Book Title: Samaraditya Kevali
Author(s): Chidanandsuri
Publisher: Jain S M Sangh Nandarbar

View full book text
Previous | Next

Page 239
________________ ૨૦૯ હે દેવાનુપ્રિયે ! આ રીતે કર્મમલ દૂર કરવાથી જીવ શુદ્ધ બને છે. દુષ્કતથી ઉત્પન્ન થતાં વિકારે બંધ થાય છે. અને તેથી શાશ્વત ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. માટે ગુણે પ્રાપ્ત કરવા યથાશક્તિ ઉદ્યમ કરે. આ સાંભળી પર્ષદ વૈરાગ્ય પામી. આ અવસરે મુનિચંદ્ર રાજાએ પ્રશ્ન કર્યો કે, “હે ભગવંત! ગિરિજેણે આપશ્રીને જે ઉપસર્ગ કર્યો તેનું શું કારણ? ભગવંતે ફરમાવ્યું, “હે સૌમ્ય! સાંભળે! એની સાથે નવ ભવ કરતે આવું છું. પ્રથમ ગુણસેન અને અગ્નિશમ નામે અમે હતા. બીજે ભવ સિંહ-આનંદ નામે પિતા-પુત્ર થયા. ત્રીજે ભવે શિખી-જાલિની નામે માતા-પુત્ર થયાં. ચેથે ભવે ધન-ધનશ્રી નામે પતિ-પત્ની થયાં. પાંચમે ભવે જય-વિજય નામે બંધ થયા. છઠું ભવે ધરણુ-લક્ષમી નામે પતિ-પત્ની થયાં-સાતમે ભવે સેન-વિવેણુ નામે પિતરાઈ ભાઈઓ થયા. આઠમે ભાવે ગુણચંદ્ર-વાનમંતર વિઘાધર થયા. અને આ નવમે ભવે હું સમરાદિત્ય-અને તે ગિરિણું થયું છે. વચ્ચેના દેવ ભ ગણતાં આ મારે સત્તરમે ભવ છે. ગિરિર્ષણ તે અગ્નિશમને જીવ છે. નવ ભવથી મારી ઉપર તેને ઘેરબુદ્ધિ થાય છે. પૂર્વે વાવેલું ઘરનું બીજ મેટા વૃક્ષનું રૂપ ધારણ કરે છે, તે માટે આ અમારું સંપૂર્ણ દષ્ટાંત છે. આ સાંભળી બધા વૈરાગ્ય પામ્યા. વેલંધરે પ્રશ્ન કર્યો કે, “હે. ભગવંત! ગિરિણુને પાપનું પરિણામ શું આવશે ! ભગવંતે કહ્યું, તે અહીંથી નરકમાં જશે, તે પછી અનંતા ભવે ભમશે. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266