________________
માનનારા છે ! જેવાં આપણને સુખ પ્રિય ને દુઃખ અપ્રિય તેવાં અન્યને પણ છે. જેઓ ને અન્ય જીવના સુખ વિશે બેદરકાર છે, તેઓ પોતાના સુખની પણ ખરી રીતે બેપરવા છે. આ પાઠ જે શીખશે એ પૃથ્વી પર સ્વર્ગ ઉતારશે ! સ્વર્ગમાં પોતે જીતશે, ને પોતાની આસપાસ સ્વર્ગ રચશે. પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવવાનો આ મહામંત્ર છે.
“જેમ બગલી ઈંડામાંથી જન્મે છે, ને ઈંડું બગલીમાંથી જન્મે છે, એમ મોહનું ઉત્પત્તિસ્થાન તૃષ્ણા છે અને તૃષ્ણાનું ઉત્પત્તિસ્થાન મોહ છે; રાગ-દ્વેષનું ઉત્પત્તિસ્થાન તૃષ્ણા છે. જેને તૃષ્ણા નથી એને મોહ નથી. જેને મોહ નથી એને લોભ નથી. જેને લોભ નથી તેને કાંઈ નથી ! એ સંસારમાંથી તરી ગયેલો છે.
“સંસાર આખો કામ, ક્રોધ, માન ને લોભમાં ફસાયો છે અને આશ્ચર્ય તો એ ઘટ્યું છે કે જેનાં કામ-ક્રોધ, માન-લોભ ઉત્કટ એ પ્રતિષ્ઠાવાન ગણાયો છે ! અપ્રતિષ્ઠાની પ્રતિષ્ઠા કરીને તમે શું મેળવશો ? શું મેળવ્યું ? તમે અશાન્ત છો; તમને લાગે છે કે તમે દુ:ખી છો, તમને સદા લાગ્યા કરે છે કે કંઈક તમારામાં ઊભુંઅધૂરું છે. સદોદિત કોઈ ને કોઈ વાતનું દુઃખ તમને સાલ્યા કરે છે. આ બધાનો ઉપાય તમે બાહ્ય સંસારમાં શોધવા જાઓ છો. ત્યાં ઉગ્ન બની ધમાલ મચાવો છો. નિર્બળને હણો છો, સબળની સેવા કરો છો ! અને આમ જીવનભર કર્યા છતાં પણ તમારી અશાન્તિનો, દુઃખનો, અધૂરાશનો અંત આવતો નથી. હું કહું છું કે આ બધાં અનિષ્ટોનું મૂળ તમારી અંદર છે. તમારા મિત્ર ને શત્રુ-સુખદુ:ખ-તમારા દેહમાંતમારી ભાવનામાં-જ છુપાયેલાં છે. આગ્રહ છોડી, આવેશ તજી, અહમ્ દૂર કરી એ સુખ ને શાન્તિને શોધો ! જે પ્રકાશની શોધમાં તમે જગતમાં ભટકો છો, એ જ્યોતિ તો તમારા હૃદયના ઊંડાણમાં ઝગમગે છે ! જરા અંદર જુઓ એટલે એનાં દર્શન થયા વિના નહિ રહે."
“આશ્ચર્યની વાત તો એ છે, કે જે તમારું નથી એને માટે તમે હજાર યત્ન કરો છો, ને જે તમારું છે એને યાદ પણ કરતા નથી. આ તો કેવો મોહ ! દેહ માટે રાત-દિવસ ચિંતા કરનાર તમે તમારા આત્માના સુખ માટે કંઈ પણ પ્રવૃત્તિ કરો છો ખરા ?"
“ફરીથી કહું છું, યુદ્ધ માત્ર તમારી પોતાની જાત સાથે ખેલો, બીજા કોઈ સાથે નહિ. યુદ્ધ એ ગમે તેટલું ન્યાયી લાગતું હોય, ગમે તેટલું અનિવાર્ય દેખાતું હોય, પણ આખરે તો એ માનવસમાજ માટે શાપરૂપ જ છે.”
મહામંત્રીએ કહ્યું : “પ્રભુ ! હવે હું નિવૃત્તિ ચાહું છું; મને એનો મંત્ર આપો.” “નમો રિદંતાળું। એ મંત્રમાં દર્શાવેલો અરિ-દુશ્મન તમારા પોતાના જ 202 – પ્રેમનું મંદિર
દિલમાં ને દેહમાં રહેલો છે; એને હણો. પછી બાહ્ય જગતમાં હણવા જેવું કશું રહેશે નહિ. જે લોખંડનાં બનેલાં એક હજાર હળ પૃથ્વીને શસ્યશ્યામલા કરી શકે છે, એ જ લોખંડની બનેલી હજારો તલવારો પૃથ્વીને નિરાધાર ને આક્રંદાભરી બનાવશે. સત્તાધીશો આ સમજે. એ ન સમજે તો પ્રજા સમજે. રાજા અને પ્રજા પોતાના આ વિનાશની કલ્પના કરે. એ દ્વારા પેદા થતાં ક્રંદનો, ક્લેશો ને કોલાહલો તરફ લક્ષ કરે !
“એટલું યાદ રાખજો કે સમસ્ત પૃથ્વીનું રાજ્ય તમને મળી જાય, ભોગમાત્ર તમારા ચરણે ઠલવાય, તોપણ તમને જીવનનું સુખ, મનની શાન્તિ ને આત્માનું અમરત્વ લાધવાનું નથી. એ માટે તો માનવીએ આત્માને સમજવો, પિછાનવો, ઓળખવો અનિવાર્ય છે. આ રાજપાટને પણ આત્માને માટે, ધનને પણ આત્માને માટે, સુખ-સગવડોને પણ આત્માને માટે સ્વીકારો. આત્મા માટે એ બધાં છે. પંખી માટે પાંખો છે, પાંખો માટે પંખી નથી. જે કંઈ આત્માને અહિતકાર હોય – પછી તે રાજપાટ હોય, ધન હોય, સત્તા હોય એ સર્વનો ત્યાગ કરો ! વિશ્વમાં દૃષ્ટિગોચર થતી વેદના ને વિષમતા આ રીતે જ દૂર થશે. ક્ષમા, અહિંસા, શાન્તિ આ રીતે જ સ્થપાશે.
“બીજું, જે તમને અપ્રિય હોય તેનું બીજા પ્રત્યે આચરણ ન કરશો. સંસારમાં કોઈને હણાવું – રગદોળાવું પસંદ નથી. દુ:ખી થવાનું આપણે ઇચ્છતા નથી. એમ સંસાર પણ ઇચ્છતો નથી. બધા જીવોમાં આત્મવત્ દૃષ્ટિ રાખો, આથી જ તમે જેને આદર્શ માનો છો તે સમાનતા, સ્વાતંત્ર્ય ને બંધુત્વનો જગતમાં વિકાસ થશે.”
“સંસાર તો નગદ સોદાનો બજાર છે; જેવો સોદો કરશો તેવો નફો મળશે. નુકસાનના સોદામાં નફો નહિ જોઈ શકો. અહીં દૂર થશો તો બદલામાં તમને પણ ક્રૂરતા મળશે અને પ્રેમ આપશો તો પ્રેમના ભાજન બનશો. પારકાને પીડા કરશો તો એ તમને પીડા કરશે. કોઈ વાર પાપ આચરવા છતાં સમૃદ્ધિ લાધતી હોય એમ લાગે છે, એથી ખોટી ભ્રમણામાં પડીને જગતના મહાન કર્મ – નિયમને અવગણશો મા ! જેમ કોઈ ઝાડ વહેલાં ફળે છે તો કોઈ મોડાં ફળે છે, એમ કર્મનાં વૃક્ષ પણ વહેલાં – મોડાં ફળે છે. એથી કર્મના અબાધિત નિયમ પર અશ્રદ્ધા ન ધારશો. જેવું વાવશો તેવું લણશો, અને જેવું કરશો તેવું પામશો, એ નિયમ અફર છે.”
ભગવાનની વાણી યોગ્ય કાળે શમી ગઈ, પણ એના પડઘા દિગ્દગન્તમાં ગાજી રહ્યા. રેલાયેલી એ અમર સુધામાં સહુ કોઈ સ્નાન કરી રહ્યાં.
“કેટલું સાદું ને નિખાલસ સત્ય !” અંતરમાં જાણે અજવાળાં પથરાઈ જાય છે !' વાસવદત્તાએ કહ્યું.
“અરે, સુખની કેડી સામે છે, છતાં દુઃખના દરિયામાં ન જાણે આપણે કેમ પ્રેમનું મંદિર 203