________________
અરે, પણ એ સાપ તો પરમ સાધ્વી ચંદનાના બિછાના તરફ આગળ વધ્યો. કાળવિષ સર્પ ! એના ફૂંફાડામાંય વિષ ઊછળતું હતું.
આર્યા ચંદનાનો હાથ લંબાઈને સર્પના માર્ગમાં આડો પડ્યો હતો. સર્પ એ જ રસ્તે આગળ ધસતો હતો. ઉંદરોની ડાકલી આ યમદેવના આગમનની વાતને જાહેર કરતી હતી. અભયને વરેલાં સાધ્વી મૃગાવતી રાણી ઊભાં થયાં. વિજળીની ત્વરાથી એમણે આર્યા ચંદનાનો હાથ ઉપાડી લીધો.
વિષધર નાગ પોતાનો માર્ગ નિષ્કટક જોઈ આગળ વધી ગયો, ને એક ખૂણામાં જઈને લપાયો.
ડાકલી હજી જોરજોરથી વાગી રહી હતી.
સાધુને શોભતી શ્વાનનિદ્રાવાળાં આર્યા ચંદના, કોઈનો હસ્તસ્પર્શ પામતાં, સફાળા જાગી ગયાં. જોયું તો પોતાનો હાથ સાધ્વી મૃગાવતીના હાથમાં !
આ શા માટે ? આર્યા ચમકી ઊઠયાં. એમણે પૂછવું : “મારો હાથ કેમ પકડ્યો ?”
મૃગાવતીએ સર્પની વાત કહી. ખૂણામાં છુપાયેલા કાળવિષ સર્પને આંગળી ચીંધી બતાવ્યો. સર્પના અસ્તિત્વને જાહેર કરવા વાગતી ડાકલી તરફ તેમનું લક્ષ
તપ, સંયમ ને આચાર વિશે વિચારે ચઢી ગયાં. રાત સુધી એ ઊંઘી જ ન શક્યાં. આખરે મધરાતની શીળી હવાએ એમના પર નિદ્રાનાં ધારણ વાગ્યાં.
સાધ્વી-રાણી મૃગાવતી સૂતાં જરૂર હતાં, પણ એમનું મન જાગ્રત હતું. પશ્ચાત્તાપનો પ્રચંડ અગ્નિ એમના આત્મકાંચનને તપાવી રહ્યો હતો. કોઈ અગ્નિપરીક્ષામાં એ પડ્યાં હતાં. મંથનનાં ઘમ્મરવલોણાં ચાલતાં હતાં. સંસારનું આખું સ્વરૂપ એમની સામે તાદૃશ થયું હતું.
સંસાર, સુખોપભોગ, સત્તા, સમૃદ્ધિ, જીવ, અજીવ, ધર્મ, અધર્મ, પુણ્ય, પાપ, જાણે સંસારને તપાવી રહેલાં તત્ત્વો એમને હાથ કંકણની જેમ પ્રત્યક્ષ થતાં ચાલ્યાં !
સાધ્વી ચંદનાને સૂતેલાં જોઈ સાધ્વી-રાણી મૃગાવતી બેઠાં થયાં ને મનથી એમને વંદન કરી રહ્યાં.
વંદન હજો એ અધમઉદ્ધારણે પ્રભુ મહાવીરને !” વંદન હજો મારાં પરમ ઉપકારી સતી-સાધ્વી ચંદનાને !”
વંદન કરવા મસ્તક નમાવતાં સાધ્વીરાણીનાં નેત્ર આગળ કોઈ અગમ્ય તેજનું વર્તુળ રમી રહ્યું. યુભિત હૃદયસાગરમાં જાણે એકાએક શાંતિના વાયરા વાયા. આહ ! મનમાં કેવો આહલાદ પેદા થયો ! ચિત્તમાં કેવી પ્રસન્નતા પ્રગટ થઈ ! દુઃખ , શોક, સંતાપ જાણે દૂર દૂર ચાલ્યાં ગયાં.
આંખ સામે જાણે અંધકાર નથી. સમસ્ત સંસાર જાણે એમનાં નેત્રો સામે પ્રત્યક્ષ છે.
ચર્મચક્ષુથી હવે શું નીરખવું ? ચક્ષુ બંધ હોય તોય એ બધું નીરખે છે ! હૃદયમાં તરંગહીન મહાસાગર આવી ઊભો છે. શાંતિ અનહદ ! સુખ અવ્યવહિત !
નિવાસસ્થાનમાં ઘોર અંધકાર વ્યાપ્યો હતો. એ ઘોર અંધકારને ભેદતાં સાધ્વીરાણીનાં નેત્રો ચમકી રહ્યાં. હવે પૃથ્વીના પટ પર એમને માટે ક્યાંય અંધકાર રહ્યો ન હતો. ભાલપ્રદેશ પર તેજનો પુંજ ને હૃદયપ્રદેશ પર શાન્તિનો સાગર લહેરિયાં લઈ રહ્યો હતો.
સાધ્વી-રાણીએ ભગવાન પાસે સાંભળ્યું હતું : “મહાજ્ઞાની ને મહાસાધકને છેવટે આવો જ્ઞાનપ્રકાશ લાધે છે. એ ત્રણે જગતને હાથમાં રહેલા આંબળાની જેમ પ્રત્યક્ષ જોઈ શકે છે.” અરે ! એ જ પ્રકાશ મને લાધ્યો !
મૃગાવતી અગમ્ય આનંદની પળોમાં ડોલી રહ્યાં. અરે, પણ આ શું ? ઉપાશ્રયમાં કાળો મણિધર નાગ !
વિષયવાસનાના અવતાર જેવો કાળો ભમ્મર નાગ ! જાણે પોતાના અંતરના વિષય-વિકાર પોતાનો દેહ છોડીને ભાગી છૂટ્યા !
136 પ્રેમનું મંદિર
ઉપાશ્રયમાં ઘોર અંધકાર વ્યાપ્યો હતો એટલે આર્યા ચંદના કંઈ નીરખી ન શક્યાં. એમણે જરા ઉગ્રતાથી પૂછયું :
ચોમેર કેવો ઘોર અંધકાર ફેલાયેલો છે ! હાથની હથેળી પણ દેખાતી નથી, તો તમે સર્પને કેવી રીતે જોઈ શક્યાં ?”,
“કોઈ અવર્ણનીય તેજપુંજ મારાં અંતરમાં પ્રગટ્યો છે. એ પરમ જ્યોતિમાં હું બહુ સ્પષ્ટ જોઈ રહી છું.”
મહાજ્ઞાનીને જે પ્રકાશ સિદ્ધ હોય છે, એવા પ્રકાશની તમે વાત કરો છો ?” ચંદનાએ જરા કટાક્ષમાં પૂછયું : શું તમને કેવળજ્ઞાન-ત્રિકાળજ્ઞાન થયું છે ?”
જી હા !” મૃગાવતીએ સ્વાભાવિકતાથી કહ્યું.
છટ !” આર્યા ચંદનાના મુખમાંથી તિરસ્કારસૂચક ઉચ્ચાર નીકળી ગયો. અરે, પોતાના જેવી જ્ઞાનવૃદ્ધ, સંયમવૃદ્ધ, આર્યાને હજી એ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, ને આજ કાલની સાધ્વીને આ ત્રિકાળજ્ઞાને ? ન ભૂતો ન ભવિષ્યતિ.
આર્યાએ પરીક્ષા માટે ગહન પ્રશ્નો પૂછવા માંડ્યા. મૃગાવતીએ સાવ સાદી રીતે એના ખુલાસા આપવા માંડ્યા.
આર્યા ચંદનાને ક્ષણવારમાં ખાતરી થઈ ગઈ કે મૃગાવતીનો બેડો પાર થઈ ગયો છે. એને નક્કી ત્રિકાળજ્ઞાન પ્રગટ્યું છે. આર્યા ચંદનાના મનમાં પશ્ચાત્તાપ
પ્રેમમંદિરની પ્રતિમા D 137