________________
આવશ્યક નિવહને અર્થે કરેલી ભિક્ષાચર્યા વગેરે પ્રવૃત્તિથી થતી હિંસા એ પણ હિંસા નથી. એ રીતે જીવનનિર્વાહને જ આવશ્યક એટલી પ્રવૃત્તિ કરવાનું તે વખતે જૈન ધર્મ કદાચ આવશ્યક ગણે અને એને અહિંસા જ ગણે. પ્રમાદ અને અસંયમપૂર્વક કરાતી પ્રવૃત્તિ જ તેને મતે હિંસા છે. સંયમી જીવનમાં આવશ્યક હેવાથી જૈન ધર્મ ભિક્ષને એક ઠેકાણે સ્થિરવાસ કરવાની મના કરી, તેને નિરંતર પગપાળા વિચર્યા કરવાનું આદેશ છે. અને એક રીતે કહી શકાય કે, એ રીતે તે સામાન્ય ગૃહસ્થ પણ ભિક્ષ કરતાં તે આખી જિંદગીને હિસાબે ઓછું ચાલતું હશે અને ચાલવામાં ગમે તેટલી કાળજી રાખે તે પણ પૃથ્વી-વાયુ વગેરે બની તેમ જ બીજા પણ સૂક્ષ્મ ત્રસ જીવેની કેટલી બધી હિંસા થાય છે ? તે જ પ્રમાણે ધર્મોપદેશ આપવાની બાબતમાં પણ એકાદ ગૃહસ્થ કરતાં એકાદ આચાર્ય વધારે વાણવ્યાપાર કરતા હશે! એટલે સંયમી જીવન ગાળવાને અર્થે જેટલી આવશયક પ્રવૃત્તિ કરવી પડે, તેટલી પ્રવૃત્તિમાં થતી હિંસાને મંજૂર કર્યા વિના છૂટકે જ નથી.
પરંતુ જ્યાં સુધી વસ્તીને માટે ભાગ ગૃહસ્થ જ છે, ત્યાં સુધી તેની નિરુપયોગી કે વધી-ઘટી વસ્તુઓ વાપરીને જ કઈ ભિક્ષુસમુદાય જીવવા ઈચ્છે, તે તેમાં સમાજની દષ્ટિએ ખાસ વાંધો ઉઠાવવા જેવું લાગતું નથી. અલબત્ત, અહિંસા અને સંયમના પાયા ઉપર જ આખા સમાજજીવનની રચના કરી શકાય, અને એ રીતે અહિંસક નિર્વાહ માટે ભિક્ષાચર્યા સ્વીકારવાની આવશ્યકતા ટાળી શકાય, પરંતુ ત્યાં આગળ ધર્મનું ત્રીજું અંગ: તપ આવીને ઊભું રહે છે. એ તપમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org