Book Title: Samaraditya Kevali
Author(s): Chidanandsuri
Publisher: Jain S M Sangh Nandarbar
View full book text
________________
૨૦૨
જે શેઠે રાજાને વિનંતિ કરી હતી, તે વિજ્ઞપ્તિ સાધુ ધર્મની દેશના સમજવી. તેથી સમજવું કે, જે શ્રાવક સૂક્ષ્મ જીને બચાવી શકે નહીં, તેથી સાધુની તેમાં અનુમતિ છે તેમ જાણવું નહીં. - સાધુ ધર્મને ઉપદેશ આપ્યા સિવાય સીધે જ પ્રથમ શ્રાવક ધર્મને ઉપદેશ આપે તે અવિધિથી થયેલ ધર્મદેશના સમજવી. માટે ભગવંતે ફરમાવ્યું છે કે “ઢ ના તો રા' પ્રથમ જ્ઞાન અને તે પછી દયા. એથી જ જ્ઞાનપૂર્વકનું જ સર્વ સમ્યગ્ર અનુષ્ઠાન કહેલું છે. આ સાંભળી ધનરદ્ધિ શ્રાવક હર્ષ પામે.
અશોકચંદ્ર નામના શ્રાવકે પ્રશ્ન કર્યો કે, “ડે પ્રમાદ સેવ્યું હોય તે પણ તેનું પરિણામ ભયંકર આવે છે, શું આ વાત ખરી હશે?
ભગવંતે કહ્યું, “હે સૌમ્ય! આગમશાસ્ત્રમાં જે કહેલું છે, તે તે જ પ્રમાણે છે. જિનેશ્વરે કદી પણ અન્યથાવાદી હતા નથી. - અશોકચંદ્ર પુનઃ શંકા કરી કે, “હે ભગવંત! જે એમ છે, તે કેટલાક હિંસા વગેરેમાં પ્રવર્તે છે. અને ધર્મ વિરુદ્ધ કાર્ય કરે છે. તે પણ તેમને ભેગવિલાસ, દીર્ઘ આયુષ્ય વગેરે દેખાય છે, અને બીજાઓને થોડે અપરાધ હોય તે પણ ઊલટું બને છે, તેનું શું કારણ? - ભગવંતે કહ્યું, કર્મ પરિણતિ વિચિત્ર હોય છે. જે જીવે પાપાનુબંધી પુણ્યવાળા છે, દુર્ગતિમાં જનારા, હલકી વૃત્તિવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266