________________
આપીશ ? બંને વસ્તુ બની છે; માત્ર આપના આશીર્વાદ બાકી છે. આપની કુશળતાના સમાચાર માટે ઉત્કંઠિત છું.
લિ. આપની અપરાધી દુહિતા વાસવદત્તા !” આ પત્ર મંત્રીરાજ અને રાજસભાને પિગળાવી નાખી. મંત્રીરાજે હિંમતભેર ઘણા દિવસે પોતાનો અભિપ્રાય પ્રકટ કર્યો : “મહારાજ ! દીકરી તો પારકી થાપણ કહેવાય. એણે પોતાની મેળે પોતાના ભાવિની પસંદગી કરી લીધી, એમાં તો આપણી જવાબદારી ઓછી થઈ. કાલે ગમે તેવું દુ:ખ હશે, તોપણ દીકરી રોતી તો નહિ આવે ને ! અને વત્સરાજ જેવો જમાઈ પણ..."
“કોણ જમાઈ !” અવંતીપતિ ચિડાઈ ગયા. “મંત્રીરાજ, વાસવદત્તા મારી દીકરી નથી ! વત્સરાજ મારો જમાઈ નથી ! એણે જમનાં તેડાં હાથે કરીને નોતર્યાં છે. દીકરીને નામે દયા માગે છે ! કાયર નહિ તો બીજું શું ?”
અવંતીપતિના ક્રોધને સહુ જાણતા હતા. મંત્રીરાજ સમજતા હતા કે વધુ બેચાર શબ્દો બોલી એ ક્રોધને ભભુકાવવાની જરૂર નહોતી, પણ મૌન-શાન્તિનાં મિષ્ટ જળ છાંટવાની આવશ્યકતા હતી.
મહારાજ વ્યાકુળ ચિત્તે રાજસભામાંથી ચાલ્યા ગયા, પણ એમના ક્રોધને વધારે તેવું કંઈ ઇંધન ન મળતાં એ શાન્નિચિત્ત બનતા ચાલ્યા. જેમ જેમ શાન્તચિત્ત બનતા ગયા, તેમ તેમ એમને નિર્બળતા દાખવવા લાગી. ક્રોધ વખતે જે અપ્રતિસ્પર્ધીય લાગતા તે શાન્તિમાં સાવ સામાન્ય ભાસતા.
એ વિચારી રહ્યા : “મેં ધર્મોપદેશ સાંભળ્યા છે, એટલે મન કમજોર થઈ ગયું છે. ‘ક્રોધ એ ચાંડાલ છે.’ એમ સાંભળીને મારું પુરુષત્વ હણાઈ ગયું છે, ‘મત્સ્યગલાગલ ન્યાય'ની ફિલસૂફી સાંભળી મારી રુશક્તિ શાન્ત થઈ ગઈ છે. મારા મંત્રીઓ, ને મારી સેનામાં પણ યુદ્ધખેલનનો ઉત્સાહ દૃષ્ટિગોચર થતો નથી ! હું પોતે કાયર નથી. છતાં કમજોર જરૂ૨ બનતો ચાલ્યો છું. શસ્ત્ર કરતાં શાસ્ત્રોમાં સરવાળે વધુ શક્તિ લાગે છે.'
અવંતીપતિ સુખશય્યા પર પડ્યા, પણ એમને શાન્તિ ન લાધી. સ્ત્રીઓ તરફથી એમનું ચિત્ત ફરી ગયું હતું. ખાનપાનમાં રસ રહ્યો ન હતો. સુખ ને ગાઢ નિદ્રા તો ક્યાંથી નસીબમાં હોય ! એમણે સહસા નિર્ણય કર્યો :
“કાણે જ વત્સ દેશ પર ચડાઈ કરી દેવી "
અવંતીપતિ બહાર આવ્યા. દાસીઓ વીંઝણો લઈને દોડી આવી. એ સહુને લાલ આંખ બતાવી ડારી દીધી. દાસીઓ અંદર ચાલી ગઈ. એ મનોમન વિચારી 182 – પ્રેમનું મંદિર
રહ્યા : ‘મારે મંત્રીની પણ સલાહ લેવી નથી, રાજસભાને પણ નિયંત્રવી નથી. પૃથ્વી પ્રેમનું મંદિર—એ વાત સાવ ખોટી, પૃથ્વી તો દ્વેષનું દેવળ છે. હું એકલો પૃથ્વીને જીતી લાવીશ.” હજી આ ભુજાઓમાં એટલું બળ અવશ્ય છે.”
આ નિર્ણય એમના વ્યગ્ર મનને શાન્તિ આપનારો નીવડ્યો. પણ મન તો ભારે ચંચળ છે; એણે વળી નવતાર કલ્પના જગાવી : “મારા આ સાહસથી યુવરાજ ને મંત્રી નાખુશ થઈ જાય, ને કાલે મગધરાજ શ્રેણિક જેવો ઘાટ ઘડાય તો ? બાપને સંહારી દીકરો સિંહાસન લેવા દોડે તો ? મંત્રી પણ ઊગતા સૂરજની પૂજા કરવા લાગે તો ? અને પ્રજાનો પણ શો ભરોસો ? રાજકાજમાં કોણ કોનું સગું ?'
એમણે તરત મંત્રીને બોલાવ્યા. મંત્રીરાજ હજી પૂરા ઘેર પહોંચ્યા પણ નહોતા, ત્યાં તો પાછળ તેડું આવ્યું. તેઓ તરત ઉપસ્થિત થયા. અવંતીપતિએ કહ્યું : “મંત્રીરાજ, વત્સ દેશ પરની ચડાઈનો પ્રબંધ કરો !"
“જેવી આજ્ઞા, મહારાજ !” મંત્રીરાજે ફક્ત હાજી હા કરી. “ક્યારે ઊપડીશું ?”
“આપ કહો ત્યારે.” મંત્રીએ ટૂંકો પ્રત્યુત્તર વાળ્યો. “વરસાદની ઋતુ નજીક છે.”
“જી હા, જેઠ બેસી ગયો."
“તો ત્વરાથી યુદ્ધ ખેલવું પડશે.” “અવશ્ય.”
“વરસાદ વહેલો આવી ગયો તો ?"
“તો જરૂર વિઘ્ન ઊભું થાય.” મંત્રીરાજની બોલવાની ઢબ એની એ હતી. “વિઘ્ન તો દરેક વાતમાં હોય જ છે. વિઘ્નમાં માર્ગ કરે એ જ વીર કહેવાય. મારે એ લુચ્ચા વત્સરાજને અવંતીની શક્તિ દેખાડવી છે.”
“જી હા.”
માણસના મનને ઉશ્કેરાવા માટે પ્રતિસ્પર્ધીની જરૂ૨ ૨હે છે. ઘા કરનારને સામે ઘા આપનાર હોય તો જ રવ ચઢે. અવંતીપતિને પોતાના નિર્ણય સામે કોઈનો વિરોધ ન મળ્યો, એટલે એ સ્વયં નિર્બળ બનતા ચાલ્યા.
કેટલીક વાર પ્રતિકૂળ કરતાં અનુકૂળ પદ્ધતિ વધુ કાર્યકારિણી થાય છે. અવંતીપતિએ કહ્યું : “પણ કુદરત પાસે આપણી શક્તિ શું ? શક્તિ દેખાડવા જતાં ક્યાંક યુદ્ધ ભારે પડી ન જાય ? યુદ્ધ ઘણી વાર ભાગ્યાધીન પણ હોય છે.” સબળ હારી જાય અને નિર્બળ જીતી જાય.”
દુવિધામંે દોનોં ગઈ ! – 183