________________
૧૮૩ શાશ્વત અમૃત ભાવને પમાડનાર છે. વગર દુઃખે એ સેવવા યેગ્ય છે, માટે આ દુષ્કરકારક નથી.
મેહના પ્રભાવથી મૂછ દરેક પદાર્થ ઉપર મૃત્યુને પ્રભાવ દેખવા છતાં, વૃદ્ધાવસ્થાથી ઘેરાવા છતાં, ઈષ્ટ વસ્તુઓને વિયોગ થવા છતાં, વીર્ય અને શક્તિ ક્ષીણ થવા છતાં, મહાપુરુષોના ઉપદેશને અનાદર કરીને ધન-અને ભેગમાં આસક્તિ પૂર્વક પ્રવર્તે છે. પરંતુ સમગ્ર દેશને નાશ કરનાર ચિંતામણિ-રતન સમાન, મેક્ષ મેળવી આપનાર વીતરાગ (કેવલી) સર્વજ્ઞ-કથિત ધર્મમાં પ્રવર્તતા નથી.
આ સાંભળી શુભ પરિણામવાળા થયેલા રાજાએ કહ્યું, “હે વત્સ! તારું કથન યથાર્થ સમજાયું છે. એટલામાં રાણીએ કહ્યું કે, તારી વાત મને પણ બરાબર સમજાઈ ગઈ છે, પરંતુ આ નવવધૂઓનું શું? કુમારે કહ્યું, “હે માતાજી તેઓ બંને ભાગ્યશાળી છે. તેમના મનોરથ પૂર્ણ થયા છે. તેમણે પણ બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું છે. સંસાર તરફ પૂર્ણ ઘેરાગ્ય પ્રાપ્ત થયેલ છે. રાણીએ બંને વધુએ તરફ નજર કરી.
આ વખતે તે બંને વધુઓએ પણ સાસુને વંદન કરી વિનયથી જણાવ્યું કે, “હે માતાજી ! આર્યપુત્રની કૃપાથી અમે નિર્મોહ અવસ્થા પામ્યા છે. આ દુઃખરૂપ સંસાર તરફ અમને સંપૂર્ણ અભાવ થયે છે. અમારે જન્મ સફળ થયેલ છે. અમારી ઈચ્છાથી અધિક અમે મેળવ્યું છે. માટે આપ ઉગ છેડી દે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org