________________
ચર્ચા કરે છે ત્યારે જ તેમની પંથમુક્ત દૃષ્ટિ જોવા પામીએ છીએ. દા.ત. ચાલી આવતી પરંપરા પ્રમાણે સાધુઓ કે જાતિઓ રાજ્યાશ્રય દ્વારા ધર્મપ્રચારમાં માનતા, અને તે માટે રાજાને કે બીજા કોઈ સત્તાધારીને રિઝવવા બ્રાહ્મણો અને બૌદ્ધ ભિક્ષુકોની પેઠે વિવિધ પ્રયત્ન કરતા. જૈન પરંપરામાં પેસી ગયેલ ધર્મપ્રચારમૂલક આવી ગુલામી અને આત્મશ્રદ્ધાના મેળાપ સામે જયભિખ્ખુએ ‘ભાગ્યનિર્માણ'માં ઠીક ઠીક ટકોર કરી છે. એ ઐતિહાસિક સત્ય છે, કે વિદ્વાનો અને ત્યાગીઓ એક અથવા બીજા બહાના તળે, સત્તાધારી અને ધનપતિઓના ગુલામ બન્યા, અને જતે દિવસે તેમણે પોતાની વિદ્યા અને પોતાના ધર્મને શુદ્ધ રૂપમાં રહેવા ન દીધાં. દેશ-પતનની સાથે માનવતાનું પણ પતન થયું અને ધર્મને નામે પંથો પરસ્પર સાઠમારીમાં ઊતરી પડ્યા. પંથના અનુયાયીઓ પણ સમગ્રનું હિત વિસારી ખંડ ખંડ બની છાવણીમાં વહેંચાઈ ગયા, અને પછી તો કોઈ એક જ પંથના વાડાઓમાં પણ ક્લેશ-દ્વેષનો દાવાનળ પ્રગટ્યો. એટલે સુધી કે તેને લીધે જ્ઞાતિનું બળ તૂટ્યું, મહાજનનો મોભો ગયો, શેઠાઈ માત્ર વારસાગત રહી અને મોટે ભાગે તે દલિતો, ગરીબો ને અસહાયની વહારે આવવાને બદલે તેમને જ વધારે કચરવા લાગી ! એ સત્યને જાણે જયભિખ્ખુએ પિછાન્યું ન હોય તેમ એવા અનિષ્ટથી સમાજને બચાવવા માટે તેમણે હેમુને યુદ્ધમાં જિતાવવા માટે જપ અને મંત્રતંત્રમાં પડેલ ત્યાગવેશધારી જૈન તિની ઠીક ઠીક સમાલોચના કરી છે, અને સૂચવ્યું છે, કે જો કોઈ ધર્મમાર્ગ સ્વીકારો તો પછી એને જ રસ્તે ચાલો, અને અધર્મનાં કાંટા-ઝાંખરાંને ધર્મનો આંખો સમજવાની ભૂલ ન કરો, ન બીજાને ભૂલમાં રાખો. મારી દષ્ટિએ માત્ર જૈન પરંપરાને જ નહિ, પણ બધી જ ધર્મપરંપરાઓને એમની ચેતવણી ખાસ ઉપયોગી છે.
જયભિખ્ખુ અનેક પ્રસંગે વિશ્લેષણ ઠીક ઠીક કરે છે. હું માનું છું કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય કેમ ન હોય, તેના વાંચનારમાં સત્-અસત્ વચ્ચેનું અંતર કરવા અને પારખવાની વિવેકદૃષ્ટિ વિકસવી જ જોઈએ. જો સાહિત્ય એ કામ ન કરી શકે તે ગમે તેવું હોય છતાં બુદ્ધિ માટે બોજરૂપ જ છે. આ કસોટીએ પણ તેમની નાની-મોટી વાર્તાઓ વાચકને ઉપયોગી થશે, એમ મને લાગે છે. દા.ત. પ્રસ્તુત ‘મત્સ્ય-ગલાગલ' નવલનું પ્રકરણ ‘મરીને માળવો લેવાની રીત' જુઓ. એમાં ગાંધીજીના હૃદયપરિવર્તનનો અથવા એમ કહો કે પ્રાચીન ‘અવેરેણ ય વેરાણિ’નો સિદ્ધાંત વ્યક્ત કરવા કરેલું નિરૂપણ વાંચનારમાં વિવેકબુદ્ધિ જાગ્રત કરે છે. એ નિરૂપણ ઉદયન, વાસવદત્તા વગેરે, દિલ સાફ કરી, નિર્ભયપણે, પોતાને હડાહડ વિરોધી માનતા ચંડપ્રકૃતિના પ્રદ્યોત સામે જ્યારે જાય છે ત્યારે બરાબર ઉપર્યુક્ત સ્થાને આવે છે.
જયભિખ્ખુની વાર્તાઓમાં અનેક વાર દીર્ઘતપસ્વી મહાવીરનું પાત્ર આવે છે. જેને માત્ર પંથદૃષ્ટિએ વિચારવાની ટેવ પડી હોય તે સહેજે એમ માનવા લલચાય
१८
કે જયભિખ્ખુની દૃષ્ટિ માત્ર મહાવીરમાં બદ્ધ છે. પણ મને એમના સાહિત્યનો પરિચય એમ કહેવા લલચાવે છે કે તેમણે જન્મસંસ્કાર-પરિચિત નિગ્રંથનાથ મહાવીરને તો માત્ર અહિંસા અને ક્ષમાના પ્રતીક રૂપે ઉલ્લેખ્યા છે. એ દ્વારા તે બધા જ અહિંસા અને ક્ષમાના અનન્ય ઉપાસક ધર્મવીરોનો આદર્શ રજૂ કરે છે. આપણે વાચકો અને સમાર્લોચકોએ લેખકના મનની વાત જાણીને જ તેના વિશે અભિપ્રાય બાંધવો જોઈએ, નહિ કે નામ અને પરંપરાને આધારે. કોઈ કૃષ્ણ કે રામની વાત કરે એટલા માત્રથી એમ માની ન શકાય કે તે રામ કે કૃષ્ણ જેટલો બીજા કોઈને આદર કરતો નથી. આવી કલ્પના પંથષ્ટિની સૂચક છે.
વાર્તા નાની હોય કે મોટી, લેખક એની જમાવટ અમુક રીતે અમુક પ્રસંગ લઈ કરે છે. પણ એની સફળતાની ચાવી એના મૂળ વક્તવ્યની વ્યંજનાની સિદ્ધિમાં છે. જો મૂળ વક્તવ્ય વાચકના હૃદય ઉપર વ્યક્ત થાય તો એની સિદ્ધિ કહેવાય, આ દૃષ્ટિએ પણ જયભિખ્ખુની વાર્તાઓ સફળ છે. દા.ત. એક વાર દૃઢપણે કરેલો શુદ્ધ સંકલ્પ હજાર પ્રલોભનો સામે કેવી રીતે અડગ રહે છે, એ વ્યક્ત કરવા સ્થૂલિભદ્રની વાર્તા લખાઈ છે, અને તે મૂળ વક્તવ્યને બરાબર સ્ફુટ કરે છે. જાતિવાદના ઉચ્ચનીચપણાનું સંકુચિત ભૂત માત્ર બ્રાહ્મણ વર્ગને જ નહિ પણ એના ચેપથી બધા જ વર્ગોને વળગ્યું છે. જે જે એ ભૂત સામે થયા તેના વારસો જ પાછા એના પંજામાં સપડાયા. જૈન જેવી ઉચ્ચ-નીચપણાના ભૂતની ભાવના સામે બળવો કરનાર પરંપરા પણ એ ભૂતની દાસ બની.
જયભિખ્ખુએ ‘મહર્ષિ’ મેતારજમાં જૈનોને મૂળ ભાવનાની યાદ આપવા અને ધર્મસ્મૃતિનું ભાન કરાવવા મેતારજ-પાત્રની આસપાસ કથાગૂંફન કર્યું છે, તેમણે પોતાનું મૂળ વક્તવ્ય એટલી સારી રીતે અને ઉઠાવદાર છટાથી વ્યક્ત કર્યું છે, કે અને પ્રશંસતા રૂઢિના ગુલામ જૈનોને પણ જોયા છે. ખરી રીતે મારી દૃષ્ટિએ ઉચ્ચ
નીચ ભાવમાં માનનાર બધા વર્ગોને એકસરખો બોધ આપવા માટે આ વાર્તા લખાયેલી છે. પાત્ર કેવળ જૈન કથાસાહિત્યમાંથી લીધું છે એટલું જ.
લોભી અને કંગાળ વૃત્તિનો માણસ પણ કોઈનો ઉદાત્ત અને સાત્ત્વિક ત્યાગ જોઈ ક્ષણ માત્રમાં કેવી રીતે બદલાઈ જાય છે. દીન-હીન મટી કેવી રીતે તેજસ્વી બને છે, એ વસ્તુ સ્પષ્ટ કરવા તેમણે ‘દેવ’ની નાની વાર્તા લખી છે. વાંચવા કે સાંભળવા માંડ્યા પછી તે પૂરી કરીને જ ઊઠવાનું મન થાય છે, અને અંતે વ્યંગ્ય સમજાઈ જાય છે.
હવે બહુ લંબાવ્યા સિવાય પ્રસ્તુત ‘મત્સ્ય-ગલાગલ' નવલકથા વિશે જ કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે, સત્ય બે છે; લૌકિક અથવા માયિક સત્ય, અને લોકોત્તર અથવા પારમાર્થિક સત્ય, સામાન્ય જગત પહેલા જ સત્યનો આદર કરી તેમાં રસ લે છે. તેને
१९