________________
૧૪૭ સાથે પલંગ પર રહેલી મારા જોવામાં આવી. હું ક્ષોભ પામી પાછી વળી, ત્યારે રાજાએ મને દેખી. અને કહ્યું, “અરે પાપિણું ! ક્યાં ભાગી જાય છે? મેં તારી માયા જાણે છે. તે દેવી ! આ પાપિણની નિર્લજજતા તે જે.” એમ કહી તે મારી પાછળ દોડ્યા, અને મને કેશથી પકડી લીધી. મારું શરીર ધ્રુજવા લાગ્યું. તે વખતે હું બોલી કે, “હે આર્યપુત્ર! આ શું કરો છો ?” મારા વચનની અવગણના કરી, પેલી કપટી સ્ત્રીને આદરથી બોલાવી અને કહ્યું, “હે દેવી! આ પાપણીનું સ્ત્રીચરિત્ર જે. આપણે જેવી મંત્રણા કરી હતી તેવું જ તેણે કરી બતાવ્યું છે. તારે વેષ લઈને મને છેતરવા આવી હતી, માટે એ દુષ્ટાને ખરી શિક્ષા કરવી જોઈએ.”
આ વખતે તે મારા જ રૂપે રહેલી યક્ષિણ બેલી, “હે આર્ય પુત્ર! એ દુષ્ટાને આપણું નગરમાંથી કાઢી મૂકે?” તેના વચનથી રાજાએ પહેરીને બેલાવી કહ્યું કે, “દેવીના રૂપને ધારણ કરનારી આ દુષ્ટ યક્ષિણીને નિર્દય રીતે કદર્થના કરી જલદી નગરમાંથી બહાર કાઢી મૂકે.” રાજાની આજ્ઞાથી પહેરગીરાએ મને ઘણે માર મારી બેઆબરૂ કરી. જેમ કેઈ વ્યભિચારી સ્ત્રીને કાઢી મૂકે તેમ મને પણ કાઢી મૂકી. અને કહ્યું કે, “હે પાપે ! હવે જે ફરી રાજભવનમાં પ્રવેશ કરીશ, તે તારું મેત થશે. સાધ્વીજી બેલ્યાં બહેન રતનવતી! નિરપરાધી એવી મારી ઉપર જુલમ ગુજરવાથી મને ઘણું દુઃખ થઇ મેં વિચાર્યું, “અહો નિરપરાધી પ્રાણુઓ પણ પિતાના જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org