________________
દષ્ટિ તેવી સૃષ્ટિ
બિસ વીતી ગયા ને ચંદના તો પાછી હતી તેવી થઈ ગઈ. એ જ કામકાજ , એ જ નૃત્ય-ગાન, એ જ આનંદ-ઉલ્લાસ, પણ વચ્ચે વચ્ચે ચંદના કદી ગંભીર બની જાય છે, અને માતા તુલ્ય મૂલા શેઠાણીના પ્રેમપુષ્યમાં કોઈક ઝીણો કેટક ખૂંચ્યા કરે છે. પણ મસ્તીભરી ચંદના બીજી પળે, ભાવિના ખોળે બધું મૂકી, આનંદમાં ડોલવા લાગે છે.
ધનાવહ શેઠ તો એના જીવનદાતા છે. ચંદના એમના માટે જીવ આપીને પણ કંઈ સેવા થઈ શકતી હોય તો સેવા આપવા તૈયાર છે. અરે, રાજવંશની કેટલીય રૂપાળી છોકરીઓ ગુલામડી તરીકે પકડાયા પછી કેવી દુર્દશા પામી હતી ! અને પોતે ? આજે એના તરફ કોઈ ઊંચી આંખે જોઈ શકે તેમ પણ નહોતું.
પણ જે દિશામાંથી રોજ મીઠા સૂરો આવતા, ત્યાંથી આજ અગ્નિની ઝાળો આવતી હતી. વાતાવરણ ભારેખમ હતું. આજ સવારથી શેઠાણી ને ભેરવી ઘરમાં નહોતાં. શેઠ બહાર કામે ગયા હતા.
વૈશાખનો મહિનો આંતરબાહ્ય તપતો હતો. ચંદનનાં કચોળાં ને શીતળ પેય વગર રહેવાય એમ નહોતું. સુંદર વીંઝણા ને દહીં-શીખંડનાં ભાણાં પાસે તૈયાર હતાં.
મૂલા શેઠાણી નહોતાં એટલે ચંદનાએ શેઠના સ્વાગતનો ભાર સ્વયં ઉપાડી લીધો હતો. એણે પાદપ્રક્ષાલનથી માંડીને ઠેઠ આરામ માટેની સેજ સુધીની બધી વ્યવસ્થા કરી હતી. ચંદનાના હાથમાં ચમત્કાર હતો, એનો હાથ જે ચીજ પર ફરતો તે જાણે પલટાઈ જતી. બારીઓમાં કેવડાના સુગંધી ગુચ્છા લટકાવ્યા હતા ને પલંગ પર બટ-મોગરાની ઝીણી ચાદર ગૂંથીને બિછાવી હતી. પોતાના જીવનદાતા માટે તો ચંદના પોતાનું કોમળ હૈયું પણ બિછાવવા તૈયાર હતી.
શેઠના આવવાનો સમય થતો જાય છે, પણ શેઠાણી ન જાણે હજી કેમ ન આવ્યાં ? અરે, વસંતના દિવસો છે. શેઠ બહારના તાપથી આકુળ ને અંદરની યુધાથી વ્યાકુળ આવશે. એમના પગ ધોવાનું, જમવા બેસાડવાનું ને છેવટે વીંઝણો ઢોળી થોડી વાર આરામ આપવાનું કામ શેઠાણી વિના બીજું કોણ કરશે ? થોડી વાર વિચાર કરીને શેઠાણીની ગેરહાજરીમાં ચંદના પોતે તે સેવાકાર્ય બજાવવા સજજ થઈ.
એક દાસીએ કહ્યું : “મૂલા શેઠાણી આજે પોતાને પિયર જવાનાં હતાં; કદાચ સાંજે પણ ન આવે !”
ચંદના કહે : “વારુ, એમને કહેજો કે શેઠની ચિંતા ન કરે. હું બધું સંભાળી લઈશ.”
ભોળી ચંદના તૈયારી કરતાં કરતાં હર્ષાવેશમાં આવી ગઈ. એણે ઘણા દિવસથી સંગ્રહી રાખેલું લાલ કસુંબલ ઓઢણું કાઢવું, નાનાં નાનાં આભલાંથી જ ડેલું ચુંકીપટ કાઢવું, ને પાની સુધી ઢળતા કેશ સુગંધી તેલ નાખીને હળવે હાથે બાંધી લીધા.
હર્યાભર્યા વનની પોપટડી જેવી ચંદનાએ બધી તૈયારીઓ કરી લીધી. એક બાજઠ પર બેસીને એ ધનાવહ શેઠની રાહ જોવા લાગી, અરે, પોતાના પિતાનુંપોતાના જીવનદાતાનું-સ્વાગત પોતાના હાથે કરવાની અમૂલ્ય તક આજે મળી હતી !
ચંદના આજ જોયા જેવી બની હતી : છલકતું રૂપ કોઈ કવિનું જીવંત કાવ્ય બની બેઠું હતું.
જાણે દેવી વાસંતિકા નવવસંતના સ્વાગતે સજ્જ બેઠી હતી. જે રૂપમાં સંસાર સદા વિકાર જોવા ટેવાયો છે, એમાં વિશુદ્ધિનાં દર્શન કરતાં શીખે તો માનવદેહની નિંદા કરનારા કવિઓ જરૂર લાજી મરે !
ધનાવહ શેઠ હંમેશથી કંઈક મોડા ઘેર આવ્યા. ચંદના સ્વાગત માટે દોડીને દ્વાર સુધી પહોંચી ગઈ. એણે શેઠના હાથમાંથી લાકડી લઈ લીધી. લાકડીને હાથમાં રમાડતી ચંદના શેઠને સુખડના બાજઠ સુધી દોરી ગઈ. પછી શેઠને બાજઠ પર બેસાડી, પોતે તેમના માટે તૈયાર કરેલ ખાટા આમ્રફળનું પાણી લઈ આવી. ઉનાળામાં તાપમાં ગરમ લૂ લાગી, હોય તો આ પાણીથી દૂર થાય, એ ચંદના જાણતી હતી.
અરે ચંદના, આ ચીકણું ચીકણું જ છળ શાનું છે ?"
એ આવુ જળ છે. લૂ લાગી હોય તો એથી નષ્ટ થઈ જાય. જુઓ ને, તાપ કેટલો સખત પડે છે !''
- “અરે ચંદના, તું કેટલું વહાલ બતાવે છે ! મારા જેવો ભાગ્યશાળી શેઠ આખી કૌશાંબીમાં બીજો નહિ હોય. મનમાં એવું થાય છે કે તારા જેવી પર તો પેટનાં સાત સાત દીકરાદીકરી ઓળઘોળ કરું !
“ખોટી મશ્કરી કરી કોઈને શરમાવો નહિ, શેઠજી ! તમારા માટે તો મારા
દૃષ્ટિ તેવી સૃષ્ટિ 19