________________
મહાયોગી.
હવેલીના ભૂગર્ભમાં આવેલ ભોંયરામાં ચંદનરસ જેવી કોમળ ને ચંદન કાષ્ઠ જેવી કઠોર ચંદના ભૂખી ને તરસી બંદીવાન દેશમાં બેઠી હતી. રડવાનું તો એણે ક્યારનું છોડી દીધું હતું. કઠોર રીતે જ ડાયેલી બેડીઓ એનાં કોમળ અંગોને કઠી રહી હતી; ઉતાવળે મૂડ બનાવેલું મસ્તક કાળી બળતરા નાખતું હતું. ને સહુથી વધુ તો પોતાનું સ્વમાન હણાયું - પોતાને શિરે હલકટ આરોપ મુકાયો – એની સહસ્ત્ર વીંછીના ડંખ જેવી વેદના એના અંતરને વ્યાકુળ બનાવી રહી હતી.
પૃથ્વીને સ્વર્ગ સમી માની બેઠેલી ચંદના આજ પૃથ્વી પર નરકની ગંધનો અનુભવ કરી રહી હતી. શ્રુધાપૂર્તિની કોઈ સગવડ ત્યાં નહોતી, તૃષાતૃપ્તિનું કોઈ સાધન ત્યાં નહોતું, પણ રે ! એ ખુદ પોતે જ ઊંઘ, આરામ, સુધા કે તૃષા ભૂલી ચૂકી હતી. એના હૃદયમાં કોઈ સતીની ભડભડતી ચિતા જેવી અંતસ્તાપની સહસ ચિતાનો જલી રહી હતી, અરે , સતીની ચિતા તો સારી, એક વાર જલીને ખાખ થયે એનો છૂટકો થઈ જાય; આ તો ચિતા જેવું હૈયું અવિરત ભડકે બળી રહ્યું હતું, એમાંથી મુક્તિ ક્યારે ?
અતિ દુ:ખ મનનાં બિડાયેલાં દ્વાર ખોલી નાખે છે. વિપત્તિ વિરાગના દરવાજા ઉઘાડી આપે છે. કષ્ટ સહન કરતાં આવડે તો માણસ કુંદન બની જાય છે. જોતજોતામાં દીનહીન બનેલી, કચડાયેલી ચંદના સ્વસ્થ બની ગઈ. પુરુષાર્થથી પલટી ન શકાય એવી પળોને ‘પ્રારબ્ધની ભેટ’ સમજી એણે વધાવી લીધી. એ મનોમન વિચારી રહી :
“પૃથ્વીને નિષ્કટ કે ન માનવી. પૃથ્વી કાંટાથી ભરેલી છે. કાંટા તો સદા રહેશે. એમાંથી ફૂલ વીણવાની કળા શીખવી જોઈશે. સંસારમાંથી અનિષ્ટને કોઈ દૂર કરી
શક્યું નથી; અનિષ્ટનો ઇષ્ટમાં ઉપયોગ કરતાં જાણવું એ જ નિર્વાણનો સાચો માર્ગ છે. દુઃખ તો છે જ. એનો સુખની જેમ ઉપયોગ કરતાં શીખો એટલે બસ.”
ચંદનાની વિચારશ્રેણી ઉત્તરોત્તર વિશુદ્ધ થતી ચાલી. દિવસોની તપશ્ચર્યા ને મહિનાઓનો જ્ઞાનાભ્યાસ તેને જે વિરાગ ન આપી શકત, એ ત્રણ દિવસની કાળી કોટડીએ એને આપ્યો. એણે સંસારનું સ્વરૂપ પ્રત્યક્ષ કરી આપ્યું, કર્મનાં રહસ્યો તાદૃશ કરી દીધાં, પુરુષાર્થનો પ્રેરક સંદેશ સંભળાવ્યો !
દિવસ અને રાત વીતતાં ચાલ્યાં, પણ કોઈનું મોં ન દેખાયું. ચંદનાની વિચારશ્રેણી ઉત્તરોત્તર વિશુદ્ધ બનતી ચાલી, મહાન દુ:ખમાંથી ઊભો થયેલો માનવી કાંતો સંત બને છે, કાં શેતાન; કાં શ્રદ્ધાનો સાગર બને છે, કાં અશ્રદ્ધાનું આગાર બને છે ! ચંદના સંસારનું અનિત્યપણું, અસ્થિરપણું, અશુચિપણું ભાવી રહી. અરે, માણસ પણ પ્રારબ્ધનું રમકડું છે. દુઃખ પડે કોઈને શાપ આપવો, ને સુખ પડે કોઈને આશિષ આપવી, એ તો કેવળ ચંચળ મનનું જ પરિણામ છે.
ચંદના મનોમન કહેવા લાગી : “અરે, હું દુઃખી અવશ્ય હઈશ, પણ દીન તો નથી જ. જે દુ:ખમાં દીનતા ન હોય, તે દુઃખ ગૌરવની નિશાની છે. ચંદના, તું અલ્પ હઈશ, પણ અધમ નથી. તું હિણાયેલી હઈશ, પણ હીન નથી, રે ઘેલી, વિપત્તિની મધરાત વગર મહાસમૃદ્ધિનું પ્રભાત કદી ખીલે ખરું ?"
વાહ રે ચંદના ! તું શાન્ત, સ્વસ્થ, સ્થિરપ્રજ્ઞ બની ગઈ. દુ:ખમાત્રને સામે પગલે વધાવવા સજ્જ થઈને બેઠી.
ત્રણ રાત ને ત્રણ દિવસ વીતી ગયાં. કઠોર મનવાળી પણ કોમળ દેહધારિણી ચંદના યુધા-તૃષાથી નિર્બળ બનતી ચાલી; પણ એ તો દેહની નિર્બળતા હતી. દેહ નિર્બળ ભલે બને, અંદર રહેલો આત્મા શા માટે નિર્બળ બને ?
ચંદનાના આત્માએ દેહને ચોખું સંભળાવી દીધું હતું કે – તું નિર્બળ બનીશ, તોપણ હું નિર્બળ-લાચાર બનવા તૈયાર નથી. બહુ થશે તો તું મને છોડીને ચાલ્યો જઈશ, પણ એથી ડરે એ બીજા ! હું હાજ૨ હઈશ, તો મારે દેહનો તૂટો નથી; ને વળી જો એમ કરતાં તારો પીછો છૂટી જાય તો ગંગ નાહ્યા.
આ સાંભળીને કાયા તો બિચારી ડાહી થઈ ગઈ. એ જાણે કહેવા લાગી, “અરે, નગુરા આત્મા, આપણે તો જનમજનમનાં સાથી, ગાંડા, આવી વાતો કાં કરે ? તું કહીશ તેમ કરીશ, પણ તારા વગર મારું કંઈ જોર નહિ ચાલે, માટે જોજે એમ ને એમ મને કહ્યા વગર ભાગી છૂટતો !
આત્મા અને દેહનો આ અશ્રાવ્ય સંવાદ સાંભળી ચંદના મીઠું મીઠું મલકાય છે. પણ એ જાણે છે, કે હવે અહીંથી આત્મા અને દેહ બંનેને એકસાથે બહાર નીકળવાનો સર્વથા અસંભવ છે ! બનશે એવું કે કાયા તો બિચારી આ કારાગારમાં
મહાયોગી 37