________________
૧૪૬ રાજા અશ્વકીડા કરવા ગયા. ત્યાં કેઈ અટવીમાં પહોંચી ગયા. ત્યાં કેઈ અપૂર્વ સ્ત્રીને દેખી. તેણે રાજાનું સ્વાગત કર્યું. રાજાએ પૂછયું કે, તું કેણ છે? અને એકલી કેમ છે? તેણે કહ્યું કે, હું મનેહરા નામે યક્ષિણી છું. મારા પતિ મને તરછોડીને ગુસ્સે થઈને ચાલ્યા ગયા છે, તે તમે મારે સ્વીકાર કરો. રાજાએ કહ્યું, તું પરસ્ત્રી છે, પરસ્ત્રીને સંગ કરો દુષિત છે. આલેક અને પરલેક વિરુદ્ધ આવી વાત તું છોડી દે.
હે રત્નાવતી! તે મારા સ્વામીનાં વચનથી ગુસ્સામાં આવી બેલી, “જે તમે મારી વાત માન્ય નહિ કરે તે હું તમને નકકી મારી નાખીશ.” એમ કહી હઠ કરડતી મારા પતિ સામે દેડી. પણ મારા પતિ-રાજાએ પણ હુંકાર કરી કહ્યું કે “અરે પાપિણી? હું તારો અવશ્ય નિગ્રહ કરીશ.” તેવામાં રાજાની શોધમાં નીકળેલું સન્ય ત્યાં આવી પહોંચ્યું, અને યક્ષિણ અદશ્ય થઈ ગઈ. રાજા કુશળતાથી કેશલા નગરીમાં આવી પહોંચ્યા. અવસરે યક્ષિણ સાથે બનેલ વૃત્તાંત મને કહ્યો. મેં મારા પતિને કહ્યું કે, “હજુ પણ તે યક્ષિણ ઉપદ્રવ કરશે, તે શું થશે ?” મારા પતિએ મને ધીરજ આપી, તે પણ મારા મનમાંથી તે શંકા દૂર થઈ નહિ.
યક્ષિણીની માયા-કપટનો હું ભેગ બની
એકદા મારા સ્વામી વાસભવનમાં હતા, અને હું ત્યાં દ્વાર સુધી પહોંચી, તે ત્યાં કે મારા જેવી જ સ્ત્રી તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org