________________
કારીગરોએ છ છ મહિના જેને વર્યું હતું એ જ આ હંસલક્ષણ વસ્ત્ર ! સોનેરી ને કેશરિયા કાંટનો એ જ ધૂપછાંવ રંગ ! અને એમાંથી દેખાતા એમના કંકુવરણા દેહનાં, રતિને પણ લજવે તેવાં અંગપ્રત્યંગ ! આ એ જ મૃણાલદંડ જેવા બાહુ ! આ એ જ કેળના થંભ જેવા બે પગ ! માથેથી મલીર ખસી ગયું છે. નાગપાશ જેવો કેશકલાપ ઉન્નત એવા વૃક્ષ:સ્થળ પર, કોઈ ખજાનાની રક્ષા કરતા ફણીધરની જેમ, હિલોળા લઈ રહ્યો છે !
અરે , છે કોઈ હાજર ?” મહારાજાએ સાદ દીધો. આજ્ઞા સ્વામી !''
“જાઓ, રાજ હસ્તી મોકલો ને રાજપોશાકની ભેટ આપીને પેલા યક્ષમંદિરના ચિતારાને જલદી રાજ દરબારમાં લાવો ! મહારાજ વત્સરાજની આસાઢનાં ભર્યા વાદળ જેવી કૃપા આજ વરસું વરસું થઈ રહી છે. આજે આખું આર્યાવર્ત વત્સરાજની ઉદારતા આંખ ખોલીને જોઈ લે !''
બારે મેઘ એક સામટા !' ધીરેથી બોલીને સેવકો આજ્ઞા ઉઠાવવા ચાલ્યા ગયા. ને વત્સરાજ પેલી અદ્ભુત અલૌકિક છબી તરફ મીટ માંડીને તલ્લીન થઈ ગયા. દેહનો એકેએક અવયવ પારદર્શક વસ્ત્રોમાંથી છાનો છાનો ડોકિયાં કરીને મનમાં સમાઈ જવા ચાહતો હતો, અરે આ ચિત્રિત જડ અંગોના સ્પર્શમાં પણ જાણે સ્વર્ગનું સુખ હતું !
શૃંગારભવનના જુદા જુદા ખંડોમાં ભિન્ન ભિન્ન રચના હતી. ક્યાંય ફૂંકાતા કરતા ફુવારા બધે શીતળતા પ્રસરાવતા. ક્યાંક સોનાદાનીઓમાંથી ધૂપનાં ગૂંચળાં ઊંચે આકાશમાં ચઢચા કરતાં. ક્યાંક આખોય ખંડ પ્રતિબિંબ પાડનાર અરીસાથી રચ્યો હતો, તો ક્યાંક પારદર્શક રંગબેરંગી કાચની વચ્ચે રાજા-રાણીનું સિંહાસન માંડી દીધું હતું.
ખાઘ, પેય ને શણગારની સામગ્રીના ખંડના ખંડ ત્યાં ભર્યા હતા. વાજીકરણોની કીમતી મંજૂષાઓ રાજવૈધે છલોછલ રાખી હતી. કદી નંદનવનની બહાર, કદી મલયાનિલના ઝંકાર, કદી માનસરોવરની મૃદુ લહેરો અહીં વાયા કરતી. રાજા ને રાણી શાસ્ત્રોમાં વર્ણવેલા સર્વ કામ પ્રકારોને અહીં સાક્ષાત્ કરતાં અને પૃથ્વી પર વસીને જીવતે જીવ સ્વર્ગનાં સુખ ભોગવતાં. રાજા-રાણીની અહીંની એક રાત્રિનું મૂલ્ય કૌશાંબીની આખી પ્રજાનું એક દહાડાનું ધન હતું. અહીં રાજા-રાણી સ્વર્ગનો સ્વાદ માણતાંકોઈ મૂખ એમ પણ કહેતા કે નરકે પણ અહીં જ વસતું હતું, કોના માટે ? એ પ્રશ્ન અધૂરો રહેતો. સ્વામીનો વિલાસ સેવકનું મૃત્યુ !
ભોગવિલાસનાં સાધનો, હીંડોળાખાટો, સિંહાસનો, ગાલીચાઓ, સુગંધી તેલભર્યા દીવાઓ ને અત્તરથી મહેકતાં ફૂલદાનો, હાથીદાંત ને સુવર્ણની દીપિકાઓ, રત્નજડ્યાં
46 પ્રેમનું મંદિર
પાંજરામાં કામસૂત્ર રટતાં પંખીઓ અહીં શોભી રહેતાં.
વત્સરાજ ચિત્રની નજીક સર્યા. પૂર્ણિમાના ચંદ્ર સમું મુખડું, મદભર્યા નયન, કમળદંડ જેવી નાકની દાંડી, મોહના મહાપાશ સમા લટકતા બાહુ, નેત્રના ખંજનપણીને વારે વારે ચમકાવતી મદભરી પાંપણો, પોતાનું પ્રતિબિંબ પાડતાં કર્ણફૂલ, કંબુ જેવી ગ્રીવાને કોઈ પણ પુરુષને પાગલ બનાવતો કામણગારો અંગભંગ, સિહની કટી જેવી પાતળી, ગૌર અને લચ કાળી કમર ને એના પર શેષનાગના જેવો કંદોરો, અર્ધકુસુમિત એ અધોવસ્ત્ર ને... - વત્સરાજનાં નેત્રો સૌંદર્યસુધાનું પાન કરવામાં તલ્લીન હતાં. એમનું હૈયું આવું ભુવનમોહન સૌંદર્ય પોતાના અંતઃપુરમાં હોવાનો ગર્વ ધરી રહ્યું હતું. ૨, આર્યાવર્તના રાજાઓ એક વાર મારા અંતઃપુરની આ મહાશોભાને નીરખી લે તો ! એમના વિલાસો એમની જ મશ્કરી કરતા ભાસે. એમની સૌંદર્યોપાસના એમને જ શ્રીહીન લાગે. બિચારા એવા ભોંઠા પડે કે પોતાનાં અંત:પુર પોતાને હાથે જલાવી ખાખ કરી સંન્યાસી બની જાય, ને બીજા ભવમાં આવું રૂપ જોવા મળે એ માટે શેષ જીવન તપશ્ચર્યામાં વિતાવી દે !
યક્ષમંદિરના ચિતારા રાજ શેખરે અદ્ભુત કળા દાખવી હતી. વસ્ત્ર તો એણે પહેરાવ્યાં હતાં, છતાંય એ પારદર્શક રંગોમાંથી રાણીના ઘાટીલા અવયવો સુસ્પષ્ટ દેખાતા હતા. અને તે કેવાં ! ન એક અતિ સ્થૂલ છે, ન એ કે અતિ સૂયમ છે. ન દીધું છે, ન હસ્વ છે ! કોઈ વ્યાકરણી જે કાળજીથી વાક્યની રચના કરે, કોઈ કવિ જે જાતનાં પ્રાસ-મેળમાત્રી સાથે કાવ્યની રચના કરે, એ રીતે ચિતારાએ આ ચિત્રકાવ્યની રચના કરી હતી.
“વાહ, વાહ ! નારીનો દેહ તો કામદેવનો ભાગ છે.” રાજાજીને કથાવાર્તા કરનાર પુરાણીજીનું વચન યાદ આવ્યું, ને ચિત્ર જોવાની તલ્લીનતા વધી, કેળના જેવા પુષ્ટ જઘનપ્રદેશ પર એમની દૃષ્ટિ સ્થિર થઈ રહી. મોહમૂછ આવી જાય એવી પળો હતી. કવિઓની ઉપમાઓ ને રસશાસ્ત્રીઓના અલંકારો ત્યાં ફિક્કા પડતા હતા. અરે, કયો કવિ આ અનુપમ અવયવોને યોગ્ય શબ્દોમાં વર્ણવી શકશે ?* - વત્સરાજ આગળ વધ્યા. અચાનક એમને ચિત્રના અધોભાગ પર કંઈક કાળા ડાઘ જેવું દેખાયું. એમની નજર ત્યાં ખોડાઈ ગઈ. સુવર્ણની થાળીમાં લોઢાની મેખ જેવા આ બે નાનાશા ડાઘ શા ? બીજી જ ક્ષણે એમની દૃષ્ટિ ને સ્મૃતિ સતેજ બની : અરે , એ તો પ્રિય રાણી મૃગાવતીના જઘનપ્રદેશ પરના બે તલ ! સૌંદર્યનું છૂપું રહસ્ય
* કોઈ વાચક આ વર્ણનને કપોલકલ્પિત ન લેખે. આજે પણ આવાં શંગારભવન મોજૂદ છે ને અનેક ચિત્રકારો એવા મહેલને શણગારવા માટે નગ્ન ચિત્રોની જોડીઓ બનાવે છે.
પોતાના જ પડઘા 47