________________
ઐતરેય અને શતપથ બ્રાહ્મણમાં દેવાસુર-સંગ્રામનો સંકેત એક રીતે છે, જ્યારે છાંદોગ્ય અને બૃહદારણ્યક જેવાં ઉપનિષદોમાં તેનો ઉપયોગ કથા રૂપે તત્ત્વજ્ઞાનના વિકાસમાં થયો છે. અને મહાભારત જેવાં મહાકાવ્યો અને પુરાણોમાં તો એ કલ્પના વિના જાણે વ્યાસો આગળ જ વધી શકતા નથી. મહાદેવને ઉમા સાથે પરણાવવા હોય કે કંસ જેવાનો વધ કરાવવો હોય કે લેખકે પોતે માની લીધેલા બૌદ્ધ-જૈન જેવા નાસ્તિક અસુરોને નરકે મોકલી વૈદિક-આસ્તિક દેવોનું રાજ્ય સ્થાપવું હોય કે ભાર્ગવ જેવા વંશને અસુર કોટીમાં મૂકવો હોય તો તેને પ્રાચીન કાળથી ચાલી આવતી દેવાસુર-સંગ્રામની કલ્પના ભારે મદદગાર થાય છે. એક માત્ર દેવાસુર-સંગ્રામની કલ્પનાનો આશ્રય કરી તેને આધારે નાનાં-મોટાં કેટલાંક વાર્તાઓ, આખ્યાનો ને આખ્યાયિકા રચાયાં છે. એ જો કોઈ સવાંગીણ શોધપૂર્વક લખે તો ખાતરીથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવે. અને તેમાં રસ પણ જેવો તેવો નથી. દેવાસુર-સંગ્રામની કલ્પનાની સાથે જ અવતારવાદ સંકળાયેલો છે. એટલે વૈદિક કે પૌરાણિક કથાસાહિત્યમાં તે કોઈ ને કોઈ રૂપે ભાગ ભજવ્યા વિના રહેતો જ નથી.
બૌદ્ધ કથા-સાહિત્ય એનાં વિશિષ્ટ લક્ષણોથી નોખું તરી આવે છે. એમાં ખાસ ધ્યાન ખેંચે એવું લક્ષણ તે બોધિસત્ત્વની પારમિતાઓ છે. બુદ્ધત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર ઉમેદવાર તે બોધિસત્ત્વ, બૌદ્ધ પરંપરા અવતારવાદ કે દેવ-અસુર વર્ગના વિગ્રહને આધારે વિચાર નથી કરતી; પણ તે સત્-અસત્ વૃત્તિનાં અથવા દૈવી-આસુરી વૃત્તિનાં હૃદ્ધને અવલંબી જ ડતા, પ્રમાદ, ક્રોધ જેવી આસુરી વૃત્તિઓનો પ્રજ્ઞા, પુરુષાર્થ અને કામા જેવી દૈવી વૃત્તિઓ દ્વારા પરાભવ કથાઓમાં ચિત્રિત કરે છે અને દર્શાવે છે, કે જે વ્યક્તિ દૈવી વૃત્તિઓના વિકાસની પરાકાષ્ઠા-પારમિતા સાધે છે તે જ બોધિસત્ત્વ અને તે જ ક્રમે બુદ્ધત્વ પ્રાપ્ત કરે છે. અન્ય પરંપરાઓની પેઠે બૌદ્ધ પરંપરા પણ પુનર્જન્મવાદનો આશ્રય લઈ પારમિતાની સિદ્ધિ જન્મજન્માંતરના પુરુષાર્થ દ્વારા વર્ણવે છે. આ માટે બૌદ્ધ પરંપરાએ તથાગત બુદ્ધના પૂર્વજન્મોને લગતી પારમિતાની સાધના સૂચવતી સેંકડો મનોરંજક કથાઓ રચી છે. જે ‘જાતકકથા’ નામથી વિશ્વવિખ્યાત છે. જાતક કથાઓ સિવાય પણ બૌદ્ધ-પાલિ વામયમાં કથાઓ આવે છે, પણ વિશેષ ધ્યાન તો જાતકકથાઓ ખેંચે છે.
જૈન પરંપરાનું કથા-વામય જેટલું પ્રાચીન છે તેટલું જ વિશાળ પણ છે. એની વિશેષતા કર્મવાદના ખુલાસાને કારણે છે. જીવનમાં જે સુખદુ:ખના તડકાછાયાનું પરિવર્તનશીલ ચક્ર અનુભવાય છે, તે નથી ઈશ્વર-નિર્મિત કે નથી દેવપ્રેરિત; નથી સ્વભાવસિદ્ધ કે નથી નિયતિતંત્ર; તેનો આધાર જીવની પોતાની સદ-અસ વૃત્તિઓ જ છે. જેવી વૃત્તિ – એટલે બુદ્ધિ અને પુરુષાર્થ – તેવી જ કર્મચેતના અને તેવી જ ફળચેતના, માણસ પોતે જેવો છે તે તેના પૂર્વ - સંચિત સંસ્કાર અને
વર્તમાન સંસ્કારનું પ્રતિબિંબ છે, તે જેવો થવા માગે તેવા સ્વપુરુષાર્થથી બની શકે. આખું ભાવિ એના પોતાના જ હાથમાં છે. આ રીતે જીવનમાં ચારિત્ર ને પુરુષાર્થને પૂર્ણ અવકાશ આપવાની દૃષ્ટિએ જ જૈન કથા-સાહિત્ય મુખ્યપણે લખાયેલું છે.
લોકોને મોઢે મોઢે અને ઘરે ઘરે રમતું લોકકથાસાહિત્ય અજ્ઞાત કાળથી ચાલું જ આવે છે, અને તેમાં નવા નવા ઉમેરાઓ પણ થતા રહ્યા છે. એની સદા વહેતી ગંગામાંથી ઉપર દર્શાવેલી ત્રણે પરંપરાઓએ, પોતપોતાની માન્યતાને પોષવા અને સંપ્રદાયને પુષ્ટ કરવા, પોતપોતાને ફાવે તે તે કથાઓને લઈ તેને નવા નવા ઘાટો ને આકારો આપ્યા છે.
કથા મૂળ એક જ હોય પણ તે વ્યાસોના હાથે એક રૂપ પામી, બૌદ્ધ ભિક્ષુકો અને નિગ્રંથોને હાથે વળી તેથી જુદા આકાર પામી. જેઓ ઉક્ત ત્રણે પરંપરાઓના કથાસાહિત્યના તુલનાત્મક અભ્યાસી છે, તેથી આ વસ્તુ અછાની નથી. રામરાવણ, કંસ-કૃષ્ણ અને કૌરવ-પાંડવની લોક કથા પુરાણોમાં એક રૂપે હોય તો જૈન પરંપરામાં તે સહેજ બીજે રૂપે હોય અને બૌદ્ધ પરંપરામાં વળી ત્રીજી જ રીતે હોય. કોઈ એક જ પરંપરાના જુદા જુદા લેખકો પણ ઘણી વાર એક જ કથાને જુદી જુદી રીતે ચીતરે છે. પુરાણમાં તો નાભિમરુ દેવીના નંદન ઋષભદેવની વાત જૈન પરંપરાથી કાંઈક જુદી હોય એ સમજી શકાય તેવું છે, પણ જૈન પરંપરાના દિગંબરશ્વેતાંબર જેવા બે કવિલેખકો પણ ઋષભદેવની કથા વિશે સર્વથા એકરૂપ નથી રહી શકતા. મૂળે બધા કથા-વાર્તાના લેખકો કે પ્રચારકોના ઉદ્દે શ પોતપોતાની કથાને વધારેમાં વધારે લોકપ્રિય બનાવવાનો હોય છે. એ ઉદ્દેશ તેમને તત્કાલીન આકર્ષક બળોને કથામાં સમાવવા પ્રેરે છે. ને તેથી જ મૂળ માન્યતા એક હોય તોય કથાના સ્વરૂપમાં થોડો ઘણો ફેર પડી જાય છે.
શિબિએ બાજથી પારેવાનું રક્ષણ કરવા પોતાનું શરીર અર્બાની કથા મહાભારતના વનપર્વમાં છે. બોધિસત્વે પણ પ્રાણીરક્ષણ માટે હિંસક પશુને પોતાનો દેહ અર્યો એવી વાત વ્યાપ્રજાતકમાં છે. સોળમા તીર્થંકર શાંતિનાથે મેઘરથ રાજાના ભવમાં બાજના પંજામાંથી પારેવાને બચાવવા પોતાનો દેહ અર્યાની વાત છે. સિંહના પંજામાંથી સુરભીનું રક્ષણ કરવા દિલીપના દેહાર્પણની વાત પણ કાવ્યમાં આવી છે. આ બધી વાર્તાઓમાં પાત્રો અને પ્રસંગો ભલે જુદં હોય, પણ તેમાં પ્રાણી-રક્ષણની ધર્મોચિત કે ક્ષત્રિયોચિત જવાબદારી અદા કરવાનો પ્રાણ તો એક જ ધબકી રહ્યો છે.
મહાભારતમાં મિથિલિના અનાસક્ત કર્મયોગી વિદેહ જનકની વાત છે. બૌદ્ધ જાતકોમાં “મહાજનક’ એક જાતક છે. તેમાં મિથિલા-નરેશ તરીકે મહાજનક નામનું બોધિસત્વ પાત્ર આવે છે. તે પણ અનાસક્તપણે ત્યાગની દિશામાં આગળ વધે છે. જૈન પરંપરામાં ઉતરાધ્યયનસૂત્રમાં નમિરાજ યીશ્વરની કથા છે. તે પણ અમુક
o