Book Title: Premnu Mandir
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 114
________________ છો. આજે હાથ સામે હાથ ઉપાડવો નથી. આજે તો ઉપાડેલા હાથ સામે હાથ જોડવા છે.” અવંતીપતિથી સહસા સામે હાથ જોડાઈ ગયા, પણ મુખથી કંઈ બોલી શકાયું નહિ. - વાસવદત્તા આગળ વધીને પોતાના પિતાના ચરણોમાં ઝૂકી પડી ને ગદ્ગદ કંઠે બોલી : “પિતાજી, આપની આ નમાયી પુત્રીને આશિષ નહિ આપો ?” અવંતીપતિનો હાથ અચાનક પુત્રીને માથે મુકાઈ ગયો, પણ ભવાં તો ભયંકર રીતે ખેંચાઈ રહ્યાં. હમણાં જ શું એમાંથી અગ્નિવર્ષા થશે ? સહુ બળીને ભસ્મ ! આ વેળા મગધરાજ આગળ આવ્યા ને બોલ્યા : અવંતીપતિ, લાખેણી પળ કાં ગુમાવો ? અમે મિત્રતા કરવા આવ્યા પછી. આપણી પારસ્પરિકા સ્વાર્થી ભાવનાઓથી જ ગાવેલાં યુદ્ધોને કારણે પૃથ્વી નરક બની રહી છે. આ નરકને અને એના સર્જકોને અન્ય કોઈ મિટાવે, એ પહેલાં આપણે જ મિટાવીએ. ચાલો, પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવીએ. ઢષનો કચરો, મોટાઈનાં જાળાં ને પ્રતિહિંસાનાં પોપડાને સાફ કરી નાખીએ. આ પુણ્યકાર્યમાં આપણી મૈત્રી જો કંઈ કાર્યસાધક નીવડી શકે એમ આપને લાગતું હોય તો, આપનો ઉદાર હાથ લંબાવતાં આજે ન અચકાશો.” અવંતીપતિએ હાથ લંબાવ્યો, પણ એમના મોંમાંથી એકે શબ્દ નીકળી ન શક્યો. ચિત્તમાં ભયંકર વાવાઝોડું પ્રસરી રહ્યું હતું. આ વખતે પાછળ ઊભેલાં રાણી પદ્માવતી આગળ આવ્યાં ને બોલ્યાં : પિતાજી, પ્રણામ સ્વીકારશો ને પુત્રીના ?” “કોણ પુત્રી ? વાસુ ?” અવંતીપતિથી અચાનક બોલાઈ ગયું ને એમણે પદ્માવતી સામે જોયું. વાસવદત્તા તો હજી પગમાં જ પડી હતી. પિતાજી, એક નહિ પણ બબે પુત્રીઓ આજે આપને ખોળે બેસવા આવી છે. જમાઈ પણ પુત્રના હકનો દાવો કરીને આવ્યા છે. આ ધન્ય પળને વધાવી લો, આપની સુકીર્તિને સાચી કરી લો, પિતાજી, અમે આવતાં હતાં ત્યારે પ્રેમના મંદિર સમા પ્રભુ મહાવીરનાં દર્શન થયાં. ભગવાન મહાવીરે કહ્યું છે, કે અવંતીપતિને એટલો સંદેશો આપજો કે એક જ રાતે તારા ને મારા જીવતરના બંધ તૂટવાના છે. આપ હસે ને જગ ચડે, એવું બને તો જ જીવતર જીવ્યું ધન્ય !” “વાસુ, મને ટેકો આપ ! બેટા, હું મૂંઝાઈ ગયો છું.” ને અંતરની અકળામણમાં અવંતીપતિ વાસવદત્તાને ભેટી પડ્યા. એમની આંખમાંથી શ્રવણ-ભાદરવો વરસી રહ્યા. એમણે એક પછી એક સહુનું સ્વાગત કર્યું ને બહાર ઊભા બધો ખેલ જોતા મંત્રીરાજને બૂમ મારીને અંદર બોલાવ્યા. “મંત્રીરાજ, આસન તો લાવો. આ બધાં કેટલી વારથી ઊભાં છે !” પિતાજી, પહેલાં ક્ષમા આપો, પછી આપના અંતરમાં આસન આપો. એ વિના આ બધાં આસન અમારે માટે નિરર્થક છે.” વાસવદત્તાએ કહ્યું. ક્ષમા હું શું આપું ? રે ! મારી પાસે મારાં બાળકો જેટલુંય હૃદયબળ નથી ! મારા જીવતરથી મને શરમ આવે છે ! જીવનનું ઔદાર્ય હું જાણતો નથી. જીવનભર માત્ર સિહના અમોઘ બળની જ ઉપાસના કરી, ને એ બળ મેળવીને હું પશુ બન્યો. પશુને ધર્મની સમજ કેવી ? અને ધર્મ વિનાનું જીવતર કેવું આકરું થઈ પડે છે ! તલવારથી સહુ કોઈ વશ થઈ શકે, પણ અંતરની વહાલપ ન મળી શકે. મારા વિજયો વગડાના વાઘના વિજયો જેવા હતા, જેના પ્રત્યેક વિજયે સર્વનાશ સિવાય કંઈ ન સર્જાયું ! હું તમારા સહુની પાસે ક્ષમા માગું છું.” અવંતીપતિ જીવનમાં આજે પહેલી વાર નમતા હતા. રાજા ઉદયને એમના હાથ પકડીને કહ્યું : “અમને શરમાવશો નહિ, મહારાજ ! અમે આપનાં છોરુ છીએ.” આજની ઘડી ધન્ય છે. અરે, મને ધન્ય છે !” અવંતીપતિ એટલું બોલતા બોલતા સહુને ભેટી પડવી. બધાની સાથે અવંતીનાથની આંખોમાંથી પણ હર્ષનાં અશ્રુ સરી રહ્યાં. એવામાં વનપાલક વધામણી લાવ્યો : “મહારાજ , ન કના વનમાં જ્ઞાતપુત્ર મહાવીર પધાર્યા છે.' “ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય ! ચાલો સહુ એ પ્રેમમંદિર પ્રભુનાં દર્શને !” અવંતીમાં જાણે ઉત્સવ ઊજવાઈ રહ્યો. 196 પ્રેમનું મંદિર મરીને માળવો લેવાની રીત | 197

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118