમાણે ઘાસ પણ મૃગ માટે ઊગતું નથી, કે વૃક્ષ પણ ભમરાઓ માટે કૂલ ધારણ કરતાં નથી. કોઈ એમ કહે કે, બ્રહ્માએ જ એ રીતની જુદાં જુદાં પ્રાણીઓની ઉપજીવિકા કપેલી છે, માટે એમ જ કહેવાય કે, મૃગ માટે જ ઘાસ ઊગે છે, કે ભમરાઓ માટે જ ઝાડને ફૂલ થાય છે, તે તેને જવાબ એ છે કે, વનસ્પતિજીવ પિતે પૂર્વે બાંધેલા કર્મને કારણે ફૂલે ફળ આદિ રૂપે અમુક સમયે ધારણ કરે છે; કાંઈ હંમેશાં ધારણ કરતાં નથી; વળી વન વગેરેમાં એવાં અનેક સ્થળો હશે ?
જ્યાં ફૂલ થતાં હશે, પણ ભમરા નથી હોતા. એટલે, ફૂલ આવવાં એ વૃક્ષની પ્રકૃતિ જ છે, એમ કહેવું જોઈએ. તેમ જ ગૃહસ્થની પ્રકૃતિ જ છે કે, તેઓ પિતાને માટે રાંધવાની પ્રવૃત્તિ કરે. બાકી, અરણ્યમાં કે દુકાળના વખતમાં કે રેગચાળાના વખતમાં શ્રમણે બીજી વખત કશું ખાતા નથી, છતાં ગૃહસ્થ તે નિરાંતે બીજી વખત રાંધીને ખાય છે. વળી એવાં અનેક ગામ કે નગરે છે કે
જ્યાં શ્રમણે કદી જતા નથી; અને છતાં ત્યનિ ગૃહસ્થવર્ગ રધેિ તે છે જ એટલે એ તો તેમની પ્રકૃતિ જ છે. એ પ્રમાણે તેઓએ પોતાને માટે રાંધ્યું હોય તેમાંથી રાગદ્વેષરહિતપણે સાધુઓ પોતાના સંયમજીવનના સ—૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org