Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રેમનું મંદિર
જયભિખ્ખુ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રેમનું મંદિર
પ્રેમનું મંદિર (બેક ટાઈટલ) પ્રેમનું મંદિર નવલકથા પ્રથમ મત્સ્ય ગલગલને નામે પ્રગટ થઈ હતી. મોટું માછલું નાના માછલાંને ગળી જાય એ ન્યાયે નબળાં પર સબળાં અધિકાર જમાવે છે. પરંતુ મત્સ્ય ગલાગલ એ ધરતીનું આદિ છે, જગતનું અંતિમ ધ્યેય તો પ્રેમનું મંદિર છે. આ આદિ અને અંત વચ્ચેના ગજગ્રાહનો વિચાર હિરોશીમા નાગાસાકી પરની એટમ બોમ્બ પડવાની ઘટનાને પરિણામે જાગેલા ચિત્તક્ષોભમાંથી થયો. દૈષના દાવાનળને પ્રેમના મંદિરમાં પલટાવવા માટે માનવજાત સજ્જ થાય એવો આ નવલકથાનો આશય છે. આમાં લેખકની મંગલ દૃષ્ટિ સમક્ષ મચ ગલાગલનો ન્યાય પ્રવર્તતું હોય એવા સંસારમાં પણ આશાભર્યા સત્યદીપકો પ્રગટતાં જ રહે છે.
ભૌતિક પરિબળોથી ઘેરાયેલો માનવીને સાચું સુખ મેળવવા માટે અંતે સત્ય, અહિંસા, અનેકાંત અને સર્વધર્મ સમન્વયનો આશરો લઈને આધ્યાત્મિક પંથે જવું પડશે. એમ લેખકે સૂચવ્યું છે. સરળ, પ્રવાહી અને અર્થવાહી ભાષાશૈલીને કારણે આ નવલ કથામાં વાચક સતત આગળ ધપતો જાય છે અને ક્યાંક ક્યાંક તો લેખકનું ચિંતન એક અલાયદા નિબંધ તરીકે આપણને જોવા મળે છે. આ રીતે જૂની ઘટનાને પોતાની આગવી રીતે અર્થઘટન કરીને જયભિખ્ખું અને વર્તમાન સમયમાં પ્રસ્તુત બનાવે છે.
જયભિખ્ખ
- નિક
શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
૧૩)બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭
Page #3
--------------------------------------------------------------------------
________________
Jaybhikhkhu Janmashatabdi Granthavali
Prem Nu Mandir A Gujarati Historical Novel by Jaybhikhkhu Published by Shri Jaybhikhkhu Sahitya Trust, Ahmedabad-380007
0 સર્વ હક્ક પ્રકાશ કના
ISBN તૃતીય ; જયભિખનું જન્મશતાબદી ગ્રંથાવલિ ડિસેમ્બર, ૨૦૧૪ * પૃ. ૨૮ + ૨૦૪
કિંમત : રૂ. ૦
અર્પણ
પ્રકાશકે
કુમારપાળ દેસાઈ (માનદ્ મંત્રી)
શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખુ માર્ગ, પાલડી,
અમદાવાદ-૩૮૦009
ભૌતિક બળોને બદલે આધ્યાત્મિક માર્ગનું શરણ હિંસાના વર્ચસ્ સામે અડીખમ ઊભી રહેનારી અહિંસા
તથા જીવનમાંગલ્યથી યુક્ત સપુરુષાર્થની પ્રેરણા આપનારી
આ નવલકથા યુવાન હૃદયમાં પરિવર્તન જગાવનાર ધર્મ, સમાજ અને રાષ્ટ્રમાં ક્રાંતિ સર્જનાર પરમ પૂ. શ્રી નમ્રમુનિજી મ.સા.ને
વંદન સહિત સમર્પણ
મુખ્ય વિજેતા ગુર્જર એજન્સીઝ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ રતનપોળ નો કા સામે, ૫૧/૨, રમેશપાર્ક સોસાયટી
ગાંધી માર્ગ, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦%૧ અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૨ ૧૪ ૯૬૬૦ ફોન : ૨૭૫૫ ૧૭૦૩
નવરાચિત્ર :
મુદ્રક :ક્રિના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩
Page #4
--------------------------------------------------------------------------
________________
જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ
નવલકથા ૧. વિક્રમાદિત્ય હેમુ
૨. ભાગ્યનિર્માણ ૩. દિલ્હીશ્વર
૪. કામવિજેતા ૫. પ્રેમભક્ત કવિ જયદેવ ૯. ભગવાન ઋષભદેવ ૭. ચક્રવર્તી ભરતદેવ
૮. ભરત-બાહુબલી ૯. લોખંડી ખાખનાં કુલ ૧-૨ ૧૦. પ્રેમનું મંદિર ૧૧. શત્રુ કે અજાતશત્રુ ૧-૨ ૧૨. સંસારસેતુ ૧૩. પ્રેમાવતાર- ૧-૨
૧૪, બૂરો દેવળ
નવલિકાસંગ્રહ ૧. ફૂલની ખુશબો
૨. ફૂલ નવરંગ ૩. વીર ધર્મની વાતો ભાગ - ૧ ૪. વીર ધર્મની વાતો ભાગ - ૨ ૫. માદરે વતન
ચરિત્ર ૧. ભગવાન મહાવીર
૨. જયસિંહ સિદ્ધરાજ ૩. મહામંત્રી ઉદયન
૪. મંત્રીશ્વર વિમલ
કિશોર સાહિત્ય ૧. હિંમતે મર્દા
૨. યજ્ઞ અને ઇંધણ ૩. માઈનો લાલ
૪. જયભિખ્ખ વાર્તાસૌરભ
બાળકિશોર સાહિત્ય ૧. બાર હાથનું ચીભડું ૨. તેર હાથનું બી ૩. પ્રાણી મારો પરમ મિત્ર-૧-૨ ૪. નીતિકથાઓ - ૧-૨
બાળસાહિત્ય ૧. દીવા શ્રેણી (૫ પુસ્તિકનો સેટ) ૨, ફૂલપરી શ્રેણી (૫ પુસ્તિકાનો સેટ)
જૈન બાળગ્રંથાવલિ ૧. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૧ (૧૦ પુસ્તિકાનો સેટ) ૨. જૈન બાળગ્રંથાવલિ ભાગ - ૨ (૧૦ પુસ્તિકાનો સેટ)
પ્રકાશકીય ઝિ દાદિલીને જીવન માણનાર અને માનવતાનો મધુર સંદેશ આપતું સાહિત્ય સર્જનાર શ્રી જયભિખ્ખના જન્મશતાબ્દી વર્ષે ‘શ્રી જયભિખ્ખું જન્મશતાબ્દી ગ્રંથાવલિ'ના ઉપક્સે આ ગ્રંથ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. એમના જીવનકાળમાં મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં એમની ષષ્ટિપૂર્તિ નિમિત્તે સન્માનના કાર્યક્રમો યોજાયા હતા, એમણે સન્માન સ્વીકાર્યું પણ એકઠી થયેલી રકમની થેલીનો અસ્વીકાર કર્યો. આયોજ કોને એ ૨કમ સવિનય પરત કરી. આથી સહુ મિત્રોએ મળીને પ્રજાને શાન સાથે સાહિત્ય દ્વારા માનવતાનો સંદેશ મળે તે હેતુને લક્ષમાં રાખીને “શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી.
આમ એમના સમયમાં સ્થપાયેલ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ સતત સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતું રહ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા સમાજ માં માનવતાના ઉચ્ચ સંસ્કાર પ્રેરે તેવાં એકસો જેટલાં પુસ્તકોનું પ્રકાશન કરવામાં આવ્યું છે. જયભિખ્ખના અવસાનની પ્રથમ પુણ્યતિથિએ પ્રારંભાયેલી જયભિખુ સ્મૃતિ વ્યાખ્યાનની પરંપરા અમદાવાદ ઉપરાંત મુંબઈ અને ભાવનગરમાં ચાલી રહી છે. આ શહેરોમાં સાહિત્યકાર અને ચિંતકોએ જયભિખ્ખના સર્જનનું સ્મરણ કરવાની સાથોસાથ કોઈ સાહિત્યિક વિષય પર વક્તવ્યો આપ્યાં છે. માનવતાનાં મૂલ્યોને જગાડતી સાહિત્યિક કૃતિને કે માનવકલ્યાણની પ્રવૃત્તિ કરનારને જયભિખ્ખું એવોર્ડ એનાયત કરવામાં આવે છે. ચંદ્રવદન મહેતા જેવા સાહિત્યકાર, કે શ્રી અરવિંદ મફતલાલ જેવા સેવાપરાયણ વ્યક્તિને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે.
પૂર્વસ્નાતક કક્ષા, અનુસ્નાતક કક્ષા અને સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષ યોજાતી નિબંધસ્પર્ધામાં સરેરાશ ત્રણેક હજાર નિબંધો આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને જયભિખ્ખું
સ્મૃતિ ચંદ્રક આપવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં અને ભાવનગર યુનિવર્સિટીમાં રત્નાતક કક્ષાએ ગુજરાતી વિષયમાં પ્રથમ સ્થાન મેળવનાર તથા ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં અનુરનાતક કક્ષાએ ‘ભારતીય સાહિત્ય' વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને જયભિખ્ખું ચંદ્રક એનાયત કરવામાં આવે છે. વૃદ્ધ, અપંગ અને અશક્ત લેખકને એમનું સ્વમાન અને ગૌરવ જાળવીને આર્થિક સહયોગ આપવામાં આવે છે. આવી રીતે શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે. ૧૯૯૧માં આ ટ્રસ્ટના રજતજયંતિ વર્ષની પણ મોટે પાયે ઉજવણી કરવામાં આવી હતી અને અત્યારે જયભિખ્ખું જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે ગુજરાતી સાહિત્ય પરિષદે શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ, સાયલામાં યોજેલા સાહિત્ય-સત્ર સમયે એ સ્થળને ‘જયભિખ્ખું નગર' નામ આપવામાં આવ્યું તેમજ જયભિખુના જીવન અને કવનને અનુલક્ષીને એક બેઠકમાં જુદા જુદા વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. અમદાવાદના ટાગોર થિયેટરમાં, ભાવનગરના શ્રી યશવંતરાય
Page #5
--------------------------------------------------------------------------
________________
નાટ્યગૃહમાં તથા મુંબઈના શ્રી બિરલા માતુશ્રી સભાગૃહમાં જયભિખ્ખું જન્મશતાબ્દી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જયભિખનુના પ૭ ગ્રંથોનું પ્રકાશન, જયભિખ્ખના સર્જન વિશે વિદ્વાનોનાં વક્તવ્યો તેમજ જયભિખુ લિખિત ‘બંધન અને મુક્તિ' નાટક પ્રસ્તુત કરવાનું આયોજન કરવામાં આવ્યું.
‘જયભિખુની જન્મશતાબ્દી’ નિમિત્તે ‘જયભિખુ : વ્યક્તિત્વ અને વાય' અંગેનો પ્રિ. નટુભાઈ ઠક્કરે લખેલો ગ્રંથ ઉપરાંત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખુ’ એ વિશે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવી. એ પછી સાહિત્ય અકાદેમી અને વડોદરાની સાહિત્ય સંસ્થા ‘અક્ષરા'ના સંયુક્ત ઉપક્રમે ૨૦૦૯ની ૨૭મી જૂને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ આર્ટ્સના સેમિનાર ખંડમાં જયભિખુની જન્મશતાબ્દી નિમિતે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો અને એમાં પ્રસ્તુત થયેલા વક્તવ્યોનું શ્રી વર્ષા અડાલજાએ ‘શીલભદ્ર સારસ્વત જયભિખુ’ નામે કરેલું સંપાદન સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૧૨માં પ્રગટ થયું હતું.
જન્મશતાબ્દીના સંદર્ભમાં ૨૦૧૪માં પુનઃ એક વિશેષ આયોજન કરવામાં આવ્યું. જે માં જયભિખુની નવલ કથાઓ ‘લોખંડી ખાખના ફૂલ' (ભાગ-૧-૨), 'પ્રેમાવતાર’ (ભા. ૧-૨), ‘બૂરો દેવળ’, શત્રુ કે અજાતશત્રુ' (ભા. ૧-૨), ‘પ્રેમનું મંદિર ' અને ‘સંસારસેતુ’ એમ કુલ છ નવલકથાઓ પુનઃ પ્રગટ થઈ રહી છે. જયભિખુની પ્રસિદ્ધ નવલ કથા ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ પરથી શ્રી ધનવંત શાહે ‘ કૃણભક્ત કવિ જયદેવ' નામનું શ્રી ધનવંત શાહે કરેલું નાટટ્યરૂપાંતર પ્રગટ કર્યું અને અમદાવાદમાં એનાં કેટલાંક નાટ્યાંશો પ્રસ્તુત ર્યા. આ સંદર્ભમાં ૨૩મી ડિસેમ્બરે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં શ્રી કુમારપાળ દેસાઈએ લખેલાં જયભિખ્ખના જીવનચરિત્રનું વિમોચન કરવામાં આવશે.
જયભિખુ શતાબદી ગ્રંથાવલિ દ્વારા જયભિખ્ખની મૌલિક સાહિત્યસૃષ્ટિ અને તેજસ્વી કલમનો આસ્વાદ ભાવકોને માણવા મળશે. ડિસેમ્બર, ૨૦૧૪
ટ્રસ્ટીમંડળ શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ
અનધિકાર ચેષ્ટા | પ્રાચીન ભારતીય કથાસાહિત્ય મેં સાંભળ્યું છે, પણ તે ઇચ્છું તેટલી એકાગ્રતાથી અને વ્યાપક રીતે નથી સાંભળ્યું. તે વખતે વિષાયાન્તર વ્યાસંગને લીધે મનમાં એમ થતું કે મારે આ વિશે ક્યાં લખવું છે ? જ્યારે લખવું હશે ત્યારે સાંગોપાંગ વાંચીશું અને વિચારીશું. પણ એ અવસર આવ્યો જ નહિ અને ધારેલું રહી ગયું.
નવયુગીન વાર્તાસાહિત્ય વિશે પણ એમ જ બન્યું છે. નૉવેલ, ઉપન્યાસ, કાદંબરી ને ગલ્પ જેવાં નામોથી પ્રસિદ્ધ થતું કથાવાય મેં સાંભળ્યું જ નથી, એમ કહું તો જરાય અત્યુક્તિ નથી, વિદેશી ભાષામાં પ્રસિદ્ધ થતી ઉત્તમોત્તમ વાર્તાઓ વિશે પણ એમ જ બન્યું છે તેથી હું પોતે જ વાર્તા વિશે કાંઈ પણ લખવાનો મારો અનધિકાર સમજું છું. તેમ છતાં હું કાંઈક લખવા પ્રેરાયો છું તે અનધિકાર ચેષ્ટા - તો ખુલાસો અંતમાં થઈ જશે.
મનુષ્યજાતિનાં વ્યાવર્તાક કે વિશિષ્ટ લક્ષણો અનેક છે, તેમાંથી એક સરળ અને ધ્યાન ખેંચે એવું લક્ષણ તે તેનો કથા-વાર્તાનો વારસો છે. નાનામોટા માનવસમાજની વાતો દૂર રહી, પણ એ ક ક્યાંક ખૂણે અટૂલું પડેલ કુટુંબ લઈ તે વિશે વિચાર કરીએ તોય જણાઈ આવશે, કે કુટુંબનાં બાળકો અને વડીલો વચ્ચેનું અનુસંધાનકારી તત્ત્વ એ વાર્તાઓ છે. માતા કે દાદી, બાપ કે દાદો, નાનાં-મોટાં પોતાનાં બાળકોને વાતો ન કહે, તેમનું મન નવાનવા વિષયોમાં ન કેળવે, તો એ બાળકો ભાષા વિનાનાં અને વિચારો વિનાનાં પશુ જ રહે. વડીલોને પોતે જાણેલી વાતો કે હકીકતો કહ્યા વિના ચેન નથી પડતું અને ઊછરતાં બાળકોને એ સાંભળ્યા વિના બેચેની રહે છે. આ પરસ્પરને આકર્ષનાર અને જોડનાર જિજ્ઞાસા-તત્ત્વને લીધે જ માનવજાતિએ જ્ઞાનવારસો મેળવ્યો અને કેળવ્યો છે. ઈશ્વરની વ્યાપકતા સમજવા માટે પ્રબળ શ્રદ્ધા જોઈએ; કથા કે વાર્તાની વ્યાપકતા સ્વયં સિદ્ધ છે.
જ્ઞાનની શાખાઓ અપરિમિત છે. એના વિષયો પણ તેટલા જ છે. જ્ઞાનવિનિમયનાં સાધનો પણ કાંઈ ઓછાં નથી અને તે નવાં નવાં શોધતાં તેમ જ ઉમેરતાં જાય છે, એ બધામાં સરલ અને સર્વગમ્ય જ્ઞાનવિનિમયનું સાધન તે વાર્તા છે. લગભગ અઢીત્રણ વર્ષનું બાળક થાય ત્યારથી માંડી જીવનની છેલ્લી ક્ષણ સુધીની જુદી જુદી ઉંમર, સમજણ અને શક્તિની પાયરીઓમાંથી એકસરખી રીતે ઉપયોગી થાય, કેટાળા વિના વધારે ને વધારે જિજ્ઞાસા પોષ જાય અને જ્ઞાન લેનાર ને દેનાર બંનેને શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે એવું સાધન એ કમાત્ર કથાવાર્તા છે તેથી જ દુનિયાના આખા પટમાં વિસ્તરેલી બધી જ માનવજાતિઓમાં એવું સાહિત્ય એક અથવા બીજી રીતે ખેડાયેલું મળી આવે છે. જે સમાજ જેટલો જૂનો
Page #6
--------------------------------------------------------------------------
________________
અને જેટલો વિશાળ તેટલું જ તેનું કથાસાહિત્ય વિવિધ ને વિશાળ. એની મારફત ભાષા, વિચાર અને સંસ્કાર ઘડાય છે તેમજ વિસ્તરે છે. જેમ વાયુ એ સદાગતિ છે તેમ વાર્તાસાહિત્ય એ સદાગતિ છે.
સામાજિક, આર્થિક, રાજકીય કે ધાર્મિક – કોઈ પણ બનાવ કે ઘટના હોય તો તેનું પ્રતિબિંબ વાર્તા ઝીલે છે. જે ઘટના જેવી બની હોય તેનું તેવું ચિત્રણ એ ઇતિહાસ છે. પણ ઇતિહાસ સુધ્ધાં એક વાર્તા જ છે. ભૂતકાળના દૂર દૂરના સંબંધો અને દૂર દૂર દેશના સંબંધો વર્તમાન જીવનમાં કેવી રીતે કામ કરી રહ્યા છે, એના ઉપર આપણે વિચાર કરીએ તો સ્પષ્ટ સમજાશે કે આ ભૂત અને વર્તમાનની સાંકળ મોટે ભાગે કથા-વાર્તામાં જ છે. તેથી એની ઉપેક્ષા કોઈએ કરી નથી, કોઈથી થઈ શકી પણ નથી.
કથા-વાર્તા શ્રાવ્ય તો છે જ, પણ એની લોકપ્રિયતાએ એને અનેક રીતે દૃશ્ય પણ બનાવી છે. જ્યારે ચિત્રપટ ન હતો, ત્યારે પણ ‘મુંબઈ દેખો, કાશી દેખો મથુરાકા ઘાટ' એમ કહી માથે ફલકોની પેટી લઈ ઘેર ઘેર ફરનાર મંખલિપુત્રોચિત્રમદર્શકો હતા જ નાટક-ભવાઈ તો હજી પણ ચાલે જ છે. હજારો વર્ષ પહેલાંનાં શિલ્પ-સ્થાપત્યમાં વાર્તાઓ ઉત્કીર્ણ મળી આવે છે. એ બધું તેની લોકપ્રિયતા જ સૂચવે છે.
જ્યાં આવી લોકપ્રિયતા હોય, ત્યાં તેનો વાહક એક વિશિષ્ટ વર્ગ હોવાનો જ . વ્યાસો માત્ર કથા જ ન કરતાં, કે પુરાણો જ ન સંભળાવતા, પણ તેમાંથી કેટલાક પ્રતિભાશાળી નવ નવ પ્રકારે વાર્તાઓ રચતા અને તેનો પ્રચાર પણ કરતા. ચારણ, ગઢવી અને ભાટોની કોમનું તો એ જ કામ ! ભોજ ક, તરગાળાઓમાં પણ કેટલાક એ જ કામને વરેલા. જેઓ અગાર (ઘર) છોડી અનગાર-ભિકાજીવી થયેલા તેવા અનેક પ્રકારના શ્રમણો પણ પોતાની સમગ્ર પ્રવૃત્તિ અને લોકસંગ્રહકારી વૃત્તિ કથાવાર્તા દ્વારા પોષતા. તેમાંથી અનેક પ્રતિભાશાળી નવસર્જન કરતા, તો બીજા કથક કે કથિક તરીકે જ જીવનયાપન કરતા. તેથી જ સંસ્કૃતિના ચઢતા-ઊતરતા બધા જ સ્તરોવાળા સમાજમાં અને જુદી જુદી ભાષા બોલનાર બધા જ વર્ગોમાં તે તે ભાષામાં ખેડાયેલું અને સચવાયેલું કથાસાહિત્ય મળી આવે છે. આપણે જ્યારે ધ્યાનપૂર્વક આ કથાસાહિત્ય વાંચીએ છીએ ત્યારે આપણી સામે જાણે આખો ભૂતકાળ વર્તમાન થતો હોય એમ ભાસે છે.
વાર્તાના સર્જન અને પ્રચાર-પ્રવાહ તો નદીના અખંડ સોતની પેઠે વહેતો જ આવ્યો છે. કોઈ અસાધારણ પ્રતિભાવાળો વાર્તાકાર જન્મે ત્યારે એ ભૂતકાળના પાયા ઉપર નવી નવી ઘટનાઓ અને કલ્પનાઓને આધારે નવો આકર્ષક વાર્તામહેલ ઊભો કરે છે. પછી લોકચિ કાંઈય નવી દિશાએ વળે છે. નવી દિશાએ વળેલી લોકચિ નવા વાર્તાકારોને નવી રીતે લખવા પ્રેરે છે. એમ નવસર્જનથી
લોકચિ અને લોકરુચિથી પુનર્નવસર્જન ઘડાતાં ચાલ્યાં આવ્યાં છે. તેથી જ આપણે વાર્તા-સાહિત્યની જુદી જુદી કક્ષાઓ અને ભૂમિકાઓ જોવા પામીએ છીએ. આજે તો વાર્તાકળાની એટલી બધી કદર થઈ છે, અને તે એટલી બધી વિકસી છે, કે તેના જ્યોર્જ બર્નાર્ડ શો, પર્લ બર્ક, ગાશવધ, આનાતોલ ફ્રાન્સ જેવા સર્જકોને નોબેલ પ્રાઇઝ સુધ્ધાં મળ્યાં છે અને પ્રાચીન કાળમાં જેમ બાણાવળી તરફ સહુની નજર જતી અને સ્વયંવરમંડપમાં કન્યા તેને પસંદ કરતી, તેમ આજે આપણાં બધાંની દૃષ્ટિ એવા કુશળ વાર્તાકાર ભણી જાય છે, અને સ્વયંવર આપોઆપ જ સર્જાય છે.
લગભગ છેલ્લી શતાબ્દીમાં બંગાળી, હિંદી અને મરાઠી જેવી પ્રાન્તીય ભાષાઓમાં પાશ્ચાત્ય સંસ્કારનું પ્રતિબિંબ ઝીલતી અને આર્યસંસ્કૃતિનો પડઘો પાડતી અનેક નવ-નવલિકાઓ અસ્તિત્વમાં આવી. ગુજરાતે પણ એ દિશામાં મંગળ પ્રયાણ કર્યું. નવો યુગ બેસી ગયો અને પછી તો અનેક લેખકો વાર્તાની રંગભૂમિ પર ઉપસ્થિત થયા. મુદ્રણ અને પ્રકાશનયુગે લખનાર-વાંચનારને એટલી બધી સગવડ કરી આપી કે બે વર્ગ વચ્ચેનું દેશ કે કાળનું અંતર જ લુપ્ત થઈ ગયું અને રેડિયોએ તો કાન, બંધ કરીને બેસીએ તોય, પરાણે તેનાં દ્વાર ખોલવા માંડ્યાં. આજે વર્તમાનપત્રોમાં માસિકોમાં અને પુસ્તકોમાં જ્યાં દેખો ત્યાં નાની-મોટી-વાર્તાનું દર્શન થવાનું. હવે વ્યાસો કે ચારણ-ભાટો કોઈ કોમ પૂરતા ન રહ્યા. જેમ બીજી બાબતોમાં તેમ વાર્તાલેખન અને વાર્તા-પ્રચારની બાબતમાં પણ જાતિબંધન લુપ્ત થયું. એ સૂચવે છે, વાર્તાતત્ત્વ મૂળે જ વ્યાપક છે; એ કૃત્રિમ બંધનોથી પર છે.
ભારતને પોતાનું કથા-સાહિત્ય છે અને તે જેવું તેવું નહિ પણ અસાધારણ કોટિનું છે. કદાચ પ્રાચીનતાની દૃષ્ટિએ એ બધામાંય બુઝર્ગ પણ હોય. ભારતે એટલા બધા દાનવીરો, રણવીરો અને ધર્મવીરો પેદા કર્યા છે, કે તેની આસપાસ ગૂંથાયેલું અને ગૂંથાતું જતું સાહિત્ય એક અજબ ખુમારી પેદા કરે છે. એમ તો ભારતીય સાહિત્યના કાંઈ ચોકા પાડી ન શકાય, ભાષા ને સંસ્કારની દૃષ્ટિએ બધી પરંપરાઓમાં ઘણું સામ્ય છે, છતાં કાંઈક કાંઈક જુદી પડતી માન્યતાઓ અને જીવનગત જુદાં જુદાં વલણોને લીધે ભારતીય કથા-સાહિત્યને મુખ્યપણે ત્રણ પ્રવાહમાં વહેંચી શકાય : ૧, વૈદિક અને પૌરાણિક, ૨. બૌદ્ધ, ૩. જૈન.
વૈદિક અને પૌરાણિક ગણાતા કથાસાહિત્યમાં એક તરત નજરે ચઢે એવી કલ્પના તેને બીજા બે પ્રવાહોથી જુદું પાડે છે. એ કલ્પના તે દેવાસુર-સંગ્રામની.
દેવો અને અસુરો મૂળે કોણ હતા, તેમનો સંગ્રામ ક્યારે અને કયે નિમિત્તે તેમ જ ક્યાં થયેલો – એ બધું આજે તદ્દન સ્પષ્ટ નથી, પણ એ સંગ્રામની કલ્પના ક્યારેક વાર્તામાં દાખલ થઈ. પછી તો એ કલ્પના વ્યાસો અને પૌરાણિકો માટે કામદુધા ધેનુ બની ગઈ. એ કલ્પનાની ભૂમિકા ઉપર એટલું બધું વૈદિક અને પૌરાણિક સાહિત્ય રચાયું છે કે, તે જોતાં આશ્ચર્યમાં ગરક થઈ જવાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
ઐતરેય અને શતપથ બ્રાહ્મણમાં દેવાસુર-સંગ્રામનો સંકેત એક રીતે છે, જ્યારે છાંદોગ્ય અને બૃહદારણ્યક જેવાં ઉપનિષદોમાં તેનો ઉપયોગ કથા રૂપે તત્ત્વજ્ઞાનના વિકાસમાં થયો છે. અને મહાભારત જેવાં મહાકાવ્યો અને પુરાણોમાં તો એ કલ્પના વિના જાણે વ્યાસો આગળ જ વધી શકતા નથી. મહાદેવને ઉમા સાથે પરણાવવા હોય કે કંસ જેવાનો વધ કરાવવો હોય કે લેખકે પોતે માની લીધેલા બૌદ્ધ-જૈન જેવા નાસ્તિક અસુરોને નરકે મોકલી વૈદિક-આસ્તિક દેવોનું રાજ્ય સ્થાપવું હોય કે ભાર્ગવ જેવા વંશને અસુર કોટીમાં મૂકવો હોય તો તેને પ્રાચીન કાળથી ચાલી આવતી દેવાસુર-સંગ્રામની કલ્પના ભારે મદદગાર થાય છે. એક માત્ર દેવાસુર-સંગ્રામની કલ્પનાનો આશ્રય કરી તેને આધારે નાનાં-મોટાં કેટલાંક વાર્તાઓ, આખ્યાનો ને આખ્યાયિકા રચાયાં છે. એ જો કોઈ સવાંગીણ શોધપૂર્વક લખે તો ખાતરીથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવે. અને તેમાં રસ પણ જેવો તેવો નથી. દેવાસુર-સંગ્રામની કલ્પનાની સાથે જ અવતારવાદ સંકળાયેલો છે. એટલે વૈદિક કે પૌરાણિક કથાસાહિત્યમાં તે કોઈ ને કોઈ રૂપે ભાગ ભજવ્યા વિના રહેતો જ નથી.
બૌદ્ધ કથા-સાહિત્ય એનાં વિશિષ્ટ લક્ષણોથી નોખું તરી આવે છે. એમાં ખાસ ધ્યાન ખેંચે એવું લક્ષણ તે બોધિસત્ત્વની પારમિતાઓ છે. બુદ્ધત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર ઉમેદવાર તે બોધિસત્ત્વ, બૌદ્ધ પરંપરા અવતારવાદ કે દેવ-અસુર વર્ગના વિગ્રહને આધારે વિચાર નથી કરતી; પણ તે સત્-અસત્ વૃત્તિનાં અથવા દૈવી-આસુરી વૃત્તિનાં હૃદ્ધને અવલંબી જ ડતા, પ્રમાદ, ક્રોધ જેવી આસુરી વૃત્તિઓનો પ્રજ્ઞા, પુરુષાર્થ અને કામા જેવી દૈવી વૃત્તિઓ દ્વારા પરાભવ કથાઓમાં ચિત્રિત કરે છે અને દર્શાવે છે, કે જે વ્યક્તિ દૈવી વૃત્તિઓના વિકાસની પરાકાષ્ઠા-પારમિતા સાધે છે તે જ બોધિસત્ત્વ અને તે જ ક્રમે બુદ્ધત્વ પ્રાપ્ત કરે છે. અન્ય પરંપરાઓની પેઠે બૌદ્ધ પરંપરા પણ પુનર્જન્મવાદનો આશ્રય લઈ પારમિતાની સિદ્ધિ જન્મજન્માંતરના પુરુષાર્થ દ્વારા વર્ણવે છે. આ માટે બૌદ્ધ પરંપરાએ તથાગત બુદ્ધના પૂર્વજન્મોને લગતી પારમિતાની સાધના સૂચવતી સેંકડો મનોરંજક કથાઓ રચી છે. જે ‘જાતકકથા’ નામથી વિશ્વવિખ્યાત છે. જાતક કથાઓ સિવાય પણ બૌદ્ધ-પાલિ વામયમાં કથાઓ આવે છે, પણ વિશેષ ધ્યાન તો જાતકકથાઓ ખેંચે છે.
જૈન પરંપરાનું કથા-વામય જેટલું પ્રાચીન છે તેટલું જ વિશાળ પણ છે. એની વિશેષતા કર્મવાદના ખુલાસાને કારણે છે. જીવનમાં જે સુખદુ:ખના તડકાછાયાનું પરિવર્તનશીલ ચક્ર અનુભવાય છે, તે નથી ઈશ્વર-નિર્મિત કે નથી દેવપ્રેરિત; નથી સ્વભાવસિદ્ધ કે નથી નિયતિતંત્ર; તેનો આધાર જીવની પોતાની સદ-અસ વૃત્તિઓ જ છે. જેવી વૃત્તિ – એટલે બુદ્ધિ અને પુરુષાર્થ – તેવી જ કર્મચેતના અને તેવી જ ફળચેતના, માણસ પોતે જેવો છે તે તેના પૂર્વ - સંચિત સંસ્કાર અને
વર્તમાન સંસ્કારનું પ્રતિબિંબ છે, તે જેવો થવા માગે તેવા સ્વપુરુષાર્થથી બની શકે. આખું ભાવિ એના પોતાના જ હાથમાં છે. આ રીતે જીવનમાં ચારિત્ર ને પુરુષાર્થને પૂર્ણ અવકાશ આપવાની દૃષ્ટિએ જ જૈન કથા-સાહિત્ય મુખ્યપણે લખાયેલું છે.
લોકોને મોઢે મોઢે અને ઘરે ઘરે રમતું લોકકથાસાહિત્ય અજ્ઞાત કાળથી ચાલું જ આવે છે, અને તેમાં નવા નવા ઉમેરાઓ પણ થતા રહ્યા છે. એની સદા વહેતી ગંગામાંથી ઉપર દર્શાવેલી ત્રણે પરંપરાઓએ, પોતપોતાની માન્યતાને પોષવા અને સંપ્રદાયને પુષ્ટ કરવા, પોતપોતાને ફાવે તે તે કથાઓને લઈ તેને નવા નવા ઘાટો ને આકારો આપ્યા છે.
કથા મૂળ એક જ હોય પણ તે વ્યાસોના હાથે એક રૂપ પામી, બૌદ્ધ ભિક્ષુકો અને નિગ્રંથોને હાથે વળી તેથી જુદા આકાર પામી. જેઓ ઉક્ત ત્રણે પરંપરાઓના કથાસાહિત્યના તુલનાત્મક અભ્યાસી છે, તેથી આ વસ્તુ અછાની નથી. રામરાવણ, કંસ-કૃષ્ણ અને કૌરવ-પાંડવની લોક કથા પુરાણોમાં એક રૂપે હોય તો જૈન પરંપરામાં તે સહેજ બીજે રૂપે હોય અને બૌદ્ધ પરંપરામાં વળી ત્રીજી જ રીતે હોય. કોઈ એક જ પરંપરાના જુદા જુદા લેખકો પણ ઘણી વાર એક જ કથાને જુદી જુદી રીતે ચીતરે છે. પુરાણમાં તો નાભિમરુ દેવીના નંદન ઋષભદેવની વાત જૈન પરંપરાથી કાંઈક જુદી હોય એ સમજી શકાય તેવું છે, પણ જૈન પરંપરાના દિગંબરશ્વેતાંબર જેવા બે કવિલેખકો પણ ઋષભદેવની કથા વિશે સર્વથા એકરૂપ નથી રહી શકતા. મૂળે બધા કથા-વાર્તાના લેખકો કે પ્રચારકોના ઉદ્દે શ પોતપોતાની કથાને વધારેમાં વધારે લોકપ્રિય બનાવવાનો હોય છે. એ ઉદ્દેશ તેમને તત્કાલીન આકર્ષક બળોને કથામાં સમાવવા પ્રેરે છે. ને તેથી જ મૂળ માન્યતા એક હોય તોય કથાના સ્વરૂપમાં થોડો ઘણો ફેર પડી જાય છે.
શિબિએ બાજથી પારેવાનું રક્ષણ કરવા પોતાનું શરીર અર્બાની કથા મહાભારતના વનપર્વમાં છે. બોધિસત્વે પણ પ્રાણીરક્ષણ માટે હિંસક પશુને પોતાનો દેહ અર્યો એવી વાત વ્યાપ્રજાતકમાં છે. સોળમા તીર્થંકર શાંતિનાથે મેઘરથ રાજાના ભવમાં બાજના પંજામાંથી પારેવાને બચાવવા પોતાનો દેહ અર્યાની વાત છે. સિંહના પંજામાંથી સુરભીનું રક્ષણ કરવા દિલીપના દેહાર્પણની વાત પણ કાવ્યમાં આવી છે. આ બધી વાર્તાઓમાં પાત્રો અને પ્રસંગો ભલે જુદં હોય, પણ તેમાં પ્રાણી-રક્ષણની ધર્મોચિત કે ક્ષત્રિયોચિત જવાબદારી અદા કરવાનો પ્રાણ તો એક જ ધબકી રહ્યો છે.
મહાભારતમાં મિથિલિના અનાસક્ત કર્મયોગી વિદેહ જનકની વાત છે. બૌદ્ધ જાતકોમાં “મહાજનક’ એક જાતક છે. તેમાં મિથિલા-નરેશ તરીકે મહાજનક નામનું બોધિસત્વ પાત્ર આવે છે. તે પણ અનાસક્તપણે ત્યાગની દિશામાં આગળ વધે છે. જૈન પરંપરામાં ઉતરાધ્યયનસૂત્રમાં નમિરાજ યીશ્વરની કથા છે. તે પણ અમુક
o
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસંગે વૈરાગ્યવૃત્તિથી પ્રેરાઈ, પોતાની નગરી મિથિલાના દાહ અને બીજા ઉપદ્રવોની કશી જ ચિંતા સેવ્યા વિના, આધ્યાત્મિક સાધનાની દિશામાં આગળ વધે છે, આ જુદા જુદા દેખીતા કથા-ઉદ્ગમાં મૂળમાં કોઈ એક જ બીજાના પરિણામ છે. અગર તો એકનાં બીજાં સુધારેલાં અનુકરણો છે. - ઉદયન વત્સરાજ જેવી ઐતિહાસિક વ્યક્તિનું આલેખન કરતી કથાઓ પણ ઉપર સુચવેલ બ્રાહ્મણ-શ્રમણ પરંપરાઓમાં કાંઈક ને કાંઈક જુદો જુદ્દે આકાર ધારણ કરે છે. આટલી ચર્ચા એટલું જાણવા પૂરતી કરી છે કે પ્રાચીનકાળમાં અને મધ્ય કાળમાં પણ એક સામાન્ય કથાના ખોખા પરથી જુદા જુદા સંપ્રદાયવાળા અને જુદી જુદી શક્તિ ધરાવનારા લેખકો કેવી રીતે ભિન્ન ભિન્ન આલેખન કરતા.
આપણે ઉપર જોયું તેમ, એક સર્વસામાન્ય કથાસાહિત્યના પ્રભવસ્થાનમાંથી ઉદ્ભવેલી સંપ્રદાય-ભેદની છાયાવાળી કથાત્રિવેણી ભારતીય વામના પટ પર તો વહે જ છે, પણ એના પ્રચારની બાબતમાં ધ્યાન આપવા લાયક મહત્ત્વનો ભેદ છે. બૌદ્ધ ભિક્ષુકોને ન નડતું જાતિબંધન કે ન નડતો વિહારનો સખત પ્રતિબંધ. તેથી તેઓ ભારતની ભૂમિ ઓળંગી તે સમયમાં જાણીતી એવી સમગ્ર દુનિયાના ખૂણેખૂણે પહોંચવા મથ્યા. સાથે પોતાનું અણમોલું કથાસાહિત્ય પણ લેતા ગયા અને પરિણામે બૌદ્ધ કથાસાહિત્ય-ખાસ કરીને જાતકસાહિત્ય - અનેક ભાષાઓમાં અનુવાદિત થયું અને ભારત બહારની જનતાનું ધ્યાન તેણે બુદ્ધભૂમિ પ્રત્યે આકર્મો.
વૈદિક અને પૌરાણિક કથાસાહિત્યને એવી તક મળવા સામે મુશ્કેલી હતી. વ્યાસો ને પૌરાણિકો વાકેશુર ને વાકપટુ કાંઈ ઓછા નહિ. પ્રચાર-ઉત્સાહ પણ જેવો તેવો નહિ, પણ તેમને નડતું મુખ્યપણે જાતિનું ચોકાબંધન, તેથી બૌદ્ધ કથાસાહિત્ય જેટલું પૌરાણિક કથાસાહિત્ય તે કાળમાં ભારત બહાર પ્રચાર ન પામ્યું એ ખરું; પણ ભારતમાં તો એ દરેક રીતે ફૂલ્યુ-ફાવ્યું અને ઘરે ઘરે આવકાર પામ્યું. એક તો બ્રાહ્મણવર્ગ જ વિશાળ, બીજું, તે બુદ્ધિપ્રધાન, અને માત્ર બુદ્ધિજીવી, ત્રીજું , એ લોક અને શાસ્ત્રમાં ગુરુસ્થાને એટલે પૌરાણિક કથાઓએ જનતામાં એવા સંસ્કાર સીંચ્યા, કે જે વૈદિક કે પૌરાણિક પરંપરાના અનુયાયી ન હોય તેના કાન ઉપર પણ પૌરાણિક કથાઓના પડઘા પડતા જ રહ્યા છે.
| જૈન કથા-સાહિત્યનો પ્રશ્ન સાવ નિરાળો છે. જોકે જૈન ભિક્ષુકોને યથેચ્છ વિહારમાં જાતિબંધનનું ડામણ નડે તેમ ન હતું, પણ તેમને જીવનચર્યાના ઉગ્ર નિયમો મુક્ત વિહારમાં આડે આવતા. તેથી ભારત બહાર જૈન કથા-સાહિત્યના પ્રચારનો સંભવ જ લગભગ ન હતો. અલબત્ત, ભારતમાં એ પ્રચાર માટે પૂર્ણ અવકાશ હતો; છતાં એમ સિદ્ધ ન થવાનાં અનેક કારણો પૈકી મુખ્ય કારણ જૈન ભિક્ષુકોની પોતાના ધર્મસ્થાન પૂરતી મર્યાદા એ જ હતું. જે જૈનો પોતાના ધર્મસ્થાનમાં જતા રહે અને કથા-શ્રવણ કરે તે તો છેવત્તે અંશે જૈન કથાથી પરિચિત રહેતા,
પણ જેઓ એ રીતે ટેવાયેલા ન હોય તેવા જૈનો પણ જૈન કથા વિશે ભાગ્યે જ જાણતા. તેથી જૈન કથાઓ જેટલા પ્રમાણમાં ગ્રંથોમાં આલેખાયેલી છે ને સંગૃહીત છે તેટલા પ્રમાણમાં તેનું પ્રચારક્ષેત્ર વધ્યું નથી, એ નક્કર હકીકત છે. જે વસ્તુ સાર્વજનિક ક્ષેત્રમાં પ્રચારમાં આવે છે તેમાં હંમેશાં લોકરુચિ પ્રમાણે અનેક આકર્ષક સુધારા-વધારા પણ થતા રહે છે. જેનો પ્રચાર નહિ અથવા ઓછો તેમાં કોઈ સારું. તત્ત્વ હોય તોય તે આંખે વળગે અને કાનને પકડે એવી રીતે ઉઠાવ પામતું નથી. અને કોઈ તત્ત્વ ખટકે એવું હોય તો તે તેમાંથી દૂર થવા પામતું પણ નથી. કેટલીક જૈન કથાઓની બાબતમાં કાંઈક આવું જ બન્યું હોય તેમ મને લાગે છે. જૈન સાહિત્યમાં કેટલીક કથાઓ એવી આકર્ષક અને માનવતાના ઉત્કર્ષની દૃષ્ટિએ ઉપયોગી તત્ત્વ ધરાવતી છે કે જો તે સુયોગ્ય લેખકની કળાના નવ નવ સંસ્કાર પામતી રહે તો, ક્યારેય પણ વાસી ન થાય અને સદાય પ્રજાને દીપિકાની ગરજ સારતી રહે.
કુશળ લેખક પોતાના અનુભવનાં નાનાવિધ પાસાંઓને પૌરાણિક, ઐતિહાસિક કે કલ્પિત-એકલ્પિત મિશ્ર પાત્રોના આલેખન દ્વારા એવી ઉઠાવદાર કળાથી તેમજ રસસંતભૂત છટાથી રજૂ કરે છે જેથી વાંચનાર-સાંભળનાર વર્ગની જિજ્ઞાસા કુંઠિત થવાને બદલે ઉત્તરોત્તર વધતી ચાલે અને જેના રસાસ્વાદ દ્વારા વાચક કે શ્રોતાને ન થાય શ્રમનો અનુભવ કે ન રહે સમય વીત્યાનું ભાન ! વાર્તા-સામાન્યનું મારી દૃષ્ટિએ આ લક્ષણ છે, જે નાની કે મોટી બધી નવલ કે નવલિકાઓને આવરે છે. હું પોતે તો એ લક્ષણમાં એટલું પણ ગર્ભિત રીતે સમાયેલું માની જ લઉં છું કે લેખકની કળા વાચક અને શ્રોતામાં વિવેક તેમજ સાહસ પ્રગટાવે તેવી જ હોય , એવી કળા વિનાનાં લખાણો છેવટે વાચક કે શ્રોતાને ઊર્ધ્વગામી ન બનાવતાં નીચે જ પાડે છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
ગુજરાતી ભાષામાં નવલ-નવલિકાઓનું સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં રચાયું છે અને હજી રચાય જાય છે. એણે વાચકોનો ચાહ પણ ઠીક ઠીક મેળવ્યો છે. કેવળ પ્રાચીન સાહિત્યનાં પાત્રોના આલંબનવાળું જે નવલ-નવલિકાસાહિત્ય અત્યાર લગીમાં પ્રસિદ્ધ થયું છે, તેમાં જૈન કથા-સાહિત્યને આધારે નવલ-નવલિકાઓનું રુચિર સર્જન કર્યું હોય તો તે મારી જાણ મુજબ એકમાત્ર ‘સુશીલે” કર્યું છે અને તેમની તે કૃતિ તે અર્પણ” નામક નવલિકાઓનો સંગ્રહ.
ત્યારબાદ જૈન કથા-સાહિત્યના વિશાળ ખજાનામાંથી જૂની, નાની-મોટી કથાઓનો આધાર લઈ, તેનાં ઐતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવાયુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષ એવા સંસ્કારોવાળું કથાસંવિધાન કરનાર, હું જાણું છું ત્યાં સુધી, ‘જયભિખ્ખું' એ એક જ છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
‘જયભિખ્ખું' ભણતરની ચાલુ ડાકોરી છાપ પ્રમાણે તો નથી ભણ્યા એમ જ એક રીતે કહી શકાય. નથી એમણે સ્કૂલનું ભણતર પૂરું કર્યું કે નથી કૉલેજમાં પગ મૂક્યો. શાસ્ત્રોની કે સંસ્કૃત-પ્રાકૃતની જૂની પંડિતાઈના અખાડામાં પણ તેમણે બહુ કુસ્તી કરી નથી અને છતાંય તેમણે વિવિધ પ્રકારનું જેટલા પ્રમાણમાં ગુજરાતી સાહિત્ય રચ્યું છે, તે જોતાં તેમની શક્તિ અને સાધના પ્રત્યે ગુણાનુરાગમૂલક સમ્માનવૃત્તિ કોઈને પણ થયા વિના ન રહે, એમ હું સ્વાનુભવથી માનું છું. તેમનાં લખાણોની યાદી તો બહુ મોટી છે, તેમ છતાં ડઝનેક જેટલી નાની-મોટી નવલો ને અર્ધ ડઝન જેટલા લઘુ વાર્તાસંગ્રહો એટલું પણ એમની લેખનકલાની હથોટી સિદ્ધ કરવા પૂરતું જ છે. એમણે લખવાની શરૂઆત તો લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં (આશરે ઈ. સ. ૧૯૩૩માં) કરી. એ શરૂઆત મૂળે તો આર્થિક આવશ્યકતામાંથી જન્મી. એણે એ આવશ્યકતા ઠીક ઠીક સંતોષી પણ ખરી અને પછી તો એમનો એ રસ-વ્યવસાય જ થઈ ગયો છે. શરૂઆતમાં એમણે ‘વિઘાર્થી વાચનમાળા' જેવી નાની નાની પુસ્તિકાઓ લખી, અનેક પત્ર-પત્રિકાઓમાં પણ લખતા રહ્યા. વાચન અને ચિંતન લેખન-વ્યવસાય સાથે જ વધતું અને સમૃદ્ધ થતું ચાલ્યું. તેને પરિણામે જેમ જેમ નવી નવી કૃતિઓ જન્મતી ગઈ. તેમ તેમ તેમાં વધારે રસ અને વિચારપ્રેરકતાનાં તત્ત્વો પણ આવતાં ગયાં. ભાષા પણ વધારે સરળ અને શ્રાવ્ય ઘડાતી ચાલી, એની પ્રતીતિ કામવિજેતા સ્થૂલિભદ્ર, મહર્ષિ મેતારજ , વિક્રમાદિત્ય હેમુ, ભાગ્યનિર્માણ અને ભગવાન ઋષભદેવ જેવી નવલો જોતાં થાય છે, જયભિખ્ખની એક નવલ નામ ‘પ્રેમભક્ત કવિ, જયદેવ,' ઉપરથી કળાકાર શ્રી કનુ દેસાઈની દોરવણી પ્રમાણે ‘ગીતગોવિંદ' નામે ચિત્રપટ પણ તૈયાર થયું અને તે ઠીક ઠીક પસંદગી પણ પામ્યું. એમની ભગવાન ઋષભદેવ નામની નવલકથાને અનુલક્ષી ૨૦૦૩ના પ્રજાબંધુના દીપોત્સવી અંકમાં અધ્યાપક ઈશ્વરલાલ દવેએ અત્યારના સુપ્રસિદ્ધ નવલકારોની કળાનું બીજી દિશામાં ધ્યાન ખેંચાવા લખેલું :
| “આપણે ઇચ્છીએ છીએ કે આપણા વાર્તાકારો સોલંકીયુગને નમસ્કાર કરી હવે સેનાપતિ (આચાર્ય) અને ભગવાન ઋષભદેવ (જયભિખુ)ની જેમ, વિશેષ સફળતાથી નવા યુગોમાં વિહાર કરે.”
ગુજરાત સાહિત્યસભા તરફથી પ્રગટ થતી ચાલીસના ગ્રંથસ્થ વાડ્મયની સમીક્ષા કરતાં, અધ્યાપક રવિશંકર મ. જોશીએ ‘સ્થૂલિભદ્ર' વિશે જે લખ્યું છે તે લંબાણ-ભયનો સંકોચ ટાળીને હું પૂરેપૂરું અહીં ઉદ્દધૃત કરવું યોગ્ય સમજું છું :
જયભિખ્ખત ‘સ્થૂલિભદ્ર' નવલકથામાં ઐતિહાસિક ધર્મકથાને ઉચિત કલાથી ગૂંથવાનો સફળ યત્ન થયો છે. પ્રેમ કથા, મુત્સદ્દીગીરી કે સાહસકથાઓની પુનરુક્તિથી અકળાતા લેખકોને ધર્મકથાઓને રુચિર સ્વરૂપે ગૂંથવાનું ક્ષેત્ર હજી અણખેડાયેલું અને
ભાવિ સમૃદ્ધિભર્યું જણાશે. સાંપ્રદાયિક તત્ત્વો આ કથામાં વિશાળ માનવતત્ત્વોમાં વેરાઈ ગયાં છે, અને સ્થૂલભદ્ર, કોશા, વિષ્ણુગુપ્ત, વરરુચિ વગેરે પાત્રો અને ‘કોશાનો વિલાસ', ‘સ્થૂલિભદ્રનો સંન્યાસ’, ‘અજબ અનુભવો’, ‘કામવિજેતા' વગેરે પ્રકરણો હૃદયસ્પર્શી છે. વસ્તુ સુઘટિત છે. પ્રસંગોમાં કલ્પનાપ્રેરિત ચેતન મુકાયું છે અને ધાર્મિક તત્ત્વો વાર્તારસમાં સારી રીતે ગૂંથાઈ આખીયે નવલને સુવાચ્ય બનાવી મૂકે છે.*
એકતાળીસ-બેંતાળીસના ગ્રંથસ્થ વાડ્મયની સમીક્ષા કરતાં કવિ શ્રી સુંદરમ ‘મહર્ષિ મેતારજ' વિશે લખતાં લેખકની કેટલીક મર્યાદાઓનો તટસ્થ નિર્દેશ કરીને છેવટે લખ્યું છે કે :
“આ લેખકે જૈન ધર્મમાંથી વિષયો લઈ તે પર નવલકથા લખવાનો જે શુભ આરંભ કર્યો છે, તે ખરેખર આદરણીય છે અને આ કાર્ય માટે તેમની પાસે પૂરતી સર્જક કલ્પનાશક્તિ પણ છે, એ આનંદદાયક હકીકત છે. પાત્રસૃષ્ટિમાં સૌથી આકર્ષક પાત્રો જ્ઞાતપુત્ર મહાવીર અને પ્રતિનાયક રોહિણેયનાં છે... ગુજરાતી સાહિત્યમાં મહાવીરનું આવું સજીવ ચિત્ર બીજું ભાગ્ય હશે ... કથાનો સૌથી ઉત્તમ કલાઅંશ એમાં રહેલા કેટલાક કાવ્યરસિત પ્રસંગો છે, જેમાં લેખક ઉત્તમ ઉત્તમ ઊર્મિકવિતાની છટાએ પહોંચી શક્યા છે અને પોતાના અભ્યાસનો પરિપાક તથા કલ્પનાની સૌંદર્યસર્જક શક્તિ બતાવી શક્યા છે.”
ગુજરાતના વયોવૃદ્ધ સાક્ષર શ્રી કૃષ્ણલાલ મો. ઝવેરીએ જયભિખ્ખનાં કેટલાંક પુસ્તકોનો સ્વીકાર કરતાં જવાબમાં જે લખ્યું છે, તેમાંથી એક કંડિકા અત્રે ઉદ્યુત કરવાનો લોભ રોકી શકાતો નથી :
સંસ્કૃતનું આવું ઉચ્ચ જ્ઞાન, સાથે બીજી ભાષાઓનું પણ અને કલ્પનાથી પૂરસર્જનો Imagination in a large digree suplemented by creation faculty, એ ખાસ મને મહત્ત્વનાં લાગ્યાં. જ્ઢરૃદઘડ બનાવોને મૂર્ત સ્વરૂપ આપવા જેટલી કલમની શક્તિ એ પણ બીજો પ્રશંસાયુક્ત ગુણ. (૮-૭-૪૭)”
લેખનના પ્રારંભકાળમાં પ્રસિદ્ધ થયેલી તેમની કૃતિ તે શ્રી. ચારિત્રવિજય (ઈ. સ. ૧૯૩૭). એની નિર્ભય સમાલોચના એક પત્રમાં શ્રીયુત પરમાણંદ કુંવરજી કાપડિયાએ કરેલી. તેમાં તેમણે લેખકને ઘણી માર્મિક સૂચનાઓ કરી છે; પણ તેમની લેખનશક્તિ વિશેનો અભિપ્રાય ટૂંકમાં આ છે :
આવી સુંદર છટાથી લખાયેલું અને આવી આકર્ષક રીતે વિવિધ પ્રકારનાં રેખાચિત્રો, છબીઓ વગેરેથી સુશોભિત બનાવેલું બીજું કોઈ જીવનચરિત્ર ગુજરાતી ભાષા-સાહિત્યમાં હજુ સુધી મારા જોવામાં આવ્યું નથી... લેખનશૈલી પણ એટલી બધી મોહક છે, કે વાંચનાર પહેલેથી છેડે સુધી એ કસરખા રસથી ખેચાય જાય છે. (૩-૭-૩૭)”
ક
;
Page #10
--------------------------------------------------------------------------
________________
જો કે જયભિખ્ખું જૈન કથાસાહિત્યનો આધાર લઈ નવલ-નવલિકા લખનાર તરીકે સામાન્ય રીતે જાણીતા છે, પણ એ અપૂર્ણ સત્ય છે. એમણે અનેક નાની-મોટી નવલો અને નવલિકાઓ જૈનેતર પરંપરાના સાહિત્યને આધારે અને વ્યાપક લેખાતા ઇતિહાસને આધારે પણ આલેખી છે. દા.ત. હેમુ, ભાગ્યનિર્માણ, ભાગ્યવિધાતા એ ત્રણમાં મુસ્લિમયુગનું ઐતિહાસિક પ્રતિબિંબ છે. એ નવલો જોતાં એમ લાગે છે કે તેમણે એ યુગને સ્પર્શતું હિંદુ-મુસ્લિમ સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં વાંચ્યું-વિચાર્યું હોવું જોઈએ. ‘જયદેવ’ એ પણ ઐતિહાસિક ઘટનાનાળી નવલ છે. જ્યાં લગી વૈષ્ણવ સાહિત્યનો ઠીક ઠીક પરિચય સાધ્યો ન હોય, અને તે પરંપરાનું સાંપ્રદાયિક દૃષ્ટિએ પરિશીલન કર્યું ન હોય, ત્યાં લગી એવી ઉઠાવદાર નવલ કદી આલેખી ન શકાય. એનો વાંચનાર એવી છાપ અવશ્ય ઝીલવાનો કે આ નવલનો લેખક વર્ણવ હોય તો ના નહિ ! વૈષ્ણવ પરંપરાની પ્રશંસાયેલી કે વગોવાયેલી શૃંગારભક્તિ જાણીતી છે. જ્યારે ‘જયદેવ'ના ‘સૌંદર્યપૂજા' પ્રકરણમાં વાચક એ શૃંગાર-ભક્તિના અદ્વૈતને જુએ છે ત્યારે તો એની એ છાપ વધારે દૃઢ બને છે.
પણ આ વિષયમાં હું મારા વલણનો નિર્દેશ કરું તો તે અસ્થાને નહીં લેખાય. હું રાસપંચાધ્યાયીમાંના ગોપી-કાના, કુમારસંભવમાંના ઉમા-મહાદેવના, અને ગીતગોવિંદમાંના રાધાકૃષ્ણના ગમે તેવા કાવ્યમય પણ નગ્ન શૃંગારને નથી માનતો ભક્તિના સાધક કે નથી માનતો તરુણોને ઉચિત એવી શક્તિ અને દીપ્તિના પોષક. તેથી સહેજે જ જયભિખુએ લખેલ ‘જયદેવ' નવલમાંના ઉક્ત પ્રકરણ પ્રત્યે મારું સવિશેષ ધ્યાન ગયું. મેં લેખક સાથે મુક્ત મને ચર્ચા કરી, તેમનો દૃષ્ટિકોણ જાણી લીધો. મેં મારો પણ દૃષ્ટિકોણ તેમની સામે મૂક્યો. જ્યારે મેં એમ જાણ્યું કે બીજી આવૃત્તિમાં જયભિખ્ખું એ પ્રકરણ ગાળી નાખવાના છે, અને એ પણ જાણ્યું કે તરુણ પેઢીની વૃત્તિને પંપાળે એવાં શુંગારી લેખનો વિશેષ પ્રલોભન આપી લખાવનારને પણ તેમણે નકાર્યા છે, ત્યારે મારી દઢ ખાતરી થઈ કે આ લેખકની શક્તિ હવે નવી પેઢીને બળ અને સમર્પણવર્ધક કાંઈક નવું જ આપશે.
જૈન કથા-સાહિત્ય માટે ઐતિહાસિક કહી શકાય તેવી અને પૌરાણિક લેખી શકાય તેવી ઢગલાબંધ નાની-મોટી વાર્તાઓમાંથી જયભિખ્ખએ આધુનિક રૂચિને પોષે અને તોયે એવું નવલ-નવલિકા સાહિત્ય સર્જી બેવડો ઉપકાર (જો એને ઉપકાર કહેવો હોય તો) કર્યો છે. જૈનેતર જગતમાં અનેક સુપ્રસિદ્ધ લેખકો એવા છે કે જે પોતે જ ગમે તેવા ખૂણેખાંચરેથી યોગ્ય કથા-વસ્તુ મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે. તેમને સર્વત્ર પ્રસિદ્ધ અને સુવિદિત એવા વૈદિક-પૌરાણિક સાહિત્ય કે બૌદ્ધ સાહિત્યમાંથી સહેજે જોઈતી કથા-વસ્તુઓ મળી જાય છે, ને તે ઉપર તેઓ પોતાની હથોટી અજમાવે છે. પરિણામે એ જૂની કથા-વસ્તુઓ નવે રૂપે પ્રચારમાં આવે છે.
૬
આવા શોધક લેખકોને જૈન કથા-સાહિત્યમાંથી જોઈતી વસ્તુ સાંપડવાની તક બહુ જ ઓછી મળી છે. એનું એક કારણ એ પણ છે કે જેન કથા-સાહિત્ય એક રીતે સંતપ્રાકૃત ભાષાના આવરણ તેમ જ ભંડાર અને પંથ-દૃષ્ટિના બંધિયારખાનામાં ગોંધાયેલું રહ્યું છે. તેથી કરીને તે સાહિત્યમાંથી આ યુગમાં પણ સહુને ગમે અને માર્ગદર્શક બને એવી કથાવસ્તુઓ સુયોગ્ય લેખકોના હાથમાં પડી નથી.
બીજી બાજુએ જે ગણ્યાગાંઠચા જૈન લેખકો હોય અને કાંઈક નવ-દૃષ્ટિને આધારે કથાસર્જન કરવા ઇચ્છતા હોય તેમની સામે પંથની સંકુચિત દૃષ્ટિ ઘૂરતી હોય છે. જૂના વાઘા બદલ્યા વિના પ્રાચીન કથા-વસ્તુઓ ભાગ્યે જ સાર્વત્રિક આવકાર પામે. અને એ વાઘાઓમાં સહેજ પણ લંબાણ-ટૂંકાણ કે સંસ્કાર થયા ત્યાં તો રૂઢિઓની ભૂતાવળ જાગી ઊઠે. પરિણામે એણે ગમે તેવું લખ્યું હોય તોય જેનો ખરીદવા ન લલચાય, અને જૈનેતર જગતમાં એનો પ્રવેશ મુશ્કેલ બને, એટલે છેવટે લેખક-પ્રકાશકને બીજી દિશા સ્વીકારે જ છૂટકો.
આ અને આના જેવાં બીજાં કારણોથી જૈન કથા-સાહિત્ય નવા સ્વરૂપમાં બહાર આવી શકતું નથી. જયભિખ્ખએ પોતાનાં લખાણોથી એ બંને લક્ષ્ય સિદ્ધ કર્યો છે. તેમણે જૈનેતર સુલેખકો સામે જૈન કથા-સાહિત્યમાંથી સારી સારી કથા-વસ્તુઓ રજૂ કરી તેમનું ધ્યાન એ કથા-સાહિત્ય તરફ ખેંચી તેમને નવી દિશાએ કળા અજમાવવા સૂચવ્યું છે, અને જૈન જગતને એવું ભાન કરાવ્યું છે, કે તમને જે રૂઢિબંધનો નડે છે તે માત્ર તમારા સંકુચિત દૃષ્ટિબિંદુને લીધે. ખરી રીતે તો કોઈ પણ કથા કે વાર્તા ત્રણે કાળમાં એકરૂપ હોતી કે રહી શકતી જ નથી. ખુદ પ્રાચીન જૈન લેખકો પણ તે તે દેશ-કાળના પ્રભાવ તળે આવી કથાને નવા નવા ઓપ આપતા જ રહ્યા છે. જયભિખ્ખએ બંને લક્ષ્યો કેટલા પ્રમાણમાં સિદ્ધ કર્યા છે એની સાબિતી એમના સાહિત્યનો વાચકવર્ગ જ પૂરી પાડે છે. એક તરફથી જૈનેતર જગતમાં એમનાં લખાણો બહુ જ છૂટથી વંચાય છે, જ્યારે બીજી તરફથી જેન પરંપરાના રૂઢિચુસ્તો પણ એને વધારે ને વધારે સત્કારવા લાગ્યા છે, ને એવા નવા સર્જનની માગ ર્યા જે કરે છે.
મેં ઉપર કહ્યું જ છે, કે જયભિખુ મુખ્યપણે જૈન કથાસાહિત્યનો આશ્રય લઈ અને સર્જનો કરતા રહ્યા છે. પણ આ ઉપરથી સહેજે એમ લાગવાનો સંભવ છે, કે ત્યારે એ તો સાંપ્રદાયિક દૃષ્ટિ અગર પંથદૃષ્ટિમાં બદ્ધ હશે. મને પણ શરૂઆતમાં એ જ કલ્પના આવેલી, પણ જ્યારે એમનાં લખાણમાંના કેટલાક ભાગો સાંભળ્યા ત્યારે મારો એ ભ્રમ ભાંગ્યો. એમણે જૈન પરંપરામાં પ્રસિદ્ધ અને જૈન સમાજમાં રૂઢમૂળ એવી અનેક બાબતો પોતાની વાર્તાઓમાં ગૂંથી છે ખરી. પણ એ તો પ્રસંગવર્ણનનું જમાવટ પૂરતું સ્થૂલ ખોખું છે. જ્યારે તે કોઈ સિદ્ધાન્તની અને માન્યતાની
Page #11
--------------------------------------------------------------------------
________________
ચર્ચા કરે છે ત્યારે જ તેમની પંથમુક્ત દૃષ્ટિ જોવા પામીએ છીએ. દા.ત. ચાલી આવતી પરંપરા પ્રમાણે સાધુઓ કે જાતિઓ રાજ્યાશ્રય દ્વારા ધર્મપ્રચારમાં માનતા, અને તે માટે રાજાને કે બીજા કોઈ સત્તાધારીને રિઝવવા બ્રાહ્મણો અને બૌદ્ધ ભિક્ષુકોની પેઠે વિવિધ પ્રયત્ન કરતા. જૈન પરંપરામાં પેસી ગયેલ ધર્મપ્રચારમૂલક આવી ગુલામી અને આત્મશ્રદ્ધાના મેળાપ સામે જયભિખ્ખુએ ‘ભાગ્યનિર્માણ'માં ઠીક ઠીક ટકોર કરી છે. એ ઐતિહાસિક સત્ય છે, કે વિદ્વાનો અને ત્યાગીઓ એક અથવા બીજા બહાના તળે, સત્તાધારી અને ધનપતિઓના ગુલામ બન્યા, અને જતે દિવસે તેમણે પોતાની વિદ્યા અને પોતાના ધર્મને શુદ્ધ રૂપમાં રહેવા ન દીધાં. દેશ-પતનની સાથે માનવતાનું પણ પતન થયું અને ધર્મને નામે પંથો પરસ્પર સાઠમારીમાં ઊતરી પડ્યા. પંથના અનુયાયીઓ પણ સમગ્રનું હિત વિસારી ખંડ ખંડ બની છાવણીમાં વહેંચાઈ ગયા, અને પછી તો કોઈ એક જ પંથના વાડાઓમાં પણ ક્લેશ-દ્વેષનો દાવાનળ પ્રગટ્યો. એટલે સુધી કે તેને લીધે જ્ઞાતિનું બળ તૂટ્યું, મહાજનનો મોભો ગયો, શેઠાઈ માત્ર વારસાગત રહી અને મોટે ભાગે તે દલિતો, ગરીબો ને અસહાયની વહારે આવવાને બદલે તેમને જ વધારે કચરવા લાગી ! એ સત્યને જાણે જયભિખ્ખુએ પિછાન્યું ન હોય તેમ એવા અનિષ્ટથી સમાજને બચાવવા માટે તેમણે હેમુને યુદ્ધમાં જિતાવવા માટે જપ અને મંત્રતંત્રમાં પડેલ ત્યાગવેશધારી જૈન તિની ઠીક ઠીક સમાલોચના કરી છે, અને સૂચવ્યું છે, કે જો કોઈ ધર્મમાર્ગ સ્વીકારો તો પછી એને જ રસ્તે ચાલો, અને અધર્મનાં કાંટા-ઝાંખરાંને ધર્મનો આંખો સમજવાની ભૂલ ન કરો, ન બીજાને ભૂલમાં રાખો. મારી દષ્ટિએ માત્ર જૈન પરંપરાને જ નહિ, પણ બધી જ ધર્મપરંપરાઓને એમની ચેતવણી ખાસ ઉપયોગી છે.
જયભિખ્ખુ અનેક પ્રસંગે વિશ્લેષણ ઠીક ઠીક કરે છે. હું માનું છું કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય કેમ ન હોય, તેના વાંચનારમાં સત્-અસત્ વચ્ચેનું અંતર કરવા અને પારખવાની વિવેકદૃષ્ટિ વિકસવી જ જોઈએ. જો સાહિત્ય એ કામ ન કરી શકે તે ગમે તેવું હોય છતાં બુદ્ધિ માટે બોજરૂપ જ છે. આ કસોટીએ પણ તેમની નાની-મોટી વાર્તાઓ વાચકને ઉપયોગી થશે, એમ મને લાગે છે. દા.ત. પ્રસ્તુત ‘મત્સ્ય-ગલાગલ' નવલનું પ્રકરણ ‘મરીને માળવો લેવાની રીત' જુઓ. એમાં ગાંધીજીના હૃદયપરિવર્તનનો અથવા એમ કહો કે પ્રાચીન ‘અવેરેણ ય વેરાણિ’નો સિદ્ધાંત વ્યક્ત કરવા કરેલું નિરૂપણ વાંચનારમાં વિવેકબુદ્ધિ જાગ્રત કરે છે. એ નિરૂપણ ઉદયન, વાસવદત્તા વગેરે, દિલ સાફ કરી, નિર્ભયપણે, પોતાને હડાહડ વિરોધી માનતા ચંડપ્રકૃતિના પ્રદ્યોત સામે જ્યારે જાય છે ત્યારે બરાબર ઉપર્યુક્ત સ્થાને આવે છે.
જયભિખ્ખુની વાર્તાઓમાં અનેક વાર દીર્ઘતપસ્વી મહાવીરનું પાત્ર આવે છે. જેને માત્ર પંથદૃષ્ટિએ વિચારવાની ટેવ પડી હોય તે સહેજે એમ માનવા લલચાય
१८
કે જયભિખ્ખુની દૃષ્ટિ માત્ર મહાવીરમાં બદ્ધ છે. પણ મને એમના સાહિત્યનો પરિચય એમ કહેવા લલચાવે છે કે તેમણે જન્મસંસ્કાર-પરિચિત નિગ્રંથનાથ મહાવીરને તો માત્ર અહિંસા અને ક્ષમાના પ્રતીક રૂપે ઉલ્લેખ્યા છે. એ દ્વારા તે બધા જ અહિંસા અને ક્ષમાના અનન્ય ઉપાસક ધર્મવીરોનો આદર્શ રજૂ કરે છે. આપણે વાચકો અને સમાર્લોચકોએ લેખકના મનની વાત જાણીને જ તેના વિશે અભિપ્રાય બાંધવો જોઈએ, નહિ કે નામ અને પરંપરાને આધારે. કોઈ કૃષ્ણ કે રામની વાત કરે એટલા માત્રથી એમ માની ન શકાય કે તે રામ કે કૃષ્ણ જેટલો બીજા કોઈને આદર કરતો નથી. આવી કલ્પના પંથષ્ટિની સૂચક છે.
વાર્તા નાની હોય કે મોટી, લેખક એની જમાવટ અમુક રીતે અમુક પ્રસંગ લઈ કરે છે. પણ એની સફળતાની ચાવી એના મૂળ વક્તવ્યની વ્યંજનાની સિદ્ધિમાં છે. જો મૂળ વક્તવ્ય વાચકના હૃદય ઉપર વ્યક્ત થાય તો એની સિદ્ધિ કહેવાય, આ દૃષ્ટિએ પણ જયભિખ્ખુની વાર્તાઓ સફળ છે. દા.ત. એક વાર દૃઢપણે કરેલો શુદ્ધ સંકલ્પ હજાર પ્રલોભનો સામે કેવી રીતે અડગ રહે છે, એ વ્યક્ત કરવા સ્થૂલિભદ્રની વાર્તા લખાઈ છે, અને તે મૂળ વક્તવ્યને બરાબર સ્ફુટ કરે છે. જાતિવાદના ઉચ્ચનીચપણાનું સંકુચિત ભૂત માત્ર બ્રાહ્મણ વર્ગને જ નહિ પણ એના ચેપથી બધા જ વર્ગોને વળગ્યું છે. જે જે એ ભૂત સામે થયા તેના વારસો જ પાછા એના પંજામાં સપડાયા. જૈન જેવી ઉચ્ચ-નીચપણાના ભૂતની ભાવના સામે બળવો કરનાર પરંપરા પણ એ ભૂતની દાસ બની.
જયભિખ્ખુએ ‘મહર્ષિ’ મેતારજમાં જૈનોને મૂળ ભાવનાની યાદ આપવા અને ધર્મસ્મૃતિનું ભાન કરાવવા મેતારજ-પાત્રની આસપાસ કથાગૂંફન કર્યું છે, તેમણે પોતાનું મૂળ વક્તવ્ય એટલી સારી રીતે અને ઉઠાવદાર છટાથી વ્યક્ત કર્યું છે, કે અને પ્રશંસતા રૂઢિના ગુલામ જૈનોને પણ જોયા છે. ખરી રીતે મારી દૃષ્ટિએ ઉચ્ચ
નીચ ભાવમાં માનનાર બધા વર્ગોને એકસરખો બોધ આપવા માટે આ વાર્તા લખાયેલી છે. પાત્ર કેવળ જૈન કથાસાહિત્યમાંથી લીધું છે એટલું જ.
લોભી અને કંગાળ વૃત્તિનો માણસ પણ કોઈનો ઉદાત્ત અને સાત્ત્વિક ત્યાગ જોઈ ક્ષણ માત્રમાં કેવી રીતે બદલાઈ જાય છે. દીન-હીન મટી કેવી રીતે તેજસ્વી બને છે, એ વસ્તુ સ્પષ્ટ કરવા તેમણે ‘દેવ’ની નાની વાર્તા લખી છે. વાંચવા કે સાંભળવા માંડ્યા પછી તે પૂરી કરીને જ ઊઠવાનું મન થાય છે, અને અંતે વ્યંગ્ય સમજાઈ જાય છે.
હવે બહુ લંબાવ્યા સિવાય પ્રસ્તુત ‘મત્સ્ય-ગલાગલ' નવલકથા વિશે જ કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે, સત્ય બે છે; લૌકિક અથવા માયિક સત્ય, અને લોકોત્તર અથવા પારમાર્થિક સત્ય, સામાન્ય જગત પહેલા જ સત્યનો આદર કરી તેમાં રસ લે છે. તેને
१९
Page #12
--------------------------------------------------------------------------
________________
લીધે જ્યારે તે વિડંબનામાં સંડોવાય છે ત્યારે તેમાંથી તેને મુક્ત કરવા-અંધકારમાંથી પ્રકાશપથ દર્શાવવા કોઈ ને કોઈ મંગળમૂર્તિ લોકોત્તર સત્ય, વિચાર ને વર્તનથી, ઉપસ્થિત કરે છે. એ પ્રકાશમાર્ગમાંથી ઘણા આશ્વાસન મેળવે છે ને વળી પાછું સામાન્ય જગત તો પુરાણા ચાલેલ ચીલે અંધકારની દિશામાં-જ ગતિ કરે છે. આમ લૌકિક ને લોકોત્તર બંને સત્યનું ચક્ર વારાફરતી પોતાનું કામ કર્યું જાય છે.
સત્તાની લાલચ, જાતીય આકર્ષણ, સંપત્તિનો મોહ અને મિથ્યા અભિમાન જેવાં દુસ્તત્ત્વોથી પ્રેરાયેલ કોઈ સબળ હંમેશાં પોતાનાથી નિર્બળ સામે જ બળનો પંજો અજમાવે છે, અને પોતાથી વધારે સમર્થ કે બળશાળી સામે પાછો દીનતા દાખવે છે. આ લૌકિક સત્ય છે. જે વિભૂતિને લોકોત્તર સત્ય સાક્ષાત થાય છે, તેમનાં વિચારો અને વર્તન તદ્દન જુદાં તરી આવે છે. તે કદી સબળ સામે આરોગ્ય રીતે નમતું નથી આપતો અને નિર્બળને માત્ર એની નબળાઈને કારણે દબાવતો કે સતાવતો પણ નથી. ઊલટું તે પોતાના સમગ્ર બળનો ઉપયોગ નિર્બળને દીનતામુક્ત કરી સબળ બનાવવામાં અને સબળને મિથ્યાભિમાનની દિશામાંથી વાળી તેના બળનો વિધિવત્ વિનિયોગ કરવામાં કરે છે. સમયે સમયે આવી લોકોત્તર વિભૂતિઓને ઇતિહાસે જોઈ છે. એ વિશે કોઈને સંદેહ હોય તો. જાણે તે સંદેહ નિવારવા જ આ યુગે ગાંધીજીને જન્મ ન આપ્યો હોય ! – તેવી મૂળગત ધારણાથી જ પ્રસ્તુત નવલ આલેખાયેલી હોય એમ લાગે છે. તેથી જ તો લેખકે આ નવલ પૂજ્ય ગાંધીજીને ચરણે અર્પી છે.
મસ્ય-ગલાગલનો અર્થ માસ્સી ન્યાય શબ્દથી પ્રગટ થતો આવ્યો છે. આ ન્યાય બહુ જૂના વખતથી જાણીતો છે, કેમ કે નિર્બળની સતામણીનું અસ્તિત્વ પણ એટલું જ જૂનું છે. લેખકે માન્યી ન્યાય દર્શાવવા ઇતિહાસપ્રસિદ્ધ પાત્રો અને કથાનકોનો આશ્રય લીધો છે. એ પાત્રો અને કથાનકો માત્ર જૈન સાહિત્યમાં જ મળે છે, એમ નથી, પણ તે રૂપાંતરે અને ઓછેવત્તે અંશે બૌદ્ધ તેમજ બ્રાહ્મણ સાહિત્યમાં પણ મળી આવે છે. નિગ્રંથનાથ મહાવીર તો ઐતિહાસિક છે જ, પણ એમના મામા ચેટક-જોકે એ નામથી અન્ય સાહિત્યમાં સુવિદિત નથી, છતાં તે જૈન સાહિત્યમાં તો અતિ પ્રસિદ્ધ છે. ચેટકની સાત પુત્રીઓ પૈકી પાંચ પુત્રીઓ જ્યાં જ્યાં પરણી હતી ત્યાંનાં રાજ્યો સત્તાધારી હતાં અને વિશેષ સત્તા માટે મથતાં. ચેટકના એ પાંચે જમાઈઓમાં માસ્સી ન્યાય કેવી રીતે પ્રવર્યો અને તેઓ કૌરવ-પાંડવોની પેઠે પોતાની ખાનદાની તેમજ અંદરોઅંદરનું સગપણ વિસારી ક્ષત્રિત્વને ભાવિ પતનની દિશામાં તેઓએ કેવી રીતે ઉન્મુક્ત કર્યું, તે લેખકને દર્શાવવું છે. અને છેવટે લોકોત્તર સત્ય ઉપસ્થિત થઈ કેવી રીતે કાર્યસાધક બને છે, એ પણ દર્શાવવું છે. આ બધું વક્તવ્ય નવલકથાની સુંદર અને રસમય ગૂંથણી દ્વારા સ્પષ્ટ થાય છે અને વાંચનારને એમ લાગે છે, કે જોકે સર્વત્ર માસ્યી ન્યાય પ્રવર્તે છે, છતાં વચ્ચે આશાસ્પદ લોકોત્તર
સત્યના દીવડાઓ પણ પ્રગટતા રહે છે. આથી વાંચનાર માસ્સી ન્યાયનાં બળો જોઈ નિરાશ ન થતાં ઊલટો આશીવાન બને છે, અને પુરુષાર્થ કરવાની પ્રેરણા પામે છે. મારી દૃષ્ટિએ આવી પ્રેરણા જન્માવવી અને પરોક્ષપણે ગાંધીજીના જ ઉદાહરણથી પુષ્ટ કરવી, એ જ પ્રસ્તુત નવલની મુખ્ય વિશેષતા છે.
જયભિખ્ખની ભાષા કેટલી સહેલી, પ્રસન્ન અને અર્થવાહી છે તે એના વાચકવર્ગથી અજાણ્યું નથી. પણ એમની આ સ્થળે એક જાણવા જેવી વિશેષતા મને એ પણ લાગે છે, કે તેઓ પ્રણાલિકાબદ્ધ , છતાં તર્ક અને બુદ્ધિથી ગ્રાહ્ય ન બને એવી કેટલીક કલ્પનાઓને બુદ્ધિગ્રાહ્ય થઈ શકે તેમજ જીવનમાં ઉપયોગી થઈ શકે તે રીતે રજૂ કરે છે. દા.ત. ભગવાન મહાવીરે લાંબા ઉપવાસોને પારણે એક દુષ્કર અભિગ્રહસંકલ્પ કર્યાની વાત જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. એ અભિગ્રહ કે સંકલ્પનું સ્વરૂપ ત્યાં એવી રીતે વર્ણવવામાં આવ્યું છે, કે જાણે એ અભિગ્રહ જ અસ્વાભાવિક લાગે. પગમાં બેડી પહેરેલ, માથું મુંડાવેલ, એક પગ ઉંબરામાં ને એક પગ બહાર મૂકેલ , આંખમાં આંસુ સારેલ ઇત્યાદિ લક્ષણવાળી કોઈ સ્ત્રી ભિક્ષા આપે તો જ પારણું કરવું એવો અભિગ્રહ કથામાં વર્ણવાયો છે.
આધુનિક વાચકને સહેજે પ્રશ્ન થાય કે બેડી, મસ્તકમુંડન, અમુક પ્રકારની દેહસ્થિતિ, આંસુ વગેરેનો ભિક્ષા દેવા કે લેવા સાથે શો સંબંધ છે ? ભિક્ષા દેનાર ભક્તિપૂર્ણ હોય, ભિક્ષા નિર્દોષ હોય, અને લેનાર સાત્ત્વિક હોય – એટલું જ ભિક્ષા લેવા-દેવા વચ્ચે અપેક્ષિત છે, તો આવી અભિગ્રહની કઢંગી કલ્પના કથામાં કેમ આવી ? આ પ્રશ્નનો જયભિખ્ખએ બુદ્ધિગમ્ય ખુલાસો કર્યો છે, અને તે ભગવાન મહાવીરના સાત્ત્વિક જીવન તેમજ જૈન સિદ્ધાંતની સાથે સુમેળ ધરાવે છે, અને તત્કાલીન ઐતિહાસિક પરિસ્થિતિને પણ ન્યાય આપે છે. તે વખતે દાસ-દાસી અને ગુલામની પ્રથા કેટલી રૂઢ તેમજ પ્રતિષ્ઠિત હતી, એ બીના ઐતિહાસિકોને સુવિદિત છે. ભગવાન મહાવીર મક્કમપણે આત્મૌપજ્યના સિદ્ધાંતમાં માનતા. અને તદનુસાર જ જીવન જીવવા સંપૂર્ણપણે મથતા. જાતિગત ઉચ્ચનીચ ભાવ કે ગરીબ-તવંગરી કૃત દાસ-સ્વામીભાવ એ આત્મૌપજ્યના સિદ્ધાંતનું મોટું આવરણ છે. એ આવરણ નિવારવું તે જ ભગવાનને અભિપ્રેત હતું. તેથી તેમનો અભિગ્રહ આ કે તે ચિહ્ન ધરાવનાર સ્ત્રીના હસ્તે ભિક્ષા લેવાના સ્થૂલ રૂપમાં બદ્ધ ન હતો, પણ તેમનો અભિગ્રહ લોકોમાં તુચ્છ મનાતાં ને અવગણના પામતાં દાસ-દાસીઓને પણ ઉચ્ચ લેખાતા નાગરિકો જેવા જ માની તેમને હાથે સુધ્ધાં ભિક્ષા લઈ તેમને માનવતાનું ભાન કરાવવું, એ સૂક્ષ્મ રૂપમાં સમાતો હતો. જયભિખ્ખએ ભગવાન મહાવીરના અભિગ્રહનું આ સૂમ રૂપ વ્યક્ત કરી એના સ્થૂલ રૂપમાં દેખાતા કઢંગાપણાને વધારે બુદ્ધિગ્રાહ્ય કર્યું છે.
२०
Page #13
--------------------------------------------------------------------------
________________
‘મસ્ય-ગલાગલ * શબ્દ ઘણાને અપરિચિત જેવો લાગવાનો સંભવ છે. પણ વસ્તુતઃ એ બહુ પ્રાચીન છે. પાણિનિ જેવા હજારો વર્ષ પહેલાં થયેલા વૈયાકરણોએ એ શબ્દને મૂળ સંસ્કૃત રૂપમાં લઈ તેની વ્યુત્પત્તિ દર્શાવી છે. આ ઉપરથી બે બાબતો સ્પષ્ટ સૂચિત થાય છે : એક તો એ, કે સબળો નબળાને ગ્રસે, એ વસ્તુ તે કાળે પણ કેટલી સર્વવિદિત હતી ! અને બીજી એ કે એ વસ્તુને સૂચવવા તે વખતના જનસમાજે કેવો અર્થવાહી અને નજરોનજર દેખાતી યથાર્થ ઘટનાને સૂચવતો સરલ શબ્દ વ્યવહારમાં આણેલો. વ્યાકરણ શાસ્ત્રમાં મિશિન, માત્ર અને મત્સ્યકિસ્તાન જેવાં ઉદાહરણો ટાંક્યાં છે. તિમિ એ નાનામાં નાનું માછલું. તેને જરાક મોટું માછલું ગળી જાય એ મત્યને વળી એનાથી મોટું માછલું ગળે, ને એને પણ એનાથી મોટું ગળે. આ બીના ઉક્ત ઉદાહરણોમાં સુચવાઈ છે. એ પ્રસિદ્ધ સંસ્કૃત શબ્દનું જ આધુનિક ગુજરાતીમાં રૂપાંતર ‘મસ્ય-ગલાગલ’ છે. એટલે જયભિખ્ખએ નવલનું નામ યોજ્યું છે તે નામ જેટલું પ્રાચીન છે તેટલું જ અર્થવાહી પણ છે. લેખકે એક સ્થળે ચિતારાનું જળાશયદર્શન અને ચિંતન આળેખતાં એ ભાવ હુબહુ સ્પષ્ટ કર્યો છે. (પ્રકરણ ૧૦મું ‘સબળ નિર્બળને ખાય'),
- પ્રસ્તુત કથાનું ગુંફન કરવાનો વિચાર કે પ્રસંગે ઉદ્ભવ્યો અને તેણે મૂર્ત રૂપ કેવી રીતે ધારણ કર્યું, એ હકીકત લેખકે પોતાના નિવેદનમાં બહુ સચોટપણે અને યથાર્થ રીતે રજૂ કરી છે. તે ઉપરથી વાચકે સમજી શકશે કે પ્રસ્તુત કથાનું નામ કેટલું સાર્થક છે.
શરૂઆતમાં આપેલ પ્રવચન પ્રમાણે પોતાનો અનાધિકાર જાણવા છતાં, અત્રે લખાણની પ્રવૃત્તિ કરવાની લાલચ કેમ થઈ આવી એનો ખુલાસો મારે કરવો રહે છે. ખુલાસામાં મુખ્ય તત્ત્વ તો લેખક પ્રત્યે બહુ મોડું થયેલું મારું આકર્ષણ છે. એનાં બે કારણો : એક તો લેખકની મેં જાણેલી નિર્ભય વૃત્તિ અને બીજું એમની સતત સાહિત્ય-વ્યાસંગવૃત્તિ.
આ ટૂંક નિર્દેશનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. એમ તો અમદાવાદમાં સોળસત્તર વર્ષ થયા, અને તે પણ બહુ નજીક નજીક અમે રહેતા. પણ કહી શકાય એવો પરિચય તો ત્રણેક વર્ષ પહેલાં થયો, અને ચિત્તને વિશેષ આકર્ષનારી હકીકત તો થોડા વખત પહેલાં જ જાણવા પામ્યો. નૈતિક બળને આધારે, કશા પણ જોખમોનો કે અગવડનો વિચાર કર્યા સિવાય પોતાના આશ્રયદાતા અને શ્રદ્ધેય લેખાતા સંસ્થાના અધિષ્ઠાદાયક ગુરુવર્ગ સામે બળવો કરવાની વૃત્તિ, એ મને આકર્ષનારું જયભિખ્ખના જીવનનું પ્રથમ તત્ત્વ. લગભગ બેંતાળીસ વર્ષ પહેલાં કાશીમાં મારા મિત્રો સાથે મારે જે સ્થિતિનો સામનો કરવો પડેલો, લગભગ તેવી જ સ્થિતિનો અને તે જ વર્ગ સામે સામનો પોતાના મિત્રો સાથે જયભિખ્ખને કરવો પડ્યો, એ અમારી સમશીલતા, પણ * નવા ફેરફાર વખતે ‘મસ્ય-ગલાગલનું નામ બદલીને ‘પ્રેમનું મંદિર ' રાખ્યું છે.
એથીયે વધારે આકર્ષણ તો તેમનામાં આવિર્ભાવ પામેલ વંશપરંપરાગત સંસ્કારને જાણીને થયેલું છે.
હકીકત એ છે, કે જયભિખ્ખ ઉર્ફે બાલાભાઈ દેસાઈના જ એક નિકટના પિત્રાઈ નામે શિવલાલ ઠાકરશી દેસાઈ કાશીમાં મારી સાથે હતા. મારાયે પહેલાં તેમણે પોતાને આશ્રય આપનાર અને પોતે જેને શ્રદ્ધેય માનેલ તેવા અધિષ્ઠાયક ગુરુજન સામે નૈતિક બળની ભૂમિકા પર જ બળવો કરેલો, અને પૂરેપૂરી અગવડમાં મુકાવા છતાં જરાય નમતું નહિ તોળેલું. એ દૃશ્ય આજે પણ મારી સામે નાચતું હોય તેવું તાજું છે અને મને પણ એ જ ભાઈના સાહસથી કાંઈક અજ્ઞાત રીતે સાહસ ખેડવાની પ્રેરણા મળેલી. જ્યારે મને માલુમ પડ્યું કે બાલાભાઈ એ તો ઉપર્યુક્ત શિવલાલ ઠાકરશીના પિત્રાઈ, અને વધારામાં એ માલુમ પડ્યું કે તેમણે પણ એમના જ જેવી અને એ જ ભૂમિકા ઉપર અને એ જ વર્ગ સામે બળવો કર્યો, ત્યારે એક બાજુથી વંશપરંપરાગત સંસ્કાર ઊતરી આવવાનું આશ્ચર્ય થયું અને બીજી બાજુથી જયભિખુ પ્રત્યે આકર્ષણ વધ્યું. નવાઈની વાત તો એ છે, કે શિવલાલ ઠાકરશી દેસાઈના બળવા વખતે જયભિખુનો જન્મ પણ ન હતો.
આકર્ષનારી બીજી બાબત એ જયભિખ્ખની સાહિત્ય-પરિશીલનવૃત્તિ છે. જે વૃત્તિ સાથે મારું જીવન પહેલેથી જ એક અથવા બીજે કારણે જોડાયેલું છે, તે જ વૃત્તિ સાથે તેમનું આખું જીવન બળ અને આત્મવિશ્વાસે બીજા કેટલાક એવા સંકલ્પો કરેલા છે કે જે પુરુષાર્થી અને સ્વાવલંબી જીવનના જ આધાર ગણાય. મુખ્ય આ બે બાબતોના આકર્ષણે મને અનધિકારના વિચારની ઉપેક્ષા કરાવી અને એ જ સ્થળે લખવાનો મારો -જો અધિકાર કહી શકાય તો) મુખ્ય અધિકાર છે. સરિતાકુંજ, એલિસબ્રિજ , અમદાવાદ-૯, તા. ૧૯-૨-૧૯૫૦
- સુખલાલ
તૃતીય આવૃત્તિ સમયે
જયભિખુ જન્મશતાબ્દી નિમિત્તે આ નવલકથાનો પુનઃ અવતાર થાય છે તેનો આનંદ અનુભવીએ છીએ. એ સમયે હિરોશીમા-નાગાસાકી પર પડેલા બોમ્બની ઘટનાને કારણે લેખકને થયેલો ચિત્તક્ષોભ સાંપ્રત સમયમાં ઠેર ઠેર ચાલતાં યુદ્ધો અને આતંકને પરિણામે આજનો ભાવકે પણ અનુભવે છે. એ દૃષ્ટિએ આ નવલકથા રસપ્રદ બની રહેશે. અમદાવાદ-૭.
ટ્રસ્ટીમંડળ જયભિખ્ખું, સાહિત્ય ટ્રસ્ટ
૨૨
Page #14
--------------------------------------------------------------------------
________________
સવાઈ સાહિત્યકાર જયભિખ્ખ કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખ્ખું” પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર હતા. તેઓ ગળથુથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવઘાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે.
‘જયભિખ્ખજૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ'માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને ‘કામવિજેતા સ્થૂલિભદ્રમાં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિમાદિત્ય હેમુ’માં ઇસ્લામ અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખએ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે.
‘જયભિખ્ખની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મ-ઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે.
તેમણે લખેલી ‘વિક્માદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલ્હીશ્વર' વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ” છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે.
તેમણે કિશોરોને મત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ’ શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે.
તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં ‘માદરે વતન', “કંચન અને કામિની', ‘યાદવાસ્થળી', પારકા ઘરની લક્ષ્મી', ‘પ્રેમપંથ પાવકની જ્વાલા’, ‘શૂલી પર સેજ હમારી' વગેરે
સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે.
વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપકશ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં ‘જયભિખ્ખનું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે.
તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર’ નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેરકતાને કારણે એ કૃતિ ઉચ્ચકોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે.
ધર્મ જીવનવ્યાપી હવા છે. તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. “જયભિખ્ખું” એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે. | ‘જયભિખુનું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખું સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨00૮
- ધીરુભાઈ ઠાકર
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રેમનું મંદિર
૧૦.
અનુક્રમણિકા વિલોચન
શ્રેષ્ઠી ધનાવહ ૩. મૂલા શેઠાણી.
દૃષ્ટિ તેવી સૃષ્ટિ ચિતારો રાજ શેખર
અભિગ્રહ ૭. મહાયોગી
પોતાના જ પડઘા કોણ કોનો ન્યાય કરે ?
સબળ નિર્બળને ખાય ૧૧. અવંતીપતિ પ્રદ્યોત ૧૨. રજ માંથી ગજ ૧૩, હાથનાં કર્યા હૈયે ૧૪. સતી રાણી ૧૫. વત્સરાજ ઉદયન
બળ અને બુદ્ધિનો ઝઘડો
પ્રેમનું મંદિર : મહાવીર ૧૮. સારામાણસાઈનું દુ:ખ ૧૯. પ્રેમમંદિરની પ્રતિમા
વત્સરાજ ને વનરાજ
વાસવદત્તા ૨૨. કુંવરી કાણી ને રાજા કોઢિયો ૨૩. ઘી અને અગ્નિ ૨૪. આતમરામ અકેલે અવધૂત
પહેલો આદર્શ ૨૬. દુવિધામેં દોનોં ગઈ ૨૭. વહેશે અહીં સમર્પણની ધારા ૨૮. મરીને માળવો લેવાની રીત ૨૯. પ્રેમનું મંદિર
૧૬,
૨૦. ૨૧.
૧૩૯ ૧૪૩ ૧૫૫ ૧૬૪ ૧૭૧ ૧૭૬ ૧૮૧ ૧૮૭ ૧૯૧ ૧૯૮
રપ.
Page #16
--------------------------------------------------------------------------
________________
વિલોચના
શરદ ઋતુની સુંદર સવાર હજી હમણાં જ ઊગી હતી. વત્સદેશની રાજનગરી કૌશાંબીનાં બજારોમાં વહેલી સવારથી જ ભારે ભીડ મચી હતી.
કૌશાંબીપતિ મહારાજા શતાનિક ગઈકાલે અંગદેશની પાટનગરી ચંપા પર વિજય મેળવીને પાછા ફર્યા હતા. એમણે ચંપામાંથી આણેલ માલ-મિલકત ને દાસદાસીઓ સૈનિકોમાં ને સામંતોમાં ઉદાર હાથે વહેંચી આપ્યાં હતાં. એની આપલે માટે બજારમાં ભારે ભીડ જામી હતી.
બજારમાં ક્યાંક રત્નજડિત મુગટ વેચાય છે. ક્યાંક નવલખા હાર વેચાય છે. અરે, પણે હીરાજડિત કાંસકીઓ પાણીના મૂલે જાય છે. સોનાના બાજઠ ને રૂપાના પલંગો મફતના ભાવે મળે છે. હીરચીર ને હાથી-ઘોડાં તો ઢોલે ટિંબાય છે. રૂપાળાં દાસ-દાસીઓનો પણ કંઈ મેળો જામ્યો છે ! દેશદેશથી ગ્રાહકો દોડ્યા આવે છે !
કૌશાંબીનાં આ બજારોમાં વિલોચન નામીચો વેપારી હતો. હજી ગઈ કાલની જ વાત છે. વત્સદેશના અધિપતિએ એને રીય ધ્વજ આપીને અર્ધકોટિધ્વજ બનાવ્યો હતો. પણ એ પછી તો, એણે જોતજોતામાં એટલો નફો કર્યો, કે મહારાજ વત્સરાજનો બીજો દરબાર ભરાય એટલી જ વાર, એણે સુવર્ણ ધ્વજ મેળવી કોટિધ્વજ જાહેર થવાની હતી.
વિલોચનની શાખ પ્રામાણિક વેપારી તરીકેની હતી. એની આંટ જબરી હતી. એને ત્યાંથી વહોરેલા માલ માટે કદી દાદ-ફરિયાદ ન આવતી. એ હતો પણ આખાબોલો. ગ્રાહકના મોઢા પર જ એ પોતાના માલની ખોડખાંપણ કહી દેતો અને છેવટે કહેતો :
શ્રીમાન, પશુ અને સ્ત્રીનાં રૂપરંગ જોવા કરતાં એની જાત-જાત જોતાં
Page #17
--------------------------------------------------------------------------
________________
શીખો. જો ઢોર અને સ્ત્રી સારાં લક્ષણનાં હોય તો નિહાલ કરી દે. એમાં બે-ચાર ભાષા સુવર્ણનો લોભ સારો નહિ. તમે માનશો નહિ, શ્રીમાન ! પણ લક્ષણશાસ્ત્ર મારે મોઢે છે. રેખાશાસ્ત્રમાં તો કોઈ પંડિત સાથે વાદમાં ન હારું. અરે, લાંબી-ટૂંકી વાત શું કામ કરવી ? આપણા સેનાપતિ શુલપાણિજી બે વર્ષ પહેલાં એક દાસી ખરીદવા આવેલા; કહે, વિલોચન ! તું જ જોઈ-તપાસીને દાસી આપ; તારા પર ભર્સ છે ! ને શ્રીમાન, પેટછૂટી વાત કહું છું, વેપારમાં તો વિશ્વાસુને જ ઠગાય ! પણ હું એવો વેપારી નથી. મેં એક એવી સુલક્ષણી દાસી આપી, કે સેનાપતિ શૂલપાણિજી ચાર વર્ષમાં તો સાત ભવનું ધન કમાયા અને મહારાજ શતાનિક આજ એમની આંખે જ દેખે છે અને પેલી ત્રણ ટકાની દાસી રાણી બની બેઠી, ને એય એ રાજ મહેલમાં અમનચમન ઉડાવે.’
વિલોચન ભારે વાચાળ ! જો તમે જરા મન બતાવો, તો સાંજ સુધી પોતાનું પુરાણ હાંક્યા જ કરે; બોલે કદી ન થાકે. અને પોતાના માલની આટઆટલી પ્રશસ્તિ કર્યા પછી ભલા ક્યો પાષાણ ન પીગળે ?
પણ આજ તો બજારમાં એનું બોલ્યું ન સંભળાય એટલી ભીડ હતી. ગ્રાહકો કીડિયારાની જેમ ઊભરાણા હતા ને ભારે બૂમાબૂમ કરતા હતા.
વિલોચન તેઓને ઘાંટા પાડીને એક જ વાત કરતો : ‘ઉતાવળા કોઈ થશો મા ! હું જૂનો જોગી છે. દરેક લડાઈ પછી આ રીતે બજારોમાં પડાપડી થાય છે. વેપારી અને ઘરાકને સહુને થાય છે, કે આપણે રહી ગયા; આવી તક ફરી હાથ આવશે નહિ ! અને તેના લીધે ક્યાંક કથીરના ભાવે કુંદન વેચાય છે; તો વળી કોઈ ઠેકાણે કુંદનને ભાવે કથીર જાય છે. પણ હું એવો તકવાદી નથી; ટચ માલનો વેચનારો છું. અમારી સાત પેઢીથી અમે એ નીતિ રાખી છે. સહુ સહુનો માલ હાજર કરો : પદ્મિની, હસ્તિની, ચિત્રિણી, શંખણી – મને પરખ કરતાં વાર નહિ લાગે.”
અરે એ વિલોચન ! કોની વાત કરે કરે છે ? જરા મોં સંભાળીને વાત કર !” એક સૈનિક જેવા માણસે જરા દમ છાંટ્યો. “ધંધો કરવો છે કે ભીખ માગવી છે ? પદ્મિની, પદ્મિની શું કરે છે ? ભલા માણસ, પદ્મિની તો વત્સદેશમાં શું, આખી ભારતભૂમિ પર એક માત્ર મહારાણી મૃગાવતી જ છે. રાજદરબારમાં ખબર પડી તો અવળી ઘાણીએ ઘાલી તેલ કાઢશે. રાજાજીને જાણે છે ? મહારાણી તરફ આંગળી ચીંધનારનો હાથ વાઢે, નજર કરનારનાં નેણ કાઢે, નામ લેનારની જીભ કાપે !”
સૈનિકે ભારે રૂઆબ છાંટ્યો. એણે પોતાની પાછળ દોરીથી બાંધીને એક રૂપાળી છોકરી ઊભી રાખી હતી. ચાંદા જેવું એનું મોં હતું ને હરણાં જેવી એની આંખો હતી. અરે હો ! સૈનિકવર શ્રીમાન વિક્રમાવતારજી ! નમસ્તે, નમસ્તે ! શ્રીમાનું,
2 1 પ્રેમનું મંદિર
આયુષ્યમાન, ગુસ્સો એમ ગરીબ પર ન હોય, અમારે એવા બોલ શા ને વાત શી ! અમારે તો અમારો વેપાર ભલો ને અમે ભલા ! દુનિયા દુનિયાનું ફોડી લે. બાપજી ! અમે તો આપની રાંક પ્રજા છીએ. વાંક આવે તો તો વઢો, એમાં નવાઈ શી ? બલ્ક વગર વાંકે પણ અમને મારવા કે જિવાડવા એ આપ શ્રીમાનની મરજીની વાત છે ! પધારો ને, મારું લક્ષ બીજે હતું. આ ભીડ જુઓ છો ને ?”
ઉસ્તાદ વિલોચને સૈનિકને મીઠી જબાનથી આમંત્રણ આપ્યું ને પોતાની પાસે બોલાવ્યો અને હસતો હસતો એ એને કહેવા લાગ્યો : “શ્રીમાન, લોકો તો ભારે ગાંડા છે. અને એક રીતે પૂછો તો એમનો પણ દોષ નથી; ગરજુ હંમેશાં ગાંડા જ હોય છે. આ બધા એમ માને છે, કે ચંપાનગરીની ફતેહમાંથી આણેલી બધી સ્ત્રીઓ માત્ર પદ્મિની કે ચિત્રિણી જ હોય છે.”
વળી પાછું પદ્મિનીનું નામ લીધું ? અરે મૂર્ખ, એ નામ બોલવું બંધ કર ! પદ્મિની સ્ત્રીના પગની પાની પણ તે જોઈ નથી !” વિક્રમાવતારજીએ ફરી દમ છાંટ્યો.
અરે હાં, ભૂલ્યો સાહેબ ! પધારો પધારો ! બોલો, કંઈ ખપ ? મારા જોગું કંઈ કામ ? શ્રીમાનું, એક વાર તો મારી સાથે કામ પાડી જુઓ, જીવનભર યાદ કરશો, હોં !” વિલોચને વાત બદલી નાખી.
વિલોચન, આજે તો તારા જોશું જ કામ લઈને આવ્યો છું; તારો જ ખપ પડ્યો છે.” સૈનિકે કહ્યું.
અરે શ્રીમાન, તો બોલતા કાં નથી ? કહો તે માલ હાજર. આપની કૃપાથી મારા ખજાનામાં કોઈ ખોટ નથી. અંગનાં ફૂદાં, બંગના ગુલાબ, કાશીની કમલિની, કોશલની કેતકી, મગધની મોહિની, રોરૂની રંભા, કામરુની કામિની : માગો તે મળશે. આપ જાણો છો, કે હું કોઈને છેતરતો નથી, અને તેમાં પણ આપને...”
“મારે માલ લેવો નથી, વેચવો છે.” સૈનિકે એમ કહેતાં પોતાની પાછળ રાખેલી છોકરીને દોરીથી આગળ ખેંચી.
જો, કેવી સુરેખ ને નમણી છોકરી છે !”
એમ ? ત્યારે તો આજે આપ વેપારી થઈને આવ્યા છો, ને હું આપનો ગરીબ ગ્રાહક છું ! વારુ, વારુ, એ તો મહેરબાન, એમ જ ચાલે. ‘કભી નાવ ગાડેમેં, તો કભી ગાડા નાવમેં ! ચિંતા નહિ.” જરા લહેકો કરતો વિલોચન આગળ આવ્યો, અને એક આંખ ઝીણી કરી છોકરીને જોઈ રહ્યો.”
કસાઈ ઘેટું ખરીદતા પહેલાં, કાછિયો શાકનો સોદો કરતાં પહેલાં માલની જાત, એનો કસ વગેરે જે બારીકાઈથી નિહાળે; એ રીતે વિલોચન એ છોકરીને નિહાળી રહ્યો.
વિલોચન D 3
Page #18
--------------------------------------------------------------------------
________________
છોકરીનું એકેએક અંગ એ બારીક દૃષ્ટિથી વિલોકી રહ્યો અને જાણે પોતે પૂરી પરીક્ષા કરી ચૂક્યો હોય તેમ થોડી વારે બોલ્યો : “સૈનિકજી, છોકરીનાં હાથ, કાન, આંખ, હોઠ જોયાં, છોકરી સુલક્ષણી છે. રાખી મૂકો ને ! વારંવાર આવો ટચનો માલ બજારમાં આવતો નથી."
ના ભાઈ, ના. ચંપાની લડાઈમાંથી એક આ છોકરી અને એક એની મા એમ બેને ઉપાડી લાવ્યો હતો. એની મા ઉપર મારું મન ઠર્યું હતું, પણ એ તો સતીની પૂંછડી નીકળી ! હું જરા અડવા ગયો ત્યાં જીભ કરડીને ભોંય પર પડી. ભલે ગુલામ તરીકે પકડાયેલી, પણ ગમે તેમ તોય સ્ત્રી ખરી ને ! મારું મન જરા પાપભીરુ છે. મનને લાગ્યા કરે છે કે અરેરે, મને સ્ત્રીહત્યા લાગી ! ત્યારથી મન ભારે ભારે રહે છે અને એની માના ચહેરા-મહોરાને મળતી આ છોકરી મને તો દીઠી ગમતી નથી !”
“આપ ભારે ધર્મપરાયણ જીવ છો ! સાક્ષાત્ ધર્માવતાર છો. બાકી તો, રસશાસ્ત્ર ને કામશાસ્ત્રની નજરે જરા જુઓ ને, કેવી તારલિયા જેવી આંખો છે ! અરે, એની આંખોમાં રમતો આસમાની રંગ તો જાણે જોયા જ કરીએ ! આ કેશ, અત્યારથી જ નાગપાશ જેવા છે. કૌશાંબીના કોઈ શુંગારગૃહમાં જરા સંસ્કારિત કરાવી કેશ ગૂંથાઓ તો એની પાસે દેવાંગના પણ ઝાંખી પડે.”
“કવિ બની ગયો લાગે છે.”
“ના રે શ્રીમાન, અમારા ધંધામાં વળી કવિત્વ કેવું ? અસ્થિ, માંસ, મજ્જાના આ વેપારમાં તો ભારે વૈરાગ્ય આવે છે ! જોજો સાહેબ, કોઈ દહાડો હું સંન્યાસી ન બની જાઉં તો કહેજો ! આ તો બાળબચ્ચાં માટે બે ટકાનો સંઘરો થઈ જાય એટલી વાર છે !”
હવે આડી વાતો મૂકી દે. આ સોદો પાર પાડી દે.” ફરી એક વાર કહું છું, રાખી મૂકો ! શ્રીમાન, મારી સો ટચની સલાહ માનો.”
“ના, ના, આ વેઠ હું ક્યાં વેંઢારું ! અરે, જો મૂલ્ય આપવાની જ શક્તિ છે, તો જ્યારે જોઈશે ત્યારે મનપસંદ માલ મળી શકશે - બે ટકા આઘાપાછા. કૌશાંબીનો દાસબજાર ક્યાં ઉજ્જડ થઈ ગયો છે ? અને મહારાજા શતાનિકે ક્યાં શસ્ત્રત્યાગ કર્યો
ચંડિકા જેવું હતું ! કાળા મુખમાં મોટા લાલ હોઠ, એમાં લાલઘૂમ જીભ, લાંબી ભુજાઓમાં રહેલું અણીદાર ત્રિશુળ !
ત્રિશુળનો છેડો નઠોર ગુલામોના લોહીથી રંગાયેલો હતો. ગમે તેવી અભિમાની સ્ત્રી યક્ષિકા પાસે ઢીલીઢસ થઈ જતી. યક્ષિકા ઘડીભર આ નવી ગુલામડી તરફ નીરખી રહી !
છોકરી સૂનમૂન ઊભી હતી. એની આંખોમાં નિરાધારતા ભરી હતી. જાળમાં ફસાયેલી મૃગલીની જેમ એ પરવશ હોય એવો એના મુખ પર ભાવ હતો..
ચંદનની ડાળ જેવી છોકરી છે !” ગુલામોમાં જાલીમ ગણાતી યક્ષિકાને પણ પળવાર છોકરી ઉપર વહાલ આવ્યું.
યક્ષિકા !" ઠરાવેલી કિંમતનું સુવર્ણ ગજવામાં મૂકતાં સૈનિક યક્ષિકાની પાસે આવ્યો, એણે જરા નરમાશથી કહ્યું : “યક્ષિકા, કોઈ સારા ગ્રાહકને વેચજે , હોં ! છોકરી સારી છે.”
શ્રીમાન, વળી પાછી એની એ વાતો. જુઓ, એક નિયમ કહું : સ્ત્રી, દાસ અને શુદ્ર તરફ કદી માયા–મમતા દેખાડવી નહિ. એ તો ચાબુકના ચમકારકે સીધાં દોર ! અમારે વળી શું સારો ગ્રાહક ને શું ખોટો ગ્રાહક ! અમારે તો ઓછું કે વધતું સુવર્ણ વિચારવાનું વધુ આપે એ સારો ગ્રાહક !”
“ના, ના, જો ને છોકરીની આંખોમાં કેવો ભાવ છે !”
તમે પુરુષો ભારે વિચિત્ર છે હોં ! ઘડીમાં માયાભાવ એવો દેખાડો કે જાણે હમણાં ગળગળા થઈ જશો, ને ઘડીકમાં ક્રોધભાવ એવો દેખાડો કે જાણે દેહનાં ચિરાડિયાં કરી અંગેઅંગમાં મરચું ભરશો ! મન ન માનતું હોય તો હજીય તક છે, લઈ જાઓ ઘેર પાછી !”
ના, એ તો જે એક વાર નક્કી થયું એ થયું. અહીં ‘બે બોલની વાત જ નહિ !”
એ તો હું જાણું છું. ઘરવાળીએ ઘસીને રાખવાની ના પાડી હશે. હવે તો બધી ગૃહિણીઓ દાસી તરીકે કદરૂપી અને કાળી દાસીઓને જ પસંદ કરે છે ! મને માફ કરજો શ્રીમાન, તમારા મોટાના ઘરમાં ઉંદર-બિલાડીના ખેલ ચાલતા હોય છે ! એના કરતાં અમે સારાં !” યક્ષિકા બોલતાં બોલતાં મર્યાદા વટાવતી જતી હતી.
વિલોચને અડધેથી વાત કાપી નાખતાં કહ્યું : “વારુ સાહેબ ! હવે કઈ નવી લડાઈ ખેલવા જવાના છે, એ તો કહો ! કામરુ દેશમાં જાઓ તો જરૂર ચાર-છ લેતા આવજો. ત્યાંની ઘનકુયુમાં ને સુતનુજ ઘનાની માંગ વધારે છે.”
વારુ, વારુ, અને સૈનિક છેલ્લી એક નજર પેલી છોકરી તરફ નાખીને ચાલતો થયો.
વારુ સાહેબ, તો કહો તેટલું સુવર્ણ આપું !” વિલોચન અને સૈનિક આ પછી ખાનગીમાં બાંધછોડ કરવા લાગ્યા. જે કિંમત સૈનિક માગતો હતો એ વિલોચનને ભારે પડતી હતી, પણ આખરે સમાધાન થયું. સૈનિકે છોકરીને વિલોચન પાસે ખેંચી ને રસ્સી છોડી લીધી.
વિલોચને બૂમ મારીને અંદરની વખારમાંથી એક સ્ત્રીને બોલાવી. એનું નામ યક્ષિકા હતું; ગુલામ સ્ત્રીઓની એ રક્ષિકા હતી. એનું સ્વરૂપ પ્રચંડ, કદાવર ને સાક્ષાત્
4 પ્રેમનું મંદિર
વિલોચન 5
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠી ધનાવહ
વિલોચને યક્ષિકા તરફ જોઈને કહ્યું : “યક્ષિકા, ઓતરાદી વખારમાં જ્યાં આપણે ઉચ્ચ કુળની દાસીઓ રાખીએ છીએ ત્યાં એને રાખજે . કોઈ દાસ એના તરફ નજર પણ ન નાખે, એ ધ્યાન રાખજે ! આપણે પણ ગુલામોને શીલ પાળતાં શીખવવું જોઈએ, કારણ કે બજારમાં તેવાનો ભાવ મોં માગ્યો મળે છે.” - “વારુ !” પ્રચંડકાય યક્ષિકા નવી દાસીનો હાથ પકડીને ચાલી ગઈ
સવારના પહોરમાં જ એક ખોટી લપ વળગી ! આજનો દહાડો બગડ્યો ! હે ભગવાન !” વિલોચન આવીને એક ઊંચા આસન ઉપર બેઠો. વેપારમાં એ વહેમ અને જ્યોતિષને બહુ માનતો. એ કહેતો કે શુકન તો દીવો છે. આજ શરૂઆતમાં જ ખોટ બેઠી. એણે નવો માલ લેવા-દેવાની સહુને આજ પૂરતી ના સંભળાવી દીધી.
એની ચિંતા સ્વાભાવિક હતી, કારણ, એની વખારોમાં હમણાં હમણાં ઘણાં દાસ-દાસી ભરાઈ ગયાં હતાં.
ભારતવર્ષના રાજાઓ હમણાં દિગ્વિજયના શોખમાં પડ્યા હતા. રોજ છાશવારે લડાઈઓ થતી. લડાઈમાં જે રાજાની જીત થતી, એ હારેલા રાજ્યની માલ-મિલકત સાથે જુવાન સ્ત્રી-પુરુષોને પણ બંદીવાન બનાવીને લઈ આવતા, એવી સ્ત્રીઓ ને એવા પુરુષો ગુલામ કહેવાતાં.
આ ગુલામો રાજમાન્ય દાસ-બજારમાં વેચાતાં.
વળી પ્રત્યેક લડાઈનું પરિણામ સ્વભાવિક રીતે અનાજની તંગીમાં આવતું. ખેતરો રોળાતાં, ભંડારો લૂંટાતા ને દુષ્કાળ ડોકાતો. આમાં પણ પેટની આગ ઠારવા બાળકો વેચાતાં.
દુષ્કાળ પછી અનિવાર્ય એવો રોગચાળો ફાટતો. કેટલાંય બાળકો અનાથ બનતાં, સ્ત્રીઓ વિધવા થતી અને એ બધાં નિરાધારનો આધાર વિલોચન જેવા દાસબજારના વેપારીઓ હતા અને આ બધાં કારણોથી હમણાં વિલોચનની વખારોમાં ખૂબ માલ ભરાઈ ગયો હતો. એની ઇચ્છા ભારણ ઓછું કરવાની હતી, કારણ કે એટલા મોટા ગુલામ-સમુદાયને સંભાળતાં, સાચવતાં ને યોગ્ય રીતે શણગારીને રાખતાં ભારે ખર્ચ થતો !
રાજમાન્ય દાસ-બજારમાંથી ખરીદેલ દાસદાસીઓ ખરીદ કરનારની મિલકત લેખાતાં, આવાં ગુલામોને કોઈ રાજકીય કે માનવીય હક્ક ન મળતા. ખરીદનાર સર્વસત્તાધીશ ! ગુલામ પર એને સર્વ પ્રકારના વધ, બંધ ને ઉચ્છેદના અધિકાર !
વિલોચન એવો રાજમાન્ય ખાનદાન વેપારી હતો.
વિલોચન જેવો પાવરધો હતો, એવો જ વહેમનું ઘોયું પણ હતો. પેલી ચંદનની ડાળ જેવી નાજુક છોકરી ખરીદ્યા પછી એનામાં ભારે પરિવર્તન આવતું જતું હતું. જલનિધિના અતાગ ઊંડાણ જેવી પેલી છોકરીની આંખો એના સ્મરણપટ પર કંઈ કંઈ ભાવે અંકિત કરી રહી હતી. તે પેટની દીકરી સુનયનાને જોતો ને વિચારમાં પડી જતો : અરે પેલી ચંદના ને આ સુનયના, એ બેમાં ફેર શો ? રૂપેરંગે, ગુણે કઈ રીતે ઊતરતી છે ? શા માટે એક ગુલામ ? શા માટે એક પ્રતિષ્ઠિત ? ગુલામને શું જીવ નહીં હોય ? પેટનાં જણ્યાં ને પારકા જણ્યામાં કેટલું અંતર !
જોકે આવા વિચારો વિલોચનના વેપાર માટે આત્મઘાતક હતા અને આ પહેલાં કદી એ એવો વેવલો બન્યો પણ નહોતો. પણ નાનીશી છોકરીની શાન્તગ્લાન મુખમુદ્રા એણે જોઈ ત્યારથી એને કંઈનું કંઈ થઈ ગયું હતું. એને લાગતું કે સંસારની કરુણતા-ક્ષણભંગુરતા જાણે ત્યાં આવીને થીજી ગઈ હતી. કિસલય સમા એના ઓ જોઇને એને થતું કે અરે, રડી પડીએ ! એ દિવસથી એણે ચાબુક મૂકી દીધો. નાની છોકરીઓને તો એ મારતો સાવ બંધ થયો. કેટલીક વાર યક્ષિકાને બોલાવી એ કહેતો : “હે યક્ષિકા, તે તો કેટલીય ગુલામડીઓ અને ગુલામોના વાંસા ફાડી નાખ્યા છે, પણ તને એમ નથી લાગતું કે ગુલામ કંઈ બધા સરખા નથી હોતા, ખરાબ હોય તેમ સારા પણ હોય ?”
એવી વાત હું ન જાણું. હું તો એટલું જાણું કે આપણા કહ્યામાં રહે તે સારો, કહ્યામાં ન રહે એ ખરાબ, તાડનનો અધિકારી. ગઈકાલની જ વાત છે. એક ડોસાને ગુલામડી જોઈતી હતી. એ કૃપણ આત્માં ખૂબ સુવર્ણ લઈને આવ્યો હતો. એણે એક નાની છોકરી ખરીદ કરી – જૂઈના જેવી કોમળ, કેળના જેવી સ્નિગ્ધ. એને જોઈને વિષયી બૂઢાના મોંમાંથી લાળ પડવા માંડી. મેં કહ્યું : ડોસજી, ચેતતા રહેજો; નહિ તો મરી જશે તો પાપ લાગશે.' બુઢો દાંત કટકટાવી કહેવા લાગ્યો કે ‘ગુલામને હાથે
6 | પ્રેમનું મંદિર
Page #20
--------------------------------------------------------------------------
________________
કરીને ક્યાં મારી નાખીએ છીએ ? બાકી એની મેળે મરી જાય એમાં તે પાપ કે પુણ્ય ? અરે, એમ પણ એ જીવને મુક્તિ મળે છે ને ! નહિ તો બિચારાં આ ભવે કંઈ ગુલામીમાંથી થોડાં છૂટવાનાં હતાં ?' પેલી છોકરી બિચારી એને જોઈ ડરી ગઈ હતી. પહેલાં તો એણે પાછાં પગલાં ભર્યાં, પણ આ ત્રિશુળ જરા પીઠમાં ભરાવ્યું કે જાય ભાગી !” યક્ષિકા અલ્હાસ્ય કરી ઊઠી.
યક્ષિકાની વાત સાંભળી હંમેશાં ભયંકર અહાસ્ય કરનારો વિલોચન જાણે આજે થાકી ગયો. એ નીચે બેસી ગયો અને કહેવા લાગ્યો : “યક્ષિકા, આપણે એટલું ન કરીએ કે દાસીઓ-છોકરીઓનો વેપાર બંધ કરીએ, માત્ર દાસી જ વેચીએ ? લડધારો તરફ મને જરાય દયા નથી જાગતી.”
“કોઈ શ્રમણ ભેટી ગયો લાગે છે ! ભગતડો થયો છે કે શું ?” યક્ષિકા મોટી મોટી આંખો નચાવતી બોલી.
ના, ના, ભગત તો શું ? સાત પેઢીનો આ ધંધો છે, પણ આ છોકરી ભારે વિચિત્ર છે. એને જોયા પછી ઘણા વિચાર આવે છે. આવો નબળો હું કદી નહોતો પડ્યો.”
“અરે, તારા વિચારવાયુનું મૂળ એ છોકરી જ છે. કાલે સવારે જે પહેલો આવશે, તેને વેચી દઈશ. એ જ અપશુકનિયાળ લાગે છે ! અઠવાડિયાથી ધંધો જ ચાલતો નથી !'
ના, ના, એવું ન કરીશ, યણિકા !”
“તારી એક પણ નહિ સાંભળું. કામરુ દેશની કામિની અથવા રોરૂની રેભા જેનું મન ચળાવી ન શકી, એનું મન એક છોકરી ચળાવી જાય, એ તો ન બનવાનું બને છે. આ લાગણીવેડા ભૂંડા છે. આ તો વેપાર છે. વેપારમાં તો વેપારની રીતે બધું ચાલે, એ છોકરીને તો જે મળે તે લઈને વેચી નાખે જ છૂટકો. એ જશે તો તારું મન થાળે પડશે. પુરુષોનાં ચિત્ત ભારે ચંચળ ઘડ્યાં છે ઘડનારે !" યક્ષિકાને વિલોચન જેવા પ્રતિષ્ઠિત વેપારીને પણ લાડમાં તુંકારે બોલાવવાનો ખાનગી અધિકાર હતો.
- “ઉતાવળ ન કરતી. હું ઘરાક લાવી દઈશ,” એટલું કહીને વિલોચન બહાર નીકળી ગયો. એ ઘણે ઠેકાણે ફરી આવ્યો, પણ મન શાન્ત ન થયું. અતલ ઊંડાણવાળી પેલી છોકરીની આસમાની આંખો એને યાદ આવ્યા કરતી હતી. કેટલાંક મ એવાં હોય છે, જે મૃત્યુની છેલ્લી પળ સુધી વીસરાતાં નથી. એમાં ભારે અસર ભરી હોય છે.
એ ભજનમંડળીમાં ગયો. મોડી રાત સુધી ભજન ગાયાં, પણ ચિત્ત ઠેકાણે ન આવ્યું. ગુરુદેવના ચરણ દાબી ધર્મી વિલોચન ભેટ ધરી આવ્યો, તોપણ શાન્તિ ન મળી. ઇષ્ટદેવનો જાપ કર્યો, છતાં ચેન ન પડ્યું. અરે, છોકરીને જોઈને કામ જાગવાને બદલે શમી ગયો છે, છતાં આ અશાન્તિ શી ? મોડી રાતે એ પથારીમાં પડ્યો. આખી રાત સ્વપ્નામાં પેલાં નયનતારક દેખાતાં રહ્યાં. સવારે વિલોચન વહેલો ઊઠી ગયો. રસ્તા ઉપર જઈને એ ઊભો રહ્યો. સૂર્યનો સુવર્ણરંગી પ્રકાશ ચારેતરફ પથરાઈ ગયો હતો. ગુલામાં વહેલી સવારથી કામે લાગ્યા હતા. ગુલામડીઓ પોતાની માલિકણ માટે શુંગારનાં સાધનો એકત્ર કરી રહી હતી. કોઈ વાર નઠોર ઢોર કે
8 પ્રેમનું મંદિર
રેઢિયાળ ગુલામ ઉપર વીંઝાતા ચાબુકના સપાટા ઠંડી હવામાં ગાજતા. કોઈ વાર બૂમો કાને પડતી : “બેટાઓને કામ કરતાં ટાઢ વાય છે ! કરમ બુંદિયાળાનાં ને રોફ રાજાનો !” ને થોડી વારમાં જ કોઈ ઘરના દરવાજામાંથી આગળ દોડતો અર્ધનગ્ન ગુલામ ને પાછળ પામીનાની શાલ ઓઢી હાથમાં ચાબુક લઈ દોડતો ઘરભણી દેખાતો.
કેવી રમૂજ ! ઘર ઘરના દરવાજામાં પ્રજાજનનો આ તમાશો જોવા આવીને ખડા થયા હતા. ખૂબ મજા જામી. વાહ ભાઈ, વાહ ! ખૂબ કરી ! એ પકડી પાડ્યો ગુલામને ને ભરબજારે બધાની સામે માંડવો ફટકારવા ! આવી ટાઢમાં ભારે કાશમીરી શાલમાંથી હાથ બહાર કાઢીને જોરથી ચાબુક વીંઝવો એ કંઈ ઓછી મહેનતનું કામ હતું ! ગુલામના મોંમાંથી લોહી જતું હતું, એ હાથ જોડતો હતો, પણ પેલો બમણા આવેશથી ફટકારતો હતો. લોકો હસતાં હતાં. ભારે રમૂજ ! સવારના પહોરમાં શું સુંદર રમૂજ માણવા મળી ! પણ વિલોચનનું દિલ અત્યારે રમૂજ માટે તૈયાર નહોતું. એણે એ દૃશ્ય તરફથી મોં ફેરવી લીધું ને દૂર દૂર ક્ષિતિજ સુધી નજર નાખી. પરોઢનાં પંખેરુ ચારો ચૂગવા અહીંથી તહીં ગાતાં ગાતાં ઘૂમી રહ્યાં હતાં. વિલોચનની વ્યગ્ર દૃષ્ટિને એ જોવામાં કંઈક આસાયેશ મળી. ત્યાં તો એ ધોરી માર્ગ પર એક રાજ હાથી ઘંટા વગાડતો આવતો દેખાયો. સોનેથી રસેલી અંબાડી તેજનો અંબાર છોડતી હતી. એમાં દેવકુમાર જેવો કોઈ પુરુષ બેઠેલો હતો.
વિલોચને ઉત્કંઠાથી બે-ચાર જણાને પૂછવું. કોઈ શ્રેષ્ઠી, કોઈ મહાજન, કોઈ વ્યવહારીઓ ગુલામોની ખરીદીએ તો આવતો નથી ને ? અરે ચાલો, આજ ભારે તડાકો પડશે. છોકરીઓ બધી વેચી નાખું. પછી દેખવું નહિ ને દાઝવું નહિ ! કૌશાંબીના દાસબજારમાં મારા જેટલો માલ પણ કોની પાસે છે ? વિલોચનની આંખમાં અવનવું તેજ ભભૂકી ઊઠયું. પણ થોડી વારમાં એ નિરાશ થઈ ગયો. એને ખબર પડી કે આ તો રાજ અતિથિ છે. મહારાજા શતાનિક રંગશાળા નિર્માણ કરી રહ્યા છે, એમાં મૂકવા માટે મહારાણી મૃગાવતીની છબી ચિતરાવવાની છે. એ માટે ભારતવર્ષમાં સુવિખ્યાત યક્ષમંદિરના ચિતારા રાજ શેખરને તેડ્યો છે. એ લબ્ધિવંત છે, માણસનું માત્ર એક અવયવ જોઈને સાંગોપાંગ અને આબેહુબ છબી દોરી શકે છે !
વિલોચનની ઉત્સુક આંખો નિરાશ થઈ પાછી ફરી. એ કંઈ અત્યારે છબી ચિતરાવવા નહોતો નીકળ્યો, “અરે વિલોચન !' યકિાકા એને શોધતી શોધતી ત્યાં આવી પહોંચી. વિલોચને એની સામે માત્ર એક લુખ્ખી નજર નાખી, પણ કંઈ જવાબ ન આપ્યો,
શું કરે છે ?”
છબી ઘેરાવું છું, પથિકા ! જો, પેલો યામંદિરનો ચિતારો રાજ શેખર આવે. ચાલ, એને તારી છબી દોરવા કહું !” ને વિલોચને યલિકાના પ્રચંડ દેહ પર નજર નાખી.
સુંદર શુર્પણખા ! ઇતિહાસની શુર્પણખા કદાચ કુરૂપી હતી; આ યક્ષિકા એવી નહોતી ! એની દુકાનની એ વિશ્વાસુ વાણોતર હતી, સાથે સાથે એ એની વહાલસોયી
શ્રેષ્ઠી ધનાવહ D 9
Page #21
--------------------------------------------------------------------------
________________
પત્ની પણ હતી, લાડ લડાવનારી માતા પણ હતી, ભાવભરી ભગિની પણ હતી : યલિકા અનેકરૂ પા હતી. “એ દહાડા ગયા, ગાંડા !” યક્ષિકાએ પોતાના દેહ પર એક સ્નિગ્ધ નજર નાખી. “વિલોચન, રાજ શેખર તો ૪૮ પ્રકારના નાયકો ને ૩૮૪ પ્રકારની નાયિકાઓની છબી ચીતરનારો છે. રાજા-મહારાજા સિવાય બીજાનું ગજું નહિ ને પદ્મિની સિવાય બીજીનું કામ નહિ. હું કંઈ પદ્મિની થોડી છું ?”
| “ના, ના, યક્ષિકા ! કૌશાંબીમાં પદ્મિની માત્ર મહારાણી મૃગાવતી. બાકી તો યલિકા, પ્રેમના નિયમ કંઈ અજબ છે : એમાં તો જો શંખણીથી મન લાગી જાય તો પદ્મિની એની પાસે પાણી ભરે ! બાકી, પેલી છોકરી ચંદનની ડાળ જેવી ચંદના મોટી થતાં, હું ખાતરીથી કહું છું કે, જરૂર પદ્મિની થવાની.”
જોઈ ન હોય તો તારી પદ્મિની ! અરે, નામ મૂક એ રાંડ પદ્મિનીઓનું ! પદ્મિની તો આખા વંશનું નખ્ખોદ કાઢે, તમામ દેશનું ધનોત-પનોત વાળે, એમ ઘરડા લોકો કહેતા. અત્યારે તો વાયરો વાયો છે. બાકી પદ્મિની એ તો જીવતી જાગતી પનોતી ! એના કારણે ભયંકર લડાઈઓ થાય !”
“ચૂપ મર ! વળી સિપાઈ-સપરું સાંભળી જશે તો તને ને મને બંનેને ઘાણીએ ઘાલી તેલ કાઢશે. આ રાજાઓને તો માખી મારવી ને માણસ મારવું સરખું ! જય હો પદ્મિની રાણી મૃગાવતીનો !” વિલોચન પાછળનું વાક્ય જરા જોરથી બોલ્યો. રાજ હાથી પાસે આવતાં યક્ષિકા ઉતાવળી ઉતાવળી બાજુમાં સરી ગઈ.
વિલોચન આ પછી ઘણી વાર ત્યાં ઊભો રહ્યો. સૂરજ તપવા લાગ્યો, પણ મનમાન્યો ગ્રાહક ન મળ્યો. એટલામાં દૂરથી ધનાવહ શેઠને આવતા ભાળ્યા. વિલોચન એ ભદ્રિક શ્રેષ્ઠીને આવતા જોઈ ખુશ થઈ ગયો, ધનાવહ શેઠ ભારે દયાળુ - દયાધર્મમાં માનનારા હતા. બે હિરણ્યકોટી નિધાનમાં, એક વેપારમાં ને અડધી વ્યાજમાં રાખતા હતા. એમને મૂલા નામની પત્ની હતી. બંને સ્વર્ગનું સુખ ભોગવતાં હતાં. કંઈ સંસાર માંડ્યાને ઘણો વખત વીત્યો, છતાં કંઈ સંતાન નહોતું થયું : માત્ર એટલું દુઃખ હતું. સંતાનની અછત શેઠના મનને મૂંઝવતી, વાંઝિયાનું મુખ લો કો ન જુએ, એવી માન્યતા હોવા છતાં સવારના પહોરમાં ધનાવહ શેઠનું નામ હોંશથી લેવાતું. મોં જોનાર માનતું કે દહાડો સફળ થયો. એ વિલોચનના જૂના ગ્રાહક હતા. વેપારધંધા માટે તેમ જ ઘરકામ માટે માણસની જરૂર પડતી ત્યારે વિલોચનને ત્યાં આવતા. - જૂના વખતમાં એ મોતીનો વેપાર કરતા. દરિયામાંથી મોતી કાઢવા જુવાન ને મજબૂત ગુલામોની જરૂર રહેતી, પણ મોતી કાઢવાનું કામ એવું ભારે હતું કે એ ગુલામો ત્રણ-ચાર વર્ષમાં અકાળ મૃત્યુને ભેટતા. એક વાર કોઈ મુનિએ કહ્યું : “શેઠ, ગુલામોને માણસ ભલે ન ગણો, પણ એમનામાંય જીવ તો હોય છે ને ! એમને સતાવવા એ ભારે પાપ, હોં ! અને એ પાપે તમને સંતાન થતાં નથી."
શેઠે મોતીનો ધંધો છોડ્યો, પણ સંતાન તો ન થયાં તે ન જ થયાં. “ કેમ વિલોચન, અત્યારમાં કંઈ ફુરસદમાં ?” આપના માટે જ આવ્યો હતો. એક સુંદર દાસી આપના માટે રાખી લીધી છે.
10 B પ્રેમનું મંદિર
મારે એમાં કંઈ નફો ખાવો નથી, શેઠજી !''
“વેપારી નફો નહિ ખાય તો શું વૈરાગી ખાશે ? પણ અલ્યા, હરીફરીને અમે હુતો ને હુતી; બે માણસમાં તે કેટલાં દાસ-દાસી રાખવાં ?”
“અરે શ્રીમાન, લઈ જવા જેવી છે. આવો માલ વારંવાર આવતો નથી. પેટની દીકરી જેવી લાગશે. સુનાં ઘર વસાવે એવી છે. ચાલો પધારો, બતાવું. મન માને તો લઈ જજો ને, નહિ તો મારો માલ મારી પાસે.
- વિલોચન ધનાવહ-શેઠને અત્યંત આગ્રહ કરીને વખારે લઈ ગયો. એક કાષ્ઠસિંહાસન પર શેઠને બેસાડી ચંદનાને હાકલ કરી. ચંદના તૈયાર જ હતી. આજે એને વેચી નાખવાની હોવાથી, સવારથી જ એનો શણગાર થઈ રહ્યો હતો. ગુલામો માટે ખાસ બનાવવામાં આવતાં તાંબાનાં, અબરખનાં ને મીણનાં ઘરેણાં એને પહેરાવ્યાં હતાં. એનો લાંબો કેશકલાપ ગૂંચ્યો હતો ને હાથમાં રાતું કમળ આપ્યું હતું.
કોઈ પણ ગ્રાહક સામે હસતા મુખે ઊભા રહેવાની અને હાથનું લાલ કમળ રમાડતાં રહેવાની આજ્ઞા હતી.
ચંદના -- લાવણ્યભરી ચંદના – હસતી તો નહોતી, પણ શાન્ત-ગંભીર ઊભી હતી.
“ચંદના, શેઠના પગ પખાળ !” યક્ષિકાએ હુકમ કર્યો, અને ત્રિશૂળ હાથમાં આમતેમ ફેરવ્યું.
ચંદનાએ શેઠના પગ પખાળ્યા, “ચંદના, એક ગીત ગા તો !”
“ચંદનાએ એક નાનું ગીત ગાયું. એ રડતી હતી કે હસતી હતી, એ કંઈ ન સમજાયું; પણ એના નિર્દોષ સ્વરે શેઠનું હૈયું હલમલાવી મૂક્યું, એની કામણભરી કીકીઓએ શેઠના મનને પલાળ્યું.
શું મૂલ્ય છે ?” શેઠે પૂછ્યું. આપો તે, તમને જ આપવી છે.” વિલોચને કહ્યું.
“હા, હા, આ તો મગના ભાવે મરી વેચાય છે; જે આપો તે લઈને આજે જ નિકાલ કરવો છે,” યક્ષિકાએ કહ્યું.
- “માગો તે આપું.” શેઠ પણ ઉદાર બની ગયા.
ત્રણે જીવ દરેક વાતે તૈયાર હતા. એ રીતે એક એનાથ જીવનું ભાવિ બહુ જલદી નક્કી થયું. સોદો સરળ રીતે પતી ગયો, યક્ષિકાએ ચંદનાને દોરી દીધી.
વિલોચન-વાઘ જેવો વિલોચન-ઓશિયાળો બનીને એને જતી જોઈ રહ્યો. એને લાગ્યું કે એના જીવનમાંથી જાણે ચેતન ચાલ્યું જાય છે.
શેઠની પાછળ ચંદના ચાલી નીકળી-નવા આવાસમાં, નવા પરિવારમાં, પોતાનું નવું ભાગ્ય ઘડવા !
શ્રેષ્ઠી ધનાવહ li
Page #22
--------------------------------------------------------------------------
________________
મૂલા શેઠાણી
ઊંડણ ચરકલી જેવી ચંદના, અમે કહીશું કે, ખરેખર ભાગ્યશાળી હતી, એ આવી ત્યારથી ધનાવહ શેઠના ઘરમાંથી અમાવાસ્યાનો અંધકાર સરી ગયો છે ને પૂનમની ચાંદનીનો શીતળ છંટકાવ સર્વત્ર વ્યાપ્યો છે.
શેઠ-શેઠાણીના હૃદયમાં હજી સુધી ભરી પડેલી સંતાનની માયા ચંદના પર ઠલવાઈ રહી છે. લીલા વનની પોપટડી જેવી ચંદના કળા કરતી, ને જંગલની મૃગલી જેમ જેમ આખો દિવસ કૂદ્યા કરતી, ભાતભાતના શણગાર અને રંગરંગનાં વસ્ત્રો એને માટે મંગાવાતાં અને ખૂબી તો એ હતી કે ગમે તેવાં વસ્ત્ર કે અલંકાર ચંદનાને અડીને અરથી ઊઠતાં !
અલંકારથી ચંદના શોભે છે કે ચંદનાથી અલંકાર દીપે છે – રસશાસ્ત્રીઓ માટે એ ભારે મૂંઝવણનો પ્રશ્ન રહેતો. ચંદનાનો પડ્યો બોલ શેઠશેઠાણી ઝીલતાં.
ચંદના ભૂતકાળને ભૂલીને વર્તમાનની સુખદ કુંજોમાં કેકા કરી રહી. આજે પોતાનો નાશપાશ સમો કેશકલાપ બાંધી એ રાસ રમવા જતી, તો કાલે વળી પાયે સુવર્ણનૂપુર બાંધી નૃત્ય કરવા લાગતી. વંસતોત્સવ કે કૌમુદી-ઉત્સવોમાં ચંદના સહુથી અગ્રેસર રહેતી.
ચંદના પણ નગુણી નહોતી. એ જાણતી હતી કે આ સંસારમાં ગુલામનું સ્થાન ગમાણના ઢોર કરતાં પણ હીણું હતું, આ માટે એણે ઘરની વ્યવસ્થાનું તમામ કામ ઉપાડી લીધું હતું. અશન, પાન, ખાદિમ ને સ્વાદિમ એ પોતે જ તૈયાર કરતી, વસ્ત્ર, કંબલ, પ્રતિગ્રહ, પાદપ્રોંછન એ પોતે જ વ્યવસ્થિત રાખતી. પીઠફલક, શય્યા, સસ્તાર કે યથાયોગ્ય સ્થાને એ જ રખાવતી. ઓસડવેસડની ઉપાધિ એ જ રાખતી. ઘરનાં અન્ય દાસદાસીઓને પણ એ જ સંભાળતી.
એને જોઈને ઘરનાં દાસ-દાસીઓને વિચાર આવતો : ‘અરે, આ છોકરી તે ગુલામ છે કે માલિક ? આપણી સાથે જાણે આપણી શેઠાણી હોય એમ વર્તે છે : કદીક મહેરબાની દાખવે છે, કદીક ઠપકો પણ આપે છે.
ગુલામ કદી ગુલામનું શાસન સહન કરી ન જ શકે; ત્યાં એનું સ્વાભિમાન સહેજે ઘવાય. ભૈરવી નામની ફૂટડી નવજુવાન દાસીને ચંદનાનું આ જાતનું આધિપત્ય સહુથી વિશેષ ખટકતું. એ ઘણી વાર મૂંગો વિરોધ દર્શાવતી, કોઈ વાર ખુલ્લેખુલ્લો બળવો પોકારતી અને કહેતી : ‘શેઠનાં આપણે સાડી સાત વાર ગુલામ ! બાકી આપણે આ ગુલામનાં ગુલામ બનવું નથી.' એક રીતે ભૈરવી અને ચંદના બંને એકબીજાનાં હરીફ પણ હતાં. ભૈરવીનું પણ ઊગતું યૌવન હતું, ને ચંદના પણ નવયૌવના બની રહી હતી. બંને જીવનની નવવસંત સત્કારી રહી હતી.
દાસત્વના કટુ ને અપમાનિત જીવનમાં ભૈરવી એક વાતનો નિશ્ચય કરી ચૂકી હતી, કે કામદેવ વય કે અવસ્થા કંઈ જોતો નથી. ગમે ત્યારે, ગમે તેને, ગમે તે વયે એ પીડે છે. ભૈરવીની મન-સાધના ધનાવહ શેઠમાં છૂપી કામપીડા પેદા કરવાની હતી. સ્વસ્થ, શાંત ને ચાતુર્યામના પાલક ધનાવહ શેઠ ભેરવીને પુત્રીની નજરે નીરખતા, એની દરકાર રાખતા, કોઈ વાર એની સુખપૃચ્છા પણ કરતા, પણ ભૈરવી પોતાનાં અંગોને બેદરકાર રીતે ઉઘાડાં રહેવા દઈ, રતિપીડા વ્યક્ત કરતાં બેશરમ ગીતો ગાઈ, કોઈ ને કોઈ બહાને શેઠની નજર સામે વારંવાર આવીને, હસીને, વ્યંગ કરીને પોતાના માર્ગે કદમ કદમ આગે બઢી રહી હતી.
તેમાં અડધે રસ્તે ચંદના આવી મળી, અને બધો ખેલ બગડી ગયો, એમાંય શેઠ-શેઠાણી તો ચંદના પાછળ ઘેલા બન્યાં. એનો પડ્યો બોલ ઝિલાવા લાગ્યો. ભૈરવી આ સહી ન શકી. એણે શરૂઆતમાં ધીમો વિરોધ કર્યો, બધાં દાસ-દાસીને એની સામે ઉશ્કેર્યો પણ ખરાં, પણ ચંદનાએ એક વચનમાં તેમને સહુને ઠંડાં કરી દીધાં :
આપણે બધાં દાસ છીએ. આપણે એક જ જ્ઞાતિનાં કહેવાઈએ, એટલે આપણી વચ્ચે તો ઐક્ય જ શોભે. લડશું-ઝઘડશું તો આપણા હાથે આપણું જીવન બગાડશું.”
આ જવાબથી બીજાં બધાં તો સમજ્યાં, પણ ભૈરવી ન સમજી , એને થયું : ગઈ કાલે આવેલી દોઢ ટકાની ગુલામડી અમારા પર રાજ કરશે ? અરે, ગુલામની ગુલામ થઈને જીવવું એના કરતાં તો કોઈ નીચના ઘેર દાસત્વ કરવું શું ભૂંડું ?"
ભૈરવી ચંદનાનું મૂળ ઉખેડી નાખવા સજ્જ થઈ પોતાની રૂપજ્યોતમાં જલી મરનાર કોઈ પતંગિયું ન મળ્યું, એટલે એ દિશાનો પ્રયત્ન એણે બંધ કર્યો. બીજાં દાસ-દાસી પણ ચંદનાને વધુ પ્રેમ કરવા લાગ્યાં, એટલે એ તરફનો યત્ન પણ એણે
મૂલા શેઠાણી 13
Page #23
--------------------------------------------------------------------------
________________
બંધ કર્યો અને છેવટે એક અંધારી રાતે, દ્વેષ-દાવાનલમાં જ લી રહેલી એ તુચ્છ દાસીએ મંથરા ને કે કેરીનું નાટક ભજવવાનો નિર્ધાર કર્યો ! ભલા ને હરખઘેલાં મૂલા શેઠાણી સંસારના દાવપેચથી અજાણ હતાં. સંતાન નહોતું, એટલે એ તરફ સ્વાભાવિક આકર્ષણ રહેતું, છતાં ચંદના ઘરમાં આવ્યા પછી મને કંઈક શાન્ત થયું હતું.
એક દહાડાની વાત છે : અચાનક સ્નાનગૃહમાંથી સ્નાન કરીને આવતી ચંદના લીસી ભૂમિ પર લપસી પડી. એણે શરીરે એક જ ઉત્તરીય વીત્યું હતું ને એનાં સુંદર ગાત્રો તરતના સ્નાનની સ્નિગ્ધતાથી ચમકી રહ્યાં હતાં. લાંબો છૂટો કેશકલાપ પગની પાની સુધી આવી વીખરાયેલો પડ્યો હતો.
એક ચીસ નાખીને ચંદના બેહોશ બની ગઈ. એના માથામાંથી લોહી ફૂટીને એના કેશને ભીંજવી રહ્યું. આજુ બાજુ કોઈ નહોતું. એક માત્ર ભરવી થોડે દૂર કામ કરતી હતી. એણે ચંદનાને પડતી જોઈ, પણ તરત જ જાણે કંઈ ન જાણતી હોય તેમ આડું જોઈને કામ કરવા લાગી : “રાંડ, એ જ લાગની છે, મરી જાય તો મારી આંખનું કણું જાય !” એ મનમાં બબડી.
ધનાવહ શેઠ બહાર ગયા હતા, ને મૂલા શેઠાણી પાડોશણને ત્યાં બેસી વાતે ચડ્યાં હતાં. પડોશણો મશ્કરીમાં કહેતી હતી : “શેઠાણી, તમે તો વગર સુવાવડેવગર સૂંઠ ખાધે-દીકરી જણી ને તેય અપ્સરા જેવી ! શાસ્ત્રીજી કહેતા હતા કે સ્વર્ગમાં દેવ-દેવીને કંઈ માતાના ઉદરમાં ગર્ભમાં રહેવું પડતું નથી. જેવો કોઈ પુણ્યશાળી
જીવ અહીંથી સ્વર્ગમાં ગયો કે ત્યાંના દેવી પલંગમાંથી જ આળસ મરડીને સીધો ઊભો થાય. ન એમને બાલ્યાવસ્થા નડે, ન વૃદ્ધાવસ્થા દમે ! જન્મે ત્યારે જુવાન, અને મરે ત્યારે પણ નવજુવાન !''
“મારી ચંદના પણ પૃથ્વી પર ભૂલી પડેલી અપ્સરા જ છે ને ?" મૂલા શેઠાણી બોલ્યાં.
જોઈ તારી ચંદના !” એક વૃદ્ધ ડોશીમા તાડૂકી ઊઠ્યાં, નીચ જાતને માથે ચઢાવવી સારી નહિ. ગુલામ એ આખરે ગુલામ ! એનામાં ખાનદાની હોય ક્યાંથી ?”
મારી ચંદનાને જુઓ તો તમે ખાનદાની ને ઊંચનીચની વાત ભૂલી જાઓ બેન, ગુલામ શું ને શેઠ શું ? માણસ તો ન ઊંચ છે, ને નીચ છે. એ તો સ્થિતિ સંજોગ પ્રમાણે સારો-નરસો થાય છે.''
- “અરે એ વાતોડિયણ ! તારી વાતો પૂરી થશે કે નહિ ?” તાજા જ ઘરમાં આવેલા ધનાવહ શેઠે ચંદનાને બેભાન પડેલી જોઈને બૂમ પાડી.
મૂલા શેઠાણીએ સાદ તો સાંભળ્યો, પણ શેઠની રોજની આદત સમજી એ બેસી રહ્યાં. “તમારે તો બાઈ, ઘરડે ઘડપણે જુવાની આવી છે !” પડોશણે મીઠી મશ્કરી
14 D પ્રેમનું મંદિર
કરી, “ઘરમાં આવ્યા કે શેઠથી શેઠાણીને જોયા વિના ઘડીભર એકલા રહેવાતું નથી !!”
એ તો એવા જ છે ! ઘરમાં મને ન જુએ કે બૂમાબૂમ કરી મૂકે – જાણે કાલે જ પરણી ન ઊતર્યા હોઈએ ! બેન, કોઈ વાર શરમાવા જેવું કરે છે એ." શેઠાણીએ મનમાં હરખાવા છતાં શરમાતાં હોય તેવા ડોળ કરતાં કહ્યું.
શેઠાણી સ્વાધીનપતિકા છે. આવું સુખ તો દેવ-દેવી પણ...”
સામેથી એકદમ ભૈરવી દોડતી આવી: “બા, શેઠ ખૂબ નાખુશ થયા છે; જલદી ચાલો.”
એ તો નાના છોકરા જેવા છે. ઘડીમાં રાજી, ઘડીમાં કરાજી !”
ના, ના, બા ! આ તો ચંદના સ્નાનગૃહમાંથી આવતી હતી તે લપસીને પડી ગઈ છે. કોણ જાણે એને શું થયું છે કે બોલ્યા-ચાલ્યા વગર પડી રહી છે. શેઠજીએ પોતે ઉપાડીને એને પથારીમાં સુવાડી છે ને તમને બોલાવે છે.”
“શું ચંદના બેભાન પડી છે ? હાય બાપ ! લે, આ આવી." મૂલા શેઠાણી ઊઠીને ઉતાવળાં ઘર તરફ ધસ્યાં.
ચંદનાનું નામ આવ્યું કે શેઠાણી ગાંડાં !'' પડોશણે ટકોર કરી.
એ છોકરીએ તો ભૂરકી નાખી લાગે છે. નખોદનું ઘર છે !” ભૈરવી કપાળે હાથ પછાડી પાછળ ચાલી.
ચંદના ધીરે ધીરે શુદ્ધિમાં આવી રહી હતી. શેઠે પોતે એના માથે પાટો બાંધ્યો હતો ને પાસે બેસીને પંખો નાખી રહ્યા હતા. યૌવન અવસ્થાનું આગમન સૂચવતાં એનાં અર્ધખુલ્લાં અંગો ભલભલાની નજરને બાંધી લે તેવાં હતાં.
શેઠાણીને જોતાં જ શેઠ તાડૂક્યા : “તમને બૈરાંને તો દિલમાં દયા જ નહિ ! આ છોકરી મરવા પડી છે ને પોતે...”
- “ખોટા ચિડાશો મા ! કોને ખબર પડી કે છોકરીને આમ થયું છે ! મૂઆ નોકરચાકર પણ સ્નાનગૃહ સાફસૂફ નથી રાખતાં ને ! લીલ-શેવાળ કેવી થઈ જાય છે ! હાય રે મારી લાડલી બેટી !''
‘બા, એ લાડલીને મેં ઘણી વાર કહ્યું કે નીચું જોઈને ચાલજે , પણ માને તો ને !” ભૈરવીએ ચંદનાની બેશુદ્ધિનો લાભ લઈ કહ્યું, “ભારે રોફ ! બા, આંખો જાણે ઑડે આવી ! હું પૂછું છું કે શું જુવાની એને એકલીને જ આવી હશે ?”
ભૈરવીની વાતોમાં છૂપો વ્યંગ હતો, પણ એ કોઈને ખૂંચ્યો નહિ. મૂલા શેઠાણી ચંદનાની સેવામાં લાગી ગયાં, છતાં શેઠ તો એની પથારી પાસેથી ખસ્યા જ નહિ !
મૂલા શેઠાણી ચંદનાની ખૂબ સારવાર કરતાં, પણ આ વખતે ચંદનાની બધી સુશ્રુષા શેઠે પોતે ઉપાડી લીધી.
મૂલા શેઠાણી 15
Page #24
--------------------------------------------------------------------------
________________
બૈરક જાતિ પરનો અવિશ્વાસ શેઠ વારે વારે વ્યક્ત કરતા : “બૈરાની જાત ભારે બેદરકાર ! એને પોતાનાં પેટનાં જણ્યાં ને પોતાનો ‘પરણ્ય' – એ બે સિવાય કોઈની પડી હોતી નથી.” અને તેઓ શેઠાણીના હાથમાંથી ઓસડની પ્યાલી લઈને પોતે જ વ્યવસ્થિત કરતા, માથાના ઘામાં ને કમરના દુઃખાવામાં ઓસડ પણ પોતે જ લગાવતા.
દાસ-બજારનો નામીચો વેપારી વિલોચન પણ છાનોમાનો એક વાર ખબર લેવા આવી ગયો. એને કોઈએ ખબર આપેલી કે ચંદનાને ખૂબ વાગ્યું છે, માથું ફૂટી ગયું છે ને મરણ-પથારીએ છે.
વિલોચન જાણતો હતો કે ઘરના ગુલામોને સાધારણ વાંકમાં પણ ભયંકર શિક્ષાઓ થાય છે, એણે પોતાના મનમાં વિચાર્યું : ચંદનાનો વાંક આવ્યો હશે ને માર મારતાં શેઠને ધ્યાન રહ્યું નહિ હોય ! લાવ ખબર કાઢતો આવું ને જો શેઠ પાછી આપે તો સાથે લેતો આવું !
વિલોચન સાથે સુવર્ણ લઈને આવ્યો હતો. પણ અહીંની સ્થિતિ જોઈને એ શું બોલે ? શેઠ તો ગાંડાઘેલા થઈ ગયેલા. શેઠે રોજની આદત મુજબ શેઠાણીનો વાંક કાઢતાં, ને આખી સ્ત્રીવર્ગ તરફ નિર્દયતાનો કટાક્ષ કરતાં કરતાં બધી વાત એથથી ઇતિ સુધી કહી દીધી.
ભૈરવી પાસે જ ઊભી હતી. એણે શેઠાણીનો પક્ષ લેતાં કહ્યું : “શેઠજી, મારા શેઠાણીનો વાંક ન કાઢશો. સગી મા પણ આટલું હેત ન રાખે. આ દોઢ ટકાની ગુલામડીને ખાતર રોજ વાતવાતમાં તમે શેઠાણીબાને હલકાં પાડો છો, એ અમને જરાય ગમતું નથી. એ તો સાક્ષાત મા જેવાં છે !”
- “દોઢ ટકાની ગુલામડી ! રે, મારી ચંદનાનું અપમાન ?” અને ધનાવહ શેઠે ભૈરવીને ઊધડી લીધી.
ભૈરવી રોઈ પડી ને રડતી રડતી અંદર ચાલી ગઈ. મૂલા શેઠાણી ઓસડ બનાવી રહ્યાં હતાં. ભૈરવીને રડતી જોઈને એમણે એને પાસે બોલાવીને બધી હકીકત પૂછી.
ભૈરવીએ મીઠું-મરચું ભભરાવીને બધી વાત કરી ને છેલ્લે છેલ્લે કહ્યું : “બા, તમે તો સતજુગનાં સતી છો, એટલે તમને શું સમજણ પડે ? બાકી પેલી મનોરમા દાસીની વાત તો જાણો છો ને ? રાંડ શેઠ સાથે જ પ્રેમમાં પડી ને શેઠે પોતાનાં શેઠાણીને તગડી મૂક્યાં. આ રાંડો તો મારે ત્યારે આખું ઘર મારે છે ! મને તો આ ચંદનાનાં લક્ષણ કંઈ સારાં નથી લાગતાં ! કોણ જાણે શાં ચરિતર કરતી હશે !”
આ તું શું કહે છે, ભૈરવી ?” મૂલા શેઠાણી ભૈરવીએ ફેલાવેલી ભ્રમજાળમાં આબાદ સપડાઈ ગયાં.
“સાચું કહું છું શેઠાણી બા ! મને મારીને કટકા કરશો તોય હું તો સાચું જ કહેવાની. સાચું કહેવામાં શેઠે મને ધમધમાવી; હવે તમે મને શૂળીએ ચડાવો, પણ બા, ખોટું તો મારાથી નહિ બોલાય.” સત્ય અસત્યની જબાનમાં ભારે જાદુ હોય છે. ભૈરવીએ આગળ ચલાવ્યું :
એ રાંડ ચંદના શેઠને જોઈને વાળ વિખેરી નાખે છે, કપડાં આડાંઅવળાં કરે છે, અરે, કંઈ કંઈ ચાળા કરે છે ! બા, જો શેઠ એને આમ ને આમ પંપાળતા રહ્યા તો દશ વર્ષેય સાજી થાય તો મને કહેજો ! અને બા, હું મરું, મને રાંડને ક્યાંથી આ સત પ્રગટ્યું કે સાચું કહેવા માંડી.” ભૈરવી જરા પાસે સરીને શેઠાણીના કાનમાં કહેવા લાગી :
“બા, કહેશો તો હું સાંજે ચાલી જઈશ, પણ કોઈ વાર મારી વાત સંભારજો ! આ તમારી માનીતી ચંદના એક દહાડો તમારી શોક્ય ન થાય તો મને કહેજો ! પુરુષ તો આખર પુરુષ છે. ભમરાની જાતનો બધી વાતનો વિશ્વાસ થઈ શકે, પણ કયા ફૂલની સુવાસ લેવા ક્યારે દોડશે, એ કંઈ ન કહેવાય. બસ બા, હવે મારવી હોય તો મારી નાખો. સાચું હતું તે કહી દીધું.”
માયા-પ્રપંચભર્યા જગતણાં મૂલા શેઠાણી મૂંઝાઈ ગયાં. અરે, શું ચંદના મારી શોક્ય ? ના, ના, મારા પતિ એવા નથી. પણ આ ભૈરવી કહે છે કે પુરુષ તો ભ્રમર છે; એનો કાંઈ ભરોસો નહિ ! મૂલા શેઠાણી કંઈ નિર્ણય કરી ન શક્યાં.
સંસારના આ પોલા ગોળામાં અસતું શબ્દના પડઘા ભારે પ્રચંડ હોય છે.
16 D પ્રેમનું મંદિર
મૂલા શેઠાણી 17
Page #25
--------------------------------------------------------------------------
________________
દષ્ટિ તેવી સૃષ્ટિ
બિસ વીતી ગયા ને ચંદના તો પાછી હતી તેવી થઈ ગઈ. એ જ કામકાજ , એ જ નૃત્ય-ગાન, એ જ આનંદ-ઉલ્લાસ, પણ વચ્ચે વચ્ચે ચંદના કદી ગંભીર બની જાય છે, અને માતા તુલ્ય મૂલા શેઠાણીના પ્રેમપુષ્યમાં કોઈક ઝીણો કેટક ખૂંચ્યા કરે છે. પણ મસ્તીભરી ચંદના બીજી પળે, ભાવિના ખોળે બધું મૂકી, આનંદમાં ડોલવા લાગે છે.
ધનાવહ શેઠ તો એના જીવનદાતા છે. ચંદના એમના માટે જીવ આપીને પણ કંઈ સેવા થઈ શકતી હોય તો સેવા આપવા તૈયાર છે. અરે, રાજવંશની કેટલીય રૂપાળી છોકરીઓ ગુલામડી તરીકે પકડાયા પછી કેવી દુર્દશા પામી હતી ! અને પોતે ? આજે એના તરફ કોઈ ઊંચી આંખે જોઈ શકે તેમ પણ નહોતું.
પણ જે દિશામાંથી રોજ મીઠા સૂરો આવતા, ત્યાંથી આજ અગ્નિની ઝાળો આવતી હતી. વાતાવરણ ભારેખમ હતું. આજ સવારથી શેઠાણી ને ભેરવી ઘરમાં નહોતાં. શેઠ બહાર કામે ગયા હતા.
વૈશાખનો મહિનો આંતરબાહ્ય તપતો હતો. ચંદનનાં કચોળાં ને શીતળ પેય વગર રહેવાય એમ નહોતું. સુંદર વીંઝણા ને દહીં-શીખંડનાં ભાણાં પાસે તૈયાર હતાં.
મૂલા શેઠાણી નહોતાં એટલે ચંદનાએ શેઠના સ્વાગતનો ભાર સ્વયં ઉપાડી લીધો હતો. એણે પાદપ્રક્ષાલનથી માંડીને ઠેઠ આરામ માટેની સેજ સુધીની બધી વ્યવસ્થા કરી હતી. ચંદનાના હાથમાં ચમત્કાર હતો, એનો હાથ જે ચીજ પર ફરતો તે જાણે પલટાઈ જતી. બારીઓમાં કેવડાના સુગંધી ગુચ્છા લટકાવ્યા હતા ને પલંગ પર બટ-મોગરાની ઝીણી ચાદર ગૂંથીને બિછાવી હતી. પોતાના જીવનદાતા માટે તો ચંદના પોતાનું કોમળ હૈયું પણ બિછાવવા તૈયાર હતી.
શેઠના આવવાનો સમય થતો જાય છે, પણ શેઠાણી ન જાણે હજી કેમ ન આવ્યાં ? અરે, વસંતના દિવસો છે. શેઠ બહારના તાપથી આકુળ ને અંદરની યુધાથી વ્યાકુળ આવશે. એમના પગ ધોવાનું, જમવા બેસાડવાનું ને છેવટે વીંઝણો ઢોળી થોડી વાર આરામ આપવાનું કામ શેઠાણી વિના બીજું કોણ કરશે ? થોડી વાર વિચાર કરીને શેઠાણીની ગેરહાજરીમાં ચંદના પોતે તે સેવાકાર્ય બજાવવા સજજ થઈ.
એક દાસીએ કહ્યું : “મૂલા શેઠાણી આજે પોતાને પિયર જવાનાં હતાં; કદાચ સાંજે પણ ન આવે !”
ચંદના કહે : “વારુ, એમને કહેજો કે શેઠની ચિંતા ન કરે. હું બધું સંભાળી લઈશ.”
ભોળી ચંદના તૈયારી કરતાં કરતાં હર્ષાવેશમાં આવી ગઈ. એણે ઘણા દિવસથી સંગ્રહી રાખેલું લાલ કસુંબલ ઓઢણું કાઢવું, નાનાં નાનાં આભલાંથી જ ડેલું ચુંકીપટ કાઢવું, ને પાની સુધી ઢળતા કેશ સુગંધી તેલ નાખીને હળવે હાથે બાંધી લીધા.
હર્યાભર્યા વનની પોપટડી જેવી ચંદનાએ બધી તૈયારીઓ કરી લીધી. એક બાજઠ પર બેસીને એ ધનાવહ શેઠની રાહ જોવા લાગી, અરે, પોતાના પિતાનુંપોતાના જીવનદાતાનું-સ્વાગત પોતાના હાથે કરવાની અમૂલ્ય તક આજે મળી હતી !
ચંદના આજ જોયા જેવી બની હતી : છલકતું રૂપ કોઈ કવિનું જીવંત કાવ્ય બની બેઠું હતું.
જાણે દેવી વાસંતિકા નવવસંતના સ્વાગતે સજ્જ બેઠી હતી. જે રૂપમાં સંસાર સદા વિકાર જોવા ટેવાયો છે, એમાં વિશુદ્ધિનાં દર્શન કરતાં શીખે તો માનવદેહની નિંદા કરનારા કવિઓ જરૂર લાજી મરે !
ધનાવહ શેઠ હંમેશથી કંઈક મોડા ઘેર આવ્યા. ચંદના સ્વાગત માટે દોડીને દ્વાર સુધી પહોંચી ગઈ. એણે શેઠના હાથમાંથી લાકડી લઈ લીધી. લાકડીને હાથમાં રમાડતી ચંદના શેઠને સુખડના બાજઠ સુધી દોરી ગઈ. પછી શેઠને બાજઠ પર બેસાડી, પોતે તેમના માટે તૈયાર કરેલ ખાટા આમ્રફળનું પાણી લઈ આવી. ઉનાળામાં તાપમાં ગરમ લૂ લાગી, હોય તો આ પાણીથી દૂર થાય, એ ચંદના જાણતી હતી.
અરે ચંદના, આ ચીકણું ચીકણું જ છળ શાનું છે ?"
એ આવુ જળ છે. લૂ લાગી હોય તો એથી નષ્ટ થઈ જાય. જુઓ ને, તાપ કેટલો સખત પડે છે !''
- “અરે ચંદના, તું કેટલું વહાલ બતાવે છે ! મારા જેવો ભાગ્યશાળી શેઠ આખી કૌશાંબીમાં બીજો નહિ હોય. મનમાં એવું થાય છે કે તારા જેવી પર તો પેટનાં સાત સાત દીકરાદીકરી ઓળઘોળ કરું !
“ખોટી મશ્કરી કરી કોઈને શરમાવો નહિ, શેઠજી ! તમારા માટે તો મારા
દૃષ્ટિ તેવી સૃષ્ટિ 19
Page #26
--------------------------------------------------------------------------
________________
ચામના જોડા...” ને ચંદના પગનાં તળિયાં પર જરા ભારથી પેલું ખાટું જળ ઘસી રહી. પગની પાની પર થતા કોમળ સ્પર્શથી મીઠાં ગલગલિયાં માણી રહેલા શેઠ મુક્ત હાસ્ય કરી રહ્યા; એક નેહભરી નજર યૌવનના સૌરભ બાગ જેવી ચંદનાના દેહ પર નાખી રહ્યા. એ નજરમાં રૂપયૌવનભરી પુત્રીને નીરખનાર પિતાનું ચિરંતન વાત્સલ્ય ઝરતું હતું.
આજે ચંદનાનો હર્ષ એના નાના હૈયામાં તો શું, આખા વિશ્વના વિશદ પાત્રમાં પણ સમાતો નહોતો. પગની પાનીઓને ખાટા જળથી ઘસ્યા પછી એ સ્વચ્છ જળનો કુંભ લઈ આવી. કુંભ લઈને આવતી, કસૂંબલ સાડી પરિધાન કરેલી મદભર ચંદનાને જોવી એ પણ આ ચર્મચક્ષુઓની સાર્થકતા હતી. સાચા ગુણીજનોનાં દર્શન જેમ સંસારમાં દુર્લભ હોય છે, એમ સાત્ત્વિક સૌંદર્યભરી દેહલતાનાં દર્શન પણ મહાદુર્લભ હોય છે.
શેઠ બાજઠ પર શાન્તિથી બેઠા હતા. એમનો તમામ થાક જાણે ઊતરી ગયો હતો. ઉતાવળ તો આજે ઘણી હતી; જલદી જલદી જમીને પાછા રાજદરબારમાં જવું હતું; પણ એ બધુંય આ મીઠી પળે ભૂલી જવાયું.
પૂનમના ચાંદા જેવું મોં નીચું ઢાળીને પગ ધોઈ રહેલી ચંદનાનો ઢીલો કેશકલાપ છૂટો થઈ ગયો, ને આખી પીઠ પર કાળા વાસુકિ નાગની જેમ ઝૂમી રહ્યો. એ કેશકલાપની એકાદ બે લટ હવાની સાથે ઊંડી શેઠના પગ પર જઈ પડી; અને પગના ધોવાણના પાણીમાં મલિન થવા લાગી.
અરે, પોતાની પુત્રીનો કેશકલાપ આમ ધૂળમાં રગદોળાય ? શ્રેષ્ઠીએ હેતથી હવામાં ઊડી રહેલી અલકલટ ઊંચકી લીધી ને છૂટા પડેલા કેશકલાપમાં ધીરેથી બાંધી દીધી.
પગ પખાળીને શેઠ ભાણે બેઠા. આજની રસવતી (રસોઈ) અદ્ભુત હતી. ખૂબ હોંશથી બાપ-બેટીએ પેટ ભરીને વાતો કરી, ને એમ કરતાં કરતાં પેટ બમણું ભરાઈ ગયું, એનો ખ્યાલ શેઠને મોડો મોડો આવ્યો. આજનો દિવસ મહાહર્ષનો હતો.
“ચંદના, માણસ માણસમાં પણ કેટલો ફેર છે ! એક હોય તો જલ-થલ પલટાવી નાખે, બીજું હોય તો દિવાળીની હોળી કરી નાખે ! આજ જાણે આખું જીવન કોઈ અશ્રાવ્ય ગીતથી મધુર બની રહ્યું છે. વિલોચન કહેતો હતો કે ચંદના પદ્મિની સ્ત્રી છે.”
“મારે પદ્મિની નથી થવું. કૌશાંબીનાં મહારાણી મૃગાવતી ભલે એકલાં જ પદ્મિની રહ્યાં. તમે પુરુષોએ પણ બિચારી સ્ત્રીને શાં શાં ઉપનામ આપી, એની ન જાણે કેવી કેવી કક્ષા પાડી, ન જાણે મૂર્ખતાની પરિસીમા જેવાં એનાં કંઈ કંઈ વખાણ ને નિંદા કરી એ બિચારી-બાપડીની કેવી ઠેકડી કરી છે !”
20 D પ્રેમનું મંદિર
“શું પદ્મિની થવું ખોટું છે, ચંદના ?"
“હા, કોઈ કહેતું હતું કે એનું રૂપ આગ જેવું હોય છે; એમાં એ પોતે બળે ને બીજાનેય બાળે."
“સાચી વાત છે. રાણી મૃગાવતી પદ્મિની તરીકે પંકાય છે. રાજા શતાનિક એની પાછળ ગાંડા છે; છબીઓ ચિતરાવતાં થાકતા જ નથી. પેલો યજ્ઞમંદિરવાળો ચિતારો રાજશેખર દિવસોથી અહીં પડ્યો છે. એણે અનેક છબીઓ ચીતરી, પણ રાજાજીનું મન ધરાતું નથી. રાણીને આંતરતોષ થતો નથી. એ તો કહે છે કે હજી મન ડોલી ઊઠે એવી છબી ચીતરી જ નથી. એમને તો સાક્ષાત્ મૃગાવતી જોઈએ.” ચંદનાએ કહ્યું.
“લોક ઘેલાં થયાં છે. રૂપ, યૌવન, સત્તા કે ધન મળ્યું એટલે માનવી વિવેક જ છાંડી દે છે. આ કાયામાં ચીતરવા જેવું છે શું ? અને કાયા ગમે તેવી સુંદર હોય, એથી શું છબીમાં સુંદરતા આવી જશે ? અસલી હીરા સાથે નકલી હીરો હોડ બકી શકશે ખરો ?”
“ચંદના, તારી વાતો અજબ હોય છે !” શેઠ જમી રહ્યા હતા. વખત ઘણો વીતી ગયો હતો. રાજદરબારમાં તાકીદે પહોંચવાનું હતું. તેઓ જવાની તૈયારી
કરવા લાગ્યા.
“મધ્ય ખંડમાં સેજ બિછાવી છે, જરા આરામ કરતા જાઓ તો સારું.” ચંદનાએ વિનંતી કરતાં કહ્યું.
“તારી પાથરેલી સેજ પર આરામ કરવાનું કોને દિલ ન થાય ?” શેઠ આરામ કરવા માટે વિચાર કરી રહ્યા, એટલામાં તો રાજદરબારમાંથી તેડાગર આવીને ઊભો.
એણે પ્રણામ કરીને કહ્યું : “રાજાજી આપની રાહ જોઈને બેઠા છે. કહેવરાવ્યું છે કે અમે જમીને આવી ગયા છીએ, છતાં શ્રેષ્ઠીવર્ય હજી જમી પરવાર્યા નથી ? ભારે આળપંપાળ લાગે છે !”
“અરે, મારા સુખને બિચારો રાજા શું જાણે ?” શેઠે ધીરેથી કહ્યું, ને પછી મોટેથી કહ્યું : “ચાલો, આ આવ્યો ?”
શેઠ તરત રવાના થયા. જતાં જતાં એમની નજર ચંદનાની નજર સાથે મળી. જાણે વાત્સલ્યનાં બે તેજ ભેટી પડ્યાં. દ્વાર સુધી આવીને ચંદના શેઠને જતા જોઈ રહી : પોતાના વાત્સલ્યનો ઝરો, પોતાનો જીવનદાતા ઓ જાય !
4
ચંદના બે ક્ષણ સુખનિદ્રામાં મગ્ન થઈ રહી. એણે આંખો મીંચી જાણે સુખના ઘૂંટડા પીવા માંડ્યા. અચાનક આકાશમાંથી વજ્રપાત થાય તેમ કોઈએ એને ધક્કો માર્યો અને જોરથી એનો કેશકલાપ ખેંચ્યો. એણે વેદનામાં ચીસ નાખી, ને આંખ
દૃષ્ટિ તેવી સૃષ્ટિ – 21
Page #27
--------------------------------------------------------------------------
________________
ઉઘાડીને જોયું :
- જોયું તો ક્રોધથી ધમધમતાં મૂલા શેઠાણી ઊભાં હતાં, ને ભૈરવી એનો ચોટલો જોરથી ખેંચી રહી હતી. યમદૂત જેવા બે કદાવર ગુલામો હાથમાં દંડ લઈને ત્યાં ખેડા હતા.
શેઠાણીનો અવાજ ગાજ્યો : “પકડો એ રાંડને ! ઘસડીને નાખો ચોકમાં, ને હજામને બોલાવીને આ ઘડીએ જ એનું માથું મુંડાવી નાખો !”
માતા, માતા, આ શું ?"
કોણ તારી માતા ?” શેઠાણીને બદલે ભૈરવીએ જવાબ આપ્યો, “રાંડ, જેનું ખાય છે તેનું ખોદવા બેઠી છે ”
તમારું કહેવું હું કંઈ નથી સમજતી.”
તું કેમ સમજે ? અમે અમારી સગી આંખે બધું નાટક નિહાળ્યું. આજ તારાં ચરિતર જોવા અમે સવારનાં ઘરમાં જ છુપાઈ બેઠાં હતાં.” શેઠાણીએ કહ્યું.
હું કોઈ કામ છૂપું કરતી નથી; છૂપું કામ કરવામાં હું પાપ સમજું છું.” - “જો પંડિતાણી ! એટલે જ રાંડે આજ લાલ કસુંબલ વસ્ત્ર પહેર્યું છે (લાલ વસ્ત્ર અનુરાગનું ચિહ્ન છે), ને છૂટા કેશ રાખી શેઠ જેવા પુણ્યાત્મા પાસે કેશપાશ બંધાવ્યો છે. અરે, પુરુષ તો ભ્રમર છે. એમાં તું મળી, પછી પૂછવું શું ? કામક્રીડાની જાણનારી તારા જેવી જ આ નાટક ભજવી શકે !
“અરે માતાજી ! હું સાવ નિર્દોષ છું, આ તો તમે શીતળ જળને માથે જાણે એવો આરોપ મૂકો છો કે તે આગ લગાડી ! જેની માતાએ શીલને માટે પોતાના પ્રાણે દીધા, એની હું પુત્રી છું."
સોનાની છરી ભેટે ખોસાય, કંઈ પેટમાં ન મરાય. હું વધુ કશું સાંભળવા તૈયાર નથી. હજી તો સેજ પર સૂવું હતું મારી શોક્યને !” શેઠાણીએ ગર્જના કરી.
- ચંદના સ્પષ્ટ કરવા મથી, પણ ગેરસમજ એટલી મોટી હતી કે દલીલનાં વચન વ્યર્થ હતાં. ભીષણ આગમાં છંટાતું પાણી પણ તેલની ગરજ સારે છે.
ઓ પ્રભુ ! આ શબ્દો સંભળાવવા કરતાં મારા કાનમાં ખીલા ઠોક્યા હોત તો સારું.” ચંદના ૨ડી પડી. એને પોતાની બેહાલી કરતાં શેઠની બદનામી વધુ સાલી રહી હતી.
એ પણ થશે. ગુલામનું મોત ને શેરીના કૂતરાનું મોત સરખું હોય છે !” મોતનો તો મને ડર નથી, પણ...” એટલી વારમાં દાસ હજામને બોલાવી લાવ્યો. એને જોતાં જ શેઠાણીએ બૂમ પાડીને કહ્યું : “મૂડી નાખ એ કાળમુખી
22 D પ્રેમનું મંદિર
ચંદ્રમુખીના કેશ ! ન રહેગા બાંસ, ન બજે ગી બાંસુરી ! જોઈએ, પછી કેવાંક નખરાં કરે છે !”
બે ગુલામોએ ચંદનાને મુશ્કેટાટ પકડી રાખી, અને એનો સુંદર કેશકલાપ ક્ષણવારમાં – આત્મા વિનાનો દેહ જેવો – દૂર જઈને પડ્યો. કેટલો સુંદર, છતાં સ્થાનભ્રષ્ટ થવાથી કેટલો અસુંદર !
ભૈરવી, મારા ઘરની આ નવી રાણી જોઈ ? મારી શોક્ય ! મારી સેજની ભાગીદાર ! આપ એ રાંડને કાળી કોટડી ! નાખ એને પગે બેડી અને જડી દે એના હાથે જંજીર !”
શેઠાણી, ગુલામ તે આખરે ગુલામ ! નસીબમાં શેઠાણી થવાનું લખ્યું હોત તો કોઈ શેઠાણી કે રાજરાણીના પેટે જન્મ ન લેત !" ભૈરવીએ ચંદનાને હાથે-પગે બેડી નાખીને અંધારી કોટડી તરફ ઘસડી જતાં કહ્યું.
આખરે નિષ્ફળ ગયેલી ભૈરવી સફળ થઈ.
રો-કકળ કરતી ચંદના પોતાનું આટલું ભયંકર અપમાન જોઈને નિશ્ચષ્ટ-શાંત બની ગઈ હતી. હવે પુરુષાર્થ એની સીમા ઓળંગી ચૂક્યો હતો; અને પ્રારબ્ધની ભેટ પ્રેમથી સ્વીકારવાની હતી. એનાં આપ્યાં સુખ-દુ:ખ તો શાંતિથી સહેવાં ઘટે. એના મુખ પરથી ક્ષણવાર માટે સરી ગયેલું ગૌરવ પાછું ફરીને આવીને ત્યાં બેસી ગયું.
“કોઈએ શેઠને ચંદનાનો પત્તો દીધો છે, તો ખબ૨દાર છો, જીવતાં ઘાંચીની ઘાલીએ ઘાલીને તેલ કાઢીશ ! હું મારે પિયર જાઉં છું .” મૂલા શેઠાણીએ ઘરનાં દાસદાસીને કડક ફરમાન કર્યું. ને ક્રોધથી ધમધમતાં એ, ભૈરવીને ઘર ભળાવીને, પોતાને પિયર ચાલ્યાં ગયાં.
દૃષ્ટિ તેવી સૃષ્ટિ g 23
Page #28
--------------------------------------------------------------------------
________________
ચિતારો રાજશેખર
રે ! કૌશાંબીની રૂમઝૂમતી હવા હમણાં ભારે કાં લાગે ! શ્વાસોશ્વાસ લેતાંય થાકે કાં ચઢે ! અરે, વગર વિષાદે મનમાં રોવું રોવું કાં થયા કરે ! વગર કારણે પોતાના પર અને પારકા પર ખીજ કાં ચઢવા કરે ? ગવૈયાઓ સિતાર પર કરુણાનાં ગીત કાં બજાવે ? બધા હસે છે, પણ ૨ડવા કરતાં હસવું ખરાબ લાગે છે. ઊજળાં મોં કોઈનાં નથી. કોઈ ભારે સામૂહિક પાપ સહુને આવરીને તો બેડું નથી ને ?
યક્ષમંદિરનો ચિતારો રાજ શેખર પણ કોઈ ભારે પળયોગમાં આવ્યો છે. કૌશાંબીનાં મહારાણી મૃગાવતીના રૂપની ઘણી પ્રશંસા એણે સાંભળી હતી. મહારાણીને નજરે નીરખીને એ દીવાનો બની ગયો. રૂપનું પ્રચંડ ઝરણું ત્યાં પોતાના પુરદમામથી ખળખળ નાદે વહેતું હતું.
શું સુકુમારતા ! શી સુરેખતા ! શી સુડોળતા ! શું લાવણ્ય ! એક એક અવયવ કવિની કલ્પનાને બેહોશ બનાવે એવું હતું. ઉષાની લાલાશ એ દેહ પર રમતી હતી. ચંદ્રની સૌમ્યતા અને પુષ્પની ખુશબો ત્યાં બિરાજતી હતી. ગાલે ગલફૂલ પડ્યાં હતાં ને લજ્જાનાં ડોલર ત્યાં સદા ખીલેલાં રહેતાં.
દેવીએ ઝીણું પારદર્શક હંસલક્ષણ વસ્ત્ર પરિધાન કર્યું હતું, જે શ્વાસ માત્રથી પણ ઊડી જાય એવું હતું. ચીનાંશુકની ગુલાબી કંચુકી બાંધી હતી ને માથે કમળની વેણી ગૂંથી હતી. સુંવાળા મૃગચર્મનો ગળપટો ગળે વીંટ્યો હતો. વત્સદેશની મહારાણીને નીરખીને ચિતારાતી પીંછી સ્તબ્ધ બની ગઈ.
ચિતારો સાવધ બને, એના રંગ જમાવે, ત્યાં તો મહારાણી મૃગાવતી બેઠાં ન બેઠાં ને ચાલ્યાં ગયાં. દાસી કંઈ સમાચાર લાવી હતી. એ સાંભળી, ઉનાળે જાણે વાદળ વીજળી ઝબૂકીને અદૃશ્ય થઈ જાય તેમ, તે ચાલ્યાં ગયાં અને જતાં જતાં એ
કહેતાં ગયાં :
“રે, ન જાણે કેમ, આજે મન ભારે છે. નથી ઉતરાવવી છબી ! મને જોઈને માત્ર મોહ પામનારા કે મુગ્ધ બની જનારા મને શું ન્યાય આપશે ? આજ સુધી તો મારા રૂપયૌવનભર્યા દેહને કોઈ ચિતારો એના ચિત્રફલક પર સંપૂર્ણતાથી ચીતરી શક્યો નથી, તો આ બિચારો શું...” મહારાણીએ પોતાના ભુવનમોહન સૌંદર્ય વિશેનું અભિમાન પ્રગટ કર્યું ને સાથે સાથે સ્વમાની ચિતારાના અહંકાર પર ઘા કર્યો.
ઘાયલ થયેલો બાજ જેમ બેવડી ઝપટ કરે , એમ યથ મંદિરનો ચિતારો રાજ શેખર અભિમાનથી બોલી ઊઠ્યો : “મારી કળાને લાંછન ન દેશો, રાણીજી ! સાંભળી લો, છેલ્લો ને પહેલો બોલ : વિદ્યા ને વધુ બંને હોડમાં મૂકું છું. વસુની તો તમાજ નથી ! મહારાણી મૃગાવતીની છબી દોરાશે-માત્ર છબી નહિ, સાંગોપાંગ દેહયષ્ટિ ! રંગ અને રેખામાં આ ચિત્રફલક પર ટૂંક સમયમાં એ અંકિત થશે. મારી જીવનભરની સાધના આજ હોડમાં મૂકી દઉં છું. હવે અહીં ન પધારો તો ભલે, પણ આપની પૂર્ણ છબી યોગ્ય સમયે આવીને જોઈ જશો.*
રાણીજી ગર્વમાં ને ગર્વમાં નૂપુરનો ઝંકાર કરી ચાલ્યાં ગયાં ને ચિતારો પોતાની સાધનામાં પડી ગયો. એણે પોતાના તમામ તૈયાર રંગો ઢોળી નાખ્યાં, તમામ પુરાણી પીંછીઓ કાતરી નાખી. નવા રંગ, નવી પીંછી, નવું ચિત્રફલક !
એણે રાજાજીને કહ્યું : “રાણીજી ફરી અહીં ન પધારે તોપણ આપના શૃંગારભવનનું નિર્માણ અચૂક થશે, ને એમાં મહારાણી મૃગાવતીનું સાંગોપાંગ ચિત્ર હશે – સંસારે કોઈ વખત નહિ નિહાળ્યું હોય એવું આબેહુબ !”
રાજા શતાનિક પ્રસન્ન થયા. એમણે અંતઃપુરમાં જઈ રાણીજીની મશ્કરી કરતાં કહ્યું : “તમે નહિ બેસો તોપણ છબી તો જરૂર દોરાશે. પદ્મિનીનો કંઈ તોટો છે વત્સદેશમાં ?”
બીજી કોઈ પદ્મિની બતાવો તો ખરા !” રૂપગર્વિતા રાણી મૃગાવતી આજ રવે ચઢયાં હતાં, સંસાર જે રૂપને સદા વખાણતું હતું, એ રૂપને પોતે જ પ્રશંસવા બેઠાં હતાં – જાણે ગાય પોતે પોતાના દૂધને ગર્વથી પીવા લાગી !
અને બીજી મળે તો એ પટરાણી બને, એમ કબૂલ છે ને ?” રાજા શતાનિકે મર્મભેદી ઘા કર્યો.
“સુખે એને પટરાણી બનાવજો. તમારે રાજાને શું ? પાંજરાનું પંખી ને અંતઃપુરની રાણી-બેય સરખાં ! જૂનાને ઉડાડી મૂકો, નવાને પીંજરમાં પૂરો !”
“છતાં રાણીજી, હું સારો છું. બીજા રાજાઓને તો જુઓ, ઘોડાસરમાં જેટલા ઘોડા, કચેરીમાં જેટલા કર્મચારીઓ અંતઃવેરમાં એટલી રાણીઓ ! જેટલી વધુ
ચિતારો રાજશેખર D 25
Page #29
--------------------------------------------------------------------------
________________
રાણીઓ એટલી વધુ શોભા. લોક પણ એવાની જ વાહ વાહ કરે .”
“અરે, હજારનો ખંગ વાળી દઉં એવી હું એક નથી ?" રાણી મૃગાવતીએ સુંદર અંગભંગ રચતાં ધીમેથી કહ્યું.
પણ રાણી મૃગાવતીને ન્યાય આપવા ખાતર એટલું કહેવું જોઈએ, કે વત્સદેશમાં તો શું, આખા ભારતવર્ષમાં એના જેવી બીજી પદ્મિની સ્ત્રી ક્યાંય નહોતી. એના પરસેવામાં કસ્તુરીની મહેક હતી, ને શ્વાસમાં કેસરની સુવાસ હતી. એનાં રોજનાં વસ્ત્રો રાજ-ધોબી રાતે ધોવા જતો. દિવસે સુગંધી પરસેવાથી મઘમઘતાં વસ્ત્રોને ફૂલ સમજી ભમરાઓનાં ટોળાં ધસી આવતાં અને ધોવું વધુ મુશ્કેલ બની જતું.
ચિતારા રાજ શેખરે ગર્વ કરતાં તો કર્યો, પણ હવે એને લાગ્યું કે વાત સહેલી નહોતી. એણે પોતાનાં ચિત્રો બધાં તપાસી જોયાં, પણ એમાં કોઈ એ માપ-ઘાટની
સ્ત્રી નહોતી. એ શહેરની ગલીએ ગલીએ ફરી વળ્યો, પણ ક્યાંય બીજી મૃગાવતી ન લાધી. એને યાદ હતી માત્ર રાણીજીના ચહેરાની અને રાણીના ચહેરાના ઊપસતા ભાગ પર રહેલા માત્ર એક તલની. ચિતારાનું અંગશાસ્ત્ર કહેતું હતું કે અમુક ઠેકાણે જેને તલ હોય, એને પગમાં લાખું હોય, જંઘા પર એને બે નાના તલ હોય, વક્ષપ્રદેશ પર એક પણ એ વાત અત્યારે નકામી હતી. પહેલાં તો દેહનું પ્રમાણ જાણવાની જરૂર હતી. હજી ચહેરા પર પૂરી દૃષ્ટિ મંડાઈ નહોતી, ત્યાં તો રાણીજી ગર્વ કરીને ચાલ્યાં ગયાં હતાં !
ફરી વાર ચિતારાએ આડકતરી રીતે રાણીજીને જોવા ઘણો યત્ન કર્યો, પણ પગની પાની સુધ્ધાં એને જોવા ન મળી. મુખમુદ્રા પરથી એ માનવદેહ, એની પુષ્ટતા, પૂલતા, સૂમતો, ઊંચાઈ, પહોળાઈ ચીતરવી એ શક્ય નહોતું.
મૂંઝવણ હંમેશાં માર્ગદર્શક હોય છે. એવી મૂંઝવણમાં પડેલા ચિતારાને અચાનક એક માર્ગ સૂઝી આવ્યો : ગધેડા પર વસ્ત્રોની ગાંસડી લાદીને જતી રાજધોબણને એણે ચીતરી નાખી. અરે, રાજ માન્ય ચિતારો એક આવી સ્ત્રીના ચિત્રણ પાછળ પોતાની કલમ ઉઠાવે ખરો ? અને કલમ ઉઠાવી તો ઉઠાવી, પણ ખુદ પોતે ચિત્ર લઈને ધોબણને મળવા ચાલ્યો !
ધોબણ પણ નવયૌવના હતી. એનું નામ માલિની હતું. વન-ઉપવનની વેલને તો એક જ ઋતુમાં મહોર આવતો, પણ માલિનીના રૂપને તો બારે માસ મહોર
રહેતી, જ્યારે એ ગર્દભ ઉપર બેસતી ત્યારે એના ઠસ્સા પાસે હાથી પર આરૂઢ થયેલી રાજાની રાણી પણ તુચ્છ લાગતી ! આઠે પહોર એના મોંમાં સુગંધી તાંબૂલ રહેતું. એ જ્યાં પિચકારી મારતી, એ સ્થળ શહેરના ઈશકી નરો માટે બલિવેદી સમું બની જતું.
યક્ષ મંદિરનો ચિતારો રાજ શેખર સામે પગલે એક મુદ્રાતિશુદ્ર ધોબણને ઘેર પહોંચ્યો. ધોબણ તો ઘેલી ઘેલી થઈ ગઈ. એણે ધોબીને બૂમ મારી : “એ માટીડા, તારાં ભાગ્ય જાગ્યાં, ચાર પતિમાં તો કોઈની સાથે બેસીને છબી ન દોરાવી, પણ હાલ્ય, તારી સાથે તો બેસું. આપણી આખી ધોબીની નાતમાં ઇંદર-ઇંદરાણી જેવાં શોભશું !”
“રહેવા દો એ શ્રેમ ! આ બુડથલ ઇંદર કરતાં, તો રસ-રંગભરી ઇંદ્રાણી જ મારી પીંછીને યોગ્ય પાત્ર છે. લ્યો, આ મારી ભેટ !” ચિતારાએ કહ્યું, ને છબી ભેટ ધરી.
ધોબણે દોડીને છબી ઉપાડી લીધી. થોડી વાર એ એકીટસે જોઈ રહી. પછી પોતાના મુખ પર પોતે જ ચૂમી ભરી લીધી : “મારી જ છબી અને બળ્યું મને જ હત આવે છે ! જાણે એક દેહનાં બે રૂપ જ જોઈ લ્યો ! મહામાન્ય ચિતારાજી, કહો આપનાં શાં શાં સન્માન કર્યું ?'
એક ખાસ કામ અંગે આવ્યો છું.”
“એક શું, અનેક કામ કહો ને. અરે, હું મરું. મારા લાલ ! શું છબી બનાવી છે ! મારી મા બિચારી જોઈને ગાંડી ગાંડી થઈ જ શે. કહો ચિતારાજી, શું કામ પડયું છે ?”
કામ જરા ખાનગી છે."
વારુ !!* ધોબણે ચારે તરફ નજર ફેરવી અને ઇશારાથી સહુને બહાર ચાલ્યા જવા સૂચવ્યું. આવી જાજરમાન સ્ત્રીની ઇચ્છાની અવહેલના કરનારું પુરુષાતન ત્યાં નહોતું. બધાં ધીરે ધીરે બહાર ચાલી ગયાં.
| ચિતારાએ પોતાની તમામ વાત સમજાવીને કહ્યું : “આ બાબતમાં મને કોઈ પણ મદદ કરી શકે તેમ હોય તો તે માત્ર તમે જ છો. રાણી મૃગાવતીનાં એક જોડ કપડાં ખપે-બસ આટલું જ કામ !”
અરે, રાજાજી જાણે તો માથું જ કાપી નાખે ? એવાં વસ્ત્ર પહેરનારી આખા મલકમાં પણ બીજે ક્યાં છે ! આપ શું રાણીજીના રૂપ પર....”
“ના, ના. મારે રૂપની જરૂર નથી, વસ્ત્રની જરૂર છે."
એ વસ્ત્ર લઈને શું કરશો ?" “એનાથી રાણીની દેહયષ્ટિનું માપ કાઢીશ; એ વસ્ત્રો જેને અનુરૂપ થશે એને
ચિતારો રાજ શેખર D 27
રહેતો.
આદિ સંસારમાં સ્ત્રી શાસક હતી, પુરષ પ્રજા હતી. એ આદિ સંસારનો રિવાજ હજી આ શ્રમજીવી કુળોમાં પ્રવર્તતો હતો. ધોબણનો આ પાંચમો પતિ હતો. ચાર ચાર પતિ એના ગાઈથ્યને નિભાવી ન શક્યા, ને જીવના ગયા. આ રાજ-ધોબી એનો પાંચમો પતિ હતો. પતિ મેલીઘેલો ભલે રહે, ધોબણ તો સદા ઠાઠમાઠથી
26 પ્રેમનું મંદિર
Page #30
--------------------------------------------------------------------------
________________
પહેરાવીશ; એના પરથી મહારાણીનાં તમામ અવયવો સર્જીશ.”
“એવો કમનીય ઘાટ ધરાવનારાં ગાત્રોવાળી સ્ત્રી આખી કૌશાંબીમાં બીજી નહિ જડે !'
“તો સોનાની મૂર્તિ બનાવીશ. પણ વારુ, ઊંચાઈ માટે શું કરીશું ?” ચિતારાએ મૂંઝવી રહેલો છેલ્લો પ્રશ્ન પૂછ્યો. થોડી વારમાં બંને જાણે ચિરપરિચિત બની ગયાં હતાં.
ધોબણ અત્યંત પ્રસન્નચિત્ત હતી. એણે કહ્યું : “રાજની માલણને તેડાવું છું. એ રોજ પારિજાતકનાં પુષ્પનો દેહપ્રમાણ પોશાક ગૂંથી મહારાણીને પહેરાવવા જાય છે. એની લંબાઈ-પહોળાઈ એ જાણે છે. ચાલો, તમારું કામ પતાવી દઉં.”
ચિતારાની યુક્તિ સફળ થઈ. એને પોતાનો વિજય હાથવેંતમાં લાગ્યો. પોતાને આવાસે આવીને એણે પાળેલી ખિસકોલીઓને રમાડવા માંડી. સોનેરી, રૂપેરી ને કાબરચિતરા વર્ણવાળી ખિસકોલીઓ એના દેહ પર કૂદકા મારવા લાગી.
ચિત્રકારે એક નાની કાતર લીધી ને મૃદુતાથી ખિસકોલીઓની પૂંછડીઓ કાતરવા માંડી. એ પૂંછડીઓના મુલાયમ બાલને રેશમી દોરીમાં ગૂંથી કુશળ સોનીએ સુવર્ણ પીંછી બનાવી દીધી. થોડી વારમાં અનેક પીંછીઓ બની ગઈ. ઝીણામાં ઝીણા રંગકામ માટે એ ખિસકોલીની પૂંછડીઓ વપરાતી. એની બનેલી પીંછીઓ માનવદેહ પરના ઝીણામાં ઝીણાં રૂંવાડાંને ચીતરી શકતી.
પોતાની પૂંછડી કપાવીને પ્રત્યેક ખિસકોલી એક એક અખરોટ લઈને નાચતી નાચતી ચાલી જતી હતી. સંસારમાં ગુમાવ્યાની ગણતરી નથી, છતાંય મળ્યાનો આનંદ જરૂર છે.
ચિતારા રાજશેખરની સાધના અપૂર્વ હતી. આવી સાધનાને સિદ્ધિ હાથવેંતમાં હોય છે.
28 – પ્રેમનું મંદિર
6
અભિગ્રહ
રે, તે દિવસે પેલી દાસીએ આવીને મહારાણી મૃગાવતીના કાનમાં એવું તે
શું કહ્યું, કે છબી ઉતરાવવા માટે આવેલાં રાણીજી પાછાં ફરી ગયાં ? શા કારણે એમણે ચિતારા રાજશેખરને નિરર્થક ઊંડા પાણીમાં ઉતાર્યો ? શા માટે પત્નીઘેલા રાજા શતાનિકે નિર્માણ કરવા માંડેલા શૃંગારભવનમાં વિક્ષેપ નાખ્યો ? અલૌકિક સૌંદર્યના સ્વામિત્વના રાજાના ગર્વરાશિને એમણે આમ અડધે કાં થંભાવ્યો ?
મહાન જીવન જેમ સંસારની મિલકત છે, એમ મહાસૌંદર્યો પર સંસારનો હક્ક છે. તો પછી સંસારની એકમાત્ર સૌંદર્યરાશિ સમી પદ્મિનીના ચિત્રને રાણીજીએ આમ અડધે કાં થંભાવ્યું ? કયા અધિકારબળે ?
વાત સામાન્ય હતી; એક રીતે એ અસામાન્ય પણ હતી : પોષ માસના પહેલા પક્ષમાં, ઉદ્યાનમાં એક તરુણ તપસ્વી પધાર્યા હતા. ભરપૂર યુવાની હતી. હસ્તીના મસ્તક જેવું પ્રશસ્ત ને વિસ્તીર્ણ સંસ્થાન હતું. નિશ્ચલ શ્રીવત્સથી શોભતું હૃદય હતું. ગંધહસ્તી જેવી ચાલથી એ સહુનું મન મોહતા હતા. એમના મુખ પર સિંહ જેવી દુર્જેયતા ને મેરુ જેવી નિષ્કપતા હતી. જોઈએ ને મન મોહી જાય એવા એ સોહામણા હતા. વગર વાત કરે મનના બંધ છૂટી જાય એવા પ્રતિભાશાળી હતા એ મહાતપસ્વી.
પોષ મહિનાના અજવાળિયા પક્ષમાં એ યોગી ભિક્ષા લેવા નગરમાં ન
આવતા, પણ અંધારિયો પક્ષ બેસતાં એ જરૂર આવતા. ભિક્ષાનની-અશન-પાનનીઆકાંક્ષા પણ મોં પર દેખાતી; છતાં ન જાણે સહુના દ્વાર સુધી જઈને, ભિક્ષાન્ત અને ભિક્ષા આપનાર બંને પર એક મીઠી નજર નાખી, એ ભિક્ષા લીધા વિના ખાલી હાથે પાછા ફરી જતા.
અરે, એ મહાયોગીને શું ખપતું હશે ? જે ન સમજાય એની મૂંઝવણ ઘણી હોય
Page #31
--------------------------------------------------------------------------
________________
છે. નિત નિત નવનવાં ભોજનો બનવા લાગ્યાં. પ્રજાજનો, સામંતો, શ્રેષ્ઠીજ નો દોડી દોડીને એમને પોતાને ત્યાં નોતરી લાવવા લાગ્યા; પણ યોગીનો સંકોચાયેલો હાથ ભિક્ષા માટે લાંબો ન થયો તે ન થયો. અભુત તું રે યોગી ! એજ બ લાગે છે તારી વાંછના !
વખત ઝડપથી પસાર થવા લાગ્યો. શિશિર અને પાનખર પસાર થઈ ગઈ. વસંત આવી; એ પણ ગઈ અને જગતને અકળાવતી ગ્રીષ્મ પણ આવી. આમતરુઓ પર કેરીઓ પાકી ગલ થઈ ગઈ, ને નગરવાસીઓ પૃથ્વી પરના એ અમૃતને આરોગવા લાગ્યાં. શ્રીખંડ ને શીતળ પેયો ઘર ઘરમાં તૈયાર રહેવા લાગ્યાં. પણ આ ભૂખ્યા મહાયોગીની એક દિવસ નહિ, બે દિવસ નહિ, એક અઠવાડિયું નહિ, બે અઠવાડિયાં નહિ, પાંચ પાંચ માસ લગી ભિક્ષા પૂરી ન થઈ !
- કૌશાંબીના વિખ્યાત મહાઅમાત્ય સુગુપ્તના ઘરમાં નંદાદેવી નામે સુલક્ષણી પત્ની છે. મહાયોગીની એ પરમ-પૂજારિણી છે. સહુનાં દેખતાં એણે બીડું ઝડપ્યું કે આવતી કાલે એ મહાયોગીને અવશ્ય ભિક્ષા આપશે. અજબ હતી એની તૈયારીઓ. પાન અને પિંડની સાત પ્રકારની એષણાઓ (પવિત્રતા) વિચારીને એણે બધી સજાવટ કરી હતી.
બીજે દિવસે મહાયોગી પધાર્યા. નંદાદેવીએ વિનયથી આમંત્રણ આપ્યું. યોગીરાજ એક નજર ભિક્ષાન તરફ નાખીને તરત પાછા વળી ગયા. નંદાદેવીનું અભિમાન ચૂર્ણચૂર્ણ થઈ ગયું. એ ખાધા-પીધા વગર પલંગ પર જઈને પડી. સાંજ પડી તોય એણે ન કેશ સમાર્યા, ન સ્નાન કર્યું. પતિને આવવાની વેળા થઈ તોય ન એણે વેણીમાં ફૂલ નાખ્યાં. પૃથ્વી પર અંધારાં વીંટાયાં તોય ન એણે દીપક જલાવ્યા. સાંજે અમાત્ય સુગુપ્ત ઘેર આવ્યા, ત્યારે એમણે કહ્યું, “રે માનુની ! આજે તું માનભંગ કાં થઈ ?”
માનુનીએ કહ્યું, “ધિક્કાર છે આવા અમાત્યપદથી કે જેના અન્નનો એક કણ પણ મહાયોગી સ્વીકારતા નથી ! અને શરમ છે આપના ચાતુર્યને કે એ મહાયોગીને શું ખપે છે, એની ખાતરી પણ કરી શકતા નથી ! મને તો આમાં વત્સ દેશનું ભાવિ અમંગળ ભાસે છે.”
- “સાધારણ ઘટનાઓમાં પણ મંગલ કે અમંગલનું નિર્માણ ભાળનારી તમને સ્ત્રીઓને હજાર વાર નમસ્કાર છે !” મહાઅમાત્ય વાત ઉડાડી દેવા માગતા હતા.
“આ સામાન્ય ઘટના ? એક પવિત્ર અતિથિ આંગણેથી ભૂખ્યો જાય, એને તમે સાધારણ ઘટના માનો છો ? જે ઘરનો એક કણ પણ યોગી-અતિથિના પાત્રમાં ન પડે એ ઘર તે ઘર કે સ્મશાન ? તમારી બધાની મતિ ફરી ગઈ છે ! તમારા રાજાને આવી વેળાએ શુંગારભવન નિર્માણ કરવાનું સૂઝયું છે. તમારી રાણીને છબી
30 D પ્રેમનું મંદિર
પડાવવાની આકાંક્ષા જાગી છે. રૂપ અને યૌવન તો એમને ત્યાં જ આવ્યાં હશે, કાં ? દરેક વસ્તુને મર્યાદા હોય. જે વસ્તુને તમે વધુ માયાથી વળગશો, એ તમને વધુ સંતાપ આપશે. જે ચીજો માયિક છે, એ ગમે તેવી સારી હોય તો પણ તેમાં વધુ આસક્તિ સારી નહિ.” નંદાદેવી થોડીવાર થોભ્યાં ને વળી બોલ્યાં :
“તમારાં રાજા-રાણી ઘેલાં નથી તો શું છે ? અરે, તમે ચંપાનો વિજય કરી આવ્યા, ત્યાંના રાજા દધિવાહનને માર્યો, લૂંટ ને જુલમ કર્યા, એમાં રાણી મૃગાવતીની સગી બહેન રાણી ધારિણી શીલ બચાવવા આપઘાત કરીને મરી અને એની કુંવરી વસુમતી દાસ-બજારમાં વેચાઈ ! આ જાણ્યું ત્યારથી મને તો ભીતિ લાગે છે; ભાર ભાર લાગે છે. ઉત્કટ પાપનાં ફળ સદ્ય હોય છે. આ દાસ-દાસીઓ ! તમારા પશુબળ નીચે પાયમાલ થયેલા ગુલામો ! આ તમારા અન્યના સંતાપથી સંગ્રહાયેલી સંપત્તિઓ ! મને તો જ્યાં જોઉં છું ત્યાં અન્યાય ને અધર્મ લાગે છે ! મહાયોગી આવું અન્ન કેમ આરોગે ? નાથ, મને તો આ તમારા કોટકાંગરા તમારા જ વૈભવના ભારથી ડગુમગુ થઈ ગયા લાગે છે !”
“નંદા, તમે સ્ત્રીઓ રજનું ગજ કરવામાં ચતુર હો છો. એ તો સહુનાં કરમની વાતો. લેખમાં મેખ કોણ મારી શકે ? સહુનાં સુખદુઃખ સહુ સહુનાં કરમના કારણે. લે જો, આ મહારાણી મૃગાવતીની પ્રતિહારી વિજયા તને રાજમહાલયમાં તેડવા આવી છે. રાજાજી શૃંગારભવન નિર્માણ કરી રહ્યા છે. શેષ કાર્યમાં ફક્ત મહારાણીજીની સર્વાગ છબી બાકી હતી. આજે જ રાણીજી હંસલક્ષણ વસ્ત્ર પહેરી ચિતારાની સામે બેસવાનાં છે. તમને બોલાવ્યાં છે.”
“વિજયા, આવ બહેન !” નંદાએ વિજયાને પોતાની પાસે બોલાવી. વિજયા અંતઃપુરની મુખ્ય પ્રતિહારી હતી. એ વિવેકી, વિનયી, ધર્મશીલ ને રૂપવતી હતી. અંતઃપુરની આ દાસીઓ કદી લગ્ન ન કરતી વેળા-કવેળાએ જાગેલી રાજાઓની કામલિપ્સા તૃપ્ત કરવા સિવાય, સંસારમાં એ સદા શીલવંતી રહેતી. રજાઓ પણ આવી દાસીઓ દ્વારા થયેલા દાસીપુત્રોને રાજપુત્રોની જેમ જાળવતા. એટલે વિજયા દાસી હોવા છતાં રાણી જેટલા માનની અધિકારિણી હતી.
નંદાએ એનું બહુમાન કરતાં કહ્યું : “વિજયા, પેલા મહાયોગીની વાત તો તું જાણે છે ને ? આજ મહિનાઓથી એ ભૂખ્યા છે. આંગણે આવેલો આવો અતિથિ આપણા અન્નનો એક કણ પણ ન લે, એનો અર્થ તું સમજે છે ? હું તો એમાં રાજા અને પ્રજા માટે અમંગળ એંધાણ જોઉં છું. રાણીજીને કહેજે કે રૂ૫ તો પતંગ જેવું છે; આ દેહ પર બહુ ગર્વ કરવો યોગ્ય નથી; કોઈ વાર આપણું રૂપ આપણને જ ખાઈ જશે. વિકારોનું પોષણ વિવેકનો નાશ કરે છે. માટે રાણીજી ચેતી જાય. આ પૃથ્વી જેઓનાં સુકતથી ટકી રહી છે, એ યોગીઓનાં સન્માન માટે સજ્જ થાઓ !
અભિગ્રહ 1 31
Page #32
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી ટકશે તો એવા ધર્મધુરંધરોથી. નહિ તો આપણાં પાપ ઓછાં નથી. એ પાપથી તો આ પૃથ્વી રસાતાળમાં ચંપાઈ જાય.”
નંદાદેવીની આ વાતે દાસી વિજયાને વિચાર માં નાખી દીધી. એ જલદી જલદી ત્યાંથી ચાલી નીકળી. ને રાણીજી છબી ઉતરાવવા બેઠાં હતાં ત્યાં આવીને બધી વાત કહીને છેલ્લે એણે કહ્યું : “રૂપ, યૌવન ને ધનનાં આ બધાં નખરાં છાંડો. એ એક દહાડો આપણને ભરખી જશે. કંઈક ઉપાય કરો અતિથિને અન્ન-પ્રાશન કરાવવાનો; નહિ તો વૃથા છે આ રાજપદ, આ રાણીપદ ને આ સમ્રાજ્ઞીપદ !!?
દાસી વિજયાની વાતોએ રાણી મૃગાવતીના મર્મભાગ પર પ્રહાર કર્યો. પારદર્શક વસ્ત્રો પહેરીને, અંગોપાંગને ગોપવ્યાના બહાના નીચે પ્રત્યક્ષ કરાય તે રીતે અલંકાર સજીને, ફૂલના ગુચ્છા ને સુવર્ણની ઘૂઘરીઓ ફણીધર જેવા અંબોડામાં ગૂંથીને બેઠેલાં રાણીજીને પોતાને પોતાના રૂપ પર ગુસ્સો ઊપજ્યો. ચંપા કળી જેવો દેહનો રંગ જોઈને, મજીઠના રંગથી પણ અધિક પગની પાનીની લાલાશ જોઈને અને કમળના ફૂલની રતાશને શરમાવે તેવો ગાલનો રંગ જોઈને ચિતારો તો દિવાસ્વપ્નમાં પડી ગયો હતો. એની કલ્પનાદેવી પણ આટલી મોહક નહોતી; અને કદાચ મોહક હોય તોપણ આટલી સુંદર ને સુરંગ તો નહોતી જ !
પણ અચાનક રાણીજી તો ઊભાં થઈને ચાલ્યાં ગયાં ! ચિતારાના રંગમાં ભંગ પડ્યો. રાણીજી જઈને રાજા શતાનિકની પાસે પહોંચ્યાં, ને ભૂખ્યા યોગીની વાત કરી. છેલ્લે છેલ્લે કહ્યું : “શરમ છે આ વૈભવને, આ સત્તાને, આ રાજપદને ! શું આપણે એવાં સત્ત્વહીન છીએ, શું આપણી રાજલક્ષમી એવી શાપિત છે કે આટઆટલી સાહ્યબી છતાં આપણે એક ભૂખ્યા અતિથિને પણ સંતોષી ન શકીએ ?”
ક્રોધમાં વિશેષ સૌંદર્યવંતાં લગતાં રાણીજીને સાંત્વન આપતાં રાજાજી બોલ્યા : રાણીજી, અબઘડી પ્રબંધ કરું છું. વત્સદેશના રાજભંડારોમાં કઈ વાતની કમીના છે ? આટઆટલા રાજ ભંડારો, આટઆટલાં રસોડાં ને આવડા મોટા પથભંડારો ભર્યા છે. યોગીની ઇચ્છાને તૃપ્ત કરવી એ રમતવાત છે. એમનું પાશેરનું પેટ પૂરવું એમાં તે શી વિસાત ?"
“પણ યોગી તો અભિગ્રહવાળા છે. એ પેટમાં અન્યાયસંપન્ન દ્રવ્યનો એક દાણો પણ નહિ જાય. યોગીના અભિગ્રહો વિચિત્ર હોય છે. આપણી પંગતમાં તો હાથ ધોઈને આવેલો ખૂની પણ જમી જાય, પણ એ દયાવતાર તો આપણા મનની વાત ને સંસારનાં પાપ પણ જાણતા હોય છે. પાપનો પડછાયો હોય ત્યાં તો એ ઊભા પણ ન રહે."
“એની ચિંતા ન કરશો. સભાપંડિત તથ્યવાદી અભિગ્રહના વિષયમાં નિષ્ણાત છે. અભિગ્રહોના પ્રકારો જાણી લઈએ. હજાર પ્રકાર હશે તો હજાર રીતની તૈયારીઓ થશે.”
32 પ્રેમનું મંદિર
રાજ આજ્ઞા છૂટી. થોડી વારમાં સભાપંડિત આવીને હાજર થયા. રાજાજીએ આજ્ઞા કરી કે, “યોગીઓના અભિગ્રહની ખાસ ખાસ વાતો અમને સંભળાવો.*
પંડિતો શાસ્ત્ર કાઢી એ વિશે કહેવા માંડ્યું. ત્યાં દાસી વિજયાએ વિનમ્ર વદને આવીને કંઈક કહેવાની રજા માગી.
“વિવેકી દાસી, તારે જે કહેવું હોય તે સુખેથી કહે."
“મહારાજ, મારી એ ક નાનીશી અરજ છે. અભિગ્રહની વાતો સર્વ પ્રજાજનોને પણ સંભળાવો. કારણ કે આ મહાયોગીને મન રાય ને રંક સમાન છે; ઉચ્ચ-નીચના કોઈ ભેદ એને નથી. હજી ગયા વર્ષની વાત છે ; વૈશાલીમાં ચાર ચાર માસના ઉપવાસોનું પારણું કરાવવા ત્યાંના નગરશેઠ ભારે કાળજી રાખી રહ્યા હતા; પણ એ મહાયોગીએ તો એક દહાડો વૈશાલીના પૂરણીયા નામના સામાન્ય ગૃહસ્યને ત્યાં લૂખું-સૂકું જે મળ્યું તેનાથી પારણું કરી લીધું.”
ધન્ય છે વિજયા તને, તેં અમને યોગ્ય સૂચના કરી, અરે જાઓ, પુરજનોને રાજપરિષદામાં આમંત્રો !”
થોડી વારમાં રાજપરિષદા પુરજનોથી ભરાઈ ગઈ. પંડિત તથ્યવાદીએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ વિષયક અભિગ્રહોનું વર્ણન કર્યું. યોગીઓના અન્ન-પાનની મર્યાદા વિશે સવિસ્તર વ્યાખ્યાન આપ્યું. સાત પ્રકારની પિડેષણા અને પાનેષણા (ખાન-પાનની શુદ્ધિ , એને બનાવવાની, એના બનાવનારની, પાત્ર, સ્થળ વગેરેની શુદ્ધિ) કહી બતાવી.
રાણી મૃગાવતીની વતી દાસી વિજયાએ કહ્યું :
“આ યોગી રાણીજીના ફુઈના દીકરા થાય છે. રાણીજીનાં બહેન એમના મોટા ભાઈ નંદિવર્ધનનાં પત્ની થાય. વૈશાલીના ગણનાયક રાજા ચેટકના એ ભાણેજ થાય. પણ એ વિશ્વપ્રેમી યોગીએ બધું કર્યું છે, ને સંસાર માટે સાચા સુખની શોધમાં નીકળ્યા છે. સંસારના સંબંધો એમને માટે વાદળના રંગ જેવા છે. એ દિવસોથી મૌન છે, દિવસો બાદ જમે છે. તેઓ માને છે, કે સુખબુદ્ધિથી સંસાર જે વિષયો સેવે છે, તે જ તેમના દુઃખ-સંતાપનું નિમિત્ત અને અન્ય જીવોની હિંસાનું પણ કારણ બને છે. એ તો કહે છે કે અહિંસક બનો, નમ્ર બનો, ઉદાર બનો, સંયમી બનો, સત્યપ્રિય બનો ! આટલું કરશો તો જે સાચા સુખને તમે શોધવા જાઓ છો, તે તમારે બારણે આવીને ખડું રહેશે ! માટે બુજઝહ ! બુજઝહ ! જાગો જાગો !
આ નાદ એમણે શૂલપાણિ નામના તાલભૈરવને સંભળાવ્યો ને એના ક્રોધને સાધ્ય કર્યો. અચ્છેદક નામના તાંત્રિકને એના છલ-પ્રપંચના માર્ગેથી વાળી સત્ય, અહિંસા ને બ્રહ્મચર્યના તેજને સમજતો કર્યો. અરે, શ્વેતાંબી પાસેના કનખલ આશ્રમમાં કૌશિક નામનો નાગ રહેતો હતો. તે એવો ક્રોધી હતો કે એને સહુ ચંડ-કૌશિક કહેતા.
અભિગ્રહ 33
Page #33
--------------------------------------------------------------------------
________________
એને પણ બૂઝવ્યો, વળી સંબલ ને કંબલ જેવા નાગકુમારોને પણ ગંગા નદીના તટ પર તાર્યા. પોતાની સહનશક્તિની ને અહિંસાની કસોટી કરવા પોતે અનાર્ય દેશમાં સંચર્યા. એ દુ:ખોને આપણે શું જાણીએ ? કૂતરાં પગની માંસપેશીઓ કાપી નાખતા, અનાર્ય લોકો એમને માર મારતા, એમના શરીરમાંથી માંસ કાઢી જતા, છતાં ન કોઈ પર ક્રોધ કે ન કોઈ પર વેરભાવ ! અવેર અને અહિંસાની સાક્ષાત મૂર્તિ !
“અરે, અનાર્યદેશમાં જ શા માટે, આર્ય ગણાતા દેશમાં પણ એ મહાપુરુષને મારણ; તાડન; છેદન ઘણાં થયાં. પણ એ હૃદયદ્રાવક દુઃખો છતાં એ સમબુદ્ધિ, તપસ્વી, દયાવતાર મહાત્માનાં અહિંસા, બ્રહ્મચર્ય અને સત્ય અકુણ રહ્યાં. ચમત્કારો તો કેટલા એમના છે, પણ ચમત્કારો કરવામાં એ માનતા નથી. સંસારને બાળીને ભસ્મ કરવાની તેજોલેશ્યા ને સળગતા અગ્નિને શાંત કરનારી શીતલેયા એમની પાસે હાજરાહજૂર છે.” દાસી વિજયાએ પોતાનું કથન પૂરું કર્યું.
- “સુવર્ણસિદ્ધિ કે પારદસિદ્ધિ જેવું એ જાણતા હશે ખરા, વિજયાદેવી ?” એક સામંતે જિજ્ઞાસાથી પૂછ્યું.
આવા મહાત્માઓ પાસે આવી ગુપ્ત વિદ્યાઓ હોય છે; પણ એ કોઈને બતાવતા નથી. એ તો આકાશગામિની વિદ્યા પણ જાણતા હશે !” બીજા સામંતે ટેકો આપ્યો.
તમારું મન હજી સંસારને દુઃખી કરનાર સોનામાં ને રૂપામાં ૨મે છે ! તમારી ભક્તિ સ્વાર્થી છે, એ મહાયોગી સુવર્ણસિદ્ધિ કે પારદસિદ્ધિને વીસરીને આત્મસિદ્ધિ ને પરમાત્મસિદ્ધિમાં રમે છે. એ દિવસોથી આપણી શેરીઓમાં ભૂખ્યા-તરસ્યા ફરે છે એ જાણો છો ?'
“વિજયાદેવી ! વૈશાલીના ક્ષત્રિયો વિચિત્ર છે. એ દેશ પણ વિચિત્ર. એમને એક નહિ, પણ અનેક રાજા. બધા મળી રાજ ચલાવે. આમ્રપાલી ત્યાંની ભારે ફૂટડી નટડી !” આમ્રપાલીનું નામ બોલતાં એ વૃદ્ધ સામંતનું મોં પહોળું થઈ ગયું, અને તાંબૂલનો ૨સ દેહ પર પ્રસરી રહ્યો.
નટડી નહીં, નર્તકી !” એક જુવાને કહ્યું ને વધુમાં ઉમેર્યું, “અરે એ તો મગધના રાજાની રાખેલી !''
“રાજા માણસોની વાત ઓર છે ! અલ્યા, એવાં સુખો રાજા નહિ ભોગવે તો શું હાલીમવાલી ભોગવશે ?”
રાજા શતાનિક પોતાના ભુજબળ સમા આ પરાક્રમી સામંતોનાં ટોળટપ્પાં મૂછમાં મલકાતા સાંભળી રહ્યા હતા, - દાસી વિજયા આ વાર્તાલાપથી ચિડાઈને બોલી : “ કેવી વિચિત્ર છે તમારી વાતો ! અરે, જે વાતનો વિચાર કરવા અત્રે એકત્ર મળ્યાં છીએ એનો વિચાર કરો ને !”
34 પ્રેમનું મંદિર
બરાબર છે.” રાજા શતાનિકે સમર્થન આપ્યું. વત્સદેશ પર આફત તોળાઈ રહી છે,” વિજયાએ કહ્યું,
શાની આફત, વિજયાદેવી ? એ આફત-બાફતની વાતમાં કંઈ માલ નથી. હજી તો અમારી તાતી તલવારો કમર પર જ છે. ચંપાના રાજા દધિવાહનને અમે દધિપાત્રની જેમ રગદોળી નાખ્યો, એ તો તમે જાણો છો ને ?" બે-ચાર સામંતોએ ભુજા ઠોકીને, મૂછે તાવ દઈને કહ્યું.
“તો તમને સૂઝે તેમ કરો ! તમારું સર્વસ્વ તલવાર જ છે !” વિજયા નારાજ થઈ પાછી ફરવા લાગી.
“ના, ના, વિજયા, આ તો બે ઘડીની મજાક છે, પંડિત તથ્યવાદી, આ બાબતમાં તમારો મત દર્શાવો.” રાજા શતાનિકે પોતાની માનીતી દાસીને સાંત્વન આપતાં કહ્યું.
સભાપંડિત તથ્યવાદીએ મોં ગંભીર કરી કહ્યું :
“મહારાજ , મારું સંક્ષેપમાં કહેવું એ જ છે, કે છેલ્લે છેલ્લે એમણે કહ્યું કે આ પ્રકારના યોગીઓ આવા અભિગ્રહ દ્વારા આપણી ભૂલો બતાવવા, આપણાં પાપ પખાળવા કે આપણી ભક્તિની કસોટી કરવા આવે છે, તેઓ પરમ જ્ઞાનની ખોજ માં છે એટલે મૌન છે. બાહ્ય રીતે સુખી દેખાતા પણ વાસ્તવમાં દુઃખથી ભર્યા આપણા જીવનના ઉદ્ધાર માટે તેઓ મથે છે. તેઓ બોલતા નથી, પણ પોતાના મૌનકાર્યથી સત્ય માર્ગ દાખવે છે. આપણે આત્મિક આલોચના કરતા રહીએ, પાપકર્મથી દૂર રહીએ. ન જાણે એ મહાયોગી આ અભિગ્રહ દ્વારા આપણો કયો દોષ દૂર કરવા માગતા હશે ? તેઓના અભિગ્રહ સંદર્ભે જ હોય છે, માટે સહુએ સાવધાની ને ભક્તિથી વર્તવું.”
ભરી પરિષદા જ્યારે વીખરાઈ ત્યારે સહુ એક વાત માટે કૃતનિશ્ચય હતા ને તે આવતી કાલે એ મહાયોગીનો મહાઅભિગ્રહ સંપૂર્ણ કરવાની બાબતમાં.
અભિગ્રહ 35
Page #34
--------------------------------------------------------------------------
________________
મહાયોગી.
હવેલીના ભૂગર્ભમાં આવેલ ભોંયરામાં ચંદનરસ જેવી કોમળ ને ચંદન કાષ્ઠ જેવી કઠોર ચંદના ભૂખી ને તરસી બંદીવાન દેશમાં બેઠી હતી. રડવાનું તો એણે ક્યારનું છોડી દીધું હતું. કઠોર રીતે જ ડાયેલી બેડીઓ એનાં કોમળ અંગોને કઠી રહી હતી; ઉતાવળે મૂડ બનાવેલું મસ્તક કાળી બળતરા નાખતું હતું. ને સહુથી વધુ તો પોતાનું સ્વમાન હણાયું - પોતાને શિરે હલકટ આરોપ મુકાયો – એની સહસ્ત્ર વીંછીના ડંખ જેવી વેદના એના અંતરને વ્યાકુળ બનાવી રહી હતી.
પૃથ્વીને સ્વર્ગ સમી માની બેઠેલી ચંદના આજ પૃથ્વી પર નરકની ગંધનો અનુભવ કરી રહી હતી. શ્રુધાપૂર્તિની કોઈ સગવડ ત્યાં નહોતી, તૃષાતૃપ્તિનું કોઈ સાધન ત્યાં નહોતું, પણ રે ! એ ખુદ પોતે જ ઊંઘ, આરામ, સુધા કે તૃષા ભૂલી ચૂકી હતી. એના હૃદયમાં કોઈ સતીની ભડભડતી ચિતા જેવી અંતસ્તાપની સહસ ચિતાનો જલી રહી હતી, અરે , સતીની ચિતા તો સારી, એક વાર જલીને ખાખ થયે એનો છૂટકો થઈ જાય; આ તો ચિતા જેવું હૈયું અવિરત ભડકે બળી રહ્યું હતું, એમાંથી મુક્તિ ક્યારે ?
અતિ દુ:ખ મનનાં બિડાયેલાં દ્વાર ખોલી નાખે છે. વિપત્તિ વિરાગના દરવાજા ઉઘાડી આપે છે. કષ્ટ સહન કરતાં આવડે તો માણસ કુંદન બની જાય છે. જોતજોતામાં દીનહીન બનેલી, કચડાયેલી ચંદના સ્વસ્થ બની ગઈ. પુરુષાર્થથી પલટી ન શકાય એવી પળોને ‘પ્રારબ્ધની ભેટ’ સમજી એણે વધાવી લીધી. એ મનોમન વિચારી રહી :
“પૃથ્વીને નિષ્કટ કે ન માનવી. પૃથ્વી કાંટાથી ભરેલી છે. કાંટા તો સદા રહેશે. એમાંથી ફૂલ વીણવાની કળા શીખવી જોઈશે. સંસારમાંથી અનિષ્ટને કોઈ દૂર કરી
શક્યું નથી; અનિષ્ટનો ઇષ્ટમાં ઉપયોગ કરતાં જાણવું એ જ નિર્વાણનો સાચો માર્ગ છે. દુઃખ તો છે જ. એનો સુખની જેમ ઉપયોગ કરતાં શીખો એટલે બસ.”
ચંદનાની વિચારશ્રેણી ઉત્તરોત્તર વિશુદ્ધ થતી ચાલી. દિવસોની તપશ્ચર્યા ને મહિનાઓનો જ્ઞાનાભ્યાસ તેને જે વિરાગ ન આપી શકત, એ ત્રણ દિવસની કાળી કોટડીએ એને આપ્યો. એણે સંસારનું સ્વરૂપ પ્રત્યક્ષ કરી આપ્યું, કર્મનાં રહસ્યો તાદૃશ કરી દીધાં, પુરુષાર્થનો પ્રેરક સંદેશ સંભળાવ્યો !
દિવસ અને રાત વીતતાં ચાલ્યાં, પણ કોઈનું મોં ન દેખાયું. ચંદનાની વિચારશ્રેણી ઉત્તરોત્તર વિશુદ્ધ બનતી ચાલી, મહાન દુ:ખમાંથી ઊભો થયેલો માનવી કાંતો સંત બને છે, કાં શેતાન; કાં શ્રદ્ધાનો સાગર બને છે, કાં અશ્રદ્ધાનું આગાર બને છે ! ચંદના સંસારનું અનિત્યપણું, અસ્થિરપણું, અશુચિપણું ભાવી રહી. અરે, માણસ પણ પ્રારબ્ધનું રમકડું છે. દુઃખ પડે કોઈને શાપ આપવો, ને સુખ પડે કોઈને આશિષ આપવી, એ તો કેવળ ચંચળ મનનું જ પરિણામ છે.
ચંદના મનોમન કહેવા લાગી : “અરે, હું દુઃખી અવશ્ય હઈશ, પણ દીન તો નથી જ. જે દુ:ખમાં દીનતા ન હોય, તે દુઃખ ગૌરવની નિશાની છે. ચંદના, તું અલ્પ હઈશ, પણ અધમ નથી. તું હિણાયેલી હઈશ, પણ હીન નથી, રે ઘેલી, વિપત્તિની મધરાત વગર મહાસમૃદ્ધિનું પ્રભાત કદી ખીલે ખરું ?"
વાહ રે ચંદના ! તું શાન્ત, સ્વસ્થ, સ્થિરપ્રજ્ઞ બની ગઈ. દુ:ખમાત્રને સામે પગલે વધાવવા સજ્જ થઈને બેઠી.
ત્રણ રાત ને ત્રણ દિવસ વીતી ગયાં. કઠોર મનવાળી પણ કોમળ દેહધારિણી ચંદના યુધા-તૃષાથી નિર્બળ બનતી ચાલી; પણ એ તો દેહની નિર્બળતા હતી. દેહ નિર્બળ ભલે બને, અંદર રહેલો આત્મા શા માટે નિર્બળ બને ?
ચંદનાના આત્માએ દેહને ચોખું સંભળાવી દીધું હતું કે – તું નિર્બળ બનીશ, તોપણ હું નિર્બળ-લાચાર બનવા તૈયાર નથી. બહુ થશે તો તું મને છોડીને ચાલ્યો જઈશ, પણ એથી ડરે એ બીજા ! હું હાજ૨ હઈશ, તો મારે દેહનો તૂટો નથી; ને વળી જો એમ કરતાં તારો પીછો છૂટી જાય તો ગંગ નાહ્યા.
આ સાંભળીને કાયા તો બિચારી ડાહી થઈ ગઈ. એ જાણે કહેવા લાગી, “અરે, નગુરા આત્મા, આપણે તો જનમજનમનાં સાથી, ગાંડા, આવી વાતો કાં કરે ? તું કહીશ તેમ કરીશ, પણ તારા વગર મારું કંઈ જોર નહિ ચાલે, માટે જોજે એમ ને એમ મને કહ્યા વગર ભાગી છૂટતો !
આત્મા અને દેહનો આ અશ્રાવ્ય સંવાદ સાંભળી ચંદના મીઠું મીઠું મલકાય છે. પણ એ જાણે છે, કે હવે અહીંથી આત્મા અને દેહ બંનેને એકસાથે બહાર નીકળવાનો સર્વથા અસંભવ છે ! બનશે એવું કે કાયા તો બિચારી આ કારાગારમાં
મહાયોગી 37
Page #35
--------------------------------------------------------------------------
________________
પડી રહેશે ને આત્મા ઊડી જશે. અરે ! પ્રાણનો પોપટ ઊડીને પાંખો પ્રસારીને અનંતમાં ચાલ્યો જશે, ને કાયાનું પિંજર રવડતું-રઝળતું અહીં પડ્યું રહેશે !
ચંદનાના મુખ પર એક સુંદર સ્મિત ફરકી રહ્યું. તે વિચારવા લાગી : “જગત કેવું મૂર્ખ છે ! એ સમજે છે, કે હું કારાગારમાં છું, પણ એ બધા જોયા કરશે ને હું એવી નાસી છૂટીશ કે પછી શોધી નહિ જડું !”
ચંદના હસી પડી. ને એ જાણે એ સ્મિતનો સામે જવાબ વાળતું હોય તેમ, કિચૂડાક કરતું કોટડીનું દ્વાર ખુલ્યું.
દ્વાર ખુલતાં જ “ચંદના ! મારી પ્રાણ !રે બેટી !” એવો પોકાર ગાજી રહ્યો ને થોડી વારમાં ધનાવહ શેઠ આવીને ચંદનાને ભેટી પડ્યા. એમણે ચંદનાના દેહ પર હાથ ફેરવ્યો, માથું સૂંધ્યું, હાથે-પગે જડેલી બેડીઓને દાંતથી કરડી.
બેપળ સુધી બેમાંથી કોઈ કશું ન બોલ્યું. ચંદના શાન્ત-સ્વસ્થ હતી. ભર્યાં વાદળ જેવાં નયનોમાંથી એક પાણીનું ટીપું પણ પડતું નહોતું. શેઠ ચોધાર આંસુએ રડી રહ્યા હતા.
“મારી દુઃખિયારી ચંદના !”
“પિતાજી, દુ:ખે મને ડાહી બનાવી છે. હવે હું સમજી છું કે શરીરના સુખથી આત્મા સુખી થતો નથી, તેમ શરીરના દુઃખથી આત્મા દુઃખી થતો નથી. દુઃખ અને સુખ એ તો માત્ર શરીરનો ધર્મ છે, આત્માનો નહીં.”
“બેટી, તારા દુઃખનું કારણ હું બન્યો !”
“કોઈ કોઈના સુખદુઃખનું કારણ બનતું નથી. પુરુષાર્થ ને પ્રારબ્ધની ઘટમાળમાં અન્યને શો દોષ દેવો, પિતાજી ?”
“ચંદના, તું ખરેખર ચંદના છે. અરે, મને એ રાંડ પર ક્રોધ આવે છે, એવું મન થાય છે, કે..."
“સંસારનું રહસ્ય જો જાણી લઈએ તો પિતાજી, કોઈ પણ ક્રોધ કરવાનું મન જ ન થાય. સહુ પોતપોતાની રીતે સાચું સમજીને જ સમાચરે છે. પછી ભલે એ બીજાની નજ૨માં જૂઠું હોય. સહુ સહુની રીતે સાચાં છે. શેઠાણી એમની રીતે સાચાં હતાં. હું મારી રીતે અને તમે તમારી રીતે સાચા હતા. આપણે આપણી દ્રષ્ટિથી જોઈએ તે કરતાં બીજાની દૃષ્ટિથી જોઈએ, તે વધુ ઠીક છે.” ચંદનામાં આપોઆપ જ્ઞાનઝરણ ફૂટ્યું હતું, જે સંસારની કોઈ પણ મહાશાળાના મહાપંડિતો પણ એને આપી શક્યા ન હોત.
“ચંદના, તારી વાણીમાં જ્ઞાનીના બોલ ગાજે છે...”
“પિતાજી, દિવસે પેટ ભરીને ચરેલી ગાય, જેમ રાતે બધું વાગોળીને એકરસ 38 – પ્રેમનું મંદિર
કરે છે એમ મેં પણ આ ભયંકર એકાંતમાં જીવનનાં સઘળાં સત્યો વાગોળ્યાં છે, ને નવું નવનીત પામી છું.”
“ચંદના, ધન્ય છે તને અને તારાં માતપિતાને ! દુઃખને જાણે તું ઘોળીને પી ગઈ છે; અને વેદનાને જાણે વહાલથી આરોગી ગઈ છે. તારી વાણીમાં કડવાશ નથી, વર્તનમાં ક્રોધ નથી.”
“અરે, પણ આડીઅવળી વાર્તા છોડી એની ખાવાપીવાની તો ભાળ લો. ત્રણ દહાડાના કડાકા છે બિચારીને ! હું તો ઘણી વાર કહેતી કે બહુ પ્રેમઘેલા થવું સારું નહિ ! એમાંથી દુઃખ જ ઊભું થાય. વૃદ્ધ દાસીએ આવીને ભાવનાશીલ શેઠને સાવધ કર્યા. એણે જ, મૂલા શેઠાણીનો સખ્ત પ્રતિબંધ હોવા છતાં, ચંદનાની માહિતી શેઠને આપી હતી.
*
વૃદ્ધ દાસીએ કહ્યું : “શેઠ, મારા માથે મૂલા શેઠાણીના ક્રોધની તલવાર લટકે છે. ગુલામ છું, વૃદ્ધ છું. જીવવા કરતાં હવે મોતમાં મીઠાશ લાગશે. તમારી સેવામાં જિંદગી કાઢી. હવે મરણકિનારે બેઠી છું ત્યારે આટલું સુકૃત કરતી જાઉં છું, જેથી બીજે ભવે કંઈ સારો અવતાર ભાળું તો.”
“સાચી વાત છે દાસી, જે ખાવાનું હોય તે જલદી હાજર કર !"
દાસી ઘરમાં ગઈ, પણ રાંધેલા અડદના બાકળા સિવાય કંઈ તૈયાર નહોતું. એક સૂપડામાં એ લઈને દાસી આવી. શેઠ એ દરમિયાન પગે જડેલી બેડીઓ તોડવાનો નિષ્ફળ યત્ન કરી રહ્યા હતા. આખરે થાકીને એમણે દાસીને કહ્યું :
“તું ચંદનાને જમાડી લે. હું લુહારને બોલાવી લાવું છું.” ને શેઠ ઉતાવળા બહાર નીકળી ગયા.
મધ્યાહ્નનો સમય થઈ ગયો હતો ને સદાની જેમ આજે પેલા મહાયોગી ભિક્ષા માટે નગરમાં આવ્યા હતા. દ્વાર દ્વાર પર નરનારી ખડાં હતાં. કૌશાંબીના રાજવી શતાનિક ને પદ્મિની રાણી મૃગાવતી પણ હંમેશની જેમ આવીને ઊભાં હતાં. મંત્રીરાજ સુગુપ્ત ને દેવી નંદા પણ હાજર હતાં. વિજયા દાસી પણ ત્યાં ખડે પગે હાજર હતી.
હંમેશની જેમ એ મહાયોગી આવ્યા અને દ્વાર પછી દ્વાર, શેરી પછી શેરી વટાવતા આગળ ચાલ્યા. રે, શું સદાની જેમ આજે પણ યોગીવર રિક્ત હાથે પાછા ચાલ્યા જશે ? અરે ! શું આપણાં કોઈ અજાણ્યાં પાપનો ભાર આપણા અન્નને નિર્માલ્ય બનાવી બેઠો છે ? જે દેશમાં અતિથિ જેવા અતિથિ-યોગી જેવા યોગી-છ છ માસથી અન્નજળ વિનાના ઘૂમે, એના માથે આપત્તિના ભણકારા અવશ્ય સમજવા ! નિરાશાનું ઘોર મોજું સર્વત્ર પ્રસરી રહ્યું. પણ ત્યાં અચાનક મહાયોગી થોડે દૂર જઈને ક્ષણભર થોભ્યા. કદી સ્થિર ન થતા એમના પગ સ્થિર થયા, કદી ન લંબાતા મહાયોગી D 39
Page #36
--------------------------------------------------------------------------
________________
એમના હાથ આજે લંબાતા દેખાયા.
ધન્ય ઘડી ! ધન્ય ભાગ્ય ! આખરે મહાયોગીનો અભિગ્રહ પૂરો થયો. હર્ષની કિકિયારી ચારે તરફથી ગાજી ઊઠી, પણ એ અડધે જ દબાઈ ગઈ.
મહાયોગીએ થંભાવેલા પગ ફરી ઉપાડ્યા, લંબાવેલા હાથ પાછા ખેંચી લીધા ! અરે, ભિક્ષા લીધા વિના એમણે આગળ કદમ બઢાવવાની તૈયારી કરી. બધાના શ્વાસ અડધે રહી ગયા. ત્યાં એક કોમળ રુદનના હૃદયદ્રાવક સ્વર સંભળાયા.
મહાયોગીના ઊપડેલા પગ પુનઃ થંભી ગયા, ખેંચાયેલા હાથ ફરી લંબાયા. એમણે હાથમાં ભિક્ષાન લીધું, ને છ માસિક તપનું પારણું કર્યું. ધન્ય ચંદના ! ધન્ય મહાયોગી ! બધેથી જયજયકાર ગાજી રહ્યો.
વાની સાથે વાત પ્રસરતી ચાલી, “અરે, મહાયોગીએ એક દાસીના હાથના બાકુળાથી પોતાનો અભિગ્રહ પૂર્ણ કર્યો !”
“દાસી પણ નહિ, ત્રણ ટકાની ગુલામડી ! જેના ચારિત્ર્યનું, જેની ખાનદાનીનું, જેની નાગરિકતાનું ઠેકાણું નથી એવી ગુલામડી ! ધનાવહ શેઠે દાસબજારમાંથી આણેલી એક છોકરીના હાથેથી અન્ન સ્વીકાર્યું ! અલ્યા, ગુલામ કરતાંય આપણે હેઠ, નીચ, અધમ ! જાતપાત વગરના ગુલામના હાથનું અન્ન તે અડાય ! શું કળિ આવ્યો છે !” બીજાએ કહ્યું,
“દાસીના હાથના બાકળા ? એક નીચ ગુલામડીના હાથમાં અન્નથી ઉજ્જવળ તપનું પારણું ?" કેટલાકે ટીકા કરી.
હા, હા, શું ગુલામ મનુષ્ય નથી ? અરે, ગુલામોમાં જેટલી માનવતા છે એટલી તમારામાં ક્યાં રહી છે ? ગુલામના ચારિત્ર્યની વાત કરો છો કે તમારું ચારિત્ર્ય તો જુઓ ! એના નાગરિકત્વની વાત કરો છો, ને તમારા પગ નીચેનું બળતું તો જુઓ. મહાયોગીને મન શું ઊંચ કે શું નીચ ? એ દીવાલો ને વાડા તો આપણે બધાએ આપણા સ્વાર્થ કાજે ખડા કરેલા છે. બોલો, ‘જય હો મહાયોગી જ્ઞાતપુત્ર મહાવીરનો !' અરે, ચાલો ચાલો, અન્ન લેનાર ને અન્ન દેનાર બન્નેનાં દર્શન કરીએ.” માનવી ટોળાબંધ એકઠું થઈ રહ્યું હતું.
ભારે રૂડો જોગ જામ્યો હતો. પેલી દાસી ચંદના બે હાથ જોડીને ખડી હતી. પગના બંધ ધનાવહ શેઠથી તુટ્યા નહોતા અને જેને તોડવા શેઠ લુહારને તેડવા ગયા હતા, તે બંધ આપોઆપ તૂટી ગયા હતા. દાસત્વની તૂટેલી સાંકળો જાણે માનવતાના ખંડેર સમાં માનવીઓને મૂંગો બોધપાઠ આપી રહી હતી :
- “દાસત્વના હિમાયતીઓ ! સહુ ચેતતા રહેજો. આજે તમે એકને દાસ બનાવશો, કાલે બીજો તમને દાસ બનાવશે. અહીં તો કરશો તેવું પામશો. વારા પછી
વારો છે. આજ તારો, કાલ મારો છે. સમય કે શક્તિનો ગેરલાભ ન ઉઠાવશો. સારી કે ખોટી ઊભી કરેલી પરંપરા આખરે તમારે જ ભોગવવી પડશે.”
ચંદનાના મુખ પર દિવ્ય તેજ ઝળહળી રહ્યું હતું. આજ એ મુદ્ર ગુલામડી નહોતી રહી; કૌશાંબીના દરેક મનુષ્ય કરતાં મહાન ઠરી હતી. દાસ પણ મહાન છે, મનુષ્યત્વના સર્વ હક્ક એને છે; એની આજે આડકતરી પણ સ્પષ્ટ જાહેરાત દુભિનાદ સાથે થઈ ચૂકી હતી.
ચંદના બે હાથની અંજલિ રચી રહી હતી : “પ્રભુ, મુજ જનમદુઃખિયારીને આજ આપ જનસાથી મળ્યા. આંખો મીંચાય છે. જલવાદળી વરસે છે. અરે, મારા સૂના અંતરમાં આવીને કોઈ વસ્યું છે, પ્રભુ ! મારું જીવન જ રુદનમય હતું. રોઈરોઈને મારાં અશ્રુ થીજી ગયાં હતાં. ભવ આખો કાઢવાનો હતો. રોઉં તો પાર ક્યાં આવે ? કર્મ અને પુરુષાર્થનાં હૃદ્ધોને સદા યાદ કર્યા કરતી. તમને આવતા જોયા. મેં જાણે શરીરને ત્યાં પ્રાણને આવતો ભાગ્યો ને અંતર મલકી રહ્યું. પણ પછી તો દુર્ભાગીના સુખની જેમ આપને જતા જોયા ને મુજથી ન રહેવાયું. સૂર્યપ્રકાશના સ્પર્શે ઠરેલા હિમમાંથી ઝરણું વહી નીકળે, એમ મારા થીજેલા અંતરમાંથી આંસુ વહી નીકળ્યાં. ધન્ય ભાગ્ય આજ મારું ગણું ! સંસારમાં હવે ચંદના હીન નહિ, દીન નહિ ! તમારાં દર્શને એ ભવોભવ તરી ગઈ. મારો આત્મા અજેય બની ગયો. કાયાના ભલે કણ કણ થાય, જુલામગારો ભલે એને છંદ-ગૂંદે, મને કોઈ ઊની આંચ પણ નહીં પહોંચાડી શકે . હું તો ન્યાલ થઈ ગઈ.”
પ્રભુ તો દિવ્ય મૌન ધારીને, અંતરના પડદા મૌન વાણીથી છેદી રહ્યા હતા. માનવતાના પરાગ સમું એમનું જીવનમાધુર્ય વાતાવરણમાં મધુરતા પ્રસારી રહ્યું હતું. જાણે કદી ત્યાં શોક નહોતો, સંતાપ નહોતો.
ધનાવહ શેઠનું વિશાળ પ્રાંગણ માનવમેદનીથી ભરાઈ ગયું હતું. જનસમુદાય પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થવાથી ગેલમાં આવી ગયો હતો. કોઈ ભાતભાતનાં વાજિંત્ર બજાવતાં હતાં, કોઈ પુખ, અક્ષત, સુવર્ણજવ, મણિમૌક્તિક ઉડાડતાં હતાં. ઘડી પહેલાં જ્યાં નરકની ગંધ પ્રસરેલી હતી, ત્યાં સ્વર્ગની શોભા પ્રગટી રહી. લોકો કહેતાં : “અરે, પૃથ્વી એ તો પૃથ્વી જ છે. સ્વર્ગ ને નરક ખેડાં કરનારાં તો આપણે જ છીએ.”
રાજા અને રાણી પણ આવી પહોંચ્યાં હતાં. એમના અંતરનો આનંદ આજ અંતરમાં સમાતો નહોતો. શહેરને શિરેથી શાપ ટળ્યાનો એમને સંતોષ હતો. એમણે જે જોયું તે દેશ્ય અપૂર્વ હતું. પ્રભુ તેજકિરણો વહાવતા સ્થિર ખેડા હતા. ચંદના ભક્તિઝરણ વહાવતી પૃથ્વી પર મસ્તક નમાવીને પડી હતી. વાહ રે વાહ ! કર્યું જ્ઞાન આ ભક્તિને જીતી શકે ? એ ઘેલી કંઈ કંઈ લવી રહી હતી. બાણે એના દિલના આગમાં કવિતાનાં સુમન ખીલ્યાં હતા :
મહાયોગી 41
40 પ્રેમનું મંદિર
Page #37
--------------------------------------------------------------------------
________________
“પ્રભુ, સ્વાતિતરસ્યાં ચક્ષુ ચાતકોને આજ મેઘ મળ્યો છે. આશાનિરાશાના હંસોને મોતીનો ચારો મળ્યો છે. વેદના ને વિષાદની ભૂમિ પર આશાનાં અમર ફૂલ ખીલ્યાં છે. આજ ભક્તને ભગવાન મળ્યો છે, બેટીને બાપ મળ્યો છે, બહેનને ભાઈ મળ્યો છે. પ્રભુ, આવા સંતોષમાં અને આવી સુધન્ય ઘડીએ જ આ જીવનનો અંત આવી જાય તો..."
પ્રભુ તો હજી મરકતા ખડા હતા. રાજા-રાણીએ પ્રભુના ચરણ વાંદ્યા. અપૂર્વ ભાગ્યને વરનારી ચંદનાને ઊભી કરી સાતા પૂછી, ત્યાં તો અચાનક એક વૃદ્ધ ડોસો ભીડને ચીરતો ધસી આવ્યો. એણે ચંદનાને ઊંચકી લીધી ને રડતો રડતો, નાચતો નાચતો બોલવા લાગ્યો : “ધન્ય હો રાજકુંવરી વસુમતીને ! અધોગતિએ ગયેલાં માબાપ આજે સદ્ગતિ વર્યાં ! જય જયકાર હો ચંપાનગરીની કુંવરીનો !"
“ચંપાનગરીની કુંવરી ? રાજા દધિવાહનની પુત્રી ?” સર્વત્ર જાણે અચંબાની લહરી પ્રસરી ગઈ.
“હા, રાજાજી ! જે ચંપાનગરીને અચાનક છાપો મારી તમે લૂંટી લીધી, જ્યાંના નાના સૈન્ય સામે મોટું સૈન્ય ચલાવી તમે ફતેહ મેળવી, જેના રાજા દધિવાહનને લડાઈમાં હણ્યો, જ્યાંનાં સ્ત્રીપુરુષોને તમારા રાજ-નિયમ પ્રમાણે દાસ બનાવી આણ્યાં-વેચ્યાં, એ રાજની આ કુંવરી વસુમતી !" વૃદ્ધ પુરુષના શબ્દોમાં જાણે આગ ભરી હતી.
“મેં ચંપાને જરૂર લૂંટી – વિજયી રાજા તરીકે મારો એ હક્ક હતો. મેં ત્યાંના રાજા દધિવાહનને રણમાં રોળ્યો, કારણ કે એ મારો ક્ષત્રિયનો ધર્મ હતો. પણ મેં એની કુંવરીને નથી લૂંટી."
“જેનો રાજા લૂંટ કરતો હોય, એની સેના શાહુકાર ક્યાંથી હોય ? રાણી ધારિણી અને કુંવરી વસુમતીને એક સૈનિક ઉપાડી લાવ્યો. રાણી ધારિણી શીલની રક્ષામાં મૃત્યુને વર્યાં. કુંવરી વસુમતી દાસબજારમાં વસુ માટે વેચાઈ. શું મહારાણી મૃગાવતી પોતાની માજણી બહેન ધારિણીની પુત્રીને પણ ભૂલી ગયાં ? રૂપ અને ઐશ્વર્યનાં પડળ શું મહારાણીને પણ ચઢી ગયાં ?”
“કોણ, વસુમતી ? મારી ભાણેજ ? એ ગુલામ ? એનું વેચાણ ?” રાણી મૃગાવતી એકદમ આગળ આવ્યાં ને ચંદનાને ભેટી પડ્યાં. માસી-ભાણેજ એકબીજાને ગળે વળગ્યાં. મૃગાવતીની આંખોમાં આંસુ હતાં. સંસારના સગપણનું રહસ્ય જાણનારી ચંદના સ્વસ્થ હતી.
“ધિક્ છે આ રાજધર્મને ? ધિક્કાર છે આ ક્ષત્રિય વટને ! એકને અનેક જીતે, એમાં શી બહાદુરી ? સબળો નબળાને હણે એમાં શી માનવતા ?” – બધેથી આવી લોકવાણી પ્રગટી નીકળી. આ ભીડાભીડમાંથી ન જાણે પેલા મહાયોગી ક્યારે સરકી 42 D પ્રેમનું મંદિર
ગયા, તેનું કોઈને ભાન ન રહ્યું. આંસુ ને આશ્વાસનની દુનિયામાંથી યોગીઓ સદા એમ જ સરી જાય છે. સિતારના તારને જરા છેડાથી મિલાવીને કામઠી એમ જ અલગ થઈ જાય છે. ને સંસારનો પ્રત્યેક રજકણ એનાથી જ ધ્વનિત થઈ દિવ્ય સંગીત છેડ્યા કરે છે.
“મહાયોગી આપણાં અન્ન કેમ નહોતા આરોગતા એ જાણ્યું ને ?” મંત્રીરાજનાં પત્ની નંદાદેવી આગળ આવી બોલ્યાં, “આપણાં પાપ એણે આ રીતે પ્રત્યક્ષ કરી બતાવ્યાં. તમે ઢોર કરતાંય ભૂંડી રીતે ગુલામોને રાખો છો. એ ગુલામો કોણ છે તેનું તમને ભાન કરાવ્યું. ગુલામ પણ માણસ છે, ને માનવતાના નાતાથી એને પણ તમારા જેટલો જ સુખ-દુઃખનો અનુભવ થાય છે."
“નંદાદેવી ! તમે સાચાં છો. વસુમતીને મારી ચંદનાને દુઃખ દેનાર હું જ છું. મને સજા કરો !” શ્રેષ્ઠી ધનાવહ આગળ આવ્યા, ને ગદિત કંઠે બોલ્યા. લુહારની શોધમાં વિલંબ થવાથી એ મોડા પડ્યા હતા, એમણે લોકમુખે બધો વૃત્તાંત સાંભળી લીધો હતો.
“પિતાજી, હું તો તમારી ચરણરજ છું ! હું તો હજી પણ તમારી ચંદના જ છું ! વસુમતી નામ પણ મારે ભૂલવું છે. રાજાની કુંવરી ન હોત ને તમારે ત્યાં જ જન્મી હોય તો ? માતા મૂલાના ઉદરમાં વસી હોત તો ? તમારો અને મારી માતા મૂલા દેવીનો ઉપકાર કર્ય દિવસે વાળીશ ?"
“ચંદના, તું ધન્ય બની ! મહાયોગીના મૂંગા મૂંગા મહાઆશીર્વાદ તને મળ્યા !” “એમણે તો સહુને ધન્ય કર્યા, ને આપણે સમજવા માગતા હોઈએ તો એમણે સમજાવ્યું કે પશુ, પંખી કે મનુષ્ય – કોઈને ગુલામ બનાવવા એ પાપ છે. ગુલામી પાપ છે. ગુલામ પણ તમારા જેવો જ, અરે, કોઈ વાર તમારાથી પણ શ્રેષ્ઠ બની શકે એવો માણસ છે !” નંદાદેવીએ કહ્યું.
“એવું બોલી આ નફ્ફટ ને નઘરોળ ગુલામોને ફટવશો મા ! બૈરાંની બુદ્ધિ પાનીએ ! શું ગુલામો આપણાથી પણ શ્રેષ્ઠ !” એક વૃદ્ધ રાજપુરુષે કહ્યું.
“શ્રેષ્ઠ ! સાત વાર શ્રેષ્ઠ ! જે પારકાના સુખ માટે દુઃખ ઉઠાવે તે શ્રેષ્ઠ ને જે પોતાના સુખ માટે પારકાને દુઃખ આપે તે કનિષ્ઠ ! ભગવાનનું તો વચન છે, કે કોઈ પણ કર્કશ વચન, ને કઠોર વ્યવહારનો આ જગત તો પડઘો છે. આ તો સોદાનું બજાર છે, જેટલું ને જેવું આપશો એટલું ને એવું પામશો !” વિજયા બોલી, અને ચંદનાને ભેટી પડી. “બહેન, તું તો ધન્ય છે. તારા જેવો પ્રભુપ્રસાદ પામવા એક વાર નહિ, સો વાર ગુલામ બનવા તૈયાર છું !”
પણ સંસારમાં સહુ એક મતના હોતા નથી. જેઓ સૂર્યને દિવસનો રાજા માને છે, તેઓની સામે છછૂંદર જેવાં પ્રાણીઓનો વિરોધ પણ હશે; એ એને નકામી વસ્તુ મહાયોગી D 43
Page #38
--------------------------------------------------------------------------
________________
પણ માનતા હશે. કેટલાક કર્મચારીઓ માનતા હતા, કે આ તો નાની વાતને ખોટું મહત્ત્વ અપાય છે ! જ્યાં સ્ત્રીઓનું ચલણ હોય ત્યાં આવું જ બને ! કર્મોની આર્દ્રતા વગરના કર્મચારીઓને તરત એક સંદેશો મળ્યો : શૃંગારભવન પૂરું થયું છે. મહારાજ વત્સરાજ ઇચ્છે ત્યારે એનું નિરીક્ષણ કરે !
મહારાજ શતાનિકને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા. તેઓએ તરત મંત્રીરાજને કહ્યું : “આપ સર્વ અંતઃપુરને લઈને આવો. હું શુંગારભવનમાં થતો આવું છું. કોઈએ મારી સાથે આવવાની જરૂર નથી.”
ચંદના, મૃગાવતી, નંદા, વિજયા બધાંને વાતો કરતાં મૂકી મહારાજ શતાનિક શૃંગારભવન તરફ વહી ગયા.
આખા સમુદાયને વિધવિધ વાતોમાં ડૂબેલો રાખી ફક્ત બે જણા પોતપોતાના મનમાન્યા રસ્તે ચાલી ગયા.
એક યોગી – જંગલ તરફ ગયા. એક રાજા - શુંગારભવન તરફ વળ્યા.
જુદા બે રાહ ને જુદા જુદા બે પથિક ! નિર્માણ તો એક થવાનું હતું. રાજા તે યોગી, યોગી તે રાજા ! પણ સંસાર તો માયાવી છે ને !
પોતાના જ પડઘા.
સી હસીને મહારાજ શતાનિક આજ શુંગારભવનનાં દ્વાર ઠેલી રહ્યા હતા. દ્વારપાળો દોડી દોડીને મહારાજ વત્સરાજ આવ્યાની વધામણી આપી રહ્યા હતા.
ગઈ કાલે જ ચિતારાએ ચિત્ર પૂરું કર્યું છે. પૂરું કરીને એ ઘેર જઈને નિરાંતે સૂતો છે. એને દિલમાં અરમાન છે, કે રાજાજી હમણાં મને તેડવા હાથી મોકલશે ! હમણાં રાજપોશાક લઈને રાજ કર્મચારીઓ શાબાશી દેતા આવશે. હું બહુમૂલ્ય પોશાક પરિધાન કરી, ગજરાજની પીઠ પર રચેલી સુવર્ણ અંબાડીમાં બેસી, આખું કૌશાંબી વીંધી રાજદરબાર ભણી જઈશ ! ભર્યા દરબારમાં મારી વિદ્યાનાં વખાણ થશે. મારી કલા પર જનગણ વારી જશે. મહારાજ શતાનિક સોનાના ઢગથી મને નિહાલ કરી દેશે. ભુવનમોહિની મૃગાવતી દેવી પણ પોતાનું સાક્ષાત્ સ્વરૂપ જોઈ આડી કતરાતી આંખે ધન્યવાદ ઉચ્ચારશે. મારા જીવનની સાર્થકતા થશે. મારી કલાની કૃતાર્થતા થશે, મારું શેષ આયુષ્ય સાનંદ સમાપ્ત થશે. અરે, રીઝયો રાજવી શું શું નહિ આપે ?
અને એવી જ કદરદાનીની તાલાવેલી હૈયામાં હીંચોળતા વત્સરાજ શૃંગારભવનનાં દ્વાર ઠોકી રહ્યા હતા. અસાવધ કંચુકીઓ દોડાદોડ કરતા હતા. મહારાજ તો પોતાના હાથે જ દ્વાર ખોલી શૃંગારભવનના મધ્યખંડમાં પહોંચી ગયા. અરે, ત્યાં તો મહારાણી મૃગાવતી જાણે છાનાંમાનાં પહેલેથી આવીને શરમાતાં ઊભાં હતાં ! વત્સરાજને પોતાના આ રૂપ-સૌંદર્યભર્યા જીવનસાથીને દોડીને ભેટવાનું દિલ થઈ આવ્યું ! શું નખશિખ તાદૃશ તસવીર બનાવી હતી ચિતારાએ ! જાણે પહેલી સોહાગરાતે મળ્યાં ત્યારનાં મહારાણી !
યૌવન તો ઊભરાઈ જતું હતું ! લીંબુની ફાડ જેવાં નયનોમાં ન જાણે શાં શાં કામણ ભર્યા હતાં ! અરે, એ જ આ સુવર્ણતંતુથી ગૂંથેલું કંચુકીપટ ! અરે, સો સો
44 D પ્રેમનું મંદિર
Page #39
--------------------------------------------------------------------------
________________
કારીગરોએ છ છ મહિના જેને વર્યું હતું એ જ આ હંસલક્ષણ વસ્ત્ર ! સોનેરી ને કેશરિયા કાંટનો એ જ ધૂપછાંવ રંગ ! અને એમાંથી દેખાતા એમના કંકુવરણા દેહનાં, રતિને પણ લજવે તેવાં અંગપ્રત્યંગ ! આ એ જ મૃણાલદંડ જેવા બાહુ ! આ એ જ કેળના થંભ જેવા બે પગ ! માથેથી મલીર ખસી ગયું છે. નાગપાશ જેવો કેશકલાપ ઉન્નત એવા વૃક્ષ:સ્થળ પર, કોઈ ખજાનાની રક્ષા કરતા ફણીધરની જેમ, હિલોળા લઈ રહ્યો છે !
અરે , છે કોઈ હાજર ?” મહારાજાએ સાદ દીધો. આજ્ઞા સ્વામી !''
“જાઓ, રાજ હસ્તી મોકલો ને રાજપોશાકની ભેટ આપીને પેલા યક્ષમંદિરના ચિતારાને જલદી રાજ દરબારમાં લાવો ! મહારાજ વત્સરાજની આસાઢનાં ભર્યા વાદળ જેવી કૃપા આજ વરસું વરસું થઈ રહી છે. આજે આખું આર્યાવર્ત વત્સરાજની ઉદારતા આંખ ખોલીને જોઈ લે !''
બારે મેઘ એક સામટા !' ધીરેથી બોલીને સેવકો આજ્ઞા ઉઠાવવા ચાલ્યા ગયા. ને વત્સરાજ પેલી અદ્ભુત અલૌકિક છબી તરફ મીટ માંડીને તલ્લીન થઈ ગયા. દેહનો એકેએક અવયવ પારદર્શક વસ્ત્રોમાંથી છાનો છાનો ડોકિયાં કરીને મનમાં સમાઈ જવા ચાહતો હતો, અરે આ ચિત્રિત જડ અંગોના સ્પર્શમાં પણ જાણે સ્વર્ગનું સુખ હતું !
શૃંગારભવનના જુદા જુદા ખંડોમાં ભિન્ન ભિન્ન રચના હતી. ક્યાંય ફૂંકાતા કરતા ફુવારા બધે શીતળતા પ્રસરાવતા. ક્યાંક સોનાદાનીઓમાંથી ધૂપનાં ગૂંચળાં ઊંચે આકાશમાં ચઢચા કરતાં. ક્યાંક આખોય ખંડ પ્રતિબિંબ પાડનાર અરીસાથી રચ્યો હતો, તો ક્યાંક પારદર્શક રંગબેરંગી કાચની વચ્ચે રાજા-રાણીનું સિંહાસન માંડી દીધું હતું.
ખાઘ, પેય ને શણગારની સામગ્રીના ખંડના ખંડ ત્યાં ભર્યા હતા. વાજીકરણોની કીમતી મંજૂષાઓ રાજવૈધે છલોછલ રાખી હતી. કદી નંદનવનની બહાર, કદી મલયાનિલના ઝંકાર, કદી માનસરોવરની મૃદુ લહેરો અહીં વાયા કરતી. રાજા ને રાણી શાસ્ત્રોમાં વર્ણવેલા સર્વ કામ પ્રકારોને અહીં સાક્ષાત્ કરતાં અને પૃથ્વી પર વસીને જીવતે જીવ સ્વર્ગનાં સુખ ભોગવતાં. રાજા-રાણીની અહીંની એક રાત્રિનું મૂલ્ય કૌશાંબીની આખી પ્રજાનું એક દહાડાનું ધન હતું. અહીં રાજા-રાણી સ્વર્ગનો સ્વાદ માણતાંકોઈ મૂખ એમ પણ કહેતા કે નરકે પણ અહીં જ વસતું હતું, કોના માટે ? એ પ્રશ્ન અધૂરો રહેતો. સ્વામીનો વિલાસ સેવકનું મૃત્યુ !
ભોગવિલાસનાં સાધનો, હીંડોળાખાટો, સિંહાસનો, ગાલીચાઓ, સુગંધી તેલભર્યા દીવાઓ ને અત્તરથી મહેકતાં ફૂલદાનો, હાથીદાંત ને સુવર્ણની દીપિકાઓ, રત્નજડ્યાં
46 પ્રેમનું મંદિર
પાંજરામાં કામસૂત્ર રટતાં પંખીઓ અહીં શોભી રહેતાં.
વત્સરાજ ચિત્રની નજીક સર્યા. પૂર્ણિમાના ચંદ્ર સમું મુખડું, મદભર્યા નયન, કમળદંડ જેવી નાકની દાંડી, મોહના મહાપાશ સમા લટકતા બાહુ, નેત્રના ખંજનપણીને વારે વારે ચમકાવતી મદભરી પાંપણો, પોતાનું પ્રતિબિંબ પાડતાં કર્ણફૂલ, કંબુ જેવી ગ્રીવાને કોઈ પણ પુરુષને પાગલ બનાવતો કામણગારો અંગભંગ, સિહની કટી જેવી પાતળી, ગૌર અને લચ કાળી કમર ને એના પર શેષનાગના જેવો કંદોરો, અર્ધકુસુમિત એ અધોવસ્ત્ર ને... - વત્સરાજનાં નેત્રો સૌંદર્યસુધાનું પાન કરવામાં તલ્લીન હતાં. એમનું હૈયું આવું ભુવનમોહન સૌંદર્ય પોતાના અંતઃપુરમાં હોવાનો ગર્વ ધરી રહ્યું હતું. ૨, આર્યાવર્તના રાજાઓ એક વાર મારા અંતઃપુરની આ મહાશોભાને નીરખી લે તો ! એમના વિલાસો એમની જ મશ્કરી કરતા ભાસે. એમની સૌંદર્યોપાસના એમને જ શ્રીહીન લાગે. બિચારા એવા ભોંઠા પડે કે પોતાનાં અંત:પુર પોતાને હાથે જલાવી ખાખ કરી સંન્યાસી બની જાય, ને બીજા ભવમાં આવું રૂપ જોવા મળે એ માટે શેષ જીવન તપશ્ચર્યામાં વિતાવી દે !
યક્ષમંદિરના ચિતારા રાજ શેખરે અદ્ભુત કળા દાખવી હતી. વસ્ત્ર તો એણે પહેરાવ્યાં હતાં, છતાંય એ પારદર્શક રંગોમાંથી રાણીના ઘાટીલા અવયવો સુસ્પષ્ટ દેખાતા હતા. અને તે કેવાં ! ન એક અતિ સ્થૂલ છે, ન એ કે અતિ સૂયમ છે. ન દીધું છે, ન હસ્વ છે ! કોઈ વ્યાકરણી જે કાળજીથી વાક્યની રચના કરે, કોઈ કવિ જે જાતનાં પ્રાસ-મેળમાત્રી સાથે કાવ્યની રચના કરે, એ રીતે ચિતારાએ આ ચિત્રકાવ્યની રચના કરી હતી.
“વાહ, વાહ ! નારીનો દેહ તો કામદેવનો ભાગ છે.” રાજાજીને કથાવાર્તા કરનાર પુરાણીજીનું વચન યાદ આવ્યું, ને ચિત્ર જોવાની તલ્લીનતા વધી, કેળના જેવા પુષ્ટ જઘનપ્રદેશ પર એમની દૃષ્ટિ સ્થિર થઈ રહી. મોહમૂછ આવી જાય એવી પળો હતી. કવિઓની ઉપમાઓ ને રસશાસ્ત્રીઓના અલંકારો ત્યાં ફિક્કા પડતા હતા. અરે, કયો કવિ આ અનુપમ અવયવોને યોગ્ય શબ્દોમાં વર્ણવી શકશે ?* - વત્સરાજ આગળ વધ્યા. અચાનક એમને ચિત્રના અધોભાગ પર કંઈક કાળા ડાઘ જેવું દેખાયું. એમની નજર ત્યાં ખોડાઈ ગઈ. સુવર્ણની થાળીમાં લોઢાની મેખ જેવા આ બે નાનાશા ડાઘ શા ? બીજી જ ક્ષણે એમની દૃષ્ટિ ને સ્મૃતિ સતેજ બની : અરે , એ તો પ્રિય રાણી મૃગાવતીના જઘનપ્રદેશ પરના બે તલ ! સૌંદર્યનું છૂપું રહસ્ય
* કોઈ વાચક આ વર્ણનને કપોલકલ્પિત ન લેખે. આજે પણ આવાં શંગારભવન મોજૂદ છે ને અનેક ચિત્રકારો એવા મહેલને શણગારવા માટે નગ્ન ચિત્રોની જોડીઓ બનાવે છે.
પોતાના જ પડઘા 47
Page #40
--------------------------------------------------------------------------
________________
અને ત્રીજી જ ક્ષણે વિચાર આવ્યો, કે મારી રાણીના જઘનપ્રદેશ પરના તલની ચિત્રકારને ક્યાંથી ભાળ મળી ?
વત્સરાજ થોભી ગયા. વિલાસી રાજવી એ વાતનો પોતાના વાસના ને વિલાસથી પરિપૂર્ણ મનથી તાપ મેળવવા લાગ્યા. પોતાના ટૂંકા ગજથી દુનિયાને
માપવા ચાલ્યો.
ચિત્ર ચિત્રને ઠેકાણે રહ્યું, ને રાજાજીનું ચિત્ત ચિત્ર વિચિત્ર કલ્પનાઓના રમણે ચઢી ગયું. એમણે બાજુના અરીસામાં પોતાનું રૂપ નિહાળ્યું. પછી રાણીના ચિત્રને નિહાળ્યું. પછી એ રૂપને પોતાના રૂપ સાથે સરખાવ્યું. અરે, કેટલું ટાપટીપવાળું છતાં પોતાનું કેવું કદર્થિત રૂપ ! મુખ પર અતિ વિલાસની નિસ્તેજતા છે. ભસ્મ ને માત્રાઓથી આણેલી તાકાત, જલદી સળગીને રાખ થઈ જનાર પદાર્થની જેમ, પોતાની આછી આછી કાળાશ બધે પાથરી બેઠી છે ! દેહમાં અશક્તિની છૂપી કંપારીઓ ભરી છે. અરે, પ્રિયતમાને બાથમાં લઈ કચડી નાખનારું પુરુષાતન તો ક્યારનું અકાળે અદૃશ્ય થઈ ગયું છે. આ તો ઝટઝટ બુઝાઈ જતી અને વારંવાર સતેજ કરાતી સગડીની ઉષ્મા છે. નિર્બળ હૈયામાં પ્રશસ્ત ને નિર્દોષ શૃંગારને બદલે અશ્લીલ અશક્ત શૃંગારે સ્થાન લઈ લીધું છે.
ક્યાં અમાવાસ્યાના અંધકાર જેવો હું ને ક્યાં પૂર્ણિમાની ચાંદની જેવી મૃગાવતી ! ક્યાં અનેક પત્નીઓ ને ઉપપત્નીઓથી ખંડખંડ થયેલા અરીસા જેવો હું, ને ક્યાં શુકલ પક્ષના ચંદ્રની જેમ રોજ રોજ વધતું મૃગાવતીનું બિલોરી કાચ જેવું રૂપ ! હું કદાચ મૃગાવતીથી તૃપ્ત હોઉં; પણ એ મારાથી...? ને શાંતિના સામ્રાજ્યમાં એકાએક શંકાનો જ્વાલામુખી ઝગી ઊઠ્યો. વત્સરાજના વિલાસી મનના દાબડામાં પુરાયેલી અનેક કુશંકારૂપી પિશાચિનીઓ દાબડાનું મોં ખૂલી જતાં, સ્વયમેવ જાગીને – સાપણ પોતાનાં જણ્યાંને ખાય તેમ એમના જ ચિત્તને ફોલી ખાવા લાગી. એમને પુરાણીજીની પેલી બ્લોકપંક્તિ યાદ આવી ગઈ :
स्त्रियाश्चरित्रं पुरुषस्य भाग्यं देवो न जनाति कुतो मनुष्यः Ix
રાજા વિચારતો ગયો તેમ તેમ એના મનમાં છુપાયેલો દ્વેષ ધૂંધવાવા લાગ્યો. એનાં ગૂંચળાં રાજા શતાનિકના મનને વધુ ને વધુ વ્યગ્ર બનાવવા લાગ્યાં.
સંસારની એ ખૂબી છે, કે કામી કામદષ્ટથી જ, લોભી લોભદૃષ્ટિથી જ આખી દુનિયાને મૂલવે છે ! યોગી યોગીની દૃષ્ટિએ ને ભોગી ભોગીની દૃષ્ટિએ ! યોગીને મન ગમે તેવું સૌંદર્ય હાડ-ચામનો માત્ર માળો છે; ત્યારે ભોગીનું જગત એમાં કંઈ કંઈ અવનવું ભાળે છે. એ વેળા સંયમ કે પવિત્રતા જેવી વસ્તુ સંસારમાં સંભવી શકે
x સ્ત્રીનું ચરિત્ર ને પુરુષનું ભાગ્ય દેવ પણ જાણતા નથી, તો પુરુષની શી મજાલ કે તે જાણે ? 48 – પ્રેમનું મંદિર
અને મનુષ્ય હોંશે હોંશે એને પાળી શકે, એની કલ્પના કરવા માટે પણ ભોગીનું મન અશક્ત હોય છે. ભૂખ્યા અખાજ ખાય, એ એની માન્યતા. અખાજ ગમે તેવી ભૂખ હોય તોપણ ન ખવાય, એ વાત એને ન સમજાય.
રાજા વિચારની ઊંડી અતળ ખીણમાં સરતો ચાલ્યો.
એને યાદ આવ્યું પેલું શાસ્ત્રવચન : “સ્ત્રીનો કામ છાણા જેવો છે; પ્રગટ્યા પછી બુઝાવો સહેલ નથી. પુરુષનો કામ લાકડા જેવો છે; જલદી પ્રગટે છે, જલદી બુઝાય છે. સ્ત્રીનો કામ પુરુષથી આઠગણો છે !”
અરે, જો એમાં સત્ય હોય તો મને એક પુરુષને સો રાણીઓથી સંતોષ નથી, તો આઠગણા વધુ કામવાળી સ્ત્રીને સંતોષ માટે ૮૦૦ પુરુષ ન જોઈએ ? તો આ અનુપમ રૂપર્યાવના મૃગાવતીને ખંડિતમંડિત-ટુકડા જેવા મારા જેવા એકમાત્ર પતિથી કેમ સંતોષ થાય ? બિચારો રાજા અંકગણિતના આંકડાઓની આંટીઘૂંટીમાં પડી ગયો. સરવાળા-બાદબાકીના જડ અંકોથી દાંપત્યના અંકોને એ ગણવા લાગ્યો. થોડા વખત પહેલાં બનેલી ને શાસ્ત્રીજીએ ભરસભામાં રસિક રીતે કહી સંભળાવેલી એક એવી ઘટના એના સ્મરણમાં ચડી આવી મન મરકટને નીસરણી મળી.
ક્ષણવારમાં મૃગાવતીની સુંદર છબી જાણે ફલક પરથી ભૂંસાઈ ગઈ અને નારીજીવનની એક અધમ કથા એ ફલક પર અંકાતી રાજા નીરખી રહ્યો. મનના ઉધામા અપૂર્વ હોય છે.
“ચંપાનગરીમાં એક બ્રાહ્મણ રહે ! એને બે બાળક : એક દીકરો ને બીજી દીકરી. દીકરો દૂધની ખીર જેવો, પણ દીકરી ખાટી છાશ જેવી ! જન્મી ત્યારથી રડતી, છાની જ ન રહે. કજિયા તો એવા કે જેનો પાર નહીં; બહુ હુલરાવે તોય છાની ન રહે !મા ને બાપને તો રાત-દહાડાના ઉજાગરા થાય. એ તો બિચારાં એને હીંચોળીને, હાલરડાં ગાઈને, હુલાવી-કુલાવીને અડધાં થઈ ગયાં, પણ રડતી બંધ રહે એ બીજી ! ભારે વેવરણ !
“એક દહાડો બહેનને ભાઈને ભળાવી માબાપ અનેક રાતની ઊંઘ કાઢવા બીજે જઈને સૂતાં. ભાઈ તો બહેનને ખૂબ પંપાળે પણ છાની ન રહે ! એમ કરતાં કરતાં એનો હાથ પેઢુના નીચેના ભાગ પર ગયો ને ટપ લઈને બહેન છાની રહી ગઈ ! થોડી વારે ફરી રડી. વળી એણે એ ભાગ પંપાળ્યો ને બાળકી છાની રહી ગઈ. છોકરો આશ્ચર્યથી જોઈ રહ્યો પણ પછી તો એને બહેનને છાની રાખવાની જાણે તરકીબ મળી ગઈ. બહેન પણ ત્યાં સ્પર્શ થાય કે રડતી તરત શાન્ત થઈ જાય ને ઘસઘસાટ ઊંઘે ! મા-બાપને નિરાંત વળી.
“બંને કિશોર વયમાં આવ્યાં. ભાઈ તો શરીરે અલમસ્ત બન્યો; શાસ્ત્ર કરતાં શસ્ત્રના અભ્યાસમાં કુશળ નીકળ્યો. શેરીમાં, ગલીમાં ને શહે૨માં એ દાદાગીરી કરતો પોતાના જ પડધા D 49
Page #41
--------------------------------------------------------------------------
________________
ફરવા લાગ્યો. મા-બાપને પણ ન ગાંઠવા લાગ્યો. એક દહાડો મા-બાપે એને પેલી તરકીબથી રડતી બાળકીને છાની રાખતો જોયો, ને આવા અનાર્ય વ્યવહારથી ચિડાઈ એને ઠપકો આપ્યો. સ્વછંદી છોકરાને એ ઠીક ન લાગ્યો, ને એ સામો થયો. મા-બાપે એને માર્યો એટલે એ તો જંગલમાં નાસી ગયો.
“જંગલમાં ચારસો નવાણુ ચોર રહે, એ પણ ચોર ભેગો જઈને રહ્યો, અને એમની વિદ્યામાં પારંગત બની ગયો. થોડા વખતમાં તો એમનો નાયક બની ગયો. એક રાતે એ સહુએ ચંપા પર છાપો માર્યો, ને ખૂબ લૂંટ ચલાવી, લૂંટની સાથે એક સુંદર યુવતીને પણ ઉપાડી લાવ્યા. ચારસો નવાણું ચોરોએ પેલા નાયકને કહ્યું : “આ રતિને શરમાવે તેવી કામિની આપને ભોગ ભોગવવા માટે યોગ્ય છે.નાયક કહે : ભાઈઓ, આપણો નિયમ છે, કે સહુએ સરખા ભાગે વહેંચી ખાવું; પછી તે કાંચન હોય કે કામિની ! માટે તમે સહુ મારા જેટલા જ એના અધિકારી છો !'
- “પાંચસો લૂંટારા પેલી એક સ્ત્રી સાથે ભોગ ભોગવવા લાગ્યા. વખત જતાં પેલા નાયકને વિચાર થયો કે આ એકલી આપણી બધાની સાથે ભોગવિલાસ ભોગવતાં મરી જશે, તો નાહક સ્ત્રીહત્યા લાગશે ! આમ વિચારી તેઓ એક બીજી સ્ત્રીને ઉપાડી લાવ્યા, ને તેની સાથે ભોગ ભોગવવા લાગ્યા.”
પાંચસો લુંટારા પર એકસરખો હક ધરાવનારી પેલી સ્ત્રીને આથી મનમાં ઘણું માઠું લાગ્યું અને પોતાનું મહત્ત્વ ઓસરી જતું લાગ્યું. નવી આવેલી શોક્ય આંખના કણાની જેમ ખૂંચવા લાગી. એક દિવસ બધા લૂંટારા દૂર દેશમાં લૂંટ કરવા ગયા ત્યારે પેલી સ્ત્રીએ નવી આવેલી શોક્યને કૂવામાં નાખી મારી નાખી. લૂંટારા ઘણે દિવસે પાછા આવ્યા ને પેલી નવી સ્ત્રી માટે પૂછપરછ કરી તો એણે કહ્યું : 'મને શી ખબર ? એ તે કંઈ મારા જેવી હતી કે તમને પાંચસોને એકસરખા હેતથી જાળવે ને ઘર જાળવીને બેસે ! ક્યાંય નાસી ગઈ હશે !''
- વાર્તા પૂરી થઈ ને રાજા વત્સરાજ વળી વિચારના વંટોળમાં ઝડપાયા : પાંચસો જંગલી ને ઝનૂનીઓથી તૃપ્ત ન થનારી આ સ્ત્રી ! અને એવી સંસારની બીજી સ્ત્રીઓ ! રાજા ઢાલની એક બાજુને નીરખી રહ્યો, ને ઉતાવળે મનોમન નિર્ણય બાંધવા લાગ્યો. એ શાસ્ત્રના વિવેકને ભૂલી ગયો.
જેવી એ સ્ત્રી એવી મૃગાવતી પણ સ્ત્રી ! મહારાણી થયે કંઈ સ્ત્રી મટી જવાય છે ? અરે, ઊલટા આ રાજસી આહાર-વિહાર તો વધુ કામપ્રદ હોય છે, રાજમહેલમાં યોગી એક દહાડો તો વસી જુએ ! બીજે દહાડે યોગીનો ભોગી બની જાય ! અવશ્ય મૃગાવતીએ મારા પ્રેમનો ગેરલાભ લીધો. આવા રૂપાળા-રઢિયાળા ચિતારાને જોઈ કયા વૃદ્ધ પુરુષની પત્ની ન લોભાય ? જો મૃગાવતી લોભાણી ન હોય તો એની જાંઘ
પરનો ગુપ્ત તલ ચિત્રકાર કઈ રીતે જાણી શકે ?
વત્સરાજની આંખોમાં અગ્નિ ભભૂકી ઊઠયો.
એ વખતે ચોકીદારે અંદર પ્રવેશ કરીને કહ્યું : “મહારાજ, ચિતારાજી આવી પહોંચ્યા છે.”
જાઓ, એનું કાળુ મોં મને ન બતાવશો ! એને લઈ જઈને કારાગૃહમાં કેદ કરો ! બપોરે ન્યાયસભામાં એનો ન્યાય તોળીશ. એના મસ્તક પર ભયંકર અપરાધ, કાળા નાગની જેમ ફણા પ્રસારીને ખડો છે !”
દ્વારપાલ અજાયબીમાં ડૂબી ગયો : એક ક્ષણમાં આ તે કેવું પરિવર્તન ! અરે, હજુ બે પળ પહેલાં તો જેને રાજ કીય માનસન્માનથી નવાજી નાખવાની વાત હતી, એને માટે અત્યારે બેડી ને કારાગૃહની આજ્ઞા ? પાઘડી બંધાવવાને બદલે માથું જ મૂળગું લઈ લેવાની વાત ? પણ આ ગરીબ આત્મહીન દ્વારપાળે એક સૂત્ર જાણતા હતા, કે રાજાની કૃપા સમુદ્રના તરંગ જેવી ચંચળ છે. માટે કૃપાUTTમાજ્ઞા વિવારીયા - રાજાની આજ્ઞા વિચાર કર્યા વિના પાળવી; છતાં એણે યુક્તિપૂર્વક ફરી વાર સ્પષ્ટતા કરવો પૂછયું : “મહારાજ, યમંદિરના ચિતારાને બેડીઓ જ ડું કે હેડમાં નાખું ?'
જાઓ, એવી બેડીઓ જડો કે બદમાશ જરાય હલી કે ચલી ન શકે, આ સંસારનો હવે થોડી ઘડીનો મહેમાન છે. એનો ગુનો ભયંકર છે. પૃથ્વી એનાથી ભારે મરે છે !” રાજાજી, જે સેવકો સાથે સંક્ષેપમાં વાત કરવાની ટેવવાળા હતા તે, આવાં લાંબાં વાક્યો પોતાની જાતને સંભળાવતા હતા, કે સેવકોને તે પ્રશ્ન હતો.
દ્વારપાળ મરતક નમાવી ચાલ્યો ગયો.
વત્સરાજના ધગધગતા કોપાનલમાં ફરી ભડકા ઊઠવા લાગ્યા. એમનું ચિત્તતંત્ર ધડાકા કરતું વિચાર કરવા લાગ્યું :
“છરી ભલે સોનાની હોય, પણ આખરે તો કરી જ ને ! પેટ પડી લોહી જ કાઢવાની ! મૃગાવતી ભલે પદ્મિની રહી પણ આખરમાં તો સ્ત્રી જ ને ! શું શાસ્ત્રમાં કહ્યું નથી – 'માવર્ત પાત નg ! કાલે શા માટે એ મને વિષ આપીને પોતાના મારગમાંના કાંટાને કાઢી ન નાંખે અને આ ચિતારા સાથે રાજમાતા બની સ્વૈરવિહાર ને માણે ? પુરાણીજી સાચું કહે છે, કે નારી પ્રત્યક્ષરાક્ષસી !
“નારી ! ખરેખર નરકની ખાણ ! સારું છે, કે મારું અંતઃપુર વિશ્વાસુ કંચુકીઓથી રક્ષાયેલું છે, નહીં તો કોણ જાણે શું થાત ? હું રાગાંધ એ વાત કેમ ભૂલી જાઉં છું, કે એક દહાડો આ રાણી મૃગાવતીએ જ મને કહ્યું હતું કે આ કંચુકીઓને ખસી કરવાની મના કરીએ તો ? આ રીતે જોરજુલમથી એ લોકોને પંઢ કરવામાં શો લાભ ? એમનો સંસાર ઉજ્જડ કરી મૂકવાથી શું હાંસલ ?”
પોતાના જ પડઘા D 51
50 g પ્રેમનું મંદિર
Page #42
--------------------------------------------------------------------------
________________
“મેં કહ્યું : ‘તો તો અંતઃપુર વેશ્યાવાડા જેવાં જ બની જાય. પંઢ ચોકીદારો જ એના સાચા ને નિર્દોષ રક્ષકો છે. એક તો, એકાકી હોવાથી મરતાં સુધી અહીં પડ્યાપાથર્યા રહેવાના, અને પ્રેમ કરવાની શક્યતા દૂર થવાથી એ કોઈ લોભ-લાલચમાં નહીં સપડાવાના. વળી કુટુંબકબીલો નહિ એટલે જે મળે તેનાથી સંતોષ પામવાના. સ્ત્રીઓની રક્ષા માટે અથવા રાજાઓના વિશાળ અંતઃપુરોની રક્ષા માટે અન્ય કોઈનો ભરોસો ન રાખી શકાય.”
“એ વેળા મૃગાવતીએ શું કહેલું ? અરે, હું કેવો મૂર્ખ કે એ વેળા એની વાતનો મર્મ ન સમજી શક્યો ! મારા ચિત્ત ઉપર એના રૂપની મોહિની એવી પથરાયેલી હતી, કે એ રાત કહે તો રાત ને દિન કહે તો દિન સમજતો. એણે કહ્યું હતું : “સ્વામીનાથ, આપ સ્ત્રીને શું સમજો છો ? એ પણ શક્તિનો અવતાર છે. તમે માનો છો કે તમારાં જેલ જેવાં અંતઃપુરો ને પડદાઓથી એ સુરક્ષિત ને સંયમી રહે છે ? પણ એમાં તમે ભૂલ ખાઓ છો ! એ ધારે તો વજ્રના કિલ્લા પણ ભેદીને બહાર નીકળી શકે છે. ફૂલની જેમ કોમળ લાગતી સ્ત્રી અંદરથી વજ્ર જેવી હોય છે; પણ એની અંદર રહેલા એ કોમળ સ્ત્રીતત્ત્વથી એ પોતે રિબાય છે, પણ સામાને બનતાં લગી ડંખ નથી મારતી, એટલું યાદ રાખજો કે સ્ત્રી જો રહે તો આપથી ને જાય તો સગા બાપથી !”
“ને રાણીનાં એ વચનોને મેં ભોળા ભાવથી સ્વીકાર્યાં ! અરે, એના રૂપનો હું એવો દાસ બની ગયો હતો, કે એણે જે સારું ખોટું કહ્યું તેનો મેં સદા સ્વીકાર કર્યો ! હું કેવો મૂઢ ઘેટા જેવો કે એ મને દાસબજારમાં લઈ ગઈ ને મૂઢની જેમ હું એનો દોર્યો ત્યાં દોરવાયો. ને ત્યાં ફરતાં જે દશ્યો એણે મને બતાવ્યાં એ મેં જોયાં.”
“મેં વિચાર ન કર્યો કે દુનિયામાં કેટલીક વાતોમાં આંખ આડા કાન કરવા પડે છે. ને હું ન સમજ્યો કે દુનિયાનું ગાડું તો એમ જ ચાલે ! આ દાસદાસીઓનો વેપાર કંઈ નવો છે ? જમાનાઓથી ચાલ્યો આવે છે. શું અમારા કરતાં અમારા વૃદ્ધો ઓછા ડાહ્યા હતા ? એમને જોવાને આંખ, સાંભળવાને કાન ને સમજવાને બુદ્ધિ નહોતી ?”
“અરે, સંસાર આખો નિર્લજ્જ, નાગો ને નાલાયક છે. સારાં વસ્ત્રો પહેર્યાં, જરા સંસ્કાર ને શણગાર કર્યા એટલે શું સંસાર સુધરી ગયો ? મૃગાવતીના કેટલાક ગુરુઓ તો કહે છે, કે લડાઈ ન કરો, લશ્કર ન રાખો ! તો શું વળી કોઈ રાજા યુદ્ધ વિના રહી શકે ખરો ? યુદ્ધમાં સ્વર્ગ બતાવનાર પુરાણપુરુષો શું અક્કલ વગરના હતા ?
“જેમ કેટલુંક સાંભળ્યું-ન સાંભળ્યું કરવું જોઈએ એમ કેટલુંક જોયું ન જોયું કરવામાં સંસારનો સાર રહેલો છે. પણ સ્ત્રીની બુદ્ધિએ ચાલનાર મેં, મૃગાએ જે બતાવ્યું તે જોયું ! એણે મધલાળ જેવા શબ્દોમાં કહ્યું : ‘સ્વામીનાથ ! આ દાસબજારોમાં કેવાં વૃદ્ધિત કાર્યો ચાલે છે, તે તો જુઓ. રાજા જેમ પ્રજાની કમાણીના દશમા ભાગનો હકદાર છે, એમ એના પાપ-પુણ્યમાં પણ એનો હિસ્સો છે, અરે, ત્યાં 52 D પ્રેમનું મંદિર
જુઓ ! પેલા દેખાવડા દાસને પુરુષત્વથી હીન કરવાની કેવી ઘૃણિત ક્રિયા ચાલી રહી છે ! લાચાર પશુની જેમ કેવાં બોકાસાં એ પાડી રહ્યો છે ! ને ઉપરથી વધારામાં એને ચૂપ કરવા માટે કેવો માર મારવામાં આવે છે ! અરે, એ રીતે આ ગુલામની કિંમત વધારવામાં આવે છે. કારણ કે વિલાસિકાઓની રક્ષા માટે આ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે ! અંતઃપુરોની અસૂર્યપશ્યા સુંદરીઓ ચોકી માટે રજવાડાં મોટાં મૂલ્ય આપી એમને લઈ જાય છે ! સદા અતૃપ્તને પરિણામે ખીજવાયેલા રહેલા આ દ્વારપાલો શ્રીમંત ગૃહસ્થોના ઘરોની ચોકી માટે ભારે સગવડભર્યા હોય છે. સંસારને એમણે કઠોર ને કદર્થ જોયો હોય છે, એટલે મરેલા આત્માવાળા આ દાસોને ગમે તેવું કઠોર
કે કદર્ય કામ કરતાં આંચકો આવતો નથી !” અને રાજાના ડહોળાયેલા હૃદયજળમાં શંકાનાં સાપોલિયાં ઘૂમી રહ્યાં. વિચારણા આગળ વધી :
“રાણીએ કહ્યું : “સ્વામીનાથ ! કેવળ જુવાન પર જ નહિ, નાનાં ગુલામ બાળકો પર પણ આ ઘૃણિત અત્યાચાર ગુજારવામાં આવે છે. મોટી ઉંમરના દાસ પર એ ક્રિયા કરતાં ઘણી વાર શસ્ત્રના તીક્ષ્ણ ઘાથી એ મૃત્યુ પામે છે, જ્યારે નાનાં બાળકોમાં એ ક્રિયાથી મૃત્યુ પ્રમાણ ઓછું આવે છે. સંસારમાં જાણતાં કે અજાણતાં કરેલાં કર્મનો બદલો માનવીને અવશ્ય મળવાનો છે, એ વાત આપનાથી ભુલાઈ ગઈ છે.
“વાહ રે પુંચલી ! રાણી, મેં તારી મીઠી મીઠી વાતોને સાચી માની લીધી ! એમાં પેલી દાસી ચંદનાનો પ્રસંગ બની ગયો. ન જાણે ભગવાન મહાવીરે શા કારણે એના હાથે ભિક્ષા લીધી હશે ! કદાચ એમના મામાની દીકરીની દીકરી થાય એટલે
લીધી હોય, મહાયોગી તો વર્ષોથી મૌન છે, પણ એમના મૌનનો આ બધાંએ જૂઠો અર્થ તારવીને સૌને બનાવ્યાં ! અરે, હું પણ કેવો મુર્ખ કે સમસ્ત વત્સદેશમાં ગુલામીના વેપારની બંધી માટે રાજ-આજ્ઞા કાઢવા માટે તૈયાર થઈ ગયો. બેએક દિવસ વધુ વીત્યા હોત તો એમ બની પણ ગયું હોત ! મને એ વખતે વિચાર સરખો પણ ન આવ્યો કે પોતાને અણગમતા પતિને વૈરાગી બનાવી આ સ્ત્રીઓ, આ રીતે, અંતઃપુરમાં, મનમાન્યા પુરુષથી યથેચ્છ વિલાસ ભોગવવાની તક ઊભી કરવા માર્ગ છે ! સંસારમાં પુરુષનો બધી બાબતમાં વિશ્વાસ કરી શકાય, પણ સ્ત્રીનો – તેમાંય સૌંદર્યવતી સ્ત્રીનો-તો કોઈ બાબતમાં વિશ્વાસ ન કરી શકાય !”
“હળાહળ વિષથી ભરેલા નાગને ઘરમાં સંઘરવો ઓછો ભયાનક છે, પણ ઘરમાં જ સુંદર સ્ત્રી છે, ત્યાં જુવાન પુરુષનો પડછાયો પણ વિષથી વધુ કાતિલ બને છે ! આ ગુલામોને થોડું દુઃખ જરૂર થાય છે, પણ એમની કિંમત કેટલી વધી જાય છે ! આખી જિંદગી કેવી સુખમાં જાય છે ! બિચારા બીજા સંસારીઓ તો કેવી ભયંકર દશા ભોગવી રહ્યા હોય છે ! ન ખાવા-પીવાનાં ઠેકાણાં, ન રહેવાનાં ! વળી પોતાના કે વધુ માણસોના સુખ માટે થોડા માણસો થોડુંક દુઃખ ભોગવે તો એ કંઈ અયોગ્ય પણ નથી !"
પોતાના જ પડઘા D 53
Page #43
--------------------------------------------------------------------------
________________
રાણીની જંઘા પરના બે તલ ન જાણે રાજાના મનઃચક્ષુ આગળ કેવાં કલ્પનાદૃશ્યો રજૂ કરી રહ્યા હતા ! વૃદ્ધ પુરૂષ જુવાન સ્ત્રી સમક્ષ પોતાની અશક્તિનો એકરાર કરી શકતો નથી; પણ એ જાણતો હોય છે, કે પોતાની અશક્તિ ક્યાં રહી છે, ને સ્ત્રી કઈ વાતે પોતાનાથી અસંતુષ્ટ છે. ને તેથી એ હંમેશ શંકાશીલ રહ્યા કરે છે.
“મહારાજ , ચિતારાને ન્યાયસભામાં ઉપસ્થિત કરવામાં આવ્યો છે.” દ્વારપાળે આવીને સમાચાર આપ્યા.
- “ચાલો, હું આવું છું. અધર્મનો ભાર જેટલો જલદી પૃથ્વી પરથી હળવો થાય એટલું સારું. અરે, માણસ ઈશ્વરને તો જાણે વીસરી ગયો છે, પણ સારું છે કે પૃથ્વી પર ઈશ્વરશાસનની બીજી આકૃતિ સમાં રાજ શાસન હયાત છે !”
ક્રોધાંધ માણસને શાસ્ત્ર, શિખામણો ને શિક્ષાવચનો ઊલટી રીતે પરિણમે છે. - રોગીને જેમ સુંદર ભોજન પરિણમે તેમ ! રાજા શતાનિકનું એમ જ થયું.
કોણ કોનો ન્યાય કરે ?
ભરતકુલભૂષણ મહારાજા શતાનિક* આવીને વસ્રદેશના ન્યાયાસન પર બિરાજમાન થઈ ગયા, યુવરાજ ઉદયન પણ બાજુમાં આવીને બેસી ગયો. મંત્રીરાજ સુગુપ્ત પણ યથાસ્થાને ગોઠવાઈ ગયા. અંતઃપુરમાં સ્ત્રીજનો પણ પાછળ આવીને બેસી ગયાં. અમાત્યો, મંત્રીઓ, સેનાપતિઓ, રાજન્યો, ભટ્ટ, માંડલિકો વગેરે પણ યોગ્ય સ્થાને આવીને બેસી ગયા. પ્રશાસ્તારો (ધર્માધ્યાપકો) પણ પોતાના ઉચ્ચ સ્થાને બિરાજમાન થયા. નગરશેઠો, સાર્થવાહો, શ્રેણીનાયકો, ધનિકો ને ગૃહસ્થો પણ સભામાં સમયસર આવી પહોંચ્યા હતા.
સહુનાં મુખ પર ભારે ઉત્સુકતા રમતી હતી. થોડી વાર પહેલાં યક્ષમંદિરના સુવિખ્યાત ચિતારા રાજ શેખરને માન-ઇનામની મોટી મોટી વાતોની જાહેરાત થઈ હતી અને બીજી જ ક્ષણે એને કેદ કરીને કતલ કરવાની વાતો હવામાં ગુંજતી થઈ હતી. રાજ કૃપા તો ભારે ચંચળ છે. વરસે તો અનરાધાર વરસે; ન વરસે તો હોય તેટલુંય શોષી લે, બધું બાળીને ખાખ કરી નાખે, ભરતકુલભૂષણ મહારાજ વત્સરાજે મંત્રી સુગુપ્ત સાથે મંત્રણા કરી. મંત્રીરાજે સામે કેટલીક ચર્ચા કરી, ને અંતે બંને એક નિર્ણય પર આવ્યા.
| જાણે વત્સરાજ એમ કહેતા લાગ્યા, કે મંત્રીરાજ , હું તો એક ઘા ને બે કટકામાં માનું છું. બંનેને લટકાવી દો !
મંત્રીરાજ એમ સમજાવવા લાગ્યા કે એમ ન બને. રાજવંશના માણસોના
54 પ્રેમનું મંદિર
* વત્સરાજ શતાનિક ભરત વંશના પાંડવપૌત્ર જનમેજયના વંશજ હતા. મૃગાવતી વૈશાલીના ગણનાયક રાજા ચેટકની પુત્રી હતી. વારવનિતા આમ્રપાલી પણ વૈશાલીની હતી.
Page #44
--------------------------------------------------------------------------
________________
અપરાધનો નિર્ણય અને ન્યાય બંધબારણે થવો ઘટે. એમાં શિક્ષા પણ શૂળી જેવાં સાધનોથી નહિ પણ વિષપાન કે સર્પદંશ જેવાં સાધનોથી થવી ઘટે !
આખરે વત્સરાજ કંઈક સમજ્યા. ને મંત્રીરાજને એમની રીતે વાત સભામાં રજૂ કરવા કહ્યું. થોડી વારે મંત્રીરાજ પોતે ઊભા થયા, સભાજનોને ઉદ્દેશીને બોલ્યા :
મહામાન્ય, ભરતકુલભૂષણના હાથે આજ જાહેર સભામાં જેનો ન્યાય ચૂકવાઈ રહ્યો છે, એ અપરાધી અન્ય રાજ કુળની રીત મુજબ ન્યાય માગવાને પણ હકદાર નથી; એને તો ઈશ્વરનું નામસ્મરણ કરવા જેટલી પણ તક આપ્યા સિવાય શિરચ્છેદ કરવો જોઈએ. પણ પરમ ઉદાર મહારાજ વત્સરાજને એ રીત પસંદ નથી. વીર સદા ધીર હોય છે.”
“વિગત એવી છે કે ચિતારા રાજ શેખરે રાજવંશની સુંદરીઓનો ઔચિત્ય ભંગ, થાય તે રીતે, ચીતરી છે; એમના કેટલાક અવયવો એટલા તાદૃશ ચીતર્યા છે કે એ એના નૈતિક અધઃપતન માટે પૂરતા પુરાવારૂપ છે. આવા સ્વેચ્છાચાર અને અધઃપતનની સજા માટે કઠોરમાં કઠોર રીતે દેહાંતદંડ આપવો એમ રાજ્યશાસનમાં લખેલ છે.”
“મારો નૈતિક અધઃપાત ? કોની સાથે ?” ચિતારાઓ વચ્ચે કહ્યું.
તમે તમારા પૂરતી ચર્ચા કરી શકો છો. પણ યાદ રાખો કે રાજ કુળનાં કોઈ પણ સ્ત્રી-પુરુષનાં શીલ-સંયમની જાહેર ચર્ચા શાસનના ધારાની બહાર છે. એને કોઈ કાયદો સ્પર્શી શકતો નથી. રાજ કુળનાં મહામાન્ય સ્ત્રી-પુરુષોમાંનું એક પણ નામ તમારી જીભ પર આવવું ન જોઈએ. તમારા અપરાધ વિશે ખુશીથી જે કહેવું હોય તે કહો. વત્સરાજની ન્યાયસભામાં તો વાઘ-બકરી એક આરે પાણી પીએ છે !”
“સમજ્યો.” ચિત્રકારે ક્ષણવાર વિચાર કરીને કહ્યું, “જેને હું મારી નિપુણતા લેખું છું એને આપ મારો અપરાધ લેખો છો ! અંગશાસ્ત્રના વેત્તા તરીકેની મારી નિપુણતા એ મારો અપરાધ ઠરે છે ! મારું નિવેદન માત્ર એટલું જ છે, કે આ વિદ્યાને મેં તપ, વિનય, પવિત્રતા ને કૌશલથી હાંસલ કરી છે. બજવૈયા બંસી બજાવે છે ને એણે ન ધારેલી સ્વરમાધુરી પ્રસરી રહી છે, એમ મને જાણ પણ નથી હોતી, ને સ્ત્રીપુરુષોનું એક અંગ નિહાળતાં એની સ્વાભાવિક રીતે પરિપૂર્ણ ચિત્રાકૃતિ આલેખાઈ જાય છે. પ્રસ્તુત ચિત્રમાં પણ તેમ જ બન્યું છે. આંખની કીકીમાં કાળું અંજન ભરતાં પીંછીમાંથી એક ટપકું અધોભાગ પર પડ્યું. મેં જાળવીને લૂછી નાખ્યું, ફરી વાર પણે, ત્યાં જ ટપકું પડયું. ફરી મેં લૂછી નાખ્યું, પણ જાણે કેમ, પૂરતી સાવચેતી છતાં ત્રીજી વાર પણ બિંદુ ત્યાં પડ્યું. આ વખતે એને લૂછી નાખતાં એ ચિત્ર બગડવાનો સંભવ લાગ્યો. હું વિચાર કરવા લાગ્યો કે અરે, કુશળ લેખિનીમાં આટલી મંદતા કેમ સંભવે ? મેં વિચાર કર્યો. પછી તરત જ મને યાદ આવ્યું કે અમુક
56 | પ્રેમનું મંદિર
લકાણોથી યુક્ત મહાપદ્મિની સ્ત્રીને જંઘા પર તલ હોય, અને તે એ કે નહિ પણ બે. મહારાજ , ભારે કદરદાનીની આશાથી આ કાર્ય કર્યું છે.”
સભા ચિતારાના નિવેદન તરફ દોરવાઈ જતી લાગી. તરત જ મહારાજા શતાનિકે ચિતારાના નિવેદનની છણાવટ કરવા માંડી : “ચિતારા, “કાગડાને બેસવું ને ડાળનું પડવું’ એવો ‘કાતાલીય નામનો ન્યાય અમે પણ જાણીએ છીએ. પણ આવી બાબતમાં ચાલાક ગુનેગારને માટે એ છટકબારી ન બની શકે. જુવાન પુરુષની ચંચળતા ને સ્ત્રીચરિત્રની દુર્ગમતા જાણનાર સહેજે કલ્પના કરી શકે કે..”
મહારાજ ,” મંત્રીરાજ સુગુપ્ત વચમાં ધીરેથી કહ્યું, “આ તો આપણી જાંઘ આપણે હાથે ઉઘાડી થાય છે !” વ્યગ્ર વત્સરાજને વિચક્ષણ મંત્રીએ આગળ બોલતાં વાર્યા.
પણ રાજાજીએ બૂમ મારી : “મંત્રીરાજ ! એક તો ચોરી અને પાછી શિરજોરી ! ચઢાવી દો એ ચિતારાને શૂળીએ !”
સુવર્ણને બદલે શુળી ?” ચિતારાએ ઉચ્ચ સ્વરે કહ્યું. “શું આનું નામ વત્સરાજના દરબારનો ન્યાય ? ઘેર ઘોડો આવ્યો એટલે શું બધું વીસરાઈ ગયું ? મારી કળા, મારી મહેનત, મારી સાધના, મારું તપ – એ બધાનું શું આ ઇનામ, રાજન ?”
“ભરેલા દૂધના ઘડામાં વિષનું એક ટીપું પણ એને નિરર્થક બનાવી નાખે છે. ચિતારા, તારા અધઃપાતે તારી કળા, તારી મહેનત, તારી સાધના, તારું તપ સર્વ કંઈ નિષ્ફળ બનાવ્યું છે ! પાપાત્માઓનો ભાર પૃથ્વી સહન કરી શકતી નથી. માટે હું તને દેહાંતદંડની સજા ફરમાવું છું.”
- વત્સરાજ શતાનિક ભારે ગુસ્સામાં હતા. આવી વેળાએ એમને રોકવાનું સામર્થ્ય કોઈની પાસે નહોતું.
રાજાજી, આપ જ્યારે ન્યાય ન છણતાં માત્ર આક્ષેપ જ કરો છો, ત્યારે પરિણામનો પૂરતો વિચાર કરીને કહું છું, કે વત્સરાજના ભાવભર્યા હૃદયમાં શંકાનું વિષ સીંચાયું છે. કોઈ વાર માણસ પોતાના પડછાયાથી પોતે જ ડરે છે, પોતાના જીવનના પડઘા કે પ્રતિબિંબ પરમાં સાંભળે કે નિહાળે છે, ને એને સત્ય માને છે ! કદાચ હું પાપાત્મા હોઈશ; પણ એ પાપ એટલું જ હશે કે મેં મારાથી મોટા પાપાત્માઓની સેવા કરી ! રાજસેવા શું આટલી ભૂંડી હશે ? સજ્જનોએ આ માટે જ રાજસેવાને અવખોડી હશે !''
હું વધુ કંઈ સાંભળવા તૈયાર નથી.” વત્સરાજે ઉચ્ચ સ્વરે કહ્યું. અચાનક પાછળ કંઈક પડ્યાનો અવાજ થયો. વત્સરાજનું લક્ષ તે તરફ ખેંચાયું.
“મહારાજ ! મહારાણી મૃગાવતી દેવી એકાએક બેભાન બની નીચે પછડાયાં છે.” એમને સુશ્રુષાગૃહમાં લઈ જાઓ ને રાજવૈદને તેડાવો.” રાણીજીનું નામ
કોણ કોનો ન્યાય કરે ? E 57
Page #45
--------------------------------------------------------------------------
________________
પડતાં દોડ્યા જતા રાજવી આજ કંઈક લાગણીહીન લાગ્યા. “મંત્રીરાજ, તમે તો ધર્મના જાણકાર છો. આ વિષયમાં તમારો અભિપ્રાય શું છે ?”
“મહારાજ, અપરાધમાં સંદેહ ઊભો થાય છે. સંસારમાં ઘણી વાતો એવી હોય છે, કે એનો સાદી સમજ અને ચાલુ રીતથી ન્યાય તોળી ન શકાય. કેટલાંક રહસ્યો ભારે ગુઢ હોય છે, અને તેથી જ જ્યાં જરા જેટલો સંદેહ ઊભો થાય ત્યાં આરોપીને શિક્ષા ન થઈ શકે, એવો પવિત્ર ન્યાયનો જૂનો કાનૂન છે. માણસ માત્ર-પછી ભલે ને ગમે તેવો સમર્થ હોય, એ પણ-ભૂલે છે : રાજા પણ ભૂલે અને ભલભલા ન્યાયશાસ્ત્રી પણ ભૂલે !"
મંત્રીરાજ ! તમે માનો છો ખરા કે ચિતારાએ ઔચિત્યભંગ કર્યો છે ? " શરદ નીવ૮ ના રીવે નાવરાવે વસ્ત્રોની નીચે કોણ નગ્ન નથી ? છતાં શું બધાં નગ્ન થઈને ફરશે કે ?" રાજાજી સત્યને અવળી રીતે રજૂ કરતા હતા. એમની કલ્પનાની ભૂમિમાં જુવાન ચિતારાના રમ્ય અવયવો જાણે રાણી મૃગાવતીને સ્પર્શતા દેખાતા હતા. અરે, એ નયનો સામે નજર નોંધનારનાં નેણ કઢાવું, આંગળી ચીંધનારના હાથ વઢાવું, હોઠ હલાવનારની જીભ વઢાવું, એનાં...” વત્સરાજની કલ્પનાભૂમિ હાહાકાર કરી ઊઠી.
- “રાજન્ ! સજા તો જે કરવી ઘટે તે કરજો, કારણ કે આજે હું તમારે વશ છું; અહીંથી તમારી મરજી વગર મારો છુટકારો અશક્ય છે, પણ આપને વાસ્તવની દુનિયાને યાદ કરવા વીનવું છું. વિલાસભૂખ્યાં રાજા-રાણીઓને શું આવાં ચિત્રોનો શોખ નથી ? હજી તો મેં આમાં ઘણી મર્યાદાઓ જાળવી છે; પારદર્શક વસ્ત્રોનો પડદો રાખ્યો છે; અને ફક્ત એકાકી સ્ત્રીનું જ ચિત્ર દોર્યું છે, પણ કેટલાક વિલાસ શોખીન રાજાઓએ તો પોતાની પત્નીઓની સાથે, સાવ નગ્ન અને કેવળ નગ્ન પણ નહિ...” કયા શબ્દોમાં એ નગ્ન વાસ્તવિકતાને રજૂ કરવી એ ચિત્રકારને ન સૂઝયું.
“મંત્રીરાજ ! ચાલક ગુનેગાર સાથે હવે વધુ વાર્તાલાપ કરવાની ધીરજ મારી પાસે નથી. તમને પૂછું છું, કે શું એણે ઔચિત્યભંગ નથી કર્યો ? તમે લાખ કોશિશ કરો પણ પાકો ચોર કદી પોતાને ચોર નહીં કહેવરાવે !"
“મહારાજ , ઔચિત્યભંગ તો થયો છે.” તો બસ, મારી સજા છે કે...”
હાં હાં, પ્રભુ ! સજા વિચારીને કહેજો ! કલાકારની સજા શું હોય તે તો આપ જાણો છો. નાગને માથેથી મણિ લઈ લો, કલાકારની પાસેથી કલા લઈ લો, પછી બેમાંથી એકેને હણવાની જરૂર નથી. આપ દયાનિધિ છો, વિવેકવારિધિ છો. શાસ્ત્રમાં કહ્યું છે, કે જ$ ઝન રસનાની – રાજા એક જ વાર બોલે. માટે એવું બોલજો કે મારે વિનંતી કરીને એમાં ફેરફાર કરાવવો ન પડે ! વત્સરાજનો ન્યાય
58 p પ્રેમનું મંદિર
ઝાંખો ન પડે ! ભરતકુલભૂષણના સિંહાસનને ઝાંખપ ન લાગે !”
ભારે જિદ્દી છો, મંત્રીરાજ ! બીજો રાજા હોત તો તમારી આટલી વાત પણ ન સાંભળત...”
“અરે, મારા સ્વામી ! એ પણ જાણું છું કે વચ્ચે આટલી પણ રોકટોક કરત તો અપરાધીની સાથે મારું મસ્તક પણ ઊડી જાત. પણ આ તો વત્સરાજનો દરબાર છે. ગરીબ પારેવાને પણ પોતાની પાંખ ફફડાવીને પોતાનો પક્ષ રજૂ કરવાનો અહીં હક છે.”
“વારુ, વારુ મંત્રીરાજ ! મારા મનમાં પણ હજી સંદેહ જ છે. બીજા પક્ષને સાંભળ્યો પણ નથી. આપણે એને સંદેહનો લાભ આપીએ, પણ સાથે સાથે એક અનિષ્ટને હળવું કરીએ. આવા ચિતારાઓએ રાજાઓનાં અંત:પુર, જે મૂળથી જ વિલાસ-વાસનાના માંડવા હતાં, એમાં ચિતરામણો આલેખી ભડકા લગાડી દીધા છે.
જ્યાં જઈએ ત્યાં એવાં ચિતરામણ કર્યા છે, કે અમારાં હૈયાં ઊકળતાં જ રહે; અમારી આંખો આંધળી જ થઈ જાય. એ પાપાત્માને બીજી શિક્ષા તો નથી કરતો, ફક્ત એટલો હુકમ કરું છું, કે એના જમણા હાથનો અંગૂઠો કાપીને એને વત્સદેશની બહાર કાઢી મૂકો ! ફરી વત્સદેશની હદમાં દેખાય તો તરત ગરદન મારવો !”
વત્સરાજ સજા સંભળાવીને વધુ વાર ન થોભ્યો. એ અંતઃપુરમાં ચાલ્યા ગયા, પણ મૂછિત મહારાણીના આવાસ તરફ ન જતાં એ બીજી તરફ ચાલ્યા. વિધવિધ સામગ્રીઓથી શણગારેલા, હાથીદાંતની કમાનોવાળાં, સોના-રૂપાની છતવાળાં, સુગંધી દીપકોવાળાં ભવનોમાંથી એ પસાર થવા લાગ્યા, આર્યાવર્તના મશહૂર ચિત્રકારોએ નિર્માણ કરેલાં વિધવિધ ભાવોને તાદૃશ કરતાં ચિત્રપટો ત્યાં લટકતાં હતાં.
એક ચિત્રની પાસે આવતાં વત્સરાજ જરા થોભી ગયા.
એ ચિત્રમાં ગિરનારની ગુફામાં, વરસાદનાં પાણીથી પલળેલાં દેવી રાજુલ પોતાનાં વસ્ત્ર અળગાં કરીને સુકવતાં દેખાતાં હતાં, ને દૂરથી ભગવાન નેમિનાથના ભાઈ રહનેમિ કામવશ થઈને એ સુંદર કાયાને નીરખી રહ્યા હતા !
નિર્લજ્જ ચિત્રકાર ! શું દેવી રાજુલનો આવો પ્રસંગ આળેખી શકાય ? અરે, નીરખીને આલેખી શકાય ? ગમે તેવો પુત્ર માતાની નગ્નતા નીરખી શકે ? અરે, નીરખીને આળેખી શકે ? ધિક્કાર હજો મને, કે આ છબીઓ મેં નીરખ્યા કરી ને વખાણ્યા કરી. ધર્મને નામે પણ કેવળ કામને જ પોપ્યો ! વત્સરાજે હાથમાં રહેલા રાજદંડથી એ છબીને તોડી નાખી નષ્ટભ્રષ્ટ કરી નાખી !
જરા આગળ વધ્યા ત્યાં બીજું ચિત્ર આવ્યું. ચિતારાએ એમાં સુવર્ણ રંગો પૂરીને અજબ કારીગરી આણી હતી. એ ચિત્ર પ્રસન્નચંદ્ર રાજવીના પુત્ર વલ્કલચીરીને જંગલનું જીવન છોડાવીને શહેરમાં આણવા ગયેલી વેશ્યાઓનું હતું. જીવનભર સ્ત્રીને ન નીરખનાર પેલા વનમાનવ જેવા વલ્કલચીરી પાસે પોતાના ઉન્નત વક્ષ:સ્થળનો
કોણ કોનો ન્યાય કરે ? 1 59.
Page #46
--------------------------------------------------------------------------
________________
સ્પર્શ કરાવતી બતાવી છે. વકલગીરી વેશ્યાઓને જ્યારે આશ્ચર્યથી પૂછે છે, કે તમારી છાતી પર ક્યાં ફળ ઊગ્યાં છે, ત્યારે વેશ્યાઓ કહે છે, કે એ ફળ શહેરમાં જ થાય છે, ને ખૂબ રસીલાં થાય છે ! મારી સાથે ચાલે તો તારી ઇચ્છા મુજબ ચખાડું ! કેવું ભયંકર ચિત્ર !
“છે કોઈ હાજર ?" વત્સરાજે બૂમ પાડી. પાછળ જ દાસ-દાસીઓ ખડાં હતાં. “શું માણસોનાં મન છે !વિષ્ટા પર જ જઈને બેસે !જલાવી દો આ ચિત્રને !”
હજી ગઈ કાલે જ જેની ઉત્કટતાનાં વખાણ કરતાં રાજાજી થાકતા નહોતા, એને જ આજ અગ્નિને આધીન ! રાજાઓનાં ચંચળ ચિત્તને જાણનાર દાસ-દાસી નિઃશંક રીતે આજ્ઞાનો અમલ કરવા દોડયાં.
વત્સરાજ આગળ વધ્યા. અચાનક એમની નજરે એક નટડીના સૌંદર્યને પોતાનું બનાવવા નીકળેલા ને એ માટે સ્વયં નટ બનેલા શ્રેષ્ઠીપુત્ર ઈલાચીકુમારનું ચિત્ર આવ્યું. નટડી ફૂટડી - સોંદર્યના ઝરણા જેવી – એક બાજુ ઊભી ઊભી કામણ કરતી હતી. સામે નટના ખેલ જોતો રાજા વિચારતો હતો, કે આ નટ દોર ચૂકે ને મરે તો આ સુંદર સ્ત્રીને મારી કરું ! પેલો નટ વિચારતો હતો કે આ રાજાને રીઝવી દઉં ને ઇનામ લઉં તો નટડી એના વચન મુજબ મારી થાય !
- વાહ, વાહ ! શું નારીના રૂપની મોહિની ! સુંદર પ્રસંગ ચીતર્યો ચિતારાએ ! દુનિયામાં આવું ચાલ્યા કરે છે ! પેલો પેલીને ઝંખે છે; પેલી પેલાને ઝંખે છે ! સહુ ઝંખતા ઝંખતા મરે છે, ને ઝંખેલું કદી મળતું નથી ! “દાસી, આ ચિત્રને મધ્ય ખંડમાં ગોઠવી દે !” વત્સરાજે હુકમ કર્યો.
- “અને આ કોનું ચિત્ર છે ? પુત્રને ખાનારી માતાનું ? પૈસા માટે દીકરાને વેચી દેનાર, ને વેચાયેલો દીકરો પાછો આવતાં રખેને પોતાની સંપત્તિ રાજા પાછી લઈ લેશે, એ બીકે અંધારી રાતે પુત્રને હણવા જનાર માતાનું !”
- “શાબાશ ચિતારા ! સંસારમાં સ્ત્રી માત્ર ખરાબ ! પછી એ માતા હોય કે પ્રિયતમા હોય ! શાસ્ત્રીજી સાચું કહેતા હતા - ૧ : થાતંaઈતિ સ્ત્રીને સ્વતંત્રતા ન હોય. બાળપણમાં બાપ રક્ષા કરે, મોટપણે પતિ ને વૃદ્ધાવસ્થામાં પુત્ર !”
વત્સરાજ હસ્યા; એ હાસ્ય ભયંકર હતું !
એક દોઢદાહી-મોઢે ચઢાવેલી-દાસીએ આ વખતે જરા આગળ આવીને કહ્યું : “મહારાણી આપને યાદ કરી રહ્યાં છે. બાળકુમાર ઉદયન પણ પાસે બેસીને રડ્યા કરે છે.”
જા ઉદયનને મારી પાસે તેડી લાવ અને તારી રાણીને કહેજે કે રાજાજીએ આજ સુધી અનેક સ્ત્રીચરિત્ર સાંભળ્યાં હતાં, પણ હવે તો એ નજરોનજર નીરખ્યા !
આજથી મેં સ્ત્રી-મુખ ન જોવાની પ્રતિજ્ઞા કરી છે. તારી રાણીએ તો સ્ત્રીપદ સાચું ઉજાળી બતાવ્યું !”
દાસી ગઈ. થોડી વારમાં ખુદ મહારાણી મૃગાવતી બાળકુમાર ઉદયનને આંગળીએ વળગાડીને આવતાં જણાયાં.
રાજાજીએ ભયંકર સ્વરે કહ્યું : “ઉદયન, અહીં આવ ! રાણી, તમે પાછાં ફરી જાઓ. મારે સ્ત્રીનું મુખ નીરખવાની બંધી છે. આવશો તો કાં તો તમે નહિ હો, કાં હું નહિ !”
અરે રે ! જે કાલે દ્વિતીય પ્રાણ હતી, કાલે જે બે દેહને એક આત્મા જેવાં હતાં, એ આટલાં જલદી જુદાં થઈ ગયાં ?” રાણી મૃગાવતી પડદા પાછળ રહી બોલ્યાં : “શું હવે જતે અવતારે જે મોંએ તાંબુલ ચાવ્યાં એ મોંએ લાળા ચાવવાના આવ્યા ? રાજાજી, સ્ત્રીના શીલ પર પ્રહાર કરવાને બદલે એના શિર પર પ્રહાર કર્યો હોત, તો એને મરવું મીઠું લાગતું ! સ્વમાની સ્ત્રીને મન મરવા-જીવવાની મહત્તા નથી. તમે તો મારા પર ભયંકર આળ મૂકી મારે માટે મરવું મુશ્કેલ કર્યું ને આવું અપમાન સહીને જીવવું ય મુશ્કેલ છે. ચંદનાની માતાની હું બહેન છું, મને પણ જીભ કરડતાં આવડે છે !”
“રાણી, હવે વધુ સ્ત્રીચરિત્ર ન દાખવો !”
“રાજાજી, સ્ત્રી-સ્ત્રી શું કરો છો ? જાણે સ્ત્રી સાથે તમારે કંઈ લેવા-દેવા નથી ! અમે સ્ત્રી ન હોત-શાસ્ત્રમાં કહ્યો છે તેવો અમારો અમારા પોતીકા જન પ્રત્યેનો કામ આઠ ગણો બલવાન ન હોત-તો શા સુખે આ સંસારને વળગી રહેત ? શા કાજે આ બધાં બંધનો હોંશે હોંશે સ્વીકારત ? તમારા નિત્યપ્રતિના તિરસ્કારો ફૂલની જેમ શા માટે ઝીલ્યા કરત ? ઓશિયાળું જીવન જીવી તમારા સુખ-શાન્તિના યજ્ઞમાં શા માટે પોતાની જાતને હોમી દેત ? ને એમ કરીને બાળકોને જન્મ આપી, હૈયાનાં ધાવણ ધવડાવી તમારા જેવો જ નિર્લજ પુરુષ બનાવવા અને શા માટે મોટો કરત ? અને શા લોભે પોતાના હાથે પોતાના દાસત્વની શૃંખલાને વધુ મક્કમ બનાવત ?”
રાણીજીના આ ધ્રુજારા સામે રાજાજી કંઈ ન બોલ્યા; બાળકુમાર ઉદયનને આંગળીએ વળગાડી બહાર ચાલ્યા ગયા.
0 2 પ્રેમનું મંદિર
કોણ કોનો ન્યાય કરે ? 61
Page #47
--------------------------------------------------------------------------
________________
10
સબળ નિર્બળને ખાય
સધ્યા રક્તરંજિત વાદળોની પાછળ ઊતરી રહી હતી. કૌશાંબીનાં વિશાળ તળાવોમાં કમુદિની ધીરે ધીરે ઊંચું મોં કરી રહી હતી. સારસબેલડીઓ કાંઠે આવીને સ્તબ્ધ ખડી હતી. ઘેર જતાં ગૌધણના ગળાની રણકતી ઘંટડીઓ ને ઘેટાં ચારીને પાછા વળતા ગોવાળની વાંસળીના સૂરો વાતાવરણને સ્વરમાધુરીથી ભરી રહ્યાં હતાં.
એ વેળા યામંદિરનો પેલો ચિતારો, ઘાયલ સ્થિતિમાં તળાવની પાળે, વૃક્ષને ટેકે બેઠો બેઠો દૂર આભમાં નજર નોંધી રહ્યો હતો. હાથના અંગૂઠામાંથી ધીરે ધીરે રક્ત ટપકી રહ્યું હતું. મંત્રીરાજે સજા ફરમાવતાં ઘણી મહેર રાખી હતી. માત્ર અંગૂઠાનો અગ્ર ભાગ જ છેદવામાં આવ્યો હતો. છતાં એ શસ્ત્રના જખમ કરતાં હૈયામાં પડેલા જખમની વેદના અસહ્ય હતી, અપરંપાર હતી.
આ છેલ્લી જ રાત હતી – કૌશાંબીમાંથી વિદાય લેવાની, નભોમંડળ પર રાત્રિ બિરાજતી હતી. એના હૃદયાકાશમાં પણ કોઈ અંધારી રાત જામી રહી હતી. ને ત્યાં જાણે હવે સૂર્યોદય થવાનો નહોતો ! સંધ્યા જેમ દિશાનો પર અંધારપછેડા લટકાવી રહી હતી, એમ કલાકારનાં દેહ, બુદ્ધિ, મન ને આત્મા - ચારે પર પણ જાણે ભયંકર અંધાર-પછેડો લપેટાઈ રહ્યો હતો.
માનવહૃદયનાં બે પડખાંમાં કુદરતે મૂકેલા અમૃતને વિષના બે કુંભમાંથી આજે વિષકુંભમાં ઊભરો આવ્યો હતો. એક તરફ તપ, પવિત્રતા, કૌશલ ને કઠણાઈથી પ્રાપ્ત કરેલી વિદ્યાને આવા વિલાસી જનોના ચરણમાં માત્ર લમીની આશાએ અર્પણ કરીને કરેલા જીવનદ્રોહનો અંતસ્તાપ એને બાળી રહ્યો હતો. બીજી તરફ એના વૃદ્ધ ગુરુના શબ્દો યાદ આવી રહ્યા હતા કે તપ અને સાધનાથી સિદ્ધ કરેલી સરસ્વતીનું માનમર્દન કરીને લક્ષમીના ચરણ-કિંકર બનશો મા ! એમ કરો તેના કરતાં
સરસ્વતીને સ્પર્શશો મા ! તમારી વિઘા, તમારી કલા અને તમારી સાધનાને પરાશ્રયી બનાવશો મા ! સતત, જ્યાં કામ-ક્રોધના વાવંટોળ ચઢતા હોય એવાં વિલાસભવનો, શૃંગારભવનો અને રાજ ભવનોમાં બીજની રેખા જેવી તમારી કલાને લઈ જ શો મા !
ચિત્રકારે એક વાર કપાળ કુટું.
બીજી ક્ષણે અંતસ્તાપ પર જોર કરીને અપમાનની જોગણી શંખ, ડાકલાં ને ડમરુ સાથે જાગ્રત થઈ ઊઠી ! જાણે કોઈ ભયંકર ચિત્કાર કરીને કહેતું સંભળાયું : “નામર્દ, આટઆટલું અપમાન પામ્યો, લોકની નજ ૨માં દુરાચારી ઠર્યો, તોય તને કંઈ ચાનક ચડતી નથી ? રે પંઢ ! તારા કરતાં તો યુદ્ધ કીડી પણ સોગણી સારી, એ પણ પગ નીચે ચગદનારને મર્યા પહેલાં જરૂર ચટકો ભરે છે ! વેર ! વેર ! પ્રતિશોધ ! નિર્માલ્યતાનો સંગી બનીને શા માટે બેઠો છે ? તારું અસ્તિત્વ નષ્ટ થાય તો ભલે થાય, પણ એ દુષ્ટ રાજાને તો દંડ દે !”
ચિતારો વેદનાભરી રીતે પાણીના અતલ ઊંડાણને નીરખી રહ્યો. એક તણખલું પહાડને તોડી પાડવાના મનસૂબા કરે, એક પછી આખો સમુદ્ર પી જવાની આકાંક્ષા કરે એ કેટલું હાસ્યાસ્પદ ! કૌશાંબીના ધણી પાસે કેટલું લાવ- લકર ! કેટલાં નોકરચાકર ! કેટકેટલી શસ્ત્રસામગ્રી ! એની સામે-હાથીના ઝુંડની સામે-યુદ્ર મગતરાની શી વિસાત ! પણ આકાંક્ષાનો પાર કોઈ પામ્યું છે કે આ દુ:ખી ચિતારો પામે !
તળાવનાં ઊંડા આસમાની જળ ગૂંચળાં વળતાં જાણે હામાં હા પુરાવતાં લાગ્યાં, માળા તરફ જતાં પંખીઓ પણ સૂરમાં સૂર પુરાવતાં ભાસ્યાં. હવા પણ જાણે એમાં સંમતિ દર્શાવતી વહેલા લાગી. આથમતા સૂર્યનાં છેલ્લાં કિરણો પણ વિદાય લેતાં એ જ કહી રહ્યાં ભાસ્યાં : ‘કેસરિયા કર, ઓ કમનસીબ ! વેર, વેર, વેર ! ભલે રાજા હો કે છત્રધારી હો, કયા દઢ સંકલ્પીને સિદ્ધિ નથી વરી ?”
જળનાં ખૂબ ઊંડાણમાં ઊતરીને ભરાઈ રહેલી માછલીઓ હવે ધીરે ધીરે જળ શીતળ બનતાં ઉપર આવીને રમવા લાગી હતી. સુંદર સ્ત્રીની આંખો જેવી, રૂપેરીસોનેરી માછલીઓ રમતી, ગેલ કરતી ચિત્રકાર બેઠો હતો ત્યાં સુધી આવી પહોંચી.
આ સુખી, સ્વતંત્ર, નિâદ્ધ રમતી માછલીઓને ચિતારો નીરખી રહ્યો. બીજે બધે જાણે આગ લાગી હોય એમ લોક આંધળા થઈને દોડ્યું જાય છે; જ્યારે અહીં કેવી શાન્તિ, કેવી સરલતા છે ! અરે, આ સંસારમાં તો સર્વત્ર અશાન્તિ ને અશાન્તિ જ લાગ્યા કરે છે. જાણે માણસ આ પૃથ્વી પર સમાતું નથી, એટલે એકબીજાને ખાઈને જગ્યા કરી રહ્યું છે. માણસના શ્વાસમાંથીય હૃદયના જ્વાલામુખીનો લાવા નીકળે છે. એના સ્પર્શમાં પણ તપાવેલા લોઢાના થંભની આંચ છે. એની જીભમાં પણ મારણ વિષ છે. આ જગતમાં કુટિલતા એ જ સર્વશ્રેષ્ઠતા સર્વોચ્ચ ગુણ-લેખાય છે. જે વધુ
સબળ નિર્બળને ખાય D 63
Page #48
--------------------------------------------------------------------------
________________
લુચ્ચો, વિશેષ કુનેહબાજ , લોકોને લડાવી મારવામાં વધુ કુશળ એ રાજનો સર્વશ્રેષ્ઠ પુરુષ ! એ જ માન-પાન પામવાનો પહેલો અધિકારી ! પ્રપંચ નિપુણતા એ જ સંસાર જીતવાની મોટી કંચી ! રાજ્ય અને સમાજ બંને આવી કુટિલ ને પ્રપંચી વ્યક્તિઓથી સંચાલિત થઈ એક પ્રપંચજાળ જેવાં બની ગયાં છે. ત્યાં નિખાલસતા એ દુર્ગુણ લેખાય, નિર્દશતા એ નિર્માલ્યતા લેખાય, નિરભિમાનીપણું એ નાલાયકી ગણાય !
અરે, સંસારના આ પોલા ગોળામાં કેટકેટલો દંભ, કેટકેટલો અનાચાર ને કેટકેટલી વ્યર્થ મારામારી ભરી દીધી છે ! અને તે પણ માનવીએ પોતાને સગે હાથે !
ચિતારાની ચિત્ત સૃષ્ટિમાં આજ નવા વિચાર-સૂર્યનો ઉદય થઈ રહ્યો હતો. એકાએક એની નજર એક સુંદર રૂપેરી માછલી પર સ્થિર થઈ ગઈ. કેવી ચપળ, કેવી ૨મતિયાળ, કેવી રઢિયાળી ! અરે, સંસારમાં માત્ર સુખ જ છે, શાન્તિ જ છે, એમ માનતી-મનાવતી આ માછલી પોતાની નાનીશી પૂંછડી હલાવતી ફરી રહી હતી ! ડૂબતા સૂર્યનાં કિરણો પાણીની સપાટીને વીંધીને એને રંગી રહ્યાં હતાં.
જેમ જેમ પ્રકાશ ઝાંખો પડતો જતો હતો, એમ એમ માછલીઓનાં ટોળાં જળના ઊંડાણને ભેદી બહાર આવી રહ્યાં હતાં. અચાનક એક ખૂણેથી કોઈ જરા મોટી માછલી ધસી આવી, ને જોતજોતામાં પેલી નાની રમતિયાળ ગેલ કરતી માછલીને ગળી ગઈ ! અરરર !
ચિતારાના મુખમાંથી અરેકારો નીકળી ગયો. રે દુષ્ટ ! આવી સુંદર માછલીને ખાતાં તારું દિલ કેમ ચાલ્યું ?
ચિતારાએ જોયું કે એ દુષ્ટ માછલી ચૂપચાપ પેલા ટોળામાં ભળી ગઈ હતી, ને જાણે કંઈ જ બન્યું ન હોય તેમ સહુ પાછાં ગેલે ચઢ્યાં હતાં. સુંદર માછલીના નાશની જાણે કોઈને વેદના નહોતી, જાણે કોઈને રોષ નહોતો, એમ દુષ્ટ માછલી સાથે સહુ રમતાં હતાં.
૨, નિર્દય માછલીઓ ! શા માટે તમારા ટોળામાંની એક નિર્દોષ માછલીને ખાનાર દુષ્ટ ખૂની સાથે આનંદથી ખેલી રહ્યાં છો ? કરી દો એનો બહિષ્કાર !
પણ પેલી નિર્દોષ હત્યા સાથે જાણે આ માછલીઓને કંઈ જ નિસ્બત નહોતી ! સંસારમાં તો એમ ચાલ્યા જ કરે , એમ જાણે એ કહેતી હતી અને બધું ભૂલીને હત્યારી માછલી સાથે ગેલ કરતી ઘૂમી રહી હતી.
ચિતારો મનોમન પ્રશ્ન કરી રહ્યો : અરે, એક નિર્દોષ માછલીને આ રીતે હડપ કરી જવાનો એ માછલીને હક્ક શો ? એકના જીવનને નષ્ટ કરવાનો બીજા જીવને અધિકાર કયો ? શા માટે બીજી માછલીઓ એની સામે બળવો બગાવી એ હત્યારી માછલીને હાંકી કાઢતી નથી ? પણ આ પ્રશ્નનો ગંભીર રીતે વિચાર કરે એ પહેલાં તો તળાવના ઊંડા
64 D પ્રેમનું મંદિર
તળિયેથી ધસી આવેલી કોઈ બીજી મોટી માછલી પેલી દુષ્ટ માછલીને હડપ કરી ગઈ.
ઠીક થયું ! સિતારાના મોં પર જરા મલકાટ આવ્યો. ખૂની માછલીને એ જ સજા થવી ઘટતી હતી. ગુનેગારને ગુનાની સજા થવી જ ઘટે ! ચિતારાને પેલી ખૂની માછલીને ગળી રહેલી માછલી તરફ ભાવ ઊપજ્યો. એના વીરત્વને ધન્યવાદના બે શબ્દોથી વધાવવાનું દિલ થઈ આવ્યું. અરે, જો આમ ગુનેગારને શિક્ષા મળતી રહે તો જ સંસારમાં શાન્તિ ને વ્યવસ્થા સચવાઈ રહે.
સુર્યનાં સોનેરી કિરણો અદૃશ્ય થઈ ચૂક્યાં હતાં, ને આકાશસુંદરી આસમાની રંગની ઓઢણી ઓઢી રહી હતી. નાનકડી ત્રીજની ચંદ્રરેખા પાણીમાં પડછાયા પાડી રહી હતી.
ચિતારાને મન વહાલી બનેલી પેલી માછલી પાણીમાં ગેલ કરી રહી હતી. પેલું માછલીઓનું ટોળું તો, જેમ પહેલી માછલી સાથે રમતું હતું એમ, આ બીજીની સાથે પણ ખેલવા લાગ્યું. એમને જાણે હર્ષ પણ નહોતો, વિષાદ પણ નહોતો. બીજી એક મોટી માછલી ધસી આવી, ઊંડાણમાંથી મત્સ્યનાં ઝુંડ આવી રહ્યાં હતાં. અચાનક બીજી એક મોટી માછલી ધસી આવી, ને પેલા ચિતારાને મન વહાલી બનેલી માછલીને ગળી ગઈ !
અરરર ! પરમ પરાક્રમી, બહાદુર માછલીનો આમ અકાળે નાશ ! એણે તો જુલમીની જડ ઉખેડી નાખવાનું પુણ્યકાર્ય કર્યું હતું ! એની આ દશા ? ચિતારાની ક્રોધાવિષ્ટ આંખો એના તરફ કોપ વરસાવી રહી, અને રાહ જોઈ રહી કે કોઈ બીજી એનાથી જબરી માછલી એ શેતાનની સાન ઠેકાણે આણે ! એ રાહ તરત જ ફળી. બીજી એક મોટાં ભીંગડાંવાળી માછલી ત્યાં ધસી આવી, ને પેલી ખૂની માછલીને, બીજી પાંચ-દસ માછલીઓની સાથે, ઓહિયાં કરી ગઈ.
| ચિતારો હસતો હસતો થંભી ગયો. આ નવી આગંતુક માછલીના કાર્યને અભિવંદતો એ વિચારમાં પડી ગયો. અરે, પેલી ખૂની માછલીને ખાધી તે તો જાણે વાજબી હતું, પણ સાથે સાથે આ અન્ય નિર્દોષ માછલીઓનો પણ આહાર કરી લીધો, એ શા માટે ?
ઘડીભર આ દવાનો ચિતારો પેલી આગંતુક માછલી માટે સારો અભિપ્રાય થાય તેવાં કારણો મનમાં ઉપજાવી રહ્યો. એક સારો રાજા બીજા દુષ્ટ રાજાને મારે છે, ત્યારે સાથે સાથે અનિવાર્ય રીતે થોડું ઘણું સૈન્ય પણ યુદ્ધમાં હણાય છે ! પણ એ તો શેરડી કપાય, એની ભેગી એરંડી પણ કપાય. પણ આ ઉપમા એને બરાબર ન લાગી. કડી ક્યાંક તૂટતી હતી, વાસ્તવિકતા ક્યાંક ખંડિત થતી હતી, સત્ય ક્યાંક હણાતું હતું એમ એને લાગ્યું. પણ એ વધુ વિચાર કરે ત્યાં તો કિનારાની બખોલમાંથી એક નાનોશો
સબળ નિર્બળને ખાય [ 65
Page #49
--------------------------------------------------------------------------
________________
મગરમચ્છ નીકળી આવ્યો. આવતાંની સાથે એણે ચીલઝડપ કરી. અને પેલી આગંતુક માછલી સાથે બીજી સો-બસોને પોતાના કાળગુફા જેવા જડબામાં જકડીને એ ઉદરમાં ઉતારી ગયો.
અરરર ! આ શું ? રે ખૂની મગરમચ્છ ! ન્યાય, નીતિ, નિયમ કંઈ જ નહિ ? “કંઈ જ નહિ !” એમ જાણે કહેતો હોય તેમ મગરમચ્છું જડબું પહોળું કરી અવાજ કર્યો. એના મોટા રાક્ષસી દાંતો વચ્ચે ભરાઈ રહેલાં નાની માછલીઓનાં બે ચાર નિર્જીવ શબ પાણી પર પડ્યાં અને એણે બીજી માછલીઓને ઝડપવા ફરી જડબું વિસ્તાર્યું.
ચિતારાની ચિત્તતંત્રી ખળભળી ઊઠી. અરે, અહીં તો જુદો જ ન્યાય પ્રવર્તે છે. આ તો એકબીજાને હણે છે; નાનું મોટાને ખાય છે. મોટાને વળી એનાથી મોટું ખાય છે. દયા ખાવા યોગ્ય માત્ર સહુથી પહેલી માછલી હતી, પણ પહેલી માછલીને ખાનાર માછલી એને ગળી જનાર માછલી કરતાં કંઈ વિશેષ અપરાધી નહોતી. અપરાધ તો બંનેનો એક જ હતો, કૃત્ય પણ એક જ હતું : માત્ર એણે એક નિર્દોષ માછલીને ખાવાનો ગુનો કર્યો હતો.
ચિતારો વળી વિચારના વમળમાં ઊંડો ઊતર્યો : પહેલી માછલી નિર્દોષ શા માટે ? શું એણે પોતાનાથી નાની માછલીઓને નહીં ખાધી હોય ? મેં મારી આંખે એનો અપરાધ ન જોયો એટલે શું એ નિર્દોષ, શાણી સીતા થઈ ગઈ ? ના, ના, અહીં તો એક જ ન્યાય પ્રવર્તતો લાગે છે : મોટું નાનાને ખાય ! સબળ નિર્બળને મારે !
અને શું સંસારમાં એકે ગુનો કર્યો, એટલે બીજાએ પણ એવો જ ગુનો કરવો ? પહેલો ગુનો થયો એટલે પછી શું ગુનેગારને હણનાર અપરાધીઓની પરંપરા બધી માફ થઈ જવાની ? ચિતારાનું પોતાનું મનોવિશ્લેષણ પોતાને જ મૂંઝવી રહ્યું ? ઘડીભર એ વિચારતો કે સંસારમાં ન્યાય, નીતિ, સૌજન્ય, સંસ્કાર એ કંઈ નથી; માણસને ભોળવવા માટે જ એની રચના કરી લાગે છે. કસોટીકાળમાં માણસ આવા એક પણ સંસ્કારને જાળવતો નથી; એ માત્ર સ્વાર્થી, ઝનૂની, લોહી તરસ્યો પશુ બની રહે છે.
એક રાજા બીજા પર ચઢાઈ કરે ત્યારે એ કહે છે કે જુલમની જડ ઉખેડવા ને ન્યાયનું શાસન પ્રવર્તાવવા અને જઈએ છીએ. લોકો એ વાત સાચી માની લે છે. પછી એ રાજા અપરાધી કે નિરપરાધીની કત્લ કરે છે, ઘર બાળે છે, ખેતર ઉજાડે છે, પૈસો લૂંટી લાવે છે, સ્ત્રીઓ હરી લાવે છે, ગોધણ વાળી લાવે છે. પણ શું ચઢાઈ એ જ જુલમ નથી ? શું આ બધાનો સમાવેશ ન્યાયના શાસનમાં થાય છે ? ને પેલો હારનાર રાજા, કે જેને જુલમી માની લઈ ચઢાઈ કરી હતી એના જેવો જુલમ એ જીતનાર રાજા પોતે જ વરસાવે છે.
વળી એના જુલમની જડ ઉખેડવા બીજો બિળયો રાજા ચઢી આવે છે, ને 66 – પ્રેમનું મંદિર
પેલાને જે હત્યાઓ, ધ્વંસ, જુલમ કર્યાં હતાં એનો બે કે ચારગણો ગુણાકાર કરે છે, ને ન્યાયનું શાસન પ્રવર્તાવે છે !બુદ્ધિની કેવી ભ્રમણા !ન્યાયની કેવી મશ્કરી !
ભલા, અંગ દેશની ચંપા નગરીને રોળી નાખીને રાજા દધિવાહનને નષ્ટભ્રષ્ટ કરતી વખતે, આ મહારાજ શતાનિક પોતે જ ન્યાયના અવતાર બનીને નીકળ્યા નહોતા ? જે રાજસંસ્થાનો જન્મ સબળ નિર્બળને ખાય નહિ, એ માટે થયો હતો, એ જ સંસ્થાએ પોતાના ધ્યેય વિરુદ્ધ કેવી પ્રવૃત્તિ કરી ? સંસારને જાણે કસાઈની કોઢ બનાવી મૂકી.
ચિતારાની વિચારણાએ વળી પલટો લીધો. પણ પ્રજા શા માટે આ વિનાશકારી વિપ્લવોને ઉત્તેજન આપે છે ? એક રાજાના જુલમથી જો બધા રાજ્યમાં જુલમ પ્રસરી જતો હોય તો અસંખ્યાત પ્રજા શા માટે એને કાન પકડીને તગડી મૂકતી નથી ? શા માટે નવું શાસન સ્થાપતી નથી ? ન્યાયની સ્થાપના માટે આ ભૂંડાં કાળમુખાં યુદ્ધોની શી આવશ્યકતા – પ્રજા જો સ્વયં સમર્થ હોય તો ?
પણ પ્રજા તો ઘેટાંનું ટોળું છે ! અને એમ ન હોત તો જેમ મહામંત્રીએ મારી ભેર કરી, એથી પ્રજા શા માટે પોકાર કરી ન ઊઠત કે રાજાજી, ચિતારો નિર્દોષ છે ? તમારા પાપજીવનની એકાદ શંકામાં એના જીવનને ધૂળધાણી ન કરો. રાજાજી શંકાડાકણને વશ થયા હતા. એ ડાકણના જોરમાં જો આગળ વધે તો પ્રજા પડકાર કરત કે ખબરદાર, એમ અમે જુલમ નહિ થવા દઈએ !
ચિતારો થોભ્યો. એના મસ્તિષ્કમાં ધડાકા થતા હતા. એની વિચારણા આગળ
વધી :
પણ આ ભીરુ પ્રજા ! એની પાસે આશા કેવી ? પશુજીવનમાંથી માનવજીવનમાં આવેલી આ પ્રજા દેખાવે માત્ર માનવ છે, બાકી તો એની અંદર સ્વાર્થી ભીરુ પશુ બેઠું છે, જે નબળાંને સતાવે છે, સબળાંની સેવા-પૂજા કરે છે ! આ પ્રજાએ જ પોતાનાં ઘરોમાંથી કાઢીને રાજાને પશુ જેવા સૈનિકો આપ્યા છે, જળો જેવા રાજકર્મચારીઓ આપ્યા છે, વરુ જેવા પંચપટેલો આપ્યા છે. ઊકળતા ચરુનો રેશમનો કીડો સહુ પ્રથમ તો પોતાને જ તાંતણો વીંટાયો છે !
ચિતારાએ સારાંશ તારવ્યો ત્યારે પૃથ્વી પર માત્ર હજી પશુરાજ્યના જ નિયમો પ્રવર્તે છે; સબળ નિર્બળને ખાય એ ન્યાય જ કામ કરી રહ્યો છે !
ત્રીજની ઝાંખી ચંદ્રરેખા આછું અજવાળું ઢોળી રહી હતી. તળાવનાં આસમાની નીર કાળાં ભમ્મર બની ગયાં હતાં. એના કિનારે રમતાં નવજાત દેડકાંનો ચારો ચરવા સર્પ અહીં તહીં ઝડપ મારતા જોવાતા હતા. દિવસે જેઓના માળા કાગડાઓએ ચૂંથીને હેરાન કર્યા હતા, એ ઘુવડો અત્યારે રાતના ઘોર અંધકારમાં કાળબોલી બોલતાં કાગડાંનાં નવજાત બચ્ચાંની ઉજાણી જમી રહ્યાં હતાં.
સબળ નિર્બળને ખાય D 67
Page #50
--------------------------------------------------------------------------
________________
વેરના ઘોર અંધકાર જેવો અંધકાર જામતો જતો હતો. ચિતારાના હૃદયમાં પણ પ્રતિહિંસાનો વેરનો-પ્રતિશોધનો અંધકાર જામતો જતો હતો.
અરે ! હું નિર્બળ એટલે જ રાજાએ મને અપમાન્યો, ઠગ્યો, તિરસ્કાર્યો ને સુખી જિંદગીથી બાતલ કર્યો ! જો હું સબળ હોત તો ? તો તો રાજા મને સ્પર્શી શક્યો પણ ન હોત ! એણે પોતાના શત્રુ ચંપાના રાજાની રાણીને જેમ એક સૈનિકને હવાલે કરી ને છોકરીને ગુલામ બજારમાં હડસેલી, એમ હું પણ એની રાણી મૃગાવતીને... અને વત્સરાજનું અભિમાન ચૂર્ણ ચૂર્ણ થઈ ગયું હોત !
ચિતારો એક વાર હસ્યો. વેરની ધૂનમાં અને પોતાની નાનીશી કાયા પડછંદ લાગી. એનું મન નાનું બનીને જે પોતાને જ ગળી જતું હતું. એમાં જાણે વાઘે બોડ નાખી, એ હુંકાર કરવા લાગ્યું. એના મનમાંથી દીનતા સરી ગઈ, નિર્માલ્યતા નીસરી ગઈ !
‘પણ હું નિર્બળ છું.” વળી મન ક્ષણભર ગળિયા બળદની જેમ બેસી ગયું. વળી મનમાં બોડ નાખીને બેઠેલું વેરનું વધુ છીંકોટા નાખવા લાગ્યું !
‘તું નિર્બળ નથી, સબળ છે. તારી પાસે કળા છે. કોઈ સબળ રાજાને સાધી લે. લોઢાથી લોઢું કપાય, હીરાથી જ હીરો કપાય; ઝેરથી ઝેર ટળે.’
ચિતારો આવેશમાં આવી ગયો; ઊભો થઈ મોટાં ડગ ભરી ચાલવા લાગ્યો. એ મનોમન બોલ્યો : મારી વિદ્યા, મારી કલા ! ગઈ, એ તો આ અંગૂઠા સાથે ગઈ ! હવે આ આંગળીઓ રૂડાં ચિતરામણ નહિ કરી શકે, સંસાર મુગ્ધ બની શકે એવાં ચિત્રકાવ્યો નહિ સર્જી શકે ! છેલ્લી અપૂર્વ કૃતિ, જેણે અપમાન ને તિરસ્કાર આપ્યાં, જીવતા મોતની ક્ષિસ કરી, એના જેવી અપૂર્વ છબી હવે એ નહીં દોરી શકે ! રે મૂર્ખ ! આ રોતલવેડા કેવા ! કોઈ પણ રસ્તે કાર્યસિદ્ધિ કરી લે. વારું, ચિત્ર નહીં દોરી શકાય, તો એ ઉઠાવીને પણ નહિ લઈ જવાય ? આ શેતાન સંસારમાં માણસે કાર્યસિદ્ધિ માટે એટલા અપ્રામાણિક બનવામાં લેશ પણ વાંધો નથી !
ઉઠાવી લાવું ? ચિતારો ઘડીભરમાં ચોર બની ગયો. એના પગ નિસરણી જેવા થઈ ગયા. એના હાથને પાંખો આવી. એના વાળ સિસોળિયાં જેવા ખડા થઈ ગયા. એના નખોમાં જાણે વાઘનખ આવીને બેઠા.
એને યાદ આવ્યો એક રાજવી : મહાબળવાન, મહાપરાક્રમી, મહાવિષયી ! અને તે ઉજ્જૈનીનો રાજા પ્રદ્યોત. વીર અને શૃંગારરસનો સ્વામી ! સ્ત્રી-સૌંદર્યનો એવો શોખીન કે ન પૂછો વાત ! એક સ્ત્રી મેળવવા રાજ આખું ડૂલ કરી નાખે એવો મમતી ! લીધેલી વાત પૂરી કરવા માથું ઉતારીને અળગું મૂકે એવો જિદ્દી ! એ કહેતો કે, સ્ત્રી તો રત્ન છે; ઉકરડે પડ્યું હોય તોપણ લઈ આવવું.
68 – પ્રેમનું મંદિર
ચિતારો હસ્યો, પણ એને થોડી વારમાં યાદ આવ્યું કે પ્રદ્યોતની રાણી શિવાદેવી તો રાણી મૃગાવતીની બહેન થાય. એ આ કાર્યમાં વિઘ્ન નહિનાખે ?
પળવાર ગૂંચવાડો થઈ આવ્યો. શાન્તિ કરતાં અશાન્તિ બળવાન છે. ક્ષમા કરતાં ક્રોધમાં અનંતગણી તાકાત છે. વિષયનાં ઝાડ કલમી ઝાડ જેવાં છે. એનાં પર ઝટ ફળફૂલ બેસે છે !
ચિતારાને એકદમ યાદ આવ્યું : અરે, પણ હું કેવો મૂર્ખ છું ! શું ચંપાના રાજાની રાણી ધારિણી મૃગાવતીની બહેન નહોતી ? અને એને માથે શું શું ન વીત્યું ? પછી અગર શિવાદેવી મૃગાવતીની બહેન હોય તેથી શું ? રાજકુળમાં કોણ કોનું સગું ? કોણ કોનું વહાલું ?
અહિકુળ જેવું જ રાજકુળ ! પારકાંય ખાય ને પોતીકાંયે ખાય !
શાબાશ વીર રાજા પ્રદ્યોત ! મૃગાવતી જેવું રત્ન તારે જ યોગ્ય છે. કાયર શતાનિક તો એની પાની ચૂમવાને પણ લાયક નથી. કાગડો દહીંથરું લઈ ગયો છે ! ચાલ, વિધાતાની ભૂલ સુધરાવી લઉં ! તારે મન જેવી શિવા એવી એની બહેન ! શિવા કરતાં રૂપમાં, રંગમાં, રસમાં ચાર ચાસણી ચઢે તેવી.
ચિતારો જાણે રાજા પ્રદ્યોતને સંબોધી રહ્યો, રે રંગીલા રાજવી ! મૂર્ખ શતાનિક મૃગાવતીને ન આપે તો યાદ કર તારો ક્ષાત્ર ધર્મ !... લડાઈ, હિંસા, પ્રતિહિંસા, પ્રતિશોધ, ક્રૂરતા, અત્યાચાર, કત્લેઆમ ! બાળકોને ફૂલના દડાની જેમ આકાશમાં ઉછાળી છૂંદી નાખવાનાં ! સ્ત્રીઓના મૃદુ અવયવોને ભ્રષ્ટ કરીને કાપી નાખવાના. એક એક સશક્ત જુવાનને જે સામે થાય તેને – હણી નાખવાનો, શરણે આવે એને મૃતપ્રાયઃ કરી નાખવાનો !
-
ચિતારો કલ્પનાપટમાં યુદ્ધનું ચિત્ર આળેખી રહ્યો. થોડી વારે એ ભયંકર રીતે હસ્યો : “બિચારી પ્રજા ! અરે ગુનો રાજાનો એમાં પ્રજા પર જુલમ ? રાંક પ્રજા !”
“રાંક પ્રજા !” ચિતારો પોતાના પ્રશ્નનો પોતે જ ઉત્તર આપવા લાગ્યો : “રાંક શા માટે ? એણે જ આવા નાલાયક માણસને રાજા બનાવ્યો; એણે જ રાજાને લડવા માટે સૈનિકો ને રાજ ચલાવવા માટે કર્મચારીઓ આપ્યા. પ્રજાના જોર પર તો રાજા કૂદે છે. સત્ય ને ન્યાયની ડિંગો ઠોકનાર એક પણ પ્રજાજન શા માટે મારા પર થતા જુલમની આડે ઊભો ન રહ્યો ? અંગૂઠો કાપવા દઈ શા માટે મને જીવતું મોત અપાવ્યું ? મને જીવતો શા માટે દફનાવી દીધો ?
“સંસારમાં દયા-માયા ક્યાં છે ? સબળ-નિર્બળની અહીં જોડી છે. રાજા સૈનિકને દંડે છે. સૈનિક શ્રેષ્ઠીને દંડે છે. શ્રેષ્ઠી ગુમાસ્તા પર રોફ કરે છે. ગુમાસ્તો ચાકર પર રોષ ઠાલવે છે. ઘરની સ્ત્રી પોતાના બાળકને ઢીબીને શાન્ત થાય છે.
સબળ નિર્બળને ખાય D 69
Page #51
--------------------------------------------------------------------------
________________
બાળક વળી કૂતરાનાં બચ્ચાંને લાકડીએ મારે છે. કૂતરું બિલાડીને દેખ્યું છોડતું નથી, ને બિલાડી પારેવાને પકડીને છૂંદે છે. પારેવું ઝીણાં જંતુને છોડતું નથી. જંતુ વળી એનાથી નાનાં જંતુને સંહારી જાય છે. છોડ વળી ધરતી કે જેના પર એ ઊભા છે, એનો રસકસ પીધા કરે છે : આમ સબળ નિર્બળને ખાય એ વિશ્વનો નિયમ છે, ત્યાં દયા ને માયાનો પ્રશ્ન કેવો !
“સંસારના આ વિષમ ચક્રનો કોઈ આદિ કે અન્ન નથી. સદોષ કોણ કે નિર્દોષ કોણ એનો નિર્ણય કરવો એ સામાન્ય વાત નથી. ખૂન કોનું ને ખૂની કોણ, એ નિર્ણય કરવો મુશ્કેલ છે. જે સાપ દેડકાને ખાવા તૈયાર થયો છે, એ સાપને મારવા નોળિયો પાછળ ખડો છે; ને જે દેડકો અત્યારે નિર્દોષ રીતે હણાતો દેખાય છે, એ ઘડી પહેલાં નિરાંતે અનેક ઊડતાં જંતુનો નાસ્તો કરી ગયો હતો.
“દયા એક જાતની કાયરના મનમાં વસેલી નિર્બળતા છે, માત્ર શક્તિશૈથિલ્ય છે. હું કૌશાંબી પાસેથી, કૌશાંબીના રાજા પાસેથી, એની પ્રજા પાસેથી પૂરેપૂરો બદલો લઈશ."
એ હંમેશાંની સ્વસ્થ રીતભાત ભૂલી ગયો. ઊભો થયો તે પણ ઠેકડો મારીને પગ માંડ્યા તે પણ છલાંગ મારીને એ દોડ્યો. આહ ! શું શક્તિનો ધોધ છૂટો હતો ! ક્ષણ વારમાં એ અદૃશ્ય થઈ ગયો.
ચિતારો દબાતે પગલે દોડ્યો.
રાતના પહોર વધતા ચાલ્યા. ચંદ્રરેખા આથમી ગઈ. મધરાતને પહોર પેલો ચિતારો કંઈ લઈને નાસતો જોવાયો.
પૃથ્વીનું એક કણ આજ મહાવંટોળ આણવા જતું હતું જે કીડીની હંમેશાં ઉપેક્ષા થઈ હતી, એ કીડી હાથીનું કટક નોતરવા હાલી નીકળી હતી !
રોગ ને શોક ક્યાંથી, યે અજાણ્યે ખૂણેથી આવે છે ને આવશે, એ કોણ જાણે છે ?
70 E પ્રેમનું મંદિર
11
અવંતીપતિ પ્રધોત
ક્ષિપ્રા નદીના સુંદર તટ પર અવન્તીનું પાટનગર ઉજ્જૈની આવેલું છે. એ
વખતે ગગનચુંબી મહાલયો ને આભ ઊંચી અટ્ટાલિકાઓથી શોભતું એ નગર હતું. કાવ્ય, સાહિત્ય ને શૃંગારની અહીં ભરપટ્ટ નદીઓ વહેતી.
વિલાસ આ નગરપ્રજાનો ખાસ ગુણ હતો; વિકાર અહીંનું ખાસ ગીત-કાવ્ય હતું. કારણ કે અહીંના કવિ-કલાકારોનો નાયક રાજા મહાસેન પ્રદ્યોત, શૃંગારરસ અને વીરરસનો સ્વામી હતો.
યુદ્ધની વાત આવી કે એ ચારે પગે સજ્જ થઈ જતો. શૃંગારની સામગ્રી આવી કે ભૂખડી બારસની જેમ તૂટી પડતો. આ બે એના રસાસ્વાદ; એમાં જે વિઘ્ન નાખે, એની સામે એ યમરાજની અદાથી, ભયંકર કાળસ્વરૂપ બનીને ઝૂઝતો, એ વેળા એના ક્રોધને સીમા ન રહેતી. સદોષ કે નિર્દોષ; શત્રુ કે મિત્ર, જે કોઈ વચ્ચે આવ્યું એ છૂંદાઈ જતું, એના કોપાનલને શાન્ત કરવો સામાન્ય વાત નહોતી,
આ કારણે એને ઘણા ચંડ(-પ્રચંડ)પ્રદ્યોત કહેતા. યુદ્ધના મેદાનમાં એના તલવારના વાર જોવા એ ખરેખર, લહાવો હતો. સો સેનાઓનું સામર્થ્ય એના એકમાં દેખાતું. એના નામ માત્રથી ભલભલા ભડવીરોના છક્કા છૂટી જતા. બળવાન શત્રુસેનાની હિંમત એના નામ માત્રથી નાસી જતી ! આ અવંતીપતિ પ્રદ્યોતે પોતાની સાથે પોતાના જેવા ચૌદ રાજાઓને રાખ્યા હતા, જે એના ખંડિયા હતા ને એની સામંતગીરી કરતા હતા.
આ અલબેલી ઉજ્જૈનીના તીરે, થાક્યોપાક્યો ચિત્રકાર ચાલતો ચાલતો આવી પહોંચ્યો. માર્ગની મુશ્કેલીઓએ, ક્ષુધા અને તૃષાએ એના વેરભાવને બમણો બનાવ્યો હતો. થાક્યો-હાર્યો ચિત્રકાર સંધ્યા સમય થઈ જવાથી શહેરની બહાર એક વટવૃક્ષ
Page #52
--------------------------------------------------------------------------
________________
નીચે રાત્રિ ગાળવા થોભ્યો, અહીં કેટલાય વટેમાર્ગુઓ રાતવાસો રહેવા રોકાયા હતા, કારણ કે રાજા ચંડ પ્રઘાતની અજાણ્યાને નગરમાં પ્રવેશવાની મનાઈ હતી. હમણાં પરદેશીઓથી ભારે ચિંતિત રહેતો.
વટેમાર્ગુઓમાં જાતજાતના માણસો હતા. કોઈ સાર્થવાહ, કોઈ વણઝારા, કોઈ વેપારી, કોઈ અન્ય દેશોના પ્રવાસી કે કોઈ નૃત્ય-સંગીત જાણનારા હતા. વળી એમાં કોઈ કોઈ કવિઓ ને વિદ્વાનો પણ હતા.
મહાસન પ્રદ્યોતમાં જો કામગુણની તીવ્રતા ન હોત તો એ પરાક્રમી રાજા તરીકે, કદરદાન રાજવી તરીકે વિખ્યાત થઈ જાત. પણ એ એક દુર્ગુણે એને દુર્મુખ બનાવ્યો હતો અને એના બીજા સારા નવ્વાણું ગુણ ઢંકાઈ ગયા હતા.
યક્ષમંદિરનો ચિતારો આરામ કરવા જ્યાં આડે પડખે થયો હતો, ત્યાંથી થોડે જ દૂર બે સાધુ-મુનિ જેવા પ્રવાસીઓ પણ ઊતર્યા હતા. તેઓ ગુરુ-
શિષ્ય હોય તેમ વાતચીત પરથી લાગતું હતું. સમી સાંજની નિત્ય ધર્મક્રિયા કર્યા પછી તેઓ ધર્મકથા કરતા હતા.
ચિતારાનું દિલ વ્યાકુળ હતું. વેર વેરના પોકારો અંતરમાં પડતા હતા. ઊંઘ ઊડી ગઈ હતી. સ્વસ્થતા હરાઈ ગઈ હતી. ચોરનો ડર નહોતો. મૂડીમાં તો માત્ર વત્સદેશના રાજમહાલયમાંથી ચોરીને આણેલી રાણી મૃગાવતીની સર્વાગ સુંદર છબી જ હતી.
ગુરુ-શિષ્ય ધર્મવાર્તા કરતા સંભળાયા, ચિતારાનું લક્ષ એમાં પરોવાયું. શિષ્ય કહ્યું : “ગુરુદેવ, કોઈ સુંદર કથા સંભળાવો.”
“વત્સ !” ગુરુદેવે કહ્યું, “હું એ જ ઇચ્છામાં હતો. જોકે સાધુ માટે સામાન્ય રીતે રાજ કથાનો નિષેધ છે, પણ જે નગરીમાં આપણે જઈ રહ્યા છીએ, એને વિશે, એની પ્રજા ને એના રાજા વિશે પૂરતો ખ્યાલ આવે તે માટે એક કથા કહું છું. આ કથા ભગવાન મહાવીરને પણ સ્પર્શતી છે, એટલે એ ધર્મકથા પણ કહી શકાય. હે શિષ્ય ! આ કથા સાચી છે ને એ બનેલી છે. અને એ વિશે સંદેહ ધરવાની લેશ પણ આવશ્યકતા નથી."
શિષ્ય કથા સાંભળવામાં દત્તચિત્ત થયો. ચિતારાએ પણ એ તરફ કાન માંડ્યા. ક્ષિપ્રાના તટ ઉપર પૂરી શાન્તિ હતી. આકાશમાં ચંદ્ર સુધા ઢોળી રહ્યો હતો. મીઠી મીઠી હવા વહેતી હતી.
નદીતીરે આવેલી અભિસારિકાઓના હાથના ઝબૂક દીવડા ને પગનાં ઝાંઝરનો મૃદુ ૨૩ આછો આછો સંભળાઈને લુપ્ત થઈ જતો હતો.
“વત્સ !” ગુરુદેવે વાત આરંભી : “પતિતપાવન ભગવાન મહાવીરદેવને સર્વ
પ્રથમ નમસ્કાર હો ! હે શિષ્ય, એ મહાપ્રભુની પરિષદમાં જાતજાતના ને ભાતભાતના ભક્તો છે. પાપ તરફ પૂર્ણ અરુચિ રાખનાર એ મહાપ્રભુ કદી પાપીઓનો તિરસ્કાર કરતા નથી, બલ્ક એમનો પ્રેમભર્યો સત્કાર કરે છે. દીન, હીન, દેભી કે દૂષિત કોઈ આત્માનું મન, કદી કડવી વાણીથી કે કઠોર વ્યવહારથી દૂભવતા નથી. અને આ કારણે તેમની ભક્તિપરિષદમાં જેમ જગવિખ્યાત ગુણી, શીલવાન ને અપ્રમત્ત ભક્તજનો છે, તેમ જગજાહેર કામી, ક્રોધી, લોભી ને મોહી ભક્તો પણ છે. એમની પરિષદામાં વીતભયનગરનો સર્વગુણસંપન્ન રાજર્ષિ ઉદયન પણ છે, ને વૃદ્ધ વયે નાની નવોઢાને અંતઃપુરમાં આણનાર શ્રદ્ધાવાન મગધરાજ શ્રેણિક પણ છે; ને જેની આપણે વાત કરીએ છીએ તે યુદ્ધ ને શૃંગારનો અધિરાજ -ક્રોધાંધ ને કામાંધઅવંતીનાથ પ્રદ્યોત પણ છે.'
વત્સ, પ્રભુની આ અતિ ઉદાર વૃત્તિની સુશીલ સ્વભાવના ભક્તો ઘણી વાર ટીકા કરે છે. પોતાના ભક્તોની ઊણપોથી જગદૃષ્ટિએ પોતે ઉપાલંભને પાત્ર ઠરે. છે, એમ પણ સૂચવે છે, છતાંય ભગવાન મહાવીર તો હસીને એ ચર્ચાને ટાળી દે છે. પણ કોઈ વાર ચારે તરફથી એક સામટા પ્રશ્નોત્તરો થાય છે, ત્યારે મંદ મંદ સ્મિત કરતા તેઓ કહે છે : ‘લોકરુચિ કે લોકની શરમમાં દેખાદેખી ચાલવાથી ધર્મ ન ચાલે. પાપનો તિરસ્કાર યોગ્ય છે, પાપીનો તિરસ્કાર અયોગ્ય છે. આત્મભાવે સહુ કોઈ બંધુ છે. પાણીની પરબ તૃષાતુર માટે હોય છે, નહિ કે તૃપ્ત માટે !'
હે વત્સ ! જગની નિંદા અને પ્રશંસાના પલ્લામાં જ તોળી તોળીને જીવન જીવનારા, એમાં શાસનપ્રભાવના લેખનારા ભક્તો ભગવાનની આ વાણીથી સંતુષ્ટ નથી થતા, છતાં મૌન રહે છે. તેઓ માને છે કે મહાત્માઓ ઘણી વાર મનસ્વી હોય છે; વાર્યા રહેતા નથી, હાર્યા રહે છે. છતાં વળી કોઈ વાર લોકનિંદાથી અકળાઈને ભગવાને બીજી કોઈ રીતે પોતાના ભક્તોનાં વ્રતોની, એમની સુશીલતાની, એમની નીતિની કડક કસોટી પર પરીક્ષા લેવાનું સૂચવે છે ને એ રીતે સંઘની પુનર્રચના માટે આગ્રહ કરે છે.
“છતાં જ્ઞાતાશૈલી-કથાશૈલી દ્વારા ઉપદેશ દેનાર ભગવાન નવી નવી રીતે બોધ આપે છે. કોઈ વાર કહે છે : ‘યોગી જ આદર્શ રાજા બની શકે; કદાચ આ વાત આદર્શ રાજવી માટે હોય. છતાંય સામાન્ય રાજવી પણ સારાં સુશીલ માત-પિતાથી જન્મેલો, પોતે મર્યાદાવાળો ને લોક માટે મર્યાદા બાંધનાર, પોતાનું ને પારકાનું ક્ષેમકલ્યાણ કરનાર, જનપદનો પિતા, પુરોહિત, સેતુ ને કેતુ, ધન મેળવવામાં ને તેનો ઉપયોગ કરવામાં કુશળ, બળવાન, દુર્બળોનો રક્ષક, નિરાધારનો આધાર ને દુરોને દંડ દેનાર હોવો જોઈએ.’ આ વેળા ફૂલની આસપાસ મધુમલિકાઓ ગુંજારવ કરી રહી હોય એમ અનેક
અવંતીપતિ પ્રઘોત 0 73
72 1 પ્રેમનું મંદિર
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નો ગુંજારવ કરી રહે છે. કોઈ કહે છે :
“પ્રભુ, ખૂબ ભોગ ભોગવીને આદમી આખરે કોઈ દિવસ પણ ધરાઈ જાય ખરો કે નહીં ?” - “ભાઈ, જલથી સમુદ્ર કદી સંતુષ્ટ થાય છે ?”
પ્રભુ, આપના ઉપદેશની અસર કોઈની ઉપર ન પણ થાય એમ બને ખરું ને ?'
“અવશ્ય ગમે તેવો કુશળ ચિત્રકાર પણ સારી ભીંત વગર સુંદર ચિત્ર ન દોરી શકે.”
મહાપ્રભુ, જે પુણ્યશાલી ન હોય તે પાપી કહેવાય ને ?"
ભાઈ, કેટલાક જીવો આ કાંઠે પણ નથી, પેલા કાંઠે પણ નથી; એમને એકાંત ભાવે પાપી કે પુણ્યશાલી ન કહી શકીએ.”
“ એવા તરફ કેવો ભાવ રાખવો જોઈએ ?”
પ્રેમભાવ, આપણે સામાની નિર્બળતાઓ જાણીએ, છતાં એના તરફ પ્રેમ ધરાવીએ એનું જ નામ ધર્મનેહ, માણસનું મન નિર્બળ છે, પણ હૃદય મહાન વસ્તુ છે. મન અને હૃદય વચ્ચે સંદા સંગ્રામ ચાલે છે. હૃદય જીતે ત્યારે માણસના જીવનમાં અજબ પલટો આવે છે. રાજાઓ માટે એક નાનોશો નિયમ આપું. રાજાઓ જો એટલું જ કરે કે, પોતાના સુખભોગો, જેનાથી અન્ય જીવને દુઃખ પહોંચે છે, તે છાંડી દે, નિર્દોષ સુખ વાંછે, તો એમનો બેડો પાર થઈ જાય.”
ગુરુ દેવ થોભ્યા. શિષ્ય તો આ ગુરુપ્રસાદ મેળવવામાં લયલીન બન્યો હતો. પણ થોડે જ દૂર ઊંઘવાનો ઢોંગ કરીને પડેલો, પણ કાન માંડીને કથા સાંભળી રહેલો, ચિતારો આ મુનિની ધર્મકથા પર ચિડાતો હતો. એ આગળ આવતી રાજ કથા માટે આકાંક્ષાવાન હતો.
ગુરુએ કથા આગળ ચલાવી. રાત્રિ નીરવ રીતે આગળ ધપી રહી હતી.
“ભગવાન મહાવીરે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું, ‘જેઓના માત્ર કાન જ મારો ઉપદેશ સાંભળવા તૈયાર હોય – પછી ભલે એમનાં મન-દેહ એનો અમલ કરવા માટે તૈયાર ન હોય, અરે, મારા ઉપદેશના અર્થમાંથી અનર્થ પરિણત કરનાર હોય - એને પણ હું મારી ઉપદેશસભા માટે અનધિકારી ન લખું. આત્માની ખૂબી ઔર છે. ન માલૂમ એ ક્યારે, કઈ પળે જાગી જાય છે ! આત્મામાં શ્રદ્ધા રાખતાં શીખો !”
પણ રે શિષ્ય ! ભગવાનના કથન પરથી શ્રદ્ધાને ડોલાવી નાખે તેવો બનાવ તરત જ બની ગયો. મહાકાળ જેવા અવંતીપતિ પ્રદ્યોતને ખબર પડી કે ઉદયન રાજાને ત્યાં એક હસ્તિની સ્ત્રીનાં લક્ષણોવાળી દાસી છે, એક સર્વાર્થસિદ્ધ પ્રતિમા છે.
74 પ્રેમનું મંદિર
બસ, રાજા પ્રદ્યોતે રાજર્ષિ ઉદયનનું જ ઘર માર્યું. એના જ રાજમહેલમાંથી, અનલગિરિ નામના ભયંકર હાથી પર ચઢી આવીને, રાજર્ષિ ઉદયનની એક સુંદર દાસીને અને એના દેવમંદિરની મહાપવિત્ર એવી ચંદનકાષ્ઠની પ્રતિમાને એ ચોરી ગયો.
રે શિષ્ય ! આ દાસી ને પ્રતિમા બજારમાં મળે છે તેવાં સામાન્ય હોત, તો તો રાજર્ષિ ઉદયન કંઈ વિરોધ ન દાખવત. પણ આ દેવપ્રતિમા ત્રિભુવનમાં અપ્રાપ્ય હતી. અને એક મહાન શિલ્પીએ સ્વર્ગમાં થતાં ચંદનકાષ્ઠથીx નિર્મિત કરી હતી, ને ખુદ દેવોએ આવીને એની પ્રિય પત્ની પ્રભાવતીને અર્પણ કરી હતી.
આ સંસારમાં બે પ્રકારના જીવો છે, એમાં ધરમી થોડા, પ્રામાણિક થોડા, સિંહ થોડા, હંસ થોડા, સાધુ થોડા, સુજાણ થોડા, ગંભીર થોડા, દાતાર થોડા, ઉદાર થોડા, અપકાર પર ઉપકાર કરનાર થોડા, સાંધા ધર્મી થોડા, સંયમી થોડા ને વાત રાખનાર થોડા હોય છે. એ થોડા લોકોમાંનાં આ રાજા-રાણી હતાં. રાણી પ્રભાવતી ને રાજા ઉદયન એ પ્રતિમાની રોજ પૂજા કરતાં. રાણી પ્રભાવતીને એ પ્રતિમા પ્રાણથી પણ વિશેષ પ્રિય હતી. પણ અચાનક એ સતી રાણી પ્રભાવતી મૃત્યુ પામી. મૃત્યુવેળાએ એણે રાજાને એ પ્રતિમા પૂજવાનો ને એની કુન્જા દાસીને એનું જતન કરવાનો આદેશ આપ્યો. પત્નીપ્રેમી રાજવી આ પ્રતિમાને નિહાળી પોતાનો હૈયાશોક ઓછો કરતો, ને ધીરે ધીરે એ સંસારી મોહને પણ દૂર કરતો ચાલ્યો. દુનિયામાં એ જળ કમળની જેમ રહેવા લાગ્યો.
આ પ્રતિમાનું પૂજન કરનાર કુન્જા દાસી તન મનથી દેવમંદિરની રક્ષા કરવા લાગી. એવામાં ગાંધાર દેશથી એક ગૃહસ્થ આ દેવી મૂર્તિનાં દર્શને આવ્યો. આવ્યો તો ખરો, પણ આવતાંની સાથે પ્રવાસના શ્રમથી ને હવા-પાણીના એકાએક પરિવર્તનથી બીમાર પડી ગયો. પોતાના પ્રભુના ભક્તની આવી દુર્દશા જોઈ કુન્જા દાસીને દયા આવી ને એણે ખૂબ સેવાસુશ્રુષા કરી. ગૃહ સાજા થતાં એ દાસીનો ઉપકાર વાળવા પોતાની પાસે રહેલી ‘સુવર્ણગુટિકા’ ભેટ આપી. એમાં માનવીનું રૂપ જાગ્રત કરવાનો ગુણ હતો. એ ક ગોળી, બે ગોળી ને ત્રીજી ગોળી ખાતાં ને કુબજા દાસીના દેહ પર રાજરાણીનાં રૂ૫ ઢોળાવા લાગ્યાં. આખી દેહયષ્ટિ પર લાવણ્ય દમકી રહ્યું. એના રતિસ્વરૂપ યૌવન પર રાજ કુમારો વારી જવા લાગ્યા. રૂપ તે કેવું ! દેવકિન્નરી જેવું ! ટૂંકા બરછટ વાળની જગ્યાએ નવ મેઘથી નવ વૃક્ષ પલવે તેમ, સવા વાંભનો ચોટલો લહેરિયાં લેવા લાગ્યો. ચીબું નાક પોપટની ચાંચ જેવું અણીદાર અને સુરેખ બની ગયું. શ્યામવર્ણી ત્વચા ગોરા ગોરાં રૂપ કાઢવા લાગી.
સુવર્ણગુટિકાના પ્રતાપે એની કાયા જાસવંતી જેવી બની. દાંત દાડમકળી જેવા થયા; જાડા હોઠ પરવાળની શોભા ધરી બેઠા. એ શ્વાસ લે ને સુગંધી ઝરે, હસે * આ વાર્તા માટે ‘વીરધર્મની વાતો' ભાગ બીજાની ‘શિલ્પી” નામની કથા જુઓ.
અવંતીપતિ પ્રઘાત ! 75
Page #54
--------------------------------------------------------------------------
________________
ને હીરા ગરે, ચાલ તો હંસની યાદ આપે. બોલે તો પદ્મિનીની પ્રભા પાડે.
રે શિષ્ય ! શું કહું વાત તને, જગતમાં બીજાને છાપરે ચઢાવનાર લોક ક્યાં ઓછાં છે ? સહુ કહેવા લાગ્યાં : ‘અરે, કુબજા ! તું તો કોઈ રાજાની રાણી થાય તો જ આ રૂપ અરઘે 'લક્ષ્મી હાથમાં આવે ને શેઠાઈના શોખ થાય, અધિકાર હાથમાં આવે ને અવનિપતિ થવાના કોડ જાગે, એમ સૌંદર્ય પણ એવું માન-લાલસાવાળું હોય છે !
દાસીએ રાજરાણી થવાના કોડ કર્યા. રાજા ઉદયન પર એની દૃષ્ટિ કરી, પણ એ તો જળકમળનું જીવન જીવતો હતો. સંસારની વાસનાના બંધ એ છોડી રહ્યો હતો. દાસી ત્યાંથી નિરાશ બની પાછી ફરી. એવામાં એને સંદેશ મળ્યો કે અવંતીપતિ પ્રદ્યોત સૌંદર્યનો ભારે શોખીન છે. દાસીએ પોતાનું ચિત્ર એને મોકલ્યું. ચંડપ્રદ્યોત પણ હંમેશાં આવી શોધમાં જ રહેતો હતો. સૌંદર્યનું નામ સાંભળ્યું કે એનો સંયમ સરી જતો અને આ તો વળી સ્વેચ્છાથી સામે પગલે વરવા આવતું સૌંદર્ય ! એની ના કેમ પડાય ?
પ્રદ્યોતે વિચાર્યું કે સ્ત્રીરત્ન તો ઉકરડે પડવું હોય તોય લાવવું ઘટે. રાજા અને દાસી, બંને વચ્ચે સંકેત રચાયા. ઉદયનના દરબારમાંથી દાસીને કેમ કરીને હરી જવી ? સ્ત્રીનાં હરણ અને ગાંધર્વ લગ્ન એ તો ક્ષત્રિયનો ધર્મ ગણાતો. પણ મહાબલી ઉદયનના મહેલમાં કોણ પ્રવેશે ? યમના મમાં કોણ માથું ઘાલે ? આખરે રાજા પ્રદ્યોત ખુદ યુદ્ધે ચડ્યો. એ પોતાના પરાક્રમી હાથી અનલગિરિ પર સંકેત કરેલા સમયે આવ્યો, ને રાજમહેલના ગવાક્ષમાં રાહ જોઈને ઊભેલી દાસીને ફૂલની જેમ તોળી લીધી. દાસીના હાથમાં એક સુવર્ણ મંજૂષા હતી, રાજા પ્રદ્યોતે માન્યું કે દાસીએ કંઈ સોનું, રૂપું કે જરઝવેરાત સાથે લીધું હશે. સ્ત્રી આખરમાં માયોનો અવતાર ને !
રાજા પ્રદ્યોતે દાસીને પોતાના જ પાશમાં દબાવતાં કહ્યું : “સુંદરી, ક્ષત્રિયો સુંદરીઓના હરણમાં શરમ માનતા નથી, પણ સુવર્ણની ચોરીમાં શરમ માને છે. અવંતીના ભંડારો સુવર્ણ અને રૌયથી છલકાતા પડ્યા છે !'
“રાજનું, એ તો મને સુવિદિત જ છે. પણ આ સુવર્ણ-મંજૂષામાં સંસારની સર્વ દોલત ખર્ચતાં પણ ન મળે તેવી વસ્તુ છે. એની અંદર દેવાધિ - દેવની પ્રતિમા છે, જેના પ્રતાપે મને આ નવો અવતાર મળ્યો છે. એ પ્રતિમાની હું રોજ પૂજા કરું, છું. એના વિના હું એક પગલું પણ આગળ નહિ મૂકું” દાસીના શબ્દોમાં અફર નિરાધાર ગુંજતો હતો.
રાજા પ્રદ્યોતે વધુ વિરોધ ન નોંધાવ્યો; વિરોધ કરવા જેવું પણ કશું નહોતું. રૂપસુંદરીને એ લેવા આવ્યો હતો; રૂપસુંદરીને લઈને એ પાછો ફર્યો.”
“પણ આ સમાચાર રાજર્ષિ ઉદયનને મળ્યા ત્યારે એનું ચિત્ત યુભિત થઈ ગયું.
અરે , મારા મહેલમાં પ્રવેશ કરવાની હિંમત અને મારા પૂજનીય દેવની ચોરી ? સાથે સાથે દાસીનું પણ હરણ ? રે, રાજા ચંડપ્રદ્યોતે મારા ધર્મ અને મારા રાજની આબરૂ માથે હાથ નાખ્યો.
“રાજધર્મ રાજાને કહેતો હતો કે રાજા કદી નિરર્થક હિંસા ન કરે. પણ જ્યાં સુધી રાજપદ ધારણ કરે ત્યાં સુધી દંડશક્તિ જાળવે. અપરાધીને દંડ ન થઈ શકે, એ રાજાનું રાજપદ નકામું. રાજા ઉદયને નિરાધાર કર્યો કે એ અવળચંડ રાજાને દંડ દેવો ઘટે. એનો રાજ દેડ હાકલ કરવા લાગ્યો કે દે નગારે ઘાવ ! રોળી નાખ ઉજ્જૈનીને ! કેદ કરીને ગરદન માર એના રાજાને ! પણ સાથે સાથે એ નીતિપરાયણ રાજવીને પૂરતો ખ્યાલ હતો કે આવેશમાં આવીને યુદ્ધ ખેલવામાં ન્યાયને બદલે અન્યાય પણ થઈ જાય છે. અનેક નિર્દોષોનાં રક્ત રેડાય છે; જનવસ્તી ઉજજડ બને છે; સમજાવટથી, શાંતિથી ક્ષમાથી કામ સરે ત્યાં સુધી સારું. એટલે એણે દૂત મોકલી શાંતિથી ઉકેલ લાવવાનો સંકલ્પ કર્યો અને દૂત મોકલીને એણે ઉજ્જૈનીપતિને કહેવરાવ્યું : “રાજા, દેવપ્રતિમા અને દાસીને પાછાં ફેરવ. યુદ્ધમાં કંઈ સાર નહિ કાઢે.”
દૂર રવાના થયો.
પણ એ વેળા મહેલની અન્ય દાસીઓએ કહ્યું : “મહારાજ , એ કુન્જા દાસીનાં જ આ કારસ્તાન છે. એને જ રાજ રાણી થવાની ઝંખના હતી, એણે જ આ કામી રાજાને નોતર્યો હતો, એ દાસીને જ ભર્યકર શિક્ષા થવી ઘટે.’
વાત એવી છે ?” રાજા વિચારમાં પડ્યો ને પછી થોડીવારે બોલ્યો : ‘જો દાસી રાજી થઈને ગઈ હોય તો ભલે ગઈ. માણસને પોતાના ભલા-બૂરાનો હક છે. એ હવે પાછી નથી જોઈતી. અરે, છે કોઈ ! બોલાવો બીજા દૂતને !”
થોડી વારમાં બીજો રાજ દૂત હાજર થયોરાજા ઉદયને એને સંદેશ આપતાં કહ્યું: ‘જા, ઉજ્જૈની જઈને એના રાજાને કહેજે કે દાસીને રહેવું હોય તો ભલે તમારે
ત્યાં રહે. એના પર અમે બળજબરી ચલાવવા માગતા નથી. પણ અમારી પૂજનીય દેવપ્રતિમા પાછી વાળો !”
આ વખતે રાજમંત્રી વચ્ચે બોલી ઊઠ્યા : “રાજનું આ સંદેશ રાજધર્મને શોભતો નથી. શુરવીર રાજાએ પોતાની માગણીને એક વાર જાહેર કર્યા પછી કદી અલ્પ કરવી ન જોઈએ; એ શક્તિનું ચિહ્ન ગણાય છે. એક વાર તો દાસીને અહીં જ પકડી લાવીએ. પછી મુક્ત કરવી ઘટે તો કરજો.”
મંત્રીરાજ, માત્ર રાજગર્વને ખાતર આપણે અકારણ યુદ્ધને ઉત્તેજન આપીએ એ ધર્મયુક્ત કાર્ય ન લેખાય. યુદ્ધ તો ટાળી શકાય તેમ હોય ત્યાં સુધી જરૂર ટાળવું જોઈએ. જનકલ્યાણ યુદ્ધમાં નથી, પણ સંધિમાં છે.” યુગંધર મંત્રીને આ વાત ન રુચિ. એને લાગ્યું કે મહાવીર વર્ધમાનનો ભક્ત
અવંતીપતિ પ્રઘોત 77
76 B પ્રેમનું મંદિર
Page #55
--------------------------------------------------------------------------
________________
રાજવી અહિંસાને પ્રેમના પરિબળથી રણખેલનના ઉત્સાહમાં કાયર બની ગયો છે.”
બીજો દૂત પણ રવાના થયો. પણ એનું પરિણામ મંત્રીરાજે કહ્યું હતું એ જ આવ્યું. ચડપ્રદ્યોતે કહ્યું : “દૂત, પહેલા અને બીજા દૂતને શું જવાબ આપું ? હું તારા રાજાના ત્રીજા દૂતના આગમનની રાહ જોઉં છું, જે તારા રાજાનો સંદેશો લાવશે કે અમે તમને ક્ષમા કરજો. મિચ્છા મિ દુક્કડમ્ ! તારા રાજા તો રાજર્ષિ કહેવાય છે ને ! યુદ્ધ તો એમના ગજા બહારની વસ્તુ છે.”
‘મંત્રીરાજ !’ રાજા ઉદયનને કહ્યું; ‘હવે સૈન્ય સજ્જ કરો ! જુઓ, જેટલી હિંસા અલ્પ થાય તેટલું યુદ્ધ ખેલો. દ્વંદ્વથી કામ સરતું હોય તો તેમ કરો ! હું રાજા પ્રદ્યોત સાથે દ્વંદમાં ઊતરીશ.'
“મહારાજ, આપની ક્ષમા એ વેળા દર્શો દેશે."
“મંત્રીરાજ, સદ્ગુણોમાં શ્રદ્ધા રાખતાં શીખો. દુર્ગુણને કારણે મરીએ, એના કરતાં સદ્ગુણને કારણે મરવું બહેતર છે."
“અવંતીના રણમેદાનમાં રાજર્ષિ ઉદયન ને રાજા પ્રદ્યોત બે ભર્યા મેઘની જેમ બાખડી પડ્યા. પોતાની શક્તિ પર ગુમાન ધરાવનાર રાજા પ્રદ્યોત રાજર્ષિ ઉદયનના છંદ યુદ્ધના આહ્વાનને પાછું ફેરવી ન શક્યો, અને એનું ગુમાન ઊતરી જતાં વાર ન લાગી.
સાત્ત્વિક જીવન જીવનારા રાજાના વજ્રાંગ દેહમાં એવું બળ હતું કે હજાર છળપ્રપંચ જાણનારો આ કામી રાજા એને પરાસ્ત કરી ન શક્યો. જોતજોતામાં એ ચત્તોપાટ પડ્યો ને લોઢાની જંજીરોમાં જકડાઈ ગયો.
“રાજા ઉદયને અવંતીમાં પ્રવેશ કર્યો. એણે સાથે સાથે અમારિપડહ વગડાવ્યો અને જાહેર કર્યું કે, “નિર્દોષનું રક્ષણ કરવામાં આવશે. અમારી શક્તિથી કોઈ ભય ન પામે. અમારે અવંતીનું રાજ જોઈતું નથી !"
તરત બીજો હુકમ છૂટ્યો : “દાસીને હાજર કરો.”
થોડી વારમાં સમાચાર આવ્યા કે એ નાસી ગઈ છે.
“સારું થયું. ચાલો, દેવપ્રતિમાનાં દર્શને જઈએ.” રાજા છડી સવારીએ દર્શને ચાલ્યો. “દાસીએ પોતાના આ પ્રિય દેવ માટે રાજા પાસે ક્ષિપ્રાનદીના તટે સુંદર દેવાલય નિર્માણ કરાવ્યું હતું. રત્નપીઠિકા રચી એના પર એને બિરાજમાન કરી હતી. આરતી, ધૂપ, દીપ ને નૈવેદ્યની ઘટા ત્યાં જામી રહેતી."
જોતજોતામાં ઉજ્જૈનીના લોકો દેવમંદિર પાસે એકત્ર થઈ ગયા. તેઓએ કહ્યું : “હે રાજન, લોકો તમને રાજર્ષિના નામથી ઓળખે છે. તમારે મન શું વીતભય કે શું અવંતી ? અમે માગીએ છીએ કે અમને આ પ્રતિમા બક્ષિસમાં આપો. સ્થાપન
78_D_પ્રેમનું મંદિર
કરેલા દેવને ન ઉથાપો. અમે પણ પ્રેમથી એનાં ચરણ પખાળીશું ને આત્મભાવે પૂજીશું."
“રાજા ઉદયન પ્રજાના પ્રેમ પાસે નમી પડ્યો. એણે પ્રતિમાને પોતાની પ્રિય પત્નીના એ પુણ્ય સ્મારકને-ઉજ્જૈનીમાં જ રહેવા દીધું. એ ખાલી હાથે પાછો ફર્યો ને એણે પ્રદ્યોતને હાજ૨ કરવા હુકમ આપ્યો. થોડી વારમાં જંજીરોમાં જકડાયેલા રાજાને હાજર કરવામાં આવ્યો."
“અરે, એના લલાટ પર ‘દાસીપતિ’ શબ્દ ડામો ! જીવે ત્યાં સુધી ભલે સ્ત્રીઓ એનાથી ઘૃણા કરતી રહે. સંસાર એના કામાભિલાષને ભલે જાણે ! અને જ્યારે પણ અરીસામાં એ પોતાનું મુખારવિંદ નિહાળે ત્યારે પોતાના આ નિંદ્ય કર્મથી એને સદા લજ્જા આવતી રહે. આ રીતે નવા પાપકર્મથી કદાચ એ બચે તો સારું. છેવટે સારું એ બધું સારું.”
“થોડી વારમાં ધગધગતા સળિયા આવ્યા. રાજા પ્રદ્યોતના કપાળમાં ‘દાસીપતિ’ શબ્દો ચંપાઈ થયા. એ અભિમાની રાજાએ વેદનાનો ફૂંકારો પણ ન કર્યો.” રાજા ઉદયને કહ્યું, ‘ચાલો, એને આપણી સાથે લઈ લો. આપણી રાજધાનીમાં એ રહેશે.'
બીજે દિવસે અવંતીનો રાજઅમલ ત્યાંના કુશળ કાર્યવાહકોને સોંપી રાજર્ષિ ઉદયન પાછો ફર્યો. સેનાએ દડમજલ ફ્રેંચ શરૂ કરી.
ત્યાં તો અનરાધાર વરસાદ લઈને ચોમાસું આવ્યું. કૂચ માટેના રસ્તા નકામા થઈ ગયા. રાજાએ માર્ગમાં જ પડાવ નાખ્યો. શ્રાવણના દિવસો હતા. સાંવત્સરિક પર્વ ચાલતું હતું. ભગવાન મહાવીરના આ ભક્તે આઠ દહાડા માટે દાનધર્મ ને વ્રત, જપ, તપની રેલ રેલાવી. આજે એ પર્વનો અન્તિમ દિવસ હતો. રાજા ઉદયને સવારમાં જ જાહેર કર્યું.
“અમે આજ ઉપવાસ કરીશું; પણ એથી જે ઉપવાસ ન કરતા હોય તેને ભૂખ્યા ન મારશો."
“મહારાજ, બીજા તો સહુ આપને અનુસર્યા છે. વાત માત્ર રાજા પ્રદ્યોતની છે.” રાજના વડા રસોઇયાએ કહ્યું.
“વારુ, વારુ. એ ભોગી રાજાને ભૂખે ન મારશો. એને જે જમવાની ઇચ્છા હોય તે પૂછીને બનાવજો."
ગુરુ વાત કરતાં થોભ્યા.
શિષ્ય એકચિત્તે વાર્તા સાંભળી રહ્યો હતો, અને મહાનુભાવોનાં ચરિત્રોને અભિનંદી રહ્યો હતો.
અવંતીપતિ પ્રદ્યોત – 79
Page #56
--------------------------------------------------------------------------
________________
ચિતારો પણ દત્તચિત્ત હતો. એ વિચારતો હતો કે મારે પણ પ્રદ્યોત જેવા રાજવીની જરૂર છે.
રાત આગળ વધી હતી.
ક્ષિપ્રાનાં જળ ચૂપચાપ ચાલ્યાં જતાં હતાં, ને વણઝારાની પોઠોના વૃષભોની ઘંટડીઓ મધુર રીતે રણકી રહી હતી – જાણે નિશાસુંદરી પોતાના કોઈ પ્રીતમની આરતી ઉતારી રહી હતી.
શિષ્ય ઉત્સુકતામાં કહ્યું : ‘ગુરુદેવ ! વાત આગળ વધારો. કામ-ક્રોધનાં તોફાન !' ગુરુએ કહ્યું : ‘રાત ઘણી આગળ વધી ગઈ છે.'
“ચિંતા ન કરશો, ગુરુદેવ !’ સાધુની રાત્રિ તો દિવસ જેવી હોય છે.’ શિષ્યે કહ્યું. ગુરુએ વાત આગળ ચલાવી :
“પાકશાળાનો વડો અધિકારી રાજા પ્રદ્યોતને પૂછવા ગયો. કોઈ દિવસ નહિ ને આજ થતી પૂછપરછના કારણ વિશે રાજાએ જિજ્ઞાસાથી પૂછ્યું. પાઠશાળાના વડાએ બધી વાત વિગતથી કહી સંભળાવી. પ્રપંચમાં રાચી રહેલા પ્રદ્યાતે મનમાં વિચાર્યું કે ૨ખેને ખોરાકમાં ઝેર આપવાની આ નવી તરકીબ હોય, માટે મારે પણ આજે ઉપવાસ કરવો હિતાવહ છે.”
“એણે કહ્યું : ‘અરે, હું પણ નિગ્રંથ ભગવાન મહાવીરના ધર્મનો અનુયાયી છું. મારી તો આ દુર્દશામાં મતિ જ મૂંઝાઈ ગઈ છે. વ્રતની વાત પણ યાદ ન રહી ! જા, તારા રાજાને કહેજે કે મારે પણ આજે નિર્જળો ઉપવાસ છે."
“પાકશાળાના વડાએ અથથી તે ઇતિ સુધી બધી વાત વિસ્તારીને રાજાને કહી. રાજા ઉદયન એકદમ વિચારમાં પડ્યો :
“અરે, આ પ્રદ્યોત તો મારો સહધર્મી થયો. આજ તો મારે સાંવત્સરિક ક્ષમાપના કરવાની છે. પ્રેમીની સાથે ક્ષમાપનાની શી કસોટી ? ખરી ક્ષમાપના તો વેરી સાથે શોભે ! એને ખમાવું નહિ તો – ક્ષમા લઉં અને ક્ષમા દઉં નહિ તો – મારી પર્વ – આરાધના કેમ પરિપૂર્ણ થાય ?' રાજા ઉદયને એકદમ મંત્રીઓને બોલાવ્યા, ને વિચારણા કરવા માંડી.
‘મહારાજ, સહધર્મી ભલે હોય, પણ શત્રુ તો છે ને !' મંત્રીરાજે કહ્યું.
“તેથી શું ? શત્રુ ભલે હોય, પણ સહધર્મી છે ને !” રાજાએ શબ્દો ઉલટાવીને જવાબ આપ્યો.
“રાજન, એ તો ભગવાન મહાવીરની પરિષદામાં બેસે છે એટલું જ. બાકી તો બધી વાતે પૂરો છે. ધર્મને અને એને શું લાગેવળગે ? આરો યથા ચંવનમારવાહી । એ તો ચંદનના ભારાને ઊંચકનારો ગધેડો માત્ર છે ! એને એની સુવાસની કશી સમજ નથી !" 80 D પ્રેમનું મંદિર
“ભલે ગમે તેવો હોય, પણ ભગવાને પોતાની પરિષદામાં બેસવાની એને એકે દિવસ ના પાડી ? ન જાણે માનવીનું સૂતું અંતર કઈ પળે જાગે ! ચાલો, એનો ધર્મ એ જાણે; આપણો ધર્મ આપણે પાળીએ. આજ એને મુક્ત કરીએ. સહધર્મી દાવે ક્ષમાપના કરીએ-કરાવીએ.”
“શું વાઘને પાંજરેથી છોડી દેવો છે ?”
રાજાએ સામેથી પ્રશ્ન કર્યો, ‘તો શું, આપણે બનાવટી ક્ષમાપના કરવી છે ? સગવડિયો ધર્મ પાળવો છે ?'
“પ્રભુ, કાલે એ લોહીતરસ્યો વાઘ ફરી વિખવાદ જગાવશે. ન કરે નારાયણ ને એક વાર પણ આપણે હાર્યા તો આપણું સત્યાનાશ વાળતાં એ પાછું નહિ જુએ !” “આપણે ક્યાં કાયર બની ગયા છીએ ? માત્ર શત્રુને શિક્ષા કરવામાં જ વીરત્વ સમાઈ જતું નથી; ક્ષમા આપવી એ પણ વીરનું જ લક્ષણ અને ભૂષણ છે.”
ને એ ભાદ્ર શુકલા પંચમીનો ચંદ્ર આકાશમાં ચમકે એ પહેલાં રાજા ઉદયને સ્વહસ્તે પ્રદ્યોતની બેડીઓ દૂર કરી. પ્રદ્યોત પણ સામેથી રાજા ઉદયનને ભેટ્યો ને જલદી જલદી છાવણીને વીંધી અવંતી તરફ ચાલી નીકળ્યો.
એક દિવસ રાજર્ષિ ઉદયને પોતાના મંત્રીઓના મનની શાન્તિ માટે ભગવાનને પ્રશ્ન પૂછ્યો : “ભગવાન, ગમે તેટલો ધોઈએ તોય કોલસો ધોળો થાય ? વિષધરને સો વાર દૂધ પિવરાવીએ તોય શું નિર્વિષ થાય ?”
“જરૂર થાય, પ્રયત્નવાન અપ્રમત્ત પુરુષની કદી હાર નથી. એવા પવિત્ર યત્નથી સામાનું કલ્યાણ થાય. અને કદાચ એનું કલ્યાણ ન થાય તો પણ કરનારનું તો અકલ્યાણ કદી થતું નથી !"
અહીં ગુરુદેવે પોતાની વાત થંભાવી. ક્ષિપ્રા નદીના તટ પર રાત્રિ સમસમ કરતી વહી જતી હતી.
શિષ્ય ઉત્સુકતાથી પ્રશ્ન પૂછ્યો : “જ્ઞાનના ધવલગિરિ, તપના મેરુપર્વત, ચારિત્રના સુવર્ણમેરુ એવા પ્રભુએ એ પ્રદ્યોતને હજી પણ પોતાની પરિષદમાં સ્થાન આપ્યું છે. ?”
“અવશ્ય !”
“ને હવે એ સુધર્યો છે ?”
“ના વત્સ ! આજે તો એ વધુ ઉગ્ર બન્યો છે. એણે સૈન્યનું ભારે જૂથ જમાવ્યું છે; સાથે ભગવાનના ઉપદેશમાં પણ જવાનું ચાલુ રાખ્યું છે. પેલી દેવપ્રતિમાનાં દર્શને પણ એ જાય છે. છતાં કાલે વળી એના કામ-ક્રોધને જોઈતું ભક્ષ્ય મળે તો
અવંતીપતિ પ્રદ્યોત – 81
Page #57
--------------------------------------------------------------------------
________________
ફરીથી કામી-ક્રોધી બની જતાં પણ એ વાર ન કરે ! એ તો કૂતરાની પૂંછડી !”
રાત ઘણી વીતી ગઈ હતી. શિષ્ય આ કથાથી સંતુષ્ટ થયો હતો. થોડી વારમાં આ બંને નિષ્પાપ ને નિર્દોષ જીવો ઘસઘસાટ ઊંઘી ગયા. પણ વેરની ડાકણ જેને વળગી હોય એવા જીવને નિદ્રા કેવી ?
| ચિતારાએ આખી રાત પથારીમાં પડ્યા પડ્યા આળોટ્યા કર્યું. અને આ ધર્મવાર્તા પર વિચાર કર્યા કર્યો. વહેલી પરોઢે એણે એક વાતનો નિશ્ચય કર્યો : “મારો બેડો જો કોઈ પણ પાર કરી શકે તો અવંતીનો પ્રદ્યોત જ કરી શકે ! જે ખાઈ શકે એ જ ખવરાવી શકે.”
છેલ્લી રાતે એની આંખ મીંચાઈ ગઈ. સ્વપ્નમાં પણ એ વેરદેવીને આરાધી રહ્યો.
12
રજમાંથી ગજ
મોડી સવારે જ્યારે ચિતારા શેખરની આંખ ઊઘડી, ત્યારે વટવૃક્ષની નીચે એ એકલો જ હતો. બધા વટેમાર્ગુ નગરમાં પ્રવેશ કરી ગયા હતા. ચિતારો ઝટ ઝટ નદીતીરે જઈને પ્રાતઃકર્મથી નિવૃત્ત થયો, ને ચિત્ર લઈને આગળ વધ્યો.
ક્ષિપાતીરે આવેલા દેવાલયની પવિત્ર ધજા સવારની શીળી હવામાં ફરફરી રહી હતી. ચિતારાએ એ દિશા સાધી. થોડી વારમાં એ દેવાલયે પહોંચ્યો, ત્યારે દેવાલયનાં દ્વાર પાસે રાજ હસ્તી ઝૂલતો ઊભો હતો ને રાજસેવકો નગરજનોની ભીડને નિયંત્રી રહ્યા હતા.
થોડી વારમાં ‘અવંતીપતિની જય’ના નાદથી વાતાવરણ ગાજી ઊઠ્યું. સાક્ષાત્ કામદેવની મૂર્તિશો રાજા પ્રદ્યોત દેવમંદિરના દ્વારમાંથી નીકળતો નજરે પડ્યો. પડછંદ એનો દેહ હતો. દીર્ઘ એના બાહુ હતા. વિશાળ એનું વક્ષસ્થળ હતું. એના લલાટ પર સુવર્ણપટ ભીડેલો હતો.
ચિતારાને નિર્ણય કરતાં વાર ન લાગી : આ જ એ દાસી-પતિ રાજા પ્રદ્યોત. એની વાઘના જેવી માંજરી ને વેધક આંખોમાં હજી વાસનાની લાલી રમતી હતી, ને અધર પર જાણે સુંદરીના અધરામૃત આસ્વાદવાની અધૂરી માસ દેખાતી હતી. અત્યારે એ ભક્તને છાજે એવા સાદા પોશાકમાં હતો, છતાંય એની વિલાસિતા અછતી નહોતી રહેતી. એણે ક્ષીરસમુદ્ર જેવું ધોળું ઉત્તરીય ઓઢવું હતું.
રાજ હાથી પાસે આવીને રાજા ઊભો રહ્યો ત્યારે ઐરાવત પાસે ઊભેલા ઇંદ્રની જેમ એ શોભી રહ્યો હતો. બરાબર આ વેળાએ ચિતારો ભીડને મહામહેનતે ચીરતો આગળ આવ્યો ને રાજાના ચરણમાં ઝૂકી પડ્યો.
કોણ છો ? ક્યાંથી આવો છો ?' રાજા પ્રદ્યોતના બોલવામાં ભારે બેપરવાઈ
82 D પ્રેમનું મંદિર
Page #58
--------------------------------------------------------------------------
________________
હતી. કાચાપોચાની છાતી થડકાવી નાખે એવો એનો ઘરઘરાટ હતો. “કૌશાંબીથી.”
“કૌશાંબીથી ?” થોડુંક આશ્ચર્ય દાખવી એણે તરત સ્વસ્થતા મેળવતાં કહ્યું, “હં, શું કહેવું છે ?"
“આ ચિત્ર આપને ભેટ ધરવું છે.” ચિતારાએ પોતાની પાસે રહેલું કપડામાં વીંટાળેલું ચિત્ર રજૂ કર્યું. રાજા એની સામે જરા ફાંગી નજરે નીરખી રહ્યો. રૂપસુંદર નારીને જોવાની એની રીત અનોખી હતી. અને ચિતરામણની સુંદરીએ પણ જાણે પળવારમાં પોતાની રૂપમોહિની પ્રસારી દીધી. જડ છતાં ચેતનની શોભાને એ વિસ્તારી રહી.
“આ કોઈ જીવંત વ્યક્તિનું ચિત્ર છે કે દેવાંગનાનું ?” રાજાથી પૂછ્યા વગર ન રહેવાયું.
“જીવંત વ્યક્તિનું, રાજરાજેશ્વર ! આ તો માત્ર જડ ચિત્ર છે ! માટીના રંગો ને વાળની પીંછી એ જીવંત દેહની બરાબરી ક્યાંથી કરી શકે ? ચંદ્રધવલ દેહ, ચંપકકળી જેવી આંગળીઓ અને નયનો તો...”
ચિતારાએ જાણે મધલાળ રજૂ કરી. ચિતારાના શબ્દેશબ્દને અવંતીપતિ જાણે હૈયામાં કોતરી રહ્યો. પણ અચાનક એને ભાન આવ્યું કે અરે, આ તો દેવપ્રાસાદ છે, રાગ અને દ્વેષને તજવાનું ધર્મસ્થાન છે. અહીં આવી સંસારવૃદ્ધિની વાતો કેવી ? શાન્તમ્ પાપમ્. એણે કહ્યું :
“ચિતારાજી ! અવંતીની એવી રસમર્યાદા છે કે જ્યાં ભક્તિરસ શોભે ત્યાં ભક્તિરસ, જ્યાં શૃંગા૨૨સ શોભે ત્યાં શૃંગા૨૨સ ને જ્યાં વી૨૨સ શોભે ત્યાં વી૨સ ! દેવપ્રાસાદ ને રાજપ્રાસાદ બંને વચ્ચેની મર્યાદા પૂરેપૂરી સાચવવી જોઈએ. રાજમહેલે આવો. હું તમારા જેવા કલાકારને શીઘ્ર મુલાકાત આપવા માટે ઉત્સુક છું.”
રાજાજી રાજહાથીએ ચડ્યા. ચિતારો દોડતો રાજમહાલયમાં પહોંચ્યો. એના પગમાં અજબ વેગ આવી વસ્યો હતો. એના પ્રવાસને સફળતા મળવાનાં ચિહ્નો દૃષ્ટિગોચર થતાં હતાં. એને પોતાનો શ્રમ સફળ થતો જણાતો હતો.
રાજપ્રાસાદમાં જઈને તરત રાજા પ્રદ્યોતે ચિતારાને તેડાવ્યો. રાજપ્રાસાદનો ઠાઠ અપૂર્વ હતો. અનેક રૂપભરી પરિચારિકાઓ સેવામાં હાજર હતી.
કેટલીય રાણીઓ હજી હમણાં જ જાગી હતી. એમના હાર-કેયૂર ખસી ગયેલા, પત્રરચનાઓ ભૂંસાઈ ગયેલી, વેણી ઢીલી પડેલી ને મુખ પર પ્રસ્વેદની નિશાનીઓ અંકિત થઈ હતી. પણ એથી તો ઊલટું તેઓના રૂપમાં વધારો થતો હતો. ચિતારાએ ત્યાં એક વિશાળ રૂપસાગર લહેરાતો જોયો. કોઈના અધર પર મધગંધ, કોઈનાં નેત્ર 84 – પ્રેમનું મંદિર
મિંદરામય અને કોઈની આંખો લહેરે જતી હતી !
ભોગસામગ્રી ત્યાં ભરપૂર હતી. ગંધ, માલ્વ, ચંદન, દિવ્ય આભરણ, અમૂલ્ય પાન અને શ્રેષ્ઠ આસવની ત્યાં કમી ન હતી. ગીત, નૃત્ય ને વાઘ ચાલી રહ્યાં હતાં.
સ્તંભે સ્તંભે નવનવી કલા-કારીગરી શોભી રહી હતી. સુગંધી તેલનાં ઝુમ્મરો પ્રકાશને રેલાવી રહ્યાં હતાં. વિધવિધ જાતનાં ખાદ્ય ને પેય સામે મોજૂદ હતાં. વાજીકરણ લઈને રાજવૈદ્ય પણ હાજર હતા.
નવનવાં વાજીકરણ સાથે નવનવાં વશીકરણ પણ જોઈએ ને ! અહીંનાં બધાં વશીકરણ વાસી થયાં હતાં, નવા વશીકરણની આકાંક્ષા હતી. તે લઈને ચિતારો હાજર થયો. એણે પોતાનું વર્ણન આગળ ધપાવ્યું :
“મહારાજ, આ તો કાગડો દહીંથરું લઈ ગયો છે ! આવું રત્ન તો આપ જેવા ચક્રવર્તીને ઉંબરે જ શોભે. ચંપકકળી જેવી આંગળીઓ, શ્રીફળને શરમાવે તેવું વક્ષસ્થળ, હાથીના કુંભસ્થળશા નિતંબ, ખંજન પક્ષી જેવી આંખો, મૃગમદ ને કપૂરભર્યો શ્વાસ, નાગપાશશો કેશકલાપ, કિન્નરશો કંઠ... શું કહું, રાજરાજેશ્વર, વહેમી પતિથી સંતપ્ત એ સુંદરીને કોણ છોડાવશે ? વિધાતાની આ ભૂલને આપ જેવા રસજ્ઞ સિવાય બીજો કોણ સુધારશે ? મહારાજ, આ ભવ મીઠો તો પરભવ કોણે દીઠો ? આ ફૂલને વાસી ન લેખતા : જે ક્ષણેક્ષણે નવીન શોભા ધારણ કરી શકે એવી આ ફૂલવેલ છે."
“ચિતારા, પરભવની, પુણ્યની, પાપની વાત ન કરીશ. એની યાદથી મારું મન નિર્બળ થઈ જાય છે, ને ભગવાન મહાવીરની યાદ જાગે છે. ને એની સાથે જ અંતરમાં વસતી રૂપમોહિની સરી જાય છે ! રે, આ સુંદરી શતાનિકના દરબારમાં ન શોભે, અવંતીપતિના અંતઃપુરને યોગ્ય એ રત્ન છે. બોલાવો મંત્રીરાજને !”
વયોવૃદ્ધ મંત્રીરાજ આવ્યા. જાણે ધર્મરાજ સ્વયં આવતા હોય એવાં ભવ્ય એમનાં દાઢી-મૂછ શોભતાં હતાં. અવંતીના શાસનના દૃઢ પાયામાં આ મંત્રીની રાજનીતિ કામ કરી રહી હતી.
“મંત્રીરાજ, મને મારો ક્ષત્રિય ધર્મ હાકલ કરી રહ્યો છે. વેરની આગ સુખે સૂવા દેતી નથી." રાજા પ્રદ્યોતે કહ્યું.
“સાચું છે મહારાજ ! તૈયારીઓ પણ એવા જ પ્રકારની થઈ ચૂકી છે. અવંતીની સેના જોઈને શત્રુની છાતી ફાટી જાય, એવી રચના કરી છે. મારે પણ મારા અવંતીનાથના હાથમાં ચક્રવર્તીપદ જોઈને પછી જ રણ-પથારી કરવી છે; મહારાજ !" મંત્રીએ વફાદારીપૂર્વક કહ્યું : “આ તો વાતમાં ને વાતમાં ઉંદર ડુંગરને ચાંપી ગયો !” “તો મંત્રીરાજ, ઘો નગારે ઘાવ !”
રજમાંથી ગજ D 85
Page #59
--------------------------------------------------------------------------
________________
“પણ મહારાજ, કંઈ નિમિત્ત તો જોઈએ ને !”
“નિમિત્ત તૈયાર છે. વત્સદેશના રાજા શતાનિકથી આપણે ગણેશ માંડીએ.” “પણ રાજા શતાનિકનો કંઈ વાંકગુનો ?”
“મંત્રીરાજ, રાજકાજ કરતાં ધોળા આવ્યાં, પણ એટલું ન સમજ્યા ? વાંકગુનો શોધવો હોય તો કોનો નથી શોધી શકાતો ? જુઓ, યક્ષમંદિરના ચિતારા શેખર પર એ રાજાએ નમાલી વાતમાં જુલમ ગુજાર્યો છે. શેખરે આપણો આશ્રય લીધો છે. લખી દો એ રાજાને કે જેના ચિત્ર માટે તે જુલમ કર્યો, એ રાણી અમને સુપરત કરી ઘો, અને સામે આવીને અમારી માફી માગો, નહિ તો લડવા તૈયાર રહો !”
“મહારાજ, વળી આપની નજરમાં કોણ વસી ?"
“મંત્રીરાજ, તમે ગાયત્રી જપતા ઘરડા થયા એટલે તમને શું સમજણ પડે ? હરણનો ચારો ને વાઘનો ચારો એ બેમાં ફેર કેટલો ? શતાનિકની રાણી મૃગાવતી તો પદ્મિની છે પદ્મિની ! આ તો કાગડો દહીંથરું લઈ ગયો છે !”
“જગતમાં કાગડા જ દહીંથરાં લઈ જાય છે." મંત્રીરાજની વાતમાં વ્યંગ હતો. એ આગળ બોલ્યો, “પદ્મિની હોય કે ગમે તે હોય, તેથી આપણને શું ?”
“આપણને કેમ નહિ ? યોગ્ય સ્થળે નિયુક્ત કરવું એ રાજવીની ફરજ. એવી પદ્મિની તો અવંતીના અંતઃપુરમાં જ શોભે.”
“મહારાજ, દીકરીનાં માાં શોભે, પત્નીનાં માગાં ન હોય !"
“મંત્રીરાજ, એમાં તમે ન સમજો. અવંતીનાં મહારાણી શિવાદેવીની એ બહેન થાય; પણ બેમાં ઘણો ફેર છે – રાણી-દાસી જેવો. એ વેળા પરખવામાં ભૂલ થઈ. અવંતીની મહારાણી તરીકે તો મૃગાવતી જ શોભે. મોડી મોડી પણ એ ભૂલ સુધારી લેવી ઘટે.”
“મહારાજ, અવિનય થાય તો ક્ષમા. પણ પાછો આપનો કામગુણ...”
“કામગુણ નહિ, વીરત્વ ગુણ ! અને મંત્રીરાજ, જુઓ, વીતભયનગરને ખેદાન મેદાન કર્યા વગર મને જંપ વળવાનો નથી. ને એ માટે શતાનિક ઉપર જીત એ પહેલું પગલું છે. દૂત મોકલીને ખબર આપો કે ચિતારાને ન્યાય આપવાનો છે. એ માટે રાણી મૃગાવતીને અમારા દરબારમાં મોકલી આપો, નહિ તો અમે યુદ્ધ માટે આવીએ છીએ !"
“પણ મહારાજ, રાણી શિવાદેવીને આ વાતની ખબર પડશે તો ? એ તો ભગવાન મહાવીરનાં સાચાં અનુયાયી છે. આપ તો જાણો જ છો, કે આ નગરીમાં વારંવાર આગ લાગતી, અને કેમે કરી એ વશ નહોતી થતી, ત્યારે આપે રાજગૃહીથી બુદ્ધિધન અભયકુમારને તેડાવેલા. એમણે કહ્યું કે આ તો દૈવી આગ છે. એને
86 – પ્રેમનું મંદિર
ઠારવાનું માનવીનું ગજું નહીં. કોઈ શિયળવંતી નારી જળ છાંટે તો જ એ શર્મ. અને આપ જાણો છો કે શિયળવંતારાણી શિવાદેવીએ જળ છંટકાવ કરીને એ આગને શાંત કરી હતી. એવાં સતી રાણીનો પ્રકોપ થાય તો તો, મને તો બહુ બીક લાગે છે. આમાં ભારે અમંગળ દેખાય છે.
“જુઓ મંત્રીરાજ ! આ રાજકારણ છે. એમાં સ્ત્રીઓની દખલ લેશ પણ સહન નહિ થાય. વળી શિવાદેવી તો સતી છે. સતી સ્ત્રીઓ પતિની ઇચ્છાને આડે કદી આવતી નથી. પતિ એમને માટે પરમેશ્વર છે અને પરમેશ્વરને વળી પાપ કેવું ? લાંબી ટૂંકી વાત છોડો, તાકીદે દૂતને ૨વાના કરો."
“ચિતારાનું કાર્ય સફળ થતું હતું. ધર્મવંત મંત્રીને આખરે રાજાની વાતને સહમત થવું પડ્યું. બીજે દિવસે દૂર ૨વાના થયો, પણ એનું પરિણામ તો નિશ્ચિત હતું.
જેવો ગયો હતો તેવો જ પાછો આવ્યો. ગમે તેવો દુર્બળ માણસ પણ પોતાની પત્નીને સામે પગલે સોંપે ખરો ? શતાનિકે ખૂબ અપમાનજનક જવાબ વાળ્યો હતો.
રાજા પ્રદ્યોતે ભયંકર સેના તૈયાર કરી. પ્રચંડ ઘટાટોપ સાથે એ મેદાને પડ્યા.
એની સાથે એના ચૌદ ચૌદ ખંડિયા રાજા પણ ચઢ્યા. ધરતી યુદ્ધનાદથી ગાજી ઊઠી. ગામડાંઓ ઉજ્જડ બન્યાં, નવાણે નીર ખૂટ્યાં.
અવંતીનો પતિ વત્સદેશ પર આંધી કે વાવંટોળની જેમ ધસી ગયો. વેરભૂમિનું એક નાનું રજકણ ભયંકર ઘટાટોપ જમાવી બેઠું.
રજમાંથી ગજ E 87
Page #60
--------------------------------------------------------------------------
________________
13
હાથનાં કર્યા હૈયે.
શરદઋતુનો હિમ જેવો ઠંડોગાર વાયુ જેમ ઉપવનોને ઊભાં ને ઊભાં બાળી નાખે છે, એમ માર્ગની તમામ હરીભરી ધરાને ઉજ્જડ કરતો રાજા પ્રદ્યોત મોટી સેના સાથે વત્સદેશ પર ચઢી આવ્યો છે અને દિવસોથી વત્સ દેશની રાજધાની કૌશાંબીને ઘેરો ઘાલીને પડ્યો છે.
ધીમે ધીમે કાલભૈરવ જેવા પ્રદ્યોતને તલવારના બળથી પાછો કાઢવો અશક્ય થતું જાય છે. નાની-નાની સૈન્ય ટુકડીઓ લડવા ગઈ તે ગઈ, પાછી ફરી જ નહીં. શત્રુના લકરનો તો જાણે મહાસાગર ઘૂઘવે છે. આ આગનાં થોડાં ઇંધન જેવાં વત્સદેશનાં સૈન્યો એને શું ભૂઝવી શકે ?
રાજા શતાનિક ભારે વિમાસણમાં પડ્યો છે. હાર ઉપર હારના સમાચાર અને મળી રહ્યા છે. એની ડાબી આંખ ફરકી રહી છે. અપશુકન પર અપશુકન એ જોઈ રહ્યો છે, પંખીઓ અમંગળ સ્વર કાઢે છે, ધજા પર ગીધ આવીને બેસે છે. શિયાળવાં આખી રાત ૨ડ્યા કરે છે. ધર્મધ્યાનનાં ગૃહોમાં નર્યા સાપ ફરતા દેખાય છે.
રાજ શાળાની ગાયોનાં દૂધ ઓછાં થઈ ગયાં છે. થોડા હણહણતા નથી. હાથીઓનો મદ ઝરવો બંધ થયો છે. કેવાં કારમાં એંધાણ ! ભયંકર કાળમૃત્યુની છાયાએ બધે સોપો પાડી દીધો છે.
રાજધાની રુદ્રની ક્રીડાભૂમિ જેવી વેરાન ભાસે છે. રાજા શતાનિક દિવસોથી મૌન છે. એને પોતે કરેલી ચંપાની લૂંટ યાદ આવે છે. ત્યાંના રાજા દધિવાહનને જે ક્રૂરતાથી માર્યો, એ ક્રૂર ઘટના સ્મૃતિમાં સજીવ થાય છે. ભરશેરીમાં ઘોડે બેસીને વિજેતાની છટાથી ઘૂમતાં ઘૂમતાં ત્યાંની પ્રજા પર પોતાના સૈનિકો દ્વારા ગુજરતા જુલમોને જે અહાસ્યથી વધાવ્યા હતા, એ યાદ આવે છે. અરે, એવી જ અત્યાચારોની
પરંપરા જોવાનો વખત પોતાને માટે આવી લાગ્યો ! પ્રદ્યોત ભારે ક્રૂર છે. એ વિનાશમાં કંઈ બાકી નહિ રાખે.
એક દિવસ રાજા શતાનિક કૌશાંબીના દુર્ગની દીવાલો પર ફરી રહ્યો છે. દૂર દૂર ઘુવડ ભારે ચિત્કાર કરી રહ્યું છે. પાછલી રાતનો ચંદ્ર રૂપેરી અજવાળાં ઢોળી રહ્યો છે. થોડે દૂર રણભૂમિ દેખાય છે.
ચારેકોર નાના નાના ટેકરા જેવી સૈનિકોની લોથો ઢળેલી છે. વૈશાખમાં કેસૂડે પૃથ્વી છવાઈ જાય તેમ ચોપાસની ધરતી રક્તવર્ણ બની ગઈ છે.
કેટલાક તાજા મૃત દેહોમાંથી હજી રક્તધારા વહી રહી છે. એની આજુ બાજુ માંસમજ્જાનો કાદવ છે, ને કપાયેલી ભુજા ને મસ્તકરૂપી મલ્યો એમાં તરી રહ્યાં છે. કેટલાક અર્ધમૃત સૈનિકોની આછી ચીસો કાનને સ્પર્શી જાય છે !
રાજા શતાનિક વ્યાકુળ બનતો ચાલ્યો. આકાશમાં પથરાયેલા તારાગણની જેમ ક્ષિતિજરેખા સુધી રાજા પ્રદ્યોતના સૈન્યના તંબુઓ પથરાયેલા પડ્યા છે. આ મહો કાળ રાજાને અને મહાસાગર સમી એની સેનાને કેમ કરી થંભાવી શકાય ? – રાજા. શતાનિક ભારે વિમાસણમાં પડી ગયા.
મહારાજ શતાનિક જેમ જેમ વધુ વિચાર કરતા ગયા, તેમ તેમ એ વધુ ને વધુ વ્યગ્ર બનતા ચાલ્યા. ફરતા ફરતા તેઓ દુર્ગ ઉપરના એક આવાસમાં જઈ પહોંચ્યા. એમણે ત્યાંના પહેરેગીરને હુકમ કર્યો, “મારે એકાંતની જરૂર છે. કોઈને મળવા માટે અહીં આવવા દઈશ નહિ.”
અંતર અસ્વસ્થ હોય ત્યારે એકાંત ભયાનક નીવડે છે. માણસના ચિત્તમાંથી એ વેળા શંકા કે કુશંકાની રાક્ષસીઓ અને ભય અને મૃત્યુના કાલભૈરવો છૂટીને ખંડને આવરી લે છે ! એકલો માણસ આટલી સેના સાથે કેમ કરીને બાખડી શકે ? માણસ મનોમન લડી, હારી, આપોઆપ થાકીને નિશ્ચષ્ટ બની જાય છે. રાજા શતાનિકનું એમ જ બન્યું.
આખો ભૂતકાળ આવીને સામે ઊભો રહ્યો.
અરે, આજ પોતાનો શ્વાસ પણ પોતાને ગંધાય છે. વિકૃતિ ને વિકારનું પાત્ર ભરાઈ ગયું છે. પૃથ્વી તો કોઈ અજબ ધારાધોરણ પર ચાલી રહી છે : જમણા હાથે વાવો અને ડાબા હાથે લણો ! કર્મનો એક કાચો લાગતો તાંતણો જગ આખાને નિયંત્રી રહ્યો છે. પછી કોણ રાજા કે કોણ રેક ! તમે તમારા સુકર્મોની શક્તિથી આજ સુધી એને ઠોકરે ચઢાવ્યો, પણ હવે સમય ભરાઈ ગયો. પાપ પહોંચી ગયાં. વિશ્વનો ન્યાયાધીશ, જેની પોથીમાં દયા-ક્ષમા નથી, જે દાંતને બદલે દાંત અને મસ્તકને બદલે મસ્તકે માગે છે, એનો ન્યાય ચૂકવવાની કાળવેળા આવી ખડી થઈ ગઈ !
હાથનાં ક્યાં હૈયે 1 89
Page #61
--------------------------------------------------------------------------
________________
સંસારની સ્ત્રીઓને તમારા વિકારનું પાત્ર બનાવનારા તમે તમારી સ્ત્રી સામે કોઈ મેલી નજરે નીરખે, એ વિચાર પણ કેમ સહી શકતા નથી ? જેના તેના તરફ તમે નજર નાખતા ફરો છો, જેને તેને લૂંટો છો, જેને તેને બદનામ કરો છો, ત્યારે એ પણ તમારી પત્ની જેવી પત્ની, તમારી માતા જેવી માતા અને તમારી બહેન જેવી બહેન છે, એ વાત કેમ સાવ ભૂલી જાઓ છો ? અપની લાપસી ઔર પરાઈ ફૂસકી – આજ સુધી એમ જ કર્યા કર્યું. શું તમે એમ માની લીધું કે કર્મરાજાના દરબારમાંથી ન્યાયાધીશ ગુજરી ગયો છે; અને તમારો ન્યાય કદી ચૂકવાશે નહિ ? રે મૂર્ખ !
રે શતાનિક, સંસારમાં તેં આજ સુધી શું સારાં કામ કર્યાં છે કે આજ દયા માગવાનો તારો અધિકાર રહે ? તેં જે બીજા સાથે આચર્યું એ જ આચરણનું આ પ્રત્યાચરણ માત્ર છે ! તારાં અગણિત અપકૃત્યોનો આજ તને ન્યાય મળે છે. દયાનો હકદાર તું રહ્યો નથી !
નિર્બળ પર જુલમ ગુજારનાર એ દિવસે ભૂલી જાય છે, કે એક દહાડો મારાથી અધિકો સબળ જ્યારે મારા પર જુલામ ગુજારશે, ત્યારે દયા માગવાનો મને લવલેશ પણ અધિકાર નહિ રહે.
શતાનિક પાગલની જેમ પોતાના પડછાયા સામે જોઈ રહ્યો. એમાંથી મારમાર કરતો પ્રદ્યોત ધસી આવતો દેખાયો. થોડી વારમાં પ્રદ્યોત અદૃશ્ય થયો ને દધિવાહન દેખાયો. એ જાણે ભયંકર ગર્જના કરતો સંભળાયો : યાદ આવે છે ચંપાની તમારી ચઢાઈ ? સગપણે તો સગો સાઢુ થતો હતો, પણ રાજકીય બહાના નીચે એને હણી નાખ્યો. એની સ્ત્રીની શી દશા થઈ, એની તને ખબર પડી ને ? એની પુત્રી તો તારા નગરના ગુલામ-બજારમાં છડે ચોક વેચાણી ! ભગવાન મહાવીર કહેતા હતા કે પૃથ્વી તો પ્રેમનું મંદિર છે, એને દ્વેષનું નરકાગાર ન બનાવો. હસતાં કરેલાં કર્મ રડીરડીને ભોગવતાં પણ આરો આવતો નથી, પાપનું પ્રાયશ્ચિત કરવાની ઘડી આવી પહોંચી છે ! શતાનિક હવે શા માટે ભીરુ થઈ પાછો ભાગે છે ? મર્દની જેમ મેદાને પડ !
તારા એક યુદ્ધ પછી હજારો સ્ત્રીઓ ગુલામ બની છે. તેં અનેક સ્ત્રીઓને વિધવા, નિરાધાર બનાવી છે. તારા યુદ્ધના પરિણામે કરોડો સ્ત્રીઓએ શીલ વેચવાનાં હાટ માંડ્યાં છે. કેટલાંક આશાસ્પદ બાળકો જિંદગી વેડફી ગલીએ ગલીએ પેટ માટે ભીખ માગતાં થયાં છે. ને માગી ભીખ ન મળી ત્યારે લુચ્ચાઈ, દોંગાઈ ને દુષ્ટતાને પંથે પળ્યાં છે ! જે ચોરને તું દંડે છે, જે ખૂનીને તું શૂળીએ ચઢાવે છે, એ ખરી રીતે તેં જ સરજાવેલી ભૂતાવળો છે.
વિચારવાની ઘડી હતી ત્યારે તેં તારા પગ નીચે દબાયેલી કીડીની સ્થિતિ ન 90 D પ્રેમનું મંદિર
વિચારી. હવે હાથીના પગ તળે દબાયેલા એવા તારી સ્થિતિનો કોણ વિચાર કરશે ?
પ્રજાની સેવા માટે રાજા છે, એ નિયમ તું ભુલી ગયો. પ્રજાને તારી જાતની સેવા માટે વાપરી ! જે ચોકીદાર ગામની રક્ષા માટે હતો, એને બદલે ગામે ચોકીદારની રક્ષા કરી !
રાજા શતાનિક સામે જાણે સમગ્ર સંસારનો નકશો ચીતરાતો ચાલ્યો. એ નકશો જાણે કહેતો હતો : અરે રાજા ! શેરને માથે સવાશેર છે, એ પાઠ તું કેમ ભૂલી ગયો ? સબળાની ફરજ નિર્બળનું રક્ષણ કરવાની, શ્રીમંતની ફરજ ગરીબને મદદ આપવાની, એ સિદ્ધાંત તેં વિસાર્યો; ને વાડીની ચોકી કરનાર વાડે નિરાંતે નિષ્ઠુર ભાવે ચીભડાં ગળ્યાં !
રાજાની પવિત્ર સંસ્થાએ પૃથ્વી પર ભારે અનર્થ જન્માવ્યા. તમે જન્માવેલ અનર્થોએ દુનિયા આખી જર્જરિત બની ગઈ. તમે તમારા વિલાસ, વિકાર અને વૈભવ પોષવા હજારો તૂત ખડાં કર્યાં. તમને એ ખોટા તૂત માટે દુન્યવી ઇન્સાફ અડી ન શકે, ને પ્રજાને એ માટે સજા ! કેવો તમારો ન્યાય ! પણ આજ દૈવી ન્યાય ચૂકવાય છે. તમારું યુદ્ધ બીજા યુદ્ધને ખેંચી લાવ્યું ! રે, બાવળ વાવીને કમળફૂલ વીણવાની આશા રાખવી નકામી છે.
રાજાએ નાની એવી બારી વાટે દૂર દૂર નીરખ્યું. બે પ્રકાશમાન તારલિયાઓ પર એની ઉન્મત્ત દૃષ્ટિ સ્થિર બની અરે, એ તો મહાકામી ને મહાક્રોધી પ્રદ્યોતની આંખો છે ! એ આંખો પોતાની રૂપસુંદર રાણી મૃગાવતીને વિલાસ માટે માપતી હતી, મૃગાવતીનાં રૂપભર્યાં અંગોને એ આંખો જાણે ગળી જતી હતી. સુંદરીઓ ! તમારા મોં પર પડદા નાખો ! તમારા મોહક ચહેરા પુરુષોની સુખ-શાન્તિને હરી લે છે. તમારા આકર્ષક અવયવ ઉપર આવરણ નાખો, જેથી પુરુષની આંખો એને નીરખી પણ ન શકે !
ચૌદ ચૌદ ખંડિયા રાજાઓનું સૈન્ય લઈને અવંતીનો પ્રદ્યોત આવ્યો છે. વિકરાળ, ખૂની, જલ્લાદ ક્રોધી પ્રદ્યોત મારી નગરીને ખેદાનમેદાન કરશે, મારા નગરની દોલતને લૂંટી જશે. રે, એક પણ સૌંદર્યવતીને સ્પર્ધા વિના એ કેડો નહિ છોડે ! એટલું જ નહિ મારી રાણી મૃગાવતીને પણ એ લઈ જશે, એની લાજ લૂંટશે : મારા કુમાર ઉદયનને પકડીને એ હાથીના પગતળે ચગદર્શ ! વિનાશનો ઝંઝાવાત મારા સમગ્ર રાજ્યને આવરી લેશે.
તો હું શું કરું ? મૃગાવતીને સોંપી દઉં ? હજાર રોગનું એક ઔષધ ! પણ ના, ના, એ ન બને ! એ તો કાયરનું કામ !
તો શું મૃગાવતીને ઝેર આપી મારી નાખું ? એનું ગળું પીસીને એનો જીવ લઉં ? તોય એ રૂપલાલચુ પ્રદ્યોતને શી ખાતરી થશે કે મૃગાવતી મરી ગઈ છે ? હાથનાં કર્યાં હૈયે 91
Page #62
--------------------------------------------------------------------------
________________
14
હવે જાણે પેલો ચિતારો રાજાની નજર સમક્ષ હાજર થયો. એની આંગળીએથી ધડધડ લોહી વહે જતું હતું. અને જાણે એ કહેતો હતો : ‘રાજા, તેં તારા અંગૂઠાને ખંડિત કરી મને જિંદગી માટે નકામો બનાવ્યો, પણ હું તને મારીશ નહિ, જિવાડીશ, પણ તું મર્યાની જેમ જીવીશ ! વેરનું વેર કેમ ચૂકવાય, એ આજે સમજાશે. તેં તારા ગજથી દુનિયાને માપી. દુનિયાના માપથી તારી પોતાની જાતને માપવાની કદી ઇચ્છા ન કરી ! આજ તારી પોતાની જાતનું માપ કાઢી લેવાની ઘડી આવી પહોંચી છે !
વત્સરાજના મોં પર મૃત્યુની ભીષણ વેદના પ્રસરી રહી. ભયનું ગાંડપણ એને ઝનૂની બનાવી રહ્યું. ભગવાનની વાણી છે કે બધા જીવ જીવવાને ચાહે છે; કોઈ મરવા ઇચ્છતું નથી. સાચું છે, પણ આ ડહાપણ રાંડ્યા પછીનું છે. અરે મૃગાવતી, તું પણ મરવાની આનાકાની કરે છે ? તનેય જીવતર વહાલું છે ? મનેય જીવતર વહાલું છે ? મૃગાવતી, તું સતી છે, હું કામી છું. તું મારે માટે મરી ફીટ.
આવ, આવ, સુંદર નારી મૃગાવતી ! તારી બંકી ગરદન, જેના પર મારા ભુજ પાસ વીંટાતા, અરે, જેમાં પહેરવા માટે હું હાર ગૂંથતો, એ ગરદન મને પકડવા દે ! મૂંઝાઈશ મા ! માત્ર હું તને ગળે ચીપ દઈશ. તારો પ્રાણ પળમાં ચાલ્યો જશે. પછી તારા શબને કામી પ્રદ્યોત શું કરશે ? સુંદરી, તું વિશ્વાસ રાખજે કે તારા કોઈ પણ લાલિત્યભર્યા અવયવને લેશ પણ હાનિ પહોંચાડીશ નહિ !
વત્સરાજે પોતાના હાથે પોતાના ગળાને પકડવું, જરા જોરથી દબાવ્યું, વધુ જોરથી દબાવ્યું !
સતીરાણી
સતી રાણી મૃગાવતી હાથમાં વિષનો પ્યાલો લઈને આવતાં હતાં. દિવસોથી પતિદેવનાં દર્શન નહોતાં થયાં. રાજાજીના મનમાં રાણી તરફ ઘણા દિવસોથી ઉદાસીનભાવ આવ્યો હતો. ઘણી વાર એ ગણગણતા, ‘રૂપવતીભાર્યા શત્રુ !'
અરે, જે રૂપની તસવીરો ઉતરાવતાં કે જેનાં વર્ણન કરતાં રાજાજી થાકતા નહિ, એ રૂપ તરફ આટલી બેપરવાઈ ! દેહ પર આટલું રૂપ લહેરાતું હતું, છતાં પતિદેવ કેમ મીટ પણ માંડતા નથી ? પહેલાં તો માન્યું કે યુદ્ધની જંજાળમાં કદાચ રાજાજી મને ભૂલી ગયા હશે, પણ ધીરે ધીરે સતીને બધી વાતની સમજણ પડી ગઈ.
રે, યુદ્ધના આ પડછાયા કૌશાંબીને પોતાને કારણે વીંટાયા હતા ! રાજાજીએ ચિતારાના ચિત્રને જોઈને શંકા કરી, કે કદાચ રાણીજી અસતી થયાં હોય. હાય રે ! આવા વહેમભર્યા કે કલંકભર્યા જીવનથી જીવવું એનાં કરતાં મૃત્યુ કંઈ વિશેષ દુ:ખદ નથી ! આખરે રાણીએ નિર્ણય કર્યો કે ચિતા જેવા હૈયા કરતાં, સતીની ચિતા સારી !
આજ એ છેલ્લાં દર્શન લેવા ચાલ્યાં આવતાં હતાં. પતિદેવના ચરણ પાસે ખડા રહી એ છેલ્લા જુહાર કરી લેવા માગતાં હતાં. જીવતા પતિએ રાણી મૃગાવતી સતી થવાનો નિરધાર કરી ચૂક્યાં હતાં. વેશ પણ એવો સજ્યો હતો. પાની સુધી ઢળતા કેશ છૂટા મૂક્યા હતા. ભાલમાં કેસરની મોટી આડ કરી હતી. સર્વ શણગાર સજીને આર્યાવર્તની પદ્મિની આજ અપ્સરાઓને પણ ઝાંખી પાડે એવી બની હતી ! વસંતપરાગની મોહિની દેહ પર વિરાજી રહી હતી.
પાછળ મંત્રીરાજ યુગંધર મૌનભાવે, ભર્યું હૈયે, ભારે પગલે ચાલતા હતા.
સતીએ દુર્ગ-ખંડનાં દ્વાર ઠોક્યાં, પણ કંઈ જવાબ ન મળ્યો. મંત્રીરાજે મહેનત કરી, પણ નિષ્ફળ ગઈ ! એકાંતખંડનો પહેરેગીર એટલું જ બોલ્યો : “મહારાજ કાલ
92 D પ્રેમનું મંદિર
Page #63
--------------------------------------------------------------------------
________________
પછી ગમે તેટલો શોક કરીએ તોય એ વૃથા છે ! હવે તો નવા પાણીની જોગવાઈ
કરો !”
રાતથી એકાંતમાં છે. બધાને મુલાકાતથી પાછા ફેરવ્યા છે. આખી રાત મહારાજાએ જોરજોરથી બોલ્યા કર્યું છે. બારીઓ ખખડાવ્યા કરી છે; પાછલી રાતે કંઈક જંપ્યા લાગે છે !”
મંત્રીરાજનો વહેમ વધતો ચાલ્યો. જોકે છેલ્લા દિવસોમાં રાજાજી નાહિંમત ને નિરાશ જણાતા હતા. એ વારંવાર કહેતા કે, મંત્રીરાજ, આભ ફાટ્યું ત્યાં થીગડાં કેમ દેવાશે ? પણ મંત્રીરાજે ધીરજ બંધાવી હતી. એ ધીરજનો બંધ આજે તૂટી ગયો હોય તો...”
શંકિત માણસની શંકા દુનિયાને ખાય છે, ને છેવટે પોતાની જાતને ખાય છે. મંત્રીરાજે બારણાં પર જોરથી પાટુ માર્યું ! વજી જેવાં કમાડ મંત્રીરાજના પાદપ્રહારથી જર્જરિત દીવાલની જેમ ખડી પડ્યાં !
રે, આવું પુરુષાતન કેવું વેડફાય છે ! જે પુરુષાતનથી સંસાર નિર્ભર થવો જોઈએ, પૃથ્વી પ્રેમનું મંદિર બનવું જોઈએ, એનાથી આજે સંસાર ભયભીત બન્યો છે. અને પૃથ્વી પનો દાવાનલ બની છે. જેનાથી સ્ત્રીઓ સુરક્ષિત થવી જોઈએ, એનાથી એ સાશંક બની છે !
રાણી મૃગાવતીને ભગવાન મહાવીરની એ વાણી યાદ આવી. એણે એક વાર પૂછેલું કે જીવનું સબળપણું સારું કે દુર્બળપણું ! ઉદ્યમીપણું સારું કે આળસુપણું ! ભગવાને સ્પષ્ટ ભાખેલું કે ધર્મ જીવોનું ઉદ્યમીપણું ને સબળપણું સારું ! અધર્મીનું દુર્બળપણે ને અનુદ્યમીપણું સારું. મનથી રાણી ભગવાન મહાવીરને સ્મરીને વંદી રહી, પણ અચાનક જે દૃશ્ય એની નજરે પડ્યું, એણે એને ઘેલી બનાવી મૂકી.
ખંડના મધ્યભાગમાં રાજા શતાનિક હાથ-પગ પ્રસારીને પડ્યા હતા. મળમૂત્રથી એમનાં વસ્ત્રો ખરડાયેલાં હતાં. મોં ફાટેલું હતું, ને આંખોના ડોળા ભયાનક રીતે ઉઘાડા હતા. ક્ષણભરમાં એ વાતની ખાતરી થઈ ગઈ કે રાજાનો એ જીવતો દેહ નહોતો, મરેલું શબ પડ્યું હતું !
રાણી પોતાના પતિદેવની આ હાલત જોઈ ન શક્યાં. એ દોડ્યાં, પડ્યાં ને બેભાન બની ગયાં.
રાજ કુમાર ઉદયન થોડીવારમાં દોડતો આવ્યો. એ હૃદય પીગળાવી નાખે તેવું ૨ડવા લાગ્યો. પુત્રના રુદને માતાની મૂછને વાળી. એ જાગતાંની સાથે હૈયાફાટ ૨ડવા લાગી.
મંત્રીરાજ ભારે ચિત્તે રાજાજીના અત્યેષ્ટિસંસ્કારની ઘટતી વ્યવસ્થા કરી રહ્યા. અત્યારનો ગભરાટ વત્સદેશનો સર્વનાશ નોતરે એવો હતો. નિરાશ સૈન્ય નાસીપાસ બની જાય તેમ હતું. એમણે રાણીજીને કહ્યું : “ઝરામાંથી પાણી વહી ગયું, માતાજી !
“મંત્રીરાજ , હું તો હવે સતી થઈશ. રાજાજીના શબના દેહ સાથે મારી પણ વ્યવસ્થા કરશો.*
રાણીમા, તમે સતી થશો, પછી આ કુમારનું શું ? આ નિરાધાર પ્રજાનું શું ? શું ચકલાનો માળો બાજને ચૂંથવા સોંપી દેવો છે ?” મંત્રીરાજે પોતાનું ડહાપણ દર્શાવ્યું. ભારે અનિષ્ટ યુદ્ધપ્રસંગમાંથી એ પ્રજાને બચાવવા ચાહતા હતા.
હું જીવીને ઊલટી ઉપાધિરૂપ બનીશ. મારે માટે આજ સુધી મરવું જરૂરી હતું, આજે તો એ ધર્મરૂપ બન્યું છે.”
“સતીમા, મારે કહેવું જોઈએ કે તો આપ પરિસ્થિતિ સમજ્યાં નથી. ગઈ કાલે કદાચ આપનું મૃત્યુ જરૂર હતું. આજે આપનું જીવન જરૂરી બન્યું છે. સતીમા, ચિતાના અંગારા તો ક્ષણભર પ્રજાળીને હંમેશાંની શાન્તિ આપશે, પણ કર્તવ્યચિતાના આ અંગારા આપને જીવતાં રાખીને ભુજ શે. કસોટી આજે જીવવામાં છે, કરવામાં નહીં. કુમાર ઉદયનના નસીબમાંથી શું હંમેશને માટે રાજગાદી મિટાવી દેવી છે ? વત્સરાજના વેરનો બદલો લેનાર કોઈને શું તૈયાર કરવો નથી ? મહારાજનું છતે પુત્ર નખ્ખોદ વાળવું છે ?”
રાણી મૃગાવતી થંભી ગયાં. એમને મંત્રીની વાણીમાં સત્ય ભાસ્યું. પણ રે પોતાના ખાતર તો આ સંગ્રામ મંડાયો છે ! રાણીએ કહ્યું : “મંત્રીરાજ ! મારા જીવવાથી શું ફાયદો છે, તે સમજાતું નથી. હું જીવતી હોઈશ ત્યાં સુધી અવંતીપતિ પાછો નહીં ફરે ! એ બેમાંથી એક જ રીતે પાછો ફરે : કાં તો મને લઈને, કાં મારી ખાખ જોઈને.”
રાણીજી, જરા રાજરમતને અનુસરો. બળથી તો માત્ર એકાદ જણને હરાવી શકાય, પણ બુદ્ધિથી હજારોને હંફાવી શકાય. મુત્સદ્દીવટથી કામ લો, કાલે સહુ સારાં વાનાં થશે.”
“રાજરમત હું શું જાણું ?”
“બધું જાણી શકો છો. અમે છીએ ને ! મંત્રીઓ પછી શું કામના ? રાણીજી મારું કહ્યું કરો. તમે પ્રેમભય વચનોથી રાજા પ્રદ્યોતને કહેવરાવો, કે રાજાજી ગુજરી ગયા છે. કુમાર ઉદયન હજી નાનો છે. નગરના કોટકાંગરા જર્જરિત થયા છે. બધું જરા ઠીક કરી લેવા દો, રાજા ! પછી હું આપમેળે તમારી પાસે ચાલી આવીશ.”
મંત્રીરાજ , તમે આ શું કહો છો ? મારે મોંએ આ વચન ? અરે, હું તો એનું માં જોવામાં પણ પાપ માનું છું !”
94
પ્રેમનું મંદિર
સતીરાણી B 95
Page #64
--------------------------------------------------------------------------
________________
તે હું કબૂલ કરું છું. સતીમા ! પણ રાજનીતિ કહે છે કે બળવાનને અનુસરવું. આટલો કપટયુક્ત વ્યવહાર વત્સદેશને બચાવશે, કુમાર ઉદયનને રક્ષશે ને વત્સદેશનું સત્યાનાશ થોભાવશે, વધુ સારા માટે થોડું ખોટું કરવામાં કોઈ દોષ નથી.* મંત્રીરાજે ગંભીરતા દર્શાવતાં કહ્યું : “સતીમા અંતર કપાતું હોય ને અમીના ઓડકાર ખાઈએ ત્યારે કસોટી કહેવાય. મનને જ્યારે રુચતું ન હોય છતાં કોઈ પુણ્યકાર્ય માટે એ ચતું કરીએ એમાં જ ખરી અગ્નિપરીક્ષા. દુઃખ આવે મૃત્યુ વાંછનારાં અને સુખ આવે જીવિત ચાહનારાં કાયર નર-નારનો તો ક્યાં તોટો છે ?'
મંત્રીરાજે તરત જ લહિયાને આમંચ્યો ને એક લેખ તૈયાર કરાવવા માંડવો. એમાં એમણે લખાવ્યું :
હે વીર રાજવી ! મારા પતિદેવ એકાએક અવસાન પામ્યા છે. હવે કૌશાંબી અનાથ છે, ને કોઈ તમારી સાથે લડવા માગતું નથી. વળી અમે કોઈ તમારા વેરી નથી. તેમ જ વેર પણ માણસના અંત સુધી-મૃત્યુ સુધી જ હોય છે. હું તો તમારા વીરત્વ પર મુગ્ધ છું.”
“માટે હે શાણા રાજવી ! હું વિનંતી કરું છું કે અત્યારે પાછા ફરી જાઓ. મારો પુત્ર ઉદયન બાળકે છે. વળી જગતની દૃષ્ટિએ મારે વિગત પતિનો શોક પણ પાળવો જોઈએ. પાંચ વર્ષની હું મહેતલ માંગું છું. કૌશાંબીના જર્જરિત કિલ્લાને સમરાવી લેવા દો, પુત્રને ગાદી પર બેસાડી લેવા દો. પછી ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પ્રીતિ પરાણે થતી નથી, પુષ્પ પરાણે પ્રફુલ્લતું નથી, માટે હે વીર રાજવી, મારી આટલી વિનંતી માન્ય કરશો, ઘેરો ઉઠાવી લેશો, ને કૌશાંબીના કોટકિલ્લાના સમારકામમાં યોગ્ય મદદ કરશો.*
“જો આ પત્રનો નિષેધમાં જવાબ આવશે, તો મારા જોદ્ધાઓ મરી ફીટવા તૈયાર છે. એ મરશે, સાથે બીજા થોડાઘણાને પણ મારશે. વળી જેને માટે તમે યુદ્ધ નોતરીને આવ્યા છો, એની તો માત્ર રાખ જ તમારે હાથ આવશે. આશા રાખું છું કે વેરથી નહિ, પ્રેમથી કૌશાંબીને જીતશો. સારું તે તમારું.”
પત્ર પૂરો થઈ ગયો. સતીરાણી મંત્રીરાજની ચતુરાઈ પર મુગ્ધ થઈ ગયાં. એમના નિરુત્સાહી હૃદયમાં આશાના અંકુર ફૂટી નીકળ્યા. ૨ડતું અંતર સ્થિર કરી કાગળના છેડે પોતાના સુંદર હસ્તાક્ષર કર્યા, ને રાજ દૂતને રવાના કર્યો.
થોડી વારમાં તો અવંતીના સૈન્યમાંથી સુલેહની રણભેરીના સરોદો આવવા લાગ્યા. સહુએ કિલ્લા પર ચઢીને જોયું તો સૈન્યશિબિરો સમેટાવા લાગી હતી અને રણમોરચા પરથી લકરો ખસવા લાગ્યાં હતાં.
અંત્યેષ્ટિક્રિયાની તૈયારીઓ થઈ રહી, ત્યાં તો રાજા ચંડપ્રઘોતનો દૂત આવ્યો :
“અવંતીપતિ પોતાની ગજસેના સાથે મૃત રાજવીને છેલ્લું માન આપવા હાજર રહેશે.”
કૌશાંબીના દરવાજા ખૂલી ગયા. શરણાઈઓ વિલાપના સૂર છેડવા લાગી. અવંતીપતિ પ્રદ્યોત એની ગજસેના સાથે ચિતાની જ્વાલાને અભિનંદી રહ્યો, અને કૌશાંબીની સેના સ્વયં રુદ્રાવતાર અવંતિપતિને નીરખી રહી.
અવંતીપતિ પ્રદ્યોતે મીઠાં વચનથી ઉદયનને પાસે બોલાવ્યો, પ્રેમથી એના ખભે હાથ મૂક્યો, ને ઘડીભર એ માયાભરી મુરબ્બીવટથી કુમારની સામે જોઈ રહ્યો : રાણી મૃગાવતીની આબેહુબ મૂર્તિ જેવો એ બાળક હતો. મનમાં માયા જન્માવે એવું એનું રૂપ હતું. વાઘ જેવા અવંતીપતિને પણ કૌશાંબીના આ બાળ રાજવી પર વહાલે આવ્યું.
એણે સ્વહસ્તે ઉદયનને સિંહાસન પર બેસાર્યો. પોતે જ એના મસ્તક પર વત્સદેશનો રાજ મુગટ મૂક્યો, ને રાજસભાની વિદાય માગી..
સહુએ વિદાય આપી. પ્રદ્યોતનાં નેત્ર મૃગાવતીને એક વાર નજરે જોઈ લેવા ઉત્સુક હતાં, પણ એમાં એને નિરાશા જ સાંપડી, આખરે એણે વિદાય લીધી.
સંધ્યાનું રંગબેરંગી આકાશ જ્યારે જગત પર છેલ્લાં અજવાળાં પાથરી રહ્યું હતું, ત્યારે અવંતીપતિની પ્રચંડ ગજ સેના ક્ષિતિજ માં ભળી જતી હતી. કિલ્લાના બુરજ પરથી મા-દીકરો પ્રદ્યોતને જ તો જોઈ રહ્યાં હતાં !
મા, શું અવંતીપતિ અજેય છે ?'' બેટા, એ અજેય નથી. એની ગજસેના અજેય છે.”
કુમાર ઉદયન કંઈ ન બોલ્યો, એ ફક્ત સંધ્યાના પ્રકાશમાં અસ્ત થતી સેનાને નીરખી રહ્યો ને એટલું જ ગણગણ્યો : “ગજ સેના ? સમજ્યો !”
વાઘનું બચ્ચું શત્રુનું લોહી ચાખવા સજ્જ થતું હતું !
96 n પ્રેમનું મંદિર
સતી રાણી 2 97
Page #65
--------------------------------------------------------------------------
________________
15
વત્સરાજ ઉદયન
વિપત્તિનાં ભર્યા વાદળો વત્સદેશ પરથી વગર વરસ્યાં ચાલ્યાં ગયાં. મંત્રીરાજ યુગંધરની યુક્તિ-પ્રયુક્તિઓએ તત્કાલ માટે પરાજયની કાલિમામાંથી કૌશાંબીને બચાવી લીધું. જીવતો નર ભદ્રા પામે, એ વિચારે એક વાર તો સહુ પરાજયમાં વિજયના જેવો આનંદ અનુભવી રહ્યાં.
પણ જેને શિરે આવતી કાલનું ઉત્તરદાયિત્વ છે, એ રાણી અને મંત્રી પૂરેપૂરાં જાગ્રત હતાં. મંત્રીરાજ યુગધર સૈન્યની વ્યવસ્થામાં પડ્યા હતા. પોતાને વૃદ્ધાવસ્થા ઘેરતી આવતી હતી, એટલે કદાચ કોઈ કામ પોતાનાથી અધૂરું રહી જાય તો એને પૂરું કરવા પોતાના યુવાન પુત્ર યોગંધરાયણને તૈયાર કરી રહ્યા હતા; શસ્ત્ર અને શાસ્ત્ર; રાજમંત્ર ને રાજ શાસન બધાંથી એને પરિચિત કરી રહ્યા હતા.
રાણી મૃગાવતી સતી સીતા બન્યાં હતાં. પોતાના પતિનો શોક વિસારીને એમણે પોતાનું ધ્યાન બાળ રાજા પર કેન્દ્રિત કર્યું હતું. એને શસ્ત્ર, શાસ્ત્ર, અશ્વ, ગજ , સંધિ, વિગ્રહ, દ્વેષીભાવ વગેરેનું શિક્ષણ અપાઈ રહ્યું હતું.
માતા એકના એક પુત્રને હૈયે ચાંપીને શિખામણ આપે છે; ન્યાયના, નીતિના, ઉદારતાના પાઠ પઢાવે છે. ભગવાન મહાવીરનું જીવન સંભળાવે છે; એમના ઉપદેશો કહે છે; એમની ઉપદેશકથાઓનું પાન કરાવે છે; કહે છે કે પ્રભુ મહાવીર સંસારને પ્રેમનું મંદિર કહે છે, આપણે એને બગાડી બેઠાં છીએ; હવે સુધારીએ. છતાં આ સતી નારી એક વાત ભૂલી શકતી નથી; પોતાના પતિનું અકાળ મૃત્યુ ને એનું નિમિત્ત બનનાર ચંડપ્રદ્યોત ! બધી વાતમાં ક્ષમા, ઉદારતા, ન્યાય-નીતિના પાઠ પઢાવનારી નારી આ વાત આવે છે, કે આવેશમય બની જાય છે. એ કહે છે, “બેટા,
તું તો વાઘ ! વેરીનું લોહી પીવાનો તારો ધર્મ ! ત્યાં દયા, ઉદારતા કે ન્યાય-નીતિ જોવાનાં નહિ !'
મનથી પતિને જ પરમેશ્વર માની બેઠેલી રાણી રંગ-રાગથી દૂર રહી વૈરાગ્યભર્યું જીવન જીવે છે. આજ ગઢના યૂહભર્યા દરવાજા રચાવે છે, તો વળી કાલે સૈન્યની કૂચ નીરખે છે. વળી કોઈ સાંજે શબ્દવેધી ધનુર્ધરોની શરતો યોજી એમને ઉત્સાહિત કરે છે, તો કોઈ વેળા અશ્વપરીક્ષા જોવા સતીરાણી રણમેદાનની મુલાકાત લે છે.
ભાટ, ચારણો ને બંદીજનો વીરવભર્યા દુહા ગાય છે. એવન્તી તરફ હડહડતું વેર કેળવાય એવી કથાઓ ચકલે ને ચૌટે મંડાય છે. ઘર ઘરનું સુત્ર બન્યું છે : “અવન્તી અમારું શત્રુ છે. એનો નાશ એ અમારો જીવનમંત્ર છે.’
| ઉત્સાહી યુવાન યોદ્ધાઓ ‘મારવા ને મરવા' માટે થનગની રહ્યા છે. હવે તેઓ પૂરા દેશભક્ત બની ચૂક્યા છે. ને જન્મભૂમિની સેવા માટે જગત આખાની સામે થતાં એ કદી પાછા હઠવાના નથી. જન્મભૂમિ વત્સ દેશની સેવા કરતાં, એના પ્રતાપી રાજવીનું વેર વસૂલ કરતાં અને સતી રાણીની વફાદારી ખાતર ગમે તેવાં હીન કૃત્ય કરતાં, સ્વર્ગને બદલે નરક મળે તો પણ, આ યોદ્ધાઓ અચકાશે નહિ !
અલબત્ત, ધર્મશાસ્ત્રીઓ તો કહેતા હતા કે રણભૂમિ ઉપર મરનાર હરકોઈ માટે સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં હોય છે, ને ત્યાં સ્વર્ગની રૂપસુંદરીઓ સ્વાગત માટે હાજર હોય છે. મરનાર માટે આટઆટલી સગવડો હોય, પછી કોણ નામર્દ પાછો હઠે ? વત્સદેશના આ જુવાનો એવો વંટોળ જમાવવાની યોજનામાં હતા કે જેમાં અવન્તીનું
સ્ત્રી કે બાળક પણ ભરખાઈ જાય, શત્રુનું નામોનિશાન ન રહે ! ભગવાન મહાવીરનાં અનુયાયી સતીરાણી મૃગાવતી આ શૌર્યને આ સ્વાર્પણભાવ જોઈ ખુશ ખુશ થઈ રહ્યાં હતાં. પતિના મૃત્યુનો શોક આ વેરભાવનાની ભડભડતી આગમાં ઠંડો થઈ ગયો હતો.
મંત્રીરાજ યુગંધર પણ એવી એવી યુક્તિઓ શોધી રહ્યા છે, કે વાતવાતમાં શત્રુના સૈન્યનું ધનોતપનોત નીકળી જાય. માર્ગનાં ખેતરમાં કેફી અન્ન ઉગાડાય છે. નવાણોમાં ધારીએ તે પળે હલાહલ ભેળવી શકાય. એકાએક દવ લગાડી શકાય એવાં અરણી કાષ્ઠનાં યંત્રો યોજાય છે. રૂપભરી વિષકન્યાઓ માર્ગના ઉધાનોમાં આશ્રમો બાંધીને રહે છે. શત્રુનાં વધુ માથાં ઉતારી લાવનારને પારિતોષિકની જાહેરાત થાય છે. કીડીની દયા જાણનારાં સતીરાણી યુદ્ધની હિંસાને અનિવાર્ય લેખી રહ્યાં છે. એ તો કહે છે કે યુદ્ધ આજનો યુગધર્મ છે. પૃથ્વી પ્રેમનું મંદિર આ જ રીતે બનશે. આમ કૌશાંબીમાં આખો રણરંગનો ઉત્સવ ચાલી રહ્યો હતો.
વત્સરાજ ઉદયન 1 99.
Page #66
--------------------------------------------------------------------------
________________
રાજા પ્રદ્યોતના દૂતો આવતા; શસ્ત્રસામગ્રી ને ખાદ્યસામગ્રી લઈને આવતા. માણસ ગમે તેટલો વીર્યશાળી બને, પણ એનો દેહ તો પાંચા માંસનો ને સહેજે કીડીના ડંખથી ભેદી શકાય તેવી ચામડીનો જ રહે છે. જગવિજેતા બનનાર માનવી એમાં કંઈ પરિવર્તન આણી શક્યો નથી. સિંહ જેવો એ. મૃત્યુ પાસે ઘેટા જેવો બની જતો કોઈ પણ ઉપાયે અટકી શક્યો નથી. નહિ તો... પણ જવા દો એ વાત. છતાં અનુભવથી એટલી વાત તો જરૂર કહી શકાય કે શક્તિથી ભર્યાભર્યા માનવીઓની દુર્ધર્ષ શક્તિના પુંજ નીચે પણ એક અજાણી અશક્તિ દબાયેલી હોય છે. શક્તિનો પુંજ સત્યાનાશ વર્તાવી મૂકે ત્યાર પેલી નાનીશી નગણ્ય અશક્તિ પ્રબળ થઈને એને નીચેથી અગ્નિ ચાંપીને ઉડાડી દે છે. રાતનો રાજા ઘુવડ દિવસે ન નિહાળવાની અશક્તિવાળો છે. વિષધર સર્પ પગ વિનાનો પંગુ છે. વનનો વાઘ અગ્નિથી બીએ છે.
રાજા પ્રદ્યોતનું પણ એમ જ થયું. કંચન અને કામિનીનો રસિયો એ જીવડો એ બે વાત પાસે નમી પડતો. રાણી મૃગાવતીના રૂપમાં એ પોતાની મુસદ્દીવટ ખોઈ બેઠો ! યુગંધર મંત્રી પણ કોઈ વાર પ્રેમાલાપના, કોઈ વાર વિરહાલાપના, કોઈ વાર વસંતોત્સવના તો કોઈ વાર કૌમુદીવિહારના રસભર્યા પત્રો લખતા. રાણી નીચે હસ્તાક્ષર કરતાં. રાજા પ્રદ્યોત કાગળ વાંચી વાંચીને સાહિત્ય, સંગત ને સૌંદર્યકલાની ત્રિવેણી સમી રાણી પર મનોમન મુગ્ધ થઈ જતો.
રાજા પ્રદ્યોત ઘેરો ઉપાડીને પાછો તો હઠ્યો હતો, પણ એને થતું હતું કે આવડા મોટા સૈન્યને શું નિરર્થક એકત્ર કર્યું ને હવે એમ ને એમ અર્થહીન રીતે વિખેરી નાખવું ? સૈન્યશક્તિ પાસે છે તો એનો ઉપયોગ કાં ન કરવો ? આ વિચારથી ચંડપ્રદ્યોતે પોતાના જેવા બળિયા રાજા મધરાજ શ્રેણિક પર ચડાઈ જાહેર કરી.
આ સમાચારે વત્સદેશમાં શાંતિ પ્રવર્તાવી : બે બિળયા બાખડ્યા છે, તો યુદ્ધમાં ઠીક ઠીક વખત વહી જશે.
મંત્રીરાજ યુગંધરે રાણી મૃગાવતી વતી એક પત્ર લખી અવન્તીપતિને ધન્યવાદ આપતાં જણાવ્યું કે મગધપતિને રણરંગના એવા સ્વાદ ચખાડજો કે એ ખો ભૂલી
જાય.
આ તરફ જેના ઉપર વત્સદેશનો સંપૂર્ણ આધાર હતો, એ કુમાર ઉદયન પણ ધીરે ધીરે તૈયાર થતો જતો હતો. મંત્રીરાજ યુગંધરે પોતાના પુત્રને પણ એની સાથે યોજ્યો હતો. બંને સમવયસ્ક, સુશિક્ષિત, સુશીલ, કવિ અને રસિયા હતા ને જાણકાર 100 D પ્રેમનું મંદિર
બન્યા હતા. મૃગાવતી પોતાના બાળરાજાને તીક્ષ્ણ નહોરવાળો મૃગરાજ બનતો નિહાળીને અને મંત્રીરાજ પોતાના પુત્રને પોતાના જેવો જ પરાક્રમી બનતો દેખીને, માણસ અરીસામાં પોતાનું સુંદર પ્રતિબિંબ નિહાળી હરખાય એમ, હરખાતાં હતાં.
છેલ્લા દિવસોમાં બાળ રાજા અને બાળમંત્રી બંને વનના વિહારી બન્યા હતા. દિવસો સુધી એ જંગલી હાથીથી ભર્યાં વનોમાં ઘૂમ્યા કરતા. ઉદયન બંસી બજાવતો ને મંત્રીપુત્ર સાંભળ્યા કરતો. આ બંસી ધીરે ધીરે લોકોના આકર્ષણનો વિષય બનતી ચાલી. જંગલોના નાકે ને પહાડની તળેટીમાં વસેલાં ગામડાંનાં રિસેક નર-નારીઓ આ બંસીસ્વર વિશે અનેક કિંવદન્તીઓ જોડવા લાગ્યાં હતાં.
મહાભારત કાળમાં શ્રીકૃષ્ણની બંસીનો સ્વર મધુર, મોહક, કામણગારો હતો. એવા મોહક સ્વરો ફરીથી સંભળાયા હતા – યુગોની પછી ! એ સ્વરોના આકર્ષણ ગાયો ખીલા છોડીને જંગલ તરફ દોડી જતી, ગોવાળો પશુની દેખરેખ ભૂલી આત્મવિલોપન અનુભવતા ને મહિયારણો તો કોમળ અધર પર ગોરી ગોરી આંગળી મૂકી કોઈ સુખદ સ્વપ્નભોગમાં સરી જતી. હવામાં સ્વરો ઘૂમતા ને કોઈને કામકાજમાં ચિત્ત જ ન લાગતું. રોતાં બાળ છાનાં રહેતાં. ભાંભરતાં ઢોર ખીલા પર ઊંચું મોં કરી સ્વરદિશા તરફ નિહાળી રહેતાં લોક તો કહેતાં : ‘અરે, ‘આ સંતપ્ત પૃથ્વીને શાન્ત કરવા ભગવાન શ્રીકૃષ્ણે ફરીને અવતાર ધર્યો લાગે છે ! આ બંસીના સ્વરો બીજા કોઈના ન હોય, આટલો પ્રાણ અન્ય કોઈના નાદમાં ગાજતો ન હોય.’
એવામાં એક ચમત્કાર બન્યો : જંગલના નાકા પરના એક ગામ પર વનહાથીઓના વૃંદે એક વાર ધસારો કર્યો. મહુડાંની ઋતુ હશે. પેટપૂર મહુ-ફળ આરોગીને મસ્તીએ ચડેલા હાથીઓએ રમત માટે એ ગામડું પસંદ કર્યું ! સબળની રમતમાં નિર્બળનું મોત ખડું હતું ! ગામનાં નર-નારીઓ કાળો કલ્પાંત કરતાં નાઠાં. પણ હાથીઓને તો માનવ-દડા વડે ખેલ ખેલવો હતો. ઝાડ ને પહાડપથ્થરની રમતો તો રોજ રમ્યા, પણ આવો પોચો પોચો માનવદડો ક્યારે મળે ? હાથ પડ્યાં સ્ત્રી, બાળક કે પુરુષોને સૂંઢથી ઉલાળી ઉલાળીને ફંગોળવા માંડ્યાં. સત્યાનાશની સર્વનાશની ભયંકર પળ આવીને ખડી થઈ. આ બળના પુંજ ઉપર માનવી બુદ્ધિનાં છળબલ ચલાવીને જે રીતે કાબૂ રાખતો, એ પ્રયોગ આજ નિરર્થક નીવડ્યો. અનાથ ગ્રામજનો માટે ઉપર આભ ને નીચે ધરતી સિવાય બીજો આશરો ન રહ્યો.
એકાએક હવામાં પેલી મોહક બંસીના સૂર સંભળાયા. અરે, ધન્યભાગ્ય ! મરતી વેળાએ પણ મીઠા સ્વરો સાંભળતાં સાંભળતાં મરવાનું સદ્ભાગ્ય મળ્યું. વાતાવરણને ઘેરા બનાવતા સ્વરો બધે ગુંજવા લાગ્યા. પવન, પાણી, પહાડ, સ્ત્રીપુરુષ, વાતાવરણ સહુ એ સ્વરથી સભર બની ગયાં. વત્સરાજ ઉદયન C 101
Page #67
--------------------------------------------------------------------------
________________
મદઘેલા બનીને તોફાને ચઢેલા વનહાથીઓ પણ ગંભીર બન્યા, એક પળ સુંઢ હલાવ્યા વિના શાન્ત ઊભા રહ્યા, ને પછી પાછા પગલે ફરીને ધીરે ધીરે સ્વરની દિશામાં ચાલ્યા ગયા. ગામડું અજબ રીતે સર્વનાશના પંજામાંથી બચી ગયું !
લોકો બોલી ઊઠ્યાં : “અરે, એ જ વૃંદાવનવિહારીએ આપણી ભેર કરી ! કંસવધ કરનાર ભગવાન શ્રીકૃષ્ણ જ આપણાં કષ્ટ કાપ્યાં ! ધન્ય ધન્ય ગોવર્ધનધારી !”
બધેથી જયજયકાર પ્રગટી નીકળ્યો. પણ જાણકારોએ જાણી લીધું કે એ બંસીનો બજવૈયો એમનો તરુણ રાજા ઉદયન વત્સરાજ છે. હસ્તિ કાન્ત વીણાની એણે સાધના કરી છે. એ નાદસ્વર માટે એણે ભારે તપ તપ્યું છે, અજ બ બ્રહ્મચર્ય સાધ્યું છે, એ સ્વરોમાં એવી સિદ્ધિ પ્રગટાવી છે, કે મનુષ્ય તો શું, જંગલનો જીવો પણ, જંગલના જીવો તો શું, પવન, પહાડ ને પાણી પણ, પવન, પહાડ ને પાણી તો શું, વૃક્ષ, ડાળ ને વનસ્પતિ પણ મુગ્ધ ભાવે વશ થઈ રહે !
આ વર્તમાન રાણી મૃગાવતીને મળ્યા. વેરભાવની આરાધનામાં આંતર-બાહ્ય નિમગ્ન બનેલાં રાણી એથી છંછેડાઈ ઊઠચાં : “બંસીથી તે બાપના વેર વળાતાં હશે !”
જમાનાને પિછાણનાર મંત્રીશ્વર યુગંધરે કહ્યું : “રાજ માતા, વેર લેવાનાય અનેક પ્રકાર હોય છે, કેટલીક વાર શત્રુને સીધેસીધો હણવા કરતાં હરાવીને જિવાડવામાં વેરની અદ્દભુત વસૂલાત હોય છે. મારા બાળા રાજા પણ આવી કોઈ વરવસૂલાતની તૈયારીમાં કાં ન હોય ?”
“મંત્રીરાજ , તમે તો અમારું અંગ છો. તમારાથી વાતનું રહસ્ય ન છુપાવાય. મને શકે છે, કે પિતાના જેવી રૂપમોહિની પુત્રમાં પ્રગટી ન નીકળે. આખરે તો એ સંતાન કોનું ? ઇંદ્રિયસુખ - પછી ભલે એ રૂપ, રસ, ગંધ કે સ્પર્શમાંથી એકાદનું હોય, પણ એ એક સુખ-પોતાની પડખે પાંચે સુખ એકત્ર કર્યા વિના જંપતું નથી. સ્વરમોહિનીનું અવિભાજ્ય અંગ સૌંદર્યમોહિની છે.”
તો રાણીજી, ચાલો તપાસ માટે નીકળીએ. મને તો બંને હસ્તકે કણના હીરા જેવા નિર્મળ લાગે છે !'
એનું જ નામ માબાપ. કાળું સંતાન પણ એને ગોરું ગોરું લાગે ! ચાલો, આપણે પ્રવાસે નીકળીએ, આપણી વેરસાધનાની એક પણ કડી હું નિર્બળ રાખવા માગતી નથી. નિર્બળ રહી ગયેલી એક કડી આખી સાંકળને છિન્નભિન્ન કરી શકે છે, એ તમે ક્યાં જાણતા નથી ?"
સતીરાણી ! જેટલું જાણીએ છીએ એનાથી જીવનમાં અજાણ્યું ઘણું છે. જેનો તાગ અમે મુસદ્દીઓ તો શું, મહાત્માઓ પણ મેળવી શક્યા નથી !” મંત્રીરાજે કહ્યું.
102 1 પ્રેમનું મંદિર
છેલ્લા કેટલાક સમયથી મંત્રીશ્વરની વિચારસરણી કંઈક સાત્ત્વિક ભાવ તરફ ઝૂકતી દેખાતી હતી. સતીરાણી પોતે પણ ધર્મનિષ્ઠ હતાં અને ભગવાન મહાવીરની પરિષદના એક અનુયાયી તરીકે પોતાની જાતને લેખતાં, પણ જ્યારે વેરને પોતાનો ધર્મ લેખ્યો હોય ત્યારે આવી તાત્ત્વિક વાતોના રગડા શા ? મંત્રીરાજને કોઈ વાર રાણી જરા મીઠો ઠપકો આપતાં તો મંત્રીરાજ કહેતા સતીમા, વેર અને વળી વિષ અને વળી અમૃત ! એ તે કેવી વાત ! ધર્મ તો ક્ષમા જ હોઈ શકે ! વદતો વ્યાઘાત જેવું કાં ભણો ? જળ ગમે તેવું ગરમ હોય, પણ એનાથી આગ ન લાગે !
પણ રાણી પછી આગળ ન વધતાં. ધર્મચર્ચાનાં શોખીન હોવા છતાં, આજે તો રાજચર્ચા સિવાય એમને કંઈ રુચતું નહોતું, સૂઝતું પણ નહોતું. બંને એક દહાડો રાજ હસ્તી ઉપર તરુણ રાજા અને તરુણ મંત્રીની શોધમાં નીકળ્યાં.
જંગલની શોભા અપરંપરા હતી. ફૂલ, ફળ ને પંખીઓથી જંગલમાં મંગળ રચાઈ રહ્યું હતું, પણ રાણી તો શત્રુને આંતરવા માટે કયું સ્થળ સુગમ છે, એના જ વિચારમાં હતાં.
માર્ગમાં વનહસ્તીઓના વિનાશમાંથી બચેલું પેલું ગામ આવ્યું. સહુએ ‘જય હો મહારાજ ઉદયન વત્સરાજ નો’ના નાદથી મહારાણી અને મંત્રીનું સ્વાગત કર્યું; બધી કથા વિસ્તારીને કહી, પણ રાણીજીએ એમાં ખાસ લક્ષ ન આપ્યું. પુત્રનો આ વિજય એમને મન વિશેષ મહત્ત્વનો નહોતો. માનવજીવનમાં એવાં નાનાંમોટાં પરાક્રમો તો થયાં જ કરે છે, પણ સાચું પરાક્રમ તો એ જ કે જે લક્ષ્મસાધનામાં લેખે લાગે !
- રાણીએ પુત્રની ભાળ પૂછી. ક્યાં વનજંગલોમાં અત્યારે વિહરે છે એના વર્તમાન માગ્યા, પણ વૈરવિહારી રાજાનાં પગેરુ કોણ કાઢી શકે ? ત્યાં એકાએક હવામાં પેલા વીણાસ્વરો ગુંજી રહ્યા. રાજહસ્તીએ પોતાની સુંઢ હિલોળવી બંધ કરી. એ સ્તબ્ધ બનીને પળવાર ઊભો રહ્યો.
ગ્રામ્યજનોએ કહ્યું : “મા, આ એ જ સ્વરો. આપ હોદા પર શાંતિથી બેસી રહો. આ હાથી સ્વયં આપને એ સ્થાને લઈ જશે. અંકુશ તો શું, એવાજ પણ કરશો નહિ. નહિ તો સહુ કંઈ ફગાવીને એ ચાલ્યો જ છે ! આ સ્વરમાં માતાનાં હાલરડાં અને પત્નીનાં નિમંત્રણ સ્વરની મોહિની છે. જેને એ સ્પર્શે છે, એ સૂધબૂધ ભૂલી જાય છે !”
શસ્ત્રની શક્તિથી સુપરિચિત રાણીને આ સ્વરશક્તિ અભુત લાગી. પળવાર સ્થિર થયેલો રાજ હસ્તી વગર દોર્યો સ્વરદિશા તરફ દોરવાઈ રહ્યો હતો. નદી, નવાણ, જંગલ, અટવી, અરણ્ય વટાવતો હાથી, તીર જેમ લક્ષિત સ્થળ તરફ ચાલ્યું જાય તેમ, ચાલ્યો જતો હતો. આખોય વનપ્રદેશ અજબ સ્વરમોહિનીથી ગુંજી રહ્યો હતો.
વત્સરાજ ઉદયન 103
Page #68
--------------------------------------------------------------------------
________________
ખાટલે બેઠો હોય ત્યારે ઊંઘ કેવી ? સાપ છાતી પર આળોટતો હોય ત્યારે આનંદ કેવો ?”
એની જ તૈયારીમાં છું મા ! મને સુતો ન સમજીશ. સિંહણનો પુત્ર છું. તૈયારીમાં જ છું. મારા મિત્ર યોગંધરાયણને મગધના વર્તમાન મેળવવા મોકલી ચૂક્યો
બંસીનો એ અભુત બજવૈયો પહાડની એક શાંત તળેટીમાં, રૂપેરી ઝરણાને તીરે, કદંબવૃક્ષની ડાળ પર બેઠો બેઠો બંસીના સ્વર છોડી રહ્યો હતો. એક શિલા પર સિંહની યાળમાં માથું પસવારતો અશ્વ સ્તબ્ધ બનીને ખડો હતો. તળેટીમાં હાથીઓનાં વૃંદ ગાયના ધણની જેમ નમ્ર બનીને ખડાં હતાં. ચંદનકાષ્ટ વીણતી ભીલડીઓના હાથમાં ભારા રહી ગયા હતા ને ઊભી ઊભી એ ઝોલાં ખાતી હતી !
ઉદયન !” રાણીએ સાદ દીધો.
આવા સુંદર વાતાવરણમાં, રે, આ નાદ-પથ્થર કોણે ફેંક્યો ? હાથીઓ છીંકોટા નાખી રહ્યા. કેસરીસિંહ ગર્જી રહ્યા. કસ્તુરી મૃગ સુગંધનાભિ છુપાવતા હવામાં ઊછળ્યા.
- “ઉદયન ! આ તારી બાળચેષ્ટા છાંડી દે.” સતી રાણીના સુરેખ અધરોમાંથી અમી નહિ, વેરઝેરની વર્ષા થતી હતી. આખું વન આ નાદમાધુરીમાં તરબોળ હતું ત્યારે વેરભરી આ વીરાંગનાનું હૈયું બેચેનીમાં તરફડી રહ્યું હતું.
મા, આ આવ્યો !” વીણાના સ્વરો થંભ્યા. કદંબની ડાળ પરથી કૂદીને ઉદયન ભૂમિ પર આવ્યો. કેવો રૂપાળો કુમાર ! કેવી સૌંદર્યભરી તરુણાવસ્થા ! તરુણે રાજ હસ્તી પાસે આવીને છલાંગ દીધી. એક છલાંગે ગંડસ્થળ પર જ ઈને એ ઊભો રહ્યો. માતાએ તરુણ પુત્રને ગોદમાં ખેંચ્યો.
સ્વરપ્રવાહ સ્થગિત થતાં વનમાંથી આવેલા હાથીઓ પીઠ ફેરવી રહ્યા હતા. કેસરીસિંહ આળસ મરડતા ઊભા થયા હતા, ને ડરપોક કસ્તુરી મૃગે કૂદતાં કૂદતાં અદૃશ્ય થતાં હતાં.
“વત્સ, તારા બાપનો ખૂની હજી જીવે છે.”
ખાખની તેયારી, બેટા ! શું આ વીણાથી વિકરાળ શત્રુ વશ થાય ખરો ! અલબત્ત, સુંદરીઓ જરૂર વશ થાય; જંગલી જાનવર વશ થાય.” રાણીના શબ્દોમાં યંગ હતો.
મા, ત્યારે તું ન સમજી. તે એક દિવસ નહોતું કહ્યું, કે રાજા પ્રદ્યોતનું ખરું પરાક્રમ એની ગજ સેના છે ?”
અવશ્ય.”
તેં નહોતું કહ્યું કે એ ગજસેના વીફરી બેસે તો રાજા પ્રઘાત જેવો વિકરાળ વાઘ ગરીબ ઘેટું બની જાય ?”
“ઘેટું બને કે ન બને, પણ જલદી વિજય ન મેળવી શકે એટલું તો ખરું !”
બસ ત્યારે. આ વીણાની સાધના એ માટે જ છે. આ વીણાને સામાન્ય ન સમજીશ, મા ! એ હસ્તિકાન્ત વીણા છે. બાર બાર વર્ષનાં બ્રહ્મચર્ય સાધ્યાં હોય, એ જ આ નાદસ્વર છેડી શકે. આ સ્વરો સાંભળ્યા કે ગજસેના રણમેદાન છાંડી ચાલવા માંડે.”
રાણી ખુશ થઈ ગઈ : “ધન્ય પુત્ર ! ધન્ય વત્સ !”
માએ કંઈ પણ બોલ્યા વિના પુત્રને ગોદમાં લઈ લીધો, ચૂમીઓથી નવરાવી નાખ્યો. જુવાનીના દ્વાર પર ઊભેલા પુત્રને નાના બાળની જેમ વહાલ કરવા લાગી.
એણે એના વાળ સમાર્યા, ગાલ પ્રોંછડ્યા ને મીઠા કંઠે કંઈ કંઈ ગાવા લાગી. જુવાન પુત્ર સમજતો કે ત્રિભુવન પર સત્તા ચલાવી શકે તેવી માને વિધાતાએ જોઈએ તેવા સંયોગો ન આપ્યા. વિધવા માતાનું પૂર્ણચંદ્ર જેવું મોં પુત્ર અનિમેષ નીરખી રહ્યો.
મા, તારા મુખ પર તો કવિત્વ કરવાનું દિલ થઈ આવે છે ! પૃથ્વીને અમૃતસુધાથી સ્નાન કરાવતી પૂર્ણિમા શું આ મુખચંદ્રથી વધુ સુંદર હશે ? ભગવતી વસુંધરા હૃદયપટમાં શું તારા અધરમાં વહેતા અમૃત જેવી સંજીવની સુધા વહેતી હશે ખરી ?”
“તો પછી આ રાસગંગ કેવા ?”
“રાગરંગ ? મેં હજી સુવાળાં બિછાનાં સેવ્યાં નથી. પલંગમાં કદી પોઢ્યો નથી પકવાન કદી આરોગ્ય નથી. સ્ત્રીને સ્વપ્નમાં પણ સમજી શકતો નથી. પછી મા, શાના રાગરંગ ?"
આ બંસી ! આ વાતાવરણ ! આ ઘેલી બનેલી ગ્રામ્ય વધૂઓ ! બેટા, તારા બાપનો ખૂની પ્રઘાત આજ મગધના સીમાડા પર લડાઈ છેડી બેઠો છે. મગધના મહામંત્રી બુદ્ધિનિધાન અભયકુમાર સાથે એનો પાલો પડ્યો છે. જલદી એ ફાવી નહિ શકે, પણ એટલા કાળમાં આપણે તેયારીઓ પૂરી કરી લેવી જોઈએ ને ! જ મ
104 | પ્રેમનું મંદિર,
વત્સરાજ ઉદયન 105
Page #69
--------------------------------------------------------------------------
________________
“બેટા, તું ક્યાંક કવિ ન બની બેસતો. બહુ કવિત્વમાં માણસ સમતુલા ખોઈ બેસે છે. તારો બાપ કવિત્વનો રસિયો હતો. છતાં સામાન્ય સ્થિતિમાં કવિ-સ્વભાવ સારો છે. પ્રદ્યોતને ઠેકાણે પાડ્યા પછી તને પરણાવવો છે. કોઈ રાજકુમારીની શોધમાં જ છું. કોઈ કાવ્યકલાના રસિયણ શોધી લાવીશું. પછી મેના-પોપટ જેવાં તમે બંને રાજઝરૂખે બેસી કાવ્યકલ્લોલ કર્યા કરજો . પણ બેટા, પહેલાં તારું પિતૃ ઋણ અદા કર, નહિ તો તારા બાપ જેવો સૌંદર્યઘેલો બની કંઈ કંઈ અનર્થ નોતરી લાવીશ.”
“મા, મારા કવિત્વનો વિષય તું છે; અને મારા વીરત્વનો વિષય પ્રદ્યોત છે.”
ઉદયન કંઈ કંઈ કાલી પંક્તિઓ બોલવા લાગ્યો. મૃગારાણી એને સ્થિર ચિત્તે નીરખી રહી : પોતાનું સૌંદર્ય કુમારની રેખાએ રેખામાં ઊતર્યું હતું !
16
બળ અને બુદ્ધિનો ઝઘડો.
સંસારમાં સર્વત્ર શક્તિનાં ઝરણ ભરપૂર વહ્યા કરતાં હોય છે. તક મળતાં નિર્બળ માનવી એનું પાન કરી સબળ બની જાય છે. પણ આશ્ચર્ય અને અનુભવની વાત તો એ છે, કે એ ઝરણનું પાન કરીને સબળ બનેલો નિર્બળ પોતાને પ્રાપ્ત થયેલી શક્તિથી, અન્ય નિર્બળોને સતાવવાં શરૂ કરે છે ! પેલો સંતપ્ત થતો નિર્બળ સબળ બનવા પ્રયત્ન કરે છે, ને એ પણ સબળ બની અન્ય નિર્બળને સંતાપે છે ! આમ સબળ-નિર્બળની ઝાલઝલામણી સંસારમાં ચાલ્યા જ કરે છે.
શક્તિ પામીને જેણે ભક્તિ જાળવી હોય એવા તો આ સંસારમાં વિરલા હોય છે. શક્તિની સાથોસાથ ગર્વ, અભિમાન ને અહંતા પ્રગટ થઈ જાય છે. સબળ બનેલો માનવી સંસારને પોતાનો સેવક, પોતાના ઉપભોગનું ધામ માની લે છે, ને છેવટે પરિણામ એ આવે છે, કે એ સબળને ખાનાર નવો સબળ નીકળી આવે છે !
અનુભવની એ બીના છે કે પ્રયત્ન હજાર થયા છે, છતાં સંસારને કોઈ ખાઈ શક્યું નથી, વિષયને કોઈ ભોગવી શક્યું નથી. સંસાર જ સહુ કોઈને ખાઈ ગયો છે, ને વિષયે જ સહુ કોઈને હણી નાખ્યા છે. આજે જે હણનારા છે એ કાલે હણનાર બને છે. આજ જે કસાઈ છે, એ કાલે ઘેટું બને છે ! પણ શક્તિ પામીને પણ નમ્ર રહેનાર સંતો કે મહંતો સિવાય આ રહસ્ય કોઈ પામ્યું નથી. પ્રેમમંદિર શ્રમણ ભગવાન મહાવીર શું દિવસોથી નહોતા કહેતા કે અરે રાજાઓ, તમે સુધારો; તમે સુધરશો તો પ્રજા સુધરશે. યથા રાજા તથા પ્રજા. પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવો; ત્યાં શક્તિ દાસી છે, જ્ઞાન અને ભક્તિ મહારાણી છે.
સંસારમાં શક્તિનો જેટલો સદુપયોગ થયો હશે, એનાથી એનો દુરુપયોગ વિશેષ થયો છે. શક્તિથી શાન્તિ-પ્રેમનું સામ્રાજ્ય જેટલું પ્રસર્યું હશે, એનાથી પ્રલયનું
106 | પ્રેમનું મંદિર
Page #70
--------------------------------------------------------------------------
________________
પૂર વધું વહ્યું હશે.
આ તત્ત્વજ્ઞાનની પ્રતીતિ મહામંત્રી યુગંધરને તેમના પુત્રે કરી હતી. મગધના રણમેદાન પર શત્રુની ચર્ચા જોવા ગયેલો આ કુશળ જુવાન બધી માહિતી લઈને આવ્યો હતો. વત્સરાજ ઉદયન, રાણી મૃગાવતી અને મહામંત્રી યુગંધરની હાજરીમાં આ જુવાન મંત્રીપુત્રે પોતાની કથા આરંભી :
અવંતીપતિ પ્રદ્યોત અને મગધરાજ શ્રેણિક બિંબિસાર વચ્ચે જે યુદ્ધ લડાયું, એને હું યુદ્ધ નથી કહેતો, પણ માત્ર બળ અને બુદ્ધિનો ઝઘડો કહું છું.”
મંત્રીપુત્રની વાતની નવીન પ્રકારની રજૂઆતે સહુને આશ્ચર્યમાં નાખી દીધા. વાત સાંભળવાની તમામની ઇંતેજારી વધી ગઈ. મંત્રીપુત્રે પોતાની વાત આગળ ચલાવી :
વાત એવી બની, કે મગધમાં અવંતીપતિની ચઢાઈના જેવા સમાચાર મળ્યા કે તરત જ મહારાજા શ્રેણિકે પોતાની મંત્રણાસભા બોલાવી. કેટલીક ગુપ્ત વિચારણા બાદ, સહુએ આ યુદ્ધના સંચાલનની તમામ જવાબદારી બુદ્ધિનિધાન મહામંત્રી અભયકુમારને સુપરત કરી.
અવંતીપતિ કંઈ સામાન્ય લડવૈયો નહોતો. યુદ્ધ તો ખરેખર ભયંકર થવાનું. એના પ્રચંડ સૈન્યબળ પાસે ભલભલા રાજા મોંમાં તરણું લઈ અધીનત્વ સ્વીકારી સલામતી શોધતા, મહામંત્રી અભયકુમારે મધના સૈન્યને સજજ થવા આજ્ઞા આપી, પણ બીજી કંઈ વિશેષ તૈયારીઓ ન કરી. દૂત પર દૂત યુદ્ધભૂમિ પરથી આવતા. તેઓ કંઈ કંઈ સમાચાર લાવતા.
“વાવંટોળને વેગે અવંતીનું લશ્કર આવી રહ્યું છે. હવે તો કાલે પાટનગરના દુર્ગને ઘેરી લેશે. છતાં મહામંત્રી કાળઝાળ દુશ્મનને આવતો થંભાવવા રણમેદાન પર મગધની સેનાને કાં દોરતા નથી ? મગધના યોદ્ધાઓ કંઈ સામાન્ય નહોતા; છતાં તેઓ સેનાપતિમાં શ્રદ્ધાળુ હતા. મગધની પ્રજાને પણ પોતાના બુધિનિધાન મંત્રીમાં શ્રદ્ધા હતી; એ માનતી કે આ ધર્મવીર ને કર્મવીર મંત્રી એવો કોઈ ચમત્કાર કરશે કે શત્રુનું સૈન્ય વગર લચે ભાંગી પડશે.”
શ્રદ્ધાની પણ કસોટી થાય એવી કટોકટી ઊભી થઈ. કાળભૈરવ જેવા અવંતીપતિએ રાજગૃહને ઘેરી લીધું. એની સાગર સમી સેના દૂર દૂર સુધી પથરાઈ ગઈ. હાથીઓ હુંકાર કરવા લાગ્યા. અશ્વો ખૂંખારવા લાગ્યા.
રાજગૃહની સળગતી ખાઈ ઓળંગવાની ને વહેતી કાળાં જળની ખાઈ તરવાની યોજનાઓ પણ ઘડવા લાગી. રાજા પ્રદ્યોતે પોતાના ચૌદ ચૌદ ખંડિયા સામંત રાજાઓને જુદી જુદી કામગીરી પર નિયુક્ત કરી દીધા.
“મગધને રોળવાની આટઆટલી તૈયારી છતાં મહામંત્રી અભયકુમારના પેટનું પાણી પણ હાલતું નથી. છેલ્લા ચારેક દિવસથી વહેલી પ્રભાતે રાજદુર્ગ પર
108 E પ્રેમનું મંદિર
કેટલાક ધનુર્ધરો સાથે તેઓ દેખાય છે. હવામાં બે-ચાર તીર એક કાગળના કટકા સાથે ચાલ્યાં જતાં દેખાય છે. બસ, પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ આટલી, બાકી કંઈ પ્રવૃત્તિ દૃષ્ટિગોચર થતી નથી ! છતાં પ્રજા નચિંત છે, કારણ કે પોતાના પ્રાણ એક જવાબદાર વ્યક્તિના સલામતે હાથમાં મૂક્યાની એને ધરપત છે.”
“શ્રદ્ધા મોટી વસ્તુ છે. કેટલાક દિવસો બાદ અવંતીપતિની સેના મોટા ઘોંઘાટ સાથે ઘેરો ઉઠાવીને પાછી ફરી. રાજા પ્રદ્યોત તો એવા વેગથી પાછો ફર્યો કે ન પૂછો વાત ! અને રાજધાનીમાં પહોંચીને એણે ચૌદ ચૌદ ખંડિયા સામંત રાજાઓને કેદમાં પૂર્યા. એમને થયું પણ અમારો કંઈ વાંકગુનો ! બિચારા સામંત રાજાઓ તો ઇનામને બદલે કારાગૃહ મળેલું જોઈ આભા બની ગયા.”,
| બીજે દિવસે એમને ન્યાયસભામાં ઊભા કરવામાં આવ્યા, ત્યારે બધો ભેદ ખૂલ્યો. રાજા પ્રદ્યોતે કહ્યું : “રણમેદાન પર આવીને શત્રુ સાથે ભળી જવાનો ભયંકર દેશદ્રોહ તમે કર્યો છે. એની સજા તો દેહાંત દંડની જ હોઈ શકે.*
પણ મહારાજ અવંતીપતિ પાસે એનું કોઈ પ્રમાણે તો હશે ખરું ને ?” ખંડિયા રાજાઓએ પૂછ્યું.
જરૂર, જુઓ આ તમારો છૂપો પત્રવ્યવહાર. ને તમારા તંબુ નીચેથી નીકળેલું આ જરજવાહર !”
અવંતીપતિના ઇશારા સાથે એ બધું ત્યાં હાજર કરવામાં આવ્યું. ઘડીભર ચૌદ સામંત રાજાઓ એ જોઈ રહ્યા. તેઓ વાતનો ભેદ તરત પામી ગયા. મગધના મહામંત્રી અભયકુમાર બુદ્ધિનિધાન હતા. ભારે બનાવટ કરવામાં આવી હતી. એ પત્રો મગધના મહામંત્રી અભયે જ લખેલા હતા. એમાં જે સામંત રાજાઓ મગધને જિતાવી દે તેને ઇનામ આપવાની વાત હતી. આ પત્રોમાં કોને અવંતીનો કયો ભાગ આપવો. ને કોને મગધનો કયો ભાગ આપવો ને કોને રોકડ જરજવાહર કેટલું આપવું તેનો સ્પષ્ટ ઉલ્લેખ પણ હતો. કેટલાકને તો તે પહોંચાડી દીધાની વાત પણ એમાં હતી.”
રાજા પ્રદ્યોત પણ દુનિયાનો ખાધેલો માણસ હતો. આવા પત્રલેખના પ્રપંચો ચાલ્યા કરતા હોય છે. રાજાએ ખાતરી કરવા જેને જેને જરજવાહર પહોંચાડ્યાની વાત હતી, તેને ત્યાં તપાસ કરી, તો જેને પહોંચાડ્યું હતું તેના તંબૂ નીચે ખોદતાં એ મળી પણ આવ્યું હતું. રજૂ થયેલું જરજવાહર એનો પ્રત્યક્ષ પુરાવો હતો. કહો, આથી વધુ સાબિતી શું જોઈએ ?”
પણ મહારાજ , આ તો તરકટ છે. મહામંત્રી અભયકુમાર બુદ્ધિનિધાન કહેવાય છે. હજાર લશ્કરોનું બળ એક એના મસ્તિષ્કમાં ભર્યું છે.” “હું બધું જાણું છું. ભગવાન મહાવીરની પરિષદામાં મારી જેમ એ પણ
બળ અને બુદ્ધિનો ઝઘડો | 109
Page #71
--------------------------------------------------------------------------
________________
બેસનારો છે, પણ જ્યારે મગધના પાટનગરમાંથી એક પંખી પણ બહાર આવી શકતું ન હોય, ત્યારે આ બધું કેમ આવ્યું ? ક્યાંથી આવ્યું ? કોણ લાવ્યું ?”
- “અમે પણ એ જ પ્રશ્ન કરીએ છીએ મહારાજ, આ તો એની પૂર્વતૈયારી જ હોય. આપણે જ્યાં તંબૂ નાખ્યા, એ જમીનમાં એણે પ્રથમથી ઝવેરાત દટાવી દીધું હશે ? એની રાજરમત જલદી સમજાય તેવી નથી હોતી. મહારાજ , અમારી રાજભક્તિને નાણી જોવી હોય તો ગમે તે પળે અમે કસોટીમાં ખડા રહેવા હજી પણ તૈયાર છીએ.” સામંત રાજાઓના અવાજમાં સત્યનો નિર્દોષ હતો.
“પ્રદ્યોતના દિલમાંથી શંકાની વાદળી સરી ગઈ. એને તરત જ ભાન આવ્યું, કે બુદ્ધિનિધાન મંત્રી અને આબાદ બનાવી ગયો ! હવે ગમે તે રીતે એનો બદલો લેવો જોઈએ."
- “તો શું ફરીથી કૂચ કરવી ? થાકેલું સૈન્ય આ જાતના રઝળપાટથી કંટાળી કદાચ બળવો કરે તો ? કદાચ અપમાન પામેલા સામંત રાજાઓ જોઈએ તેટલા ઝનૂનથી ન લડે તો ? તો શું થાય ? તો... તો ! ! ! તેર મણનો તો !”
અવન્તીપતિએ આખરે નિર્ણય કર્યો કે બુદ્ધિનિધાનને હવે બુદ્ધિથી જ પરાસ્ત કરવો !”
ખૂબ કરી બુદ્ધિનિધાને ! ધન્ય મંત્રી !” રાણી મૃગાવતી વચ્ચે બોલી ઊઠ્યાં.
ને ખૂબ કરી મારા બાલમંત્રીએ ! ભારે ભેદ લાગ્યો. વારુ, પછી શું થયું તે કહો !” બાલરાજા ઉદયને કહ્યું.
બળ અને બુદ્ધિનો ઝઘડો આગળ વધ્યો.” બાલમંત્રી યોગંધરાયણે પોતાની વાત આગળ ચલાવી.
અવન્તીપતિએ ઉજ્જૈનીની કુશળ ગણિકાઓ બોલાવી, મહારાજ , અવન્તીસુંદરીઓ ભારતભરમાં વિખ્યાત છે. મદ્રની સ્ત્રીઓને રૂપ હોય છે, કામરુ દેશની સ્ત્રીઓમાં કામણ હોય છે; પણ અવંતિકાઓમાં જે સૌંદર્ય, સાહિત્ય ને સંસ્કારનો ત્રિવેણીસંગમ હોય, તેવો અન્યત્ર મળતો નથી. કવિત્વમાં જુઓ તો એ અગ્રેસર, કાવ્ય, છંદ, દોહા' હેલિકા-પ્રહેલિકામાં એ પ્રથમ આવે ! શણગારમાં જુઓ તો એનું ચાપલ્ય સહુથી ચઢી જાય એવું. રાજ કારણ, ધર્મકારણ સહુમાં એ ભાગ લે ! અવંતીની અભિસારિકાઓ પર તો ભલભલા યોગીઓ પણ ઘેલા બની ગયા છે !'
વાતમાં બહુ મોણ નાખીશ મા !” મંત્રીશ્વર યુગંધરે પુત્રને અન્ય વિગતોના પ્રવાહમાં ઘસડાતો જોઈ કહ્યું : “તાકાત હોય તો તારા રાજાને એવી કોઈ અદ્ભુત અવંતિકા લાવી દેજે !”
“એ તો નક્કી કરી રાખી છે.”
કોણ ?”. “વાસવદત્તા !”
મહારાજ પ્રદ્યોતની લાડઘેલી પુત્રી વાસવદત્તા ? વાહ, ઘર ફાડવું ત્યારે સામાન્યનું શું કામ ફાડવું ? વારુ, વારુ ! હવે તારી વાત આગળ ચલાવ.” રાણી મૃગાવતીએ કહ્યું.
રાણીજી, આપ જાણો જ છો, કે ભગવાન મહાવીરે પોતાના ઉપદેશને આચરણમાં મૂકનારનો એક સંઘ સ્થાપ્યો છે. એમાં સાધુ, સાધ્વી, ગૃહસ્થ પુરુષ ને ગૃહસ્થ સ્ત્રી એમ ચાર ભાગ પાડ્યા છે.* ભગવાનના અનુયાયી ગૃહસ્થ પુરુષ તે શ્રાવક કહેવાય; ગૃહસ્થ સ્ત્રી તે શ્રાવિકા કહેવાય. આપણાં ચંદનબાળા, જેમના હાથે અડદના બાકળા ભગવાને લીધા હતા, તેમને સાધ્વી સમુદાયનાં નેતા બનાવ્યાં છે.
“સંસારમાંથી સંન્યાસ લેવાની તાત્કાલિક સગવડ ન હોવા છતાં ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરવાની તૈયારી હોવાથી મહામંત્રી અભયકુમાર પ્રથમ શ્રાવક થયા. ભગવાન મહાવીરના અનુયાયીઓનો સંઘ રચાયો, એટલે એ સંઘના હરકોઈ સભ્યને માટે -સહધર્મ પ્રત્યે-એમને અમાપ પ્રેમ છે ! અને સાચો પ્રેમ તો સર્વ કંઈ કુરબાન કરવા તૈયાર હોય છે. આ પ્રેમનો ગેરલાભ લેવાનો રાજા પ્રદ્યોતે નિર્ણય કર્યો. એણે સર્વકળાકુશળ એવી ગણિકાને શ્રાવિકા બનાવી, ભગવાન મહાવીરનો ઉપદેશ એને શિખવાડ્યો ને મોકલી રાજગૃહીમાં !
ભગવાન મહાવીરના ધર્મની અનુયાયી શ્રાવિકા બનીને આવેલી આ અવન્તિકાએ રાજગૃહીમાં તો ભારે ધૂમ મચાવી. સાધુઓ માટે યોજાયેલાં પાંચ મહાવ્રતની જેમ ગૃહસ્થો માટે યોજાયેલાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રતની એ ચર્ચા કર્યા કરતી. એ કહેતી : ‘જુઓ, ભગવાન મહાવીરે ગૃહસ્થો માટેનાં આ વ્રતો આમ કહ્યાં છે :
“સ્થલ હિંસાના ત્યાગી ગૃહસ્થ સ્ત્રી-પુરુષે કોઈને બંધનમાં ન નાખવો, વધ ન કરવો, અંગપ્રત્યંગ ન કાપવું. ગજા ઉપરાંત ભાર ન ભરવો. કોઈને ભૂખ્યો-તરસ્યો ન રાખવો.”
‘એવી રીતે સ્થૂલ મૃષાવાદ વિરમણમાં કોઈ પર આળ ન મૂકવું, ગુપ્ત વાત પ્રકાશિત ન કરવી, સ્ત્રી-પુરુષ-ના મર્મ ન ખોલવા, ખોટી સલાહ ન આપવી કે ખોટા * ભગવાન મહાવીર કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી એકાકી હતા. પછી તેઓ અપાપા નગરીમાં આવ્યા. અહીં ૧૧ દિગ્ગજ બ્રાહ્મણ પંડિતોએ, એમની સાથે વાદ કર્યા પછી, સહુ પ્રથમ પોતાના શિષ્યગણ સાથે તેમના ઉપદેશને સ્વીકાર્યો ને શિષ્ય થયા. આમ જ્ઞાની, ધ્યાની ને તપી બ્રાહ્મણોએ ભગવાનનો માર્ગ પ્રથમ ગ્રંહ્યો. પછી રાજા શતાનિકને ત્યાં રહેલ ચંદનબાળાએ પણ સંસારત્યાગની ઇચ્છા દાખવી. એમને પ્રથમ સાધ્વી બનાવ્યાં. અભયકુમાર પ્રથમ શ્રાવક થયા.
બળ અને બુદ્ધિનો ઝઘડો | Tl1
110 પ્રેમનું મંદિર
Page #72
--------------------------------------------------------------------------
________________
લેખ ન કરવા.'
“સ્થૂલ શૌર્યના ત્યાગી શ્રમણોપાસકે ચોરીની પ્રેરણા ન કરવી, ચોરીનો માલ ન સંઘરવો, બે વિરોધી રાજ્યે નિષેધ કરેલી સીમા ન ઓળંગવી, વસ્તુમાં ભેળસેળ કે બનાવટ ન કરવી, કુડાં તોલ-માપ ન કરવાં.’
ન
‘ચોથા વ્રતમાં પુરુષે પોતાની પત્નીમાં અને સ્ત્રીએ પોતાના પતિમાં સંતોષ ધરવો. પુરુષે વેશ્યા, કુમારી ને વિધવાને ન સ્પર્શવાં, શૃંગારચેષ્ટા ન કરવી, અન્યના વિવાહ ન કરવા.'
“છેલ્લું અપરિગ્રહવ્રત; એમાં ગૃહસ્થ ક્ષેત્ર-વાસ્તુ (ઘરજમીન), હિરણ્યસુવર્ણ, ધનધાન્ય, પશુ ને ઘરવખરીનું પ્રમાણ નક્કી કરવું. આ ઉપરાંત જે ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત ધારણ કરે તેને શ્રાવક* કહેવો."
“વાહ, કેવી સુંદર વ્યાખ્યા ! એક તરફ ભર્યું ભર્યું રૂપ ને બીજી તરફ આ વૈરાગ્ય ! જાણે સોનામાં સુગંધ ભળી ! ધીરે ધીરે આ વાત મહામંત્રી અભયકુમાર પાસે પહોંચી. શ્રાવિકાનું જ્ઞાન જોઈ તેઓ ખુશ થઈ ગયા, ને એને એમણે દરેક પ્રકારે સગવડ કરી આપી.
વાત વધતાં વધતાં, એક દહાડો એક સાધાર્મિકના હકે તેણીએ પર્વના દિવસે મહામંત્રીને ભોજન માટે નિમંત્રણ આપ્યું. રાજકાજમાં નિપુણ મંત્રી- રાજ ધર્મમાં સરળચિત્ત હતા. એ તો આમંત્રણનો સ્વીકાર કરી જમવા આવ્યા.
પેલી બનાવટી શ્રાવિકાએ ભોજનમાં કેફી વસ્તુ ભેળવી હતી. ભોજન કરતાની સાથે મહામંત્રી બેભાન બની ગયા. યોજના પ્રમાણે અવંતીના દૂત તૈયાર હતા. મંત્રીને એક ૨થમાં નાંખીને સહુ ઊપડી ગયા-વહેલું આવે ઉજ્જૈની !
“મહામંત્રી અભયકુમાર જાગ્યા ત્યારે જોયું તો પોતે અવન્તીના કારાગારમાં ! એમણે જોયું કે ચતુર કાગડો ઠગાયો છે ! પણ આ તો અભયકુમાર ! જ્યાં જાય ત્યાં માગ મુકાવે એવો નર ! અવન્તીમાંય એની લાગવગ વધી ગઈ. જેલમાંય સહુ એની સલાહ લેવા આવે. રાજા પ્રદ્યોતની રાણી શિવાદેવીનો એના પર પૂરો ભાવ. એક દહાડો કર્ણાટકનો એક દૂત કંઈક સમસ્યા લઈને આવ્યો. અવંતીને તો આવી બાબતમાં ભારે અભિમાન ! એણે અનેક વિદ્વાનો અને બુદ્ધિમાનોને નોતર્યા, પણ કોઈ એ સમસ્યા ખોલી ન શક્યું !
“એ વેળા રાજકેદી અભયકુમારે સમસ્યા ઉકેલી આપી. અવંતી શરમાંથી બચી ગયું. એક વાર રાજાનો પ્રિય હાથી ગાંડો થઈ ગયો અને લડાઈ જેવું વાતાવરણ સર્જી ડાહ્યો કરી દીધો. રાજા પ્રદ્યોત તેનાથી ખુશ ખુશ થઈ ગયો, ને અભયકુમારને એક
*
સ્થૂળોતિ હિતવાવાનિ યઃ સ ાવવ:। હિતોપદેશ સાંભળે તે શ્રાવક. 112 – પ્રેમનું મંદિર
વચન માગવા કહ્યું. એણે કહ્યું : ‘વખતે માગીશ.'
“રાણીબા, અભયકુમાર છે તો મગધનો યુવરાજ, પણ એ ગાદી નથી લેવાનો; એ તો સર્વસ્વ ત્યાગીને વહેલો મોડો ભગવાન મહાવીરને પંથે પળવાનો.”
“પણ અત્યારે ક્યાં છે એ ?” રાણીએ પૂછ્યું.
“એ ઉજ્જૈનીમાં બેઠો લહેર કરે ! એણે તો પ્રતિજ્ઞા કરી છે, કે ભલે રાજા મને બેભાન કરી, છાનામાના અહીં ઉપાડી લાવ્યા. પણ હું તો રાજાને સાજા સારા, અવંતીની બજારો વચ્ચેથી બંદીવાન બનાવીને લઈ લઈશ. એમ કરું તો જ મારું નામ અભયકુમાર !'
સહુ હસી પડ્યાં. પણ રાણી મૃગાવતી તો ગંભીર રહ્યાં ને બોલ્યાં : “અત્યારે હસવાનો સમય નથી. કાળ માથે ગાજે છે, રાજા પ્રદ્યોત હવે નિવૃત્ત થયો હશે. એનો દૂત આવ્યો સમજો !"
સહુ ગંભીર બની ગયા.
બળ અને બુદ્ધિનો ઝઘડો D 113
Page #73
--------------------------------------------------------------------------
________________
17
પ્રેમનું મંદિર : મહાવીર
આખરે એક દિવસે રાજા ચંડ પ્રદ્યોતનો ભ્રમ ભાંગ્યો. રાણી મૃગાવતીએ દૂતને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધો, “સૂર્યને હજાર કમલિનીનો હોય, પણ કમલિનીને તો એક જ સૂર્ય હોય, સતી સ્ત્રીને મેળવવાના મનોરથો છાંડી દેજે. રાજા ! સ્વધર્મનો કંઈક વિચાર કરતો થા પુણ્ય-પાપનો કંઈક ખ્યાલ કર !”
રાજા અઘતનો ક્રોધાગ્નિ આ જવાબથી પ્રચંડ બની બેઠી. અરે, એના અજોડ સામર્થ્યને ચાલાકીથી સહુ ધૂળમાં મેળવનારા જ મળ્યા, વિશ્વાસે જ પોતાનું વહાણ ડૂળ્યું. આ દુનિયા તે કંઈ વિશ્વાસ કરવા લાયક છે ! એણે વત્સદેશનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. બસ, આજ્ઞા છૂટી : ડંકા નિશાન ગડગડ્યાં. આંધી, વાવંટોળ ને ઉલ્કાપાત સમા સૈન્ય સાથે એ કૌશાંબી પર ચઢી આવ્યો. આ વખતે કોઈનો છેતર્યો એ છેતરાય એમ નહોતો. કોઈનો મનાવ્યો એ માને તેમ ન હતો. સંસારમાં ન્યાય, નીતિ કે ધર્મ છે જ ક્યાં કે હવે હું એનું પાલન કરું ? મારે માટે હવે બારે દરવાજા ખુલ્લા. અધર્મીને બીજાના ધર્મની ભારે ચિંતા હોય છે ! - કૌશાંબી અને અવન્તી વચ્ચે દિપાળ ડોલી જાય એવું યુદ્ધ જામ્યું. રાજા પ્રદ્યોતે ત્વરાથી એનો નિકાલ લાવવા પોતાની ગજ સેનાને મેદાનમાં હાંકી, પળવારમાં ગઢનાં દ્વાર તૂટ્યાં સમજો ને કૌશાંબીનું સત્યાનાશ નીકળી ગયું માનો !
હાથીઓ ગર્જારવ કરતા કિલ્લા તરફ ધસ્યા. એવામાં અચાનક હસ્તિકાન્ત વીણાના સ્વર સંભળાયા. વાતાવરણ નવા પ્રકારના ભાવથી ગૂંજી રહ્યું. ભયંકર પહાડ જેવો હાથીઓના કાનમાં એ સ્વર પ્રવેશ્યા કે એ બધા જાણે ધૂળનો ઢગલો જેવા ઢીલાઢસ થઈ ઊભા રહ્યા, મહાવતોએ વારંવાર અંકુશ માર્યા. મહુ-જળ પણ પિવરાવ્યું, પણ હાથી ન માન્યા તે ન માન્યા ! એ દિવસે એમને પાછા લઈ જવામાં
આવ્યા. બીજે દિવસે બમણી તૈયારી સાથે એમને મેદાન પર લાવવામાં આવ્યા. એમને ભયંકર નશો કરાવવામાં આવ્યો હતો. નશાના કેફમાં બધા હાથીઓ ભુજંગની કાળ ફણાઓ જેવી સૂંઢ ઘુમાવી રહ્યા. કિલ્લાનાં દ્વારનો કચ્ચરઘાણ વાળ્યો સમજો !
હાથીઓને હલ કાર્યા. હાથીઓ ધસ્યા, પણ ત્યાં તો ફરી પેલા સ્વર સંભળાયાઊછળતો મહાસાગર ઠંડોગાર ! સુંઢ મોંમાં ઘાલીને બધા હાથી ચૂપચાપ ઊભા થઈ રહ્યા. રાજા પ્રદ્યોત પોતે રણમેદાન પર આવ્યો, પણ એનાથીય કંઈ અર્થ ન સર્યો.
“મહારાજ , કોઈ હસ્તિકાન્ત વીણા બજાવે છે. મોરલી પર સાપ નાચે એમ આ વીણા પર હાથી નાચે. આ હાથીસેનાને હવે ઉપયોગમાં લેવી નકામી છે. હજી તો ઠીક છે, પણ વીણામાંથી જંગલમાંથી હાથણી હાથીઓને રમવા બોલાવતી હોય એવા ‘પ્રિયકાન્ત’ સ્વરો છૂટ્યા, તો આ બધું ભાંગી કચડી, બંધન તોડી એ જંગલમાં ચાલ્યા જશે.’
અવંતીના વિજયની ચાવીરૂપ હાથીસેના આ રીતે નિષ્ફળ નીવડી. એને સૈન્યના પાછળના ભાગમાં લઈ જવામાં આવી. પણ આ નિષ્ફળતાએ એક વાત નક્કી કરી કે હવે આ લડાઈ અવશ્ય લાંબી ચાલવાની, રાજા પ્રદ્યોતે લાંબા ઘેરા માટેની પૂરતી તૈયારીઓ કરી લીધી. પોતાના દિલને બહેલાવવા પોતાની સુંદર રાણીઓને પણ રણમેદાન પર બોલાવી લીધી. અન્નના ભંડારો પણ આણવામાં આવ્યા. તમામ રસ્તાઓ પર ચોકીઓ મૂકી દેવામાં આવી, કે જેથી કૌશાંબીમાં બહારથી અનાજનો એક કણ પણ ન જાય,
ઘેરો ઘાલ્યાને દિવસો વીતતા ચાલ્યા. બંને પક્ષમાં ભીંસ વધતી ચાલી. કૌશાંબીના અન્નભંડારો ખાલી થતા ચાલ્યા. ભૂખે મરવાનો કે અખાધ ખાવાનો વખત આવ્યો. અવંતીના સૈન્યની હાલત પણ સારી નહોતી. એ પણ ખેતરોમાં ઉગાડેલા કેફી અન્નથી ને હળાહળ ભેળવેલા જળપાનથી રોગિષ્ટ બનતું ચાલ્યું. છતાંય અવંતીના સૈન્ય માટે બહારથી અન્ન-જળ આણવાના સુભગ સંયોગો હતા.
રાજા પ્રદ્યોત પોતાના નિર્ણયમાં અડગ હિમાચળ જેવો હતો. કૌશાંબીને પાધર. બનાવીને જ એ પાછો ફરવાનો હતો !
યુદ્ધની દેવી એવી છે, કે કઈ પળે પોતાનો કૃપાપ્રસાદ કોના પર ઉતારશે, તે કંઈ નિશ્ચિત કહી ન શકાય.
અને રાખેલનનો ઉત્સાહ પણ એવો છે, કે એ મરવા-મારવા સિવાય બીજી કંઈ ગણતરી જ કરતો નથી.
વાતાવરણ ધીરે ધીરે ગંભીર બનતું ચાલ્યું. યુદ્ધનો ઉત્સાહ અંદરથી ઓસરતો ચાલ્ય ને આવતી કાલની ભયંકર કલ્પનાઓ આવવા લાગી. આ પ્રલયમાંથી
પ્રેમનું મંદિર : મહાવીર B 115
Page #74
--------------------------------------------------------------------------
________________
ઊગરવાના કોઈ ઉપાય જડતા નહોતા. ખેલ હાથી અને મગરનો થયો હતો. હાથી એવા કાદવમાં ખૂંચ્યો હતો કે એનાથી પીછેહઠ શક્ય નહોતી. ને મગરે એવા દાંત ભિડાવી દીધા હતા કે હવે છોડવા ચાહે તોય છોડ્યા છૂટતા નથી ! આ ગજબંધ મૃત્યુ વિના કોણ છોડાવે ? અભિમાની હંમેશાં પોતાના માનને જુએ છે, સમાધાનને નહિ. સ્વમાનથી સામે ઘા દઈને ને સામી છાતીએ ઘા ઝીલીને મરવાનો સહુએ સંકલ્પ ર્યો !
આમ શત્રુરૂપી દવમાં આખું કૌશાંબી ભરખાઈ રહ્યું હતું, ત્યાં એકાએક શાન્તિના સમીર વાયા. દિશાઓમાં જાણે નવમેઘ આવ્યા હોય એવા, શ્રમણ ભગવાન મહાવીર કૌશાંબીના ઉદ્યાનમાં પધાર્યા. અગ્નિભરી મરભૂમિમાં જાણે શાન્તિની સરિતા એકાએક રેલી રહી.
- રાણી મૃગાવતીને દ્વારપાલે આ વૃત્તાંત નિવેદિત કર્યો. મુંઝાઈ બેઠેલી રાણી પ્રફુલ્લિત થઈ ઊઠી. એણે નિરાધારના નાથને ઉદ્ધારવા આવતા દીઠા. પોતાનું અભિમાન, છળ, બુદ્ધિ, બળ બધું થાકી ચૂક્યું હતું, ત્યાં અનાથોના નાથ આંગણે પધાર્યા. એણે મહામંત્રીને આજ્ઞા કરી :
દુર્ગનાં દ્વાર ખોલાવો. ભગવાનનાં દર્શને જઈએ.' પણ રાણીજી , બહાર તો કાળમુખો શત્રુ બેઠો છે !''
ભલે બેઠો. વસુધા પર સુધાની સરિતા વહેતી હોય, પછી હળાહળની પણ શી પરવા ? જેની ચરણરજથી રોગ નાશ પામે, જેના કૃપાકટાક્ષથી ગ્રહો કુટિલતા તજે , જેની દૃષ્ટિમાત્રથી વાઘ ને બકરી મૈત્રી સાથે એ આ પ્રેમમંદિર પ્રભુ છે. આપણે દંભી, સ્વાર્થી ને કુટિલ બની પવિત્ર પ્રેમમય જીવનની અમોઘ શક્તિ ભૂલી ગયા છીએ. પરમ તારણહારનાં પગલાંમાં કાં તો આપણો નાશ થાય છે, કાં આપણો ઉદ્ધાર ! એક રીતમાં આપણો કંઈ ખોવાનું નથી.”
“પણ રાણીજી, આપણને પણ અક્કલ-બુદ્ધિ છે. એ માનવબુદ્ધિ કંઈ વાપરવાની ખરી કે નહિ ? કે પછી બસ, આંધળા થઈને ઝંપલાવી દેવાનું ?”
- “મહામંત્રીજી, તમે દુનિયાના રાજ શાસનના દોર ચલાવ્યા છે. હું તો સ્ત્રી છું. પણ એક વાત શીખી છે કે જ્યાં માનવબુદ્ધિ મૂંઝાઈને ઊભી રહે, આપણા ડહાપણની સીમા આવીને ખડી રહે, ત્યાં વિશ્વાસને પાત્ર પૂજનીય વ્યક્તિમાં આપણી સર્વ આકાંક્ષાઓ, નિર્ણયો, આગ્રહો સમર્પિત કરી દેવાં ! મંત્રીજી, રાજા પ્રદ્યોત પોતાને ભગવાનનો ભક્ત કહાવે છે !વખત કસોટીનો છે. કાં એની ભક્તિ સાચી ઠરે છે, કાં એની ભક્તિની ફજેતી થાય છે !”
મહામંત્રી કંઈ ન બોલ્યા. કહેવાનું મન તો ઘણું થયું કે નિશાળમાં એક ગુરુના હાથ નીચે સો નિશાળિયા હોય, એથી શું બધાને સમાન વિદ્યા વરશે ? વળી આ
116 પ્રેમનું મંદિર
વાત ગઈ કાલે કાં યાદ ન આવી ? આ તો વાર્યાનું જ્ઞાન નથી, હાર્યાનું જ્ઞાન છે. છતાં ભલે, ભૂંડા બહાને મરવું એના કરતાં સારા બહાને મરવું સારું.
મહામંત્રી યુગધરે સેનાને કેસરિયાં માટે તૈયાર રહેવા આદેશ આપ્યો. સ્ત્રીબાળને ગુપ્ત રસ્તે બહાર ચાલ્યા જવા હુકમ કર્યો ન કર્યો ને કૌશાંબીના દુર્ગના દરવાજા ખોલી નાખવામાં આવ્યા. એ દ્વારમાં થઈને રાણી મૃગાવતી સાદાં વસ્ત્રો સજી ભગવાનના દર્શને જવા નીકળ્યાં.
શ્વાસોશ્વાસ થંભાવીને માનવી નીરખી રહે એવી આ ઘડી હતી. પ્રત્યેક ઘડી જાણે અસ્તિ-નાસ્તિને લઈને વીતતી હતી. હમણાં અવંતીની બળવાન યમસેના નગરમાં ધસી સમજો ! હમણાં ઝાટકા ઊડ્યા સમજો ! ભર્યું ભર્યું નગર હમણાં સ્મશાન બની ગયું માનો !
પણ પળેપળ અજબ શાંતિ સાથે વીતતી ચાલી.
બીજી તરફ અશોક વૃક્ષ નીચે બેઠેલા શ્રમણ ભગવાન મહાવીરની અમૃતવાણી વાતાવરણમાં ગુંજી રહી. શરદના ચંદ્ર જેવા ભગવાનના મુખમાંથી સુધા ઝરતી હતી. એમની પરિષદામાં રાણી મૃગાવતી આવીને સ્વસ્થાને બેઠી. એણે માર્ગમાં જ જોયું હતું કે એક હંસનું નાનુંશું બચ્ચું બિલાડી સાથે ગેલ કરી રહ્યું હતું. એમણે મંત્રીરાજને ઇશારાથી બતાવ્યું કે જુઓ, અલૌકિક વિભૂતિઓના નિર્મળ જીવનનો આ પ્રભાવ ! આપણે તો જન્મથી જ જુદે, વંચના ભર્યું ને દંભી જીવન જીવ્યા; પળેપળ પ્રપંચથી વિતાવી. કામ, ક્રોધ, અહંકારને પેટના પુત્રની જેમ પાળ્યા, ને દયાં, પ્રેમ, અહિંસાને ઓરમાન દીકરા જેવા જાણ્યાં, સાચા જીવનપ્રભાવની આપણને કશી ગમ ન રહી..
શ્રમણ ભગવાન મહાવીરનાં ચાતકશ નયન એક વાર રાણી મૃગાવતી ઉપર ને બીજી વાર સામે જ બેઠેલ રાજા પ્રદ્યોત પર ફરી ગયાં. એ દિવ્ય પ્રકાશમાં રાણીએ ઊંચે જોયું તો સામે જ રાજા ચંડપ્રઘાત ! અરે, કાળનું કેવું પરિબળ ! યમરાજ જેવો રાજા નમ્ર બનીને ભક્તિવંત ગૃહસ્થના લેબાસમાં આવ્યો હતો. લોકો એને ચંડ કહેતા, પણ અહીં તો એ પરમ શાંતિનો અવતાર થઈને બેઠો હતો ! ભગવાનની વાણી એના અંતરને સ્પર્શતી હોય એમ એના ચહેરા પરથી દેખાતું હતું. માનવી પણ પરિસ્થિતિનો ગુલામ છે ને !
આસોપાલવનાં પાન ધીમી હવામાં સહેજ ખખડડ્યાં. ભગવાનની વાણીમાં એવો જ સ્વાભાવિક પલટો આવ્યો, ભરી પરિષદમાં કોઈને એ વાતની જાણ ન થઈ, પણ રાણી મૃગાવતી અને રાજા પ્રદ્યોતનું અંતર હોંકારા ભણવા લાગ્યું.
પ્રેમના મંદિરશા પ્રભુ બોલ્યા : હે મહાનુભાવો, વય ને યૌવન પાણીવેગે ચાલ્યાં જાય છે. ચાળણીમાં પાણી
પ્રેમનું મંદિર : મહાવીર ] li7
Page #75
--------------------------------------------------------------------------
________________
ભરી રાખવું ને કામનાઓ પૂરી કરવી, બંને બરાબર છે. ભોગોથી કદી તૃષ્ણા શમતી નથી. વેરથી અંતરની આગ ઠંડી થતી નથી. કામો પૂર્ણ થવાં શક્ય નથી, અને જીવિત વધારી શકાતું નથી.”
મધરાતનો શીળો પવન રેતીના ખરબચડા પટને એક સમાન બનાવી દે, એમ સહુનાં અંતર સમાન બની ગયાં.
પ્રભુએ કહ્યું; “તમે જ્ઞાની છો નહિ, એની ચિંતા નથી. તમે તર્કવાદ કે તત્ત્વવાદમાં કુશળ છો કે નહિ, તે જાણવાની પણ જરૂર નથી. સંયમ, ત્યાગ ને તપ તમારી પાસે હોય, તો તમારું કલ્યાણ કરવા માટે એ પૂરતાં છે.”
ભગવાન તો દૃષ્ટાંતશૈલીથી ઉપદેશ આપનારા હતા. એમણે તરત જ એક દૃષ્ટાંત ઉપાડ્યું :
મહાનુભાવો, આસક્તિ ભારે ભુંડી ચીજ છે. ભોગ ભોગવવાથી શાન્તિ થતી નથી, પણ એથી તો ઊલટી આહુતિ આપેલ અગ્નિજવાળાની જેમ ભોગલાલસા વધે છે. એક સાચું બનેલું દૃષ્ટાંત તમને કહું છું :
ચંપાનગરીમાં એક મહાકામી સ્ત્રીલંપટ સોની રહેતો હતો. એ જ્યાં જતો ત્યાંથી રૂપાળી કન્યાઓ પસંદ કરીને લાવતો, ને પાંચસો સોયા આપીને તેની સાથે પરણતો. આમ કરતાં કરતાં એણે પાંચસો સ્ત્રીઓ એકઠી કરીપણ ઉંમર કંઈ કોઈના માટે થોભતી નથી. એ જુવાન સ્ત્રીઓ લાવ્યો, પણ એની જુવાની તો ચાલી જવા લાગી. ઔષધથી, લેપથી, વાજીકરણથી એને રોકવા ઘણો પ્રયત્ન કર્યો, પણ એ ન રોકાણી. કોઈ વાર લાગે કે પોતાના અતિ આગ્રહોપચારથી એ રોકાઈ ગઈ ને પાછી ફરી, પણ બીજે દિવસે ખબર પડતી કે એણે બે દિવસના પંથ એક દિવસમાં કાપ્યા છે. પણ જેમ જેમ સુંદર ને યુવાન સ્ત્રીઓની સંખ્યા વધતી ગઈ, તેમ તેમ સ્ત્રીઓના શીલ માટેની એની શંકા વધતી ગઈ. એણે વિચાર્યું કે મને આટઆટલી સ્ત્રીઓથી પણ સંતોષ નથી, તો આ અષ્ટગુણ કામવાળી કામિનીઓને મારા એકથી સંતોષ કેમ રહે ? આ માટે એણે ખૂબ ધન-સંપત્તિ બગાડીને કોટકિલ્લાવાળું મકાન બનાવ્યું. અંદર કોઈ પ્રવેશી ન શકે તેવા ગુપ્ત ખંડ બનાવ્યા. દરવાજા પર કૂર પંઢ પહેરેગીરો મૂક્યા. તેમ જ તમામ પત્નીઓને આજ્ઞા કરી કે જે સ્ત્રીને પોતાની પાસે આવવાનો વારો હોય તે જ તે દિવસે સ્નાન કરે, શૃંગાર કરે, વસ્ત્રાભૂષણ સજે; બીજી કોઈ કશું ન કરે !
આ પ્રમાણે ક્રમ ચાલ્યા કરે, પણ સૌનીને સ્ત્રીઓ ઉપર વિશ્વાસ આવે જ નહિ. કોઈ બારી ઉઘાડી રાખી હવા આસ્વાદવા ચાહે તો તે તરત કુપિત થઈ જાય, કંઈ કંઈ આક્ષેપો કરે. પોતાના કોઈ મિત્ર સાથે હસીને વાત કરે તો ભારે વહેમમાં
પડી જાય. આ કારણે એણે મિત્રોને આવતા બંધ કર્યા ને પોતે મિત્રોને ત્યાં જતો બંધ થયો.
એક વાર એવું બન્યું, કે સોનીનો કોઈ બાળમિત્ર અને જમવાનું નિમંત્રણ આપવા આવ્યો. સોનીની ઇચ્છા તો આ સ્ત્રીઓને રેઢી મુકીને ક્યાંય જવાની નહોતી, પણ આ મિત્રને ના કહી શકાય તેમ પણ નહોતું. બિચારાએ અનિચ્છાએ જવાનું કબૂલ કર્યું, તેણે પાંચસોય સ્ત્રીઓને બોલાવી હુકમ કર્યો કે તમારે હું ન આવું ત્યાં સુધી આ ખંડની બહાર ડોકિયું પણ ન કરવું ! બારી-બારણાં ખુલ્લાં રાખવાની તો વાત કેવી ! સ્ત્રીઓએ હા ભણી.
સોની મિત્રને ઘેર જવા રવાના થયો. પાંચસો સ્ત્રીઓએ ભારે છુટકારાનો દમ ખેંચ્યો. સોનીને પાછા ફરતાં વિલંબ થશે, એમ જાણી સહુએ ઘણે દિવસે બહાર ફરવા જવાનો નિર્ણય કર્યો. પાંચસો સુંદરીઓએ સ્નાન કર્યું, શૃંગાર કર્યો, વસ્ત્રાભૂષણ સજ્યાં ને હેલિ-પ્રહેલિકા મચાવતી બહાર નીકળી. બનવા કાળ છે, પેલો સોની અડધે રસ્તેથી પાછો ફરી ગયો ! એને પોતાનું અંતઃપુર સૂનું મૂકવું ન રુચ્યું. ને બધી સ્ત્રીઓ સ્વતંત્ર રીતે આનંદ-પ્રમોદ માણતી હતી, ત્યાં આવી પહોંચ્યો !
બધી સ્ત્રીઓને ઠાઠમાઠ સાથે આનંદ-પ્રમોદ કરતી જોઈને સોનીને પગથી તે માથા સુધી ઝાળ લાગી ગઈ ! એણે એક નાનીશી કોમળ કળી જેવી સ્ત્રીને પકડી અને એની ગળચી દાબીને એને મારી નાખી.
“સોની બેસાડવા તો ગયો દાબ, પણ પેલી અબળાઓના મનમાં આવ્યું કે અરે, આ એકને મારી નાખી. હવે એકે એકે આપણ સહુને મારી નાખશે. એટલે પોતાનો જીવ બચાવવા અબળાઓ સબળા બની. હાથમાં રહેલાં દર્પણ વગેરે. સાધનોથી સોનીને ઝૂડી નાખ્યો. સોની ત્યાં ને ત્યાં પંચત્વ પામ્યો. સ્ત્રીઓ એના શબ સાથે ચિતા જલાવી સતી થઈ !!”
ભગવાન થોભ્યા. એમની વાણીએ વિરામ લીધો. આખી પરિષદાનાં દૃષ્ટિશર જાણે રાજા ચંડપ્રદ્યોતને ભેદી રહ્યાં. અરે, આ દૃષ્ટિશર ઝીલવા કરતાં તો દેહ પર તલવારના ઘા ઝીલવા સહેલા છે ! શરમથી ભૂમિ માગ આપે તો સમાઈ જાઉં એમ રાજાને થઈ આવ્યું ! છતાં નત મસ્તકે પ્રદ્યોત બેઠો રહ્યો.
ભગવાન જાણે સહુનાં મનની આ સ્થિતિ પારખી ગયા. અનેકાંતષ્ટિના સ્વામી કોઈ એકાંત વિધાન કરવા માગતા નહોતા. જેવા નર તેવી નારી, નર-નારી તો બાહ્ય રૂપ છે. આત્મા તો બંનેને સમાન છે. આ માટે વધુ સ્પષ્ટતા કરવા એમનો વાણીપ્રવાહ પુનઃ ચાલુ થયો :
“મહાનુભાવો, આ કથા તો હજી કથયિતવ્યનો અર્ધભાગ માત્ર છે. અર્ધભાગ હજી શેષ છે. કથા આગળ ચાલે છે. માનવજીવન જન્મ અને પુનર્જન્મના તાંતણે
પ્રેમનું મંદિર : મહાવીર | 119
118 પ્રેમનું મંદિર
Page #76
--------------------------------------------------------------------------
________________
બંધાયેલું છે. સઘળી રચના કર્માનુસારી છે. પેલાં મૃત્યુ પામનારાં ૫૦૧માંથી પેલો સોની તથા સોનીએ મારેલી સ્ત્રી બંને એક બ્રાહ્મણને ત્યાં ભાઈ-બહેન તરીકે પેદા થયાં, સોની બહેન થયો, ને સ્ત્રી ભાઈ થઈ. સતી થનારી પેલી ૪૯૯ સ્ત્રીઓ એક ભીલપલ્લીમાં ભીલ તરીકે જન્મી, ને લૂંટનો ધંધો કરવા લાગી.
બ્રાહ્મણના ઘેર પુત્રી તરીકે જન્મેલો સોનીનો જીવ ભારે કામી હતો. જન્મતાંની સાથે જ દીકરી ભારે કજિયાળી નીવડી. ગમે તેટલું કરો તોય છાની ન રહે, સહુ થાક્યાં. એ વખતે એ એની બેનને રમાડવા લાગ્યો. ભાઈએ બેનના શરીર પર હાથ ફેરવવા માંડ્યો, ને ફેરવતાં ફેરવતાં જેવો એના અધોભાગ પર હાથ આવ્યો કે બેન ચટ રહીને છાની રહી ગઈ.
- “બામણ અને બામણી ઘણાં ખુશી થયાં. બંને ભાઈ-બેન આ રીતે મોટાં થવા લાગ્યાં. પણ એક વાર બ્રાહ્મણ દંપતીને ભાઈને બેનના ગુપ્ત શરીરને આ રીતે સ્પર્શ કરતો જોઈ ક્રોધ ચઢયો ને કુલક્ષણી દીકરાને ઘરમાંથી હાંકી કાઢવો.
“જન્મથી જ કામક્રોધની એનામાં ભરતી હતી. એ જઈને પેલા ૪૯૯ ચોરોમાં ભળી ગયો. થોડા વખતમાં તો એ એમનો આગેવાન થઈ પડ્યો.”
એક દિવસની વાત છે. પાંચસો ચોરોએ ચંપાનગરી લૂંટી. આ વખતે પેલી રૂપ-યૌવન ભરી બ્રાહ્મણ-બાળા (પૂર્વ ભવનો સોની) કોઈ પ્રેમીની પાસે જતી હશે. પેલા ચોરો એને ઉપાડી ગયા અને પોતાની પાસે રાખી એની સાથે ભોગ ભોગવવા લાગ્યા. આમ દિવસો વીતી ગયા.
“એક દિવસ કૂર લૂંટારુઓના હૃદયમાં દયાનું ઝરણ ફૂટ્યું. તેઓને વિચાર આવ્યો કે આપણે પાંચસો પુરુષો ને આ એક જ સ્ત્રી; નિરર્થક મરી જ શે તો સ્ત્રીહત્યા લાગશે !
તેઓ ફરી લુંટમાં ગયા ત્યારે બીજી એક સ્ત્રીનું અપહરણ કરી લાવ્યા.”
તમને સાંભળીને આશ્ચર્ય લાગશે, પણ પેલી પાંચસૌ સાથે ભોગ ભોગવનારી સ્ત્રીને પોતાની આ શોક્ય ખટકી ! એણે એક વાર લાગ મળતાં એને પકડીને કૂવામાં નાખીને મારી નાખી ! ભોગનું કેવું પરિણામ !”
પ્રભુ થોભ્યા. ત્યાં અચાનક એક પલ્લીપતિ જેવો જુવાન ઊભો થઈને પ્રશ્ન કરી રહ્યો : - “પ્રભુ, શું આ સ્ત્રી તે જ પેલી બ્રાહ્મણબાળા ?”
હા, ભાઈ ! તે જ .” પ્રભુએ જવાબ વાળ્યો.
તો પ્રભુ ! હું ભગિનીભોગી થયો. પેલા બ્રાહ્મણનો બાળક તેને હું જ ! ૪૯૯ ચોરોનો જમાદાર ! મેં બેનને ભોગવી. પ્રભુ મને આશ્રય આપો ! મને પાપીને તારો !”
120 | પ્રેમનું મંદિર
‘ભાઈ તું ૪૯૯ ચોરોનો જમાદાર હશે, પણ અહીં બેઠેલ કેટલાય ઊજળા લાગતા જીવો ચોરોના પ્રચ્છન્ન સરદાર છે. કામરૂપી ચોર, ક્રોધરૂપી ચોર, માથા ને મોહરૂપી ચોર એમના અંતરમાં બેઠા છે, પણ તેઓની વચ્ચે ને તારી વચ્ચે ફેર માત્ર એટલો છે કે તેઓએ કપડાં શાહુકારનાં પહેર્યા છે, બાહ્ય વર્તન સજ્જન જેવું રાખ્યું છે, એટલે છન્નચોર ઝટ પકડાતા નથી. શરમ ન કરીશ, ભાઈ ! પશ્ચાત્તાપ એ પુણ્યના પ્રાસાદમાં પ્રવેશવાનું પહેલું પગથિયું છે. જો માણસ પોતાના પૂર્વજન્મો જોઈ શકે તો સંસાર પરની કેટલી આસક્તિ છાંડી દે ! આસક્તિ માણસ પાસે શું શું અકાર્ય નથી કરાવતી ! માટે ધર્મને સમજવો; અને સમજીને સંઘરવો નહિ પણ અનુસરવો. પાપને પાપ તરીકે સ્વીકારવામાં શરમ નથી. પાપને પુણ્ય તરીકે સ્વીકારવામાં જ શરમ છે.”
ભગવાનની આ વાણી સહુનાં અંતરમાં બુઝાયેલી આતમજ્યોતને જગાવી રહી. સહુ પોતાનાં અંતર ખોજી રહ્યાં.
રાણી મૃગાવતી આપોઆપ પોતાના જીવનની આલોચના કરી રહ્યાં. હાથે કરીને પોતાનું જીવન પોતે કેવું કૃત્રિમ, બનાવટી કરી મૂક્યું હતું ! વાણી, વિચાર ને વર્તન એ ત્રણે એકબીજા સાથે કેવી છેતરપિંડી આચરી રહ્યાં હતાં ! વરના વિચારમાં પોતે શું શું નહોતું કર્યું ? રાણીની શુદ્ધ બુદ્ધિ જાગી ગઈ. આજ એણે જીવનની સોનેરી સંધિ નીરખી. એ પરિષદામાં ખડી થઈ ગઈ, ને નત મસ્તકે બોલી :
હે તરણતારણ દેવ ! પહેલી ગુનેગાર તો હું છું. એક તરફ મેં તમારો પ્રેમ ને ક્ષમાનો ધર્મ અપનાવ્યો, બીજી તરફ વેરધર્મની પ્રતિષ્ઠા કરી રહી. માણસે ચોર, બન્યો છે. ચોર તો કાળી રાતે ચોરી કરે, આણે તો ધોળે દહાડે ચોરી શરૂ કરી છે. મોં પર વચન જુદું, અંતરમાં રટણ જુદું, વર્તન તો વળી સાવ જુદું. હું માનતી કે દુ:ખને કોઈ દેવતા મોકલે છે, પણ ના. દુઃખ ક્યાંયથી આવતાં નથી, અમે જ પેદા
ક્ય છે. અમારાં પોતાનાં જ એ સંતાન છે. જુઓ ને, કદરૂપાંથી કંટાળો આવે છે. રૂપવાન અમને ગાંઠતા નથી. કહેવાઈએ રાજા અને રાણી, પણ સાચું પૂછો તો ગરીબ જેટલું સુખ પણ અમારે નસીબ નથી ! હું પહેલી ગુનેગાર છું. અત્યાર સુધી સ્ત્રીચરિત્રથી જેને ઠગતી રહી છું, એવા રાજા પ્રદ્યોતને હું આજ ભરી પરિષદામાં ખુમાવું છું, આશા છે કે મારા અપરાધની તેઓ ક્ષમા આપશે.”
મૃગાવતીએ રાજા ચંડપ્રદ્યોત સામે હાથ જોડ્યા. રાજા ચંડપ્રદ્યોત વિચાર કરી રહ્યો :
ક્ષમાં અને પ્રેમ મહાવીરના ઉપદેશનો મર્મ, ક્ષમા વણમાગી આપવાની હોય તો ત્યાં માગી કેમ ન અપાય ? એ ક્ષમાના આરાધનના પ્રતાપે તો વીતભયનગરના રાજા ઉદયન પાસેથી હું છૂટી શક્યો હતો, જીવન મેળવી શક્યો હતો. આજ
પ્રેમનું મંદિર : મહાવીર [ 121
Page #77
--------------------------------------------------------------------------
________________
કોઈ પ્રાણ, ભૂત, જીવ કે સત્ત્વને ન હણવાં, ન ક્લેશ દેવો, ન પરિતાપ ઉપજાવવો; ન ઉપદ્રવ કરવો. મારો શુદ્ધ , ધ્રુવ ને શાશ્વત ધર્મ આ છે.* આ ધર્મને અનુસરનારો ભલે મને અનુસરે પણ અન્તિમ લક્ષ્યને વરે છે.”
પણ મહારાજ , સંસાર તો આથી વિપરીત રીતે ચાલી રહ્યો છે.”
દુનિયાની દેખાદેખી ચાલશે નહિ. ગામમાં રોગચાળો ચાલતો હોય ત્યારે. પથ્ય પાળનારો જ બચી શકે છે.”
પ્રેમના મંદિર સમાં પ્રભુની આ ભવતારિણી વાણીને સહુ વંદી રહ્યાં.
અવંતીપતિ રાજા પ્રદ્યોત પરિષદામાંથી પાછો ફર્યો અને કૌશાંબીમાં પ્રવેશ્યો, પણ શત્રુ તરીકે નહિ, મિત્ર તરીકે. કુમાર ઉદયનનો વત્સદેશના સિંહાસને રાજા તરીકે અભિષેક કરી, એની આણ વર્તાવી એ પાછો ફર્યો !
ભગવાન મહાવીરની ઉપસ્થિતિએ ખૂનખાર યુદ્ધને ખાળ્યું ને ફરીવાર શાન્તિના સમીર લહેરાઈ રહ્યા.
મૃગાવતી એની સહધાર્મિક બનતી હતી. સહધાર્મિક પ્રત્યે વેર કેવું ? એણે પણ ઊભા થઈને સામાં હાથ જોડ્યા.”
મૃગાવતીએ આગળ કહ્યું :
અને હું ભગવાન મહાવીરની સામે રાજા પ્રદ્યોતની અનુજ્ઞા માગું છું દીક્ષા લેવા માટે . સંસારના ભોગવિલાસ પરથી મારું મન ઊઠી ગયું છે. મારા પુત્રની અને પતિના રાજની રક્ષાનો ભાર રાજા પ્રદ્યોતને માથે મૂકું છું !”
વેરીને પ્રેમથી વશ કરવાના ભગવાનના ઉપદેશને રાણી અનુસરી.
આ વેળા ચંડ પ્રદ્યોતની પટરાણી શિવાદેવી વગેરે રાણીઓ પણ આ સભામાં ખડી થઈ, અને દીક્ષા દેવા માટે પ્રદ્યોતની આજ્ઞા માગી રહી.
રાજા પ્રદ્યોત ભગવાનની દેશનાની ધારાથી નિર્મળચિત્ત બન્યો હતો. એને હા કે ના કંઈ ન પાડી. રાણી મૃગાવતીએ પોતાના યુવાન પુત્રનો હાથ એના હાથમાં સોંપી દીધો ને એના મૌનને સંમતિસૂચક લેખ્યું.
ભગવાને ચંપાની રાજકુંવરી વસુમતી-ચંદનબાળા, જેને પોતાના અનુયાયીઓના ચતુર્વિધ સંઘની શ્રેષ્ઠ સાધ્વી બનાવી હતી, એમને બોલાવ્યાં ને નવે રાણીઓને એ જ સભામાં પ્રવજ્યા આપી ! સાધ્વી સ્ત્રીઓને સહુ નમી-વંદી રહ્યાં.
“હે મહાનુભાવો ! વિવેકી જનો આ લોક ને પરલોક બંનેમાં શોભે તેવું કૃત્ય કરે છે. એટલું યાદ રાખજો કે જેને તમે હણવા માગો છો, તે ‘તમે ' જ છો. જેને તમે પરિતાપ ઉપજાવવા માગો છો, તે ‘તમે ” જ છો. જેને તમે દબાવવા માગો છો, તે પણ ‘તમે' જ છો. અરે, જેને તમે મારી નાખવા માગો છો, તે પણ ‘તમે' જ છો. જીવનનું આ ઊંડું રહસ્ય સમજીને ડાહ્યો માણસ કોઈને હણતો નથી, હણાવતો નથી. એટલું યાદ રાખજો કે ચંદ્ર જેમ શીતલતાથી શોભે છે તેમ માણસ સંયમથી શોભે છે.
“શાશ્વત ધર્મનું એક સૂત્ર તમને કહું છું : ૩વસમારે શુ સામનં 1 ઉપશમવિકારોની શાન્તિ-એ મારા શ્રમણુધર્મનું મુખ્ય સૂત્ર છે. કોઈ ક્રોધ કરે ને તમે શાન્તિ દાખવો; કોઈ તમને હાનિ કરે ને તમે હસો, કોઈ તમારું લઈ જાય ને તમે ઉદાર રહો, કોઈ અવિનયી રીતે વર્તે ને તમે વિનયી રહો : આ મારા ધર્મના અનુયાયીનું લક્ષણ છે. ગરમની સામે નરમ, સ્વાર્થી સામે નિઃસ્વાર્થી, પાપીની સામે પવિત્ર રહો. કડવા જગત સામે મીઠાશથી વર્તો, તમારા જીવનનો ઉદ્ધાર અવશ્ય છે.”
એટલું યાદ રાખજો કે સહુને જીવન પ્રિય છે, સહુને સુખ પ્રિય છે. બીજાના જીવનથી પોતાના જીવનને નભાવવું એ પાપ. બીજાના સુખભોગે પોતાનું સુખ વધારવું એ અધર્મ. તમે જીવો ને સંસારને જીવવા દો. તમે સુખી થાઓ ને સંસારને જીવવા દો. યાદ રાખો કે જીવમાત્રને દુ:ખ અપ્રિય છે અને સુખ પ્રિય છે. માટે સર્વ
* सबे जीवा प्रियाउया, सुहसाया, दुक्खपडिकुला, अप्पियवहा, पियजीविणो, जीविउकामा । णातिवाएज्ज किचण | - आचारांग सेयंबरो य आसंबरो य बुद्धो वा तहय अन्नो वा । समभावभावी अप्पा लहई मुखे न संदेहो ।। - संबोधसत्तरी
પ્રેમનું મંદિર : મહાવીર D 123
122 D પ્રેમનું મંદિર
Page #78
--------------------------------------------------------------------------
________________
18
સારમાણસાઈનું દુઃખ
ભરતકુલભૂષણ વત્સરાજ ઉદયન કૌશાંબીના સિંહાસને બિરાજ્યા છે. એમણે તો ગાદીએ આવતાં જ ભારે ઠાઠ જમાવ્યો છે. માતા મૃગાવતી ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘમાં ભિક્ષુણી બન્યાં છે. મહામંત્રી યુગધર પણ કાયાનું કલ્યાણ કરવા અરણ્યમાં ચાલ્યા ગયા છે. સૂર્યનું સ્થાન અગ્નિ લે તેમ, મંત્રીપુત્ર યૌગંધરાયણ વત્સદેશના મંત્રી બન્યા છે..
| બાલરાજા ને બાલમંત્રીને જોઈ રાજા પ્રઘાત મનમાં મલકાતો હતો, કે આવાં છોકરાંઓથી તે રાજ કાજના મામલા ઉકેલાયા છે કદી ! આજ નહિ તો કાલે, તેઓને મારું શરણ લીધે જ છૂટકો છે ! વળી આ તરફ હું છું, બીજી તરફ મગધનું બળિયું રાજ છે, એટલે પણ મને નમ્યા સિવાય અને મને ભજ્યા સિવાય એમનો બીજો આરો કે ઓવારો નથી. વગર જીત્યે એ જિતાયેલો જ છે. વગર હણ્ય એ હણાયેલો જ છે !
પણ રાજા પ્રદ્યોતને વિચિત્ર અનુભવો થવા લાગ્યા. એની ગણતરી ખોટી પડતી લાગી. જે દૂત આવતો એ વત્સરાજનાં વખાણ કરતો અને કહેતો કે ત્યાં નબળાને અને સબળાને સરખો ન્યાય ને સરખું શાસન મળે છે.
રાજા ઉદયન પરદુઃખભંજન રાજવીનો અવતાર બન્યો છે; રાતે અંધારપછેડો ઓઢી પ્રજાની ચર્ચા જોવા નીકળે છે.
આીઓ એનાં પરાક્રમનાં ગીત જોડીને મહોલ્લે મહોલ્લે ગાય છે. દંતકથાઓમાં તો એ દેવ બન્યો છે. એક વારની વાત છે. રાજા રાત્રિચર્ચાએ નીકળ્યો હશે. કૌશાંબીના ગઢની દક્ષિણ બાજુથી કોઈ સ્ત્રીનો રુદનસ્વર આવતો સંભળાયો. વત્સરાજ એકલા જ હતા. સિંહને અને ક્ષત્રિયને વળી સાથ કેવા ? એકલા જ તપાસ માટે એ એ દિશામાં ચાલી નીકળ્યા.
અંધારી ઘોર રાત. બિહામણી વાટ. માર્ગમાં દડાની જેમ ખોપરીઓ રઝળે. રાની પશુ ને પક્ષી ભૈરવી બોલી બોલે, પણ ડરે એ બીજો, પાષાણ હૈયાને વીંધે તેવું કોઈ સ્ત્રીનું રુદન સંભળાઈ રહ્યું હતું. વત્સરાજ તો એ સ્વરની દિશામાં ચાલતા ચાલતા એક મોટી ગુફા પાસે આવી પહોંચ્યા. નરમાંસની ગંધ એમને અકળાવી રહી. મન થયું કે લાવ પાછો ફરી જાઉં ! હશે કોઈ અઘોરીનું અઘોર કર્મનું ધામ !
પણ રુદનના સ્વરો હૃદયદ્રાવક હતા. એક રાજા તરીકે એમની શી ફરજ હતી ? જો સાહસથી પગ પાછો ભરે તો કત્રિય શાનો ? પ્રજાના સુખદુઃખ વખતે ભાગી છૂટે એ રાજા પ્રજાનો પ્રેમી શાનો ? વત્સરાજે નાકે ડૂચો દઈ અંદર પ્રવેશ કરતાંની સાથે આખી પરિસ્થિતિ પલટાતી લાગી. સુંદર એવી ગુફા હતી. અંદર મીઠી મીઠી હવા વાતી હતી. સુંદર સુગંધિત વેલફૂલોની કુંજ હતી. એમાં સોળે શણગાર સજેલી એક સુંદર સ્ત્રી બેઠી બેઠી ૨ડતી હતી. છીપમાંથી મોતી ગરે એમ એની સુંદર સુંદર આંખોમાંથી અશ્રુ ગરતાં હતાં.
વત્સરાજને જોઈને એ સુંદરી જરા થડકી ગઈ. પછી એણે કહ્યું: “કાળા માથાના માનવી, તું કોણ છે ?”
“તું કોણ છે ?” વત્સરાજે સામો પ્રશ્ન કર્યો. “હું રાયસની પુત્રી અંગારવતી !" “રડે છે શા માટે ?”
“મારા બાપનાં બૂરાં કૃત્યો નીરખીને, અરે, એ જાનવરોને મારે એ તો ઠીક, પણ માણસનેય મારીને ખાઈ જાય છે ! એના દિલમાં દયા નથી, પ્રેમ નથી, માનવતા નથી. મેં વિરોધ કર્યો તો મને પણ અહીં કેદ કરી રાખે છે, ને સતાવે છે. તમે કોણ છો ?”
“હું પૃથ્વી પરથી પાપીઓનો ભાર ઓછો કરનાર એક શૂરવીર ક્ષત્રિય છે. આજે એ રાક્ષસનાં સોએ સો વર્ષ પૂરાં થયાં સમજો !”
ના, ના, વીર પુરુષ ! એ એવો બલિષ્ઠ છે, કે તું એને હરાવી શકીશ નહિ. તારું રૂપ ને તારી સુંદર મુદ્રા કહી આપે છે, કે તું કોઈ ભદ્ર પુરુષ છે. જલદી ચાલ્યો જા અહીંથી ! તારા જીવિતને પ્રિય લેખતો હોય તો આ કાળગુફામાંથી જલદી ભાગી છૂટે !
કેસરીસિંહ નાનો હોય છે, છતાં મદમસ્ત હાથીનાં ગંડસ્થલ ચીરી નાખે છે. ભદ્ર સુંદરી, હું અહીંથી પાછો ફરું તો મને જન્મ આપનારી ક્ષત્રિયાણીનું દૂધ લાજે . ક્ષત્રિયને જીવિતનો મોહ ન હોય, કર્તવ્યનો ચાહ હોય.”
રાયસપુત્રી અંગારવતી વત્સરાજને પાછો ફરવાને સમજાવી રહી હતી, ત્યાં
સારમાણસાઈનું દુઃખ 125
Page #79
--------------------------------------------------------------------------
________________
તો દિશાઓને પોતાની પ્રચંડ હાકથી ધ્રુજાવતો રાક્ષસ આવી પહોંચ્યો. એણે કોઈ નવાં પગલાં પોતાની ગુફામાં ગયેલાં જોયાં ને ક્રોધથી ધમધમી રહ્યો. રે, કોણ, હાથે કરીને મરવા આવ્યો હશે ! રાક્ષસ ધસમસતો ગુફામાં આવ્યો તો એણે સામે જ સુંદર માનવીને ઊભેલો જોયો. “વાહ, વાહ, સુંદર ભક્ષ મળ્યો !” એમ બોલીને એણે છલાંગ મારી. એણે વિચાર્યું કે માનવીને ગળું પીસીને એનું ફળફળતું રક્ત પીઉં, પણ વત્સરાજ સાવધ હતા. એમણે રાયસની છલાંગ ચુકાવી એને બાથ ભરી. રાક્ષસની કમર પરથી ખંજર ખેંચી લીધું અને બીજી પળે એનું ખંજર એની છાતીમાં પરોવી દીધું. પહાડ જેવો રાક્ષસ ભૂમિ પર ઢળી પડ્યો ને પંચત્વ પામ્યો !
વર્ષોથી ધરાને પોતાનાં પાપકર્મથી સંતપ્ત કરનારનો અંત એક પળમાં આવી ગયો. પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે કાંકરીથી પણ ફૂટી જાય તે આનું નામ !
રાક્ષસપુત્રી અંગારવતી હાથમાં ફૂલનો હાર લઈને દોડી. એણે રાજાના ગળામાં હાર પહેરાવીને કહ્યું : જિવાડો કે મારો તમે જ મારા પ્રાણ છો, પતિ છો, દેવ છો. આ નરકમાંથી મને લઈ જાઓ, મારો ઉદ્ધાર કરો !''
આ તરફ કૌશાંબીમાં તો રાજાની ભારે ખોજ થઈ રહી હતી. મંત્રીરાજ યૌગંધરાયણ રાજવીનું પગલે પગલું દબાવતા દડમજલ કરતા આવી રહ્યા હતા. સહુનાં મનમાં રાજાજીના આ દુઃસાહસ માટે ભારે ચિંતા હતી. આખી રાત શોધખોળ ચાલી. પૂર્વ, પશ્ચિમ ને ઉત્તર દિશા તો સહુ શોધી વળ્યાં, પણ રાતે દક્ષિણ દિશામાં કોણ જાય ? સવારે સહુ એ દિશા તરફ ચાલ્યાં તો સામેથી એક રૂપરૂપની રંભા જેવી
સ્ત્રીને ઘોડા પર બેસાડીને રાજા ઉદયનને ચાલ્યા આવતા જોયા. આ જોઈ બધાએ દિદિગન્તવ્યાપી જયનાદ કર્યો.
રાજાજીએ બધી વાત કરી. સમસ્ત પ્રજા રાક્ષસ જેવા નરાધમના નાશથી ને રાજાજીના શૌર્યથી ફૂલી ઊઠી ! કવિઓએ કાવ્ય રચ્યાં, ચિત્રકારોએ ચિત્ર દોર્યો. નટોએ નાટક કર્યો. પંડિતોએ પ્રશસ્તિ રચી. વેદજ્ઞોએ આશીર્વાદ આપ્યા.
હું પણ ક્યાં પ્રભુનો સેવક નથી ? સેવક થયા તેથી શું થયું ? સંન્યાસી તો નથી થયો ને ! ત્યાં સુધી ધર્મ જુદા, કર્મ જુદાં ! સહુ સહુને ઠેકાણે શોભે !*
દૂતને વચ્ચે કહેવાનું ઘણું મન થયું, પણ બિચારો નાને મોઢે મોટી વાત કેમ કરે ? એણે તો પોતાની વાત આગળ વધારતાં કહ્યું : “મહારાજ, આ પછી સ્વપરાક્રમથી તેઓ બીજી એક તલકરાજની પુત્રીને પણ પરણી લાવ્યા છે.”
“એને તો જંગલની ભીલડી કે શબરી જ જડેને ! એવા વીણા વગાડનારને કંઈ રાજકુમારી થોડી વરમાળા આરોપવાની હતી ! એ તો ‘રાજાને ગમી એ રાણી, ને છાણાં વીણતી આણી' જેવું ક્યું ! એનાથી બીજું થશે પણ શું ? ભલે એ રૂપાળો હોય, બહાદુર હોય, પણ પ્રખ્યાત રાજ કુળની એક કુંવરી એને સામે પગલે વરવા આવી ?”
રાજા પ્રદ્યોતે પળવાર થોભી કહ્યું : “શાબાશ દૂત ! તું સમાચાર તો બરાબર વિગતથી લાવ્યો છે. જા, એવી જ રીતે સમાચાર પહોંચાડવો કરજે , હું તારો પર પ્રસન્ન છું.”
દૂત વિદાય થયો. રાજા પ્રદ્યોતે દૂર દૂર ગવાક્ષમાંથી ક્ષિપ્રા નદીના તટ પર નજર નાખી. રાજ હસ્તીઓ ત્યાં સ્નાન કરી રહ્યા હતા. અચાનક એને વત્સની લડાઈમાં પોતાની અજેય લેખાતી હાથીસેનાની થયેલી ફજેતી યાદ આવી. એ સાથે હૃદયમાં શત શત જ્વાલાઓ સાથે અપકીર્તિની કાળી બળતરા ઝગી ઊઠી. એ મનોમન વિચારી રહ્યો :
અરે, દુનિયામાં મારા જેવો તે ડાહ્યો-મૂર્ખ બીજો કોઈ હશે ખરો ? બીજાનું એક લેવા જતાં પોતાની ભેય ખોયાં : રાણી મૃગાવતી તો ન મળી તે મળી, પણ સાથે પોતાની પત્ની શિવાદેવી અને બીજી આઠ રાણીઓ પણ ખોઈ ! મૃગાવતી એક મળી હોત તો... અને આ આઠ ગઈ હોત તોય મને સંતોષ થાત ! પણ ન જાણે કેમ, ભગવાનની હાજરીમાં હું ‘હું ” નથી રહી શકતો, મારું વાઘનું મન બકરી જેવું ગરીબ બની જાય છે. અનાડી મન એ વખતે પાપનો પશ્ચાત્તાપ કરવા લાગે છે. યોગીમાં જરૂર જાદુની શક્તિ હશે, નહિ તો મારા જેવા બેશરમ જીવને પણ શરમ આવી જાય ખરી ? અને શરમ તે કેવી ? સગે હાથે શત્રુના બાળને ગાદી પર બેસાડવાની ! સર્પબાળને દૂધ પાઈને ઉછેરવાની !”
રાજા પ્રદ્યોત વિચારમાં ઊતરી ગયો. એણે મન સાથે નક્કી કર્યું કે રાજાને વળી સાધુની મૈત્રી કેવી ? એમને ક્યાં આગળ ઉલાળ કે પાછળ ધરાળ છે ? દુનિયામાં બહુ ભલા થવામાં સાર નથી. મૃગાવતીને છોડી દીધ્ય, ઉદયનને ગાદી પર બેસાર્યું હું શું સારો થઈ ગયો ? મારું શું ભલું થયું ?" અને રૂપમાધુર્યભરી મૃગાવતીની સુંદર મૂર્તિ એની આંખ સામે તરી આવી.
સારમાણસાઈનું દુ:ખ 1 127
દૂત પોતાની વાત પૂરી કરી રહ્યો કે રાજા પ્રદ્યોત સિંહાસન પરથી ગર્જી ઊઠ્યો : “જૂઠા એ ચિત્રકારો ને જૂઠા એના એઠા ટુકડા ખાનારા એ કવિઓ ! જૂઠા એ ખુશામદિયા નટો ને જૂઠા એ પારિતોષિક ભૂખ્યા પંડિતો ! અરે, રસ્તે જતી કોઈ રૂપાળી સ્ત્રીને ઉપાડી લાવ્યો હશે ને પછી હાંકી હશે બડાશ ! એ તો જેવા બાપ એવા બેટા !”
પ્રભુ, રાજા ઉદયન તો ભગવાન મહાવીરનો સાચો સેવક છે.” અવન્તીના મંત્રીએ કહ્યું.
126 B પ્રેમનું મંદિર
Page #80
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરની પરિષદામાં સાદા વેશમાં પણ એ કેવી શોભી રહી હતી ! રાજ કવિ કહે છે કે સ્ત્રીના દેહમાં મધુ વસે છે, એ વાત મૃગાવતીના દેહને જોતાં અવશ્ય સાચી લાગે છે. ભક્તિભારથી નમેલાં એનાં અંગોમાંથી કેવી માધુરી ઝરતી હતી ! વય તો થઈ હતી, તોય વપુસૌંદર્ય કંઈ ઝાંખું નહોતું પડ્યું. મારે લાયક એ હતી ! પરિસ્થિતિએ મને લાચાર બનાવ્યો, નહિ તો મૃગાવતીના શા ભાર હતા ? - રાજા પ્રદ્યતની માનવસૃષ્ટિમાં ખળભળાટ મચી ગયો. કામરુ દેશની દાસી પણ એને સાંત્વન ન આપી શકી. એણે મહામંત્રીને હાકલ કરી.
વૃદ્ધ મહામંત્રી થોડી વારમાં હાજર થયા.
એમને જોતાં જ રાજાએ કહ્યું : “મંત્રીરાજ , વત્સદેશના મેદાનમાં આપણે હાર્યા કે જીત્યા ?”
હાર કે જીતનો વિચાર ત્યાં મિથ્યા હતો. મહારાજ, આપની ઉદારતાની, આપની સરળતાની, આપની ધાર્મિકતાની જનતા પ્રશંસા કરી રહી છે. ધર્મ સમજ્યા એમ સહુ કહે છે. ભગવાનના બધા રાજવી-શિષ્યોમાં સાચા શિષ્ય ઓપ ! આપના ત્યાગનાં તો કવિઓ કવિત રચી રહ્યા છે. તેઓ કહે છે કે અવંતીની સંસ્કારિતાને આપે પુનઃ સંસ્કારિત કરીને એને માથે મુગટ પહેરાવ્યો છે.”
“થોભો. મંત્રીરાજ , થોભો !” રાજાએ મંત્રીને વાત આગળ ચલાવતાં અટકાવ્યા, “શું તમને બધાને માનસિક રોગ વળગ્યો છે ? તમારી જાત પ્રત્યેની શું તમારી પંચના છે ! અથવા આનું નામ જ દુનિયા ! આપણે સાવ કોરા ધાકોર જેવા હોઈએ ને જગત સમજે કે ભરી ભરી વાદળી જેવા છીએ. ભક્તિએ તો ભુંડી કરી ! દુનિયામાં જરા સારો દેખાઉં એ માટે પરિષદામાં બેસતો થયો. એમાં વાત વીફરી ગઈ. મારા હાથમાં કંઈ આવ્યું નહિ ને લોકોએ પાણીના પરપોટા જેવી હજાર પ્રશસ્તિઓ રચી કાઢી. પણ તેથી શું ? મને તો એ જ સમજાતું નથી કે સ્વર્ગની લાલસામાં કષ્ટ વેઠી રહેલા આ સાધુસંતો કરતાં આ પૃથ્વી પર સ્વર્ગ ઉતારવા ઇચ્છનાર આપણે શા ખોટા ? મંત્રીરાજ , એ આર્ષ દૃષ્ટિનો મને તાપ લાગે છે. ચુંબક પાસે લોટું આપોઆપ ખેંચાઈ જાય છે. એ પ્રશમરસભરી દૃષ્ટિનો દોરો દોરવાઈ ગયો, પણ મારા મનમાં તો મૃગાવતીની છબી હજીયે દોરાયેલી જ પડી છે. સ્વર્ગની અપ્સરા પૃથ્વી પર મળી જાય તો વળી મરવાની ને સત્કર્મ કરવાની ને સ્વર્ગમાં જવાની ઉપાધિ શા માટે ? સાધ્ય તો એક જ છે ને !”
શાન્તમ્ પાપમ્, મહારાજ ! રાણી મૃગાવતી તો સાધ્વી બન્યાં. એમને બૂરી દાનતથી સ્પર્શ કરવાની શક્તિ ધરાવનાર સ્વર્ગ, પાતાળ કે પૃથ્વી પર હવે કોઈ નથી. આપ જેવા શાણા રાજવીએ એ વિચાર પણ છોડી દેવો ઘટે. દરિયાના પાણી વહી ગયાં. ને સ્વર્ગને પણ ભગવાન પૃથ્વી કરતાં કંઈ ભારે મોટું કહેતા નથી. એ
128 ! પ્રેમનું મંદિર
તો કમાયેલું ખર્ચ કરવાની ભૂમિ છે. મનુષ્યજન્મ જ સર્વશ્રેષ્ઠ છે, જ્યાંથી માણસ સત્, ચિત ને આનંદસ્વરૂપ મોક્ષ મેળવી શકે.”
પણ મંત્રીશ્વર, આ વત્સરાજ ઉદયનની કીર્તિ મારું હૈયું કરી નાખે છે. અરે, હું એક નવી રાણીના મોહમાં અનેક રાણીઓ ખોઈ બેઠો, અને એ રોજ નવી નવી લાવી મોજ ઉડાવે છે ! એને કેદ કરીને લાવ્યા વિના મને જંપ વળશે નહિ, પણ મંત્રીરાજ , મારે કંઈ એને બળથી પકડી આણવો નથી, બુદ્ધિબળથી એને જ કડી લેવો છે. ને એમ કરતાં જો વચ્ચેથી વત્સદેશ ટળે તો મગધ પરની મારી દાઝ સરળતાથી કાઢી શકું .” રાજા પ્રદ્યોતે રસકારણમાં રાજ કારણ દાખવ્યું.
મહારાજ , મગધ આપણાથી ડરે છે, આપણે મગધથી ડરીએ છીએ. વસ વળી આપણા બેયથી ડરે છે. પરસ્પરના ડરથી એકબીજા સૈન્ય ને શસ્ત્ર સજ્યા જ કરે છે. મને લાગે છે, કે સાપ અને માણસના જેવો આ ઘાટ છે. સર્પ માણસથી ડરે, માણસ સર્પથી ડરે, ઝેરી સાપ માણસને શોખથી કરડતો નથી. એના અંતરમાં રહેલો માનવ પ્રત્યેનો અંદેશો જ એને દંશ દેવા પ્રેરે છે.”
- “મારે બીજું કંઈ સાંભળવું નથી. મંત્રીરાજ ! હમણાં હમણાં સાધુ સંન્યાસીઓએ રાજકારણમાં અને અતઃપુરમાં માથું મારવા માંડ્યું છે. હમણાં હમણાં બધે રાજા અને મંત્રીઓને ધરમની હવા લાગી છે. વત્સનો મંત્રી યુગંધર બાવો થયો, મગધનો મંત્રી અભય બાવો થવાની ઘડીઓ ગણાય છે, ને તમે પણ તૈયારી કરી રહ્યા લાગો છો !”
- “મહારાજ, મને માફ કરજો. લક્ષ્મી અને રાજ કૃપાના અસ્થાયીપણાની તેઓને ખબર છે. રાજસેવા કરવી ને નગ્ન તલવાર પર નાચવું સરખું છે. એ દિવસ ક્યાંથી કે આપ રાજી થઈને મને રજા આપો અને હું રાજરાજે શ્વર ભગવાન મહાવીરનાં ચરણ ચૂમીને સંસારની અલાબલા છાંડી દઉં !” મંત્રીશ્વરે હૃદયકપાટ ખોલ્યાં..
| ‘અને છતાંય મંત્રીરાજ , જુઓ, અભયકુમાર ગમે તેવો ધર્મિષ્ઠ હોય, પણ એના પિતા તરફ કેવી કર્તવ્યનિષ્ઠા રાખે છે, તે તમે મારી વાત સાંભળો ત્યારે ખબર પડે; મારા સ્ત્રી-પ્રેમ વિશે તમે બધા જે અપ્રેમ ધરાવો છો, તે તરત જ નીકળી જાય. શ્રેણિકરાજા તો મારાથી મોટો છે. મારાથી પણ બૂઢા એ રાજાની નજર આઠ વર્ષની એક સુંદર ગોવાળ કન્યા દુર્ગધા પર પડી. વૃદ્ધ રાજા એ અવિકસિત કળીને ભોગવવા ઘેલો બન્યો. એના વિના એ પાગલ બની ગયો. ભીખની જેમ પિતૃસેવક અભયકુમારે આખરે એ છોકરીને લાવીને રાજાના અંતઃપુરમાં મોકલી આપી, મંત્રીરાજ , મારા કામગુણની સહુ નિંદા કરે છે, તો પછી આને શું ? શું એ ભગવાનની પરિષદામાં નથી બેસતો !” “પણ ભગવાનને ક્યાં એની પણ શરમ રાખી છે ? એમણે એને ચોખ્ખું
સારમાણસાઈનું દુઃખ 129
Page #81
--------------------------------------------------------------------------
________________
19
પ્રેમમંદિરની પ્રતિમા.
સંભળાવી દીધું કે રાજા, નરકેસરી વા નરકેશ્વરી ! તું નરકમાં જઈશ. બાકી તો ભગવાનને મન પુણ્યશાળી ને પાપી, ભક્ત કે વેરી બંને સમાન છે. એમની પરિષદામાંથી કોઈને જાકારો ન મળે. એમનું કહેવું છે કે પાપને પાપ સમજો, પુણ્યને પુણ્ય સમજો. એ પ્રાથમિક ભૂમિકા પણ આખરે ભાવનાના બળે તરી ગયાં.”
પણ રાજા પ્રદ્યોત તો બીજા વિચારમાં ડૂબી ગયો હતો. એણે કહ્યું : “યાદ છે મંત્રીરાજ, એક દહાડો ઇનામની આશાએ કોઈ કલાકાર લાકડાનો હાથી લઈને દરબારમાં આવ્યો હતો ? જીવતા હાથીની જેમ એ યંત્ર-હાથી દોડતો, ખાતો, પીતો ને ગર્જારવ કરતો. એ હાથીને અને એના ઘડનારને બોલાવો. મારે એ કળાકારની વિશેષ કદર કરવી છે.”
- “આગળની વાત હું સમજી ગયો મહારાજ ! એ હાથીને લઈને હું વત્સના જંગમાં જાઉં, કાં ? સાચી વાત : જે જેમાં આસક્ત, એનું અનિષ્ટ એમાં.”
પણ સાથે પંદરેક મલ્લને પણ લેતા જજો. જેવા તેવાને ગાંઠે તેવો નથી ઉદયન !”
ચિંતા નહિ મહારાજ ! ઉદયન માટે કારાગૃહ તૈયાર રાખજો. એને ઘડીના છઠ્ઠા ભાગમાં અહીં હાજર કર્યો સમજો."
- “વારુ વારુ !રાજમહાલયના પાછળના ભાગમાં રાજ કેદીઓ માટેના કારાગૃહમાં એની વ્યવસ્થા રાખીશું. વાસવદત્તા મને રોજ કહે છે, કે પિતાજી ! તમને એક છોકરે છેતર્યા !”
મહારાજ , બાળકોના કથન પર શું લક્ષ આપવું ! આપે જે કર્યું, એથી તો આર્યવર્તનાં તમામ રાજ કુળોમાં આપની પ્રતિષ્ઠા જામી છે. સહુ કહે છે, વાહ અવન્તીપતિ ! ભગવાનનો ઉપદેશ તેં ચરિતાર્થ કરી બતાવ્યો ! કમ્મ શુરા સે ધમ્મ શૂરા.”
“એનું જ નામ સંસાર. પરાણે પ્રીતનો ઘાટ થયો.”
રાજા પ્રદ્યોત બેપરવાઈભર્યું હસ્યો. વત્સરાજને બંદીવાન કરીને લાવવાની નવી યોજના સમગ્ર રીતે વિચારીને, નવી વ્યુહરચના સાથે મંત્રીરાજ વિદાય થયા.
એક અદ્દભુત ઘટના બની : સંસારની સુંદરમાં સુંદર સ્ત્રી પ્રભુચરણે આવી સાધ્વી બનીવૈરાગ્યની એવી પ્રબલ હવા વહેતી હતી, કે સંસારી જીવો સર્વ કાંઈ છાંડી સાધુ બની જતા. એવી હવાના વેગમાં રાણી મૃગાવતી સાધ્વી બન્યાં.
ગમે તેવું બળવાન સિંહાસન પણ સંન્યાસિનીને અડી ન શકે, એવી એ કાળની વણલખી નૈતિક મર્યાદા હતી..
રાણી મૃગાવતી સંન્યાસિની બની. એ રીતે એ ભયમુક્ત બની, અને અવંતીપતિ વા ખાતો રહ્યો !
પણ રૂપ તો એવું અજોડ છે કે ગમે તે દશામાં પણ ઝળહળી ઊઠે છે. રાણી સાધ્વી બન્યાં તેથી એને શું ? સફેદ અંચળો ઓઢચો તેની એને પરવા શી ? બટમોગરાના ગુચ્છમાં બેઠેલા લાલ કમળની જેમ એ ક્યાં સુધી છાનું માનું બેસી રહે ?
રૂપજ્યોતિ સમાં સાધ્વી મૃગાવતીના પગની લાલ પાની પૃથ્વી પર ઠેર ઠેરતી નથી, એ ચાલે છે ને પગનાં પદ્મ પૃથ્વી પર પડે છે. એ બોલે છે ને ગાલે ગલ પડે છે. જે માર્ગ પરથી એ પસાર થાય છે, ત્યાં બે બાજુ લોકોની ઠઠ જામે છે.
સંસાર તો સારા-નરસાનો શંભુમેળો છે, અનેક પ્રકારનાં મન છે ને અનેક જાતનાં માનવી છે, કોઈ દર્શન કરી પાવન થાય છે; તો કોઈ કડવી-મીઠી ટીકા મશ્કરી કરી પોતાના મેલા મનને પ્રસન્ન કરે છે.
લોક કહે છે : “અરેરે ! આવી પદ્મિની સ્ત્રીને રસ્તે રઝળતી કરવી ઠીક નહોતી !” કોઈ કહે છે : “વિલાસમાં રમતાં રાણીજીને આ વૈરાગ્ય કાં સુજ્યો ?”
સૂઝવાની ક્યાં વાત છે ? બધા ચેનચાળા કરી લીધા, થાક્યાં, હવે નવાં નખરાં શરૂ કર્યા. નવાં ગાઉ, નવી મજલ.”
130 D પ્રેમનું મંદિર
Page #82
--------------------------------------------------------------------------
________________
આમ આખાબોલા માનવી કંઈ કંઈ બોલતાં. અપ્રિય ટીકાઓ હસતે મોંએ સાંભળવી, એ પણ મોટું તપ છે. સાધ્વીરાણી એ તપ તપી રહ્યાં; મનમાં જરાય માઠું લગાડતાં નથી.
ખરી વાત !” કોઈ ટેકો આપતું, “આ તો સો ઉંદર મારી બિલ્લીબાઈ પાટે બેઠાં જેવું જ ને ?"
કોઈ જરા ડાહ્યું લેખાતું માણસ ભવિષ્યવાણી ભાખતું: “જોજો ને, જરા બધું થાળે પડવા દો ને ! પછી તો લે દેવ ચોખા ને કર અમને મોકળાં ! આ તો પતિનો શોક તાજો હતો. માથે પેલો ચંડપ્રઘાત એને પરણવાની રઢ લઈ બેઠો હતો. દીકરાની ગાદી જાય તેવી પરિસ્થિતિ હતી. એટલે હજાર રોગનું એક ઓસડ ! શીશ મુંડાવ્યું કે હજાર લપ છૂટી !'
“વાત સાચી છે તમારી !" પારકી પંચાતમાં પટેલ જેવા એકે કહ્યું : “ભાઈ ! ફૂલની શય્યામાં પોઢનારીને આ કઠણ ભૂમિ કેમ ભાવે ? ક્યાં સુધી ભાવશે એની શંકા છે.”
- પૃથ્વી સામે નજર માંડીને ચાલતાં સાધ્વીરાણી આ બધો લોકાપવાદ સાંભળે છે, પણ મનમાં કંઈ આણતાં નથી; વિચારે છે કે : “લોકો તો જેવું જુએ તેવું કહે, જેવું જાણે તેવું વંદે, એમાં રીસ કેવી ? અને એ ખોટું પણ શું કહે છે ? મને મારા સૌંદર્યનું અભિમાન હતું. અને યુવાનીના શોખ પણ ક્યાં ઓછા હતા ? કોઈ રૂપવતીનું નામ પડતાં પ્રતિસ્પર્ધામાં મારો ગર્વ સાતમા આસમાને જઈ અડતો. મારા એક એક ઘાટીલા અંગ માટે મને ભારે અભિમાન હતું. હું કોઈને ગણકારતી નહિ. ભાઈ, એ તો જેણે ગોળ ખાધો હોય. એણે ચોકડાં પણ સહવાં જ જોઈએ ને !”
જેમ નિંદા સાંભળતાં જાય છે, તેમ સાથ્વીરાણીનું હૈયા કમળ વિકસિત થતું જાય છે. રે, લોકનિંદા સહન ન કરી શકે એ સાધુત્વની કિંમત કેટલી ?
ભગવાન મહાવીર વારંવાર કહે છે : “કીર્તિ તમને ફુલાવે, અપકીર્તિ તમને અકળાવે, તો વ્યર્થ છે તમારી સાધુતા ! કીર્તિ-અપકીર્તિ તો સાધુના ઘરનાં મોભ ને વળીઓ છે.”
ભગવાન મહાવીરના સાધુસંઘના નેતા છે, સુધર્માસ્વામી - ધર્મના જીવંત અવતાર, ભગવાન મહાવીરના સાધ્વીસંઘનાં નેતા છે આર્યા ચંદના - ચંદનકાષ્ઠથીય વધુ પવિત્ર.
આર્યા ચંદના આ સાધ્વી મૃગાવતી તરફ કંઈક કઠોર વર્તાવ રાખે છે. સુખશીલિયા જીવો સુખ-સગવડ તરફ ફરી જલદી ખેંચાઈ ન જાય, એ માટે તેઓ સતત જાગ્રત રહે છે; તપ, જપ ને વ્રતની કઠોરતાને જરાય નરમ પડવા દેતાં નથી. એક રાજરાણી તરફ આર્યા ચંદનાનો અતિ કઠોર ને લુખ્ખો વર્તાવ સહુને ખૂંચે
132 D પ્રેમનું મંદિર
છે. આખો સમુદાય કહે છે, કે દરેક વાતની ધીરે ધીરે કેળવણી કરવી ઠીક પડે. માથું મૂંડાવવાની સાથે જ ભલા કંઈ મન મૂંડાઈ જતું હશે ? માત્ર વેશ ધારણ કર્યું શું વૃત્તિઓ વશ થઈ જતી હશે ?
પણ સાધ્વી-રાણી મૃગાવતીને હૃદયે અપાર વિવેક છે. એ કંઈ બોલતાં નથી; સર્વ કંઈ સહન કરી લે છે. શત્રુના ઘા સાધુ હોંશથી સહન કરે, તો આ તો શુભચિંતકની કઠોરતા હતી, રાણી તો મનમાં ને મનમાં વિચારે છે : “રે, હું કેવી શિથિલ છું ! આર્યા ચંદનાને મારે કાજે કેવો પરિતાપ વેઠવો પડે છે ! ધિક્ મારું જીવન !”
સાધુસંઘમાં ભૂતકાળની ઘટનાઓનું સ્મરણ યોગ્ય નથી લેખાતું. બાકી સાંસારિક સંબંધે મૃગાવતી માસી છે ને આર્યા ચંદના ભાણેજ છે. મૃગાવતી વસ્રદેશના રાણી છે ને ચંદના અંગ દેશના રાજ કુમારી છે. ચંદનાનાં માતા ધારિણીદેવી ને મૃગાવતી સગી માજણી બહેનો હતી.
ભૂંડો ભૂતકાળ યાદ કરવાથી શું ફાયદો ? બાકી પ્રપંચી રાજ કાજ માં કોણ કોનું સગું ને કોણ કોનું સંબંધી ! મૃગાવતી રાણીના પતિએ પોતાના સાઢુભાઈ પર ચઢાઈ કરી. સાધુ મરાયા ને સાળીને આપઘાત કરી જીવનનો અંત આણવો પડ્યો. એ લડાઈની લૂંટમાં ભાણેજ ચંદના ગુલામ તરીકે વેચાઈ,
ભલું થજો ભગવાન મહાવીરનું કે ચંદનાને દાસત્વમાંથી મુક્ત કરી, સાધ્વીસંઘના નેતૃપદે સ્થાપ્યાં. એટલે જો કે આર્યા ચંદનાએ રાજ મહેલનાં રાજસુખ નહોતાં માણ્યાં, પણ એના વિકારો ને વિલાસોના પરિતાપ અવશ્ય જાણ્યા હતા. - જમનાર રોટલી પર વધુ ઘી ચોપડે, તો એ રોટલી પોતે જ ખાઈ શકતો નથી. એ વાત જગજાહેર હતી કે આ રૂપરાશિએ પોતાના પતિને પણ ભ્રાન્તિમાં નાખી દીધેલો. “માઘ સ્વતી જ' એવો ભય કૌશાંબીપતિને લાગેલો.
આખરે પતંગિયું પોતાની દીપલાલસામાં જળી મર્યું. રાજા શતાનિક અકાળ મૃત્યુ પામ્યા ને પછી આ નિઃસહાય રૂપને પોતાનું કરવા ઉજ્જૈનીનો રાજા ચંડપ્રદ્યોત ચઢી આવ્યો.
દિવસો સુધી યુદ્ધની કાળી છાયા દેશ પર પ્રસરી રહી, ખુદ રાણીએ રૂપલાલસાનાં જૂઠાં સ્વપ્ન આપી અવંતીપતિને દિવસો સુધી છેતર્યો !
એ તો ભલું થજો ભગવાન મહાવીરનું કે દેશને યુદ્ધમાંથી ઉગાર્યો, ને મૃગાવતીને સાધ્વી બનાવી નિર્ભય કરી.
એટલે આર્યા ચંદનાએ રૂપ તરફની સતત ચોકીદારીને પોતાનો સ્વાભાવિક ધર્મ લેખ્યો હતો. રૂપને સંસારમાં કંઈ ઓછાં ભયસ્થાનો છે ? રૂપને તો ફૂલની જેમ
પ્રેમમંદિરની પ્રતિમા D 133
Page #83
--------------------------------------------------------------------------
________________
સંસારના તુષારાઘાતોથી સદાસર્વદા રક્ષવું ઘટે !
સંસારના રૂપ વિશેના આઘાતોથી આર્યા ચંદના જ સાવધ હતાં. એમ નહોતું; સાધ્વી-રાણી પોતે પણ સાવધ હતાં. કાંડાં પર કંકણ નહોતાં, કંઠમાં હાર નહોતા, મસ્તક પર કેશ નહોતા, માથા પર દામણી નહોતી, છતાં એવું કંઈક ત્યાં હતું કે જે ન હોવા છતાં બધું હતું. દેહછબીમાં રૂપજ્યોત્સ્નાની શોભા સદાકાળ વિલસી રહેતી.
વત્સ દેશ પર જાણે એકસાથે બે મહામેઘની ઝડીઓ આજે વરસી રહી હતી : વર્ષાનો સ્વામી મહામેઘ પોતાનાં જળ ચોધારાં વરસાવી રહ્યો હતો. અભયના સ્વામી ભગવાન મહાવીરે અણપલળેલી મનોભૂમિને પોતાની ઉપદેશધારાઓથી પરિપ્લાવિત કરી મૂકી હતી.
અહીં આત્માની વાત હતી. સભામાં કોઈ દ્રવ્યવંત હતું, તો કોઈ દ્રવ્યવિહોણું હતું. કોઈ સત્તાવંત હતું, તો કોઈ સેવાધન હતું. કોઈ સાંગોપાંગ દેહવાળું હતું, તો કોઈ એકાદ અંગ-ઉપાંગહીન હતું; પણ શ્રદ્ધાહીન ત્યાં કોઈ નહોતું.
ઉપદેશધારાઓ અખંડ ભારે વરસી રહી. તડકો ઢળ્યો. સંધ્યાના મનોરમ પડદાઓ પૃથ્વી પર પથરાયા. રજનીરાણી નીલ રંગની સાડી ઓઢીને આવી, છતાં કોઈને અંધકારનો ખ્યાલ પણ ન આવ્યો કે અસૂરું થયાની કલ્પના પણ ન જાગી, આત્માનો અણદીઠ પ્રકાશ એટલો ઝળહળતો હતો કે ગગનાંગણે તારલા રમવા આવ્યા, તોય કોઈએ ઊભા થવાની કે જવાની ઇચ્છા ન સેવી. સૂર્ય એમની સમીપ ઝગમગતો હતો; ચંદ્ર એમના ભાલ પર સુમધુર ચાંદની ઢોળતો હતો. ભલા, આવા તેજપંથના પરિપંથીઓને અંધકારની કલ્પના કેમ આવે ? વિશ્વવીણાના તાર ન જાણે ક્યાંય સુધી રણઝણતા રહ્યા. આત્માના પરિપંથીઓ ન જાણે ક્યાંય સુધી મુગ્ધ બની બેસી રહ્યા. એ તાર થંભ્યા ત્યારે જાણે સહુ જાગ્યાં; જોયું તો ચારે તરફ અંધકાર ઘેરાઈ ગયો હતો !
ન
એક જણે અકળામણમાં કહ્યું : “અરે ! હમણાં સુધી તો સૂરજનો પ્રકાશ હતો
ને !"
બીજાએ કહ્યું : “અરે ! પોતાની જ્યોત્સ્ના સાથે ચંદ્રદેવ અહીં જ હતા ને !” ત્રીજાએ કહ્યું : “વિશ્વવીણાના અમર નાદને ઝીલવા સ્વર્ગના દેવતા પણ આવે છે. દેવગણ સાથે આભને ઓવારેથી સૂર્યદેવ ને ચંદ્રદેવ પણ ઉપદેશ સાંભળવા આવ્યા હતા. એ હતા ત્યાં સુધી રાત કે દિવસ કંઈ ન સમજાયું.”
ધન્ય વાણી ! ધન્ય જીવન ! કરતાં સભા વિસર્જન થઈ. શ્રોતાઓની શ્રેણીમાં સાધ્વી મૃગાવતી છેલ્લાં નીકળ્યાં.
અવની પર ઘોર અંધકાર ઘેરાઈ ગયો હતો, પણ આ સાધ્વી-રાણીના હૃદયમાં લેશ પણ અંધકાર નહોતો. એ તો સ્વસ્થ ચિત્તે એ પોતાના વાસસ્થાને (ઉપાશ્રયે) 134 – પ્રેમનું મંદિર
આવ્યાં. દ્વારમાં જ એમની ચિંતા કરતાં આર્યા ચંદના ખડાં હતાં. એમણે સાધ્વીરાણીને આવતાં જોઈને કહ્યું : “એક ઉંદરને જેટલો માર્કારનો ડર છે, એટલો રૂપવતી નારીને સંસારનો ડર છે.”
મૃગાવતી મસ્તક નમાવી રહ્યાં, કંઈ ન બોલ્યાં, પણ એમની મુખમુદ્રા કહેતી હતી કે એમના અંતર પર બોલવાથીય વિશેષ પ્રત્યાઘાત પડ્યા હતા.
આર્યા ચંદનાએ સાધ્વી સંઘના રખેવાળ તરીકે ઠપકો આપતાં વધારામાં કહ્યું : “કુલીન સ્ત્રીએ આટલી મોડી રાત સુધી બહાર રહેવું ન ઘટે !"
એટલે શું સાધ્વી-રાણી અકુલીન ? ના, ના.
દિવસને રાત કોણ કહે ? પણ આ તો જીવનમાં વગર વાંકે કરેલા અન્યાયોનો પડઘો હતો. રાજરાણી થઈને સૌંદર્યાભિમાની સમ્રાજ્ઞી થઈને પોતે જગત પર શા શા અન્યાયો નહિ ગુજાર્યા હોય ? આજે જીવનમાં સુકુમાર વૃત્તિઓને સ્થાન મળ્યું છે, એથી શું પૂર્વજીવનની સ્વાર્થી વૃત્તિઓનાં પાપ ભુંસાઈ જશે ? ના, ના. જગતને ચોપડે તો હિસાબ ચોખ્ખો છે ! લીધાદીધાની બરાબર પતાવટ થવી ઘટે !
મૃગાવતી એ આક્ષેપ શાંતિ ચિત્તે સહી રહ્યાં. અંતરમાં અનુતાપ જરૂર જાગ્યો, પણ એમણે કંઈ પ્રત્યુત્તર ન વાળ્યો. ચિત્તમાં પ્રાયશ્ચિત્તનું ઘમ્મરવલોણું આરંભાયું.
આર્યા ચંદનાને આજ ખરેખર ભારે ચિંતા ઉપજી હતી. તેઓ જાણતાં હતાં કે જીવનના ગમે તેવા મજબૂત રથની એક નાની સરખી ખીલી પણ ઢીલી પડવી ન જોઈએ, નહિ તો ક્યારેક આખા રથને ઊંધો વાળી દે.
એમણે વધારામાં કહ્યું : “રૂપ-લાવણ્યભરી સ્ત્રીએ સુકર્મોની જ્યાં આર્દ્રતા નથી, તેવા સ્થળ-કાળમાં ફરવું હિતાવહ નથી. જળ જ માછલી માટે ઉચિત છે; સ્થળ એને માટે મૃત્યુ છે. ઉપદેશમાં તો હું પણ હતી જ ને ! સમય થતાં ઊઠીને ચાલી આવી ! સ્ત્રીએ-અને તેમાંય રૂપવતી યુવાન સ્ત્રીએ–સંસારથી ખૂબ સાવધ રહીને ચાલવાની જરૂર છે.”
શબ્દોમાં છૂપી આશંકા ને અનિશ્ચિત આક્ષેપ ભર્યાં હતાં. એનો પ્રત્યુત્તર આપી શકાય તેમ હતો; પણ એ તો આજના કાર્યનો પ્રત્યુત્તર થયો; પણ જેનો પોતાની પાસે પ્રત્યુત્તર નથી એ ગઈ કાલનાં કર્મોનું શું ?
મૃગાવતી મૌનભાવે અંતરભાવમાં નિમગ્ન બન્યાં. ક્ષુલ્લક બનતા જતા અંતરને એમણે ચીમકી દીધી કે સુખ સંભાષણો ખૂબ ખૂબ માણ્યાં, તો દુઃખ વેઠતાં કાળજે ઘા કેમ વાગે છે ? જાણતાં નહોતાં રાણીજી, કે સુખ અને દુઃખ એ તો એક જ સિક્કાની બે બાજુ છે ?
એ રાત ખુબ હૈયાવલોવણ નીવડી. આર્યા ચંદના આ નવાં સાધ્વી-રાણીનાં
પ્રેમમંદિરની પ્રતિમા D 135
Page #84
--------------------------------------------------------------------------
________________
અરે, પણ એ સાપ તો પરમ સાધ્વી ચંદનાના બિછાના તરફ આગળ વધ્યો. કાળવિષ સર્પ ! એના ફૂંફાડામાંય વિષ ઊછળતું હતું.
આર્યા ચંદનાનો હાથ લંબાઈને સર્પના માર્ગમાં આડો પડ્યો હતો. સર્પ એ જ રસ્તે આગળ ધસતો હતો. ઉંદરોની ડાકલી આ યમદેવના આગમનની વાતને જાહેર કરતી હતી. અભયને વરેલાં સાધ્વી મૃગાવતી રાણી ઊભાં થયાં. વિજળીની ત્વરાથી એમણે આર્યા ચંદનાનો હાથ ઉપાડી લીધો.
વિષધર નાગ પોતાનો માર્ગ નિષ્કટક જોઈ આગળ વધી ગયો, ને એક ખૂણામાં જઈને લપાયો.
ડાકલી હજી જોરજોરથી વાગી રહી હતી.
સાધુને શોભતી શ્વાનનિદ્રાવાળાં આર્યા ચંદના, કોઈનો હસ્તસ્પર્શ પામતાં, સફાળા જાગી ગયાં. જોયું તો પોતાનો હાથ સાધ્વી મૃગાવતીના હાથમાં !
આ શા માટે ? આર્યા ચમકી ઊઠયાં. એમણે પૂછવું : “મારો હાથ કેમ પકડ્યો ?”
મૃગાવતીએ સર્પની વાત કહી. ખૂણામાં છુપાયેલા કાળવિષ સર્પને આંગળી ચીંધી બતાવ્યો. સર્પના અસ્તિત્વને જાહેર કરવા વાગતી ડાકલી તરફ તેમનું લક્ષ
તપ, સંયમ ને આચાર વિશે વિચારે ચઢી ગયાં. રાત સુધી એ ઊંઘી જ ન શક્યાં. આખરે મધરાતની શીળી હવાએ એમના પર નિદ્રાનાં ધારણ વાગ્યાં.
સાધ્વી-રાણી મૃગાવતી સૂતાં જરૂર હતાં, પણ એમનું મન જાગ્રત હતું. પશ્ચાત્તાપનો પ્રચંડ અગ્નિ એમના આત્મકાંચનને તપાવી રહ્યો હતો. કોઈ અગ્નિપરીક્ષામાં એ પડ્યાં હતાં. મંથનનાં ઘમ્મરવલોણાં ચાલતાં હતાં. સંસારનું આખું સ્વરૂપ એમની સામે તાદૃશ થયું હતું.
સંસાર, સુખોપભોગ, સત્તા, સમૃદ્ધિ, જીવ, અજીવ, ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, જાણે સંસારને તપાવી રહેલાં તત્ત્વો એમને હાથ કંકણની જેમ પ્રત્યક્ષ થતાં ચાલ્યાં !
સાધ્વી ચંદનાને સૂતેલાં જોઈ સાધ્વી-રાણી મૃગાવતી બેઠાં થયાં ને મનથી એમને વંદન કરી રહ્યાં.
વંદન હજો એ અધમઉદ્ધારણે પ્રભુ મહાવીરને !” વંદન હજો મારાં પરમ ઉપકારી સતી-સાધ્વી ચંદનાને !”
વંદન કરવા મસ્તક નમાવતાં સાધ્વીરાણીનાં નેત્ર આગળ કોઈ અગમ્ય તેજનું વર્તુળ રમી રહ્યું. યુભિત હૃદયસાગરમાં જાણે એકાએક શાંતિના વાયરા વાયા. આહ ! મનમાં કેવો આહલાદ પેદા થયો ! ચિત્તમાં કેવી પ્રસન્નતા પ્રગટ થઈ ! દુઃખ , શોક, સંતાપ જાણે દૂર દૂર ચાલ્યાં ગયાં.
આંખ સામે જાણે અંધકાર નથી. સમસ્ત સંસાર જાણે એમનાં નેત્રો સામે પ્રત્યક્ષ છે.
ચર્મચક્ષુથી હવે શું નીરખવું ? ચક્ષુ બંધ હોય તોય એ બધું નીરખે છે ! હૃદયમાં તરંગહીન મહાસાગર આવી ઊભો છે. શાંતિ અનહદ ! સુખ અવ્યવહિત !
નિવાસસ્થાનમાં ઘોર અંધકાર વ્યાપ્યો હતો. એ ઘોર અંધકારને ભેદતાં સાધ્વીરાણીનાં નેત્રો ચમકી રહ્યાં. હવે પૃથ્વીના પટ પર એમને માટે ક્યાંય અંધકાર રહ્યો ન હતો. ભાલપ્રદેશ પર તેજનો પુંજ ને હૃદયપ્રદેશ પર શાન્તિનો સાગર લહેરિયાં લઈ રહ્યો હતો.
સાધ્વી-રાણીએ ભગવાન પાસે સાંભળ્યું હતું : “મહાજ્ઞાની ને મહાસાધકને છેવટે આવો જ્ઞાનપ્રકાશ લાધે છે. એ ત્રણે જગતને હાથમાં રહેલા આંબળાની જેમ પ્રત્યક્ષ જોઈ શકે છે.” અરે ! એ જ પ્રકાશ મને લાધ્યો !
મૃગાવતી અગમ્ય આનંદની પળોમાં ડોલી રહ્યાં. અરે, પણ આ શું ? ઉપાશ્રયમાં કાળો મણિધર નાગ !
વિષયવાસનાના અવતાર જેવો કાળો ભમ્મર નાગ ! જાણે પોતાના અંતરના વિષય-વિકાર પોતાનો દેહ છોડીને ભાગી છૂટ્યા !
136 પ્રેમનું મંદિર
ઉપાશ્રયમાં ઘોર અંધકાર વ્યાપ્યો હતો એટલે આર્યા ચંદના કંઈ નીરખી ન શક્યાં. એમણે જરા ઉગ્રતાથી પૂછયું :
ચોમેર કેવો ઘોર અંધકાર ફેલાયેલો છે ! હાથની હથેળી પણ દેખાતી નથી, તો તમે સર્પને કેવી રીતે જોઈ શક્યાં ?”,
“કોઈ અવર્ણનીય તેજપુંજ મારાં અંતરમાં પ્રગટ્યો છે. એ પરમ જ્યોતિમાં હું બહુ સ્પષ્ટ જોઈ રહી છું.”
મહાજ્ઞાનીને જે પ્રકાશ સિદ્ધ હોય છે, એવા પ્રકાશની તમે વાત કરો છો ?” ચંદનાએ જરા કટાક્ષમાં પૂછયું : શું તમને કેવળજ્ઞાન-ત્રિકાળજ્ઞાન થયું છે ?”
જી હા !” મૃગાવતીએ સ્વાભાવિકતાથી કહ્યું.
છટ !” આર્યા ચંદનાના મુખમાંથી તિરસ્કારસૂચક ઉચ્ચાર નીકળી ગયો. અરે, પોતાના જેવી જ્ઞાનવૃદ્ધ, સંયમવૃદ્ધ, આર્યાને હજી એ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, ને આજ કાલની સાધ્વીને આ ત્રિકાળજ્ઞાને ? ન ભૂતો ન ભવિષ્યતિ.
આર્યાએ પરીક્ષા માટે ગહન પ્રશ્નો પૂછવા માંડ્યા. મૃગાવતીએ સાવ સાદી રીતે એના ખુલાસા આપવા માંડ્યા.
આર્યા ચંદનાને ક્ષણવારમાં ખાતરી થઈ ગઈ કે મૃગાવતીનો બેડો પાર થઈ ગયો છે. એને નક્કી ત્રિકાળજ્ઞાન પ્રગટ્યું છે. આર્યા ચંદનાના મનમાં પશ્ચાત્તાપ
પ્રેમમંદિરની પ્રતિમા D 137
Page #85
--------------------------------------------------------------------------
________________
થયો : “અરે ! મારાથી વધુ જ્ઞાનીનો મેં તિરસ્કાર કર્યો !”
“આર્યા ચંદના ઊભાં થયાં, અને મૃગાવતીના ચરણમાં ઝૂકી પડતાં બોલ્યાં :
“આજ જાણ્યું કે જ્ઞાન વય કે વંશને જોતું નથી. મારો અપરાધ ક્ષમા કરો ! હિણાયેલા નિંદાયેલા વગોવાયેલા-ભારભૂત બનેલા રૂપે તમારો ઉદ્ધાર કર્યો ! હે રૂપજ્યોત ! તમારી જ્ઞાનજ્યોતને અપરાધી ચંદનાનાં વંદન !”
સાધ્વી-રાણી મૃગાવતી આગળ વધ્યાં, ને પોતાના પૂજનીય આર્યા ચંદનાને ઊભાં કરી બોલ્યાં : “નિરભિમાની આત્મા ! તમારા હૈયામાં પણ મારા જેવી જ્ઞાનજ્યોત પ્રગટી ચૂકી છે. પ્રાયશ્ચિત્ત ને નિરભિમાન વૃત્તિએ તમારો બેડો પણ પાર કર્યો છે."
આર્યા ચંદના એ શબ્દોનું સત્ય, અનુભવી રહ્યાં. એમના હૈયામાં પણ કોઈ ગહન જ્ઞાનાર્ણવ ઘૂઘવી ઊઠ્યો હતો. સત્, ચિત્ અને આનંદ !
138 – પ્રેમનું મંદિર
20
વત્સરાજ અને વનરાજ
વત્સરાજ અને ઉદયન રાજબાગમાં નવપરિણીતાઓ સાથે સ્વૈરવિહાર કરી
રહ્યા હતા. પૃથ્વી પર બકુલ, પારિજાતક ને બટમોગરાની સેજ પથરાઈ રહી હતી. રાણીજીનાં ક્યાં અનુપમ અંગો સાથે કઈ કુસુમકળીની સદશતા છે, એના પર રસભર્યો કાવ્યવિનોદ ચાલી રહ્યો હતો.
“સ્ત્રીના સૌંદર્ય ઉપર કાવ્યો રચાય, અને પુરુષને શું સૌંદર્ય જ નહિ, કે એનું કોઈ કાવ્ય જ રચે નહિ ?” રાણી અંગારવતીએ પ્રશ્ન કર્યો.
“પુરુષમાં વળી સૌંદર્ય કેવું ? આ કાળી કાળી દાઢી ! આ લાંબી લાંબી કર્કશ મૂછો ! આ કઠોર ને લોઢા જેવાં અંગો ! પુરુષને અને સૌંદર્યને શું લાગેવળગે, સુંદરી !” વત્સરાજ ઉદયને પોતાની જાત ઉપર વ્યંગ કરતાં કહ્યું.
‘સૌંદર્યના અનેક પ્રકારો છે. કાળા વાદળમાં પૂર્ણિમાનો ચંદ્ર કેવો શોભાભર્યો લાગે છે ! વત્સદેશનાં વિખ્યાત પદ્મિની રાણી મૃગાવતીનું સૌંદર્ય મહારાજના દેહ પર જ દમકી રહ્યું છે. એની પાસે તો કોઈ પણ રૂપવતી સ્ત્રીનું રૂપ પણ ઝાંખું પડે !” અંગારવતીએ કહ્યું.
“એ તો જેવી સૃષ્ટિ તેવી સૃષ્ટિ ! રાણીજી, પુરુષ-કવિ સ્ત્રીનું સૌંદર્ય વખાણે, સ્ત્રી-કવિ પુરુષનું સૌંદર્ય વખાણે. જે જેને સુલભ નહિ, તે તેને વધુ પ્રિય !”
“વાસ્તવિક કહ્યું, મહારાજ ! અમને તમારું બળ પ્રિય લાગે, તમને અમારી સુકુમારતા આકર્ષક લાગે. પણ એ બે એકલાં હોય તો નિરર્થક, એટલે જ શાસ્ત્રમાં દાંપત્યનો મહિમા ગાયો લાગે છે. એકની ઊણપથી બીજાની પૂર્તિ થાય. સાંભળો મહારાજ, હું તમારી કવિતા કરું. સત્સંગનો આ પ્રભાવ છે. પારસના સ્પર્શે લોહ પણ સુવર્ણ થઈ જાય !”
Page #86
--------------------------------------------------------------------------
________________
“વારુ, રાણીજી ! ચલાવો તમારું કવિત્વ. પણ જોજો, રાજદરબારના કવિઓનાં પેટ પર રખેને પાટુ મારતા. એ બિચારા તો કવિત્વના જોર પર જ જીવન જીવે છે. બીજી કશી આવડત એમને હોતી નથી. ચંદ્રને મુખચંદ્ર અને તરણાનો ડુંગર કરવો એનું નામ જ એમનું કવિત્વ. બાકી તો ઈશ્વર સિવાય બીજા કોની કવિતા કરવા જેવી છે ? સમજ્યાં, કવિરાણી ?”
રાક્ષસપુત્રી અંગારવતી હાથમાં રહેલા લીલા-કમળથી મહારાજને મારી રહી. રણાંગણમાં તીરણ ભાલાના પ્રહારથી જરા પણ આકુળવ્યાકુળ ન થનાર મહારાજ ઉદયન આ લીલા-કમળના મારથી ત્રાહ્યતોબા પોકારી ઊઠ્યા. એમણે રાણીજીને કહ્યું : “માફ કરી દેવી ! હવે તમારી મશ્કરી નહિ કરીએ. ગમે તેવા કઠોર શાસનવાળો ચક્રવર્તી પણ ગુનેગારને પ્રથમ અપરાધની ક્ષમા બક્ષે છે. અમારો આ અપરાધ પહેલો જ છે, એટલું વત્સદેશનાં સમ્રાજ્ઞી લક્ષમાં લે, એવી નમ્ર અરજ છે.”
રાજાના રાજ્યની વાત છોડો. અહીં તો રાણીજીનું રાજ ચાલે છે, શિક્ષા અવશ્ય થશે.”
ત્યારે ફરમાવો અપરાધીને શિક્ષા ! ગુનેગાર નતમસ્તકે હાજર છે.” ઉદયને મસ્તક નમાવી કહ્યું.
- “આજ સાંજ થતાં થતાં અહીં તમારે ઉપસ્થિત થઈ જવું. વત્સદેશનાં સમ્રાજ્ઞીની વેણી આ બકુલ પુષ્પથી ગૂંથવી ને એમાં પારિજાતકની કલગી પરોવવી અને પછી એમને બે હાથમાં ઊંચકીને ફૂલહિંડોળ પર ઝૂલે ઝુલાવવાં. શિક્ષા કડક છે, હોં ! અપરાધી પ્રત્યે દયા અમે સમજ્યાં નથી !” ને રાણી અંગારવતી બોલતાં હસી પડ્યાં. જાણે ચંપા પરથી ચંપકપુષ્પની કળીઓ ઝરી.
“પણ દયા એ તો રાજવીનો ખાસ ગુણ છે. માનનીય રાણીજીએ અપરાધી ઉપર રહમ કરવા એક ઋતુગીત ગાવું, જેથી અપરાધીનો અપરાધ સાર્થક બને.”
વિનંતી સ્વીકારવામાં આવે છે.” ને રાણીજીએ મહારાજના હાથને પોતાના બે હાથે વચ્ચે જકડી લઈ એમને બાગમાં દોર્યા.
સંસારમાં સર્વત્ર જાણે મદનનું સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્યાં જ્યાં મદન પોતાની આણ વર્તાવે છે, ત્યાં ત્યાં રસિક સ્ત્રી ચક્રવર્તીપદ ભોગવે છે. પુરુષ ભલે કઠોર ભૂમિકાભર્યા પ્રદેશોમાં પોતાની આણ વર્તાવતા હોય, પણ સુકુમાર ગૃહજીવનની સમ્રાજ્ઞી તો સ્ત્રી જ છે. આવા આવા વિચારોમાં રસિયા વત્સરાજ ઉદયન એટવાતા હતા, ત્યાં દાસીએ આવીને નિવેદન કર્યું :
“મહારાજ , વનપાલક આવ્યો છે; આવશ્યક સંદેશ સાથે ઉપસ્થિત થયો છે.” જલદી મોકલી આપ, દાસી !” વત્સરાજ ઉદયને કહ્યું.
તરત જ વનપાલક આવીને પ્રણામ કરીને ઊભો રહ્યો. વત્સરાજની આજ્ઞા થતાં એણે કહ્યું : “પૃથ્વીપતિ, આપણા ઉપવનોમાં કોઈ વિચિત્ર હાથી આવ્યો છે. એને શસ્ત્ર કંઈ કરી શકતાં નથી. ચાલાકીમાં એ કોઈથી છેતરાય એવો નથી. હાથણીઓથી ન લોભાય એવો એ નઠોર બ્રહ્મચારી છે. એની ક્રીડાઓથી ઉપવનોનું સત્યાનાશ નીકળી ગયું છે. રાજસૈનિકોની કંઈ કારી ફાવતી નથી.”
“દિલને ઉત્સાહ આપે એવા સમાચાર છે. ઘણા દિવસે આવા હાથી સાથે ગેલ કરવાનો પ્રસંગ મળ્યો છે. વત્સરાજને વશ ન થાય એવો હાથી તે વળી કોણે જોયો છે ?”
“મહારાજ , સામાન્ય હાથી જેવો આ હાથી નથી લાગતો. ચેતીને ચાલવા જેવું છે.” વનપાલકે કહ્યું.
“ક્ષત્રિયો ચેતીને ચાલશે તો વૈશ્ય અને એની વચ્ચે ભેદ શો રહેશે ? સાહસ એ તો ક્ષત્રિયોનો સ્વભાવ છે.” ઉદયને કહ્યું.
પણ મહારાજ ! તમે કહેતા હતા કે ભગવાન મહાવીરે રાજાને સુખી થવું હોય તો સાત વસ્તુથી દૂર રહેવાનું કહ્યું છે : એમાં મદ્ય, માંસ ઉપરાંત મૃગયા પણ છે ને ! મૃગયા એટલે શિકાર. હવે એ છોડવો ઘટે. સાધ્વી માતાને આ વાતની જાણ થશે તો તેમને દુઃખ નહિ થાય ?” રાણીએ વચમાં નવી વાત ઉમેરી.
“રાણી, એ તો નિરપરાધી મૃગ જેવાં જીવોને મારવા માટે નિષેધ છે; આ તો અપરાધીને દંડ દેવાનો છે. આ મૃગયા ન કહેવાય; આ તો રાજધર્મનું પાલન કહેવાય, આતતાયીને રાજ દંડ કહેવાય.”
“ચતુર માણસોને શબ્દોના અનેક અર્થ કરતાં આવડે છે. સારું, સિધાવો ને સફળ થાઓ, પણ પેલી સાંજની સજા વિશે વિસ્મરણ થવું ન ઘટે.” રાણીએ કટાક્ષ કરતાં કહ્યું.
રાણીજી, વત્સરાજ ઉદયન એકવચની છે.”
અંગારવતી અંદરના ખંડમાં જઈને ધનુષ્ય-બાણ તથા બખ્તર લઈ આવી ને બોલી : “આજ તો હું પોતે આપને મુગટ પહેરાવીશ ને બખ્તર પણ હું જ સજાવીશ. નાથ ! એટલી સેવા કરવાની દાસીને અનુજ્ઞા મળવી જોઈએ.”
“અરે, સમ્રાજ્ઞીને વળી આ દીન-ભાવ કેવો ? ઘડી પહેલાંનાં સમ્રાજ્ઞીની આ કેવી રંકવૃત્તિ !!? -
‘સ-નાથ સ્ત્રી પાસે સમ્રાજ્ઞીનો રુઆબ હોય છે. નાથ વિનાની એકલી નારી કીડીથી પણ કમજોર બની રહે છે.” રાણીએ બખ્તર તથા ધનુષ્ય-બાણ પહેરાવતાં કહ્યું.
ઘડી પહેલાં રસિક સ્ત્રીના ચરણસેવક થઈને રસવિનોદ માણી રહેલા મહારાજ ઉદયન વત્સરાજ જોતજોતામાં ઉપવનમાં પહોચી ગયા અને તાતાં તીરો વેરતા
140 | પ્રેમનું મંદિર
વત્સરાજ અને વનરાજ | 141
Page #87
--------------------------------------------------------------------------
________________
ધનુષટંકારથી વનને ગજવી રહ્યા.
રાણીના લીલા-કમળના મારથી ત્રાહ્યતોબા પોકારનાર વત્સરાજને ઉપરથી ધૂમ તપતો સૂર્ય, માર્ગનાં ઊંડાં નદી-નાળાં કે ભૂખ-તરસ હેરાન કરતાં નહોતાં. એમણે વનરાજનો બરાબર પીછો પકડ્યો હતો.
હાથી પણ અજબ હતો. આ જંગલમાં આવો હાથી કદી આવ્યો નહોતો. વત્સરાજનાં તાતાં તીર, પુષ્પ પરથી પાણીનું બિંદુ સરી પડે તેમ હાથીના દેહને સ્પર્શીને નીચે પડી જતાં. એની ગતિ પણ ખૂબ વેગભરી હતી.
પણ કાર્ય જેમ જેમ કઠિન થતું ગયું, તેમ તેમ રાજા ઉદયનનો ઉત્સાહ દ્વિગુણ થતો ગયો. ગજરાજ અને વત્સરાજ વચ્ચે ભારે સ્પર્ધા ચાલી. વત્સરાજ ઉત્સાહમાં ને ઉત્સાહમાં સૈનિકોથી છૂટા પડી ગયા. મંત્રી યૌગંધરાયણ પણ એમના વેગને સાથ આપી ન શક્યા.
વત્સદેશની સીમા પણ ક્યારની પૂરી થઈ ગઈ, એનું પણ વત્સરાજને ભાન ન રહ્યું. શિકારીની સદા એવી જ ગત હોય છે. અવંતીની સીમમાં વત્સરાજનો પ્રવેશ થઈ ગયો.
હવે પેલો ગજરાજ કંઈક શિથિલ થયો હોય તેમ દેખાતો હતો. પ્રતિસ્પર્ધીને શિથિલ થયેલો નિહાળી રાજાને વિશેષ ઉત્સાહ વ્યાપ્યો. એ ખૂબ વેગથી આગળ વધ્યા. જોતજોતામાં ગજરાજનો ને વત્સરાજનો ભેટો થઈ ગયો. પણ ભેટો થતાં તો ભારે અજાયબી ઉપજાવે તેવી ઘટના ઘટી.
રાજા ઉદયને પોતાનું તેજસ્વી ખડગ ખેંચી ઘા કરવા જેવો હસ્ત ઉગામ્યો કે એકાએક વનરાજનું પેટ સાંચાકામવાળા સંપુટની જેમ ઊઘડી ગયું અને એમાંથી દશથી પંદર મલ્લો બહાર કૂદી આવ્યા.
વત્સરાજ ઉદયન તરત કળી ગયા કે પોતે કોઈ કુટિલ કાવતરાના ભોગ બન્યા છે. આ હાથી સાચો નહીં પણ યંત્રથી સર્જેલો છે. હવે ભાથામાંથી તીર ખૂટી ગયાં હતાં; વળી આટલો પીછો પકડવામાં ઘણી ખરી શક્તિ પણ ખર્ચાઈ ગઈ હતી; છતાં હિંમત હારે એ ક્ષત્રિય કેમ કહેવાય ?
વત્સરાજે યુદ્ધનું આવાહન આપ્યું. પંદર મલ્લોને એમણે દાવપેચથી હંફાવવા માંડ્યા, પણ ત્યાં તો અવંતીપતિના બીજા સૈનિકો પણ આવી પહોંચ્યા.
એકાકી વત્સરાજ ઘેરાઈ ગયા. થોડી વારમાં એમને પકડીને બધા મલ્લો યંત્રહાથી પર બેસીને ઊપડી ગયા.
યંત્ર-હાથી વેગમાં આગળ વધતો હતો. મહારાજ પ્રદ્યોતના આ સેવકો હતા. ઉદયનનું હરણ કરવાનું આ એક રાજકીય કાવતરું હતું.
142 D પ્રેમનું મંદિર
ક્ષિપ્રાનાં ઊંડાં જળ ઓળંગી એ હાથી ઉજ્જૈનીમાં પહોંચી ગયો, ને બધા રાજદરબારમાં ઉપસ્થિત થયા. મહારાજ પ્રદ્યોત સિંહાસને બિરાજ્યા હતા. એમણે ઉન્નત મસ્તકે ડગ ભરતા વત્સરાજનું શરમથી બાળી મૂકે તેવાં વેણથી સ્વાગત કરતાં કહ્યું :
“બિલ્લીબાઈ કેટલી વાર થી ચાટી જશે ! માતાએ છેવટે ભગવાનનું શરણ લઈ જીવ બચાવ્યો, હવે પુત્ર કોનું શરણ લેશે ?”
“અવંતીપતિ, ક્ષત્રિયજાયાને પોતાના ભુજબળ સિવાય કોઈનું શરણ ખપતું નથી, એ કેમ ભૂલી જાઓ છો ? વત્સરાજ ઉદયન એ કંઈ શીરા માટે શ્રાવક બનનાર અવંતીપતિ નથી !' હૈયામાં ક્રોધની જ્વાલા ભભૂકી ઊઠે તેવાં વેણ વત્સરાજ ઉદયને કહ્યાં. એમણે વીતભયનગરના ઉદયન રાજા સાથેની ઘટનાની યાદ આપી.
“છોકરા, નાના મોંએ વાત કરે છે ? પણ વત્સદેશની ગાદી પર તને સ્થાપન કરનાર કોણ છે, એ તું જાણે છે ? તારું આજનું અસ્તિત્વ કોને આભારી છે, એની તને ખબર છે ? ખબર ન હોય તો કોઈક વાર તારી રૂપાળી માને પૂછી જોજે ! અવંતીનાથની સત્તાને તો તું જાણે છે ને ? એ સત્તાની આમન્યા સ્વીકારવાની તૈયારી છે કે નહિ ? અવંતીપતિએ વિવેક ખોયો.
“આમન્યા વડીલોની હોય, શિરછત્રની હોય. ગઈકાલ સુધી મારા હૃદયમાં અવંતીપતિનું એ રીતે માનભર્યું સ્થાન હતું : આજ તો અવંતી અને વત્સ પ્રતિસ્પર્ધી બની સામસામાં ખડાં છે. પ્રતિસ્પર્ધીની આમન્યા સ્વીકારવી એટલે પરાજય સ્વીકારવો અને વત્સરાજ ઉદયન મૃત્યુ પહેલાં પરાજયને સ્વીકારતો નથી."
“તો અવંતીના કારાગારની દીવાલો અભેદ્ય છે.”
“ઉદ્યમી પુરુષાર્થને મન કશુંય અભેદ્ય નથી.”
“ઉદયન, તારા જેવો છોકરવાદ હું પણ હમણાં કરી જાઉં. મારો એક શબ્દ
જ આજે તને હતો-ન હતો કરી શકે. છતાં મારા જેવા કઠોર પુરુષના હૃદયમાં પણ માયાનો એકાદ અંશ છુપાઈ બેઠો લાગે છે. તારી માતા પર મેં એક વાર સ્નેહભાવ દાખવેલો. એ વેળા તો તારા હોઠ પરથી ધાવણ પણ સુકાયું નહોતું. એ વેળા તારી ડોકી મરડી નાખતાં મને વાર પણ ન લાગત. પણ મારામાં કંઈક દયાનો અંશ હશે. એ વખતે જેને જિવાડ્યો એને આજે મારું, એ કેમ બને ?”
“રાજ, મારી માતા આજે એવા પદે છે, કે કોઈ પણ ચર્ચાવિષયથી પર બન્યાં છે. રાજકાજનાં ભૂંડાં પરિણામો એણે સાક્ષાત્ નિહાળ્યાં. જે કાદવમાંથી એ તરી ગઈ એ કાદવમાં ખદબદ થતા જીવ આપણે છીએ. વાતભય નગરના રાજા ઉદયનની દયાથી જેમ એક દહાડો આપ જીવ્યા એમ મારું બન્યું હોય તો એમાં શરમાવા જેવું શું છે ? દયા એ માનવીનો ગુણ છે; દાનવનો તો નથી ને ? ભગવાન વત્સરાજ અને વનરાજ D 143
Page #88
--------------------------------------------------------------------------
________________
તો કહે છે, પૃથ્વી પ્રેમનું મંદિર છે; એને દ્વેષનું દેવળ ન બનાવશો. વાવો તેવું લણશો. કર્મરાજની સત્તા ચક્રવર્તીથી પણ વધુ છે.” વત્સરાજ ઉદયન નિર્ભય રીતે બોલતા હતા.
“પણ આખરે ચતુર કાગડો ઠગાયો ખરો !” રાજા પ્રદ્યોત વાતને બીજી રીતે વાળતાં કહ્યું. આ શબ્દોમાં તિરસ્કારભર્યો ઉપહાસ ભર્યો હતો.
“હા મહારાજ ! હંમેશાં ચતુર કાગડા જ ઠગાય છે; કારણ કે એમને પોતાની ચતુરાઈનું અભિમાન હોય છે. મારા જેવો એક બીજો ચતુર કાગડો કેવી રીતે ઠગાયો-એની વાત પણ હું જાણું છું. આજ્ઞા હોય તો કહું."
“જરૂર કહે. તારી ભાષામાં તો જરા અલંકાર, ઉપમા ને કવિત્વની છાંટ હશે, અમારી જેમ તડ ને ફડ બોલનાર તું નહિ,” અવંતીપતિ પ્રદ્યોતે અનુજ્ઞા આપતાં કહ્યું. આખી સભા પણ કથા સાંભળતા ઉત્સુક થઈ રહી.
“વાત સરસ છે; સમજો તો સમજવા જેવી છે. સુંદર એવું એક શહેર છે. એ ગામમાં ‘રાજા’ નામનો કાગડો રાજ કરે. એને પોતાની કુટિલતાનું ભારે અભિમાન. એણે ‘મંત્રી’ નામના એક હંસની ભારે ખ્યાતિ સાંભળીને એને ઠગવાનો નિર્ણય કર્યો.
એક વાર ભોજનમાં કેફી વસ્તુ જમાડી એ હંસને કેદ કરી પોતાને ત્યાં આણ્યો. કાગડાભાઈ તો ફૂલ્યા ન સમાયા ! પણ હંસ તે હંસ ? કાગડાભાઈ રાજ કરતાં મૂંઝાય એટલે હંસની સલાહ લે. આખરે એક દહાડો ખુશી થઈને કાગડાએ હંસને કારાગારમાંથી મુક્ત કર્યો.
પણ પેલા મંત્રી નામના હંસના મનમાં એક વાત રહી ગઈ. એને થયું કે આ ‘રાજા’ને પણ બોધપાઠ આપું. એણે વેપારીનો વેશ લીધો, બે સારી રૂપાળી મેના લઈને એના રાજમાં આવીને રહ્યો. રોજ મેના ગોખ પર બેસીને વિનોદ કરે, ને પેલો રાજા કાગડો ત્યાં થઈને નીકળે. એ તો મેના પર લટુ બની ગયો.
“હવે પેલા વેપારી હંસે ‘રાજા’ કાગડાના જેવા ચહેરામહોરાવાળો એક કાગડો પોતાને ત્યાં રાખ્યો. એનું નામ પણ ‘રાજા’ પાડ્યું ને દરરોજ ભરબજારે માંચા પર નાખી ઔષધ માટે વૈદ્યને ત્યાં લઈ જાય. પેલો રોજ બૂમ મારે કે “હું રાજા છું. મને આ લોકો પકડી જાય છે. કોઈ છોડવો.’ પહેલાં તો લોકો ચમક્યા કે આ છે શું ? પણ પછી એમને ખબર પડી કે આ તો ગાંડો ‘રાજા’ નામનો કાગડો છે. એટલે કોઈ એ બકવાદ તરફ ધ્યાન ન આપે.
હવે પેલા વેપારીએ તાકડો રચ્યો. પેલી મેનાઓ દ્વારા ખરેખરા રાજા કાગડાને મળવા બોલાવ્યો. કાગડાભાઈ તો મેનાની મીઠી મીઠી વાતોમાં લપટાઈ ગયા. ત્યાં તો હંસમંત્રીના સેવકોએ એને અચાનક ઘેરી લીધો ને મુશ્કેટાટ બાંધીને ગામ વચ્ચેથી ખરે બપોરે ઉપાડ્યો.
144 – પ્રેમનું મંદિર
“પેલો કાગડો માંચામાં મુશ્કેટાટ બંધાયો. બંધાયો બૂમ મારે : ‘અરે, હું તમારો રાજા છું, મને આ લોકો ઉપાડી જાય છે. કોઈ છોડાવો.”
“લોકો સમજ્યા કે આ તો રોજ જે ગાંડો ઔષધાલયે જવા નીકળે છે તે જ હશે. ભરબજારે પેલા રાજા કાગડાને હંસ મંત્રી ઉપાડી ગયો.” વત્સરાજ ઉદયન થોભ્યા. એમની વાતે સભામાં ભારે રસ ઉપજાવ્યો હતો.
સભાજનોએ આગળની વાત જાણવાની ઉત્સુકતામાં પૂછ્યું : “પછી શું થયું ?”
“પછી શું થાય ! હંસ ઉદાર હતો. એણે કાગડાભાઈને કહ્યું : ‘જુઓ, આ તો કર્મભૂમિ છે. અહીં તો બાવળ વાવશો તો કાંટા મળશે; બકુલ વાવશો તો ફૂલ મળશે, કરશો તેવું પામશો, જાઓ, હું તમને મુક્ત કરું છું. હવે જરા સુધરજો.' બસ, વાત થઈ પૂરી. આંબે આવ્યા મોર ને વાત કહીશું પોર !”
“પશુ-પક્ષીની તો માત્ર ઉપમા જ છે. કોઈ રાજકુળની વાત હોય એમ લાગે છે.” એક સભાસદે પ્રશ્ન કર્યો.
“જરૂર. કેટલીક વાર પશુ-પક્ષીની વાતો પરથી માણસોને નીતિનો બોધ અપાય છે; જેમ વત્સરાજને આજે વનરાજથી બોધપાઠ મળ્યો તેમ.”
“અમને કાગડા અને હંસનાં સાચાં નામ કહો.” એક સભાસદે પ્રશ્ન કર્યો.
“તમારો આગ્રહ છે, તો કહું છું. એ હંસ મંત્રીનું નામ અભયકુમાર અને કાગડાનું નામ...." વત્સરાજ જરા થોભ્યા, ને થોડી વારે બોલ્યા : “અરે, ભારે ભુલકણો છું હું ! વાર્તારસિક સભાજનો, મારી ટૂંકી સ્મરણશક્તિ માટે મને માફ કરશો. એ રાજા કાગડાનું નામ હું સાવ વીસરી ગયો છું. મહારાજ અવંતીપતિ વાતોના ભારે રસિયા છે. એમને જરૂર યાદ હશે...”
અવંતીપતિને આ વાર્તા પોતાને ઉદ્દેશીને હતી, એની અસ્પષ્ટ ખાતરી તો થઈ ગઈ હતી, છતાં છાણે વીંછી ન ચઢવવા માટે એમણે મૌન ધાર્યું હતું. થોડા વખત પહેલાં પોતે મહામંત્રી અભયને ઠંગેલા, એનો જ બદલો લેવા યોજાયેલી આ વ્યૂહરચના હતી. વત્સરાજના આ છેલ્લા શબ્દો સાંભળતાંની સાથે ઉશ્કેરાઈને અવંતીનાથે કહ્યું : “આ ચિબાવલાને કારાગારમાં પૂરી દો ! એની વાર્તા ભલે એને લાગુ પડે. એના દેશમાં વિવેક જેવી વસ્તુ જ લાગતી નથી ! નાના મોંએ મોટી વાત કરતાં અને શરમ પણ આવતી નથી !”
તરત જ સુભટોએ વત્સરાજ ઉદયનને ત્યાંથી કારાગાર તરફ દોર્યો. વત્સરાજે ઉન્નત મસ્તકે જતાં જતાં ગર્વભેર કહ્યું :
યાદ રાખજો, અવંતીપતિ ! હું પણ એક દહાડો જે રીતે અભયકુમાર ગયા
વત્સરાજ અને વનરાજ D 145
Page #89
--------------------------------------------------------------------------
________________
એ રીતે ચાલ્યો જઈશ-ડંકાની ચોટ પર.”
“અવંતીના કારાગારમાં તો યમનો પ્રવેશ પણ દુર્લભ છે.” મહારાજ અવંતીપતિએ કૃત્રિમ રીતે હસતાં હસતાં કહ્યું. કૃત્રિમ હાસ્ય એ મુસદીઓની ખાસિયત હોય છે.
માયા બૂરી ચીજ છે. એની મા પર જેવી મારી માયા હતી, એવી જ આ છોકરા પર છે. નહિ તો આ તલવાર કોની સગી થઈ છે ? અવંતીપતિના કોપાનલમાં કોણ ભસ્મ નથી થયું ? પણ છોકરાની સાથે છોકરવેડા કરવા મારા જેવા ભારતવિખ્યાત રાજવીને ન શોભે. એ તો છોરું કછોરું થાય.” અવંતીપતિએ મનની મોટપ દાખવતાં કહ્યું. એ મોટપ પણ એક મુસદ્દીવટ મનાઈ.
જય હો મહાસેન અવંતીપતિ પ્રદ્યોતરાજનો !”
સભાએ જયજયકાર કર્યો. સારે કે માઠે દરેક પ્રસંગે મોટે અવાજે આવા એ કસરખા, ઊમિહીન જયજયકાર કરવા પ્રજાની જીભ ટેવાયેલી હતી.
21.
વાસવદત્તા
અવંતીની રાજકુમારી વાસવદત્તા અસરાનું રૂપ ને સતીનું શીલ લઈને રાજ કુળમાં જન્મી હતી. કાદવમાંથી કમળ પેદા થાય તેમ, રાજા પ્રદ્યોતના વાસનાવૈભવવાળા જીવનસરોવરમાં શોભા અને સુશ્રીભર્યું આ કમળ ખીલ્યું હતું.
જીવનના પરાગ સમી આ પુત્રી પિતાના અસંતુષ્ટ જીવનને જોઈ સ્વયં આત્મસંતુષ્ટ બની હતી. પટરાણી શિવાદેવી એનાં માતા નહોતાં; પણ એ ધર્મશીલા રાણીએ આ નમાયી દીકરીને માનો યાર આપ્યો હતો. એણે સતી શિવા રાણીનું દીપકના જેવું-સુખ ને દુઃખમાં સરખી રીતે બળતું--જીવન જોયું હતું. પિતાના સંતપ્ત વાસનાઅગ્નિમાં રોજ ભંજાવાનું જેના નસીબે જ ડાયું હતું, એવી માતા માટે મૃત્યુ એ જ છુટકારો હતો. એણે વાસનાના વમળ વચ્ચે શીલ પાળવાનું હતું, ને જેના કાજે એ શીલ પાળતી એ પતિના શીલવિહીન જીવનને જાળવવાનું પણ હતું; કારણ કે એ સ્ત્રી હતી.
આ સંસારમાં જે સ્ત્રી તરીકે પેદા થઈ, એના નસીબમાં સદા ગુલામી લખાઈ હતી, પછી ભલે એ દાસબજારમાં વેચાયેલી દાસી હોય કે રાજમહાલયોમાં ઊછરેલી રાજકુમારી હોય ! સ્ત્રીના અવતારમાં બાલ્યાવસ્થામાં બાપ દીકરીને દાબમાં રાખતો હતો; યુવાવસ્થામાં પતિનો કોરડો તૈયાર રહેતો; વૃદ્ધાવસ્થામાં પુત્ર માતાના શીલ માટે ચિંતિત રહેતો.
સ્ત્રીના શીલનો પુરુષોને કદી ભરોસો નહોતો, કારણ કે પુરુષોએ પોતે જ શીલને સર્વથા ખોયું હતું ! સ્ત્રી પણ શીલ જાળવવા સ્વતંત્રતાના દ્વારને સદા ભીડેલું રાખતી, એમાં પણ સ્ત્રી જેમ ઉચ્ચ વર્ણની, ઉચ્ચ ઘરની, ઉચ્ચ રાજવંશની એમ એની આ મૂંઝવણમાં વધારો થતો. સૂર્યનું દર્શન પણ એને નસીબ નહોતું. અસૂર્યપશ્યા એનું
146 | પ્રેમનું મંદિર
Page #90
--------------------------------------------------------------------------
________________
માનભર્યું વિશેષણ લેખાતું. કારાગાર જેવાં અંતઃપુરો ને ક્રૂર પંઢ ચોકીદારો એની આસપાસ અભેદ્ય દીવાલો રચતા. સ્ત્રીને સ્વતંત્ર જીવન જેવું કાંઈ જ નહોતું ! આ સ્વતંત્રતાનું દ્વાર પહેલવહેલું ઉઘાડ્યું ભગવાન મહાવીરે. એમણે દાસબજારમાં વેચાયેલી દીન-હીન ચંદનાનો ઉદ્ધાર કર્યો અને એક દહાડો એને જ આગેવાન સાધ્વીને બનાવીને સાધ્વી-સંઘ સ્થાપ્યો.
સ્ત્રી ઉપરના પુરુષના અનંત વર્ચસ્વનો ત્યાં અંત આવ્યો. ભૌતિક જીવન કરતાં આધ્યાત્મિક જીવન જીવવા ઇચ્છતી, વિલાસ કરતાં વૈરાગ્યને પસંદ કરનારી, સ્વાર્થી પુત્રોના પાશમાં હિજરાયેલી, જુલ્મી પતિના હાથ નીચે હણાયેલી, લગ્નજીવનની અનિચ્છાવાળી અનેક સ્ત્રીઓ આ સંઘમાં ભળી. જે સંઘમાં આવી તેને સંઘના નિયમઉપનિયમ પાળવાના; બાકી સાંસારિક બંધનોથી સર્વથા પર. કૌશાંબીની રાણી મૃગાવતી ને અવંતીની રાણી શિવાદેવી જ્યારે એ સાધ્વીસંઘનું અવલંબન લઈ સંસારની દુષ્ટતાને તરી ગઈ ત્યારે તો એની સુકીર્તિ ચારે તરફ પ્રસરી ગઈ.
- સ્ત્રી એ દિવસો આધ્યાત્મિક સ્વતંત્રતા મેળવી શકી. ત્યાં એને પતિનો ત્રાસ, પિતાનો દાબ કે પુત્રનું ઓશિયાળાપણું નહોતાં. શીલ તો બંને સ્થાને એને અનિવાર્ય હતું, પણ અહીં એને સાથે સ્વમાન મળ્યું, જીવનની સ્વતંત્રતા લાધી.
| નિયમન તો અહીં પણ હતાં ને ત્યાં પણ હતાં, પણ ત્યાંનાં નિયમનો લાદેલાં હોઈ એને પશુથી હીન બનાવતાં; આ નિયમનો ઐચ્છિક હોઈ જીવન વિકાસમાં સાથ પુરાવતાં. ઊછળતાકૂદતા રૂપેરી ઝરણ જેવી વાસવદત્તા એક અજબ વાતાવરણમાં ઊછરી નાની ઉંમરે મોટી સમજ મેળવી શકી હતી.
માતા શિવાદેવીના આત્મિક પંથે-મુક્તિપંથે ગયા પછી, વાસવદત્તાને જીવન ઊણું-અધૂરું લાગ્યા કરતું. મૂર્તિમય રાગણી જેવી એ મુગ્ધ યોવના હવે ઘણી વાર ઉદાસીનતાની મૂર્તિ બની જતી. નૃત્ય, ગીત ને વાઘની પંડિતા હમણાં હમણાં એમાં નીરસ બની હતી. આજ સુધી જેને જીવન જીવવા વિશે વિચાર જ નહોતો આવ્યો, ને ઊંડા જળની સોનેરી માછલીની જેમ જે રંગીન દુનિયામાં માણતી હતી, ત્યાં એને હવે આગામી જીવન વિશે વિચાર આવ્યા કરતા. સજીવ સદેહી ઊર્મિકાવ્ય જેવી વાસવદત્તા વૈરાગ્યનું શુદ્ધ કાવ્ય બનતી જતી હતી. આંબાડાળે ટહુકા કરતી કોયલડી કે શ્રાવણના અનરાધાર નીરમાં ભીંજાઈને પાંખ ભીડીને બેઠેલી ચકલીની જેમ એ કંઈક વ્યાકુળ મનોદશા ભોગવતી હતી.
પ્રચંડ, પરાક્રમી, ખાંડાના અજબ ખેલ ખેલનારો, અવંતીના રાજ્યને આર્યાવર્તનું એક મહાન સામ્રાજ્ય બનાવનારો રાજા પ્રદ્યોત, જે પોતાની ક્રોધપ્રકૃતિને લીધે ચંડપ્રદ્યોતનું ઉપમાન પામ્યો હતો. એ આ રૂપશીલા ને ગુણશીલા પુત્રી વાસવદત્તાને
148 D પ્રેમનું મંદિર
જોઈને વાત્સલ્યધેલો બની જતો. અહીં એના અંતરના કઠોર દુર્ગમ પડ પાછળ છુપાયેલી સ્નેહની સરવાણી એકાએક ફૂટી નીકળતી, ને વાસવદત્તાને નિર્મળ સ્નેહના નીરથી સ્નાન કરાવતી. આ વેળા રાજા પ્રદ્યોત ગ્રીષ્મઋતુના ઝરણ જેવો શીતળ, તદ્દન સરળ પ્રકૃતિનો ને પ્રેમાળ સંગૃહસ્થ દેખાતો.
રાજાઓના મિજાજને જાણનાર અવંતીના શાણા મહામંત્રી આવે વખતે કેટલાંક ગૂચવાળા કામોના નિકાલ માટે આવતા, ને જેવું જોઈએ તેવું આજ્ઞાપત્ર મેળવી લેતા. એ કોઈ વાર ખાનગીમાં કહેતા : “મહારાજ અવંતીપતિ બે વ્યક્તિઓ પાસે ડાહ્યાડમરો બની જાય છે : એક ભગવાન મહાવીર પાસે ને બીજી રાજ કુંવરી વાસવદત્તાની પાસે, એ વખતે એમનામાં સદ્ગૃહસ્થાઈ એટલી ઝળહળે છે, કે જાણે એ મહારાજ પ્રદ્યોત જ નહિ ! ધાર્યું કરાવી લો !”
અષાઢનો મહિનો હતો, ને આકાશ ઝરમર ઝરમર વરસી રહ્યું હતું. ગ્રીષ્મના તાપથી અકળાયેલી સરખેસરખી સાહેલીઓનું એક વૃંદ રાજ કુંવરી વાસવદત્તાને ઉપવનમાં આમંત્રી જવા આગ્રહ કરી રહ્યું હતું. અકળાયેલી આ સખીઓ લજ્જાનાં આવરણ હલકાં કરીને ચંદનબાગમાં ઝરમર ઝરમર મેહુલાને ઝીલવા જવાની હતી.
આકરો ઉનાળો અળાઈઓથી સુકુમાર દેહને જાણે ખાઈ ગયો હતો. કેળના સ્તંભ જેવી સ્નિગ્ધ દેહલતાઓ એને કારણે કર્કશ બની ગઈ હતી. આજે દેહને અને દિલને ખુલ્લી કુદરતમાં બહેલાવીને સહુની ઇચ્છા તનનો અને મનનો ભાર અલ્પ કરવાની હતી.
કુંવરીબા, આ મેહુલો તો જુઓ ! પેલી તળાવડી દૂધે ભરાઈ ગઈ. એની મોતીની પાળ ઉપર મોરલા ઢેલ સાથે કળા કરી રહ્યા છે. લવિંગની લતા દેવકુસુમોથી લંબે ને ઝૂંબે ફૂલીફાલી છે. ચંદનનાં વૃક્ષો પરથી સુગંધિત મેઘજળ ચૂએ છે. ચાલો, ચાલો, મહારાજ પ્રદ્યોતની લાડકવાયી કુંવરી આમ ઊણી ને ઓશિયાળી કાં ?” એક સુખીએ કટાક્ષમાં કહ્યું. પણ વાસવદત્તા તો શાંત ને વિચારમગ્ન જ બેસી રહી. એની કમળદંડ જેવી નાકની સુરેખ દાંડી ને આભના બે તારલિયા જેવી આંખો જાણે એક રસકાવ્ય રચી રહ્યાં.
“રે સખી ! ઘણમૂલા સાજન મેં સ્વપ્નામાં દીઠા !” બીજી સખીએ એક આંખ રાજ કુમારી તરફ ને બીજી આંખ સખીઓ તરફ અર્ધમચી રાખીને કટાક્ષ કર્યો.
સપનાંની તો આ અવસ્થા છે, સખી ! પણ એમ ઉદાસ થયે કંઈ ચાલે ! અંતરની પ્રીત પીડા કરતી હોય તો કંઈક ઓષ્ઠ પર આણીએ તો સમજ પડે. આપણે તે કંઈ સર્વજ્ઞ છીએ કે અંતરની વાત વગર કહે સમજી લઈએ !” વાસવદત્તાએ આ યંગ તરફ લક્ષ ન આપ્યું. એણે ઊંડો નિઃશ્વાસ નાખ્યો.
વાસવદત્તા 1 149.
Page #91
--------------------------------------------------------------------------
________________
પેલી સખીએ કહ્યું : “હાય રે મા ! દુઃખ બહુ ઊંડું છે. લાવો રે સખીઓ ! ઉશીરનું (ખસનું) અત્તર લખીને હૈયે ઘસીએ સ્ત્રી અને માછલી ક્યારે તરફડે, જાણો છો ને સખીઓ ? સ્નેહનું જળ ન હોય ત્યારે ! હાય રે સાજન ! આ તો જલમાં મીન પિયાસી !!
બટકબોલી સખીઓમાંથી એક સખી દોડીને ખરેખર ઉશીરનું અત્તર લઈ આવી, અને વાસવદત્તાની કંચુંકીની કસ છોડવા લાગી. ઉદાસ રાજકુંવરીથી આ અટકચાળી સખીઓ પાસે આખરે હસી દેવાયું. એણે સખીઓને કોમળ હસ્તથી દૂર હડસેલતાં કહ્યું : “મરો ને અહીંથી આવી !”.
“અમે તો ભલે આથી મરીએ, પણ ઘણું જીવે તારો સાજન ! વાસવદત્તા, સાચું કહેજે , તું કોનું ધ્યાન ધરતી હતી ? કયા પુરુષના ભાગ્યનું પાંદડું ખસેડી નાખવાનો તેં નિરધાર કર્યો છે ? કોનો સંસાર ધન્ય કરવાનો તેં નિર્ણય કર્યો છે ? જે ભાગ્યશાળી નર કુંવરીબાને પામશે, એને સંસારમાં સ્વર્ગ ઉતારવા માટે શેષ શું મેળવવાનું રહેશે ?”
વાસવદત્તાએ આખરે પોતાના ઓષ્ઠનું દ્વાર ખોલ્યું; રૂપેરી ઘંટડી જેવા રવથી કહ્યું : “બકુલા ! પુત્રી થઈને જે જન્મી, એ પારણામાં જ પરાધીનતા લેતી આવી. દીકરી ને ગાય, દોરે ત્યાં જાય !”
ના, ના, તારા વિષયમાં એ વાત ખોટી છે. મહારાજ અવન્તીપતિ સ્વયં અમને કહેતા હતા કે વસ્તુનો તો સ્વયંવર રચવો છે. એ પસંદ કરે તેની સાથે જ મારે એને વરાવવી છે. રાજ કુળોમાં થાય છે તેમ મારે મડા સાથે મીંઢળ નથી બાંધવું.” સખીએ જાણે આશ્વાસન આપ્યું.
“એ વાત સાચી છે. બાપુજી તો અનેક વાર કહે છે, કે મારે ક્યાં વૈશાલીના ગણનાયક રાજા ચેટકની જેમ પાંચ-સાત પુત્રીઓ છે, તે વગર જોયે-જાયે ઊડે કૂવે નાખું !”
“એ વળી કેવી વાત ? અમે તો જાણતી જ નથી કે એક બાપને સાત દીકરી ! ઊંડા કૂવાનો શો અર્થ ? અમને કહે.સખીઓએ ઉત્સુકતાથી પૂછ્યું. સ્ત્રીઓ સ્વાભાવિક રીતે પરવાર્તાની રસિયણ હોય છે.
ઊંડે કૂવે નાખ્યા જેવું જ ને ! એક દીકરીમાં સુખ ન ભાળ્યું. મોટી દીકરી પ્રભાવતીનું વીતભયનગરના રાજા ઉદયન વેરે લગ્ન કર્યું. બિચારી નાનપણમાં જ મરી ગઈ. અને રાજા ઉદયન એના શોકમાં રાજામાંથી રાજર્ષિ બની ગયો. દુઃખમાં એનું મન મહાવીર તરફ વળ્યું. બીજી દીકરી પદ્માવતી. એનું લગ્ન ચંપાના રાજા દધિવાહન જોડે કર્યું. એ દધિવાહન રણમાં રોળાયો ને બિચારી પદ્માવતી શિયળ
150 D પ્રેમનું મંદિર
બચાવવા જીભ કરડીને મરી. રાણી પદ્માવતીની દીકરી વસુમતી હાટે હાટે વેચાણી !”
વસુમતી એટલે આર્યા ચંદનબાળા જ ને ? કૌશાંબીનાં રાણી મૃગાવતીએ જેમની પાસે દીક્ષા લીધી એ જ ને એ ?” સખીઓએ વચ્ચે કહ્યું.
“હા, હા. ભાણેજ ગુરુ ને માસી શિષ્યા. ચંદનબાળાની મા ને રાણી મૃગાવતી બંને સગી બહેનો. મૃગાવતીનો પતિ રાજા શતાનિક ચેટક રાજનો ત્રીજો જમાઈ !”
અરર ! ત્યારે આ તો સગા સાહુએ જ સાટુને માર્યો, એમ જ થયું ને, બા ?”
નહિ તો બીજું શું થયું ? આ સંસારમાં સ્વાર્થ પાસે કોણ સગું અને કોણ વહાલું ! પણ કઠોર કર્મ કરનાર એ રાજાની આખરે શી દશા થઈ એ તો ખબર છે ને ? બાપુજી એના દેશ પર ચઢાઈ લઈ ગયા, એટલે એ એવો ડર્યો કે છેવટે એને અતિસાર થયો ને ભૂંડે હાલે મરણ પામ્યો ! એની રાણી મૃગાવતી તો પદ્મિની ગણાતી. પુરુષને તો સમજો જ છો ને ! સ્ત્રીને તો એ કોઈ ચાખવાની વાનગી જેવી સમજે છે !” વાસવદત્તા બોલી.
સખીઓએ વચ્ચે કહ્યું : “કહે છે, કે બાપુની દાઢ એના ઉપર ડળકી હતી. જો ભગવાન મહાવીર આવી પહોંચ્યા ન હોત તો ભારે ગજબ થઈ જાત. સહુની બાંધી મૂઠી રહી ગઈ. પુરુષની વાત પુરુષ જાણે. એ તો કહેવાય ભ્રમરની જાત. આજ આ ફૂલે તો કાલ પેલા ફૂલે ધરમ તો સ્ત્રીએ સાચવવાનો કુંવરીબા ! લોકો કહે છે, કે એનો કુંવર વત્સરાજ ઉદયન કોઈ લોકકથાના નાયક જેવો રૂપાળો, રઢિયાળો ને ગુણી છે. લોકો એનાં શાં શાં વખાણ કરે છે ! હમણાં એક રાક્ષસને હરાવી આવ્યો. એ રાક્ષસને એક દીકરી - રાક્ષસને ઘેર ગાય જેવી – અંગારવતી એનું નામ. પણ પછી તો એ રાક્ષસની છોકરી એ રાજાની કોટે જ વળગી; કહે, તમે પરણો તો હા, નહિ તો જીભ કરડીને મરું ! બિચારા રાજાએ એની સાથે લગ્ન કર્યા. બાકી તો એ પરદુઃખભંજન રાજા જેવો સુંવાળા સ્વભાવનો છે, તેઓ શૂરવીર પ્રકૃતિના પણ છે. બંસીના
સ્વરમાત્રથી એ ભલભલા હાથીને પણ વશ કરે છે. સિંહ જેવું એનું પરાક્રમ છે, પણ પરસ્ત્રી સામે નજર પણ કેવી ! સ્વયંવરમાં એને જરૂર નોતરું મોકલશું, બા ! પાંચે આંગળીએ પ્રભુ પૂજ્યા હોય તો જ રાજ કુળોમાં એવો ભરથાર મળે !” મુખ્ય સખીએ કહ્યું.
“અરે, એ વખતની વાત એ વખતે. હું જે વાત કરી રહી હતી, એ તો પૂરી સાંભળી લો. મારાં માતા શિવાદેવી એ રાજા ચેટકનાં ચોથાં દીકરી ! જમાઈમાં તો શું જોયું હતું ! બાપુજી જેવો બળિયો બીજો કયો રાજા છે ? પણ રાજપાટ ને ધનદોલતથી દીકરીનો દી વળતો નથી. તમે સહુ જાણો જ છો કે દીકરી આપીને રાજા ચેટકે શો લાભ લીધો ? અરે ! બાપુજી તો મનમાં રાજા ચેટકના રાજ સામે
વાસવદત્તા E 151
Page #92
--------------------------------------------------------------------------
________________
ભારે દાઝ રાખે છે. શિવાદેવી પછીનાં દીકરી જ્યેષ્ઠા. ભગવાન મહાવીર સ્વામીનાં ભાભી ! કંઈક સુખી એ કહેવાય. જ્યેષ્ઠા પછીની બે દીકરીઓ : ચેલુણા ને સુજ્યેષ્ઠા. રાજા ચેટકનું મન દીકરીઓને બીજે વરાવવાનું ને દીકરીઓનું મન બીજે વરવાનું. સુજ્યેષ્ઠાનું મન મગધના રાજા બિંબિસાર શ્રેણિક પર લાગેલું. એટલે સંકેત કરીને ભાગવાનું નક્કી કર્યું. આ વખતે ચલ્લણા કહે, બહેન, હું પણ સાથે આવીશ. બંને સાથે ભાગી, પણ મોટી બેન ઘરેણાંનો ડાબલો ભૂલી ગયેલી. સુંદરીને સોનું જીવ જેવું વહાલું તે લેવા ગઈ; ને ત્યાં તો વખત થતાં મગધવાળાઓએ એ રથ મારી મૂક્યો. ભારે ધમાલ મચી ગઈ. નાની બેન ચલણા મગજમાં પહોંચી ગઈ અને મગધરાજ સુયેષ્ઠાને બદલે એની સાથે પરણ્યા.
‘હવે મોટી બહેન સુયેષ્ઠાની સ્થિતિ ત્રિશંકુ જેવી થઈ ગઈ. મગધને અને વૈશાલીને વેર બંધાણો. સુજ્યેષ્ઠા મનથી તો મગધરાજને વરી ચૂકી હતી, એના માટે સંસારના બધા પુરુષ પરપુરુષ બન્યા હતા. આખરે એણે પોતાનો નિર્ણય જાળવવા ને પિતાની પત રાખવા નિગ્રંથ દીક્ષા લીધી. સારું થજો ભગવાન મહાવીરનું કે સ્ત્રીઓ માટે સુખ-દુઃખનું આ એક ઠેકાણું કર્યું છે ! નહિ તો હીરો જ ચૂસવો પડે ને !”
‘કુંવરીબા ! એ તો દુ:ખ જોવા જઈએ તો સંસારમાં બધે દુઃખે દુ:ખ ને દુ:ખ જ મળે. બાકી હું તો કહું છું કે રાજા ચેટકની તો બહોંતેર પેઢી તરી ગઈ !'
‘કેવી રીતે ?' ‘ત્રિશલાનંદન ભગવાન મહાવીર રાજા ચેટકના શું થાય તે જાણો છો ?”
સગા ભાણેજ . એમની બેન ત્રિશલાદેવીને ક્ષત્રિયકુંડના રાષ્ટ્રપતિ રાજા સિદ્ધાર્થ વેરે વરાવેલી. એ જ ત્રિશલા રાણીના જાયા ભગવાન પોતે. કુળમાં એક જ આવું રતન પાકે એટલે આખું કુળ તરી જાય.’
“અરે, પણ વાતોમાં વખત વહી ચાલ્યો. ઇંદ્ર મહારાજે આભમાં ગેડીદડે રમવા માંડ્યું, ને મોરલો ગળાના કકડા કરીને ટહુ કી રહ્યો. ચાલો, ચાલો સખી, ચંદનબાગમાં !”
સહુએ વાસવદત્તાને આસન પરથી ખેંચી. ઇંદ્રધનુષ્યના રંગનું ઓઢણું પહેરાવ્યું, નીલરંગી પટકુળ બાંધ્યું, માથે વેણી છૂટી મૂકી, હીરાની દામણી બાંધી, હાથમાં સુવર્ણવલય પહેરાવ્યાં અને કમર પર ઘુઘરિયાળી કટિમેખલા બાંધી.
ચંદનબાગમાં જાણે સંસારનું સૌંદર્ય સરોવર લહેરે ચડ્યું. મન મોકળાં મૂકીને, લજ્જાનાં બંધન હળવાં કરીને સરખેસરખી સખીઓ ઝીણી ઝરમર જલધારામાં ખેલ-કૂદી, વૃક્ષ પર ઝૂલે ઝૂલી, કુંડમાં માછલીઓની જેમ મહાલી, કુબેરનો ધનભંડાર
જેમ ખૂલો મુકાતાં માનવી મુગ્ધ થઈ જાય, એમ અહીં અવંતીની અલબેલી સુંદરીઓનો મનમોહક સૌંદર્ય-ખજાનો આજ પ્રગટ થયો હતો.
આકાશમાં અષાઢી બીજ દેખાણી ત્યાં સુધી સહુ હસી-ખેલી. સૂરજમુખી બિડાઈ ગયાં ત્યાં સુધી સહુએ વિનોદ વાર્તા કરી. નિશિગંધાએ પોતાની સુગંધ વહાવવી શરૂ કરી ત્યારે થાકીને સહુ નીલમ-કુંડને કાંઠે બેઠી અને પાસે રમતાં હંસબાળોને ઊંચકી ઊંચકીને ખોળામાં લઈને રમાડવા લાગી.
ઓતરાદો પવન બંધ થયો, ને પશ્ચિમ દિશામાંથી શીતળ વાયરા છૂટ્યા. એ વાયરાના આકાશી વીંઝણાની પાંખ પર ચઢીને કોઈ સુંદર સ્વરો શ્રવણને સ્પર્શી રહ્યા. વાતાવરણમાં ધોળાતા હોય એમ થોડી વાર એ સ્વરો ચારે તરફ ઘુમરી ખાઈ રહ્યા. ચંદન વૃક્ષોની સુવાસ જેમ પૃથ્વીને છાઈ રહે એમ આ સ્વરો ધીરે ધીરે પૃથ્વી, જળ ને આકાશને છાઈ રહ્યા. ગજબની વીણા કોઈ વગાડતું હતું. એના પ્રત્યેક સૂરમાં ચિત્તતંત્રને મુગ્ધ કરે તેવી મોહની ભરી હતી. ચાંદની રાતની શીતળતા જાણે એમાં આવીને વસી હતી. મનને વશ કરી દે તેવું કંઈ મુગ્ધ તત્ત્વ એ સ્વરોમાં ભર્યું હતું.
વીણાના સ્વરો વધુ ગાઢ થતા જતા હતા, એમ એમ જાણે આ બાગ, આ કુંડ, આ હંસ, આ હંસગામિનીઓ બધું એકાકાર બનતું જતું હતું. અસ્તિત્વ ભુલાવે એવી, સમાધિ ચઢાવે તેવી સુંદરીના અધરની મધુરતા એમાંથી પ્રગટતી હતી. ક્ષણભર સહુ પોતાની જાતને વીસરી ગયાં. હંસ હંસગામિનીઓનાં વક્ષસ્થળ પર લાંબી ચાંચ નાખીને સ્તબ્ધ બની ગયા. જાણે શબ્દ બોલીને સ્વરમાધુરીમાં વિક્ષેપ આણવાની કલ્પના પણ સર્વ કોઈની હણાઈ ગઈ.
અષાઢી બીજ ઊગી ને આથમી ગઈ તોય સહુ સ્વર સમાધિમાં લીન હતા. થોડી વારે જાદુગર જેમ માયા સંકેલતો હોય એમ એ સ્વરો પાછા ખેંચાવા લાગ્યા. થોડી વારે સ્વરો અદૃશ્ય થયા, છતાં એનો રણકાર કેટલાય વખત સુધી મન પર અસર જમાવી રહ્યો. મોડે મોડે કોઈ મોહક સ્વપ્નમાંથી જાગતા હોય તેમ-ગાઢ નિદ્રા પછીની જાગૃતિ અનુભવતા હોય તેમ - સહુ સ્વસ્થ બન્યાં.
‘જીવનમાં પ્રથમ વાર જ આવા સ્વરો સાંભળ્યા !? એક સખીએ શાંતિનો ભંગ કરવાની હિંમત કરી.
‘જાણે યમુનાને તીરે કૃષ્ણ કનૈયાની કામણગારી મધુરી બંસી વાગી !'
સાચી વાત છે સખીઓ !! વાસવદત્તા જાણે ઘેનમાંથી જાગતી હોય તેમ આંખો ચોળતી બોલી : “હું તો ગોપીની અવસ્થા જ અનુભવી રહી હતી. જાઓ, ક્યાંથી આ સ્વરો આવ્યા ને કોણ છે આ સ્વરસમ્રાટ એની તપાસ કરો.”
152 | પ્રેમનું મંદિર
વાસવદત્તા D 153
Page #93
--------------------------------------------------------------------------
________________
બે સખીઓ રાજમહેલના પશ્ચિમ ખૂણા તરફ ગઈ. પણ જેવી ગઈ તેવી પાછી આવી. એમણે કહ્યું : ‘કુંવરીબા ! એ સ્વરો રાજકેદીઓ માટેના કારાગારમાંથી આવ્યા છે. એ સ્વરસમ્રાટને મળવા માટે, કારાગૃહના અધિપતિ કહે છે કે, મહારાજ અવંતીપતિની આજ્ઞા જોઈએ.'
‘ચાલો, અબઘડીએ મહારાજ પાસે જઈને અનુજ્ઞા લઈ આવીએ. આવા સ્વરસમ્રાટને અમે જરૂ૨ જોઈશું, ને આ વિદ્યા અમે જરૂર શીખીશું. અરે, આવો યોગ તો જનમજનમની સાધના હોય તો મળે.' કુમારીના શબ્દોમાં નૃત્ય, ગીત ને વાઘ તરફનો ઉત્કટ પ્રેમ વ્યક્ત થતો હતો.
સુંદરીવૃંદ ઊપડ્યું. એમના પગમાં રહેલાં નૂપુર વેગમાં રણઝણી રહીને અપૂર્વ સંગીત પેદા કરી રહ્યાં.
154 – પ્રેમનું મંદિર
22
કુંવરી કાણી ને રાજા કોઢિયો
અવંતીપતિ પ્રદ્યોત મંત્રણાગૃહમાં બેઠા હતા. દાસીએ જેવા ખબર આપ્યા
તેવા જ મહારાજ અંતઃપુરમાં જવા ઊભા થયા. એમણે જતાં જતાં મંત્રીરાજને કહ્યું : “લાડલી બેટી કંઈક રઢ લઈને બેઠી હશે. વાસુને આપણાથી કંઈ કોઈ વાતની કદી ના પડાઈ છે, કે આજે પડાશે ? મંત્રીરાજ, તમે શેષ કામ પતાવીને શીઘ્ર આવો. કદાચ તમારો ખપ પડે. એક તો બાળહઠ ને એમાં વળી સ્ત્રીહઠ ભળે, એટલે થઈ રહ્યું. વરસાદ અને વાયુ બે ભેગાં.”
મહારાજા પ્રદ્યોત રવાના થયા. એમણે માર્ગમાં જ દાસીને થોડુંઘણું પૂછી લીધું; બાકીનું સેજમાં પડેલી વાસવદત્તાની પીઠ પર અને મસ્તક પર હાથ ફેરવતાં પૂછી લીધું :
“તારે વીણા શીખવી છે ને, પુત્રી ? વાતમાં વાત એટલી જ ને ?” “હા, પિતાજી !”
‘અવંતી તો નૃત્ય, ગીત ને વાઘની ભૂમિ છે. અહીં વીણાવાદકોનો ક્યાં તૂટો છે ?”
“પિતાજી, હું પણ અવંતીની જ છું ને ! મારા મનમાં પણ એમ જ હતું, હું પણ એમ માનતી હતી, અરે, આજ સાંજ સુધી મારો પણ એવો ગર્વ અને ભ્રમ કહો તો ભ્રમ હતો. પણ જે સૂરો મેં આજે સાંભળ્યા એણે મારો બધો ગર્વ અને ભ્રમ દૂર કરી નાખ્યો. એમ તો વીણા હું પણ ક્યાં નથી શીખી ? પિતાજી ! તમારી આ પુત્રીને તમારા પ્રતાપે ગીત, વાદ્ય ને નૃત્યમાં આ અવંતીમાં તો શું, આર્યાવર્તમાં પણ પરાજય આપી શકે એવું કોઈ નથી. પણ આ સૂરો સાંભળતાં તો જાણે એમ જ લાગે છે કે અમે તો આજ સુધી કેવળ મુશળ જ વગાડ્યું ! અવંતીમાં આવો સ્વરસમ્રાટ
Page #94
--------------------------------------------------------------------------
________________
હજી જમ્યો નથી. આ તો જનમ જનમની સાધના ! એ વિના આવી સ્વરમોહિની લાધે ખરી ?"
પણ પુત્રી ! કારાગારના એક કેદી પાસેથી અવંતીની રાજ કુવરીને વીણા શીખતાં શરમ નહિ લાગે ? એવા હલકા લોક પાસે જવામાં આપણી શોભા પણ શી ? આપણું પદ પણ વિચારવું ઘટે ને !” રાજા પ્રદ્યોતે કહ્યું.
- “પિતાજી ! વિધા તો નીચ કુળમાંથી પણ લેવામાં શરમ કેવી ! વિદ્યા ને વનિતા તો ગમે ત્યાંથી લાવી શકાય, એમ તો તમારા દરબારના પંડિતો જ કહે છે. એક વાર મારે તમારા એ કેદીને સગી નજરે નિહાળવો છે.” વાસવદત્તાએ પિતાના ખંભા પર પોતાનું મસ્તક નાખ્યું ને લાડ કરી રહી.
એટલામાં મંત્રીરાજ કાર્ય પતાવીને ત્યાં આવી પહોંચ્યા હતા. અવંતીપતિને પુત્રીને શી રીતે સમજાવવી તે સૂઝતું નહોતું. મંત્રીરાજને જોતાં જ એમના મનમાં કંઈક ઊગી આવ્યું. એમણે મંત્રીરાજને ઉદ્દેશીને કહ્યું :
વાસુને કારાગારનો પેલો વીણા વગાડનાર જોવો છે. પેલો કોઢિયો જ વીણા વગાડે છે ને ?”
ચતુર મંત્રી સ્વામીનો પ્રશ્ન સમજી ગયા. એમણે તરત વાતનો મર્મ ગ્રહી લીધો ને કહ્યું : “હા મહારાજ , ખોખે શરીરે બિચારાને રોગ ફાટી નીકળ્યો છે. ભારે ચેપી રોગ ! એની બાજુ થી આવતી હવા પણ ભયંકર ! રૂંવે રૂંવે ને અંગે અંગે પાસ-પરુના રેગડા !”
“ચેપી રોગ ? પુત્રી, સાંભળે છે ને ?"
ગમે તે હોય પિતાજી, આવી વિદ્યા શીખતાં અગર કોઢ થઈ જતો હોય, એ જોખમ વેઠીને શીખવા જેવી વિદ્યા છે. અસલ કૃષ્ણ કનૈયાની બંસી ! અદ્ભુત વિદ્યા !” વાસવદત્તા મક્કમ મને બોલી..
પુત્રીની હઠ પાસે અવંતીપતિ મૂંઝાઈ ગયા. કોઈ વાતે ચતુર કુંવરી ન ઠગાઈ, આખરે સમય વર્તવામાં સાવધાન વિચક્ષણ મંત્રીરાજે માર્ગ શોધી કાઢવો.
એમણે કહ્યું : “આપણે તો દૂધથી કામ છે ને, પાડા-પાડીની શી પંચાત ? કુંવરીબાને તો વિદ્યા શીખવી છે ને ? વ્યવસ્થા કરી દઈએ ! કોઢિયાને બેસાડીએ દશ ગજ દૂર ને વચ્ચે નાખીએ પડદો. બે કુશળ દાસીઓને વચ્ચે બેસાડીએ. એટલે આ તરફની માખીને પણ પેલી તરફ જવા ન દે. બસ, આ રીતે ભલે કુંવરીબા વિદ્યા શીખે.*
“બરાબર છે, બરાબર છે !” મહારાજ પ્રઘાત મંત્રીરાજની બુદ્ધિ પર વારી ગયા. વાસવદત્તા, બેટી, વત્સા, કલાકારને જોવા કરતાં કલાની પરખ કરવી સારી.
કમળનું મૂળ જોવા કરતાં કમળ જોવું સારું. મંત્રીરાજ ! આની વ્યવસ્થા જલદી કરીએ. ભલે વાસવદત્તા વીણા શીખે. તમે અને હું બરાબર એક માસે એની પરીક્ષા લઈશું. જોઈએ, વાસુ કેટલી ઝડપ કરે છે ?”
ભલે, પણ પછી મહિનો થતાં થતાં ક્યાંક લડવા ઊપડશો તો નહિ જવા દઉં ! રાજાઓને તો આખી પૃથ્વી મળે તોય ક્યાં પગ વાળીને બેસવું છે ? કરોડો માણસ સમાય તેવી મોકળી પૃથ્વી તમારા જેવા વીર નરને સાંકડી પડે છે. વાસવદત્તાએ ભંગ કર્યો એમાં પિતાની ખુશામત પણ હતી.
પુત્રીના પ્રશ્નનો જવાબ વાળ્યા વિના, એને ખભે હાથ મૂકી અવંતીપતિ ઊભા થયા.
શિવાદેવી ગઈ અને હું ઘરડો થઈ ગયો, વાસુ !” પણ તમારી તલવાર ક્યાં ઘરડી થઈ છે ?” વાસવદત્તાએ કહ્યું.
“તલવાર વૃદ્ધ થાય તો તો ક્ષત્રિય જીવતો મરી જાય, કેમ મંત્રીરાજ ?” અવંતીપતિએ હાસ્યમાં જવાબ આપ્યો,
અવશ્ય મહારાજ ! અને હજી તો જમાઈરાજ પણ શોધવાના છે ને ! દશમા ગ્રહની શોધ તો કરવી જ પડશે ને, ઘરડા થયે કેમ ચાલશે ?” મંત્રીરાજે સૂરમાં સૂર પુરાવ્યો.
મંત્રીરાજ , મારે વંકાયેલા દશમાં ગ્રહ જેવો જમાઈ નથી લાવવો. એ વાતમાંથી મેં તો મારો હાથ જ ખેંચી લીધો છે. મારી વાસવદત્તા સ્વયંવરથી વરને વરશે. મારે કુલડીમાં ગોળ ભાંગવો નથી.”
- વાસવદત્તા શરમાઈને ઊભી રહી. આસમાની સાળુમાં છુપાયેલું એનું પૂર્ણચંદ્ર જેવું મુખ અપૂર્વ શોભા ધરી રહ્યું. - “ખુલ્લી તલવાર મ્યાન કરાવે એવી દીકરી છે હોં !” અવંતીપતિએ કહ્યું.
ન જાણે વિધાતાએ કોના ભાગ્યમાં અમારી અવંતીનું આ બેનમૂન મોતી લખ્યું હશે !” મંત્રીરાજે ટેકો આપ્યો.
વાસવદત્તાના મોં પર લજ્જાનાં ડોલર ખીલી રહ્યાં. રાજા અને મંત્રી ખંડની બહાર નીકળ્યા. તેઓ સીધા કારાગાર તરફ ચાલ્યા.
થોડે દૂર જઈને રાજાએ કહ્યું : “મંત્રીરાજ , ઘીને અગ્નિ પાસે મૂકવામાં સોએ સો ટકાનું જોખમ છે. જુવાની તો દીવાની લેખાય છે.”
મહારાજ, એમાં પણ વીણાનો વગાડનાર વત્સદેશનો રાજા ઉદયન ભારે જોખમી છે. સ્ત્રીઓ માટે તો એ વશીકરણ મંત્ર સમાન છે. પણ એક રમત કરીએ. એને કહીએ કે અમારી એક કાણી કુંવરીને વીણા શીખવી છે. તમારી સામે બેસતાં
કુંવરી કાણી ને રાજા કોઢિયો m IST
156 પ્રેમનું મંદિર
Page #95
--------------------------------------------------------------------------
________________
શરમાય છે, વચ્ચે અંતરપટ રાખી વીણા ન શીખવો ? એના નિરાશ જીવનને તમારી અભુત વિઘાથી ઉલ્લાસિત ન બનાવો ?”
- “સુંદર યોજના છે. મંત્રીરાજ , તમે એકલા જ જાઓ. ને બધું નક્કી કરી આવો. મને જોશે તો જરા માથે ચઢશે. ફૂલણશી છે; જરા ફુલાવજો એટલે કામ પાર પડી જશે.”
મંત્રીરાજ નમન કરીને વિદાય થયા. કારાગારનાં તોતિંગ દ્વાર ઊઘડી ગયાં.
કેટલાક યોગ મળતાં વિલંબ થતો નથી - જાણે વિધાતા એની રાહ જોઈને જ બેઠી હોય છે. એ કહેતી હોય છે, કે ક્યારે કોઈ હાથ લંબાવે ને હું સંયોગ સાધી દઉં !
એ રીતે આ ગુરુ અને શિષ્યોનો યોગ મેળવતાં મંત્રીરાજને બહુ પરિશ્રમ ન પડ્યો. બીજે જ દિવસે ગાંધર્વ શાળાના એક ખંડમાં કુશળતાથી બધી યોજના કરવામાં આવી. નિયત સમયે મધ્યમાં ઊભેલી દાસીઓએ પરસ્પરને નિવેદન કર્યું, કે ગુરુ-શિષ્યા ઉપસ્થિત થયાં છે.
“ઉપાધ્યાયજી, નમસ્તે !” વાસવદત્તાએ કહ્યું.
“સ્વસ્તિ, બાલે અવન્તિકે !” વત્સરાજે ધીરેથી કહ્યું. એને કાણી કુંવરીના સ્વરોમાં અપૂર્વ મીઠાશ લાગી. “શું શીખશો, કુંવરી ? અવંતીની અલબેલીઓ તો સંગીત, સાહિત્ય ને વીણામાં નિપુણ હોય છે.”
જી ગુરુજી ! અને છતાં અનન્તર વઘુ તd' – વિદ્યાનો તે કંઈ છેડો છે ?" વાસવદત્તાએ પોતાના માની લીધેલા ગુરુનો વિનય કર્યો.
સાથે રહેલી દાસીઓ તો વિચારમાં પડી ગઈ. એમણે કુંવરીબાને ચેતવતાં કહ્યું કે “આટલી બધી નમ્રતા શોભતી નથી. આખરે તો એ આપણો કેદી છે ને !”
ભારે વાણીચતુર લાગે છે અવંતીની સરસ્વતી ! વારુ, શું ભણશો ? ગીત કે વાઘ ! સ્વર, શ્રુતિ, ગ્રામ, મૂર્છાના, યતિ ને આરોહ-અવરોહનો અભ્યાસ તો ખરો
“કુંવરી, કોયલને કાળી ન કરી હોત તો, પ્રજા એને રૂપાળી દેખી પાંજરે પૂરત ! પોપટની જેમ એ પણ પાંજરે પુરાયેલી પાર કે ભણાવ્યું ભણત અને અંતરના રસટહુ કા વીસરી જાત.”
“ઉપાધ્યાયજી, ઉત્તમ છે આપનો ઉત્તર, હવે હું આપની પાસેથી વીણા શીખવા માગું છું. થોડું થોડું ગીત પણ સાંભળ્યું છે કે વત્સરાજ ઉદયન વીણાવાદક તરીકે પ્રખ્યાત છે. કહેવાય છે, કે જ્યારે એ હસ્તિકાન્ત વીણા વગાડે છે ત્યારે હાથી ચારો ચરતા થંભી જાય છે.”
શા માટે નહિ ? માં હાલરડાં ગાય ત્યારે બાળક જંપી જતું નથી ? કુંવરી, સ્વર આપનારે અંતરમાં સ્નેહ પણ જગાવવો રહે, અંતરની સ્નિગ્ધતા વગર સ્વરમાં માધુરી ન જામે. વીણા, વીણાનો વાદક ને એનો શ્રોતા – ત્રણે એકાકાર બનવા જોઈએ. સંસારના સંતાપ, દેહનાં દુ:ખ, આશાના ઝંઝાવાત બધાં ત્યાં જંપી જાય તો જ દિવ્ય ગાન નીકળે ! ગીત, શબ્દ, તાલ, લય, સંગીત, ભાવ બધું શ્વાસોશ્વાસમાં વણાઈ જવું ઘટે. બાલે, રજ કણમાત્ર એમાં રણ કાર કરતું હોય, પૃથ્વી, જળ, ગગન, સર્વ કાળ અને સર્વ દિશા વીસરાઈ જાય; સોહેનો નાદ માત્ર ત્યાં ગુંજ્યા કરે.”
યથાર્થ વચન છે આપનાં ઉપાધ્યાયજી !" વાસવદત્તા આ કોઢી ગાયકની રસછટા પર મુગ્ધ બનતી ચાલી હતી. “આપની વીણા હવે થવા દો. કોઈ ગીતનું પણ અનુસંધાન કરજો .”
“હે અવંતિકે, મારી વીણાના સ્વરોમાં ગીત અનુસ્મૃત હોય છે, થોડો જ્ઞાતા પણ ચતુર શ્રોતા એને શીઘ પકડી શકે છે. ગીત અને વાઘ સમજવા માટે પણ મન પારદર્શક જોઈએ. સંસારના ક્લેશથી કલાન્ત થયેલાઓથી આ સૂરો સમજી શકાતા નથી. એને માટે આંટીઘૂંટી વગરનું અંતર જોઈએ છે. મૃગ જ્યારે વીણાનાદ તરફ ધસે છે, ત્યારે એ વિચારતું નથી કે એનો વાદક સાધુ છે કે શિકારી ?”
સાચું છે. સરસ્વતી હંમેશાં સ્વાર્પણથી જ સાધ્ય છે.” વાસવદત્તાએ કહ્યું.
શાબાશ ! અવંતી જેવા લક્ષમીપરાયણ દેશમાં પણ રાજ કુંવરીઓને સ્વાર્પણના પાઠ પઢાવનાર વિદ્યાગુરુઓ છે ખરા !” ગુરુએ પ્રસન્નતા દર્શાવી.”
“ઉપાધ્યાયજી, લાગો છો તો વિવેકી, છતાં કાં ભૂલો છો ? એક જ માનવઆત્મામાં સત્-અસત્ના દેવી અને આસુરી બંને અંશ શું નથી હોતા ?*
| “ચતુરા છો, અવન્તિકે !'' અને આટલા શબ્દો બોલતાં ઉપાધ્યાયજીએ ભારે નિઃશ્વાસ નાખ્યો. એ નિઃશ્વાસનો રણકો કુંવરીને કાને પડે એટલો ભારે હતો. પણ
એ નિઃશ્વાસનું કારણ રાજ કુંવરી પૂછે તે પહેલાં તો વીણાના મોહક સ્વર રેલાવા લાગ્યા. એના સ્વરો ગાંધર્વશાળાને મધુર ગુંજન કરતી બનાવી રહ્યા. ધીરે ધીરે સ્વરો વેગ ધરતા ગયા. થોડીક ક્ષણોમાં તો બધું એ કતાર બની ગયું.
કુંવરી કાણી ને રાજા કોઢિયો n 159
અવંતીનાં શુક-સારિકા પણ એ જાણે છે. ને વળી હું તો અવંતીના દિગૂગજ વિદ્વાન હરશેખરની શિપ્યા છું.”
- “ધન્ય ! ધન્ય ! રસાવતાર ભગવાન હરશેખરને કોણ ન ઓળખે ? તમારા ગુરુદેવને અમારાં વંદન પાઠવજો કુંવરી !'
“કેવી રસભરી ને અલંકારયુક્ત વાણી !” વાસવદત્તા ધીરેથી બોલી, ને બુદ્ધિનું માપ કાઢવા એ અન્યોક્તિ વદી, “કુદરત પણ કેવી કઠોર છે, કે કોયલને કરી કાળી !”
158 E પ્રેમનું મંદિર
Page #96
--------------------------------------------------------------------------
________________
મનને મોહ પમાડે એવું ગીત એમાંથી ઝરતું હતું. પહાડ પરથી ચાંદની ઝરે એમ, એ વાઘમાંથી સાથે ગીત પણ રસળતું આવતું હતું. કોઈ વિયોગદગ્ધ સ્વામી પોતાની પ્રિયતમાને સંબોધતો હતો -
કાળી અણિયાળી આંખોવાળી મારી રાણી ! તારી વેણી બાંધવાનું આપેલું વચન હું વીસર્યો નથી. તારા વક્ષસ્થળ પર માથું મૂકી, આ કાશી તારકસમાં તારાં નેત્રો સાથે મૈત્રી સાધતાં. નૌકાવિહાર કરવાના વાયદા ભુલાયા નથી. અશોકની છાયામાં, બકુલની સેજમાં. પારિજાતના પુણ્યહિંડોલમાં તારે સેંથે સિંદૂર પૂરવા હું જરૂર આવીશ.”
લજ્જાનો આ ભયકોયલ માળામાંથી ચાલી જાય તેમ, પપૈયો વાદળને પાર જવા ઊડી જાય તેમ,
- વિલોપ પામે છે.” વીણા થંભી ગઈ. સ્વરો ને તેનો રણકાર બધે ગુંજતા ઘૂમરી ખાઈ રહ્યા. મોહ ને મૂર્ચ્યુની થોડી ક્ષણો વીતી ગઈ. ધીરે ધીરે બધાં સ્વસ્થ થયાં.
વાસવદત્તાએ પોતાનાં પોપચાં પર હાથ ફેરવ્યો ને ભારે નિશ્વાસ નાખ્યો. એ નિઃશ્વાસ ઉપાધ્યાયના કર્ણપટલ પર અથડાયો.
હે બાલે, આટલો ભારે વિશ્વાસ કાં ?” “મારો નિશ્વાસ તો સહેતુક છે, પણ આપનો નિશ્વાસ કયા કારણે હતો ?"
“માનવજીવનમાં દુ:ખ, દુ:ખ ને દુ:ખ જ છે ને ? અહીં નિશ્વાસની શી નવાઈ ? પણ હે રાજ કુંવરી, તમે તો સુખની સેજ સમાં રાજ કુળનાં પુત્રી. આવડા ભારે નિશ્વાસ તમારે શા કાજે નાખવા પડ્યા ? પહેલાં ખુલાસો તમારો.”
ના, તમારો ખુલાસો પહેલો ગુરુજી ! શિયા તરીકે પણ સંદેહ-નિરસનનો મારો હક પહેલો.”
જરૂર. પણ પહેલાં કોઈને સાચું બોલાવરાવી પછી પોતે સાચું વદશો, એવી પ્રતિજ્ઞા તો કરો છો ને ?”
“અવશ્ય.” “કુંવરી, હું વિધાતાને દોષ દેતો હતો.”
“અરે ઉપાધ્યાયજી, તમે તો મારા મનની જ વાત કહી. હું પણ વિધાતાને દોષ દઈ રહી હતી.”
હું આવીશ, રાણી ! નીલ સમંદરના એ મધ્ય પ્રવાહમાં,
જ્યાં જલસુંદરીઓ નીલમ ને પરવાળાના બેટમાં ખેલે છે; જ્યાં સોનેરી-રૂપેરી માછલીઓ અગાધ પાણીમાં વાદળની વીજ જેવી ઝબૂક્યા કરે છે. જ્યાં આત્માના પવિત્ર હાસ્ય જેવા સમુદ્રતરંગો હરહંમેશ ગાયા કરે છે; જ્યાં ઉષારાણી સોનેરી કસુંબલ સાડી લઈને તને આચ્છાદવા આવે છે. ત્યાં હું આવીશ રાણી, તારી વેણી બાંધવા !
તારો સ્વામી એનું વચન વીસર્યો નથી રાણી ! ત્યાં હું આવીશ, જ્યાં આકાશનું બિંદુ
સ્વાતિ બનવા વરસી રહ્યું છે; જ્યાં શરદ પૂનમની ચાંદની, તારા સ્નાન કાજે
અમૃતના કુંભ ઠાલવી રહી છે. જ્યાં વાતો મંદ મંદ અનિલ
સુરાના સ્વાદને ફીકો બનાવી રહે છે. ત્યાં, જ્યાં -
જીવનનો આ બોજ કુળમર્યાદાનો આ ડર 160 | પ્રેમનું મંદિર
“કળાના ભંડારને કુરૂપ કાં કર્યો ?”
“હું પણ એ જ વિચાર કરતો હતો કે અવંતીની કલામૂર્તિને કઠોર વિધાતાએ કાણી કાં કરી ?”
કોણ કાણી, ઉપાધ્યાયજી ? તમે કોઢી થયા એટલે બીજાને કાણી શા માટે કહો છો ?”
“કોણ કોઢી, કુંવરી ? ઉપાધ્યાયનું આવું અપમાન ?"
“અપમાન નહિ, સન્માન, કોઢિયા કહીને આપને ગાળ આપતી નથી, વિધાતાને શાપ આપું છું.” આંખ સાથે અક્કલ તો નથી ચાલી ગઈને, કુંવરી ?"
કુંવરી કાણી ને રાજા કોઢિયો B 161
Page #97
--------------------------------------------------------------------------
________________
પટ્ટી બાંધવાની ફરજ ઘા કરનારને માથે અનિવાર્ય રીતે આવીને ઊભી રહે છે, એ ન ભૂલશો.” વત્સરાજની વાણી જાણે મુક્ત બની ગઈ હતી.
ચિંતા નહિ. જ્યાં બન્ને સમાન દરદી બન્યાં હોય ત્યાં પરસ્પર અમૃતઔષધની વ્યવસ્થા તો બન્નેએ કરવી પડશે ને !” વાસવદત્તા પણ ભારે બોલકી બની ગઈ હતી.
અવંતીપતિનો આવવાનો સમય થતો જતો હતો. ગુરુ શિયાએ પરસ્પરની વિદાય લીધી. પણ એ વિદાય વિદાય નહોતી; પુનર્મિલનની પળોને ઉત્કટ કરનાર માત્ર સમયનો ગાળો જ હતો.
કોની આંખ ચાલી ગયાનું કહો છો ?”
“તારી ! બાલે, તારી, તારી પોતાની અક્કલની વાત કહું છું. સત્યને છેહ નહિ દઈ શકાય. અલબત્ત, કાણાને કાણો કહીને બોલાવવામાં અવિવેક જરૂર છે.”
- “અવિવેકીને જ કાયાએ કોઢ નીકળે ! જુઓ, કોઢિયા રાજા, આંખોએ અંધાપો ન આવ્યો હોય તો જુઓ, જેને કવિઓ શુક્રતારક સમી કહે છે એવી મારી આંખોને !”
અને વાસવદત્તા રોષમાં ઊભી થઈ ગઈ. બાલહઠ, સ્ત્રીહઠ ને રાજહઠ – એમ ત્રિવિધ હઠનો કેફ એના અંતરમાં વ્યાપી ગયો. એણે પડદો દૂર ફગાવી આગળ ધસી જતાં કહ્યું : “જોઈ લ્યો મારી આંખો, કોઢિયા મહાશય !''
આકાશમાં વીજળીનો સળવળાટ થાય ને આંખો અંજાઈ જાય તેમ વિસ્ફારિત નેત્રે બંને પરસ્પરને નીરખી રહ્યાં. ઘડીભર તો જાણે બંને આશ્ચર્યના અર્ણવમાં ડૂબી ગયાં. નયનપલ્લવી જ એ કબીજાંનો પરિચય કરી રહી. પુષ્પધન્વાને બેળે બેળે જાગવું પડે એવી એ ઘડી હતી, રતિ ને કામદેવ જાણે સામસામાં આવીને ઊભાં હતાં !
“વાસુબેન, આ તો વત્સરાજ ઉદયન ! – જેમનું રાજ નાનું છે ને કીર્તિ મોટી છે,બંનેને લાધેલી પ્રેમસમાધિ તોડવા દાસીએ શાન્તિનો ભંગ કરતાં કહ્યું.
તમે જ અવન્તીનાં રાજ કુમારી વાસવદત્તા ? ગુરુ તરીકે હું પહેલો અવિવેકી છું. ક્ષમા યાચું છું, સુલોચને !'” વત્સરાજે ખેદ દર્શાવતાં કહ્યું.
“પણ આપની ક્ષમા માગું છું, હે નરોત્તમ !!” વાસવદત્તાએ નખથી જમીન ખોતરતાં કહ્યું. શરમની લાલી એના સુંદર ચહેરા પર કંકુ છાંટી રહી હતી.
| “આપણને વડીલોએ છેતર્યા, રાજ કુંવરી ! તમારી ખ્યાતિ શ્રવણપટ પર અનેક વાર આવી હતી; આજે સદેહે સરસ્વતીનાં દર્શન લાધ્યાં.”
“ને હસ્તિકાન્ત વીણાના ગાયક, પરદુઃખભંજન, સ્વયં શૌર્યના અવતાર રાજન્ ! આપની યશઃ કીર્તિ પણ કસ્તૂરીની સુવાસની જેમ સર્વત્ર પ્રસરેલી છે.”
સમય પૂરો થાય છે.” દાસીએ બંનેને એકબીજાની પ્રશંસાની લાંબી પુષ્પમાળા ગૂંથતાં વાય.
શું અવંતીના અપરાધી પુરુષને આવતી કાલે ફરી અવંતીકાનાં દર્શન લાધશે ખરાં ?'
અવશ્ય. અવંતીનાં રાજ કુમારી કાલે સંગીતના અભ્યાસ માટે નિશ્ચિત સમયે ઉપસ્થિત થશે જ. ગુરુજી સમયભાન ન ભૂલે - કોઈની વેણી બાંધવાનાં સ્વપ્નોમાં.” વાસવદત્તાએ નયનો નચાવતાં અને હાવભાવ કરતાં, જેનાથી પુરુષના દિલ પર પ્રહાર થાય, તેવાં વેણ કહ્યાં. “મર્મ પર ઘા કરવામાં ભારે કુશળ છો, શશિવદની ! પણ કોઈ વાર ઘાયલને
162 1 પ્રેમનું મંદિર
કુંવરી કાણી ને રાજા કોઢિયો n 163
Page #98
--------------------------------------------------------------------------
________________
મન બહેલાવવા અનેક આડીઅવળી વાતો કરી.
પણ એથી એના મનનો સંતાપ કંઈ ઓછો ન થયો. એને તો હવે એમ જ લાગ્યા કરતું કે હું કોઈ દરિદ્રને ત્યાં દુહિતા થઈને જન્મી હોત તો કેવું સારું ! રાજ કુળમાં જન્મવું એટલે કુળનો, મોટાઈનો, સ્વમાનનો પ્રશ્ન પહેલો. અહીં પ્રેમદેવતા બિચારો આવે શું કામ ? આવે તો આ બધી દેભી પારાયણોમાં બે ઘડી ઊભો પણ કેમ રહે ? રે, આ રાજ કુળનાં અંતઃપુરો તો ત્રાધતોબા ! વિલાસ, વાસેના ને વૈભવની જલતી ભઠ્ઠી ! જીવનભર શેકાવાનું. એમાં પણ જો સાહ્યબો છેતરામણો મળ્યો તો તો...
એક દિવસ એને આવી નિરાશામાંથી અદ્ભુત વિચાર આવ્યો : હું તો દુ:ખી છે જ , તો કોઈને સુખી કાં ન કરું ? અને એણે એ દિવસે ગાંધર્વશાળામાં વત્સરાજ સાથેની મુલાકાત સમયે પ્રસ્તાવ મૂક્યો : “રાજનું, આ કારાગારમાંથી ક્યારે મુક્ત
23
ઘી અને અગ્નિ
થશો ?"
“અબઘડીએ, ખાજે, આવતી કાલે, કાં કોઈ દિવસ નહિ !* એમ કેમ ? તમારું કોઈ કથન સમજાતું નથી.”
અવન્તિકે, કુશળ થઈને ન સમજ્યાં ? જો તમારા રાજા પ્રદ્યોત મને હણી નાખે તો અબઘડીએ મુક્ત થઈ જાઉં. મારો કુશળ મંત્રી યૌગંધરાયણ એની કોઈ યુક્તિ દ્વારા મને છોડાવી જાય તો આજે અથવા કાલે મુક્ત થઈ જાઉં. બાકી તો રાજ કુંવરીનો પ્રેમ નિત્ય મળતો રહે તો કોઈ દિવસ કારાગારમાંથી મુક્ત થવા જ ન
ઘી અને અગ્નિને એક સ્થળે સ્થાપવાં નહિ, એ અવંતીપતિનો શિખામણબોલ સાચો પડ્યો હતો. ઘૂંઘટપટમાં છુપાયેલી પ્રિયાએ અંતરપટ આડે રહેલા પુરુષને પિછાણી લીધો હતો અને અસૂર્યપશ્યાને સૂર્યનાં કિરણોએ તરતમાં જ દ્રવીભૂત કરી નાખી હતી. રાજાનો અપરાધી કુંવરીનો માનનીય અતિથિ બની ગયો હતો.
બંનેનાં ઉરનાં દ્વાર ઊઘડી ગયાં હતાં, પણ હજી કારાગારનાં દ્વાર ખભેદ હતાં. અને એથીય અભેદ્ય હતું મહારાજ પ્રદ્યોતનું હૃદય ! રાજ કુમારી વાસવદત્તાએ એક વાર લાડમાં પિતાજીને પૂછી જોયું : “પિતાજી, સખીઓ વત્સરાજના સદ્ગુણોનાં બહુ બહુ વખાણ કરે છે.*
“એ ઉછાંછળા ને અવિવેકી છોકરાને મારી પાસે નામ પણ ન લઈશ. ભારે વિષયી છે ! કોઈ રાક્ષસપુત્રીને ન જાણે ક્યાંથી પરણી લાવ્યો છે, રેઢિયાળ !”
પણ પટરાણીપદ તો રાજપુત્રીને જ મળે ને ? રાજ કુળનો એવો નિયમ છે ને ?'* વાસવદત્તાએ દલીલ કરી.
એ સોચું, પણ જો આ વાત તું તારા જેવી કોઈ માટે કરતી હો તો જાણી લે કે અવંતીની રાજ કુંવરી માટે વત્સદેશ નાનો પડે. બેટી, એ કલું રાજ તો તને કરિયાવરમાં કાઢી આપીશ.” રાજા પ્રદ્યોતે દીકરીના દિલમાં પ્રત્યાઘાત મૂક્યા.
વાસવદત્તાએ વધુ વાર્તાલાપમાં સાર ન જોયો, પણ વત્સરાજ પ્રત્યેના પિતાના આ વેલણ પછી રાજ કુંવરીની ચિંતા વધી ગઈ. બીજી તરફ પિતાજીના મનમાં બીજી શંકા ઊગે અને વધુ તપાસ કરવા પ્રેરાય તો પોતાનું ચાલુ મિલન પણ બંધ થઈ જાય, એ ભયથી એણે આગળ કંઈ ન કહ્યું. એણે પોતાના સંગીત-શિક્ષણના વિકાસની વાત કહી; આવા કલાકારને વિધાતાએ કોઢી ર્યો, એમ કહી એની દયા ખાધી; ને પિતાનું
તમે તો પ્રજાપ્રેમી રાજા છો. તમારી પ્રજા તમને જોવા તલસતી નહિ હોય ? હું તમને મુક્ત કરું તો તમે ચાલ્યા જાઓ કે મારા પ્રેમથી બંધાઈ અહીં સબડ્યા કરો ?”
રાજા તો પ્રજારંજ ક છે. પણ તમે મને મુક્ત કરી શકો ખરા ? રાજ કુંવરી એવી કઈ સત્તા તમારી પાસે છે ?”
સ્વાર્પણની સત્તા વત્સરાજ, મારો વેશ પહેરીને તમે બહાર નીકળી જાઓ અને મને તમારો પોશાક આપો.”
“અને પછી અવંતીપતિનો ક્રોધ જોયો છે ? સગી પુત્રીને પણ ભરખી જતાં એ ખચકાશે નહિ !'
તો જ મને મારા એ શાંત જીવનમાં શાંતિ લાધશે, જીવનનો કંઈક સાર લાગશે. જે કાર્ય પ્રેમ સમજીને કરીએ એને વાણિયાના ત્રાજવે લાભાલાભની દૃષ્ટિએ ન તોળીએ, મારું શું થશે ? એની ચિતા તમે ન કરશો !'
વાસવદત્તા !” વત્સરાજ રાજ કુંવરીના ઉદાર સ્વભાવ પર વારી ગયા. “શું તમે મને એટલો સ્વાર્થી સમજ્યો કે મારા સુખ માટે તમને દુઃખી બનાવું ? શું મને
ઘી અને અગ્નિ 1 165
Page #99
--------------------------------------------------------------------------
________________
એટલો કાયર ધાર્યો કે સ્ત્રીના વેશે કારાગારમાંથી નાસી છૂટું ? તો તો મારી પ્રજા મારું મોં પણ ન જુએ અને મને મારા જીવતરમાં રસ ન રહે. સુંદરી, મારી પ્રતિજ્ઞા છે, જઈશ ત્યારે ડંકાની ચોટ પર, અવંતીની બજારો વીંધીને જઈશ, એટલું વચન આપો કે એ વેળા હાથ લંબાવું તો તરછોડશો નહિ !'
સ્ત્રી જેને પોતાનું જીવન સમર્પણ કરે છે એને માટે એ કંઈ કહેતાં કંઈ કરતાં પાછાં ડગ ભરતી નથી, ભલે પછી સમસ્ત સંસાર એનો દ્વેષી બની રહે.”
વાસવદત્તાના કાન પર આ વખતે બહારથી કંઈક અવાજો આવવા લાગ્યા. વત્સરાજના કાન પણ ચમક્યા. ભારે ચિત્કાર, હોહા ને બૂમાબૂમ સંભળાતી હતી. ભડોભડ દરવાજા બંધ થવાના ને ભાલા ફેંકાવાના અવાજો આવતા હતા.
વાસવદત્તા બહાર નીકળી. પહેરેગીરો વત્સરાજને જલદી કારાગાર તરફ દોરી ગયા. હોહા વધતી જ જતી હતી. થોડી વારમાં સ્પષ્ટ અવાજો આવવા લાગ્યા : “રાજ હાથી અનલગિરિ ગાંડો થઈ ગયો છે. ઘરોને તોડી પાડતો, બગીચાઓને ઉજજડ કરતો, વનને વેડતો, જે હાથમાં આવે એનું સત્યાનાશ વાળતો એ વાવંટોળની ઝડપે ઘૂમી રહ્યો છે. એને કાબૂમાં લેવા માટેની સર્વ કરામતો વ્યર્થ થઈ છે. ગજપાલકો ને વનપાલકો હિંમત કરવા ગયા તો જીવના ગયા છે !'
રે, વાતવાતમાં ભર્યું અવન્તી ઉજ્જડ થઈ ગયું, ઘર, હવેલી ને પ્રાસાદના દરવાજા દેવાઈ ગયા. યમરાજની અદાથી અનલગિરિ બધી શેરીઓ અને ગલીઓમાં ઘૂમતો હતો.
એ વેળા રાજ પ્રસાદ પાસે અચાનક બૂમ પડી : “અરે, મહારાજ પ્રદ્યોતને ખબર આપો. એમના કારાગારમાં રહેલો વત્સદેશનો રાજા ગમે તેવા કુંજરને કબજે લેવાની કરામત જાણે છે !” બોલનાર કોઈ સંન્યાસી હતો.
જાણે ડૂબતાના હાથમાં તરણું આવ્યું. સ્થળે સ્થળેથી એ જ હોકાર પડ્યો. મહારાજ પ્રદ્યોત મૂંઝાઈને ખેડા હતા. એમના મોંમાંથી આજ્ઞા નીકળવાની તૈયારી હતી કે, “જાઓ, અનલગિરિને ઠેકાણે પાડો ! જીવતો હાથી લાખનો, હવે મૂએ સવા લાખનો !” પણ પ્રજાના પોકારે એમના દિલમાં નવી આશા પ્રગટાવી : અરે, એ રીતે પણ આ પોતાનો પ્રિય હાથી બચી જાય તો કેવું સારું ? બહુ બહુ તો એના બદલામાં એ છોકરાને સારું પારિતોષિક આપીશું.
એમણે આજ્ઞા કરી : “જાઓ, વત્સરાજને કારાગારમાંથી આમંત્રો અને કહો કે અવંતીના રાજદરબારની સામે એની ગજવિઘાની પરીક્ષા આપે.”
પણ પિતાજી ! ગજવિઘાની પરીક્ષા તો ડાહ્યા હાથી સામે હોય; આ તો ગાંડો હાથી વત્સરાજને ચગદી નાખશે.” વાસવદત્તાના મનમાં વત્સરાજના અનિષ્ટની ચિંતા ઘેરાતી હતી.
166 | પ્રેમનું મંદિર
“તો ટાઢે પાણીએ ખસ જશે, કુંવરી !”
પિતાજી...” ને વાસવદત્તા વધુ બોલે તે પહેલાં બેભાન બની નીચે પડી ગઈ, રાજા પ્રદ્યોત અત્યારે વ્યગ્ર હતા. પોતાની પુત્રીની સંભાળ લેવાનું દાસીને ભળાવી પોતે ઝરૂખામાં જઈ પહોંચ્યા. સામે દેખાતું દૃશ્ય ભારે રોમહર્ષણ હતું. વત્સનો તરુણ રાજવી પોતાના હાથમાં વીણા લઈને રાજ પ્રાસાદમાંથી બહાર નીકળતો હતો. સામે જ થોડે દૂર અનલગિરિ હાથી એક વડલાને પોતાની સુંઢોના પ્રહારથી હચમચાવતો ઊભો હતો. એની પીળી આંખોમાંથી માણસના મોતિયા મરી જાય એવું ખૂની તેજ ઝરતું હતું.
શ્વાસોશ્વાસ થંભી જાય એવી પળ હતી. સાત્તાત્ યમદેવની મુલાકાતે જતા હોય તેમ વત્સરાજ આગળ વધ્યા; એમની આંગળીઓ વીણાને છેડી રહી, ધીરે ધીરે સ્વરો છૂટવા લાગ્યા.
એ જ નીલસમંદરનું ગીત ! પ્રિયાને સંદેશો મોકલવા ઝૂરતું એ જ હૃદય ! ગાઢ આશ્લેષની એ જ તીવ્ર ઝંખના ! પ્રાણીમાત્રના હૃદયમાં સૂતેલા સ્નેહના સૂરોને આમંત્રણ આપતો એ જ દર્દભર્યો સાદ ! જાણે સર્જનની પીડ !
સ્વરો વધતા જતા હતા. ઉલ્કાપાત જેવો અનલગિરિ કંઈક શાંત થતો દેખાયો. સ્વરો સાંભળીને મૂછમાંથી જાગેલી વાસવદત્તા પણ ઝરૂખે આવીને ઊભી હતી. પોતાના પ્રેમીના પુરુષાર્થને નિહાળી એની કંચુ કીની કસો તૂટું તૂટું થતી હતી. ગઈ કાલે જે પારકો હતો ને જેનાં સુખદુ:ખની પોતાને કશી તમા નહોતી, એ આજે પોતાનો થતાં શ્વાસે શ્વાસે રાજ કુમારી ખમ્મા ખમ્મા શબ્દ બોલતાં હતાં.
જીવનમાં ક્યારે જ જોવા મળે એવી થોડી એક અજબ પળો કોઈને કોઈક વાર લાધી જાય છે. એવી પળો આજે આવી હતી. અનલગિરિ હવે માત્ર પગથી પૃથ્વીને ખણતો સુંઢ મોંમાં દબાવીને ખડો હતો. છતાં એની પીળચટ્ટી આંખોમાંથી ઝેર તો વરસતું જ હતું. વીણા વગાડતા વત્સરાજ નજીક ને નજીક સરી રહ્યા હતા. આખી અવન્તી જાણે એ સ્વરો સાથે શ્વાસ લેતી હતી ને મૂકતી હતી.
હવે વત્સરાજ એ વનરાજની સમીપ પહોંચી ગયા હતા. એમણે એક હાથે એની સુંઢને સ્પર્શ કર્યો, પણ શાન્ત માણસમાં એકાએક ભૂતનો સંચાર થાય એમ એ જીવતો પહાડ ધૂણી ઊઠયો, બે ડગ પાછો હઠડ્યો ને એકદમ આગળ વધી એણે વત્સરાજને પોતાની સુંઢમાં ઝડપી લીધા; જેવા ઝડપ્યા તેવા જ ઊંચે ઉછાળ્યા.
ઓ મા રે !” ફરીથી રાજ કુંવરી બેભાન બની ગયાં. દાસીએ એમની આંખો દાબી દીધી. અવંતીની પ્રજા હાહાકાર કરી રહી : રે, એક મરજીવા નરબંકાનો આજે ભોગ લેવાશે !” કેટલાકનાં નયનોમાં આંસુ ઊભરાયાં, પણ ત્યાં તો હર્ષની કિકિયારીથી ગગન
થી અને અગ્નિ 167
Page #100
--------------------------------------------------------------------------
________________
ગાજી રહ્યું. સહુની આંખોમાં આંસુ અડધે આવીને થંભી ગયાં, તે શોકનાં અશ્રુ હર્ષનાં આંસુમાં પરિવર્તન પામી રહ્યાં. વત્સરાજ અનલગિરિના કુંભસ્થળ પર બેઠા હતા. એમણે હેતાળ હાથની એક થપકીથી અનલગિરિને ડાહ્યો કરી નાખ્યો હતો. એમના પાછળ પેલો સંન્યાસી જેવો જણાતો માણસ હતો, જેણે પ્રજાસમક્ષ વત્સરાજનું નામ મૂક્યું હતું.
અવંતીવાસીઓએ ગગન જગવે તેવો જયજયકાર કર્યો.
પળભર પહેલાં યમમૂર્તિ લાગતો અનલગિરિ શાણો ને સમજુ બનીને ખડો હતો. આજુબાજુનાં ગૃહોમાંથી કેટલાક હિંમતવાન માણસો બહાર નીકળ્યા હતા, ને કંઈક ખાવાની વસ્તુઓ લઈ હાથી પાસે આવતા હતા. ઝરૂખાઓમાંથી વત્સરાજ ઉપર કંકુ, અબીલ ને ગુલાલ વરસતો હતો. આ કંકુવર્ણા ઝીલતાં ઝીલતાં તેમણે હાથીને રાજ ગવાક્ષ તરફ હાંક્યો.
મહારાજ પ્રદ્યોત જ્યાં ઊભા હતા, એ ગવાક્ષ પાસે જઈને હાથીએ સુંઢ ઊંચી કરી નમન કર્યું. અવંતીપતિએ એની સુંઢના અગ્રભાગ પર વાત્સલ્યભર્યો હાથ ફેરવીને કહ્યું : “શાણો થજે અનલગિરિ !'' ને પછી વત્સરાજ તરફ જોઈને લાગણીભર્યા સ્વરે કહ્યું : “શાબાશ ઉદયન, તેં ભરતકુલને ઉજાળ્યું. અવંતીનો દરબાર તારી કદર કરશે.”
સન્માન સ્વીકારતો હોય તેમ અનલગિરિએ બીજી વાર સુંઢ ઊંચી કરી, ને પછી આગળ વધ્યો. રાજ કુમારી વાસવદત્તા પોતાની સખીઓ સાથે ગવાક્ષમાં કંકુ ને ગુલાલ લઈને ખડાં હતાં. હાથી સમીપ આવતાં કંકુ ને ગુલાલનો વંટોળ ચઢો, એક રક્તરંગી વાદળ જામી ગયું ને બધાંની આંખો એથી ભરાઈ ગઈ.
અચાનક એક હાથ લંબાયો, ને રાજકુમારી વાસવદત્તા ગવાક્ષમાંથી ઊંચકાયાં. હાથી વૃક્ષ પરથી ફળ લઈ લે, એમ રાજ કુમાર ગવાક્ષમાંથી હાથીના હોદ્દા પર આવી ગયાં; ને એ કંકુ-ગુલાલનાં ઘેરા વાદળ ભેદતો હાથી અવંતીની બજારો તરફ વળ્યો. ઘડીભર તો શી ઘટના બની રહી છે, એની કોઈને ખબર જ ન પડી, પણ એ કંકુની વાદળી વીખરાઈ જતાં, મુખ્ય દાસીએ આંખ ચોળતાં ચોળતાં રાજ કુંવરીને શોધવા માંડ્યાં. રાજમહેલમાં ચાલ્યાં ગયાં હશે, એમ સમજી સહુ અંદર જઈને એમને ગોતવા લાગ્યાં.
અવંતીની બજારો વીંધતો હાથી ચાલ્યો જતો હતો. ધીરે ધીરે એનો વેગ વધતો હતો. લજ્જાવંતીના છોડ જેવી વાસવદત્તા સંન્યાસી જેવા ત્રીજા માણસની હાજરીથી શંકાશીલ બની હતી : રખેને પિતાજીનો કોઈ પક્ષકાર હોય !
ચતુર વત્સરાજે કુંવરીની શંકાને તરત જ પારખી લીધી અને દૂર કરવા કહ્યું : “હે મૃગલોચન ! આ પુરુષથી લજા કરવાની આવશ્યકતા નથી. એ તો આપણો
168 E પ્રેમનું મંદિર
મુક્તિદૂત છે. જેના સામર્થ્ય પર જીવતા નરકાગાર સમા અવંતીના કારાગારમાંથી છૂટવા માગતો હતો, એ મારો મિત્ર અને વત્સદેશનો મહામંત્રી યૌગંધરાયણ છે !”
અને સ્વામી ! આ દેવી કોણ છે ? એક તરફી પરિચય ન શોભે !” યૌગંધરાયણે હાથીને વધુ વેગમાં હાંકતાં પૂછ્યું,
અવંતીના મારા નરકાગારને સ્વર્ગ સમાન બનાવનાર આ દેવી અવંતીનાં રાજકુમારી વાસવદત્તા !”
“ધન્ય સ્વામી ! ધન્ય સ્વામી ! પોતાના મંત્રીની શેખીને અને રાણી માતા મૃગાવતીની મશ્કરીને આપે સાચી કરી બતાવી : ઘર ફાડવું તો મોટાનું ફાડ્યું. જુગ જુગ જીવો મારાં રાજા-રાણી !”
“મંત્રીરાજ ! હજી લગ્નવિધિ બાકી છે.” ક્ષત્રિયનાં તો ગાંધર્વ લગ્ન હોય !”
અવંતીની બજાર પૂરી થઈ હતી; ને હવે એના શાખાનગર વીંધતો હાથી આગળ વધતો હતો પણ એટલી વારમાં તો પાછળ પોકારો પડતા સંભળાયા :
અરે, વત્સનો રાજા રાજ કુમારીનું હરણ કરીને નાઠો છે. જીવતો કે મૂએલો પકડો એને !!” |
મહારાજ , હવે જ ખરી કસોટી છે; આપની ગજવિદ્યાની પરીક્ષા થવા દો” મંત્રીએ કહ્યું.
રાજાએ પોતે હાથીનું મહાવતપણું સ્વીકાર્યું. મંત્રીરાજે ધનુષ્ય પર બાણ ચઢાવ્યાં. થોડે દૂર જતાં માર્ગની બન્ને બાજુ કેટલાક ઘડા નજરે પડ્યા. મંત્રીએ એક એક તીર ફેંકી બધા ઘડા ફોડી નાખ્યા. એમાંથી ઉત્કટ ગંધવાળો કોઈ રસ પ્રસરી રહ્યો.
“યૌગંધરાયણ ! આ શું છે ?”
મહારાજ , હેમખેમ વત્સદેશ ભેગા થવાની આ મનોવૈજ્ઞાનિક યોજના છે. હમણાં અવંતીની વાર આવી પહોંચી સમજો . એની હાથીસેનાને ખાળવાની આ કરામત છે. આ ઉગ્ર ગંધ પાસે હાથી પરવશ થઈ જાય છે. અનલગિરિને જલદી હાંકો.”
અવંતીના શાખાનગર પૂરાં થયાં, ને જંગલની વાટ આવી. હાથી ભારે ઝડપથી જતો હતો. મહારાજ વત્સરાજ પણ પોતાની ગજસંચાલન કળાનું કૌશલ દાખવી રહ્યા હતા. વાસવદત્તાનું દિલ પારેવીની જેમ ધડકી રહ્યું હતું. વત્સના મંત્રીએ જોયું તો દૂર દૂર ધૂળની ડમ્મર ચડતો આવતો હતો, હાકલ-પડકારા નજીક ને નજીક આવતા સંભળાતા હતા.
“વેગ કરો સ્વામી ! અલબત્ત, અવંતીના હાથીઓ પેલા રસ પાસે થંભ્યા ખરા, પણ થોડી વારમાં એ આગળ વધ્યા સમજો. કુશળ ગજનિષ્ણાતો સાથે લાગે છે. બની
ઘી અને અગ્નિ D 169
Page #101
--------------------------------------------------------------------------
________________
24
આતમરામ અકેલે અવધૂત
શકે તો આડમાર્ગે હાંકો.”
- વત્સરાજે હાથીને કેડી વગરના જંગલમાં હાંક્યો. ભારે વિકટ એ મજલ હતી. અવંતીની હસ્તિસેના પણ પગેરૂ દબાવતી આવતી હતી.
સંધ્યાની રૂઝો વળી, તોય આ ગેજ -દોડ પૂરી ન થઈ. રાત્રિના અંધકારમાં મશાલો પેટાવીને પંથ કાપવા માંડ્યાં. અવંતીના ગજસવારો હવે જૂથમાં રહેવું નિરર્થક માની, જુદી જુદી દિશામાં વહેંચાઈ ગયાં. જ્યાં જરા પણે પ્રકાશ દેખાય કે
ત્યાં એ દોડી જતા. પણ અંધકારમાં ઠેબાં ખાવા સિવાય એમને કાંઈ ન લાધતું. કેટલેક સ્થળે તો હાથીઓ ગબડી પડતા, ને સૈનિકો હાથ-પગ ભાંગી બેસતાં.
એક આખી રાત આ રીતે જીવસટોસટનો મામલો જામ્યો. પણ વત્સદેશમાં મંત્રીની પૂર્વ યોજનાઓ સુંદર હતી, ને વત્સરાજનું ગજ-સંચાલન પણ અદ્દભુત હતું.
પૂર્વ દિશામાં સૂર્યનારાયણે કોર કાઢી, ત્યાં તો વત્સદેશની સીમા દેખાણી. એ સીમા ઉપર વસુદેવની સુસજ્જ સેના ખડી હતી. મંત્રીરાજે દૂરથી જયજયકાર કર્યો :
જય હો મહારાજ વત્સરાજનો !'' સામેથી અવાજ આવ્યો, “જય હો મહારાજ ઉદયનનો.”
ક્ષણવારમાં સહુ પાસે આવી ગયા. વત્સરાજ હાથી પરથી ઠેકડો મારી નીચે કૂદ્યા. રાજકુમારી વાસવદત્તાને ગજરાજે સુંઢ વડે ઊંચકીને નીચે મૂક્યાં.
“સહુ કોઈ સાંભળો.” મંત્રીરાજે ઊંચેથી કહ્યું, “આજે આપણે માત્ર આપણા પ્રજાપ્રિય રાજાજીને જ નથી પામ્યા, પણ આપણને ક્ષત્રિયકુલાવર્તસ રાણીજી પણ સાંપડ્યાં છે !?”.
આ સમાચારે બધે હર્ષ પ્રસરાવી દીધો. વત્સની હસ્તિસેનાએ સૂંઢ ઊંચી કરી પોતાનાં રાજા-રાણીનું સન્માન કર્યું.
રાજચોઘડિયાં ગાજી ઊઠ્યાં. મંગળ ગીત ગવાવા લાગ્યાં.
પોતાની સીમા પૂરી થઈ હોવાથી, અવંતીની સેના નિરાશાનાં ડગ ભરતી પાછી વળતી, ક્ષિતિજમાં અદૃશ્ય થતી હતી.
વનનાં પશુમાં જ્યારે પોતાનાં બાળ ખાવાની ઝંખના જાગે છે, ત્યારે એ ભારે વિકરાળ લાગે છે; સંસાર શેહ ખાઈ જાય તેવી ક્રૂરતા ત્યાં પ્રગટે છે. સ્નેહના શબ્દો, શિખામણના બોલ ને હિતભર્યા વચનો એ વેળા લાભને બદલે હાનિકર્તા નીવડે છે ! પછી કોઈ શક્તિ, કોઈ સામર્થ્ય અને સર્વનાશના માર્ગથી રોકી શકતું નથી !
અવંતીપતિ પ્રદ્યોતમાં એ ભૂખ ઊઘડી હતી. પીછો પકડનારી પોતાની ગજસેના પરાજિત મોંએ પાછી ફરી હતી. વાસવદત્તા રાજીખુશીથી વત્સરાજ સાથે ચાલી ગઈ હતી; ઘણા વખતથી છાની પ્રીત આજે છતરાઈ થઈ હતી; એટલું જ . વધારામાં વસુદેશમાં વાસવદત્તાનાં લગ્ન વત્સરાજ સાથે થયાનો ઉત્સવ ઊજવાઈ રહ્યાના ઘામાં મીઠું ભભરાવવા જેવા સમાચાર મળ્યા હતા, ને રાક્ષસપુત્રી અંગારવતીએ સ્વહસ્તે વાસવદત્તાને પટરાણીપદે સ્થાપ્યાં હતાં. ધીરે ધીરે આવી રહેલા આ બધા વર્તમાનો બળતામાં ઘીનું કામ કરી રહ્યા.
અવંતીપતિ પોતે તાબડતોબ પોતાના નિષ્ણાત ચરોને રાજમંત્રણાગૃહમાં નિમંત્ર્યા. અવંતીપતિની એ ખાસિયત હતી કે યુદ્ધનું આહવાન કર્યા પહેલાં આર્યાવર્તનાં તમામ રાજ્યોની ભાળ મેળવી લેવી. આજે આ પ્રસંગને અનુલક્ષીને જે ઘોર યુદ્ધ જગાવવાનો નિર્ણય એમણે કર્યો હતો જેમાં ત્રણ રાજ્યોને કચડી નાખવાનો તેમનો નિરધાર હતો : એક વત્સ, બીજુ મગધ ને ત્રીજુ સિધુંસૌવીરનું વીતભયનગર !
ત્રણ દેશ પર જો અવંતીનો ધ્વજ ન ફરકે તો નામોશીની કાળી ટીલી મહારાજના ભાલેથી કદી ભૂંસાવાની નહોતી; એ વિના ઊજળે મોંએ બહાર નીકળી શકાય તેમ નહોતું રહ્યું. યુદ્ધમાં વિજય જ એક એવી વસ્તુ છે કે જે વિજેતાના ભયંકર કે કલંકિત ભૂતકાળને ભુલાવી શકે છે.
170 D પ્રેમનું મંદિર
Page #102
--------------------------------------------------------------------------
________________
અરે ! યાદ કરતાં દિલ જલી ઊઠે એવી અપમાન-પરંપરાઓ અવંતીપતિ પાસે હતી. કેટલું યાદ કરવું ને કેટલું ભૂલવું ? સિંધું સૌવીરનો ઉદયન, જે ‘રાજર્ષિ” કહેવાતો, એણે જ પોતાને મુશ્કેટોટ બાંધ્યો હતો, ને માર્ગમાં પોતાને ભગવાન મહાવીરનો અનુયાયી જાણી ‘દાસીપતિ’ કહી છોડી મૂક્યો હતો ! મગધના મહામંત્રી અભયે પોતાની કરેલી દુર્દશા તો ચોરે ને ચૌટે ચર્ચાતી હતી.
આજે વત્સરાજ ઉદયને બાકી હતું એમાં પૂર્તિ કરી.
“આજ સુધી મેં કુટરાજનીતિથી દહીં ને દૂધ બન્નેમાં પગ રાખ્યા, પણ હવે ભલે એ સ્પષ્ટ થઈ જાય, કે અવંતીપતિ શત્રુ પ્રત્યે ક્ષમા, દયા કે ઉદારતા વાપરવાનું જાણતો નથી. ભલે ભગવાન મહાવીરના કહ્યાગરા ભક્ત તરીકેની મારી કીર્તિ નાશ પામતી. દંભી રીતે મેળવેલી મારી પ્રતિષ્ઠા ભલે વિસર્જન થતી. યોગીરાજના રાહ ન્યારા છે, ભોગીરાજના રાહ પણ ન્યારા છે. અહીં તો અપમાનનો બદલો અત્યાચારથી ને વેરનો બદલો વિનાશથી ચૂકવાય છે.” અવંતીપતિ મનોમન વિચારી રહ્યા. એ દુઃખું એવું હતું કે જે કહેવાતું પણ નહોતું ને સહેવાતું પણ નહોતું.
મંત્રણાગૃહ ધીરે ધીરે ચરપુરુષોથી ભરાતું જતું. સહુ કોઈ આવી જતાં મહારાજાએ કહ્યું : “મારા દ્વિતીય હૃદયસમા ચરપુરુષો, તમારો રાજા એક કાંકરે બે પંખી નહિ પણ ત્રણ પંખી પાડવા ચાહે છે. તમે આર્યાવર્તમાં સર્વત્ર ઘૂમી વળો. દેશદેશની રાજકીય, આર્થિક ને ભૌગોલિક માહિતી એકત્ર કરી લાવો. પ્રસ્થાન માટેની પળ પણ તમે જ નક્કી કરી લાવો. આ વખતનું યુદ્ધ જોવા સ્વર્ગથી અપ્સરાઓ પણ ઊતરશે. અવંતીનો ધ્વજ શીધ્રાતિશીધ્ર દિગદિગન્ત સુધી ઊડતો જોવાની મારી આકાંક્ષા છે.”
બહુ બોલવામાં નહિ માનનારા પણ પોતાના કાર્યમાં કુશળ ચરપુરુષો થોડી એક ચર્ચા-વિચારણા કર્યા પછી વીખરાયા. તેઓ પોતાનું કાર્ય યથાર્થ રીતે બજાવવા તત્કાલ રવાના થઈ ગયા. પણ એટલો સમય વ્યતીત પણ કરવો અવંતીપતિને ભારે પડી ગયો; દિવસ માસ જેવો ને માસ વર્ષ જેવો લાગવા માંડ્યો. અવંતીપતિ તો પ્રતિદિન તેઓની પ્રતીક્ષા કરતા બેસતા હતા. ખાનપાનનો રસ, અંતઃપુરનો વિનોદ, અશ્વખેલનનો ઉત્સાહ ને નૃત્ય ગીતિ ને સંગીતિનો શોખ એ વીસરી ગયા હતા. યુદ્ધ, યુદ્ધ ને યુદ્ધના જ પોકારો અંતરમાં પડતા હતા,
વિદાય થયેલા ચરપુરુષોમાં મગધનો ચર સહુથી પહેલો પાછો આવ્યો. મહારાજે એને ભારે ઉમળકાથી વધાવ્યો. ગરજ વખતે કડવા વખ જેવા માણસમાં પણ અજબ ગળપણ દેખાવા લાગે છે. મગધના ચરપુરુષે પોતાની વાત શરૂ કરતાં કહ્યું : “મહારાજ , પતંગ જેમ આપોઆપ દીપક પર ઝંપલાવે છે, એમ આપના શત્રુઓ પણ પોતાનો નાશે સ્વયં નોતરે છે. મગધરાજ શ્રેણિકનું મૃત્યુ કારાગારમાં થયું.”
172 | પ્રેમનું મંદિર,
કારાગારમાં ?”
“હા પ્રભુ ! જે કારાગારમાં એણે અનેક રાજ શત્રુઓને પૂર્યા હતા, એ જ કારાગાર બંદીવાન બનવાનું મગધરાજ શ્રેણિકના પોતાના ભાગ્યમાં આવ્યું !”
શા કારણે ? એને કોણે બંદીવાન બનાવ્યો ? મગધનો બુદ્ધિનિધાન મંત્રી અભય શું એ વખતે મરી ગયો હતો ? એનો વયમાં આવેલો પુત્ર અજાત શત્રુ કુણિક ક્યાં ગયો હતો ?"
“મંત્રી અભય કુમાર સર્વ રાજપાટ છાંડી ભગવાન મહાવીર પાસે દીક્ષિત થયા.
“સરસ. ટાઢે પાણીએ ખસ ગઈ ! ભગવાન મહાવીરે ત્યારે શરૂઆત કરી ખરી ! સંસારમાં સહુ કોઈનાં હૃદય પલાળી શકાય, પણ રાજ કાજમાં પડેલાંનું પરિવર્તન અશક્ય છે. કર્મોની આદ્રતા જ ત્યાં હોતી નથી. હા, પણ અજાતશત્રુએ પછી શું કર્યું ?”
એને સિંહાસનની ઉતાવળ થઈ, ને આ વૃદ્ધ રાજાને મોતનાં તેડાં મોડાં પડ્યાં. દીકરાએ ઊઠીને બૂઢા બાપને મુશ્કેટાટ પકડી કારાગારમાં પૂરી દીધો ! રાજ કાજ માં તો કોણ કોનું સેગું ? ત્યાં તો અંગતેના સંબંધીથી વિશેષ ડર !”
બૂઢા બાપને કારગારમાં પૂરી દીધો ?" અવંતીપતિએ એ વાક્ય બેવડાવ્યું.
“હા પ્રભુ, માત્ર કારાગારમાં પૂરી દીધો એટલું જ નહિ, રોજ કોરડાનો માર પણ પડવા લાગ્યો. આખી દુનિયાથી એનો સંસર્ગ ટાળી દીધો; ફક્ત રાણી ચેલ્લણાનેપોતાની સગી માતાને ખૂબ આજીજી પછી, રોજ એક વાર રાજા શ્રેણિકને મળવા માટે કારાગારમાં જવાની આજ્ઞા આપી. ભગવાન કહેતા હતા એવી સંસારની અસારતા મગધરાજે આ ભવમાં જ પ્રત્યક્ષ કરી ! આ સ્વાર્થી દુનિયામાં કોનો ભરોસો કરવો ? જે રોજ રોજ મગધરાજના જયજયકારથી જીભ સૂકવી નાખતા હતા એ મગધવાસીઓમાંથી ને એ સરદાર-સામંતોમાંથી કોઈએ આ હડહડતા જુલ્મ સામે આંગળી પણ ન ચીંધી ! નવા રાજવીની અવકૃપાની બીકે માનવીનાં અંતર પણ ઓશિયાળાં થઈ ગયાં !? -
“પછી મગધરાજનું મૃત્યુ કઈ રીતે થયું ?” અવંતીપતિ ઊંડા વિચારમાં હતા.
આટઆટલા અત્યાચાર ગુજારવા છતાં એ વૃદ્ધ રાજાની આયુષ્ય-દોરી એટલી જબરી કે ન તૂટી ! કર્યા ભોગવવાનાં હોય ત્યારે માગ્યાં મોત પણ ક્યાંથી મળે ? અને જગતમાં તો સહુ શત્રુનું મોત જલદી જ વાંછે છે. શત્રુ બનેલા મગધરાજ શ્રેણિકનો પુત્ર કુણિક વિચારતો હતો, કે સાપ ભલે છુટ્ટો ન હોય, ભલે એને દાબડામાં સુરક્ષિત રીતે પૂર્યો હોય, છતાં અકસ્માત બનવાનો હોય ને કોઈ દાબડો ખોલી નાખે તો ?.... બનવા કાળ હોય ને બને, અને જીવતા બૂઢા બાપ તરફ કોઈની વફાદારી જાગે, કોઈ કંઈ હલચલ મચાવે અને ફરીથી કોઈ નવા તોફાનનો
આતમરામ અકેલે અવધૂત D 173
Page #103
--------------------------------------------------------------------------
________________
સામનો કરવો પડે, એના કરતાં ‘ન રહે વાંસ, ન વાગે વાંસળી !' પણ લોક-લજ્જાએ એને જ રા નબળો બનાવ્યો :વૃદ્ધ છે, કેટલાં વરસ કાઢશે ? પણ જન્મ, જરા ને મરણ કંઈ કાંઈના કાબૂમાં થોડા હોય છે કે મગધરાજના કાબૂમાં હોય !
એક વારનો સિંહ સમો દુર્ઘર્ષ રાજા શિયાળ બનીને પણ જીવી રહ્યો. કહે છે, કે અન્તિમ સમયની એની શાન્તિ ઋષિને છાજે તેવી હતી. એ વારંવાર કહેતો :
હું વિષયી ભૂલ્યો. પ્રેમના મંદિર ભગવાને વારંવાર કહ્યું કે રાજવીઓ, હવે વિર ને વિકારને તજો, યોગી તે રાજા; રાજા તે યોગી, નહિ તો જગતનો નરકેસરી સંસારનો મોટામાં મોટો નરકેશ્વરી ! કોઈ જીવતાં નરક જોશે, કોઈ મર્યા પછી. ભગવાને મારી સામે દીવો ધરીને માર્ગ સુઝાડ્યો, તોય, રાજસુખના કીચડમાં ભૂંડની જેમ હું મહાલી રહ્યો. મેં એ દિવ્ય પ્રકાશનાં વખાણ જરૂર કર્યા, પણ એનો લાભ ન લીધો. બુઢાપામાંય સ્ત્રીનાં સુંવાળાં અંગોના શોખ રહ્યા. અરે ચેલ્લણા રાણીને પરણવા જતાં સુલસા જેવી સતીના બત્રીસ જોધારમલ દીકરાઓનું મોત નિપજાવ્યું. વિલાસની વેદી પર કેવાં અમૂલખ બલિદાન ! માણસ જેટલો મોટો એટલાં એનાં સુકૃત્ય-દુષ્કૃત્ય પણ મોટાં ! પાપ તો ચક્રવર્તીને પણ ક્યાં છોડે છે ? કેટલાં પાપ વર્ણવું ? ને એમાં રાજ કાજનાં જીવતર જીવનારના પાપનો તો ક્યાં પાર હોય છે ? જુવાનજોધ અભય દીક્ષિત થઈ સ્વાર્થી સંસારના સંબંધો ફગાવી ચાલ્યો ગયો, તોય મેં ઊભા ઊભા જોયા ક્યું. ભગવાને જ મારી શરમ રાખ્યા વગર મારાં કૃત્ય જોઈ કહ્યું : “ચેત, ચેત, નર ચેત !' પણ રાજા થઈને હું માણસ ફીટી ગયો હતો.
હું ન સમજ્યો, ને મર્યા પછીના નરકનો જીવતેજીવ સાક્ષાત્કાર કરવાનો સમય આવ્યો ! અહા, પ્રભુની વાણી આજે બરાબર સમજાય છે : “કિસકે રે ચેલે, કિસકે બે પૂત, આતમરામ અકેલે અવધૂત !”
- “આ કુણિકને જન્મતાં જ અપશુકનિયાળ માની એની માએ ઉકરડે નાખી દીધેલો. કૂકડાએ એની આંગળી પણ ઠોલી ખાધેલી. મને માયા ઊપજી ને હું એને ઉપાડી લાવ્યો. પાસપરુવાળી આંગળીને મોંમાં રાખી ચૂસી ! આ બધું મેં એના ભલા માટે કર્યું ? ના, ના, અંતરની માયાને સંતૃપ્ત કરવા કર્યું. માયાનો હું મિત્ર બન્યો, પણ માયા મારી મિત્ર ન બની ! આહ, પણ ભગવાનનાં પેલાં વચનો કાં ભૂલું ? સુખ શોખથી ભોગવ્યું તો દુ:ખ પણ એ જ ભાવે ભોગવી લે, રાજા ! તારો બેડો પાર થશે. જાગ્યા ત્યારથી સવાર ગણી લે !”
- “મહારાજ અવંતીનાથ, કહે છે કે વૃદ્ધ મગધરાજે પોતાને સંસારના સહુથી મોટા ગુનેગાર લેખીને સહુ કોઈને માફી આપી; પોતાના અપરાધી પુત્રને પણ ક્ષમા આપી અને સુખ-દુ:ખ, માન-અપમાન સર્વ વિષયો પરથી મન વાળી લીધું.” ચર થોભ્યો ને વળી થોડી વારે એણે ચલાવ્યું :
174 | પ્રેમનું મંદિર
છતાં લલાટમાં જે લેખની મેખ મરાઈ હોય તે કેમ મિથ્યા થાય ? કહે છે કે એક દહાડો જુવાન રાજા અજાતશત્રુ હાથમાં કુહાડો લઈ દોડતા આવતા દેખાયા. વૃદ્ધ મગધરાજને લાગ્યું કે પુત્ર મારી હત્યા કરવા આવે છે ! એ મહાન પુરુષે વિચાર્યું કે એ મને મારી નાખશે એની તો કંઈ ચિંતા નથી, પણ મારે કારણે એના કપાળે પિતૃહત્યાનું કલંક સદાકાળ ચોંટી જશે. મારું તો જે ભલું-બૂરું થયું તે થયું, પણ એ નવજુવાનની લાંબી જિંદગી શા માટે કલંકિત કરું ? અને વૃદ્ધ મગધરાજે પોતાની પાસે રાખી મૂકેલો હીરો ચૂસીને આત્મહત્યા કરી લીધી ! દેહનાં બંધન છૂટી ગયાં; આત્મા ચાલ્યો ગયો, નવા દેહની જોગવાઈ કરવા ! ગુપ્તચર સંસ્કારી લાગ્યો. એ ભગવાન મહાવીરની ધર્મ-પરિષદોમાં જનારો હતો; માત્ર શુષ્ક રાજ સેવક નહોતો.
અજાતશત્રુ કુણિક કુહાડો લઈને ખરેખર પિતૃહત્યા કરવા ગયેલો ?” રાજા પ્રદ્યોતે મુખ્ય પ્રશ્ન ઉપાડ્યો.
“કંઈ નિશ્ચિત રીતે કહેવાય નહિ. રાજકારણી પ્રવૃત્તિઓનાં મૂળ શોધવા સુલભ નથી. પણ પ્રજામાં બે પ્રકારની વાતો ચાલે છે : એક પક્ષ કહે છે કે હત્યા કરવો જ ગયેલ. બીજો કહે છે કે એના અંતરમાં પૂજ્ય પિતાને રિબાવ્યાનો ક્ષોભ પેદા થયો, ને હાથમાં કુહાડો લઈને--બેડીઓ તોડવા ધસી ગયો. આ તો સત્વે નિહિત *TLITયામ્ !”
અવંતીપતિ ક્ષણભર વિચારમાં પડી ગયા. એમના પ્રચંડ ભાલ પર કરચલીઓના આટાપાટા દોરાઈ રહ્યા. થોડી વારે સહેજ સાવધ થઈને એમણે પૂછ્યું :
પ્રજા અજાતશત્રુની વિરુદ્ધમાં હશે, કાં ? રાજ્યમાં અસંતોષ પણ હશે. આ તકનો લાભ લીધો સારો. વારુ, અજાતશત્રુ કુણિકની તૈયારીઓ કેવી છે ?”
“અજબ છે.” એના આ દુષ્કૃત્યને લીધે પ્રજામાં અસંતોષ નથી ?”
જરાય નહિ ! એ તો આ જગની જીવતાં લગીની માયા ! બળવાન માછલું નબળાં માછલાંને ખાઈ જાય, એ તો સંસારનો જાણે નિત્યક્રમ બન્યો છે ! આજે એ વાતને દુઃસ્વપ્ન લેખી કોઈ સંભારતું પણ નથી !'
“સારું, તું ફરીથી મગધમાં પહોંચી જા, અને સમાચાર મેળવતો રહે !”
ચરપુરુષ પ્રણામ કરી વિદાય થયો. અવંતીપતિ કેટલીય વાર મંત્રણાગૃહમાં એકલા એકલા આંટા મારતા રહ્યા. અવંતીનાથને મગધરાજનું મોત સુધારનારું ‘આતમરામ અકેલે અવધૂત” સૂત્ર યાદ આવી રહ્યું; પણ મન સાથે એનો કોઈ મેળ બેસતો નહોતો. વેર, બદલો, પ્રતિશોધ !
આતમરામ અકેલે અવધૂત D 175
Page #104
--------------------------------------------------------------------------
________________
25
પહેલો આદર્શ
મગધના ચરપુરુષને ફરી રાજગૃહી તરફ ઊપડ્યાને બહુ દિવસો વીત્યા ન વીત્યાં ત્યાં સિંધુસૌવીર દેશના પાટનગર વીતભયમાં ગયેલો ચરપુરુષ દડમજલ કરતો નવીન વર્તમાન સાથે આવી પહોંચ્યો.
મંત્રણાગૃહમાં અવંતીપતિને આવતાં થોડોએક વિલંબ થયો. તેઓ પોતાની સુસજ્જ સેનાનું નિરીક્ષણ કરવા ગયા હતા. યુદ્ધની પૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી હતી. પણ ને જાણે કેમ, પ્રસ્થાનનાં ચિહનો હજી દેખાતાં નહોતાં, અવંતીપતિ કોઈ ભારે દ્વિધામાં અટવાઈ રહ્યા હતા, છતાં યુદ્ધ કઈ પળે છેડાઈ જાય તે કહેવાય તેમ નહોતું.
ખાય તેનું ગાય-ના સ્વભાવવાળા ભાટ-ચારણોએ ચોટેચકલે વસ, મગધ ને સિંધુસૌવીર વિશે વેરભાવ કેળવાય તેવાં કવિતો લલકારવા માંડ્યાં હતાં. પ્રજામાં હિંસ પશુ જેવું ઝનૂન પેદા કરવા આ સરસ્વતી સેવકો મેદાને પડ્યા હતા !
- શત્રુની યુદ્ધમાં નૃશંસ હત્યા એ પુણ્ય, રણમેદાનમાં પીઠ બતાવવી એ પાપ, ને રણ-મૃત્યુ એ સ્વર્ગની સીધી વાટ, કર્મધર્મની કરવાની કોઈ ઉપાધિ જ નહિ, એ વાત પર ખાસ ભાર દેખાતો હતો. જીત્યા તો શત્રુનું ધન ને શત્રુરાજ્યની અપૂર્વ સુંદરીઓ મળે; મર્યા તો સ્વર્ગનું સુખ ને ત્યાંની રૂપરૂપની અંબાર અપ્સરાઓ વિલાસ માટે મળવાની હતી. માથાકૂટ બધી વિલાસ મેળવવા માટે જ હતી ને ! સત્તા, સુંદરી ને સુવર્ણ, આ ત્રણનો ખપ હતો. યુદ્ધમાં આ મળવાનું હતું. માટે યુદ્ધનો વિલંબ અસહ્ય હતો. અવન્તીના જુવાનો વેરભાવને ઉત્તેજવા માટે નાના બનાવોને મોટા કરી-રજુનો સર્પ કરી-ભયંકર યુદ્ધ જગવવા માટે તલસી રહ્યા હતા.
“કોનું કોણે શું બગાડવું ?” આટલી સાદી સીધી વાત સમજવાની શુદ્ધિ સહુએ ગુમાવી હતી. માણસના રાજ્યમાં જાણે પશુરાજ્ય પ્રગટી નીકળ્યું હતું !”
આ પશુરાજ્યના પરાક્રમી સ્વામી અવંતીપતિ પ્રઘાત મંત્રણાગૃહમાં પાછા ફર્યા ત્યારે એમના મુખ પર ભારે ઉત્સુકતા હતી. પોતાના પરમ શત્રુ-જે પરમ ઉદાર કહેવાતો હતો ને જેણે પોતાને જીવિતદાન આપી એની કીર્તિને સવાયી ને પોતાની કીર્તિને કલંકિત કરી હતી એ પરમ શત્રુ ઉદયનના દેશની વાર્તા ન જાણે કેવી હશે ? એમણે સંજ્ઞાથી જ ચરપુરુષને વૃત્તાંત કહેવાની આજ્ઞા કરી.
મહારાજ, જ્યારે હું વીતભયનગરમાં જઈ પહોંચ્યો ત્યારે ત્યાં રાજ તો કેશીકુમારનું પ્રવર્તતું હતું.'
“શું ઉદયન અને એનો પુત્ર અભીતિ બંને યમશરણ થયા ? અરે, મગધમાં શ્રેણિક મરી ગયો ને અભય સાધુ થયો, બધે આ શી ઊથલપાથલ મચી છે ! ભગવાન મહાવીરનું સૂત્ર “પૃથ્વી પ્રેમનું મંદિર’ શું સહુનાં દિલમાં વસી ગયું ?'
- “પ્રભુ ! વાત ભારે હૃદયદ્રાવક છે. રાજા ઉદયન ભગવાન મહાવીરના ધર્મોપદેશને ધરનારો હતો. ભગવાન મહાવીરે એક વાર કહેલું કે ‘ાથી રીના તથા પ્રજ્ઞા'-પ્રજા રાજાના ગુણ-અવગુણનું અનુસરણ કરે છે. ત્યાગનું મહત્ત્વ બતાવવા માટે રાજાઓએ પોતે તેવું આચરણ કરી બતાવવું જોઈએ; તો જ પ્રજા સમજે કે ભોગ અથવા સંગ્રહ એ ધર્મ નહિ, પણ તપ અને ત્યાગ એ જ મહાન ધર્મ ! વેર એ આદરવા લાયક વસ્તુ નહિ, ક્ષમા અને પ્રેમ એ જ મહાગુણ ! સબળોની નિષ્ફરતા તો જ નાશ પામે; નિર્બળોની નિરાધારતા તો જ ટળે; તો જ આ સંસારમાં સાચું સુખ
પાય. આજે તો જે સબળ થયો તે નિર્બળોને કચડવાનો પોતાનો ધર્મ માની બેસવાનો. સબળ એમ નહિ માને કે નિર્બળતા રક્ષણનો ભાર પોતાને માથે આવ્યો. જીવ જીવનો મિત્ર, પ્રેમનો અધિકારી, પૃથ્વી પ્રેમનું મંદિર, પૃથ્વીને સુખી, શાન્ત અને સમૃદ્ધ બનાવવા માટે આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી !”
ભગવાન તો બધું કહે, પણ પગ પર કુહાડો કોણ લે ?” અવંતીનાથે વચ્ચે પ્રશ્ન કર્યો.
“મહારાજ, એ લેનારા પણ પડ્યા છે. ‘હુરત્ન સુંદર' આ ધરતીનો ભાર તો એવા જ વેઠી રહ્યા છે. રાજા ઉદયને એક વાર રાત્રિના વિચાર કર્યો કે અહો, એ ગ્રામનગરને ધન્ય છે, એ રાજા-શ્રેષ્ઠીઓને ધન્ય છે, જેઓ પ્રેમના જીવંત મંદિર સમા શ્રમણ ભગવંતનાં દર્શન-વંદન કરે છે. શ્રમણ ભગવંત અહીં આવે તો હું દર્શનવંદન કરું, ઉપાસના પણ કરું. જોગાનુજોગ વિચિત્ર છે. બીજે જ દિવસે સવારે શ્રમણ ભગવંત વીતભયનગરના મૃગવનમાં પધાર્યા, રાજા અત્યંત હર્ષિત થયો, ને પ્રભુના દર્શને ગયો. ભગવાને ઉપદેશ આપતાં કહ્યું : “સંસારના આ મત્સ્યગલાગલ ન્યાયનો કોણ અંત આણશે ? પૃથ્વીને પ્રેમનું મંદિર કોણ બનાવશે ? આજ સુધી સબળના હાથોમાં નિર્બળ પિલાયા છે. હવે નિર્બળ હાથો પાસે સબળ ક્યારે ક્ષમા માગીને
પહેલો આદર્શ 177
Page #105
--------------------------------------------------------------------------
________________
પોતાની સબળતાને શોભાવશે ? સંસારના દાવાનળને પોતાના તપત્યાગથી કયો રાજા ક્યારે બુઝાવશે અને એ રીતે રાજાના વર્તનના અનુકરણમાં માનનારી પ્રજા સામે એક અદ્ભુત આદર્શ રજૂ કરશે ?” ભગવાનનો ઉપદેશ સાંભળી રાજા ઉદયન ભરી પરિષદામાં ખડા થયા ને બોલ્યા : “હું અભીતકુમારને ગાદી ઉપર સ્થાપન કરી દીક્ષા લેવા ઇચ્છું છું.”
“આટલી જવાબદારીવાળો રાજા આટલો ઉતાવળો !” અવંતીપતિએ વચ્ચે કહ્યું.
“ઉતાવળ તો ખરી જ ને ? મૃત્યુ કઈ પળે આવીને માણસને દબાવી બેસશે. એનો ક્યાં કોઈને ખ્યાલ છે. એ તો આજની ઘડી રળિયામણી ! આજ્ઞા લઈને પાછા ફરતા રાજા ઉદયનને વિચાર આવ્યો કે મારે સગે હાથે પુત્રને શા માટે આ જંજાળમાં ફસાવું ? આજના રાજ કાજમાં તો મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તી રહ્યો છે. એમાં એકનો વધારો કાં કરું ? એના કરતાં એક સમર્પણશીલ આત્માનો વધારો શા માટે ન કરું ? અને એણે પુત્રને બોલાવ્યો ને રાજ કાજના ખૂની મામલા વિશે સમજાવ્યું. તેમ જ એક સદગૃહસ્થ તરીકે જીવીને પોતે વધુ સાધી શકશે, તે કહ્યું. અભીતિકુમારનું મન એ વખતે તો માની ગયું. રાજા ઉદયને મંત્રીમંડળને બધી વાત કહી. તેઓએ રાજાના ભાણેજ કેશીકુમારને રાજગાદી પર સ્થાપન કર્યો અને રાજા ઉદયન તે જ દિવસે સર્વસ્વ ત્યાગીને પ્રવજ્યા લઈને ચાલી નીકળ્યા. અભીતિકુમાર રાજ્યમાં રહ્યો, પણ થોડા દિવસમાં એનું મન માયામાં લોભાયું : હાથમાં આવેલી અનેક ભવનાં પુણ્ય પ્રાપ્ત થનારી આ દોમદોમ સાહ્યબી શું કામ છોડી દેવી ? એણે પોતાની ગાદી મેળવવા પ્રયત્ન કર્યો, પણ સહુએ કહ્યું : “રાઈના ભાવ રાતે ગયા !' એ રિસાઈને બીજે ચાલ્યો ગયો, ને પોતાનું રાજ મેળવવા ખટપટ કરવા લાગ્યો.
રાજર્ષિ ઉદયન જંગલોમાં વિહરતા ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યો; લૂખો-સૂકા અન્નનો આહાર કરવા લાગ્યા. ક્યાં રાજપાટ ને ક્યાં વનવગડા ! ક્યાં બત્રીસાં પકવાન ને ક્યાં લુખાંસૂકાં અન્ન ! એમને સુકોમળ દેહમાં વ્યાધી થયો. વૈદ્યોએ દહીં લેવાની સલાહ આપી. રાજર્ષિ ઉદયન વીતાનગરની પાસેના ગોવાળોના વ્રજમાં આવીને રહ્યા. પણ રાજખટપટમાં પડેલા પુરુષો કમળાના રોગી હોય છે; તેઓ બધે પીળું ભાળે છે. તેઓએ વાત ઉડાડી કે રાજર્ષિ ઉદયન તપસ્વી જીવનથી કંટાળ્યા છે અને પોતાનું રાજ પાછું લેવા આવ્યા છે ! કોઈનું બૂરું ઇચ્છી પોતાનું ભલું ચાહનારા લોકોનો તો દુનિયામાં ક્યાં તોટો છે ? પણ કેશીકુમાર સરળ હતો. એણે પહેલાં તો કહ્યું : એમનું હતું ને એમને આપવામાં સંકોચ કેવો ?” પણ મંત્રીઓએ ધીરે ધીરે એની બુદ્ધિ ફેરવી નાખી. એ પણ માયાનો પૂજારી બની ગયો અને માયાનો પૂજારી બન્યો એટલે સગા મામાને શત્રુના રૂપમાં દેખવા લાગ્યો. પુનઃ એ જ
મસ્યગલાગલ ન્યાયનું નાટક ભજવાનું શરૂ થયું. સહુ રાજર્ષિ તરફ ઝેરી નજરથી નિહાળવા લાગ્યા.”
આ જગતમાં કોઈ માણસનો પેટમાં દીકરાદીકરીનો પણ-ક્ષણ એકનો ભરોસો કરવા જેવો નથી ! ક્ષમા-ઉદારતા થતાં તો થઈ જાય, પણ એનો જીવનભર પસ્તાવો થાય છે.” અવંતીપતિ વચ્ચે બોલી ઊઠ્યા.
“મહારાજ , રાજર્ષિ ઉદયનને કંઈ પસ્તાવો થતો નહોતો, ઘૂંકેલું ગળવા, વમન કરેલું જમવા એ આવ્યા નહોતા. પણ કૂવાના દેડકા જેવા ભાણેજ કેશીકુમારને હાથીના પ્રચંડ રૂપનો શો ખ્યાલ હોય ! મંત્રીઓએ એક ગોવાલણને બોલાવી, ને એના દ્વારા દહીમાં ઝેર આપવાનો પ્રબંધ થયો, પણ રાજર્ષિ ઉદયન તો જીવન અને મૃત્યુનો પાર પામી ગયા હતા; અમૃત અને ઝેરનો ભેદ ભૂલી ગયા હતા, અને શાન્ત ભાવે વિહરી રહ્યા હતા. ગોવાળણ દહીં લઈને આવી ત્યારે નિર્મોહભાવે એ લઈ લીધું ને આરોગી ગયા. દેહનું મમત્વ વીસરી ગયા હતા; એમને દેહ આડખીલી રૂપ જ લાગતો હતો; પણ આયુષ્યના બંધ તૂટે ત્યારે ને ? એ બંધ તોડવામાં આ બધા નિમિત્ત બન્યા ! રાજર્ષિ ઉદયને તો સહુને ક્ષમા આપી, પોતે ક્ષમા લીધી, ને પ્રેમનું જીવંત મંદિર બની શાંતભાવે દેહત્યાગ કર્યો. એ તો પોતાનું કલ્યાણ કરી ગયા, પણ નગરીને માથે ઉગ્ર પાપના પડછાયા પથરાયા.” ચરપુરુષ વાત કરતાં થોભ્યો .
અરે, રાજકાજમાં ઉગ્ર શું અને નરમ શું ? એમાં સુંવાળી ચામડી ન ચાલે. એ તો એવું ચાલ્યા જ કરે ! ધરમપુણ્ય પણ આ માટે જ કરી મૂક્યાં છે ને ? ઘડપણમાં ગોવિંદ ક્યાં જતા રહેવાના છે ?”
“ના મહારાજ , મહાવીરની વાણી આવે વખતે યાદ આવે છે. તેઓ કહે છે, આ સૃષ્ટિનો નિયમ તો અવિચળ છે. આપણે કોઈ મરકી જેવી મહામારી જોઈ વિચારીએ છીએ કે કેમ આવી ? આપણે કોઈ વિનાશ, કોઈ પ્રલય, કોઈ સર્વનાશ જોઈ થંભી જઈએ છીએ ને કુદરતનો કોપ લેખી હાહાકાર કરીએ છીએ. પણ એનાં કારણોની શોધમાં પડતા નથી; અને પડીએ છીએ તો તરત કારણ શોધ્યા જડતાં નથી, પણ જરા આપણો જીવન-વ્યવહાર સૂક્ષ્મ રીતે નીરખીએ તો કેટલી હત્યાઓ, કેટલાં અનાચરો, અત્યાચારો ને દુવર્તનો આપણે ચલાવી રહ્યા છીએ, તેની સમજ પડે ! આ પૃથ્વીનો પ્રત્યેક કણ અદૃશ્ય એવા કોઈ નિયમથી નિયંત્રિત છે. ધર્મી પુરુષો તો માને છે, કે રજનો એક કણ પણ કર્મના નિયમ વગર ફરતો નથી. આપણી હિંસાનો પડઘો આત્મહિંસામાં આવે છે ! આટલી વ્યાખ્યા હું એ માટે કરું છું કે હજી રાજર્ષિ ઉદયનની ભસ્મ પણ પૂરી વીખરાઈ નહીં હોય, ત્યાં એકાએક શહેર પર ભયંકર વાવાઝોડું ચડી આવ્યું, પ્રલયના પવન છૂટ્યા, પૃથ્વીના બંધ તૂટ્યા, બારે મેઘ સામટા ઊમટ્યા; જોતજોતામાં આખું નગર સ્વાહા ! ન રહ્યો રાજા, ન રહી પ્રજા ! ન રહ્યાં સૈન્ય, ન રહ્યા શાહુકાર ! સૂકાને પાપે લીલાં પણ બળી ગયાં. સામુદાયિક
પહેલો આદર્શ D 179
178 D પ્રેમનું મંદિર
Page #106
--------------------------------------------------------------------------
________________
દુવિધામેં દોનોં ગઈ !
પાપનો ઉદય તે આનું નામ ! રાજાના અવિચારી કૃત્યને પ્રજા ન રોકે તો એ પાપમાં પ્રજા પણ ભાગીદાર બને. બીજે દિવસે સવારે સૂર્યોદય થયો ત્યારે પણ હતું તે દટ્ટણ જેવું થઈ ગયું. જ્યાં ભર્યું નગર હતું ત્યાં ખીણો ને કંદરાઓ ! ચારે તરફ જળના ઓથ ઘૂઘવે, પણ આશ્ચર્યની વાત તો એ કે જે કુંભારને ઘેર રાજર્ષિ ઉદયન રહેલા એ ઘર, એ માણસો, એ પશુ સહુ સલામત ! પાપ-પુણ્યનો તાળો કેટલીક વખત આ રીતે મળી રહે છે.”
- “પૃથ્વી પ્રેમનું મંદિર, સબળ નિર્બળને નમે. ભર્યા ભાણાં મળે છતાં માણસ સમજીને ભૂખ્યો રહે--ભારે વિચિત્ર ન્યાય શોધ્યો છે. બધી વાતમાં ઊંધું ! આપણા જેવાને તો કંઈ સમજ જ ન પડે.”
- “હા પ્રભુ ! એમાં શત્રુ તરફ શિક્ષાદંડ નહિ પણ પ્રેમનીતિ આચરવાની ! આપણે ભૂખ્યા રહીને બીજાને ખવરાવવાનું ! અને વળી ખૂબી એ, કે એ ત્યાગમાં જ કોઈ દહાડો તમને તૃપ્તિ લાધશે, બાકી તો ખાતાં ખાતાં આખી જિંદગી જ છે ને પેટ ખાલી ને ખાલી રહેશે, એમ સૌ માને ! આપણને કોઈ ગાળ દે તો સામે વિનય કરવાનો. આપણે સબળ એટલે નિર્બળને ન્યાય મળે એ જોવાનો ભાર આપણા ઉપર ! સંસારમાં શાન્તિ ને સુખ આણવો હોય તો સમર્પણ ને ત્યાગ શીખો ને આચરી બતાવો, એમ એમનું કહેવું છે. નહિ તો પછી આ સંસાર પશુઓનો વાડો બનશે, દ્વેષનું દેવળ બનશે, જેમાં એક સબળ પશુ બીજા નિર્બળ પશુને ખાવા હંમેશાં લાગ શોધતું હશે.”
- “આપણને તો આમાં કંઈ સમજણ પડતી નથી; સહુએ બાવા બનવાનો ધંધો આદર્યો હોય એમ લાગે છે !'
મહારાજ, આશ્ચર્ય તો એ છે કે લોક આ ઉપદેશને ઝીલી રહ્યા છે. હવે તો સબળો નિર્બળોને ન્યાય આપવા-અપાવવા તત્પર બન્યા છે. કુંજરે કીડીની ખેવના રાખવા માંડી છે. લોક ભર્યા ઘર છોડી દે છે, દોલત લૂંટાવી દે છે, રંભા જેવી સ્ત્રીઓને અને જુવાનજોધ સંતાનોને છોડી દે છે ને અરણ્યમાં ચાલ્યા જાય છે અને માગીને ખાય છે. ‘યથા રાજા તથા પ્રજા માં માનનાર પ્રભુએ પહેલવહેલાં રાજ કુળોને તૈયાર કર્યો છે. રાજપાટ છાંડી રાજર્ષિ બનનાર માત્ર ઉદયન જ નથી, પ્રસન્નચંદ્ર રાજા પણ સર્વસ્વ છાંડી ત્યાગી બન્યા છે, ને શિવરાજર્ષિએ અને રાજા દર્શાણભટ્ટે પણ એ માર્ગ ગ્રહ્યો છે.”
અવંતીપતિ વિશેષ કંઈ કહી ન શક્યા. એ ઊંડા વિચારમાં ઊતરી ગયા. દુનિયા કઈ દિશામાં જઈ રહી છે, એ એમને ન સમજાયું. સ્વામીને વિચારમગ્ન જોઈ ચરપુરુષ થોડી વારે નમસ્કાર કરીને વિદાય થયો.
મગધના વર્તમાને અવંતીપતિના અડધા ઉત્સાહને હણી નાખ્યો હતો, ત્યાં વીતભયનગરના વિનાશના સમાચાર શેષ ઉત્સાહ પર પણ પાણી ફેરવ્યું.
હવે તો માત્ર વત્સદેશના વર્તમાન બાકી રહ્યા.
અવંતીપતિ સ્વીકારે કે ન સ્વીકારે, પણ વત્સદેશ સગપણના સંબંધથી એમની સાથે બંધાઈ ગયો હતો. વાસવદત્તા અન્ય ક્ષત્રિય કન્યાઓની જેમ મનમાન્યા વરને વરી હતી.
વાસવદત્તાએ એક સંદેશામાં પોતાના પ્રેમાળ પિતાજીને કહેવરાવ્યું પણ હતું કે આપની અપરાધી પુત્રીને ક્ષમા કરશો, પિતાજી ! આપના વાત્સલ્યભર્યા દિલને દુભાવ્યાનું મને ભારે દુઃખ છે, પણ યાદ રાખજો કે આપની દીકરી સતી માનું સંતાન છે. મનથી માન્યો એ વર, બાકી બીજા પર, મેં આપની પાસે સર્વ વૃત્તાંત નિવેદિત કરવા અનેક વાર પ્રયત્ન કર્યો, પણ વત્સરાજ તરફની આપની અપાર ધૃણાએ મને એ વાત કરવા ન દીધી. વત્સરાજને મેં મનથી પતિ તરીકે ભજ્યા હતા. અને એમને વરવા માટે મેં લીધો તે સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. મનથી કોઈને માનું, તનથી કોઈને વરું. એમાં આપના સંતાનને પાપ લાગે. વળી અવંતીમાં વત્સરાજે બતાવેલું પરાક્રમ પણ એની આપના જમાઈ બનવાની યોગ્યતાની ખાતરી આપે એવું હતું. એનો દેશ નાનો હશે, પણ એની કીર્તિ મોટી છે. એનો સ્વભાવ તો ન ભૂલી શકાય તેવો મીઠો છે.
પિતાજી, એક વાર આપની આ નમાયી પુત્રીને માફ કરો, ને ખોળે લો ! શું આપ સ્વકથનું ભૂલી ગયા કે પુત્રી, તને સ્વયંવરથી વરાવીશ ને વત્સ દેશ કરિયાવરમાં
180 D પ્રેમનું મંદિર
Page #107
--------------------------------------------------------------------------
________________
આપીશ ? બંને વસ્તુ બની છે; માત્ર આપના આશીર્વાદ બાકી છે. આપની કુશળતાના સમાચાર માટે ઉત્કંઠિત છું.
લિ. આપની અપરાધી દુહિતા વાસવદત્તા !” આ પત્ર મંત્રીરાજ અને રાજસભાને પિગળાવી નાખી. મંત્રીરાજે હિંમતભેર ઘણા દિવસે પોતાનો અભિપ્રાય પ્રકટ કર્યો : “મહારાજ ! દીકરી તો પારકી થાપણ કહેવાય. એણે પોતાની મેળે પોતાના ભાવિની પસંદગી કરી લીધી, એમાં તો આપણી જવાબદારી ઓછી થઈ. કાલે ગમે તેવું દુ:ખ હશે, તોપણ દીકરી રોતી તો નહિ આવે ને ! અને વત્સરાજ જેવો જમાઈ પણ..."
“કોણ જમાઈ !” અવંતીપતિ ચિડાઈ ગયા. “મંત્રીરાજ, વાસવદત્તા મારી દીકરી નથી ! વત્સરાજ મારો જમાઈ નથી ! એણે જમનાં તેડાં હાથે કરીને નોતર્યાં છે. દીકરીને નામે દયા માગે છે ! કાયર નહિ તો બીજું શું ?”
અવંતીપતિના ક્રોધને સહુ જાણતા હતા. મંત્રીરાજ સમજતા હતા કે વધુ બેચાર શબ્દો બોલી એ ક્રોધને ભભુકાવવાની જરૂર નહોતી, પણ મૌન-શાન્તિનાં મિષ્ટ જળ છાંટવાની આવશ્યકતા હતી.
મહારાજ વ્યાકુળ ચિત્તે રાજસભામાંથી ચાલ્યા ગયા, પણ એમના ક્રોધને વધારે તેવું કંઈ ઇંધન ન મળતાં એ શાન્નિચિત્ત બનતા ચાલ્યા. જેમ જેમ શાન્તચિત્ત બનતા ગયા, તેમ તેમ એમને નિર્બળતા દાખવવા લાગી. ક્રોધ વખતે જે અપ્રતિસ્પર્ધીય લાગતા તે શાન્તિમાં સાવ સામાન્ય ભાસતા.
એ વિચારી રહ્યા : “મેં ધર્મોપદેશ સાંભળ્યા છે, એટલે મન કમજોર થઈ ગયું છે. ‘ક્રોધ એ ચાંડાલ છે.’ એમ સાંભળીને મારું પુરુષત્વ હણાઈ ગયું છે, ‘મત્સ્યગલાગલ ન્યાય'ની ફિલસૂફી સાંભળી મારી રુશક્તિ શાન્ત થઈ ગઈ છે. મારા મંત્રીઓ, ને મારી સેનામાં પણ યુદ્ધખેલનનો ઉત્સાહ દૃષ્ટિગોચર થતો નથી ! હું પોતે કાયર નથી. છતાં કમજોર જરૂ૨ બનતો ચાલ્યો છું. શસ્ત્ર કરતાં શાસ્ત્રોમાં સરવાળે વધુ શક્તિ લાગે છે.'
અવંતીપતિ સુખશય્યા પર પડ્યા, પણ એમને શાન્તિ ન લાધી. સ્ત્રીઓ તરફથી એમનું ચિત્ત ફરી ગયું હતું. ખાનપાનમાં રસ રહ્યો ન હતો. સુખ ને ગાઢ નિદ્રા તો ક્યાંથી નસીબમાં હોય ! એમણે સહસા નિર્ણય કર્યો :
“કાણે જ વત્સ દેશ પર ચડાઈ કરી દેવી "
અવંતીપતિ બહાર આવ્યા. દાસીઓ વીંઝણો લઈને દોડી આવી. એ સહુને લાલ આંખ બતાવી ડારી દીધી. દાસીઓ અંદર ચાલી ગઈ. એ મનોમન વિચારી 182 – પ્રેમનું મંદિર
રહ્યા : ‘મારે મંત્રીની પણ સલાહ લેવી નથી, રાજસભાને પણ નિયંત્રવી નથી. પૃથ્વી પ્રેમનું મંદિર—એ વાત સાવ ખોટી, પૃથ્વી તો દ્વેષનું દેવળ છે. હું એકલો પૃથ્વીને જીતી લાવીશ.” હજી આ ભુજાઓમાં એટલું બળ અવશ્ય છે.”
આ નિર્ણય એમના વ્યગ્ર મનને શાન્તિ આપનારો નીવડ્યો. પણ મન તો ભારે ચંચળ છે; એણે વળી નવતાર કલ્પના જગાવી : “મારા આ સાહસથી યુવરાજ ને મંત્રી નાખુશ થઈ જાય, ને કાલે મગધરાજ શ્રેણિક જેવો ઘાટ ઘડાય તો ? બાપને સંહારી દીકરો સિંહાસન લેવા દોડે તો ? મંત્રી પણ ઊગતા સૂરજની પૂજા કરવા લાગે તો ? અને પ્રજાનો પણ શો ભરોસો ? રાજકાજમાં કોણ કોનું સગું ?'
એમણે તરત મંત્રીને બોલાવ્યા. મંત્રીરાજ હજી પૂરા ઘેર પહોંચ્યા પણ નહોતા, ત્યાં તો પાછળ તેડું આવ્યું. તેઓ તરત ઉપસ્થિત થયા. અવંતીપતિએ કહ્યું : “મંત્રીરાજ, વત્સ દેશ પરની ચડાઈનો પ્રબંધ કરો !"
“જેવી આજ્ઞા, મહારાજ !” મંત્રીરાજે ફક્ત હાજી હા કરી. “ક્યારે ઊપડીશું ?”
“આપ કહો ત્યારે.” મંત્રીએ ટૂંકો પ્રત્યુત્તર વાળ્યો. “વરસાદની ઋતુ નજીક છે.”
“જી હા, જેઠ બેસી ગયો."
“તો ત્વરાથી યુદ્ધ ખેલવું પડશે.” “અવશ્ય.”
“વરસાદ વહેલો આવી ગયો તો ?"
“તો જરૂર વિઘ્ન ઊભું થાય.” મંત્રીરાજની બોલવાની ઢબ એની એ હતી. “વિઘ્ન તો દરેક વાતમાં હોય જ છે. વિઘ્નમાં માર્ગ કરે એ જ વીર કહેવાય. મારે એ લુચ્ચા વત્સરાજને અવંતીની શક્તિ દેખાડવી છે.”
“જી હા.”
માણસના મનને ઉશ્કેરાવા માટે પ્રતિસ્પર્ધીની જરૂ૨ ૨હે છે. ઘા કરનારને સામે ઘા આપનાર હોય તો જ રવ ચઢે. અવંતીપતિને પોતાના નિર્ણય સામે કોઈનો વિરોધ ન મળ્યો, એટલે એ સ્વયં નિર્બળ બનતા ચાલ્યા.
કેટલીક વાર પ્રતિકૂળ કરતાં અનુકૂળ પદ્ધતિ વધુ કાર્યકારિણી થાય છે. અવંતીપતિએ કહ્યું : “પણ કુદરત પાસે આપણી શક્તિ શું ? શક્તિ દેખાડવા જતાં ક્યાંક યુદ્ધ ભારે પડી ન જાય ? યુદ્ધ ઘણી વાર ભાગ્યાધીન પણ હોય છે.” સબળ હારી જાય અને નિર્બળ જીતી જાય.”
દુવિધામંે દોનોં ગઈ ! – 183
Page #108
--------------------------------------------------------------------------
________________
“ખરું છે, મહારાજ !”
મંત્રીરાજ , હાજી હા ન કરો ! સ્પષ્ટ સલાહ આપો” અવંતીપતિને મંત્રીરાજની પદ્ધતિ ન ગમી.
શું સ્પષ્ટ સલાહ આપું ? વનરાજ એવો હોય છે કે યુધા હોય કે નહીં, શિકારને હયે જાય છે. આપની નીતિ અત્યારે વનના વાદ્ય જેવી છે. નહિ તો આપણે સંકલ્પ કરીએ અને તરત સિદ્ધિ થતી હોય ત્યાં આ યુદ્ધની નિરર્થક ઉપાધિ વહોરવાની જરૂર શી ? આપે મગધને પદ દલિત કરવા ઇચ્છવું ને ત્યાં એના જાણે પડઘા પડ્યા. મગધનો આધારસ્તંભ મહામંત્રી અભય સાધુ થયો. મગધરાજ શ્રેણિકને આપ જેવી શિક્ષા કરત એનાથી ભુંડી શિક્ષા એના પુત્રે કરી અને એ વેઠીને એ કમોતે મર્યો. વીતભયનગરના રાજવીને હેરાન કરવાનો વિચારમાત્ર કર્યો ને એના રાજાનું ને એની પ્રજાનું ધનોતપનોત નીકળી ગયું. પછી લડાઈ જગાવવાનું કંઈ કારણ ? માણસ ગોળથી મરતો હોય તો ઝેરની શી જરૂર ? અને લડાઈનું મેદાન કોને સદા અનુકૂળ રહ્યું છે; કે આપણને સદાકાળ રહેશે ? વિજયસુંદરી વરમાળા કોને આરોપશે તે નિર્ણિત હોતું નથી. એના કરતાં આપણે આપણા ભારબોજમાં રહીએ એ શું ખોટું ?”
“મંત્રીરાજ, પણ અવન્તીની આબરુને લૂંટનાર આ વત્સરાજ ઉદયનને શું એમ ને એમ જ જવા દેવો ? શું એને શિક્ષા ન કરવી ? એની માએ આપણને ઠગ્યા; છોકરો પણ આપણી સાથે રમત રમી ગયો. ડોસી મરવાનો વાંધો નથી, પણ આ તો જમ ઘર જોઈ જાય છે !”
“આપણને કોઈ ઠગી શકે તેમ નથી. આપણે તો હાથે કરીને ઠગાયા છીએ. એ દિવસે ભગવાન મહાવીરની પરિષદાનું આપણે માન રાખ્યું. મહારાજ, એ કાર્ય તો આપણી કીર્તિને અમર કરનારું નીવડ્યું. આ વત્સ દેશની વાત પર ક્રોધ નહિ પણ ક્ષમા દાખવીએ. થયું ન થયું થવાનું નથી. વાસવદત્તા જેમ આપણી દીકરી એમ વત્સરાજની એની વિવાહિતા પત્ની બની. લેખ માથે મેખ નહીં મરાય. એને માફ કરીએ તો જગમાં આપણે હલકા નહિ લાગીએ. છોરું કછોરું થાય, પણ માવતરે તો મમતા જ દેખાડવી ઘટે.”
મંત્રીરાજ , મારો કોપાગ્નિ એમ શાંત નહિ થાય !”
“તો સ્વામી, આજ્ઞા આપો, અત્યારે જ ચઢાઈ કરી દઉં. પણ છોકરાને મારનારી મા આખરે પોતે રડવા બેસે છે, એટલું યાદ રાખજો.” મંત્રીરાજે તક પારખી લીધી. અવંતીપતિ વિચારમાં પડી ગયા. વજ જેવી હૈયાદીવાલમાં કંઈક નરમાશ
184 D પ્રેમનું મંદિર
આવતી હતી.
એમણે આગળ ચલાવ્યું : “ક્ષમામાં ખરી શક્તિ છે. મહારાજ, વારંવાર લડાઈઓ જગાવવાની વૃત્તિઓને આપણે દાબવી જોઈએ. શાન્તિમાં સાચું સુખ છે. એક લડાઈ હજારો ઉજાગરા ને લાખો મુશ્કેલીઓ લઈને આવે છે. આપે રાજા થઈને કયું સાચું સુખ, કઈ સાચી શાન્તિ અનુભવી ? જીવનની મધુરતાનો શો અનુભવ કર્યો ? સદાય અતૃપ્તિ, સદાય ઉશ્કેરાટ, સદાય સંદેહ ! પ્રત્યેક પળે લાગણીઓનો ખળભળાટ ! શું મોટા કહેવાતા જીવોનું સુખ આ જ હશે ? હું તો ઇતિહાસ તરફ નજર નાખું છું ને મને કંઈનું કંઈ થઈ જાય છે ! આપણે એકબીજાનાં-પોતાનાં ને પારકાનાં-ગળાં કાપવાનો જ જાણે ધંધો લઈ બેઠા છીએ !”
જરા ઇતિહાસ ઉકેલો. ચંપાને રણમાં રોળનાર રાજા શતાનિકનું શું થયું ? યુદ્ધમાં એનું અકાળ મૃત્યુ થયું. એનો દીકરો જોર કરવા ગયો ને આપણો કેદી થયો. એણે વળી જબરું જોર કર્યું ને આપણી આંખમાં ધૂળ નાંખી !”
જે સબળ બન્યો એ શેતાનની ગત શીખ્યો. રાજા કુણિકે સેનાને અને સામંતોને ભડકાવી, પોતાની પડખે લઈ, સબળ બની નિર્બળ બનેલા બૂઢા બાપને હણ્યો ! વળી એ વેરના પડઘા ન જાણે કેવા પડશે ? આપણે જાણે અહિ-નકુલનો ન્યાય પ્રવર્તાવી બેઠા છીએ. હજી જાગીએ તો સારું. ભગવાન મહાવીરની અહિંસક ભાવવાળી પ્રેમમય વાણી વાતાવરણમાં પ્રસરી રહી છે. ગઈ કાલે વેરનો બદલો વરથી લેવાતો એમાં જ મહત્ત્વ ગણાતું-આજે એમાં પરિવર્તન આવ્યું છે; પ્રતિકાર કરનાર નહિ, પણ ક્ષમા કરનાર મોટો લેખાય છે. પૃથ્વીને તેઓએ પ્રેમનું મંદિર કહ્યું છે. તેઓ કહે છે કે જેવો જેનો સંકલ્પ એવી એની સૃષ્ટિ, ધૃણાને બદલે પ્રેમ, ભયને સ્થાને વિશ્વાસ, શોષણને સ્થાને સેવા, અધિકારને સ્થાને કર્તવ્ય સ્થાપવાના પ્રયત્નો આરંભાયા છે. આપણે સુખી થઈશું તો આ માર્ગે ! જીવનની ક્ષણભંગુરતા વિશે આપણને કંઈ કલ્પના પણ હોય તેમ લાગતું નથી.”
“મંત્રીરાજ ! જુઓ, પણે ઉત્તર દિશામાં મેઘ ચઢતા આવે. આકાશમાંથી બાફ વરસે છે. નક્કી ચારેક દિવસમાં વરસાદ આવી પહોંચ્યો સમજો.”
“વાદળના રંગ તો એવા જ ભાસે છે." “આ વર્ષે વરસાદ કંઈક વહેલો આવી પહોંચ્યો.”
ધરતી વહેલી સુખ પામશે. સૂકા વનમાં ફરીને ભૂખ્યાં ગૌધણ ચારો ચરતાં આશિષ આપશે. કૃષિકારો આનંદમાં આવી જશે. પૃથ્વી હરિયાળું ઓઢણું ઓઢશે. નદીસરોવર છલકાઈ જશે. ધરતીનો ધણી તો તુષ્ટમાન થયો ! હવે અવંતીનો પતિ
દુવિધામેં દોનોં ગઈ ! | 185
Page #109
--------------------------------------------------------------------------
________________
તુષ્ટમાન થાય એટલી વાર છે.”
સંગ્રામ શરદ ઋતુ સુધી મુલતવી રહેશે. મંત્રીરાજ ! મુનિઓ જેવાં ચાતુર્માસ કરે એવાં રાજાને પણ આ ચાતુર્માસ : ન અવાય ન જવાય !”
રાજા અને મુનિ-સત્તા અને સેવા-આખરે તો લોકકલ્યાણની જ બે ભૂમિકાઓ છે ને ! રાજા તે યોગી, યોગી તે રાજા !”
ખરેખર, મારા શસ્ત્ર કરતાં આ શબ્દો વધુ બળવાન છે. મંત્રીરાજ , યુદ્ધ સ્થગિત કર્યાના વર્તમાન પ્રસારી દો ! ભલે સહુ નિરાંતે ચાતુર્માસ નિર્ગમન કરે !”
જેવી આજ્ઞા !” મંત્રીરાજ બહાર નીકળ્યા.
એ આજે ચાલતા નહોતા, ઊડતા હતા. એમની શાન્તિની ઝંખના કંઈક આકાર ધારણ કરવા લાગી હતી.
27
વહેશે અહીં સમર્પણની ધારા
ધારવા પ્રમાણે આકાશમાં વાદળો વરસી રહ્યાં. આખી પૃથ્વી જળબંબાકાર બની ગઈ. અવર-જવરના માર્ગો ખોદાઈ ગયા, ને નિત્યપ્રવાસીઓ પણ એક સ્થળે સ્થિરવાસ સેવી રહ્યા. પૃથ્વીએ હરિયાળું ઓઢણું ઓઢી લીધું. ખેડૂતો માટે સાદે ઋતુગીતો ગાતા ખેતરોમાં કામ કરી રહ્યા. આ ઋતુ યુદ્ધ માટે યોગ્ય ન હોવાથી પ્રત્યેક ગામ-નગર ધર્મ-વાર્તાઓ સાંભળવામાં લયલીન બન્યાં.
- વત્સ દેશના રાજા ઉદયન અને નવાં પટરાણી વાસવદત્તા આજે નગરચર્યાએ નીકળ્યાં છે. રાજ-સેવામાં આનંદ પામતાં આ રાજા-રાણી હવે લોકસેવા કરી હર્ષ અનુભવી રહ્યાં છે. દુઃખીઓને મદદ કરવામાં, નિરુદ્યમીને ઉદ્યમ આપવામાં દરિદ્રનું દારિઘ ફેડવામાં તેઓ સદા વ્યગ્ર રહે છે. કદી કવિતકથા કરે છે, કદી વિનોદવાર્તા કરે છે, કદી હાસ્યખેલ પણ માણે છે. છતાં આડંબરોથી અળગાં રહે છે. તેઓ માને છે કે આ આડંબરો જ આપણો અર્થો આનંદ હરી લે છે ! મુક્ત મન જેવો આનંદ ક્યાંથી ?
માતા મૃગાવતી તો સાધ્વી બનીને પગપાળાં ઘૂમી રહ્યાં છે. એમના અહિંસાપ્રેમના સંસ્કારો વત્સની ભૂમિને નવી રીતે સીંચી રહ્યા છે. પુત્રના સુખદુ:ખના સમાચાર મળ્યા કરે છે, પણ મનની પાટી પરથી જાણે મમત્વ ધોઈ નાખ્યું છે. એ સંયમ અને તપથી જીવે છે, સર્વ જીવો પર સમાન ભાવ રાખે છે અને ઉપદેશમાં એટલું જ કહે છે કે “અહં'નો ભાવ છાંડીએ તો આ ભવમાં જ આપણું કલ્યાણ છે ! આ બધા ઝઘડા ‘અહં ' ભાવના જ છે.
મૃગાવતી અને ચંદનબાળા એ બે મહાજ્ઞાની સાધ્વીઓની કથાએ વત્સદેશમાં ભારે આનંદ પ્રવર્તાવ્યો, અને એ રીતે પણ જ્ઞાનમય અને ત્યાગમય વાતાવરણમાં
186 | પ્રેમનું મંદિર
Page #110
--------------------------------------------------------------------------
________________
વેગ આવ્યો. વત્સરાજ પોતાનાં પટરાણી સાથે હમણાં જ સાધ્વી માતાને વાંદીને આવ્યા હતા, ને જીવનને નવીન દૃષ્ટિથી નિહાળ્યું હતું.
સંસારના સુખ માટે જીવન-અર્પણ, એના જેવી અન્ય સાર્થકતા શું હોઈ શકે ? બળનું ગુમાન ને બુદ્ધિનું અભિમાન બંને નકામાં ! સહૃદય હૃદય ને નીતિ-સદાચારભર્યું જીવન એ જ સાચું જીવન, એમાં જ આખરે જયવારો છે. પૃથ્વી પ્રેમનું છે. વત્સરાજ આ રીતે જીવન ઘડી રહ્યા. પ્રજામાં પણ એ રીતના મંત્રો પ્રસરી રહ્યા. શાન્તિ ને સમૃદ્ધિના વાયરા વત્સદેશ પર વાઈ રહ્યા.
આમ સુખમય દિવસો પસાર થતા હતા, ત્યાં એક દિવસ વત્સદેશમાં અશુભ વર્તમાન પ્રસરી વળ્યા. પ્રમોદવનમાં વિહારે ગયેલાં રાણી વાસવદત્તા અચાનક વનમાં લાગેલા દવમાં બળી ગયાં. એ ટાળે વત્સરાજ સાથે નહોતા, કેવળ મહામંત્રી યૌગંધરાયણ જ મોજૂદ હતા. એટલે આ સમાચારે વત્સરાજને વ્યાકુળ કરી નાખ્યા.
આખો વત્સદેશ શોકમગ્ન બની ગયો. ન ક્યાંય લગ્નનાં ગીત છે, ન ક્યાંય જન્મોત્સવનો આનંદ છે ! શુભ પ્રસંગો જ જાણે સરી ગયા !
મંત્રીશ્વર ભારે નિરાશા સાથે પાછા ફર્યા. વાત કરતાં એ રડી પડ્યા. વત્સરાજની વ્યાકુળતાનો તો પાર નથી. દિવસો સુધી એમની સાથે કંઈ વાતચીત થઈ શકી નહિ ! લગ્નની વાત આવતાં જ એ ઉશ્કેરાઈ જતા.
પણ દુ:ખનું ઓસડ દહાડા ! દિવસો વીતતાં એક દિવસ મંત્રીએ રાજાને સમજાવ્યું કે, “વત્સની ગાદીનો વારસ કોઈ જોઈશે ખરો ને ? શું ભરતકુળની પરંપરાને મિટાવી દેવાનું પાપ આપે આચરવું છે ? આપને ખાતર નહિ તો છેવટે દેશને ખાતર પણ આપે કંઈક વિચારવું જોઈએ.”
ઉત્તરાધિકારીના પ્રશ્ન વત્સરાજને નવા લગ્ન માટે મને-કમને તૈયાર કર્યા, પણ અંતરમાં ઉત્સાહ કે ઉલ્લાસ નહોતો. નવાં પત્ની તરીકે મગધનાં કુંવરી પદ્માવતીનો નિર્ણય થયો. આવા સુશીલ રાજાને કોણ કન્યા ન આપે ?
કુમારી પદ્માવતી મગધ છોડીને વત્સ દેશમાં આવ્યાં, સાથે પોતાની પ્રિય સખી પ્રિયંવદાને પણ લાવ્યાં, પણ રાજાજી તો જૂનાં રાણી વાસવદત્તાના સ્વપ્નમાં જ મગ્ન હતા.
નવાં રાણીની સખી પ્રિયંવદા ભારે ચતુર છે. રાજા અને રાણીની એ અપૂર્વ સેવા કરે છે. રાજા એને જુએ છે ને વાસવદત્તાને સંભારે છે ! જાણે ચહેરોમહોરો એક જ છે. વાતચીત ને વિવેક પણ એવાં જ !
એક દહાડો ભારે આશ્ચર્યપૂર્વક મંત્રીરાજ યૌગંધરાયણે જાહેર કર્યું કે, “આ પ્રિયંવદા એ જ સાચાં વાસવદત્તા ! એ બળી ગયાં એ જુઠાણું ! મગધ દેશની સાથે 188 – પ્રેમનું મંદિર
મૈત્રી સંબંધ બાંધવા માટે રચેલું આ માત્ર કાવતરું હતું ! વાત એકદમ ન માની શકાય તેવી હતી. છતાં રાજનીતિનિપુણ મંત્રીરાજ વિશે અશ્રદ્ધા ધારણ કરી શકાય એમ પણ નહોતું."
રાજાજીએ વાત ન માની. એમણે કહ્યું : “તારાવેડા ! વાસવદત્તા મગધની કુંવરી પદ્માવતી પાસે ક્યાંથી ?”
મંત્રીરાજે કહ્યું : “મગધ અને અવંતી બંને વત્સનો વિનાશ વિચારી રહ્યાં હતાં. આ માટે અમે મગધ સાથે સંબંધ બાંધવાની યોજના વિચારી. યોજના પ્રમાણે મગધનાં કુંવરીનો આપના પર અનુરાગ વધારવા માટે એમણે સખી પદ સ્વીકાર્યું ! દાસી બનીને મગધના અંતઃપુરની સેવા અપનાવી. એમણે કહ્યું : “જો મારા મૃત્યુથી વત્સદેશનું હિત સધાતું હોય તો તે માટે પણ હું તૈયાર છું, તો દાસીપદ તો કંઈ ભારે કામ નથી !' એમણે પદ્માવતીને વત્સદેશનાં રાણી બનવા તૈયાર કર્યાં.”
નવાં રાણી પદ્માવતી આશ્ચર્યથી જોઈ રહ્યાં. પ્રિયંવદા બનેલાં રાણી વાસવદત્તા બોલ્યાં : “હું તો તમારી દાસી જ છું. વત્સદેશમાં પટરાણીનો મુગટ તો તમારે શિરે જ રહેશે.”
રાણી વાસવદત્તાના ત્યાગે સહુનાં મન ગળગળાં કરી મૂક્યાં. વત્સરાજ તો શું બોલવું એની જ મૂંઝવણમાં પડી ગયા અને મગધનાં કુંવરીના દિલમાં સમર્પણની આ
જ્યોત પ્રકાશ પાથર્યો. એ વાસવદત્તાને ભેટી પડવાં ને બોલ્યાં :
“ધન્ય છે રાણી ! પટરાણીનું પદ તો તમને જ શોભે ! તમે જ રાજમહિષીનું પદ ચરિતાર્થ કરી બતાવ્યું. દેશદેશમાં યુદ્ધ જગાવવા માટે નાટકો ભજવાય છે, તમે શાંતિ સ્થાપવા માટે નાટક ભજવ્યું. અંતઃપુરમાં પટરાણીપદનો વિખવાદ ભારે વિષભર્યો હોય છે, એ હું જાણું છું. એ પદ સહજભાવે તજી, એ પદ માટે અન્યને આમંત્રણ આપવા સ્વયં દાસીભાવ સ્વીકારી, તમે ત્યાગનું એક નવીન દૃષ્ટાંત પૂરું પાડ્યું છે ! અંતઃપુરોની શુદ્ધિનું પુનિત પ્રભાત તમે જ ખિલાવ્યું ! તમે જ પટરાણી ! તમે જ મહારાણી ! દાસી જેવું વર્તન દાખવ્યા બદલ મને ક્ષમા મળશે ખરી કે ?”
“ક્ષમા તો મને મળવી ઘટે. હું કેવો સ્વાર્થી નીકળ્યો !” વત્સરાજ પોતાની જાતને ઠપકો દઈ રહ્યા.
“ગુનેગાર તો હું જ છું.” મંત્રીશ્વરે કહ્યું, “મેં જ આ નાટકનું દિગ્દર્શન કર્યું.
મેં જ રાજાજીને વિયોગ ને શોકમાં નાખ્યા. મેં જ રાણી વાસવદત્તાને દાસી બનાવ્યાં. બીજું તો કંઈ કહેતો નથી, પણ જેના ખોળે અવતાર લેવાનું મન થાય, એવાં રાણી વાસવદત્તા છે. વત્સદેશ માટે એમનો કેટલો આપભોગ !"
“અને મગધ માટે પણ નહિ ? આજથી મગધ સ્નેહની સાંકળે વત્સદેશ સાથે
વહેશે અહીં સમર્પણની ધારા – 189
Page #111
--------------------------------------------------------------------------
________________
28
જડાયું. પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવવા માટે આ કેટલો મોટો આપભોગ ! એક ખૂનખાર મહાયુદ્ધ રોકાઈ ગયું !” રાણી પદ્માવતીએ કહ્યું.
મેં તો મારા સ્વાર્થે કર્યું છે, મંત્રીશ્વર !” વાસવદત્તાએ કહ્યું : “મારા પિતાશ્રી યુદ્ધ વિના સમજે તેવા નહોતા. મારે તો એક તરફ હતા પતિદેવ, ને બીજી તરફ હતા પિતૃદેવ ! જય કે પરાજય બંનેમાં મને તો હાનિ જ હતી. યુદ્ધ-પ્રકારના જાણકાર પિતાજી જ્યારે જાણશે, કે મગધ અને વત્સ એક બન્યાં ત્યારે યુદ્ધનો નાદ છાંડી દેશે.”
“આહ ! સ્ત્રીઓ પર પણ સમર્પણ ભાવનાએ કેવું પ્રાબલ્ય જમાવ્યું ! હવે પૃથ્વી પર સ્વર્ગ ઊતરે તો નવાઈ નહિ ! રાજા ઉદયન ભાવાવેશમાં આવી ગયા.”
“અરે, મારા પૂજ્ય પિતાશ્રી અવંતીપતિને મારા મૃત્યુના સમાચાર મળ્યા હશે. બધી વાતમાં કઠોર પણ મારી વાતમાં કોમળ એવા મારા પિતાશ્રીને મારા જીવિતની વધામણી સત્વર મોકલો.” રાણી વાસવદત્તાએ કહ્યું..
એમ શા માટે ? તેડાવો મગધના નાથને અહીં, અને ચાલો આપણે અવંતીનાથનું આતિથ્ય માણવા જઈએ.” રાણી પદ્માવતીએ કહ્યું.
પણ અવંતીપતિને જોયા છે ?”
“ચિંતા નહિ ! પ્રેમના સિંહાસન પર શિરકમળ પડે તોપણ શું ? પૃથ્વી એ તો પડઘો છે; શું આપણાં પ્રેમભર્યા હૈયાંની કંઈ પડઘો એ હવામાં નહિ પડે ?”
“શા માટે નહિ ? આખરમાં તો એ પણ માનવહૃદય છે !” રાજા ઉદયને સંમતિ આપી.
મરીને માળવો લેવાની રીત
કેટલીક વાર બહુ ઝંખનાપૂર્વક હાથમાં આવેલો લાડવો હાથમાં ને હાથમાં રહી જાય છે, અનેક કોશિશ કર્યા છતાં એ મોંમાં મૂકી શકતો નથી. જેનું મૃત્યુ સદા વાંચ્છવું હોય એવા શરણે આવેલા શત્રુને મારવાની વાતો તો દૂર રહી, પણ સુખથી મેર પણ કહી શકાતું નથી. ત્યાં ને ત્યારે, મનુષ્ય-હૃદયમાં છુપાયેલ આશાસ્પદ દિવ્ય નિગૂઢ પ્રેમતત્ત્વની ઝાંખી થાય છે. ચંડપ્રકૃતિના રાજા પ્રદ્યોતના વિષયમાં પણ એમ જ બન્યું.
અજબ મળ્યા હતા વર્તમાન ! સિંહના મુખમાં સ્વયં શિકાર ચાલ્યો આવતો હતો. ભડભાગી હતો અવંતીપતિ પ્રદ્યોત. એ માત્ર સંકલ્પ કરતો ને સિદ્ધિ થઈ જતી. એનાં આચરણ અને એની સિદ્ધિ જોઈ ઘણા માણસોને સત્કર્મ પરથી શ્રદ્ધા ઓછી થઈ જતી. અરે, નીતિ, ન્યાય, ધર્મ, પુણ્યથી ડરી ડરીને આપણે મરી ગયાં, છતાંય કંઈ કાજ ન સર્યા, ને આ તો બધું નેવે મૂકીને બેઠો છે, તોય કેવી મોજ કરે છે ! કાલે સ્વર્ગ મળશે એ આશામાં આપણી ‘આજ' વેદનાની ભઠ્ઠી બની છે, ને આ તો કાલ ભલે ગમે તેવી ઊગે, પણ આજ તો સ્વર્ગ માણી રહ્યો છે !
પણ માન્યતા ને વાસ્તવિકતા વચ્ચે ઘણો ફેર હતો. ધન, સત્તા, શક્તિ ને સંપત્તિ – જેને સંસાર સુખનું કારણ માનતો – એના જ કારણે રાજા પ્રદ્યોત દુઃખી દુઃખી હતો. ધન વધ્યું એમ તૃષ્ણા વધતી ચાલી હતી. ભરેલી તિજોરી એને સદા અધૂરી જ લાગ્યા કરતી. સત્તા વધી એમ એમ પોતાની સીમાભૂમિ નાની લાગવા માંડી હતી. શક્તિ વધી એમ એમ શત્રુતા પણ વધતી ચાલી હતી. એટલે રેશમના કીડાની જેમ રાત ને દહાડો એ પોતાના તાંતણે પોતે જ વીંટાવા લાગ્યો હતો. મોટાઈનો ભાર એવો હતો કે હૈયાનો ભાર ઓછો કરી શકાતો નહિ.
190 | પ્રેમનું મંદિર
Page #112
--------------------------------------------------------------------------
________________
એને ક્ષણ માત્રની શાન્તિ નહોતી, પળવારની નિરાંત નહોતી. કડકડતી ભૂખ ને ગાઢ નિદ્રા તો એણે દિવસોથી ભાળી નહોતી. સહુ એની સત્તા સ્વીકારતા, પણ કોઈ એને પ્રેમ ન કરતું. બધા એની શેહમાં તણાતા, પણ સ્નેહનાં પૂર ક્યાંય વહેતાં નહોતાં. બાહ્ય આવરણો હઠાવીને ખરી રીતે નીરખીએ તો અવંતીપતિ જેવું અનાથ , લાચાર ને અશક્ત આ અવનીમાં બીજું કોઈ નહોતું. ભર્યા સંસારમાં એ એકલો હતો. દુ:ખિયાના વિસામા જેવી એક માત્ર એની દીકરી હતી; એ પણ ગ્રીષ્મ કાળે સરોવર છોડી હંસ ચાલ્યા જાય તેમ, પોતાના શત્રુ સાથે સ્નેહ સાધી ચાલી ગઈ !
પણ આ તો સંસાર હતો. પાપાત્માનો વિજય પહેલો થતો; પુણ્યાત્માને પ્રારંભમાં દુ:ખ જ ભેડતાં જેમ દીપકની જ્યોત પર આપોઆપ પતંગ બળી મરવા ખેંચાઈ આવે છે, એમ અવંતીપતિની શક્તિ ને શેહથી વત્સરાજ આજ સામે પગલે મોંમાં તરણું લઈને આવતો હતો. પોતાની પુત્રી વાસવદત્તા, જેના બળી મર્યાના સમાચારે પોતાના થોડાઘણા સગપણ સંબંધ બંધાયેલા હાથને છૂટા કર્યા હતા, ને ત્યારે વેરભાવનાથી જલતા હૃદયે કંઈક મોકળાશ અનુભવી હતી, એના જ જીવિતના વર્તમાન જ્યારે મળ્યા, ત્યારે અવંતીપતિને હર્ષ કરવો કે વિષાદ માણવો, એ પણ ન સમજાયું. વેર, દ્વેષ, ઈર્ષ્યા ને વાસનાથી ઘેરાઈ ગયેલું એનું અંતર શિયાળના ટોળામાં ઊછરેલ સિંહબાળની જેમ પોતાનો સ્વભાવિક ધર્મ ખોઈ બેઠું હતું. ન હસવાને સ્થાને એ હસતું, ન રડવાને સ્થાને એ રડી પડતું. તાડપત્યસ્નઈ: frનનVT તમનસામ્ - કુટિલતામાં કુશળ માણસને સંતતિનેહ વળી કેવો ?
મંત્રીરાજ ! વત્સરાજ-મારો ચોર-સામે પગલે આવી રહ્યો છે.” અવંતીપતિએ શબ્દોને દાંત વચ્ચે કચરતાં કહ્યું.
હા, મહારાજ ! વસુબેન પણ સાથે છે. વાહ રે વાસુબેન ! બાપ તેવી બેટી તે આનું નામ !”
- “મંત્રીરાજ , તમારી વાત ન સમજાઈ, ગાળ તો દેતા નથી ને ? મારા જેવી મારી દીકરી ?” રાજાના મનમાં આશંકા ઊગી. મારા જેવી એટલે શું ? સારી કે ખરાબ ?” ઘણી વાર સંદિગ્ધ માણસને પોતાની સારપ વિશે શંકા ઊગે છે.
હા મહારાજ ! બાપ તેવી જ બેટી ! આપે મહાવીરની પરિષદામાં આત્મભોગ આપી ડંકો વગાડ્યો; વાસુબેને પણ તેવું જ આપભોગભર્યું કાર્ય કર્યું.”
- “મંત્રીરાજ , સંસાર વિચિત્ર છે. આપણે જે છીએ તે નથી, જે નથી તે છીએ. મારો આપભોગ તો હું જાણું છું, પણ એ છોકરીએ વળી શું ઊંધું માર્યું ? આ સાધુઓએ તો દુનિયાને ભારે ચકરાવે ચડાવી છે. મારા જેવો પણ એમાં ફસાઈ જાય, તો બિચારાં વાસુ જેવાં ભાવનાઘેલાં અણસમજુ છોકરાંનું તો ગજું જ શું ?”, મહારાજ , આપણે જેમ વત્સદેશને ખાઈ જવા ચાહતા હતા, તેમ મગધનો
192 D પ્રેમનું મંદિર
ડોળો પણ એ દેશ પર હતો. કારણ કે આપણી સામે યુદ્ધ જગાવવામાં મગધને વત્સ વચ્ચે નડતો હતો. આમ વત્સદેશ બંને બાજુની ભીંસમાં હતો. ક્યારે કોણ ચઢી આવે ને આખું રાજ્ય પાયમાલ થઈ જાય, તે કહેવાય તેમ નહોતું. આ આપત્તિમાંથી વાસુબેને અને તેના મંત્રી યૌગંધરાયણે દેશને બચાવ્યો. તેઓએ એક ભારે નાટક ૨યું ! વાસુબેન વનના દવમાં બળી ગયાં એમ જાહેર કર્યું. ને બીજી તરફ લઈ જઈને એમને મગધના અંતઃપુરમાં રાજકુંવરીનાં દાસી તરીકે રાખ્યાં. આ તરફ વત્સરાજને લગ્ન માટે સમજાવવા માંડ્યા. એ મહામહેનતે સમજ્યા અને મગધની કુંવરીનું માગું મૂક્યું. મગધને પણ વત્સરાજને વશ કરવો હતો. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે દીકરી આપીને પણ દુમનને હણવો. તેઓએ આ તક ઝડપી લીધી, મગધની રાજકુમારીને પણ વાસુબેને વત્સરાજનાં ગુણગાન કરી લગ્ન માટે તૈયાર કર્યા. બધો મેળ બરાબર બેસી ગયો.”
મેળ બેસી ગયો ? મગધ ને વત્સ એક થઈ ગયાં ?” હા પ્રભુ ! વેરભાવે પણ વિષ્ણુ મળ્યા. મગધનું મન શુદ્ધ થઈ ગયું.”
ને મગધની કુંવરી પદ્માવતી પટરાણી બની ? મૂર્ખ ભાવનાઘેલી વાસના નસીબમાં અને દાસીપદ જ રહ્યું ?” અવંતીપતિની વાણીમાં ક્રોધ અને અફસોસ ભર્યા હતા.
ના, ના, ખુદ મગધની કુંવરીએ જ કહ્યું કે રાજ મહિષીપદ તો વેરીમાં પણ વહાલ જગાવે એવાં વાસુબેનને જ શોભે. વાસુબેનના આપભોગે એમને લોકહૃદયમાં અમર કરી મૂક્યાં. આજે એ બધાં આપને વંદન કરી આશીર્વાદ લેવા આવે છે. કહે છે કે વડીલ છે, મારશે તો એમના હાથે મરશું, જિવાડશે તો એમના હાથે જીવીશું; પણ હવે શત્રુતા તો નથી નિભાવવી.”
આશીર્વાદ ? અને તે મારા ? મારા કોપાનલને તેઓ જાણતાં નથી ? મારું નાક કાપીને મારા જ આશીર્વાદ લેવા આવવાની તેઓ વાત કરે છે ? એમનામાં આટલી હિંમત છે ?” અવંતીપતિ અકળાઈ ગયા. શું કરવું તેની કંઈ સમજ ન પડી. એક તરફ હાણ, બીજી તરફ હસવું ! “કેવાં વિચિત્ર થઈ ગયાં છે લોકો ! અરે, કેવી કેવી અજબ યુક્તિઓ અજમાવે છે – વિરોધીને વશ કરવાની ! અમે તો એક ઘા ને બે કકડાની નીતિમાં જ આજ સુધી ભરોસો રાખ્યો છે. આ શ્રમણોએ આ નવો પ્રકાર કાઢચો : મરીને માળવો લેવાનો !”
મહારાજ , જે મરવા તૈયાર થયું એ અમર બની ગયું; જેનો મૃત્યુભય ગયો એને કોઈ મારી શકતું નથી. હિંમત હશે તો જ આવતાં હશે ને ? અને આપનું હૃદય તો એક વાહલસોયા પિતાનું છે, એ તો જાણે છે ને ?” મંત્રીએ કહ્યું. મને તમે બધાં મોળો પાડી ઘો છો !”
મરીને માળવો લેવાની રીત | 193
Page #113
--------------------------------------------------------------------------
________________
- “મહારાજ ! આપણું મન આપણને મોળા પાડે છે. હજીય આપણે સમજીએ. રાજનીતિની દૃષ્ટિએ પણ હવે વત્સ અને મગધ એક થયા, એટલે મૈત્રી કરી લેવી આવશ્યક છે. સંગ્રામ તરફ બહુ ન ખેંચાશો. એવો દિવસ પણ આવે કે આજનાં લોહીતરસ્યાં સૈન્યો આપણી મનસ્વી ઇચ્છાઓ સામે બળવો કરી બેસે, વગર કારણે મરવા-મારવા સજ્જ ન થાય. એવો પણ વખત આવે કે એ સૈનિકોનાં સ્ત્રીઓ ને બાળકો પોતાના પતિ કે પિતાને વરુનો ધર્મ અદા કરવા મેદાને જતા રોકે, ને જાય તો એ ખૂની આક્રમક માણસોનાં ઘર વસાવવાની ના ભણે, મહારાજ ! પૃથ્વી પ્રેમનું મંદિર બની રહી છે. શક્તિનું નહીં પણ સ્નેહનું સામ્રાજ્ય હવે સીમાડા વિસ્તારી રહ્યું છે. દૂરથી આવતી આંધીના સામના માટે આપણે વહેલા સાવચેત બની જઈએ; મોડા પડ્યા એમ પાછળથી ન થાય તે માટે પણ વહેલા જાગીએ. તલવાર તો આપણી કમર પર એની એ છે, પણ એની શક્તિ જાણે હણાઈ ગઈ છે. આજ્ઞા આપો તો વત્સ અને મગધના રાજવીઓના સ્વાગતે જાઉં ! તેઓ અવંતીની સીમાને સ્પર્શી ચૂક્યા હશે.”
અવંતીપતિ કંઈ ન બોલ્યા. એમને માટે આ બધું જૂની આંખે નવા તમાશા જેવું હતું. બિલાડીની ડોકે ઊંદરો ઘંટ બાંધવા આવતા હોય એમ એમને લાગતું હતું.
મંત્રીએ વળી કહ્યું : “મહારાજ , લોકમાં એમ ન કહેવાય, કે અવંતીપતિએ ખરે વખતે ટૂંકું હૃદય દાખવ્યું. સામે પગલે આવતો શત્રુ પણ અતિથિ છે, ને આદરને યોગ્ય છે, તો આ તો આપણાં પોતાનાં જ છે !'
પોતાનાં ? મને તો આમાં કંઈ સૂઝ પડતી નથી મંત્રીરાજ ! પોતાનાં અને પારકાંનો ભેદ જ મને તો સમજાતો નથી; શું કરું, મંત્રીરાજ ?” અવંતીપતિના શબ્દોમાં અકળામણ અને અસહાયતા ભરી હતી.
- “અવંતીનાથ, હું તો કહું છું કે શાણા, સજ્જન, શુરવીર ને બધી રીતે યોગ્ય એવા વત્સરાજને જમાઈ તરીકે હર્ષપૂર્વક સ્વીકારી લો, અને દેશને માથે આવી પડનારાં જમનાં તેડાંને ટાળો.”
મારી મતિ મૂંઝાઈ ગઈ છે. તમે બધા એકમત થયા, તો મારો વિરોધ હું ક્યાં સુધી નિભાવી શકીશ ? જાઓ, પૂરા સન્માન સાથે રાજ-અતિથિઓને તેડી લાવો.” અવંતીપતિએ આજ્ઞા આપતાં, ટેકા માટે હાથ લંબાવ્યા.
વેરદેવી જાણે વિદાય લઈ રહી હતી. શરીરમાં ન જાણેલી અશક્તિ આવી રહી હતી. રોગી જેટલી શક્તિ નીરોગીમાં હોતી નથી. મંત્રી તરત વિદાય થયા.
આજની ઘટના અભુત હતી. વનરાજના મુખમાં જાણે નિર્ભય રીતે મૃગશાવક પ્રવેશી રહ્યાં હતાં. અનિષ્ટની કોઈને ચિંતા નહોતી, કારણ કે હૃદયમાં પ્રેમ, વિશ્વાસ અને અર્પણ પ્રગટી ચૂક્યાં હતાં. લોકવાણી પ્રગટી હતી કે વિશ્વ તો વિચાર ને
194 | પ્રેમનું મંદિર
આચારનો પડઘો માત્ર બન્યું છે; જેવા આચાર-વિચાર સારા-નરસા એવો જ એનો સારો-મીઠો પડઘો !
આ સિદ્ધાંત સાચો પાડવા-મરીને માળવો લેવા-હિંમતભેર ચાલ્યાં આવતાં રાજા ઉદયન અને વાસવદત્તાના મનમાં અનેક પ્રકારની શંકાઓ ભરી હતી. પણ આજ પાછી પાની કરવાની નહોતી. મરજીવાઓએ ભગવાન મહાવીરના સિદ્ધાંતની સરાણ પર પોતાનાં તન-મનને કસોટીએ ચડાવ્યાં હતાં.
અવંતીના સીમાડા પર પગ દેતાં એ મરજીવાઓનું મન ધ્રુજી ઊઠવું. બુદ્ધિ અનેક જાતની ચિત્રવિચિત્ર દલીલો કરવા લાગી, મનને ભમાવી નાખવા લાગી. પણ બુદ્ધિની દલીલો પર મહાનુભાવ બનેલાં હૃદયોએ તરત વિજય મેળવ્યો. થોડી વારમાં એ ભય ચાલ્યો ગયો
અવંતીનગરીના કાંગરા દેખાયા. સંગ્રામમાં જ સાહસ કરતાં શીખેલું મન આ નવા પ્રકારના સાહસ પાસે વળી ઢીલું ઢસ બની ગયું. વળી પૃથ્વી તો પ્રેમનું મંદિર છે. એ વચન પર વિશ્વાસ આણ્યો; જેવું વાવો તેવું લણો, એ કથન ઉપર ભરોસો કર્યો. દિલમાં, એ તાંડવ ચાલુ હતું ત્યાં અવંતીના મંત્રી સ્વાગતે આવતા દૃષ્ટિએ પડવી. સન્માનસૂચક વાજિંત્રોના નાદ ગાજી ઊઠ્યા.
વળી શંકા થઈ : “બિલાડી હાથમાં આવેલા ઊંદરને મારતાં પહેલાં રમાડે છે- અરે, એવું તો નથી ને ? અવંતીપતિ પ્રદ્યોતના ચંડ-પ્રચંડ કોપાનલને કશુંય અશક્ય નહોતું.” પણ આજે તો અશક્યને શક્ય ને અસંભવિત ને સંભવિત કરવાનો સંગ્રામ મંડાયો હતો, એટલે પાછાં પગલાંને અવકાશ નહોતો.
એક વાર સહુને અવંતીના નગરદ્વારમાં પ્રવેશતાં એવી પણ કલ્પના આવી ગઈ કે જાણે વાલામુખીના સળગતા પેટાળમાં પ્રવેશી રહ્યાં છીએ; પણ બીજી જ પળે આ શુરાઓએ મૃત્યુભયને દૂર કર્યો. પ્રભુ મહાવીરનાં અહિંસા અને પ્રેમને નાણી લેવાનો પુનઃ મક્કમ નિરધાર કર્યો. દેશમાં નવો દાખલો બેસાડવાનો હતો. સમષ્ટિના હિત માટે બેચાર વ્યક્તિના આપભોગ, એ કોઈ મોટી વિસાત નહોતી.
રાજમહેલમાં પ્રવેશીને તેઓ રાજા પ્રદ્યોતની પાસે ચાલ્યાં ત્યારે તો સહુનું રૂંવેરૂવું એક વાર કંપી ઊઠ્યું. હજારો સૈનિકો વચ્ચે ક્ષત્રિય એકલો ઝૂઝતાં ન ડરે, પણ આજની સ્થિતિ વિચિત્ર હતી. સામો ઘા વાળવાનું એક પણ શસ્ત્ર કે સાધન પાસે નહોતું; માત્ર પ્રેમ-સમર્પણની ભાવનાથી ભરેલા અંતરની ઢાલ આડી હતી.
રે ! મહારાજ પ્રદ્યોત સામે જ સિંહાસન પર બિરાજ્યા છે. એમના ચહેરા પર મીટ માંડી મંડાય તેમ નહોતી; કાચોપોચો તો ત્યાં જ ડરી જાય. પણ રાજા ઉદયને પહેલ કરી. એ આગળ વધ્યા ને એમણે અવંતીપતિને બે હાથ જોડી નમસ્કાર કરતાં કહ્યું : “આપનો અપરાધી ઉપસ્થિત થયો છે. આપ એને મન ચાહે તે શિક્ષા કરી શકો
મરીને માળવો લેવાની રીત | 195
Page #114
--------------------------------------------------------------------------
________________
છો. આજે હાથ સામે હાથ ઉપાડવો નથી. આજે તો ઉપાડેલા હાથ સામે હાથ જોડવા છે.”
અવંતીપતિથી સહસા સામે હાથ જોડાઈ ગયા, પણ મુખથી કંઈ બોલી શકાયું નહિ.
- વાસવદત્તા આગળ વધીને પોતાના પિતાના ચરણોમાં ઝૂકી પડી ને ગદ્ગદ કંઠે બોલી : “પિતાજી, આપની આ નમાયી પુત્રીને આશિષ નહિ આપો ?”
અવંતીપતિનો હાથ અચાનક પુત્રીને માથે મુકાઈ ગયો, પણ ભવાં તો ભયંકર રીતે ખેંચાઈ રહ્યાં. હમણાં જ શું એમાંથી અગ્નિવર્ષા થશે ? સહુ બળીને ભસ્મ !
આ વેળા મગધરાજ આગળ આવ્યા ને બોલ્યા :
અવંતીપતિ, લાખેણી પળ કાં ગુમાવો ? અમે મિત્રતા કરવા આવ્યા પછી. આપણી પારસ્પરિકા સ્વાર્થી ભાવનાઓથી જ ગાવેલાં યુદ્ધોને કારણે પૃથ્વી નરક બની રહી છે. આ નરકને અને એના સર્જકોને અન્ય કોઈ મિટાવે, એ પહેલાં આપણે જ મિટાવીએ. ચાલો, પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવીએ. ઢષનો કચરો, મોટાઈનાં જાળાં ને પ્રતિહિંસાનાં પોપડાને સાફ કરી નાખીએ. આ પુણ્યકાર્યમાં આપણી મૈત્રી જો કંઈ કાર્યસાધક નીવડી શકે એમ આપને લાગતું હોય તો, આપનો ઉદાર હાથ લંબાવતાં આજે ન અચકાશો.”
અવંતીપતિએ હાથ લંબાવ્યો, પણ એમના મોંમાંથી એકે શબ્દ નીકળી ન શક્યો. ચિત્તમાં ભયંકર વાવાઝોડું પ્રસરી રહ્યું હતું. આ વખતે પાછળ ઊભેલાં રાણી પદ્માવતી આગળ આવ્યાં ને બોલ્યાં :
પિતાજી, પ્રણામ સ્વીકારશો ને પુત્રીના ?”
“કોણ પુત્રી ? વાસુ ?” અવંતીપતિથી અચાનક બોલાઈ ગયું ને એમણે પદ્માવતી સામે જોયું. વાસવદત્તા તો હજી પગમાં જ પડી હતી.
પિતાજી, એક નહિ પણ બબે પુત્રીઓ આજે આપને ખોળે બેસવા આવી છે. જમાઈ પણ પુત્રના હકનો દાવો કરીને આવ્યા છે. આ ધન્ય પળને વધાવી લો, આપની સુકીર્તિને સાચી કરી લો, પિતાજી, અમે આવતાં હતાં ત્યારે પ્રેમના મંદિર સમા પ્રભુ મહાવીરનાં દર્શન થયાં. ભગવાન મહાવીરે કહ્યું છે, કે અવંતીપતિને એટલો સંદેશો આપજો કે એક જ રાતે તારા ને મારા જીવતરના બંધ તૂટવાના છે. આપ હસે ને જગ ચડે, એવું બને તો જ જીવતર જીવ્યું ધન્ય !”
“વાસુ, મને ટેકો આપ ! બેટા, હું મૂંઝાઈ ગયો છું.” ને અંતરની અકળામણમાં અવંતીપતિ વાસવદત્તાને ભેટી પડ્યા. એમની આંખમાંથી શ્રવણ-ભાદરવો વરસી રહ્યા. એમણે એક પછી એક સહુનું સ્વાગત કર્યું ને બહાર ઊભા બધો ખેલ જોતા
મંત્રીરાજને બૂમ મારીને અંદર બોલાવ્યા.
“મંત્રીરાજ, આસન તો લાવો. આ બધાં કેટલી વારથી ઊભાં છે !”
પિતાજી, પહેલાં ક્ષમા આપો, પછી આપના અંતરમાં આસન આપો. એ વિના આ બધાં આસન અમારે માટે નિરર્થક છે.” વાસવદત્તાએ કહ્યું.
ક્ષમા હું શું આપું ? રે ! મારી પાસે મારાં બાળકો જેટલુંય હૃદયબળ નથી ! મારા જીવતરથી મને શરમ આવે છે ! જીવનનું ઔદાર્ય હું જાણતો નથી. જીવનભર માત્ર સિહના અમોઘ બળની જ ઉપાસના કરી, ને એ બળ મેળવીને હું પશુ બન્યો. પશુને ધર્મની સમજ કેવી ? અને ધર્મ વિનાનું જીવતર કેવું આકરું થઈ પડે છે ! તલવારથી સહુ કોઈ વશ થઈ શકે, પણ અંતરની વહાલપ ન મળી શકે. મારા વિજયો વગડાના વાઘના વિજયો જેવા હતા, જેના પ્રત્યેક વિજયે સર્વનાશ સિવાય કંઈ ન સર્જાયું ! હું તમારા સહુની પાસે ક્ષમા માગું છું.” અવંતીપતિ જીવનમાં આજે પહેલી વાર નમતા હતા.
રાજા ઉદયને એમના હાથ પકડીને કહ્યું : “અમને શરમાવશો નહિ, મહારાજ ! અમે આપનાં છોરુ છીએ.”
આજની ઘડી ધન્ય છે. અરે, મને ધન્ય છે !” અવંતીપતિ એટલું બોલતા બોલતા સહુને ભેટી પડવી. બધાની સાથે અવંતીનાથની આંખોમાંથી પણ હર્ષનાં અશ્રુ સરી રહ્યાં.
એવામાં વનપાલક વધામણી લાવ્યો : “મહારાજ , ન કના વનમાં જ્ઞાતપુત્ર મહાવીર પધાર્યા છે.'
“ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય ! ચાલો સહુ એ પ્રેમમંદિર પ્રભુનાં દર્શને !” અવંતીમાં જાણે ઉત્સવ ઊજવાઈ રહ્યો.
196 પ્રેમનું મંદિર
મરીને માળવો લેવાની રીત | 197
Page #115
--------------------------------------------------------------------------
________________
29
પ્રેમનું મંદિર
આત્મા જ સ્પર્શી શકે એવી સૌરભ લઈને ભગવાન મહાવીર ઉઘાનના અશોકવૃક્ષ નીચે બેઠા છે. શ્રીવત્સભર્યું નિશ્ચલ હૃદય જાણે હજારો તરંગોને સમાવનાર સાગર સમું વિશાળ બન્યું છે. નયનોમાંથી અમીકિરણ નિર્ઝરી રહ્યાં છે. રાય ને રેક, માનવ કે પશુ સહુ કોઈને એ પરિષદામાં સમાન આદર મળ્યો છે.
નરકેસરીઓનો આ સમૂહ ત્યાં પહોંચ્યો, ત્યારે હૈયાને સુખ ઉપજાવતો અનિલ ત્યાં લહેરાતો હતો. વનવગડાનાં ફૂલ મધુર સુવાસ વેરી રહ્યાં હતાં. વાતાવરણમાં દિવ્ય ધ્વનિ ગુંજી રહ્યો હતો. એમાંથી જાણે આપોઆપ સ્વર-શબ્દો ગુંજતા આ રાજવી-મુદાયે સાંભળ્યા :
વાસનાના વિદેશમાં વસતા ઓ રાજવીઓ, આત્માના સ્વદેશમાં આવો. પ્રજાના પ્રભુ તમે છો, તમારા પ્રભુને તમે પિછાણો. માનવજગતના આદર્શ તમે છો, તમારા જીવનના આદર્શને તમે જાણો. ફરીવાર કહું છું, તમે નર કેસરી કાં નર કેશ્વરી ! જરા પણ જવાબદારી ચૂક્યા કે રૌરવ નરકનું તમારે કાજે નિર્માણ છે, તમારા હક મોટા એમ કર્તવ્ય પણ મોટાં; પુણ્ય મોટાં તેમ પાપ પણ મોટો. સામાન્ય જનનું કલ્યાણ આજ સહજ બન્યું છે. મોટાઓનું સ્વર્ગ પણ દૂર સર્યું છે. રાજ સી વૈભવોને તામસિક નહિ, સાત્ત્વિક બનાવો !”
વાતાવરણના પડઘા શમ્યા ન શમ્યા ત્યાં ભગવાન મહાવીરની વાણી એમને કાને પડી. એ એમર સુધા હતી. સહુએ ચાતકની જેમ તેનું પાન કરવા માંડ્યું. ભગવાન કહેતા હતા :
“સંસારમાં સબળ નિર્બળને દૂભવે, દબાવે, શોષ, હણે, એવા “મસ્યગલાગલ’
ન્યાયનો અંત, સુખ ઇચ્છતા સર્વજનોએ આણવો ઘટે, પૃથ્વી પ્રેમનું મંદિર છે, એને દ્વેષનું દેવળ ન બનાવો. હિંસક પરાક્રમ ને હિંસક વાણીથી સંસારનું સુખ કદી વધ્યું નથી. સંસારમાં બધા દિવસો કોઈના સરખા જતા નથી. આજે જે યુવાન છે, તે કાલે વૃદ્ધ છે. આજે જે કુટુંબથી ઘેરાયેલો છે, કાલે તે એકાકી છે. આજે જે નીરોગી છે, કાલે તે રોગી છે. આજે જે દરિદ્ર છે, કાલે તે સંપત્તિવાન છે, આજે જે નિરપેક્ષ છે, કાલે તે અપેક્ષાવાન છે. આજે જે કીડી છે, કાલે તે કુંજર છે. આજે જે કુંજર છે. કાલે તે કીડી છે. સમષ્ટિ કે વ્યક્તિ બંને માટે આ કહું છું.
“કોઈના સઘળા દિવસ કદી એ કસરખા જતા નથી. સંસારનું ચક્ર વેગથી ઘૂમી રહ્યું છે. આજે જે ઉપર છે, પળ પછી તે નીચે છે. ઊંચા નીચાની સાથે સ્નેહસમાનતાથી વર્તવું ઘટે. આવતી કાલ માટે પણ આજે ઉદાર બનો, પ્રેમી બનો. પ્રેમ તમારા જીવનનો રાજા બનવો જોઈએ.”
જગતની કામનાઓનો પાર નથી. એક ભવમાં બધી કામનાઓ પૂર્ણ થવી શક્ય નથી ને જીવિત પલભર માટે પણ વધારી શકાતું નથી. માટે સબળે સંયમી ને નિર્બળે ઊઘમી થવું ઘટે.”
આ માટે અહિંસા અપરિગ્રહ ને અનેકાન્ત--આ તત્ત્વત્રય તમારે સ્વીકારવું જોઈએ. અહિંસા વિશ્વબંધુતાનું બીજું રૂપ છે, પ્રાણીમાત્ર સાથે મૈત્રીનો એમાં આદેશ છે.”
અપરિગ્રહ તમારાં સુખ-સાધનો, સંપત્તિ-વૈભવોને મર્યાદિત કરવાનું સૂચવે છે. આખા જગતના વૈભવોથી પણ એક માણસની તૃપ્તિ થવાની નથી. મનની તૃપ્તિ કેળવો. વધુ ભોગ જીવલેણ રોગો ને હૈયાસગડી જેવા શોકને નિપજાવનારાં છે.”
“છેલ્લું ને ત્રીજું તત્ત્વ સાદ્વાદ-અનેકાન્તવાદ છે. એ તમને સર્વધર્મ સમન્વય સૂચવે છે. તર્ક, વિવાદ ને વાદ તમારો ઉદ્ધાર નહિ કરે; પય, વાડો કે પંથ તમને મુક્તિ નહિ બક્ષે; ઢાલની બંને બાજુ જોવાનો વિવેક એ મારો સ્યાદ્વાદ ધર્મઅનેકાન્તવાદ. સત્ય જ્યાંથી મળે ત્યાંથી સ્વીકારી લેવું ઘટે. સત્યનો ઇજારો કોઈએ રાખ્યો નથી.'
રાજા પ્રદ્યોતે ઊભા થઈ પ્રભુને પ્રશ્ન કર્યો, “વાત સાચી છે. જગત આખું જિતાય, પણ મન જીતી શકાતું નથી. ખીજ , હયાબળાપ ને અધૂરાશ અમારાં સદાનાં સાથી બન્યાં છે. મન તો શાન્ત થતું જ નથી. એમાં હું પ્રેમમંદિર પ્રભુ, પૃથ્વીને પ્રેમનું મંદિર ક્યાંથી બનાવીએ ?”
“જેવું પિંડે તેવું બ્રહ્માંડે. ઉદ્વેગ, સંઘર્ષ, દમન, યુદ્ધ ને અશાન્તિ તમારા જીવનને ઘેરો ઘાલી બેઠાં છે." તમારું મન તમારું મિત્ર બનવાને બદલે તમારું શત્રુ
પ્રેમનું મંદિર 1 199
Page #116
--------------------------------------------------------------------------
________________
બની બેઠું છે. તમે પ્રત્યેક પળે બદલો લેવાની-યુદ્ધ દેવતાની-ઉપાસનામાં પડ્યા છો ! ‘પરનો વધુ વિનાશ’ એ તમારો ધર્મ બન્યો છે !
રે જીવ ! બહાર યુદ્ધને શા માટે શોધે છે ? આ બાહ્ય યુદ્ધ એ આપણા મનની કલેશકર, પી, દંભી સ્થિતિનો પડઘો માત્ર છે. યાદ રાખો, યુદ્ધનો આરંભ પહેલો આપણે આપણા અંતરમાં કરીએ છીએ, પછી જ આસપાસમાં લડીએ છીએ. યુદ્ધ તો તમારે તમારી જાત સાથે જગાવવું ઘટે, જેને હણ્યા વગર તમારો ઉદ્ધાર નથી એ તમારો ખરો શત્રુ ને ખરો ચોર તો તમારી અંદર જ બેઠો છે; એને હણો. રાજ શાસન મોટું છે, તો ધર્મશાસન એથીય મોટું છે અને એથીય મોટું છે આત્મશાસન. આત્માના રાજ્યમાં આવો, એકબીજાને સમજો , સહયોગ કરો ! સંઘર્ષ, દ્ધ, હિંસા ને યુદ્ધને સમાપ્ત કરો. વિશ્વબંધુત્વવાળું વિશ્વશાસન જગાવો ! પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવો !”
વાસવદત્તા ઊભી થઈ. એ નરી પ્રેમ-પ્રતિમા સમી હતી. સહુને વાસવદત્તાને જોઈને એની સાસુ રાણી મૃગાવતી યાદ આવતી હતી, જાણે દીવે દીવો પેટાયો હતો.
વાસવદત્તાએ હાથ જોડીને કહ્યું : “માણસ, માણસ વચ્ચે પ્રેમની સ્થાપના કેવી રીતે થાય, પ્રભુ ?”
પોતાના ને પારકાના ભેદ ભૂલી જાઓ. સહુ જીવને સમાન માનો. બિલાડી એ જ દાંતથી પોતાના બચ્ચાને પકડે છે ને એ જ દાંતથી ઉંદરને પકડે છે; પણ બેમાં ફેર કેટલો છે ? માણસે માણસ સાથે, કેમ વર્તવું એનું આ દૃષ્ટાંત છે. લોકવિજયી બનો ! લોકવિજય માટે ઇંદ્રિયજય આવશ્યક છે. આખો સંસાર પોતાના સુખ માટે અન્યને દુ:ખ ઉપજાવનાર હિંસક બન્યો છે. અસત્ય વદતાં એને આંચકો આવતો નથી, મફતમાં લેવાનો એ ઉત્સાહી છે. વ્યભિચારમાં એ અતિચાર કે અનાચાર જોતો નથી. પરિગ્રહમાં પંડિતાઈ માને છે, ને બીજાનું લૂંટીને એ ઘર ભરવા માગે છે. બીજાને હણીને એ જીવવા માગે છે. બાવળનું વૃક્ષ વાવીને એ બકુલના પુષ્પ ચૂંટવા માગે છે. આવું બધું છોડો એટલે પ્રેમ આપોઆપ પ્રગટશે.”
રાણી પદ્માવતી, જે મગધ-પુત્રી હતી અને જેના કારણે વત્સ અને મગધ એક બન્યાં હતાં, એ આગળ આવી અને બોલી :
“સંસારના સુખ માટે પોતાના સુખને દેશની વેદી પર હોમનાર વાસવદત્તા જેવી મહારાણીને ધન્ય છે. પ્રભુ ! આવે વખતે એમ લાગે છે કે લેવામાં જેટલું સુખ છે તેના કરતાં ત્યાગવામાં વધુ છે. લીધેલું કોઈ વાર આપી દેવું પડે, પણ ત્યાગેલું તો એકનું બારગણું આવી મળે છે. ભગવાન ! પૃથ્વીને દ્વેષ ને દુ:ખનો દાવાનળ બનાવનાર લાલસાઓ વિશે કંઈક કહો.”
200 પ્રેમનું મંદિર
સાક્ષાત પ્રેમમંદિર સમા, જેમના પિંડમાં બ્રહ્માંડનો સાક્ષાત્કાર થયો હતો, એ ભગવાન મધુર વાણીથી બોલ્યા :
“ભૌતિક સુખલિસાઓએ તમારાં સુખોને સૂકવી નાખ્યાં છે. જીવનની સુખસગવડો અને આવશ્યક્તાઓએ તમારાં કર્મોની આતાને હણી નાખી છે. જાત માટેની સગવડતાએ પરનું શોષણ વધારી દીધું છે. જે વધુ કામી, વધુ ક્રોધી, વધુ માની, વધુ લોભી એની તમે પ્રશંસા કરી છે અને જાણ્યે-અજાણ્યે સમાજમાં તેની પ્રતિષ્ઠા કરી છે. ને બદલામાં પૃથ્વીને વધુ ને વધુ દુઃખ ને સંતાપ મળ્યાં છે.”
રાજા ઉદયને પ્રભુને બે હાથ જોડીને કહ્યું : “હે કૃપાનાથ ! સુવર્ણ અને સૌંદર્ય જગત પર ભારે ચૂડ ભરાવી છે. એ વિશે આપ કંઈક કહો.”
“સુવર્ણ અને સૌંદર્ય સંસારની મહાશક્તિઓ છે. પણ શક્તિ હંમેશાં ભક્તિ માગે છે. નહિ તો એ એના ધારકનો જ નાશ કરે છે. કંચન અને કામિનીનો તમારો શોખ હદ વટાવી ગયો છે અને એટલે જ તમારે માટે એ સુખ ને સગવડરૂપ બનાવવાને બદલે ભારરૂપ ને સંતાપરૂપ બન્યાં છે. એ તમારાં કેદી બન્યાં છે, તમે એમના તાબેદાર બન્યા છો. તમે જેને સુખ માનો છો, એ તો માત્ર પ્રચ્છન્ન દુઃખ છે. માટે સંક્ષેપમાં કહું છું. સાર ગ્રહણ કરવો હોય તો કરી લેજો . સુખ માટે સંયમી બનો ! અહિંસા તમારા જીવનને, અપરિગ્રહ તમારી સુખસગવડોને અનેકાન્ત તમારા વિચારોને અજવાળી રહો ! સ્નેહ અને સૌ થી જીવો ! તપથી ને ત્યાંગથી જીવો ! દયા ને દાનથી જીવો ! આપીને ખુશી થાઓ ! માફ કરીને મોટા થાઓ ! સહુને અભય કરી નિર્ભય બનો !
તમે જે કરો એમાં એટલું યાદ રાખજો કે લેનાર કરતાં દેનાર મોટો છે. જીવનાર કરતાં જિવાડનાર મોટો છે. ખાનાર કરતાં ખવરાવનાર મોટો છે. માણસ શાસ્ત્ર, શાસ્ત્ર ને સંપત્તિથી મોટો નથી થતો; સેવા, સંયમ, સમર્પણ, તપ ને ત્યાગથી મોટો થાય છે !'
રાજા પ્રદ્યોતની આંખો પરથી જાણે પોતાની અંધારપટ્ટી અલગ થતી હતી, એનાં હૃદયચક્ષુ ઊઘડતાં હતાં. એણે કહ્યું :
“ભગવાન ! ટૂંકાણમાં કંઈક કહો. સાગર સમાવી દેનાર ગાગર અમને આપો. એ ગાગરના જળનું અમે રોજ આચમન કરીશું. બળ પરથી મારી શ્રદ્ધા ડગી ગઈ છે.”
ભગવાને કહ્યું :
છેલ્લે છેલ્લે એટલું જ કહેવાનું કે, બધા જીવોને આયુષ્ય અને સુખ પ્રિય છે, દુઃખ ને વધ અપ્રિય છે. તમામ જીવ જીવિતની કામનાવાળા ને જીવિતને પ્રિય
પ્રેમનું મંદિર | 201
Page #117
--------------------------------------------------------------------------
________________
માનનારા છે ! જેવાં આપણને સુખ પ્રિય ને દુઃખ અપ્રિય તેવાં અન્યને પણ છે. જેઓ ને અન્ય જીવના સુખ વિશે બેદરકાર છે, તેઓ પોતાના સુખની પણ ખરી રીતે બેપરવા છે. આ પાઠ જે શીખશે એ પૃથ્વી પર સ્વર્ગ ઉતારશે ! સ્વર્ગમાં પોતે જીતશે, ને પોતાની આસપાસ સ્વર્ગ રચશે. પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવવાનો આ મહામંત્ર છે.
“જેમ બગલી ઈંડામાંથી જન્મે છે, ને ઈંડું બગલીમાંથી જન્મે છે, એમ મોહનું ઉત્પત્તિસ્થાન તૃષ્ણા છે અને તૃષ્ણાનું ઉત્પત્તિસ્થાન મોહ છે; રાગ-દ્વેષનું ઉત્પત્તિસ્થાન તૃષ્ણા છે. જેને તૃષ્ણા નથી એને મોહ નથી. જેને મોહ નથી એને લોભ નથી. જેને લોભ નથી તેને કાંઈ નથી ! એ સંસારમાંથી તરી ગયેલો છે.
“સંસાર આખો કામ, ક્રોધ, માન ને લોભમાં ફસાયો છે અને આશ્ચર્ય તો એ ઘટ્યું છે કે જેનાં કામ-ક્રોધ, માન-લોભ ઉત્કટ એ પ્રતિષ્ઠાવાન ગણાયો છે ! અપ્રતિષ્ઠાની પ્રતિષ્ઠા કરીને તમે શું મેળવશો ? શું મેળવ્યું ? તમે અશાન્ત છો; તમને લાગે છે કે તમે દુ:ખી છો, તમને સદા લાગ્યા કરે છે કે કંઈક તમારામાં ઊભુંઅધૂરું છે. સદોદિત કોઈ ને કોઈ વાતનું દુઃખ તમને સાલ્યા કરે છે. આ બધાનો ઉપાય તમે બાહ્ય સંસારમાં શોધવા જાઓ છો. ત્યાં ઉગ્ન બની ધમાલ મચાવો છો. નિર્બળને હણો છો, સબળની સેવા કરો છો ! અને આમ જીવનભર કર્યા છતાં પણ તમારી અશાન્તિનો, દુઃખનો, અધૂરાશનો અંત આવતો નથી. હું કહું છું કે આ બધાં અનિષ્ટોનું મૂળ તમારી અંદર છે. તમારા મિત્ર ને શત્રુ-સુખદુ:ખ-તમારા દેહમાંતમારી ભાવનામાં-જ છુપાયેલાં છે. આગ્રહ છોડી, આવેશ તજી, અહમ્ દૂર કરી એ સુખ ને શાન્તિને શોધો ! જે પ્રકાશની શોધમાં તમે જગતમાં ભટકો છો, એ જ્યોતિ તો તમારા હૃદયના ઊંડાણમાં ઝગમગે છે ! જરા અંદર જુઓ એટલે એનાં દર્શન થયા વિના નહિ રહે."
“આશ્ચર્યની વાત તો એ છે, કે જે તમારું નથી એને માટે તમે હજાર યત્ન કરો છો, ને જે તમારું છે એને યાદ પણ કરતા નથી. આ તો કેવો મોહ ! દેહ માટે રાત-દિવસ ચિંતા કરનાર તમે તમારા આત્માના સુખ માટે કંઈ પણ પ્રવૃત્તિ કરો છો ખરા ?"
“ફરીથી કહું છું, યુદ્ધ માત્ર તમારી પોતાની જાત સાથે ખેલો, બીજા કોઈ સાથે નહિ. યુદ્ધ એ ગમે તેટલું ન્યાયી લાગતું હોય, ગમે તેટલું અનિવાર્ય દેખાતું હોય, પણ આખરે તો એ માનવસમાજ માટે શાપરૂપ જ છે.”
મહામંત્રીએ કહ્યું : “પ્રભુ ! હવે હું નિવૃત્તિ ચાહું છું; મને એનો મંત્ર આપો.” “નમો રિદંતાળું। એ મંત્રમાં દર્શાવેલો અરિ-દુશ્મન તમારા પોતાના જ 202 – પ્રેમનું મંદિર
દિલમાં ને દેહમાં રહેલો છે; એને હણો. પછી બાહ્ય જગતમાં હણવા જેવું કશું રહેશે નહિ. જે લોખંડનાં બનેલાં એક હજાર હળ પૃથ્વીને શસ્યશ્યામલા કરી શકે છે, એ જ લોખંડની બનેલી હજારો તલવારો પૃથ્વીને નિરાધાર ને આક્રંદાભરી બનાવશે. સત્તાધીશો આ સમજે. એ ન સમજે તો પ્રજા સમજે. રાજા અને પ્રજા પોતાના આ વિનાશની કલ્પના કરે. એ દ્વારા પેદા થતાં ક્રંદનો, ક્લેશો ને કોલાહલો તરફ લક્ષ કરે !
“એટલું યાદ રાખજો કે સમસ્ત પૃથ્વીનું રાજ્ય તમને મળી જાય, ભોગમાત્ર તમારા ચરણે ઠલવાય, તોપણ તમને જીવનનું સુખ, મનની શાન્તિ ને આત્માનું અમરત્વ લાધવાનું નથી. એ માટે તો માનવીએ આત્માને સમજવો, પિછાનવો, ઓળખવો અનિવાર્ય છે. આ રાજપાટને પણ આત્માને માટે, ધનને પણ આત્માને માટે, સુખ-સગવડોને પણ આત્માને માટે સ્વીકારો. આત્મા માટે એ બધાં છે. પંખી માટે પાંખો છે, પાંખો માટે પંખી નથી. જે કંઈ આત્માને અહિતકાર હોય – પછી તે રાજપાટ હોય, ધન હોય, સત્તા હોય એ સર્વનો ત્યાગ કરો ! વિશ્વમાં દૃષ્ટિગોચર થતી વેદના ને વિષમતા આ રીતે જ દૂર થશે. ક્ષમા, અહિંસા, શાન્તિ આ રીતે જ સ્થપાશે.
“બીજું, જે તમને અપ્રિય હોય તેનું બીજા પ્રત્યે આચરણ ન કરશો. સંસારમાં કોઈને હણાવું – રગદોળાવું પસંદ નથી. દુ:ખી થવાનું આપણે ઇચ્છતા નથી. એમ સંસાર પણ ઇચ્છતો નથી. બધા જીવોમાં આત્મવત્ દૃષ્ટિ રાખો, આથી જ તમે જેને આદર્શ માનો છો તે સમાનતા, સ્વાતંત્ર્ય ને બંધુત્વનો જગતમાં વિકાસ થશે.”
“સંસાર તો નગદ સોદાનો બજાર છે; જેવો સોદો કરશો તેવો નફો મળશે. નુકસાનના સોદામાં નફો નહિ જોઈ શકો. અહીં દૂર થશો તો બદલામાં તમને પણ ક્રૂરતા મળશે અને પ્રેમ આપશો તો પ્રેમના ભાજન બનશો. પારકાને પીડા કરશો તો એ તમને પીડા કરશે. કોઈ વાર પાપ આચરવા છતાં સમૃદ્ધિ લાધતી હોય એમ લાગે છે, એથી ખોટી ભ્રમણામાં પડીને જગતના મહાન કર્મ – નિયમને અવગણશો મા ! જેમ કોઈ ઝાડ વહેલાં ફળે છે તો કોઈ મોડાં ફળે છે, એમ કર્મનાં વૃક્ષ પણ વહેલાં – મોડાં ફળે છે. એથી કર્મના અબાધિત નિયમ પર અશ્રદ્ધા ન ધારશો. જેવું વાવશો તેવું લણશો, અને જેવું કરશો તેવું પામશો, એ નિયમ અફર છે.”
ભગવાનની વાણી યોગ્ય કાળે શમી ગઈ, પણ એના પડઘા દિગ્દગન્તમાં ગાજી રહ્યા. રેલાયેલી એ અમર સુધામાં સહુ કોઈ સ્નાન કરી રહ્યાં.
“કેટલું સાદું ને નિખાલસ સત્ય !” અંતરમાં જાણે અજવાળાં પથરાઈ જાય છે !' વાસવદત્તાએ કહ્યું.
“અરે, સુખની કેડી સામે છે, છતાં દુઃખના દરિયામાં ન જાણે આપણે કેમ પ્રેમનું મંદિર 203
Page #118
--------------------------------------------------------------------------
________________ ડૂબકાં મારી રહ્યાં હતાં !" રાજા પ્રદ્યોતે કહ્યું. ખરેખર, આપણી જાતને આપણે, આપણી અવિદ્યા જેવી વિદ્યાઓએ, સત્યાનાશના મૂળ જેવી સંસ્કૃતિએ હણી નાખી છે. ચાલો, આપણે આની પુનઃરચના કરીએ.” વત્સરાજે કહ્યું. “સાચું છે ! ઊંઘનારને પણ યુગે યુગે જગાડનાર યુગમૂર્તિઓ આવી મળે છે. ચાલો, ચાલો ! જાગ્યા ત્યાંથી સવાર ગણીએ ! પૃથ્વીને પ્રેમનું મંદિર બનાવવાનો નિરધાર કરીએ, આ પ્રેમમંદિર પ્રભુની સમક્ષ !" સહુ એ દિવસે નવજીવનના અમોધ મંત્રને ગ્રહીને નગર તરફ પાછા વળ્યા. સમાપ્ત આ પુસ્તકના અનુસંધાનમાં વાંચો ‘શત્રુ કે અજાતશત્રુ” બે ભાગમાં (શ્રી જીવન-મણિ સદ્વાચનમાળાના પંચમ વર્ષના પ્રથમ પુસ્તક તરીકે પ્રગટ થાય છે.) 204 | પ્રેમનું મંદિર