________________
આ ધનમુનિ ગોચરીના સમયે જોગાનુજોગ નંદકના ઘરમાં પ્રવેશ્યા. ધનશ્રીએ પિતાના પતિને ઓળખી વિચાર્યું કે આ સમુદ્રમાં પણ મર્યો નહિ, પણ હવે હું એવું કરૂં કે ફરી એનું મેં મારે જવું પડે નહિ. મુનિ વહેર્યા વિના જ નીકળી ગયા. ધનશ્રીએ વિચાર્યું. નક્કી મને ઓળખી ગયા, એમ વિચારી તપાસ કરવા માટે દાસીને મેકલી કહ્યું, “તું જા અને આ સાધુ ક્યાં રહ્યા છે, તેની ખાતરી કરી મને જણાવ.” મુનિ આહાર લીધા વિના જ ઉદ્યાનમાં આવી દિવસની છેલ્લી પિરસીના સમયે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા, તે દાસી જેઈને આવી અને ધનશ્રીને સમાચાર આપ્યા.
હવે ધનથીએ નંદકને કહ્યું કે, તમે બીમાર હતા ત્યારે મેં માનતા માની હતી, તે આજે સ્વપ્નમાં મને દેવીએ યાદ કરાવ્યું છે. આજે મારે ઉપવાસ છે. નંદકને આ રીતે સમજાવી દાસી સાથે ધનશ્રી ઉદ્યાનમાં રાત્રીએ દેવીની પૂજા કરવા ગઈ.
તે મંદિર પાસે એક ગાડાવાળે કાષ્ઠ ભરી ગાડું લઈ જતું હતું, અને ત્યાંજ ગાડાની ધરી તૂટી ગઈ. રાત્રિએ ગાડું ત્યાંજ રાખી ગાડાવાળે બળદ લઈ પિતાને ઘરે ગયે. ધનશ્રીએ વિચાર્યું ઠીક થયું, આ સૂકાં કાષ્ઠોથી એને બાળીશ. ચંડિકાના મંદિરમાં જઈ દેવીની પૂજા કરી, રાત્રે મંદિરમાં જ દાસી સાથે સૂઈ ગઈ. મધ્યરાત્રીએ અજ્ઞાન અને ક્રોધથી મૂઢ બની મુનિ નજીક કાઠે ગઠવ્યાં. અને તરત જ અગ્નિ સળગાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org