________________
કર્યું, પછી કિનારે આવી કુંકુમ અને ચંદનનું વિલેપન કર્યું. એટલામાં હંસ-હંસીનું જેલું આવ્યું. તમે કૌતુકથી પીળા ચંદનવાળા હાથે જ તેઓને ગ્રહણ કર્યા. બંનેને વિરહ-દુઃખ ઉત્પન્ન કર્યું. બંનેને કેસરી રંગ લાગવાથી તેઓ એક બીજાને ઓળખી શક્યા નહીં. વિરહ-વેદનાથી પીડાયેલા બંનેએ વાવડીમાં ઝંપલાવ્યું. પરંતુ જીવિત બળવાન હોવાથી વાવડીમાં કેસરી રંગ ધોવાઈ ગયે. બંને બહાર આવી ગયાં. અને પરસ્પર ઓળખ્યાં. તેથી તેમને જે કર્મ બંધાયું, તેના પરિણામથી તમારે આ ભવમાં પરસ્પર વિગ થયે અને દુઃખ પણ પામ્યાં. વડનું બીજ નાનું હોય છે, પણ વૃક્ષ મહાન થાય છે. માટે કર્મ બાંધતી વખતે સાવધાન રહી કર્મ બાંધતા અટકી જવું.
મેં ભગવંતને કહ્યું કે, હવે મારા પર ઉપકાર કરી મને શ્રમણષ આપ ભગવંતે સનકુમારની વિનંતિને સ્વીકાર કર્યો. મેં મારા પુત્ર અજિતબલને રાજ્ય આપી સંયમ અંગીકાર કર્યો. સનકુમાર આચાયે કહ્યું કે, હે જયકુમાર! સંસારમાં વૈરાગ્ય થવાનું આ મારું ચરિત્ર છે. ”
બે પ્રકારની અટવી જયકુમારે કહ્યું, હે ભગવંત! આપ ધન્ય છે. પણ આ ભવ-અટવી કેવી રીતે ઊતરવી? અને ઊતર્યા પછી કયાં જવું? ભગવંતે કહ્યું, “સાંભળ! આ અટવી બે પ્રકારની છે. દ્રવ્યઅટવી અને ભાવ-અટવી. તેમાં દ્રવ્ય-અટવીનું આ ઉદાહરણ છેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org