________________
આચાર્યોનાં છે, અને તેમાં આચાર્ય વાદી દેવસૂરિનું પણ જીવનચરિત છે તે સૂચવે છે કે તેઓ કવેતામ્બર જૈન આચાર્યોમાં તે પૂર્વના પ્રતિષ્ઠિત આચાર્યોની જેમ ઠીક ઠીક પ્રતિષ્ઠાને પામ્યા હતા, પ્રભાવક શબ્દ સૂચવે છે, કે તેમણે જૈનધર્મને પ્રભાવ જમાવવામાં, પ્રસ્તુતમાં શ્વેતામ્બર સંપ્રદાયને પ્રભાવ વધારવામાં મહત્વનો ફાળો આપ્યો હશે જ તેથી તેમના ચરિતને ઉક્ત ગ્રંથમાં સ્થાન મળ્યું છે. પ્રભાવશ્યરિતની રચના વિ.સં. ૧૩૩૪ (ઈ. સ. ૧ર૭૭)માં થઈ છે અને તેમાં જણાવ્યા પ્રમાણે આચાર્ય વાદી દેવસૂરિને જન્મ વિક્રમ ૧૧૪૩ ( ઈ. સ. ૧૦૮૬) દીક્ષા ૧૧૫૨ ( ઈ ૧૦૯૫ ), અને આચાર્યપદ, ૧૧૭૪ (ઈ. સ. ૧૧૧૭ીર (પુરાતનપ્રબંધગત દેવાચાર્ય પ્રબંધમાં વિ. સ. ૧૧૬૨ જણાવ્યા છે. પૃ. ૨૬) અને તેમનું મૃત્યુ વિક્રમ ૧૨૨૬ ( ઈ. ૧૧૬૯ )3 માં છે. આમ આયુ ૮૩ વર્ષનું થાય છે તેનો પણ નિર્દેશ આચાર્ય પ્રભાચંદે કર્યો છે. આચાર્ય વાદી દેવસૂરિ આ. હેમચંદ્રના સમકાલીન હતા, કારણ પ્રભાવકરિત પ્રમાણે આ. હેમચંદ્રનો જન્મ વિ. ૧૧૪૫ ( ઈ. ૧૦ ૮૮ ) અને મૃત્યુ વિ. ૧૨૨૯ ( ઈ. ૧૧૭૨)માં છે." પ્રભાવક્યરિતની રચના આચાર્ય વાદી દેવસૂરિના મૃત્યુ પછી માત્ર ૧૦૮ વર્ષ પછી જ છે એ જોતાં તેમાં નિદેશેલ હકીને, અતિશયોકિતઓ બાદ કરીએ તે સત્ય માનવામાં કેઈ બાધ હોય નહિ.
આચાર્ય પ્રભાચંદે આ. દેવસૂરિનું જે ચરિત વર્ણવ્યું છે તેને સાર આ પ્રમાણે છેદેવસૂરિને જન્મ ગૂર્જર દેશના અષ્ટાદશશતી મંડલના માહત નગરમાં પ્રાગ્વાટવંશ ( પિરવાડવંશ )ના વીરનાગને ઘરે થયે. તેમની માતાનું નામ જિનદેવી હતું. (લો. પ-૮) આજે આબુનો પ્રદેશ રાજસ્થાનમાં છે પણ તે કાળે તે પ્રદેશ અષ્ટાદશશતી નામે ઓળખાતા અને ગુજરાત રાજ્યનું મંડલ ગણાતું હતું. માહત નગર આજે મદદુઆ નામે ઓળખાય છે એમ મુનિશ્રી કલ્યાણવિજયજીએ જણાવ્યું છે, તે ઉચિત જણાય છે. બાળપણનું નામ પૂર્ણ ચંદ્ર હતું (૧૪). નગરમાં મકામારિ ફેલાતાં વીરનાગ પોતાના નગરનો ત્યાગ કરીને લાટદેશની ભૂગુકચ્છ ( ભરૂચ ) નગરમાં આવી વસ્યા (૧૬ ). બાળપણમાં પણ વ્યાપારમાં પૂર્ણચંદ્ર કુશળ હતા એમ આ. પ્રભાચંદ્ર જણાવે છે (૧૮–૧૯). આચાર્ય મુનિચંદ્રના આગ્રહથી પિતાને એકમાત્ર પુત્ર પૂર્ણચંદ્રને માતા-પિતાએ ૯ વર્ષની ઉંમરે જૈન દીક્ષા આપવાનું સ્વીકાર્યું અને વૃદ્ધ માતા-પિતાની સંભાળ અન્ય સાધર્મિક જૈનોએ સ્વીકારી (ર૬–૩૫). પૂર્ણ ચંદ્રનું દીક્ષાનામ રામચંદ્ર રાખવામાં આવ્યું. તર્કશાસ્ત્ર, લક્ષણશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્રમાં રામચંદ્ર મુનિ પારંગત થયા
૧ પ્રભાવરિત પ્રશસ્તિ ક ૨૨, પૃ૦ ૨૧૬ ૨ એજન, વાદિદેદેવસૂરિચરિત કલેક ૨૮૬, પૃ. ૧૮૨
લેક ૨૮૪–૨૮૫, પૃ૦ ૧૮૧ ૪ , ,
લેક ૨૮૭, પૃ. ૧૮૨ ૫ ,, હેમચંદ્રસૂરિચરિત, શ્લેક ૮૫૦-૮૫૧, પૃ. ૨૧૨ ૬ પ્રભાવરિત ( ગુજરાતી ભાષાન્તર ), પ્રસ્તાવના પૃ. ૯૧ ૭ પુરાતનપ્રબંધસંગ્રહમાં આચાર્યો મુનિચંદ્રને બ્રહદ્દગચ્છના જણાવ્યા છે પૃ૦ ૨૬.