________________
અને વ્રત ગ્રહણથી અમે બંનેએ હર્ષથી કૂજન કર્યું. તે સમયે તંબૂમાં ગુણધર રાજા જયાવલી રાણી સાથે મૈથુન ક્રીડા કરતા કૂકડાને અવાજ સાંભળી શબ્દવેધીપણું બતાવવા ધનુષ્ય લઈ બાણ છોડયું. તે પુત્રના બાણથી અમે બંને કૂકડા મૃત્યુ પામ્યા.
૯ મે ભવ–ભાઈ-ભગિની !
અમે બંને જયાવલી રાણની કુક્ષિમાં જ ભાઈ-બહેન તરીકે ઉત્પન્ન થયાં. અમે બંને ગર્ભમાં હતાં ત્યારે માતાને અભયદાન આપવાને દેહદ થયે. જેથી મારું નામ અભયરુચિ અને માતાને જીવ અભયમતિ થયો. એકવાર રાજા શિકારે ગયો. ત્યાં મુદત્ત નામના મુનિ દેખી અપશુકન માની તેમની ઉપર શિકારી કૂતરા છેડ્યા. મુનિના તપના તેજથી કૂતરાએ શાંત બની મુનિને પ્રદક્ષિણા કરી તેથી રાજા શરમાઈ ગયે. એટલામાં અહંદૂદત્ત નામના શેઠે તે પ્રસંગ જોયો. અને મુનિની ઓળખાણ આપી. મન પર્યવ જ્ઞાની મુનિવરે રાજાના મિથ્યાત્વને નાશ કર્યો. એટલે રાજાએ પિતાજી અને દાદીમા કઈ ગતિમાં હશે તે પૂછયું. મુનિએ લેટના કૂકડાના વધથી જયાવલીના ગર્ભમાં ઉત્પન્ન થયા ત્યાં સુધી હકીકત જણાવી. રાજાને પોતે કરેલ હજારે જેને નાશ ખટકવા લાગે. જ્ઞાની મુનિએ રાજાના મનના પશ્ચાત્તાપને ઉપાય ચારિત્રને સ્વીકાર કરવાને બતાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org