________________
પત્ની પણ હતી, લાડ લડાવનારી માતા પણ હતી, ભાવભરી ભગિની પણ હતી : યલિકા અનેકરૂ પા હતી. “એ દહાડા ગયા, ગાંડા !” યક્ષિકાએ પોતાના દેહ પર એક સ્નિગ્ધ નજર નાખી. “વિલોચન, રાજ શેખર તો ૪૮ પ્રકારના નાયકો ને ૩૮૪ પ્રકારની નાયિકાઓની છબી ચીતરનારો છે. રાજા-મહારાજા સિવાય બીજાનું ગજું નહિ ને પદ્મિની સિવાય બીજીનું કામ નહિ. હું કંઈ પદ્મિની થોડી છું ?”
| “ના, ના, યક્ષિકા ! કૌશાંબીમાં પદ્મિની માત્ર મહારાણી મૃગાવતી. બાકી તો યલિકા, પ્રેમના નિયમ કંઈ અજબ છે : એમાં તો જો શંખણીથી મન લાગી જાય તો પદ્મિની એની પાસે પાણી ભરે ! બાકી, પેલી છોકરી ચંદનની ડાળ જેવી ચંદના મોટી થતાં, હું ખાતરીથી કહું છું કે, જરૂર પદ્મિની થવાની.”
જોઈ ન હોય તો તારી પદ્મિની ! અરે, નામ મૂક એ રાંડ પદ્મિનીઓનું ! પદ્મિની તો આખા વંશનું નખ્ખોદ કાઢે, તમામ દેશનું ધનોત-પનોત વાળે, એમ ઘરડા લોકો કહેતા. અત્યારે તો વાયરો વાયો છે. બાકી પદ્મિની એ તો જીવતી જાગતી પનોતી ! એના કારણે ભયંકર લડાઈઓ થાય !”
“ચૂપ મર ! વળી સિપાઈ-સપરું સાંભળી જશે તો તને ને મને બંનેને ઘાણીએ ઘાલી તેલ કાઢશે. આ રાજાઓને તો માખી મારવી ને માણસ મારવું સરખું ! જય હો પદ્મિની રાણી મૃગાવતીનો !” વિલોચન પાછળનું વાક્ય જરા જોરથી બોલ્યો. રાજ હાથી પાસે આવતાં યક્ષિકા ઉતાવળી ઉતાવળી બાજુમાં સરી ગઈ.
વિલોચન આ પછી ઘણી વાર ત્યાં ઊભો રહ્યો. સૂરજ તપવા લાગ્યો, પણ મનમાન્યો ગ્રાહક ન મળ્યો. એટલામાં દૂરથી ધનાવહ શેઠને આવતા ભાળ્યા. વિલોચન એ ભદ્રિક શ્રેષ્ઠીને આવતા જોઈ ખુશ થઈ ગયો, ધનાવહ શેઠ ભારે દયાળુ - દયાધર્મમાં માનનારા હતા. બે હિરણ્યકોટી નિધાનમાં, એક વેપારમાં ને અડધી વ્યાજમાં રાખતા હતા. એમને મૂલા નામની પત્ની હતી. બંને સ્વર્ગનું સુખ ભોગવતાં હતાં. કંઈ સંસાર માંડ્યાને ઘણો વખત વીત્યો, છતાં કંઈ સંતાન નહોતું થયું : માત્ર એટલું દુઃખ હતું. સંતાનની અછત શેઠના મનને મૂંઝવતી, વાંઝિયાનું મુખ લો કો ન જુએ, એવી માન્યતા હોવા છતાં સવારના પહોરમાં ધનાવહ શેઠનું નામ હોંશથી લેવાતું. મોં જોનાર માનતું કે દહાડો સફળ થયો. એ વિલોચનના જૂના ગ્રાહક હતા. વેપારધંધા માટે તેમ જ ઘરકામ માટે માણસની જરૂર પડતી ત્યારે વિલોચનને ત્યાં આવતા. - જૂના વખતમાં એ મોતીનો વેપાર કરતા. દરિયામાંથી મોતી કાઢવા જુવાન ને મજબૂત ગુલામોની જરૂર રહેતી, પણ મોતી કાઢવાનું કામ એવું ભારે હતું કે એ ગુલામો ત્રણ-ચાર વર્ષમાં અકાળ મૃત્યુને ભેટતા. એક વાર કોઈ મુનિએ કહ્યું : “શેઠ, ગુલામોને માણસ ભલે ન ગણો, પણ એમનામાંય જીવ તો હોય છે ને ! એમને સતાવવા એ ભારે પાપ, હોં ! અને એ પાપે તમને સંતાન થતાં નથી."
શેઠે મોતીનો ધંધો છોડ્યો, પણ સંતાન તો ન થયાં તે ન જ થયાં. “ કેમ વિલોચન, અત્યારમાં કંઈ ફુરસદમાં ?” આપના માટે જ આવ્યો હતો. એક સુંદર દાસી આપના માટે રાખી લીધી છે.
10 B પ્રેમનું મંદિર
મારે એમાં કંઈ નફો ખાવો નથી, શેઠજી !''
“વેપારી નફો નહિ ખાય તો શું વૈરાગી ખાશે ? પણ અલ્યા, હરીફરીને અમે હુતો ને હુતી; બે માણસમાં તે કેટલાં દાસ-દાસી રાખવાં ?”
“અરે શ્રીમાન, લઈ જવા જેવી છે. આવો માલ વારંવાર આવતો નથી. પેટની દીકરી જેવી લાગશે. સુનાં ઘર વસાવે એવી છે. ચાલો પધારો, બતાવું. મન માને તો લઈ જજો ને, નહિ તો મારો માલ મારી પાસે.
- વિલોચન ધનાવહ-શેઠને અત્યંત આગ્રહ કરીને વખારે લઈ ગયો. એક કાષ્ઠસિંહાસન પર શેઠને બેસાડી ચંદનાને હાકલ કરી. ચંદના તૈયાર જ હતી. આજે એને વેચી નાખવાની હોવાથી, સવારથી જ એનો શણગાર થઈ રહ્યો હતો. ગુલામો માટે ખાસ બનાવવામાં આવતાં તાંબાનાં, અબરખનાં ને મીણનાં ઘરેણાં એને પહેરાવ્યાં હતાં. એનો લાંબો કેશકલાપ ગૂંચ્યો હતો ને હાથમાં રાતું કમળ આપ્યું હતું.
કોઈ પણ ગ્રાહક સામે હસતા મુખે ઊભા રહેવાની અને હાથનું લાલ કમળ રમાડતાં રહેવાની આજ્ઞા હતી.
ચંદના -- લાવણ્યભરી ચંદના – હસતી તો નહોતી, પણ શાન્ત-ગંભીર ઊભી હતી.
“ચંદના, શેઠના પગ પખાળ !” યક્ષિકાએ હુકમ કર્યો, અને ત્રિશૂળ હાથમાં આમતેમ ફેરવ્યું.
ચંદનાએ શેઠના પગ પખાળ્યા, “ચંદના, એક ગીત ગા તો !”
“ચંદનાએ એક નાનું ગીત ગાયું. એ રડતી હતી કે હસતી હતી, એ કંઈ ન સમજાયું; પણ એના નિર્દોષ સ્વરે શેઠનું હૈયું હલમલાવી મૂક્યું, એની કામણભરી કીકીઓએ શેઠના મનને પલાળ્યું.
શું મૂલ્ય છે ?” શેઠે પૂછ્યું. આપો તે, તમને જ આપવી છે.” વિલોચને કહ્યું.
“હા, હા, આ તો મગના ભાવે મરી વેચાય છે; જે આપો તે લઈને આજે જ નિકાલ કરવો છે,” યક્ષિકાએ કહ્યું.
- “માગો તે આપું.” શેઠ પણ ઉદાર બની ગયા.
ત્રણે જીવ દરેક વાતે તૈયાર હતા. એ રીતે એક એનાથ જીવનું ભાવિ બહુ જલદી નક્કી થયું. સોદો સરળ રીતે પતી ગયો, યક્ષિકાએ ચંદનાને દોરી દીધી.
વિલોચન-વાઘ જેવો વિલોચન-ઓશિયાળો બનીને એને જતી જોઈ રહ્યો. એને લાગ્યું કે એના જીવનમાંથી જાણે ચેતન ચાલ્યું જાય છે.
શેઠની પાછળ ચંદના ચાલી નીકળી-નવા આવાસમાં, નવા પરિવારમાં, પોતાનું નવું ભાગ્ય ઘડવા !
શ્રેષ્ઠી ધનાવહ li