________________
રાણીની જંઘા પરના બે તલ ન જાણે રાજાના મનઃચક્ષુ આગળ કેવાં કલ્પનાદૃશ્યો રજૂ કરી રહ્યા હતા ! વૃદ્ધ પુરૂષ જુવાન સ્ત્રી સમક્ષ પોતાની અશક્તિનો એકરાર કરી શકતો નથી; પણ એ જાણતો હોય છે, કે પોતાની અશક્તિ ક્યાં રહી છે, ને સ્ત્રી કઈ વાતે પોતાનાથી અસંતુષ્ટ છે. ને તેથી એ હંમેશ શંકાશીલ રહ્યા કરે છે.
“મહારાજ , ચિતારાને ન્યાયસભામાં ઉપસ્થિત કરવામાં આવ્યો છે.” દ્વારપાળે આવીને સમાચાર આપ્યા.
- “ચાલો, હું આવું છું. અધર્મનો ભાર જેટલો જલદી પૃથ્વી પરથી હળવો થાય એટલું સારું. અરે, માણસ ઈશ્વરને તો જાણે વીસરી ગયો છે, પણ સારું છે કે પૃથ્વી પર ઈશ્વરશાસનની બીજી આકૃતિ સમાં રાજ શાસન હયાત છે !”
ક્રોધાંધ માણસને શાસ્ત્ર, શિખામણો ને શિક્ષાવચનો ઊલટી રીતે પરિણમે છે. - રોગીને જેમ સુંદર ભોજન પરિણમે તેમ ! રાજા શતાનિકનું એમ જ થયું.
કોણ કોનો ન્યાય કરે ?
ભરતકુલભૂષણ મહારાજા શતાનિક* આવીને વસ્રદેશના ન્યાયાસન પર બિરાજમાન થઈ ગયા, યુવરાજ ઉદયન પણ બાજુમાં આવીને બેસી ગયો. મંત્રીરાજ સુગુપ્ત પણ યથાસ્થાને ગોઠવાઈ ગયા. અંતઃપુરમાં સ્ત્રીજનો પણ પાછળ આવીને બેસી ગયાં. અમાત્યો, મંત્રીઓ, સેનાપતિઓ, રાજન્યો, ભટ્ટ, માંડલિકો વગેરે પણ યોગ્ય સ્થાને આવીને બેસી ગયા. પ્રશાસ્તારો (ધર્માધ્યાપકો) પણ પોતાના ઉચ્ચ સ્થાને બિરાજમાન થયા. નગરશેઠો, સાર્થવાહો, શ્રેણીનાયકો, ધનિકો ને ગૃહસ્થો પણ સભામાં સમયસર આવી પહોંચ્યા હતા.
સહુનાં મુખ પર ભારે ઉત્સુકતા રમતી હતી. થોડી વાર પહેલાં યક્ષમંદિરના સુવિખ્યાત ચિતારા રાજ શેખરને માન-ઇનામની મોટી મોટી વાતોની જાહેરાત થઈ હતી અને બીજી જ ક્ષણે એને કેદ કરીને કતલ કરવાની વાતો હવામાં ગુંજતી થઈ હતી. રાજ કૃપા તો ભારે ચંચળ છે. વરસે તો અનરાધાર વરસે; ન વરસે તો હોય તેટલુંય શોષી લે, બધું બાળીને ખાખ કરી નાખે, ભરતકુલભૂષણ મહારાજ વત્સરાજે મંત્રી સુગુપ્ત સાથે મંત્રણા કરી. મંત્રીરાજે સામે કેટલીક ચર્ચા કરી, ને અંતે બંને એક નિર્ણય પર આવ્યા.
| જાણે વત્સરાજ એમ કહેતા લાગ્યા, કે મંત્રીરાજ , હું તો એક ઘા ને બે કટકામાં માનું છું. બંનેને લટકાવી દો !
મંત્રીરાજ એમ સમજાવવા લાગ્યા કે એમ ન બને. રાજવંશના માણસોના
54 પ્રેમનું મંદિર
* વત્સરાજ શતાનિક ભરત વંશના પાંડવપૌત્ર જનમેજયના વંશજ હતા. મૃગાવતી વૈશાલીના ગણનાયક રાજા ચેટકની પુત્રી હતી. વારવનિતા આમ્રપાલી પણ વૈશાલીની હતી.