________________ ડૂબકાં મારી રહ્યાં હતાં !" રાજા પ્રદ્યોતે કહ્યું. ખરેખર, આપણી જાતને આપણે, આપણી અવિદ્યા જેવી વિદ્યાઓએ, સત્યાનાશના મૂળ જેવી સંસ્કૃતિએ હણી નાખી છે. ચાલો, આપણે આની પુનઃરચના કરીએ.” વત્સરાજે કહ્યું. “સાચું છે ! ઊંઘનારને પણ યુગે યુગે જગાડનાર યુગમૂર્તિઓ આવી મળે છે. ચાલો, ચાલો ! જાગ્યા ત્યાંથી સવાર ગણીએ ! પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવવાનો નિરધાર કરીએ, આ પ્રેમમંદિર પ્રભુની સમક્ષ !" સહુ એ દિવસે નવજીવનના અમોધ મંત્રને ગ્રહીને નગર તરફ પાછા વળ્યા. સમાપ્ત આ પુસ્તકના અનુસંધાનમાં વાંચો ‘શત્રુ કે અજાતશત્રુ” બે ભાગમાં (શ્રી જીવન-મણિ સદ્વાચનમાળાના પંચમ વર્ષના પ્રથમ પુસ્તક તરીકે પ્રગટ થાય છે.) 204 | પ્રેમનું મંદિર