________________
પ્રસંગે વૈરાગ્યવૃત્તિથી પ્રેરાઈ, પોતાની નગરી મિથિલાના દાહ અને બીજા ઉપદ્રવોની કશી જ ચિંતા સેવ્યા વિના, આધ્યાત્મિક સાધનાની દિશામાં આગળ વધે છે, આ જુદા જુદા દેખીતા કથા-ઉદ્ગમાં મૂળમાં કોઈ એક જ બીજાના પરિણામ છે. અગર તો એકનાં બીજાં સુધારેલાં અનુકરણો છે. - ઉદયન વત્સરાજ જેવી ઐતિહાસિક વ્યક્તિનું આલેખન કરતી કથાઓ પણ ઉપર સુચવેલ બ્રાહ્મણ-શ્રમણ પરંપરાઓમાં કાંઈક ને કાંઈક જુદો જુદ્દે આકાર ધારણ કરે છે. આટલી ચર્ચા એટલું જાણવા પૂરતી કરી છે કે પ્રાચીનકાળમાં અને મધ્ય કાળમાં પણ એક સામાન્ય કથાના ખોખા પરથી જુદા જુદા સંપ્રદાયવાળા અને જુદી જુદી શક્તિ ધરાવનારા લેખકો કેવી રીતે ભિન્ન ભિન્ન આલેખન કરતા.
આપણે ઉપર જોયું તેમ, એક સર્વસામાન્ય કથાસાહિત્યના પ્રભવસ્થાનમાંથી ઉદ્ભવેલી સંપ્રદાય-ભેદની છાયાવાળી કથાત્રિવેણી ભારતીય વામના પટ પર તો વહે જ છે, પણ એના પ્રચારની બાબતમાં ધ્યાન આપવા લાયક મહત્ત્વનો ભેદ છે. બૌદ્ધ ભિક્ષુકોને ન નડતું જાતિબંધન કે ન નડતો વિહારનો સખત પ્રતિબંધ. તેથી તેઓ ભારતની ભૂમિ ઓળંગી તે સમયમાં જાણીતી એવી સમગ્ર દુનિયાના ખૂણેખૂણે પહોંચવા મથ્યા. સાથે પોતાનું અણમોલું કથાસાહિત્ય પણ લેતા ગયા અને પરિણામે બૌદ્ધ કથાસાહિત્ય-ખાસ કરીને જાતકસાહિત્ય - અનેક ભાષાઓમાં અનુવાદિત થયું અને ભારત બહારની જનતાનું ધ્યાન તેણે બુદ્ધભૂમિ પ્રત્યે આકર્મો.
વૈદિક અને પૌરાણિક કથાસાહિત્યને એવી તક મળવા સામે મુશ્કેલી હતી. વ્યાસો ને પૌરાણિકો વાકેશુર ને વાકપટુ કાંઈ ઓછા નહિ. પ્રચાર-ઉત્સાહ પણ જેવો તેવો નહિ, પણ તેમને નડતું મુખ્યપણે જાતિનું ચોકાબંધન, તેથી બૌદ્ધ કથાસાહિત્ય જેટલું પૌરાણિક કથાસાહિત્ય તે કાળમાં ભારત બહાર પ્રચાર ન પામ્યું એ ખરું; પણ ભારતમાં તો એ દરેક રીતે ફૂલ્યુ-ફાવ્યું અને ઘરે ઘરે આવકાર પામ્યું. એક તો બ્રાહ્મણવર્ગ જ વિશાળ, બીજું, તે બુદ્ધિપ્રધાન, અને માત્ર બુદ્ધિજીવી, ત્રીજું , એ લોક અને શાસ્ત્રમાં ગુરુસ્થાને એટલે પૌરાણિક કથાઓએ જનતામાં એવા સંસ્કાર સીંચ્યા, કે જે વૈદિક કે પૌરાણિક પરંપરાના અનુયાયી ન હોય તેના કાન ઉપર પણ પૌરાણિક કથાઓના પડઘા પડતા જ રહ્યા છે.
| જૈન કથા-સાહિત્યનો પ્રશ્ન સાવ નિરાળો છે. જોકે જૈન ભિક્ષુકોને યથેચ્છ વિહારમાં જાતિબંધનનું ડામણ નડે તેમ ન હતું, પણ તેમને જીવનચર્યાના ઉગ્ર નિયમો મુક્ત વિહારમાં આડે આવતા. તેથી ભારત બહાર જૈન કથા-સાહિત્યના પ્રચારનો સંભવ જ લગભગ ન હતો. અલબત્ત, ભારતમાં એ પ્રચાર માટે પૂર્ણ અવકાશ હતો; છતાં એમ સિદ્ધ ન થવાનાં અનેક કારણો પૈકી મુખ્ય કારણ જૈન ભિક્ષુકોની પોતાના ધર્મસ્થાન પૂરતી મર્યાદા એ જ હતું. જે જૈનો પોતાના ધર્મસ્થાનમાં જતા રહે અને કથા-શ્રવણ કરે તે તો છેવત્તે અંશે જૈન કથાથી પરિચિત રહેતા,
પણ જેઓ એ રીતે ટેવાયેલા ન હોય તેવા જૈનો પણ જૈન કથા વિશે ભાગ્યે જ જાણતા. તેથી જૈન કથાઓ જેટલા પ્રમાણમાં ગ્રંથોમાં આલેખાયેલી છે ને સંગૃહીત છે તેટલા પ્રમાણમાં તેનું પ્રચારક્ષેત્ર વધ્યું નથી, એ નક્કર હકીકત છે. જે વસ્તુ સાર્વજનિક ક્ષેત્રમાં પ્રચારમાં આવે છે તેમાં હંમેશાં લોકરુચિ પ્રમાણે અનેક આકર્ષક સુધારા-વધારા પણ થતા રહે છે. જેનો પ્રચાર નહિ અથવા ઓછો તેમાં કોઈ સારું. તત્ત્વ હોય તોય તે આંખે વળગે અને કાનને પકડે એવી રીતે ઉઠાવ પામતું નથી. અને કોઈ તત્ત્વ ખટકે એવું હોય તો તે તેમાંથી દૂર થવા પામતું પણ નથી. કેટલીક જૈન કથાઓની બાબતમાં કાંઈક આવું જ બન્યું હોય તેમ મને લાગે છે. જૈન સાહિત્યમાં કેટલીક કથાઓ એવી આકર્ષક અને માનવતાના ઉત્કર્ષની દૃષ્ટિએ ઉપયોગી તત્ત્વ ધરાવતી છે કે જો તે સુયોગ્ય લેખકની કળાના નવ નવ સંસ્કાર પામતી રહે તો, ક્યારેય પણ વાસી ન થાય અને સદાય પ્રજાને દીપિકાની ગરજ સારતી રહે.
કુશળ લેખક પોતાના અનુભવનાં નાનાવિધ પાસાંઓને પૌરાણિક, ઐતિહાસિક કે કલ્પિત-એકલ્પિત મિશ્ર પાત્રોના આલેખન દ્વારા એવી ઉઠાવદાર કળાથી તેમજ રસસંતભૂત છટાથી રજૂ કરે છે જેથી વાંચનાર-સાંભળનાર વર્ગની જિજ્ઞાસા કુંઠિત થવાને બદલે ઉત્તરોત્તર વધતી ચાલે અને જેના રસાસ્વાદ દ્વારા વાચક કે શ્રોતાને ન થાય શ્રમનો અનુભવ કે ન રહે સમય વીત્યાનું ભાન ! વાર્તા-સામાન્યનું મારી દૃષ્ટિએ આ લક્ષણ છે, જે નાની કે મોટી બધી નવલ કે નવલિકાઓને આવરે છે. હું પોતે તો એ લક્ષણમાં એટલું પણ ગર્ભિત રીતે સમાયેલું માની જ લઉં છું કે લેખકની કળા વાચક અને શ્રોતામાં વિવેક તેમજ સાહસ પ્રગટાવે તેવી જ હોય , એવી કળા વિનાનાં લખાણો છેવટે વાચક કે શ્રોતાને ઊર્ધ્વગામી ન બનાવતાં નીચે જ પાડે છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
ગુજરાતી ભાષામાં નવલ-નવલિકાઓનું સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં રચાયું છે અને હજી રચાય જાય છે. એણે વાચકોનો ચાહ પણ ઠીક ઠીક મેળવ્યો છે. કેવળ પ્રાચીન સાહિત્યનાં પાત્રોના આલંબનવાળું જે નવલ-નવલિકાસાહિત્ય અત્યાર લગીમાં પ્રસિદ્ધ થયું છે, તેમાં જૈન કથા-સાહિત્યને આધારે નવલ-નવલિકાઓનું રુચિર સર્જન કર્યું હોય તો તે મારી જાણ મુજબ એકમાત્ર ‘સુશીલે” કર્યું છે અને તેમની તે કૃતિ તે અર્પણ” નામક નવલિકાઓનો સંગ્રહ.
ત્યારબાદ જૈન કથા-સાહિત્યના વિશાળ ખજાનામાંથી જૂની, નાની-મોટી કથાઓનો આધાર લઈ, તેનાં ઐતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવાયુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષ એવા સંસ્કારોવાળું કથાસંવિધાન કરનાર, હું જાણું છું ત્યાં સુધી, ‘જયભિખ્ખું' એ એક જ છે.