________________
કોઈ પ્રાણ, ભૂત, જીવ કે સત્ત્વને ન હણવાં, ન ક્લેશ દેવો, ન પરિતાપ ઉપજાવવો; ન ઉપદ્રવ કરવો. મારો શુદ્ધ , ધ્રુવ ને શાશ્વત ધર્મ આ છે.* આ ધર્મને અનુસરનારો ભલે મને અનુસરે પણ અન્તિમ લક્ષ્યને વરે છે.”
પણ મહારાજ , સંસાર તો આથી વિપરીત રીતે ચાલી રહ્યો છે.”
દુનિયાની દેખાદેખી ચાલશે નહિ. ગામમાં રોગચાળો ચાલતો હોય ત્યારે. પથ્ય પાળનારો જ બચી શકે છે.”
પ્રેમના મંદિર સમાં પ્રભુની આ ભવતારિણી વાણીને સહુ વંદી રહ્યાં.
અવંતીપતિ રાજા પ્રદ્યોત પરિષદામાંથી પાછો ફર્યો અને કૌશાંબીમાં પ્રવેશ્યો, પણ શત્રુ તરીકે નહિ, મિત્ર તરીકે. કુમાર ઉદયનનો વત્સદેશના સિંહાસને રાજા તરીકે અભિષેક કરી, એની આણ વર્તાવી એ પાછો ફર્યો !
ભગવાન મહાવીરની ઉપસ્થિતિએ ખૂનખાર યુદ્ધને ખાળ્યું ને ફરીવાર શાન્તિના સમીર લહેરાઈ રહ્યા.
મૃગાવતી એની સહધાર્મિક બનતી હતી. સહધાર્મિક પ્રત્યે વેર કેવું ? એણે પણ ઊભા થઈને સામાં હાથ જોડ્યા.”
મૃગાવતીએ આગળ કહ્યું :
અને હું ભગવાન મહાવીરની સામે રાજા પ્રદ્યોતની અનુજ્ઞા માગું છું દીક્ષા લેવા માટે . સંસારના ભોગવિલાસ પરથી મારું મન ઊઠી ગયું છે. મારા પુત્રની અને પતિના રાજની રક્ષાનો ભાર રાજા પ્રદ્યોતને માથે મૂકું છું !”
વેરીને પ્રેમથી વશ કરવાના ભગવાનના ઉપદેશને રાણી અનુસરી.
આ વેળા ચંડ પ્રદ્યોતની પટરાણી શિવાદેવી વગેરે રાણીઓ પણ આ સભામાં ખડી થઈ, અને દીક્ષા દેવા માટે પ્રદ્યોતની આજ્ઞા માગી રહી.
રાજા પ્રદ્યોત ભગવાનની દેશનાની ધારાથી નિર્મળચિત્ત બન્યો હતો. એને હા કે ના કંઈ ન પાડી. રાણી મૃગાવતીએ પોતાના યુવાન પુત્રનો હાથ એના હાથમાં સોંપી દીધો ને એના મૌનને સંમતિસૂચક લેખ્યું.
ભગવાને ચંપાની રાજકુંવરી વસુમતી-ચંદનબાળા, જેને પોતાના અનુયાયીઓના ચતુર્વિધ સંઘની શ્રેષ્ઠ સાધ્વી બનાવી હતી, એમને બોલાવ્યાં ને નવે રાણીઓને એ જ સભામાં પ્રવજ્યા આપી ! સાધ્વી સ્ત્રીઓને સહુ નમી-વંદી રહ્યાં.
“હે મહાનુભાવો ! વિવેકી જનો આ લોક ને પરલોક બંનેમાં શોભે તેવું કૃત્ય કરે છે. એટલું યાદ રાખજો કે જેને તમે હણવા માગો છો, તે ‘તમે ' જ છો. જેને તમે પરિતાપ ઉપજાવવા માગો છો, તે ‘તમે ” જ છો. જેને તમે દબાવવા માગો છો, તે પણ ‘તમે' જ છો. અરે, જેને તમે મારી નાખવા માગો છો, તે પણ ‘તમે' જ છો. જીવનનું આ ઊંડું રહસ્ય સમજીને ડાહ્યો માણસ કોઈને હણતો નથી, હણાવતો નથી. એટલું યાદ રાખજો કે ચંદ્ર જેમ શીતલતાથી શોભે છે તેમ માણસ સંયમથી શોભે છે.
“શાશ્વત ધર્મનું એક સૂત્ર તમને કહું છું : ૩વસમારે શુ સામનં 1 ઉપશમવિકારોની શાન્તિ-એ મારા શ્રમણુધર્મનું મુખ્ય સૂત્ર છે. કોઈ ક્રોધ કરે ને તમે શાન્તિ દાખવો; કોઈ તમને હાનિ કરે ને તમે હસો, કોઈ તમારું લઈ જાય ને તમે ઉદાર રહો, કોઈ અવિનયી રીતે વર્તે ને તમે વિનયી રહો : આ મારા ધર્મના અનુયાયીનું લક્ષણ છે. ગરમની સામે નરમ, સ્વાર્થી સામે નિઃસ્વાર્થી, પાપીની સામે પવિત્ર રહો. કડવા જગત સામે મીઠાશથી વર્તો, તમારા જીવનનો ઉદ્ધાર અવશ્ય છે.”
એટલું યાદ રાખજો કે સહુને જીવન પ્રિય છે, સહુને સુખ પ્રિય છે. બીજાના જીવનથી પોતાના જીવનને નભાવવું એ પાપ. બીજાના સુખભોગે પોતાનું સુખ વધારવું એ અધર્મ. તમે જીવો ને સંસારને જીવવા દો. તમે સુખી થાઓ ને સંસારને જીવવા દો. યાદ રાખો કે જીવમાત્રને દુ:ખ અપ્રિય છે અને સુખ પ્રિય છે. માટે સર્વ
* सबे जीवा प्रियाउया, सुहसाया, दुक्खपडिकुला, अप्पियवहा, पियजीविणो, जीविउकामा । णातिवाएज्ज किचण | - आचारांग सेयंबरो य आसंबरो य बुद्धो वा तहय अन्नो वा । समभावभावी अप्पा लहई मुखे न संदेहो ।। - संबोधसत्तरी
પ્રેમનું મંદિર : મહાવીર D 123
122 D પ્રેમનું મંદિર