________________
૧૧૯, મેં કહ્યું, “હે ભાભી! તમે ધીરજ ધરે. હું સર્વ ઠીક કરી દઈશ.” પછી ભાઈ પાસે જઈ અજાણી થઈ પૂછ્યું, તે ભાઈએ કહ્યું કે, “તે દુષ્ટ શીલવાળી સ્ત્રી માટે ન જોઈએ.” મેં પૂછ્યું, “તે શી રીતે જાણ્યું કે આ દુષ્ટ શીલવાળી છે!” ભાઈએ ખુલાસે કર્યો, મેં તે તારી પાસે ગઈ કાલે ઉપદેશ આપતી વખતે સાંભળવાથી જાણ્યું છે. ત્યારે મેં હસીને કહ્યું કે,
મેં તે સામાન્યથી ભગવાને આમાં બહુ દોષ બતાવ્યું છે, તેથી આ ઉપદેશ આપ્યું હતે.” તે સાંભળી ભાઈ શરમાઈ ગયે. અને પૂર્વવત્ ભાર્યા સાથે વ્યવહાર કર્યો. મેં વિચાર્યું આ ભાઈ તે મારા ઉપર વિશ્વાસ રાખનાર છે. પણ હવે બીજા ભાઈની પરીક્ષા કરવા બીજી ભાભીને કહ્યું કે, વધારે શું કહેવું! ભાભી!” હાથ બરાબર ચેખા રાખવા. આ ભાઈએ પણ પિતાની પત્ની સાથે પહેલા ભાઈની જેમ તે જ પ્રમાણે વર્તન કરવાથી આ ભાઈ પણ મારામાં વિશ્વાસ રાખનારે છે, તેવી ખાતરી મને થઈ. પણ કપટથી ભાભીઓને આળ ચડાવવાના દેષથી મેં તીવ્ર કર્મ બાંધી લીધું.
કેટલાક કાળ પછી મેં ભાઈઓ તથા ભાભીઓ સાથે દીક્ષા લીધી. સારી રીતે પાલન કરી અમે સર્વે દેવકમાં ગયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મારા બંને ભાઈ એ આ જ ચંપા નગરીમાં બંધુદેવ અને સાગર નામે બે ભાઈઓ થયા. પછી હું દેવલેકમાંથી ચ્યવી ગજપુર નગરમાં સવાંગસુંદરી નામે કન્યા થઈ. મારી બંને ભાભીએ પણ દેવલેકમાંથી એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org