________________
અને ત્રીજી જ ક્ષણે વિચાર આવ્યો, કે મારી રાણીના જઘનપ્રદેશ પરના તલની ચિત્રકારને ક્યાંથી ભાળ મળી ?
વત્સરાજ થોભી ગયા. વિલાસી રાજવી એ વાતનો પોતાના વાસના ને વિલાસથી પરિપૂર્ણ મનથી તાપ મેળવવા લાગ્યા. પોતાના ટૂંકા ગજથી દુનિયાને
માપવા ચાલ્યો.
ચિત્ર ચિત્રને ઠેકાણે રહ્યું, ને રાજાજીનું ચિત્ત ચિત્ર વિચિત્ર કલ્પનાઓના રમણે ચઢી ગયું. એમણે બાજુના અરીસામાં પોતાનું રૂપ નિહાળ્યું. પછી રાણીના ચિત્રને નિહાળ્યું. પછી એ રૂપને પોતાના રૂપ સાથે સરખાવ્યું. અરે, કેટલું ટાપટીપવાળું છતાં પોતાનું કેવું કદર્થિત રૂપ ! મુખ પર અતિ વિલાસની નિસ્તેજતા છે. ભસ્મ ને માત્રાઓથી આણેલી તાકાત, જલદી સળગીને રાખ થઈ જનાર પદાર્થની જેમ, પોતાની આછી આછી કાળાશ બધે પાથરી બેઠી છે ! દેહમાં અશક્તિની છૂપી કંપારીઓ ભરી છે. અરે, પ્રિયતમાને બાથમાં લઈ કચડી નાખનારું પુરુષાતન તો ક્યારનું અકાળે અદૃશ્ય થઈ ગયું છે. આ તો ઝટઝટ બુઝાઈ જતી અને વારંવાર સતેજ કરાતી સગડીની ઉષ્મા છે. નિર્બળ હૈયામાં પ્રશસ્ત ને નિર્દોષ શૃંગારને બદલે અશ્લીલ અશક્ત શૃંગારે સ્થાન લઈ લીધું છે.
ક્યાં અમાવાસ્યાના અંધકાર જેવો હું ને ક્યાં પૂર્ણિમાની ચાંદની જેવી મૃગાવતી ! ક્યાં અનેક પત્નીઓ ને ઉપપત્નીઓથી ખંડખંડ થયેલા અરીસા જેવો હું, ને ક્યાં શુકલ પક્ષના ચંદ્રની જેમ રોજ રોજ વધતું મૃગાવતીનું બિલોરી કાચ જેવું રૂપ ! હું કદાચ મૃગાવતીથી તૃપ્ત હોઉં; પણ એ મારાથી...? ને શાંતિના સામ્રાજ્યમાં એકાએક શંકાનો જ્વાલામુખી ઝગી ઊઠ્યો. વત્સરાજના વિલાસી મનના દાબડામાં પુરાયેલી અનેક કુશંકારૂપી પિશાચિનીઓ દાબડાનું મોં ખૂલી જતાં, સ્વયમેવ જાગીને – સાપણ પોતાનાં જણ્યાંને ખાય તેમ એમના જ ચિત્તને ફોલી ખાવા લાગી. એમને પુરાણીજીની પેલી બ્લોકપંક્તિ યાદ આવી ગઈ :
स्त्रियाश्चरित्रं पुरुषस्य भाग्यं देवो न जनाति कुतो मनुष्यः Ix
રાજા વિચારતો ગયો તેમ તેમ એના મનમાં છુપાયેલો દ્વેષ ધૂંધવાવા લાગ્યો. એનાં ગૂંચળાં રાજા શતાનિકના મનને વધુ ને વધુ વ્યગ્ર બનાવવા લાગ્યાં.
સંસારની એ ખૂબી છે, કે કામી કામદષ્ટથી જ, લોભી લોભદૃષ્ટિથી જ આખી દુનિયાને મૂલવે છે ! યોગી યોગીની દૃષ્ટિએ ને ભોગી ભોગીની દૃષ્ટિએ ! યોગીને મન ગમે તેવું સૌંદર્ય હાડ-ચામનો માત્ર માળો છે; ત્યારે ભોગીનું જગત એમાં કંઈ કંઈ અવનવું ભાળે છે. એ વેળા સંયમ કે પવિત્રતા જેવી વસ્તુ સંસારમાં સંભવી શકે
x સ્ત્રીનું ચરિત્ર ને પુરુષનું ભાગ્ય દેવ પણ જાણતા નથી, તો પુરુષની શી મજાલ કે તે જાણે ? 48 – પ્રેમનું મંદિર
અને મનુષ્ય હોંશે હોંશે એને પાળી શકે, એની કલ્પના કરવા માટે પણ ભોગીનું મન અશક્ત હોય છે. ભૂખ્યા અખાજ ખાય, એ એની માન્યતા. અખાજ ગમે તેવી ભૂખ હોય તોપણ ન ખવાય, એ વાત એને ન સમજાય.
રાજા વિચારની ઊંડી અતળ ખીણમાં સરતો ચાલ્યો.
એને યાદ આવ્યું પેલું શાસ્ત્રવચન : “સ્ત્રીનો કામ છાણા જેવો છે; પ્રગટ્યા પછી બુઝાવો સહેલ નથી. પુરુષનો કામ લાકડા જેવો છે; જલદી પ્રગટે છે, જલદી બુઝાય છે. સ્ત્રીનો કામ પુરુષથી આઠગણો છે !”
અરે, જો એમાં સત્ય હોય તો મને એક પુરુષને સો રાણીઓથી સંતોષ નથી, તો આઠગણા વધુ કામવાળી સ્ત્રીને સંતોષ માટે ૮૦૦ પુરુષ ન જોઈએ ? તો આ અનુપમ રૂપર્યાવના મૃગાવતીને ખંડિતમંડિત-ટુકડા જેવા મારા જેવા એકમાત્ર પતિથી કેમ સંતોષ થાય ? બિચારો રાજા અંકગણિતના આંકડાઓની આંટીઘૂંટીમાં પડી ગયો. સરવાળા-બાદબાકીના જડ અંકોથી દાંપત્યના અંકોને એ ગણવા લાગ્યો. થોડા વખત પહેલાં બનેલી ને શાસ્ત્રીજીએ ભરસભામાં રસિક રીતે કહી સંભળાવેલી એક એવી ઘટના એના સ્મરણમાં ચડી આવી મન મરકટને નીસરણી મળી.
ક્ષણવારમાં મૃગાવતીની સુંદર છબી જાણે ફલક પરથી ભૂંસાઈ ગઈ અને નારીજીવનની એક અધમ કથા એ ફલક પર અંકાતી રાજા નીરખી રહ્યો. મનના ઉધામા અપૂર્વ હોય છે.
“ચંપાનગરીમાં એક બ્રાહ્મણ રહે ! એને બે બાળક : એક દીકરો ને બીજી દીકરી. દીકરો દૂધની ખીર જેવો, પણ દીકરી ખાટી છાશ જેવી ! જન્મી ત્યારથી રડતી, છાની જ ન રહે. કજિયા તો એવા કે જેનો પાર નહીં; બહુ હુલરાવે તોય છાની ન રહે !મા ને બાપને તો રાત-દહાડાના ઉજાગરા થાય. એ તો બિચારાં એને હીંચોળીને, હાલરડાં ગાઈને, હુલાવી-કુલાવીને અડધાં થઈ ગયાં, પણ રડતી બંધ રહે એ બીજી ! ભારે વેવરણ !
“એક દહાડો બહેનને ભાઈને ભળાવી માબાપ અનેક રાતની ઊંઘ કાઢવા બીજે જઈને સૂતાં. ભાઈ તો બહેનને ખૂબ પંપાળે પણ છાની ન રહે ! એમ કરતાં કરતાં એનો હાથ પેઢુના નીચેના ભાગ પર ગયો ને ટપ લઈને બહેન છાની રહી ગઈ ! થોડી વારે ફરી રડી. વળી એણે એ ભાગ પંપાળ્યો ને બાળકી છાની રહી ગઈ. છોકરો આશ્ચર્યથી જોઈ રહ્યો પણ પછી તો એને બહેનને છાની રાખવાની જાણે તરકીબ મળી ગઈ. બહેન પણ ત્યાં સ્પર્શ થાય કે રડતી તરત શાન્ત થઈ જાય ને ઘસઘસાટ ઊંઘે ! મા-બાપને નિરાંત વળી.
“બંને કિશોર વયમાં આવ્યાં. ભાઈ તો શરીરે અલમસ્ત બન્યો; શાસ્ત્ર કરતાં શસ્ત્રના અભ્યાસમાં કુશળ નીકળ્યો. શેરીમાં, ગલીમાં ને શહે૨માં એ દાદાગીરી કરતો પોતાના જ પડધા D 49