________________
કરીને ક્યાં મારી નાખીએ છીએ ? બાકી એની મેળે મરી જાય એમાં તે પાપ કે પુણ્ય ? અરે, એમ પણ એ જીવને મુક્તિ મળે છે ને ! નહિ તો બિચારાં આ ભવે કંઈ ગુલામીમાંથી થોડાં છૂટવાનાં હતાં ?' પેલી છોકરી બિચારી એને જોઈ ડરી ગઈ હતી. પહેલાં તો એણે પાછાં પગલાં ભર્યાં, પણ આ ત્રિશુળ જરા પીઠમાં ભરાવ્યું કે જાય ભાગી !” યક્ષિકા અલ્હાસ્ય કરી ઊઠી.
યક્ષિકાની વાત સાંભળી હંમેશાં ભયંકર અહાસ્ય કરનારો વિલોચન જાણે આજે થાકી ગયો. એ નીચે બેસી ગયો અને કહેવા લાગ્યો : “યક્ષિકા, આપણે એટલું ન કરીએ કે દાસીઓ-છોકરીઓનો વેપાર બંધ કરીએ, માત્ર દાસી જ વેચીએ ? લડધારો તરફ મને જરાય દયા નથી જાગતી.”
“કોઈ શ્રમણ ભેટી ગયો લાગે છે ! ભગતડો થયો છે કે શું ?” યક્ષિકા મોટી મોટી આંખો નચાવતી બોલી.
ના, ના, ભગત તો શું ? સાત પેઢીનો આ ધંધો છે, પણ આ છોકરી ભારે વિચિત્ર છે. એને જોયા પછી ઘણા વિચાર આવે છે. આવો નબળો હું કદી નહોતો પડ્યો.”
“અરે, તારા વિચારવાયુનું મૂળ એ છોકરી જ છે. કાલે સવારે જે પહેલો આવશે, તેને વેચી દઈશ. એ જ અપશુકનિયાળ લાગે છે ! અઠવાડિયાથી ધંધો જ ચાલતો નથી !'
ના, ના, એવું ન કરીશ, યણિકા !”
“તારી એક પણ નહિ સાંભળું. કામરુ દેશની કામિની અથવા રોરૂની રેભા જેનું મન ચળાવી ન શકી, એનું મન એક છોકરી ચળાવી જાય, એ તો ન બનવાનું બને છે. આ લાગણીવેડા ભૂંડા છે. આ તો વેપાર છે. વેપારમાં તો વેપારની રીતે બધું ચાલે, એ છોકરીને તો જે મળે તે લઈને વેચી નાખે જ છૂટકો. એ જશે તો તારું મન થાળે પડશે. પુરુષોનાં ચિત્ત ભારે ચંચળ ઘડ્યાં છે ઘડનારે !" યક્ષિકાને વિલોચન જેવા પ્રતિષ્ઠિત વેપારીને પણ લાડમાં તુંકારે બોલાવવાનો ખાનગી અધિકાર હતો.
- “ઉતાવળ ન કરતી. હું ઘરાક લાવી દઈશ,” એટલું કહીને વિલોચન બહાર નીકળી ગયો. એ ઘણે ઠેકાણે ફરી આવ્યો, પણ મન શાન્ત ન થયું. અતલ ઊંડાણવાળી પેલી છોકરીની આસમાની આંખો એને યાદ આવ્યા કરતી હતી. કેટલાંક મ એવાં હોય છે, જે મૃત્યુની છેલ્લી પળ સુધી વીસરાતાં નથી. એમાં ભારે અસર ભરી હોય છે.
એ ભજનમંડળીમાં ગયો. મોડી રાત સુધી ભજન ગાયાં, પણ ચિત્ત ઠેકાણે ન આવ્યું. ગુરુદેવના ચરણ દાબી ધર્મી વિલોચન ભેટ ધરી આવ્યો, તોપણ શાન્તિ ન મળી. ઇષ્ટદેવનો જાપ કર્યો, છતાં ચેન ન પડ્યું. અરે, છોકરીને જોઈને કામ જાગવાને બદલે શમી ગયો છે, છતાં આ અશાન્તિ શી ? મોડી રાતે એ પથારીમાં પડ્યો. આખી રાત સ્વપ્નામાં પેલાં નયનતારક દેખાતાં રહ્યાં. સવારે વિલોચન વહેલો ઊઠી ગયો. રસ્તા ઉપર જઈને એ ઊભો રહ્યો. સૂર્યનો સુવર્ણરંગી પ્રકાશ ચારેતરફ પથરાઈ ગયો હતો. ગુલામાં વહેલી સવારથી કામે લાગ્યા હતા. ગુલામડીઓ પોતાની માલિકણ માટે શુંગારનાં સાધનો એકત્ર કરી રહી હતી. કોઈ વાર નઠોર ઢોર કે
8 પ્રેમનું મંદિર
રેઢિયાળ ગુલામ ઉપર વીંઝાતા ચાબુકના સપાટા ઠંડી હવામાં ગાજતા. કોઈ વાર બૂમો કાને પડતી : “બેટાઓને કામ કરતાં ટાઢ વાય છે ! કરમ બુંદિયાળાનાં ને રોફ રાજાનો !” ને થોડી વારમાં જ કોઈ ઘરના દરવાજામાંથી આગળ દોડતો અર્ધનગ્ન ગુલામ ને પાછળ પામીનાની શાલ ઓઢી હાથમાં ચાબુક લઈ દોડતો ઘરભણી દેખાતો.
કેવી રમૂજ ! ઘર ઘરના દરવાજામાં પ્રજાજનનો આ તમાશો જોવા આવીને ખડા થયા હતા. ખૂબ મજા જામી. વાહ ભાઈ, વાહ ! ખૂબ કરી ! એ પકડી પાડ્યો ગુલામને ને ભરબજારે બધાની સામે માંડવો ફટકારવા ! આવી ટાઢમાં ભારે કાશમીરી શાલમાંથી હાથ બહાર કાઢીને જોરથી ચાબુક વીંઝવો એ કંઈ ઓછી મહેનતનું કામ હતું ! ગુલામના મોંમાંથી લોહી જતું હતું, એ હાથ જોડતો હતો, પણ પેલો બમણા આવેશથી ફટકારતો હતો. લોકો હસતાં હતાં. ભારે રમૂજ ! સવારના પહોરમાં શું સુંદર રમૂજ માણવા મળી ! પણ વિલોચનનું દિલ અત્યારે રમૂજ માટે તૈયાર નહોતું. એણે એ દૃશ્ય તરફથી મોં ફેરવી લીધું ને દૂર દૂર ક્ષિતિજ સુધી નજર નાખી. પરોઢનાં પંખેરુ ચારો ચૂગવા અહીંથી તહીં ગાતાં ગાતાં ઘૂમી રહ્યાં હતાં. વિલોચનની વ્યગ્ર દૃષ્ટિને એ જોવામાં કંઈક આસાયેશ મળી. ત્યાં તો એ ધોરી માર્ગ પર એક રાજ હાથી ઘંટા વગાડતો આવતો દેખાયો. સોનેથી રસેલી અંબાડી તેજનો અંબાર છોડતી હતી. એમાં દેવકુમાર જેવો કોઈ પુરુષ બેઠેલો હતો.
વિલોચને ઉત્કંઠાથી બે-ચાર જણાને પૂછવું. કોઈ શ્રેષ્ઠી, કોઈ મહાજન, કોઈ વ્યવહારીઓ ગુલામોની ખરીદીએ તો આવતો નથી ને ? અરે ચાલો, આજ ભારે તડાકો પડશે. છોકરીઓ બધી વેચી નાખું. પછી દેખવું નહિ ને દાઝવું નહિ ! કૌશાંબીના દાસબજારમાં મારા જેટલો માલ પણ કોની પાસે છે ? વિલોચનની આંખમાં અવનવું તેજ ભભૂકી ઊઠયું. પણ થોડી વારમાં એ નિરાશ થઈ ગયો. એને ખબર પડી કે આ તો રાજ અતિથિ છે. મહારાજા શતાનિક રંગશાળા નિર્માણ કરી રહ્યા છે, એમાં મૂકવા માટે મહારાણી મૃગાવતીની છબી ચિતરાવવાની છે. એ માટે ભારતવર્ષમાં સુવિખ્યાત યક્ષમંદિરના ચિતારા રાજ શેખરને તેડ્યો છે. એ લબ્ધિવંત છે, માણસનું માત્ર એક અવયવ જોઈને સાંગોપાંગ અને આબેહુબ છબી દોરી શકે છે !
વિલોચનની ઉત્સુક આંખો નિરાશ થઈ પાછી ફરી. એ કંઈ અત્યારે છબી ચિતરાવવા નહોતો નીકળ્યો, “અરે વિલોચન !' યકિાકા એને શોધતી શોધતી ત્યાં આવી પહોંચી. વિલોચને એની સામે માત્ર એક લુખ્ખી નજર નાખી, પણ કંઈ જવાબ ન આપ્યો,
શું કરે છે ?”
છબી ઘેરાવું છું, પથિકા ! જો, પેલો યામંદિરનો ચિતારો રાજ શેખર આવે. ચાલ, એને તારી છબી દોરવા કહું !” ને વિલોચને યલિકાના પ્રચંડ દેહ પર નજર નાખી.
સુંદર શુર્પણખા ! ઇતિહાસની શુર્પણખા કદાચ કુરૂપી હતી; આ યક્ષિકા એવી નહોતી ! એની દુકાનની એ વિશ્વાસુ વાણોતર હતી, સાથે સાથે એ એની વહાલસોયી
શ્રેષ્ઠી ધનાવહ D 9