________________
२१
દેહદમનની બીજી અનેક વસ્તુઓ ઉપરાંત મુખ્યત્વે ચિત્તનિરાધરૂપી ધ્યાનતા જ સમાવેશ થાય છે. ચેાથા અધ્યયનને અંતે જણાવ્યું છે કે, “જ્યારે તે પેાતાના મન-વાણી-કાયાના વ્યાપારેશન નિરાધ કરી શૈલ જેવી નિશ્ચલ ‘શૈલેશી' દશા પ્રાપ્ત કરે છે, ત્યારે તે સર્વ કર્માંને ક્ષય કરી, નિરંજન બની, સિદ્ધતિ પ્રાપ્ત કરી, શાશ્વત સિદ્દ બને છે.” એ તપાચરણુ અથવા બ્યાન એવી વસ્તુ છે કે, તે પેાતાને માટે મનુષ્યને આખા સમય અને તમામ શક્તિ માગી લે છે. અને તેથી જ તેનું સર્વથા પાલન કરવાની ઉત્કંઠાવાળાને સાંસારિક પ્રવૃત્તિઓના ત્યાગ આવશ્યક થઈ પડે છે. કેટલાક જૈન ગૃહસ્થાએ પશુ ધ્યાનની ઊંચી કક્ષાએ પ્રાપ્ત કર્યાંના દાખલા શાસ્ત્રમાં છે; પરંતુ તે દાખલાઓમાં પશુ તે તે ગૃહસ્થે પેાતાની બધી પ્રત્તિ છેડી દીધાને અથવા ઓછી કરી દીધાના જ ઉલ્લેખ છે. એટલે કે, એક પ્રકારના સંન્યાસ વિના તપધ્યાનના માર્ગ સાધવા મુશ્કેલ છે, એવી માન્યતા પ્રાચીન કાળથી ચાલી આવે છે.
તેની સામે પશુ એવા પ્રશ્ન ઊભા થઈ શકે કે, પેાતાના કલ્યાણને અર્થે પેાતાના જીવનનિર્વાહની આવશ્યક પ્રવૃત્તિને મેળે બીજા ઉપર નાખવાની ભાવના સમાજની દૃષ્ટિએ હિતકર છે કે ક્રમ. પશુ એ વાંધા તે, સમાજની પ્રવૃત્તિમાત્રમાંથી દાણા જ પાકવા જો એ' એ જાતને છે. સમાજ જે ભૌતિક જીવનને ઉપયોગી બાબતે શોધવા પાછળ જીવનને સંપૂર્ણ વખત અને શક્તિ અર્પનારા ક્રાને પોષી શકતા હાય, તા જીવનના અંતિમ પ્રશ્નોના ઉકેલ માટે સર્વસ્વ ત્યાગનારા વીરાને પાષવામાં તેને શું વાંધા હોઈ શકે? ઊલટું,
Jain Education International
For Private & Personal Use Only
'
www.jainelibrary.org