Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 115
________________ 29 પ્રેમનું મંદિર આત્મા જ સ્પર્શી શકે એવી સૌરભ લઈને ભગવાન મહાવીર ઉઘાનના અશોકવૃક્ષ નીચે બેઠા છે. શ્રીવત્સભર્યું નિશ્ચલ હૃદય જાણે હજારો તરંગોને સમાવનાર સાગર સમું વિશાળ બન્યું છે. નયનોમાંથી અમીકિરણ નિર્ઝરી રહ્યાં છે. રાય ને રેક, માનવ કે પશુ સહુ કોઈને એ પરિષદામાં સમાન આદર મળ્યો છે. નરકેસરીઓનો આ સમૂહ ત્યાં પહોંચ્યો, ત્યારે હૈયાને સુખ ઉપજાવતો અનિલ ત્યાં લહેરાતો હતો. વનવગડાનાં ફૂલ મધુર સુવાસ વેરી રહ્યાં હતાં. વાતાવરણમાં દિવ્ય ધ્વનિ ગુંજી રહ્યો હતો. એમાંથી જાણે આપોઆપ સ્વર-શબ્દો ગુંજતા આ રાજવી-મુદાયે સાંભળ્યા : વાસનાના વિદેશમાં વસતા ઓ રાજવીઓ, આત્માના સ્વદેશમાં આવો. પ્રજાના પ્રભુ તમે છો, તમારા પ્રભુને તમે પિછાણો. માનવજગતના આદર્શ તમે છો, તમારા જીવનના આદર્શને તમે જાણો. ફરીવાર કહું છું, તમે નર કેસરી કાં નર કેશ્વરી ! જરા પણ જવાબદારી ચૂક્યા કે રૌરવ નરકનું તમારે કાજે નિર્માણ છે, તમારા હક મોટા એમ કર્તવ્ય પણ મોટાં; પુણ્ય મોટાં તેમ પાપ પણ મોટો. સામાન્ય જનનું કલ્યાણ આજ સહજ બન્યું છે. મોટાઓનું સ્વર્ગ પણ દૂર સર્યું છે. રાજ સી વૈભવોને તામસિક નહિ, સાત્ત્વિક બનાવો !” વાતાવરણના પડઘા શમ્યા ન શમ્યા ત્યાં ભગવાન મહાવીરની વાણી એમને કાને પડી. એ એમર સુધા હતી. સહુએ ચાતકની જેમ તેનું પાન કરવા માંડ્યું. ભગવાન કહેતા હતા : “સંસારમાં સબળ નિર્બળને દૂભવે, દબાવે, શોષ, હણે, એવા “મસ્યગલાગલ’ ન્યાયનો અંત, સુખ ઇચ્છતા સર્વજનોએ આણવો ઘટે, પૃથ્વી પ્રેમનું મંદિર છે, એને દ્વેષનું દેવળ ન બનાવો. હિંસક પરાક્રમ ને હિંસક વાણીથી સંસારનું સુખ કદી વધ્યું નથી. સંસારમાં બધા દિવસો કોઈના સરખા જતા નથી. આજે જે યુવાન છે, તે કાલે વૃદ્ધ છે. આજે જે કુટુંબથી ઘેરાયેલો છે, કાલે તે એકાકી છે. આજે જે નીરોગી છે, કાલે તે રોગી છે. આજે જે દરિદ્ર છે, કાલે તે સંપત્તિવાન છે, આજે જે નિરપેક્ષ છે, કાલે તે અપેક્ષાવાન છે. આજે જે કીડી છે, કાલે તે કુંજર છે. આજે જે કુંજર છે. કાલે તે કીડી છે. સમષ્ટિ કે વ્યક્તિ બંને માટે આ કહું છું. “કોઈના સઘળા દિવસ કદી એ કસરખા જતા નથી. સંસારનું ચક્ર વેગથી ઘૂમી રહ્યું છે. આજે જે ઉપર છે, પળ પછી તે નીચે છે. ઊંચા નીચાની સાથે સ્નેહસમાનતાથી વર્તવું ઘટે. આવતી કાલ માટે પણ આજે ઉદાર બનો, પ્રેમી બનો. પ્રેમ તમારા જીવનનો રાજા બનવો જોઈએ.” જગતની કામનાઓનો પાર નથી. એક ભવમાં બધી કામનાઓ પૂર્ણ થવી શક્ય નથી ને જીવિત પલભર માટે પણ વધારી શકાતું નથી. માટે સબળે સંયમી ને નિર્બળે ઊઘમી થવું ઘટે.” આ માટે અહિંસા અપરિગ્રહ ને અનેકાન્ત--આ તત્ત્વત્રય તમારે સ્વીકારવું જોઈએ. અહિંસા વિશ્વબંધુતાનું બીજું રૂપ છે, પ્રાણીમાત્ર સાથે મૈત્રીનો એમાં આદેશ છે.” અપરિગ્રહ તમારાં સુખ-સાધનો, સંપત્તિ-વૈભવોને મર્યાદિત કરવાનું સૂચવે છે. આખા જગતના વૈભવોથી પણ એક માણસની તૃપ્તિ થવાની નથી. મનની તૃપ્તિ કેળવો. વધુ ભોગ જીવલેણ રોગો ને હૈયાસગડી જેવા શોકને નિપજાવનારાં છે.” “છેલ્લું ને ત્રીજું તત્ત્વ સાદ્વાદ-અનેકાન્તવાદ છે. એ તમને સર્વધર્મ સમન્વય સૂચવે છે. તર્ક, વિવાદ ને વાદ તમારો ઉદ્ધાર નહિ કરે; પય, વાડો કે પંથ તમને મુક્તિ નહિ બક્ષે; ઢાલની બંને બાજુ જોવાનો વિવેક એ મારો સ્યાદ્વાદ ધર્મઅનેકાન્તવાદ. સત્ય જ્યાંથી મળે ત્યાંથી સ્વીકારી લેવું ઘટે. સત્યનો ઇજારો કોઈએ રાખ્યો નથી.' રાજા પ્રદ્યોતે ઊભા થઈ પ્રભુને પ્રશ્ન કર્યો, “વાત સાચી છે. જગત આખું જિતાય, પણ મન જીતી શકાતું નથી. ખીજ , હયાબળાપ ને અધૂરાશ અમારાં સદાનાં સાથી બન્યાં છે. મન તો શાન્ત થતું જ નથી. એમાં હું પ્રેમમંદિર પ્રભુ, પૃથ્વીને પ્રેમનું મંદિર ક્યાંથી બનાવીએ ?” “જેવું પિંડે તેવું બ્રહ્માંડે. ઉદ્વેગ, સંઘર્ષ, દમન, યુદ્ધ ને અશાન્તિ તમારા જીવનને ઘેરો ઘાલી બેઠાં છે." તમારું મન તમારું મિત્ર બનવાને બદલે તમારું શત્રુ પ્રેમનું મંદિર 1 199

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118