________________
પડતાં દોડ્યા જતા રાજવી આજ કંઈક લાગણીહીન લાગ્યા. “મંત્રીરાજ, તમે તો ધર્મના જાણકાર છો. આ વિષયમાં તમારો અભિપ્રાય શું છે ?”
“મહારાજ, અપરાધમાં સંદેહ ઊભો થાય છે. સંસારમાં ઘણી વાતો એવી હોય છે, કે એનો સાદી સમજ અને ચાલુ રીતથી ન્યાય તોળી ન શકાય. કેટલાંક રહસ્યો ભારે ગુઢ હોય છે, અને તેથી જ જ્યાં જરા જેટલો સંદેહ ઊભો થાય ત્યાં આરોપીને શિક્ષા ન થઈ શકે, એવો પવિત્ર ન્યાયનો જૂનો કાનૂન છે. માણસ માત્ર-પછી ભલે ને ગમે તેવો સમર્થ હોય, એ પણ-ભૂલે છે : રાજા પણ ભૂલે અને ભલભલા ન્યાયશાસ્ત્રી પણ ભૂલે !"
મંત્રીરાજ ! તમે માનો છો ખરા કે ચિતારાએ ઔચિત્યભંગ કર્યો છે ? " શરદ નીવ૮ ના રીવે નાવરાવે વસ્ત્રોની નીચે કોણ નગ્ન નથી ? છતાં શું બધાં નગ્ન થઈને ફરશે કે ?" રાજાજી સત્યને અવળી રીતે રજૂ કરતા હતા. એમની કલ્પનાની ભૂમિમાં જુવાન ચિતારાના રમ્ય અવયવો જાણે રાણી મૃગાવતીને સ્પર્શતા દેખાતા હતા. અરે, એ નયનો સામે નજર નોંધનારનાં નેણ કઢાવું, આંગળી ચીંધનારના હાથ વઢાવું, હોઠ હલાવનારની જીભ વઢાવું, એનાં...” વત્સરાજની કલ્પનાભૂમિ હાહાકાર કરી ઊઠી.
- “રાજન્ ! સજા તો જે કરવી ઘટે તે કરજો, કારણ કે આજે હું તમારે વશ છું; અહીંથી તમારી મરજી વગર મારો છુટકારો અશક્ય છે, પણ આપને વાસ્તવની દુનિયાને યાદ કરવા વીનવું છું. વિલાસભૂખ્યાં રાજા-રાણીઓને શું આવાં ચિત્રોનો શોખ નથી ? હજી તો મેં આમાં ઘણી મર્યાદાઓ જાળવી છે; પારદર્શક વસ્ત્રોનો પડદો રાખ્યો છે; અને ફક્ત એકાકી સ્ત્રીનું જ ચિત્ર દોર્યું છે, પણ કેટલાક વિલાસ શોખીન રાજાઓએ તો પોતાની પત્નીઓની સાથે, સાવ નગ્ન અને કેવળ નગ્ન પણ નહિ...” કયા શબ્દોમાં એ નગ્ન વાસ્તવિકતાને રજૂ કરવી એ ચિત્રકારને ન સૂઝયું.
“મંત્રીરાજ ! ચાલક ગુનેગાર સાથે હવે વધુ વાર્તાલાપ કરવાની ધીરજ મારી પાસે નથી. તમને પૂછું છું, કે શું એણે ઔચિત્યભંગ નથી કર્યો ? તમે લાખ કોશિશ કરો પણ પાકો ચોર કદી પોતાને ચોર નહીં કહેવરાવે !"
“મહારાજ , ઔચિત્યભંગ તો થયો છે.” તો બસ, મારી સજા છે કે...”
હાં હાં, પ્રભુ ! સજા વિચારીને કહેજો ! કલાકારની સજા શું હોય તે તો આપ જાણો છો. નાગને માથેથી મણિ લઈ લો, કલાકારની પાસેથી કલા લઈ લો, પછી બેમાંથી એકેને હણવાની જરૂર નથી. આપ દયાનિધિ છો, વિવેકવારિધિ છો. શાસ્ત્રમાં કહ્યું છે, કે જ$ ઝન રસનાની – રાજા એક જ વાર બોલે. માટે એવું બોલજો કે મારે વિનંતી કરીને એમાં ફેરફાર કરાવવો ન પડે ! વત્સરાજનો ન્યાય
58 p પ્રેમનું મંદિર
ઝાંખો ન પડે ! ભરતકુલભૂષણના સિંહાસનને ઝાંખપ ન લાગે !”
ભારે જિદ્દી છો, મંત્રીરાજ ! બીજો રાજા હોત તો તમારી આટલી વાત પણ ન સાંભળત...”
“અરે, મારા સ્વામી ! એ પણ જાણું છું કે વચ્ચે આટલી પણ રોકટોક કરત તો અપરાધીની સાથે મારું મસ્તક પણ ઊડી જાત. પણ આ તો વત્સરાજનો દરબાર છે. ગરીબ પારેવાને પણ પોતાની પાંખ ફફડાવીને પોતાનો પક્ષ રજૂ કરવાનો અહીં હક છે.”
“વારુ, વારુ મંત્રીરાજ ! મારા મનમાં પણ હજી સંદેહ જ છે. બીજા પક્ષને સાંભળ્યો પણ નથી. આપણે એને સંદેહનો લાભ આપીએ, પણ સાથે સાથે એક અનિષ્ટને હળવું કરીએ. આવા ચિતારાઓએ રાજાઓનાં અંત:પુર, જે મૂળથી જ વિલાસ-વાસનાના માંડવા હતાં, એમાં ચિતરામણો આલેખી ભડકા લગાડી દીધા છે.
જ્યાં જઈએ ત્યાં એવાં ચિતરામણ કર્યા છે, કે અમારાં હૈયાં ઊકળતાં જ રહે; અમારી આંખો આંધળી જ થઈ જાય. એ પાપાત્માને બીજી શિક્ષા તો નથી કરતો, ફક્ત એટલો હુકમ કરું છું, કે એના જમણા હાથનો અંગૂઠો કાપીને એને વત્સદેશની બહાર કાઢી મૂકો ! ફરી વત્સદેશની હદમાં દેખાય તો તરત ગરદન મારવો !”
વત્સરાજ સજા સંભળાવીને વધુ વાર ન થોભ્યો. એ અંતઃપુરમાં ચાલ્યા ગયા, પણ મૂછિત મહારાણીના આવાસ તરફ ન જતાં એ બીજી તરફ ચાલ્યા. વિધવિધ સામગ્રીઓથી શણગારેલા, હાથીદાંતની કમાનોવાળાં, સોના-રૂપાની છતવાળાં, સુગંધી દીપકોવાળાં ભવનોમાંથી એ પસાર થવા લાગ્યા, આર્યાવર્તના મશહૂર ચિત્રકારોએ નિર્માણ કરેલાં વિધવિધ ભાવોને તાદૃશ કરતાં ચિત્રપટો ત્યાં લટકતાં હતાં.
એક ચિત્રની પાસે આવતાં વત્સરાજ જરા થોભી ગયા.
એ ચિત્રમાં ગિરનારની ગુફામાં, વરસાદનાં પાણીથી પલળેલાં દેવી રાજુલ પોતાનાં વસ્ત્ર અળગાં કરીને સુકવતાં દેખાતાં હતાં, ને દૂરથી ભગવાન નેમિનાથના ભાઈ રહનેમિ કામવશ થઈને એ સુંદર કાયાને નીરખી રહ્યા હતા !
નિર્લજ્જ ચિત્રકાર ! શું દેવી રાજુલનો આવો પ્રસંગ આળેખી શકાય ? અરે, નીરખીને આલેખી શકાય ? ગમે તેવો પુત્ર માતાની નગ્નતા નીરખી શકે ? અરે, નીરખીને આળેખી શકે ? ધિક્કાર હજો મને, કે આ છબીઓ મેં નીરખ્યા કરી ને વખાણ્યા કરી. ધર્મને નામે પણ કેવળ કામને જ પોપ્યો ! વત્સરાજે હાથમાં રહેલા રાજદંડથી એ છબીને તોડી નાખી નષ્ટભ્રષ્ટ કરી નાખી !
જરા આગળ વધ્યા ત્યાં બીજું ચિત્ર આવ્યું. ચિતારાએ એમાં સુવર્ણ રંગો પૂરીને અજબ કારીગરી આણી હતી. એ ચિત્ર પ્રસન્નચંદ્ર રાજવીના પુત્ર વલ્કલચીરીને જંગલનું જીવન છોડાવીને શહેરમાં આણવા ગયેલી વેશ્યાઓનું હતું. જીવનભર સ્ત્રીને ન નીરખનાર પેલા વનમાનવ જેવા વલ્કલચીરી પાસે પોતાના ઉન્નત વક્ષ:સ્થળનો
કોણ કોનો ન્યાય કરે ? 1 59.